Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
૩૭૦
શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ
સુધી માતાપિતાના પુદ્ગલ તે શ૨ી૨માં ૨હે છે. સમય સમય પર તે પુદ્ગલ હીન થાય છે અને જયારે તે સમાપ્ત થાય છે ત્યા૨ે સંતાનનું ભવધા૨ણીય શ૨ી૨ સમાપ્ત થાય છે. આથી આ શરીર પર માતાપિતાનો ઘણો ઉપકાર છે તે ઉપકારને ભૂલવો જોઈએ નહીં.
પુરૂષને બે કાન, બે ચક્ષુ, બે નાસિકા, મુખ, લઘુનીત અને વડીનીત એ નવ દ્વા૨ અપવિત્ર અને સદાકાળ વહેતાં રહે છે. સ્ત્રીને બે થાન અને ગર્ભ દ્વાર એ ત્રણ ઉમેરીને બાર દ્વા૨ સદાકાળ વહેતાં રહે છે. તે ગર્ભસ્થ શરીરમાં અઢાર પૃષ્ટ દંડક નામની પાંસળીઓ છે. તે વાંસની ક૨ોડ સાથે જોડાયેલી છે. તે સિવાય બે પાસાની બાર કડક પાંસળીઓ છે, તે ઉ૫૨ સાત પડ ચામડીનાં મઢાયેલાં છે, છાતીના પડદામાં બે કાળજાં છે, તેમાં એક પડદા સાથે જડાયેલોને બીજો કાંઈક લટકતો છે. પેટના પડદામાં બે અંતસ (નળ) કહ્યા છે, તેમાં પહેલો સ્થૂળ છે, તે મળસ્થાન અને બીજો સૂક્ષ્મ છે, તે લઘુનીત સ્થાન કહેવાય છે. વળી બે પ્રણવસ્થાન એટલે ભોજન પાન પ્રગમવાની જગા છે. દક્ષિણ (જમણે પાસે) પ્રગમે તો દુઃખ ઉપજે છે, વામ (ડાબે પાસે) પ્રગમે તો સુખ ઉપજે છે. સોળ આંતરા છે. ચાર આંગળીની ગ્રીવા (ડોક) છે. ચાર પળની જીભ છે. બે પળની આંખો છે. ચાર પળનું મસ્તક છે. નવ આંગળની જીભ છે. જે બીજે મતે સાત આંગળ ની કહેવાય છે. આઠ પળનું હૃદય છે. પચ્ચીસ પળનું કાળજું છે. સાત ધાતુના પ્રમાણ માપ તે શરીરમાં એક આઢો રૂધીરનો અને એક આઢો માંસનો હોય છે. એક પાથો માથાનો ભેજો, એક આઢો લઘુનીત, એક પાથો વડીનીતનો છે. કફ, પિત્ત ને શ્લેષ્મ એ ત્રણનો એકેકો કલવ અને અર્ધો કલવ વીર્યનો હોય છે. એ સર્વને મૂળ ધાતુ કહેવાય છે. એ ધાતુ ઉપ૨ શ૨ી૨નો ટકાવ છે. એ સાતે ધાતુ
-
-
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org