Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ કર્મની ઉદીરણા કરે તે આયુષ્ય અને વેદનીય વર્જીને. દશમે જીવસ્થાનકે છે અથવા પાંચ કર્મની ઉદીરણા કરે, છની કરે તો આયુષ્ય અને વેદનીય વર્જીને, પાંચની કરે તો આયુષ્ય, વેદનીય અને મોહનીય વર્જીન. અગીયારમે જીવસ્થાનકે પાંચની ઉદીરણા કરે. બારમે પાંચની અથવા બેની ઉદીરણા કરે. બેની કરે તો નામ તથા ગોત્રની. તેરમે જીવસ્થાનકે બેની ઉદીરણા કરે તે નામ અને ગોત્રની. ચૌદમે ઉદીરણા ન કરે. ઇતિ સાતમો ઉદીરણા દ્વાર
૮. કર્મ ઉદય અને ૯. કર્મ નિર્જરાનો દ્વાર : પહેલેથી માંડીને નિરંતર દશમા જીવસ્થાનક સુધી આઠ કર્મનો ઉદય ને આઠ કર્મની નિર્જરા. અગિયારમે, બારમે જીવસ્થાનકે મોહનીય વજીને સાતનો ઉદય અને સાતની નિર્જરા. તેરમે, ચૌદમે જીવસ્થાનકે, ચાર કર્મનો ઉદય ને ચાર કર્મની નિર્જરા. તે વેદનીય, આયુષ્ય, નામ, ગોત્ર. ઈતિ ૮. કર્મ ઉદય અને ૯. કર્મ નિર્જરાનો દ્વાર
૧૦. છ ભાવનો દ્વાર (અનુયોગ દ્વાર સૂત્ર) :
છ ભાવનાં નામ : ૧ ઔદયિક, ૨ ઔપશમિક, 3 ક્ષાયિક, ૪ ક્ષયપશામિક, ૫ પારિણામિક, ૬ સાન્નિપાતિક.
છ ભાવનાં ભેદ : ૧. ઔદયિક ભાવનાં બે ભેદ. ૧. જીવ ઔદયિક. ૨. અજીવ ઔદયિક.
૧. જીવ ઔદયિકના બે ભેદઃ ૧ ઔદયિક – જેમાં આઠ કર્મનો ઉદય છે તે. ૨ ઔદયિક નિષ્પન્ન – આઠ કર્મના ઉદય થકી જે જે પદાર્થ નીપજે છે. તે આઠ કર્મના ઉદય થકી શા શા પદાર્થ નીપજે તે ગાથા અર્થે કરીને બત્રીસ બોલ જેમ છે તેમ કહિએ. ગાથા ગઈ, કાય, કસાય, વેદ, લેમ્સ, મિચ્છાદિદ્રિ, અગિરિએ . * અસન્ની, અનાણી, આહારે, છ ઉમલ્થ, સજગી, સંસારત્યઅસિદ્ધય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org