Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
શ્રી ગુણસ્થાન દ્વાર
૧૯૧
',
ટનાનJ
તે૨મે ૧૦ બોલ કહ્યાં તેમાંથી સજોગી, સલેશી, શુક્લ લેશી, એ ત્રણ વર્જીને શેષ સાત બોલ સહિત સકલગિરિનો રાજા મેરૂ તેની જેમ અડોલ, અચલ, સ્થિર અવસ્થાને પામે. શૈલેશીપણે` રહી, પંચ લઘુ અક્ષર (અ, ઇ, ઉ, ૠ, લૂ) ઉચ્ચાર કાલ પ્રમાણ રહી, શેષ વેદનીય, આયુષ્ય, નામ, ગોત્ર એ ૪ કર્મ ક્ષીણ ક૨ીને મુક્તિપદ્ પામે. શરીર ઔદારિક, તૈજસ, કાર્પણ, સર્વથા છોડીને સૈમશ્રેણી, ઋજુગતિ, અન્ય આકાશપ્રદેશને ન અવગાહતો, ન સ્પર્શતો, એક સમય માત્રમાં ઉર્ધ્વગતિ અવિગ્રહગતિએ ત્યાં જાય. એરંડબીજ બંધન મુક્તવત્, નિર્લેપ તુંબીવત્, કાઁદડ મુક્ત બાણવત્, કોદંડ મુક્ત બાણવત્, ઇંધનવન્તિ મુક્ત ધુમ્રવત્, ત્યાં સિદ્ધ ક્ષેત્રે જઈ, સાકાર ઉપયોગે સિદ્ધ થાય, બુદ્ઘ થાય, પારંગત થાય, પરંપરાગત થાય, સકલ કાર્ય અર્થ સાધી કૃતકૃતાર્થ, નિષ્ઠિતાર્થૐ અતુલ સુખમાં નિમગ્ન, સાદિ અનંત ભાંગે સિદ્ઘ થાય. જોગ રહિત, કેવળ સહિત વિચરે માટે અોગી કેવલી ગુણસ્થાનક કહીએ. એ સિદ્ઘ પદનું ભાવસ્મરણ, ચિંતન, મનન સદા કાળે મુજને હોજો. તે ઘડી, પળ ધન્ય, સફળ થશે. ઇતિ બીજો દ્વાર
ત્રીજો સ્થિતિ દ્વાર
પહેલા ગુણ.ની સ્થિતિ ૩ પ્રકારની (અ) અણાદિયા અપવસિયા – તે જે મિથ્યાત્વની આદિ નથી ને અંત પણ નથી તે અભવ્ય જીવના મિથ્યાત્વ આશ્રી. (બ) અણાદિયા સપ૬વસિયા – તે જે મિથ્યાત્વની આદિ નથી પણ અંત છે, તે ભવ્ય જીવના મિથ્યાત્વ આશ્રી. (ક) સાદિયા સપસિયા – તે જે મિથ્યાત્વની આદિ પણ છે અને અંત પણ છે, પડિવાઈ સમસૃષ્ટિના મિથ્યાત્વ આશ્રી. – તેની
૧ પર્વતની જેમ નિશ્ચલ,
૩ હવે કાંઈજ કરવાનું બાકી નથી.
૨ સંપૂર્ણ કાર્યની સિદ્ધિ.
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org