Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
૧૭] ) શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ બેનું ખરું ને ત્રણનો વાદ, બેનું ખરૂં તે ૧ સમકિત મોહનીય, ૨ સમમિથ્યાત્વ મોહનીય, એ બેનું ખરૂં. ત્રણનો વાદ છે, ૧ અક્રિયાવાદી, ૨ અજ્ઞાનવાદી, ૩ વિનયવાદી, એ ત્રણનો વાદ. તેણે કરી ૨૪ સંપરાય ક્રિયા લાગે.
બીજે સાસ્વાદન જીવસ્થાનકે મોહનીયની ૨૮ પ્રકૃતિમાંની ૨૮ ની સત્તા હોય છે, તેમાં સાસ્વાદનનું બળ વિશેષ છે. તેમાં બેનું ખરું ને બેનો વાદ. બેનું ખરૂં તે ૧ મિથ્યાત્વ મોહનીય, ૨ સમમિથ્યાત્વ મોહનીય, એ બેનું ખરું ને એનો વાદ તે ૧ અક્રિયાવાદી, ૨ અજ્ઞાનવાદી એ બેનો વાદ. તેણે કરીને ૨૩ સંપરાય ક્રિયા લાગે.
ત્રીજે સમમિથ્યાત્વ દૃષ્ટિ જીવસ્થાનકે, મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિ માંહેની ૨૮ નો ઉદય. તેમાં સમમિથ્યાત્વનું બળ વિશેષ છે, તેમાં બેનું ખરું ને બેનો વાદ, બેનું ખરું તે સમતિ મોહનીય, ૨ મિથ્યાત્વ મોહનીય, એ બેનું ખરૂં, બેનો વાદ તે ૧ અજ્ઞાનવાદી, ૨ વિનયવાદી. એ બેનો વાદ તેણે કરીને ૨૩ સપરાય ક્રિયા લાગે.
ચોથે અવતી સમદષ્ટિ જીવસ્થાનકે, મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિ માંહેની સાતનો ક્ષયોપશમ, ૨૧ નો ઉદય. સાતનો ક્ષયોપશમ તે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ, સમકિત મોહનીય, મિથ્યાત્વ મોહનીય અને સમમિથ્યાત્વ મોહનીય, એ સાતનો ક્ષયોપશમ. ર૧ નો ઉદય તે ઉપર જે સાત બોલ કહ્યા તે વર્યા. સાતના ક્ષયોપશમ માટે એક મિથ્યાદર્શનવત્તિયા ક્રિયા ન લાગે. એકવીસના ઉદય માટે ૨૩ સપરાય ક્રિયા લાગે.
પાંચમે દેશવતી જીવસ્થાનકે, મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિ માંહેની ૧૧નો ક્ષયોપશમ, ૧૭નો ઉદય. ૧૧નો ક્ષયોપશમ તે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ, સમકિત મોહનીય, મિથ્યાત્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org