Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
શ્રી ગુણસ્થાન દ્વાર કહી તેનો ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમ કરી, અપત્યાખ્યાની ક્રોધ, માન, માયા અને લોભ એ ૪ મળી કુલ ૧૧ પ્રકૃતિનો ક્ષયોપશમ કરે ત્યારે દેશવિરતિ ગુણસ્થાનકે આવે. પાંચમે ગુણઠાણે આવ્યો થકો જીવ જીવાદિક પદાર્થ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી નોકારશીથી લઈને છમાસી તપ જાણે, સદહે, પ્રરૂપે, શક્તિ પ્રમાણે સ્પર્શ. એક પચ્ચકખાણથી લઈને શ્રાવકના ૧૨ વ્રત, શ્રાવકની ૧૧ પડિમા આદરે, યાવત્ સંખના સુધી અણસણ કરી આરાધે. ગૌતમ સ્વામીએ વંદના કરીને શ્રી ભગવંતને પૂછ્યું કે સ્વામીનાથ ! તે જીવને શું ગુણ નિપજ્યો ? ત્યારે શ્રી ભગવંતે કહ્યું, ગૌતમ! તે જીવ જ. ત્રીજે ભવે, ઉ. ૧૫ ભવે મોક્ષે જાય. જ. પહેલે દેવલોક ઉપજે, ઉ. બારમે દેવલોકે ઉપજે. તેને સાધુના વતની અપેક્ષાએ દેશવિરતિ કહીએ પણ પરિણામથી અવતની ક્રિયા ઊતરી ગઈ છે. અલ્પ ઈચ્છા, અલ્પ આરંભ, અલ્પ પરિગ્રહી, સુશીલ, સુવતી, ધર્મિષ્ટ, ધર્મવૃત્તિ, કલ્પઉગ્રવિહારી, મહાસંગવિહારીજ, ઉદાસી, વૈરાગ્યવંત, એકાંત આર્ય, સમ્યમાર્ગી, સુસાધુ, સુપાત્ર, ઉત્તમ ક્રિયાવાદી, આસ્તિક, આરાધક, જૈન માર્ગ પ્રભાવક, અરિહંતના શિષ્ય વર્ણવ્યા છે, ગીતાર્થ જાણે છે. સિદ્ધાંતની શાખ છે. શ્રાવકપણું એક ભવમાં પ્રત્યેક (૨ થી ૯) હજારવાર આવે.
છઠ્ઠા પ્રમત્તસંજતિ ગુણઠાણાનાં લક્ષણ – પૂર્વની સાત પ્રકૃતિ કહી તેનો ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમ કરે અને અપત્યાખ્યાની અને પ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ, માન, માયા અને લોભ એ ૮ પ્રકૃતિનો ક્ષયોપશમ કરે ત્યારે છઠ્ઠ ગુણ પ્રાપ્ત કરે. ગૌતમ સ્વામીએ વંદના * શ્રાવકનાં કલ્પ (નિયમોને) યથાતથ્ય પાળવાવાળા. જે મોક્ષ તરફનાં મહાન સંવેગવાળા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org