Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
ઉ૬૪ િશ્રી બૃહદ જેન થોક સંગ્રહ
જો (૨૮. ગર્ભવિચાર)
ભગવતી સૂત્ર શતક ૧, ઉ. ૭ સર્વ જન્મ મરણનાં દુઃખોનું કારણ મોહનીય કર્મના ઉદયમાં ભળવાથી મોહ થાય છે તે છે. ચારગતિરૂપ સંસારમાં જીવ જન્મ મરણરૂપ ભયંકર દુઃખ ભોગવ્યા કરે છે. નરક અને દેવગતિને વર્જીને બાકીની બે તિર્યંચ અને મનુષ્ય ગતિમાં જીવને જન્મવા માટે ગર્ભવાસ મળે છે. તે ગર્ભવાસમાં ગર્ભસ્થાનમાં ઉપજનારા જીવની ગતિ, સ્થિતિ, અંગોપાંગ, આહાર, શ્વાસોશ્વાસ વિ.દરેક પરિસ્થિતિનું અહીં વર્ણન કરવામાં આવશે.
એક ગતિમાંથી બીજી ગતિમાં જતો જીવ દ્રવ્યઇન્દ્રિયોથી રહિત અને ભાવઈન્દ્રિયો સહિત ઉત્પન્ન થાય છે. પુદ્ગલની રચના વિશેષ (બાહ્ય આકૃતિ) તે દ્રવ્યેન્દ્રિય છે. જે શક્તિ દ્વારા જીવ જ્ઞાન પ્રાપ્ત કરવા સમર્થ હોય તે ભાવેન્દ્રિય છે. ગર્ભમાં આવેલો જીવ તૈજસ અને કામણ શરીર સહિત આવે છે તથા ઔદારિક, વૈક્રિય અને આહારક શરીર રહિત આવે છે.
ઉપજનારાની સ્થિતિનું તથા ગર્ભસ્થાનનું વિવેચન - શિષ્ય – હે ગુરુ ! ગર્ભસ્થાનમાં આવી ઉપજનારો જીવ, ત્યાં કેટલા દિવસ? કેટલી રાત્રી, કેટલા મુહૂર્ત રહે?
ગુરુ – હે શિષ્ય ! ઉપજનારો જીવ બસોને સાડી સત્યોતેર અહોરાત્રી રહે છે. વાસ્તવિક રીતે જોતાં એટલો જ ગર્ભને કાળ છે. તે જીવ આઠ હજાર ત્રણસોને પચ્ચીસ મુહૂર્ત ગર્ભસ્થાનમાં રહે છે.
ગર્ભસ્થાનને માટે સમજવાનું કે માતાના નાભિમંડળ નીચે ફૂલને આકારે બે નાડી છે તે બેની નીચે ઊંધા કમળને આકારે એક ત્રીજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org