Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
રિ૨૪)(ર) શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ માટે) તો મહામોહનીય કર્મ બાંધે.
૨૫. ઉપકારને અર્થે ગુર્નાદિનો તથા સ્થવિર ગ્લાના પ્રમુખનો છતી શક્તિએ વિનય વૈયાવચ્ચ ન કરે (કહે છે મારી સેવા એણે પૂર્વે કરી નહોતી એમ તે ધૂર્ત, માયાવી, મલિન ચિત્તનો ધણી પોતાના બોધિબીજનો નાશ કરનાર અનુકંપા રહિત હોય) તો મહામોહનીય કર્મ બાંધે.
૨૬. ચાર તીર્થનો ભેદ કરે એવી કથા, વાર્તા પ્રમુખ (કલેશરૂપ, શાસ્ત્રાદિક) નો પ્રયોગ કરે તો મહામોહનીય કર્મ બાંધે.
૨૭. પોતાની શ્લાઘા વધારવા તથા બીજા સાથે મિત્રતા કરવા અધર્મયોગ એવા વશીકરણ, નિમિત્ત મંત્ર પ્રમુખ પ્રયોજે તો મહામોહનીય કર્મ બાંધે.
૨૮. જે કોઈ મનુષ્ય સંબંધી ભોગ તથા દેવ સંબંધી ભોગને અતૃપ્તપણે ગાઢ પરિણામથી આસક્ત થઈ આસ્વાદાન કરે તો મહામોહનીય કર્મ બાંધે.
૨૯. મહર્દિક, મહાજ્યોતિવાનું, મહાયશસ્વી દેવાના બળ, વીર્ય પ્રમુખને અવર્ણવાદ બોલે તો મહામોહનીય કર્મ બાંધે.
૩૦. અજ્ઞાની થકો લોકમાં પૂજા (શ્લાઘા)નો અથ વૈમાનિક વ્યતર પ્રમુખ દેવને નહિ દેખતો થકો કહે જે હું દેખું છું, તેવું કહે તો મહામોહનીય કર્મ બાંધે.
૩૧. એકત્રીસ પ્રકારે સિદ્ધના ગુણ : આઠ કર્મની એકત્રીસ પ્રકૃતિના વિજયથી એકત્રીસ ગુણ પ્રાપ્ત કરે તે પ્રકૃતિ નીચે મુજબ.
૧. જ્ઞાનાવરણીય કર્મની પાંચ : ૧ મતિજ્ઞાનાવરણીય. ૨ શ્રુતજ્ઞાનાવરણીય. ૩ અવધિજ્ઞાનાવરણીય. ૪ મન:પર્યવ જ્ઞાનાવરણીય. ૫ કેવળજ્ઞાનાવરણીય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org