Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
રિ૩૬]E ) શ્રી બૃહદ જૈન શોક સંગ્રહ
૬. નોઈદ્રિય લબ્ધિ અક્ષર શ્રુત તે મને કરી ચિંતવતાં, વિચારતાં સ્મરણ થયું જે મેં અમુક ચિંતવ્યું તો તે સ્મરણના અક્ષરનું જ્ઞાન મનથી – નઇન્દ્રિયથી થયું માટે નઇન્દ્રિય લબ્ધિ અક્ષર શ્રુત કહીએ. એ લબ્ધિ અક્ષર શ્રતના છ ભેદ સંપૂર્ણ.
| ઇતિ અક્ષર શ્રુતના ભેદ. (૨) અનક્ષર શ્રત – તે અનેક પ્રકારે છે. તે અક્ષરના ઉચ્ચાર કર્યા વિના છીંક, શબ્દ, ઉધરસ, ઉચ્છવાસ, નિઃશ્વાસ, બગાસાં, નાક નિષીકવું તથા નગારાં પ્રમુખનો શબ્દ, અનક્ષ રી વાણી માટે તેને અનક્ષ ૨ શ્રુત કહીએ. (૩) સંશી શ્રત – તેના ૩ ભેદ :
૧. સંશી કાલિકોપદેશ -- તે શ્રુત સાંભળીને વિચારે તે ૧. વિચારવું, ૨. નિશ્ચય કરવું, ૩. સમુચ્ચય અર્થનું ગષવું, ૪. વિશેષ અર્થનું ગષવું, ૫. ચિંતવવું, ૬. નિશ્ચય કરી વળી વિચારવું. એ છ બોલ સંજ્ઞી જીવને હોય તે સંજ્ઞી કાલિકોપદેશ શ્રત.
૨. સંશી હેતુપદેશ શ્રત – તે સંજ્ઞી ધારી રાખે.
૩. સંસી દૃષ્ટિવાદોપદેશ – તે ક્ષયોપશમ ભાવે સાંભળે, એટલે કે સંશી શ્રુત શાસ્ત્રને હેતુ સહિત, દ્રવ્ય અર્થ સહિત, કારણ યુક્તિ સહિત, ઉપયોગ સહિત, પૂર્વાપર વિચાર સહિત ભણે, ભણાવે, સાંભળે તે માટે સંજ્ઞી શ્રુત કહીએ. (૪) અસંશી શ્રત – તેના ત્રણ ભેદ : ૧. અસંશી કાલિકોપદેશ, ૨. અસંજ્ઞી હતુપદેશ, ૩. અસંજ્ઞી દૃષ્ટિવાદોપદેશ.
૧. અસંશી કાલિકોપદેશ શ્રુત- તે સાંભળે પણ વિચાર નહિ. સંજ્ઞીને છ બોલ છે તે અસંજ્ઞી ને નથી.
૨. અસંશી હેતુપદેશ શ્રત – તે સાંભળી ને ધારી રાખે નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org