Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
રિ૨૦ થી શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ સહિષ્ણુતા, ૨૭ મરણ સહિષ્ણુતા.
૨૮. અઠ્ઠાવીસ પ્રકારે આચારકલ્પ : ૧ માસ પ્રાયશ્ચિત. ૨ એક માસને પાંચ દિવસ. ૩ એક માસ ને દશ દિવસ. ૪ એક માસ ને પંદર દિવસ. ૫ એક માસ ને વીસ દિવસ. ૬ એક માસ ને પચ્ચીસ દિવસ. ૭ બે માસ. ૮ બે માસ ને પાંચ દિવસ. ૯ બે માસ ને દશ દિવસ. ૧૦ બે માસ ને પંદર દિવસ. ૧૧ બે માસ ને વીસ દિવસ. ૧૨ બે માસ ને પચ્ચીસ દિવસ. ૧૩ ત્રણ માસ. ૧૪ ત્રણ માસ ને પાંચ દિવસ. ૧૫ ત્રણ માસ ને દશ દિવસ. ૧૬ ત્રણ માસ ને પંદર દિવસ. ૧૭ ત્રણ માસ ને વીસ દિવસ. ૧૮ ત્રણ માસ ને પચ્ચીસ દિવસ. ૧૯ ચાર માસ. ૨૦ ચાર માસ ને પાંચ દિવસ. ૨૧ ચાર માસ ને દશ દિવસ. ૨૨ ચાર માસ ને પંદર દિવસ.૨૩ ચાર માસ ને વીસ દિવસ. ૨૪ ચાર માસ ને પચ્ચીસ દિવસ. ૨૫ પાંચ માસ. એ ૨૫ ઉપઘાતક (ઉપભોગ્ય પ્રાયશ્ચિતને અધું કરીને આપવું તે) છે. ૨૬ અનુપઘાતિકારોપણ (પ્રાયશ્ચિત પુરેપુરું આપવું તે). ૨૭ કૃત્ન (જેટલો અપરાધ હોય તે પ્રમાણે તેટલા જ પ્રાયશ્ચિત દેવા ત). ૨૮ અકૃત્ન (અનેક અપરાધો માટે છ મહિનાનું સંપૂર્ણ પ્રાયશ્ચિત કરાવવું તે). - ૨૯. ઓગણત્રીસ પ્રકારે પાપસૂત્રઃ ૧ ભૂમિકંપ શાસ્ત્ર - ધરતીકંપ આદિના જ્ઞાનના શાસ્ત્ર. ૨ ઉત્પાત શાસ્ત્ર – પોતાની મેળે થવાવાળી રૂધિર, અસ્થિ આદિ વૃષ્ટિનું ફળ બતાવતું શાસ્ત્ર. ૩ સ્વપ્ન શાસ્ત્ર.૪ અંતરીક્ષ શોત્ર – જેમાં આકાશના ચિહ્નો આદિનું વર્ણન છે. ૫ અંગ શાસ્ત્ર – શરીરનાં અંગ ફરકવાનાં ફળ બતાવતું શાસ્ત્ર. ૬ સ્વર શાસ્ત્ર – જીવોનાં ચંદ્ર સ્વર, સૂર્યસ્વર આદિ સ્વરનું ફળ બતાવતા શાસ્ત્ર. ૭ વ્યંજન શાસ્ત્ર – શરીર પરના મસા, તલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org