Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
નક્ષત્ર પરિચય
૩૭૭૦
જન્મ ક્રિયા પણ તેવી જ છે, પણ માત્ર સ્વભાવની છાયા પડવામાં ફે૨ છે. તેવી માતાઓના પુત્ર, પુત્રીઓ પણ, પોતપોતાના પુણ્યના ઉદય મુજબ સર્વ વૈભવનો ઉપભોગ કરે છે તેમ છતાં પોતાના માતાપિતા સાથે સદ્ વિનયથી વર્તી શકે છે. ગુરુજનોમાં ભક્તિપ૨ાયણ નીવડે છે. લજ્જા, દયા, ક્ષમાદિ ગુણોમાં અને પ્રભુ પ્રાર્થનામાં આગળ વધે છે. અભિમાનથી વિમુખ રહી, મૈત્રી ભાવની સન્મુખ થાય છે. જીંદગીમાં સાર્થક, યોગ્ય, સત્સંગ, કરી જ્ઞાન મેળવે છે, અને શ૨ી૨ સંપત્તિ વગેરેથી ઉદાસ રહી આત્મસ્મરણમાં જીંદગી પૂર્ણ કરે છે.
સર્વ કોઈ વિવેક દૃષ્ટિવાળા સ્ત્રી પુરૂષોએ આ અશુચિથી પ્રાપ્ત થયેલા ગંદા શ૨ી૨ની નીપજ ઉપર ધ્યાન રાખી મમતા ઘટાડવી જોઈએ. મિથ્યાભિમાનથી પાછા હટવું જોઈએ, મળેલી જીંદગીને સાર્થક ક૨વા યોગ્ય કાર્ય કરવામાં ઉદ્યમ ક૨વો જોઈએ, જેથી ક૨ીને ઉ૫૨ કહેલા ગર્ભવાસના દુઃખને આધીન થવું ન પડે.
ઇતિ ગર્ભ વિચાર.
分蜜照分蜜蜜蜜蜜 分睹照分
૨૯. નક્ષત્ર પરિચય
જંબુદ્વિપ પન્નતિ વક્ષકા૨ ૭
નભચક્રમાં તારાનાં કેટલાંક ઝૂમખાં એવાં છે કે તે સર્વદા એક સરખાં આકારનાં અને માંહોમાંહેના અંત૨ના ન્યૂનાધિકતા ન થાય તેવા છે. તેથી તે નક્ષત્ર કહેવાય છે. એવા નક્ષત્રો કુલ ૨૮ છે. દરેક નક્ષત્રનો ચંદ્રમા સાથેનો યોગ લગભગ સાઠ ઘડીનો હોય છે. પણ
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org