Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
શ્રોતા અધિકાર છાંડવા યોગ્ય છે.
૧૧, જાહગ : સંહલો તે તિર્યંચની જાત વિશેષ, તે પ્રથમ પોતાની માતાનું દૂધ થોડે થોડે પીએ ને તે પાચન થયા પછી વળી થોડું પીએ, એમ થોડે થોડે દૂધથી પોતાના શ૨ી૨ને પુષ્ટ કરે, પછી મોટા ભુજંગનાં માન મર્દન કરે, તેમ એકેક શ્રોતા આચાર્યાદિક પાસેથી પોતાની બુદ્ધિ પ્રમાણે કાળે કાળે થોડે થોડે સૂત્રાદિ અભ્યાસ કરે, અભ્યાસ કરતાં ગુર્વાદિકને અત્યંત સંતોષ ઉપજાવે, કેમકે આપેલો પાઠ બરાબર અસ્ખલિત ક૨ે ને તે કર્યા પછી વળી બીજીવાર અને ત્રીજીવાર એમ થોડે થોડે લે ને પછી બહુશ્રુત થઈ મિથ્યાત્વી લોકોના માન મર્દન કરે, એ આદ૨વા યોગ્ય છે.
૩૦૫
૧૨. ગો : તે ગાય ના બે પ્રકાર. પ્રથમ પ્રકાર – જેમ દૂધવતી ગાયને કોઈ એક શેઠ પાડોશીને ત્યાં આપી ગામ જાય, પણ તે પાડોશી ઘાસ પાણી પ્રમુખ બરાબર ગાયને નહિ આપવાથી ગાય ભૂખે, તૃષાએ ... પીડાતી થકી દૂધમાં સૂકાય ને દુ:ખી થાય, તેમ એકેક અવિનીત શ્રોતા એ ગુર્વાદિકનો આહાર પાણી પ્રમુખે વૈયાવચ્ચ નહિ ક૨વાથી તેમનો દેહ ગ્લાનિ પામે ને સૂત્રાદિકમાં ઘટાડો થાય ને અપયશ પામે.
બીજો પ્રકાર – એક શેઠ પાડોશીને દૂઝણી ગાય સોંપી ગામ ગયો. પાડોશીએ ઘાસ, પાણી પ્રમુખ રૂડે પ્રકા૨ે આપવાથી દૂધમાં વધારો થયો ને તે કીર્તિને પામ્યો, તેમ એકેક વિનીત શ્રોતા (શિષ્ય) ગુર્વાદિકનો આહાર પાણી પ્રમુખ વૈયાવૃત્યની વિધિએ કરી ગુર્વાદિકને શાતા ઉપજાવે તો તેમને જ્ઞાનમાં વધારો થાય ને તે કીર્તિને પામે એ શ્રોતા આદ૨વા યોગ્ય છે.
૧૩. ભે૨ી : તેના બે પ્રકાર. પ્રથમ પ્રકાર એ છે જે, ભેરીનો વગાડનાર પુરૂષ રાજાના હુકમ પ્રમાણે ભેરી વગાડે તો રાજા ખુશ
-20
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org