Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
ત્રણ જાગરિકા
૩િ૮૭ અંતરથી તેનું ભલું ઇચ્છે છે તથા જેમ પિતા પુત્રને ભલી શિખામણ આપવા માટે ઉપરથી તર્જના કરે, મારે, પણ અંતરથી તેના ગુણ વધારવા માટે ભલું ઇચ્છે છે.
૪) સ્વભાવ ધર્મ : તે જે વસ્તુ જીવ અથવા અજીવ તેની જે પરિણતિ છે તે. તેના બે ભેદ તેમાં એક શુદ્ધ સ્વભાવથી અને બીજો કર્મના સંજોગથી અશુદ્ધ પરિણતિ છે તે જીવને વિષય કષાયના સંજોગથી વિભાવ થાય છે. હવે જીવ અને પુદ્ગલને વિભાવ છે. તેને દૂર કરીને જીવ પોતાના જ્ઞાનાદિક ગુણમાં રમણ કરે, તે સ્વભાવ ધર્મ અને પુદ્ગલનો એક વર્ણ, એક ગંધ, એક રસ, બે સ્પર્શમાં રમણ થાય તે પુદ્ગલને શુદ્ધ સ્વભાવ ધર્મ જાણવો. એ સિવાય બીજા ધર્માસ્તિકાય આદિ ચાર દ્રવ્યમાં સ્વભાવ ધર્મ છે, પણ વિભાવ ધર્મ નથી. તે ચલણ ગુણ, સ્થિર ગુણ, અવકાશ ગુણ, વર્તના ગુણ, તે પોતપોતાના સ્વભાવને છોડતા નથી તે માટે શુદ્ધ સ્વભાવ ધર્મ છે. એ ચાર પ્રકારની ધર્મ જાગરિકા કહી. | [૨] અધર્મ જાગરિકા તે સંસારમાં ધન, કુટુંબ, પરિવારનો સંજોગ મેળવવો, તેને માટે આરંભાદિક કરવા, તેની રક્ષા કરવી, તેના ઉપર દૃષ્ટિ રાખવી, તે અધર્મ જાગરિકા જાણવી.
[૩] સુખ જાગરિકા: તે સુ કહેતાં ભલી અને દખુ કહેતાં ચતુરાઈવાળી જાગરિકા, એ જાગરિકા શ્રાવકને હોય છે, કેમકે સમ્યફ જ્ઞાન, દર્શન સહિત ધન – કુટુંબાદિક તથા વિષય કષાયને ખોટા જાણે છે, દેશથી નિવર્યા છે, ઉદય ભાવથી ઉદાસીનપણે રહે છે, ત્રણ મનોરથ ચિંતવે છે. તે સુદખ જાગરિકા જાણવી.
ઇતિ ત્રણ જાગરિકા. ' જ SSS S SS S S SS S
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org