Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
૩િ૦૬
શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ થઈ તેને પુષ્કળ દ્રવ્ય આપે, તેમ વિનીત શિષ્ય તીર્થકર તથા ગુર્નાદિકની આજ્ઞા પ્રમાણે સૂત્રાદિકની સ્વાધ્યાય તથા ધ્યાન પ્રમુખ અંગિકાર કરે તો કર્મરૂપ રોગ મટે અને સિદ્ધ ગતિરૂપ અનંત લક્ષ્મી પામે એ આદરવા યોગ્ય છે.
બીજો પ્રકાર – જેમ ભેરી વગાડનાર પુરૂષ રાજાના હુકમ પ્રમાણ ભેરી વગાડે નહિ તો રાજા કોપાયમાન થઈ દ્રવ્ય આપે નહિ તેમ અવિનીત શિષ્ય તીર્થંકરની તથા ગુર્નાદિકની આજ્ઞા પ્રમાણે સૂત્રાદિકની સ્વાધ્યાય ધ્યાન કરે નહિ, તો તેમને કર્મરૂપ રોગ મટે નહિ અને સિદ્ધ ગતિનું સુખ પામે નહિ એ છાંડવા યોગ્ય છે.
૧૪. આભીરી : પ્રથમ પ્રકાર – આભીર સ્ત્રી, પુરૂષ એક ગામથી પાસેના શહેરમાં ગાડામાં ધૂત ભરી વેચવા ગયાં, ત્યાં બજારમાં ઉતારતાં ધૃત ભાજન, વાસણ ફૂટી ગયું. ધૂત ઢળી ગયું. પુરૂષે સ્ત્રીને ઘણા ઠપકાંવાળા કુવચનો કહ્યાં. ત્યારે સ્ત્રીએ પણ તે ભર્તારને સામાં કુવચનો કહ્યાં, આખરે ધૃત બધું ઢોળાઈ ગયું ને બન્ને બહુ શોક કરવા લાગ્યાં. જમીન પરનું ધૃત પાછળથી લુછી લીધું ને વંચ્યું. કીંમત મળી, તે લઈ સાંજે ગામ જતાં ચારોએ લૂંટી લીધી. બહુ નિરાશ થયાં. લોકોએ પૂછવાથી સર્વ વૃત્તાંત કહ્યો, લોકોએ ઠપકો દીધો. તેમ ગુરૂએ વ્યાખ્યાન ઉપદેશમાં આપેલ સાર, ધૃતને લડાઈ ઝગડો કરી ઢોળી નાંખે ને છેવટે કલેશ કરી દુર્ગતિ પામે તેમ આ શ્રોતા છાંડવા યોગ્ય છે.
બીજો પ્રકાર – ધૂત ભરી શહેરમાં જતાં બજારમાં ઉતરતાં વાસણ ફૂટ્યું કે તરત જ એકદમ મળી ભેગાં થઈ તે ધૃત ભરી લીધું પણ બહુ નુકશાન થવા દીધું નહિ. તે ધૃતને વેંચી પૈસા મેળવી સારા સંગાથ સાથે ગામમાં સુખે સુખે જેમ અન્ય સુજ્ઞ પુરૂષો તેમ પહોચી ગયા, તેમ વિનીત શિષ્ય શ્રોતા ગુરૂ પાસેથી દંડાણી સાંભળી શક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org