Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
શ્રી છઆરાના ભાવ બીજ માત્ર હશે. તે નદીનો પટ ૬૨યોજનાનો છે તેમાં રથના ચીલા પ્રમાણે પહોળું અને ગાડાની ધરી ડૂબે એટલું જ ઊંડુ પાણી રહેશે. તેમાં મચ્છ, કચ્છ ઘણાં થશે. તે ૭૨ બીલના મનુષ્યો સાંજે અને સવારે મચ્છ કચ્છ કાઢીને વેળુમાં ભારશે (રેતીમાં તપાવશે | શકશે). સૂર્ય ઘણો તપશે, ટાઢ ઘણી પડશે, તેથી સીઝવાઈ રહેશે અને તેનો મનુષ્ય આહાર કરશે. તેનાં હાડકાં, ચામડાં તિર્યંચ ચાટીને રહેશે. મનુષ્યના માથાની ખોપરીમાં પાણી લાવીને પીશે. એ રીતે એકવીસ હજાર વર્ષ પૂરાં કરશે. જે માણસ દાન, પુણ્ય રહિત તેમજ નમક્કાર (નમસ્કાર) રહિત, પ્રત્યાખ્યાન રહિત, સમકિત વિનાનો હશે, તે આવા આરાને વિષે આવીને ઉપજશે. એવું જાણી જે કોઈ મનુષ્ય જૈન ધર્મ પાળશે અથવા જૈનધર્મની આસ્થા રાખશે તે જીવ આ ભવાબ્ધિમાંથી તરીને પરમ સુખ પામશે.
છઠ્ઠા આરાના ભાવ સંપૂર્ણ. [આ રીતે અવસર્પિણી કાળનાં ૧૦ ક્રોડાકોડી સાગરના છે આરા થાય છે. તે જ પ્રમાણે ઉત્સર્પિણી કાળનાં છ આરા હોય છે. અવસર્પિણી અને ઉત્સર્પિણી મળીને કુલ વીસ ક્રોડાકોડી સાગરનું એક કાલચક્ર થાય છે. અવસર્પિણી કાળમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સંઘયણ, સંઠાણ આદિ ક્રમશઃ હીન થાય છે. ઉત્સર્પિણી કાળમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સંઘયણ, સંડાણ આદિની ક્રમશઃ વૃદ્ધિ થાય છે. ઉત્સર્પિણી કાળનો પ્રથમ આરો અવસર્પિણી કાળના છઠ્ઠા આરા જેવો હોય છે. તે જ પ્રમાણે ઉત્સર્પિણી કાળનો બીજો, ત્રીજે, ચોથો, પાંચમો, છઠ્ઠો આરો અવસર્પિણી કાળના પાંચમા, ચોથા, ત્રીજા, બીજા, પ્રથમ આરા જેવો હોય છે. વિશેષતા એટલી કે ઉત્સર્પિણી કાળનો પ્રથમ આરો પૂર્ણ થયા પછી બીજા આરાનાં પ્રારંભમાં ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org