Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
શ્રી પાંચ જ્ઞાન
કિપીરિ૨૯) ૧૨. નંદી સૂત્રમાંથી પાંચ જ્ઞાનનું વિવેચન)
૧ શેય, ૨ જ્ઞાન, ૩ જ્ઞાની. તેના અર્થ.
૧. શેય જાણવા યોગ્ય તે સામો પદાર્થ. ૨. જ્ઞાન તે જીવનો ઉપયોગ, જીવનું લક્ષણ, જીવના જાણપણાનો ગુણ તે. ૩. જ્ઞાની તે જાણે તે જાણવાવાળો જીવ, અસંખ્યાત પ્રદેશી આત્મા.
જ્ઞાન શબ્દનો વિશેષ અર્થ ૧. જેણે કરી વસ્તુને જાણીએ તે જ્ઞાન. ૨. જે થકી વસ્તુને જાણીએ તે જ્ઞાન. ૩. જેને વિષે વસ્તુને જાણીએ તે જ્ઞાન.
૪. જાણવું તે જ્ઞાન. . એ ચાર અર્થ કહ્યા. જ્ઞાનના ભેદ જ્ઞાનના ભેદ પાંચ છે. ૧ મતિજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન, ૩ અવધિજ્ઞાન, ૪ મન:પર્યવજ્ઞાન, ૫ કેવળજ્ઞાન.
૧. મતિજ્ઞાનઃ તેના બે ભેદ : ૧ સામાન્ય, ર વિશેષ. ૧. સામાન્ય પ્રકારે તે મતિ કહીએ. ૨. વિશેષ પ્રકારે તે મતિ જ્ઞાન તથા મતિ અજ્ઞાન કહીએ. સમ્યફ દૃષ્ટિની મતિ તે મતિ જ્ઞાન. મિથ્યા દૃષ્ટિની મતિ તે મતિ અજ્ઞાન. ૨. શ્રુતજ્ઞાન : તેના બે ભેદ. ૧ સામાન્ય, ૨ વિશેષ. ૧. સામાન્ય પ્રકારે તે શ્રુત કહીએ. ૨. વિશેષ પ્રકારે તે શ્રુતજ્ઞાન તથા શ્રુતજ્ઞાન કહીએ. સમ્યફ દૃષ્ટિનું શ્રુત તે શ્રુત જ્ઞાન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org