Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
૧૮૬)
)
શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ કરીને શ્રી ભગવંતને પૂછ્યું કે સ્વામીનાથ ! તે જીવને શું ગુણ નિપજ્યો? ત્યારે શ્રી ભગવંતે કહ્યું, ગૌતમ ! તે જીવ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી જીવાદિક નવ તત્ત્વ તથા નૌકાદશીથી લઈને છમાસી તપ જાણે, સર્દહ, પ્રરૂપે, શક્તિ પ્રમાણે સ્પર્શે. સાધુપણું એક ભવમાં પ્રત્યેક (૨ થી ૯) સો વાર આવે. તે જીવ જ. તે જ ભવે, ઉ. ૧૫ ભવે મોક્ષ જાય. આરાધક જીવ જ. પહેલે દેવલોક, ઉ. પાંચ અનુત્તર વિમાનમાં ઉપજે. ૧૭ ભેદે સંયમ નિર્મળ પાળે, ૧૨ ભેદે તપશ્ચર્યા કરે, પણ યોગ ચપળ, કષાય ચપળ, વચન ચપળ અને દૃષ્ટિમાં ચપળતાનો અંશ છે. તેણે કરીને યધપિ ઉત્તમ અપ્રમાદિ થકા રહે છે તો પણ પ્રમાદ રહે છે, માટે પ્રમાદપણે કરી તથા કૃષ્ણ આદિ વેશ્યા, અશુભયોગ, કોઈક કાળે પરિણમે છે. માટે કષાય પ્રકૃષ્ટમત્ત જ થઈ જાય છે તેને પ્રમત્તસંજતિ ગુણઠાણું કહિએ.
સાતમા અપ્રમત્તસંજતિ ગુણઠાણાનાં લક્ષણ –- પાંચ પ્રમાદ છોડે ત્યારે સાતમે ગુણઠાણે આવે. તે પાંચ પ્રમાદનાં નામ :
મધ, વિષય, કષાય, નિદ્રા, વિકહા, પંચમાં ભણિયા ! એ એ પંચ પમાયા, જીવા પાડતિ સંસારે ||
એ પાંચ પ્રમાદને છોડે તેને શું ગુણ નિપજ્યા ? તે જીવ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી જીવાદિક નવ તત્ત્વ તથા નોકારશીથી લઈને છમાસી તપ, ધ્યાન જુગતપણે (બંને સાથે) જાણે, સદ, પ્રરૂપે, સ્પર્શે. તે જીવું જઘન્ય તે જ ભવે, ઉત્કૃષ્ટ પંદરમે ભવે મોક્ષ જાય. ગતિ તો પ્રાયઃ કલ્પાતીત (૯ રૈવેયક, ૫ અનુત્તર વિમાન) ની થાય. ધ્યાન તથા અનુષ્ઠાનને વિષે અપ્રમત્ત જ રહે છે તથા શુભ જ મજબૂત થઈ જવું. * જેની આદત પડી જાય તેવું કેફી પીણું. (ચા, કોફી, મદિરા).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org