Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
૩૨૦
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ
સંશી મનુષ્ય, એ ૧૬ દંડકમાં સર્વ જીવે મન પુદ્ગલ પ૨ાવર્ત્ત અનંત અનંત વા૨ કર્યા.
:
પાંચ એકેન્દ્રિય વિના ૧૯ દંડકમાં સર્વ જીવે વચન પુદ્ગલ પરાવર્ત્ત અનંતવાર કર્યા. એ ૧૩૩ પ્રશ્ન થાય છે. ત્રણે સ્થાનકના ૮,૧૯૮ પ્રશ્નો થાય છે. ઇતિ ત્રિસ્થાનક દ્વાર ૫. કાળ દ્વાર : અનંત ઉત્સર્પિણી અનંત અવસર્પિણી જાય ત્યારે એક ઔદારિક પુદ્ગલ પ૨ાવર્ત્ત થાય. એમ વૈક્રિય પુદ્ગલ ૫૨ાવર્ત્ત એટલો કાળ જતાં થાય છે. સાતે પુદ્ગલ પરાવર્તમાં અનંત અનંત કાળચક્ર વહી જાય છે. ઇતિ કાળ દ્વાર ૬. કાળની ઉપમા ઃ કાળ (વખત) સમજવાને દૃષ્ટાંત આપે છે. તેમાં પ્રથમ પરમાણુથી શરૂ કરે છે. પરમાણુ તે ઝીણામાં ઝીણો રજકણ, જે રજકણ અતીન્દ્રિય (ઇન્દ્રિયને અગમ્ય) છે. જેનો ભાગ, ખંડ કે કટકો કોઈ પણ શસ્ત્રથી કે કોઈ પણ રીતે થઈ શકે નહિ. ઘણો જ ઝીણો સૂક્ષ્મમાં સૂક્ષ્મ એવો જે ભાગ તે પરમાણુ. ૧ અનંત સૂક્ષ્મ ૫૨માણુએ એક વ્યવહાર પરમાણુ થાય. ૨ અનંત વ્યવહાર પરમાણુએ એક ઉષ્ણ સ્નિગ્ધ ૫૨માણુ થાય. ૩ અનંત ઉષ્ણ સ્નિગ્ધ ૫૨માણુએ એક શીત સ્નિગ્ધ પરમાણુ થાય. ૪ આઠ શીત સ્નિગ્ધ ૫૨માણુએ એક ઉર્ધ્વરેણુ થાય. ૫ આઠ ઉર્ધ્વરેણુએ એક ત્રસ રેણુ થાય. ૬ આઠ ત્રસરેણુએ એક રથ રેણુ થાય. ૭ તે આઠ ૨થણુએ દેવકુરૂ, ઉત્તરકુરૂ મનુષ્યનો એક વાલાગ્ર થાય. ૮. તે આઠ વાલાગે હરિ, રમ્યવર્ષના મનુષ્યનો એક વાલાગ્ર થાય. ૯. તે આઠ વાલાચે હેમવય, હિરણ્યવય મનુષ્યનો એક વાલાગ્ર થાય. ૧૦. તે આઠ વાલા પૂર્વ વિદેહ, પશ્ચિમ વિદેહ મનુષ્યનો એક વાલાચ થાય. ૧૧. તે આઠ વાલાગે ભ૨ત, ઐ૨વત મનુષ્યનો એક વાલાચ થાય. ૧૨. તે આઠ
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org