Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
ગર્ભ વિચાર
૩૭૫
ક૨ે છે. શત્રુ રાજાને મારી નાખું અને મારું રાજય બચાવી લઉં તેવી ભાવના ગર્ભસ્થ જીવમાં હોય છે અને આવા સમયે જો તેનું મૃત્યુ થાય તો તે મ૨ીને ન૨કમાં જાય છે. પરંતુ તેથી વિપરીત તે ગર્ભસ્થ જીવ જો આગમાનુસાર વ્રતનું પાલન ક૨વાવાળા સાધુ અથવા દેશવ્રતના ધા૨ક શ્રાવકની પાસે ધાર્મિક વચનો સાંભળીને, તેને હૃદયમાં ધા૨ણ કરીને, ધર્મમાં શ્રદ્ધા કરે છે. તે સંવેગને પ્રાપ્ત કરી ધર્મ, પુણ્ય, સ્વર્ગ અને મોક્ષની ઇચ્છાવાળો બની તેમાં લય બની જાય છે ત્યારે આવા સમયે શુભ અધ્યવસાયમાં જો તેનું મૃત્યુ થાય તો તે મરીને દેવલોકમાં જાય છે. માતા મહા કપટમાં જોડાઈ હોય અને તે વખતે જો ગર્ભનું મરણ થાય તો તે તિર્યંચમાં જાય છે. માતા મહાભદ્રિક અને પ્રપંચ વિનાના વિચા૨માં જોડાઈ હોય તો તે વખતે ગર્ભ મ૨ે તો તે મનુષ્યમાં જાય છે. એમ ગર્ભનો જીવ ચારે ગતિમાં જઈ શકે છે.
ગર્ભકાળ પૂરો થાય ત્યારે માતા તથા ગર્ભની નાભિની વિંટાયેલી રસહરણી નાડી ઉખડી જાય છે. ત્યારે જન્મ થવાની તૈયારી થાય છે. તેમાં માતા તથા ગર્ભના પુણ્યનું તથા આયુષ્યનું બળ હોય તો સીધે રસ્તે જન્મ થઈ શકે છે. તે વખતે કેટલાક માથા ત૨ફથી તો કેટલાક પગ ત૨ફથી જન્મે છે. પણ જો બન્ને ભારે કર્મી હોય તો ગર્ભ આડો પડી જાય છે તેથી બેઉ મરણ પામે છે. અથવા માતાને બચાવવા માટે પાપી ગર્ભના જીવને છ૨ીથી ખંડોખંડ ક૨ી મૃત કરાય છે. તેનો કોઈને સોગ, સંતાપ થતો નથી. સીધે ૨સ્તે જન્મ લેના૨ાઓ સોના રૂપાના તાર જેવા છે. માતાનું શરીર જત૨ડો છે. જેમ સોની તા૨ ખેંચે તેમ ગર્ભ ખેંચાઈને કોટિ કરે બહાર આવે છે. અર્થાત્ નવમે મહિને થતી પીડા ઉપર કહી છે તેને ક્રોડ ગણી કરતાં જે પીડા થાય છે તે દુઃખ જન્મ વખતે થાય છે. મરતી વખતે તે પીડા દુઃખને ક્રોડાકોડ ગણું
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org