Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
૩૦૪
શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ
૮. મસગ ઃ તેના બે પ્રકાર પ્રથમ મસગ તે ચામડાની કોથળી તેમાં વાય૨ો ભ૨ાય ત્યારે અત્યંત ફૂલેલી દેખાય પણ તૃષા શમાવે નહિ, વાયરો નીકળી જાય ત્યારે ખાલી થાય. તેમ એકેક શ્રોતા અભિમાનરૂપ વાયરે કરી શુષ્ક જ્ઞાનીવત્ તડાકા મારે પણ પોતાના તથા અન્યના આત્માને શાંત રસ પમાડે નહિ, એ છાંડવા યોગ્ય છે.
બીજો પ્રકાર : મસગ તે મચ્છર નામે જંતુ અન્યને ચટકા મારી પરિતાપ ઉપજાવે પણ ગુણ ન કરે અને ખણજ ઉત્પન્ન કરે, તેમ એકેક કુશ્રોતા ગુર્વાદિકને, જ્ઞાન અભ્યાસ કરાવતાં ઘણો પરિશ્રમ આપે તથા કુવચનરૂપ ચટકા મારે પણ ગુણ તે વૈયાવચ્ચ પ્રમુખ કાંઈ પણ ન કરે, ચિત્તમાં અસમાધિ ઉપજાવે, એ છોડવા યોગ્ય છે. ૯. જલુગ ઃ તેના બે પ્રકા૨ પ્રથમ પ્રકાર જલો નામે જંતુ ગાય પ્રમુખના સ્તનમાં વળગે ત્યારે લોહી પીએ પણ દૂધ ના પીએ, તેમ એકેક અવિનિત કુશિષ્ય શ્રોતા આચાર્યાદિકના સાથે રહ્યા થકા તેમના છિદ્રો ગવેષે પણ ક્ષમાદિક ગુણ ન ગ્રહણ કરે, માટે છાંડવા યોગ્ય છે.
બીજો પ્રકાર – જળો નામે જંતુ ગુમડા ઉપર મૂકીએ ત્યારે ચટકો મારે ને દુ:ખ ઉપજાવે અને મુડદાલ (બગડેલું) લોહી પીએ ને પછી શાંતિ કરે, તેમ એકેક વિનીત શિષ્ય, શ્રોતા આચાર્યાદિક સાથે રહ્યા થકા પ્રથમ વચનરૂપ ચટકો ભરે–કાલે, અકાલે બહુ અભ્યાસ કરતાં મહેનત કરાવે, પછી સંદેહ રૂપી બગાડ કાઢી ગુર્વાદિકને શાંતિ ઉપજાવે, પરદેશી રાજાવત એ આદરવા યોગ્ય છે.
wide
૧૦. બિરાલી : બિલાડી દૂધનું ભાજન સીંકાથી ભોંયપર નીચું નાંખીને રજકણ સહિત દૂધ પીએ, તેમ એકેક શ્રોતા આચાર્યાદિક પાસે સૂત્રાદિક અભ્યાસ કરતાં અવિનય બહુ કરું, તથા પર પાસે પ્રશ્ન પૂછાવી સૂત્રાર્થ ધા૨ે પણ પોતે વિનય કરી ધારે નહિ, માટે તે શ્રોતા
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org