Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
ગર્ભ વિચાર રાખી કુશીલ સેવ્યાં કરે, તેમાં જો પુત્રી ગર્ભમાં હોય તો તેના માતાપિતા દુષ્ટમાં દુષ્ટ, પાપીમાં પાપી, રો રૌ નરકના અધિકારી થાય છે. તેમજ તેનો ગર્ભ મરણ પામે છે. અને જો જીવતો રહે તો કાણા, કુબડા, કોઢીયા, તુલા, પાંગળા, બાબડા, મૂંગાઇંદ્રિયવિહોણા, કુરૂપ, દુબળા, શક્તિહીણ બાંધાના તથા ઘાટ વગરના થઈ જાય છે. ક્રોધી, રસાળ, કલેશી, પ્રપંચી અને ખોટી ચાલે ચાલનારા નીવડે છે.
વિશેષમાં ઉપર બતાવેલા ગર્ભવાસના સ્થાનકમાં મહાકષ્ટ ને પીડા ભોગવવી પડે છે. તેનું દૃષ્ટાંત એ છે કે જેમ કોઈ પુરૂષનું શરીર કોઢ તથા પતના રોગથી નીંગળતું હોય, તેને સાડાત્રણ ક્રોડ સોય, અગ્નિમાં ધખાવી તેના સાડાત્રણ ક્રોડ રૂંવાડામાં પરોવ, તેનાં ઉપર ખાર અને ચૂનાનું પાણી છાંટે, તે પછી આળા ચામડાથી મઢીને તડકે નાંખે, અને દડાની જેમ અથડાવે, તે વખતની પીડાનું પ્રમાણ કેટલું ભયંકર છે ? તે તો ભોગવનારો તથા સર્વજ્ઞ પરમાત્મા જાણે દેખે છે. એવી ગર્ભ વંદના પહેલે મહિને ભોગવવી પડે છે. તેથી બીજે મહિને બમણી, ત્રીજે મહિને ત્રણ ગણી એમ ચડતાં ચડતાં નવમે મહિને નવ ગણી પીડા થાય છે. અથવા દરેક રૂંવાડ નવનવ સોય પરોવવાના ન્યાયની પીડા સમજવી. ગર્ભવાસની જગા નાની છે અને ગર્ભનું સ્થળ મોટું છે. તેથી સડ ભીંસાઈને કેરીની માફક ઊંધે માથે લટકીને રહેવું પડે છે. તે વખતે બે ઢીંચણ છાતીમાં ભરાવેલા અને બે હાથની મુઠ્ઠી આંખો આડી દીધેલી હોય છે. કર્મ જાગે બીજો ને ત્રીજો ગર્ભ જડ હોય તો તે વખતની સંકડાશનું અને મુંઝવણનું માપ કરી શકાતું નથી. બેઠેલી માતા ઊભી થાય તે વખતે ગર્ભ જાણે છે કે હું આસમાનમાં ફેંકાઈ ગયો છું. હેઠે બેસતી વખતે જાણે છે કે હું પાતાળમાં પટકાઈ ગયો છું. ચાલતી વખત જાણે છે કે હું મસકમાં ભરેલા દહીંની માફક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org