Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
શ્રી છઆરાના ભાવ
૧૬૧
૨૮) આચાર્ય પોતપોતાના ગચ્છની પરંપરા, સમાચા૨ી જુદી જુદી પ્રવર્તાવશે તથા મૂઢ, મૂર્ખ માણસને મોહ, મિથ્યાત્વના પાશમાં નાંખશે, ઉત્સૂત્ર ભાખશે, નિંદનીક, કુબુદ્ઘિક ઘણા થશે, પોતપોતાની પરંપરામાં રાચશે.
૨૯) સ૨૯, ભદ્રિક, ન્યાયી, પ્રામાણિક પુરૂષ થોડાં રહેશે. ૩૦) મ્લેચ્છનાં રાજ્ય ઘણાં થશે.
૩૧) હિંદુના રાજ્ય અલ્પઋદ્ધિવાળા અને થોડાં રહેશે. ૩૨) મોટા કુળના રાજા તે નીચ કામ ક૨શે. અન્યાય, અધર્મ તથા કુવ્યસનમાં ઘણાં રાચશે. એ ૩૨ બોલ સંપૂર્ણ.
એ આ૨ાને વિષે ધન સર્વ વિચ્છેદ જશે. લોઢાની ધાતુ રહેશે. ચામડાની મહોરો ચાલશે, તે ધનવંત કહેવાશે. એ આરાને વિષે એક ઉપવાસ, તે માસક્ષમણ સરખો લાગશે.
એ આરાને વિષે જ્ઞાન સર્વ વિચ્છેદ જશે. ફક્ત દશવૈકાલિક સૂત્રના પહેલા ચાર અધ્યયન રહેશે (કોઈ માને છે કે ૧ દશવૈકાલિક, ૨ ઉત્તરાધ્યયન, ૩ આચારાંગ, ૪ આવશ્યક, એ ચાર સૂત્ર રહેશે. તે ઉપર ચાર જીવ એકાવતા૨ી થશે. તે ચાર જીવનાં નામ, ૧ દુપસહ નામે આચાર્ય, ૨ ફાલ્ગુની નામે સાધ્વી, ૩ જિનદાસ નામે શ્રાવક, ૪ નાગશ્રી નામે શ્રાવિકા. એ સર્વ થઈને ૨૦૦૪ પાંચમા આરાના છેડા સુધી શ્રી મહાવી૨ સ્વામીના યુગંધ૨ જાણવા.) નોટ : કૌંસમાં લખેલી વાત સિદ્ધાંતમાં નથી, ગ્રંથની છે અને ચર્ચાસ્પદ છે.
અષાઢ સુદી પૂનમ (૧૫) ને દિને શક્રેન્દ્રનું આસન ચળશે, ત્યારે શક્રેન્દ્ર ઉપયોગ મૂકીને જોશે કે આજે પાંચમો આરો ઊત૨ીને કાલે છઠ્ઠો આરો બેસશે. તેઓ આવીને ૪ જીવને કહેશે કે કાલે છઠ્ઠો આરો બેસશે, માટે આલોવી, પડિક્કમિ, નિંદી, નિઃશલ્ય થાઓ. તેથી
-11
Jain Education International For Private & Personal Use Only 'www.jainelibrary.org