Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
"
.
૨૬૮
શ્રી બૃહદ જેન થોક સંગ્રહ ૧. સંસ્થાન (આકાર) દ્વાર : ૧ શ્રોત્રેન્દ્રિયનું સંસ્થાન કદંબ વૃક્ષનાં ફૂલ જેવું. ર ચક્ષુઇન્દ્રિયનું સંસ્થાન મસુરની દાળ જેવું. ૩ ઘાણેન્દ્રિયનું સંસ્થાન ધમણ જેવું. ૪ રસેન્દ્રિયનું સંસ્થાન અસ્ત્રાની ધાર જેવું. ૫ સ્પર્શેન્દ્રિયનું સંસ્થાન વિવિધ પ્રકારનું.
૨. બાહુલ્ય (જાડાપણું) દ્વાર: પાંચે ઈદ્રિયનું જાડપણું જઘન્ય ઉત્કૃષ્ટ આંગુલના અસંખ્યાતમા ભાગનું.
૩. પૃથુત્વ (લાંબાણું) દ્વાર : ૧ શ્રોત્ર, ૨ ચક્ષુ, ને ૩ ઘાણ એ ત્રણ ઈદ્રિયનું લાંબપણું જઘન્ય ઉત્કૃષ્ટ આંગુલના અસંખ્યાતમાં ભાગનું ૪ રસેન્દ્રિયનું લાંબપણું જઘન્ય આંગુલના અસંખ્યાતમાં ભાગનું, ઉત્કૃષ્ટ પૃથફ (૨ થી ૯) આંગુલનું પસ્પર્શેન્દ્રિયનું લાંબપણું જઘન્ય આંગુલના અસંખ્યાતમા ભાગનું ઉત્કૃષ્ટ હજાર યોજનથી કાંઈક વિશેષ.
૪. પ્રદેશ દ્વાર : પાંચ ઇંદ્રિયના અનંત પ્રદેશ છે.
૫. અવગાહ દ્વારા પાંચ ઇંદ્રિય છે તેમાં દરેક ઇઢિયે અસંખ્યાત આકાશ પ્રદેશ અવગાહ્યા છે.
દરેક ઇંદ્રિયના અનંત અનંત કર્કશ અને ભારે સ્પર્શ છે, તેમ અનંત અનંત હલકા ને મૃદુ સ્પર્શ છે.
૬. અલ્પબદુત્વ દ્વાર : પ્રદેશનો અલ્પબદુત્વ –
૧ સર્વથી થોડા ચક્ષુઇન્દ્રિયના પ્રદેશ, તેથી ૨ શ્રોત્રેન્દ્રિયના પ્રદેશ સંખ્યાતગુણા, તેથી ૩ ઘાણેન્દ્રિયના પ્રદેશ સંખ્યાતગુણા, તેથી ૪ રસેન્દ્રિયના પ્રદેશ અસંખ્યાતગુણા, તેથી ૫ સ્પર્શેન્દ્રિયના પ્રદેશ સંખ્યાતગુણા.
આકાશ પ્રદેશ અવગાહનાનો અલ્પબદુત્વ –
૧ સર્વથી થોડા ચક્ષુ ઇન્દ્રિયના અવગાહ્યા આકાશ પ્રદેશ, તેથી ૨ શ્રોત્રેન્દ્રિયના અવગાહ્યા આકાશ પ્રદેશ સંખ્યાતગુણા, તેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org