Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
શ્રી છકાયના બોલ
૫૫
૪ શ્વાનપદ. તેમાં એક ખુર તે જેના પગે એક ખરી હોય તે જીવ ૧ ઘોડાં, ૨ ગધેડાં, ૩ ખચ્ચર ગધેડાં ઇત્યાદિ એક ખુ૨ના ઘણા ભેદ છે. બે ખુ૨ તે જેના પગે બે ખરી હોય તેવા જીવ ૧ ગાય, ૨ ભેંસ, ૩ બળદ, ૪ બકરાં, ૫ હરણ, ૬ રોઝ, ૭ સસલાં, ઇત્યાદિ બે પુરના ઘણા ભેદ છે.
ગંડીપદ તે જેના પગ ગોળ હોય તેવા જીવ ૧ હાથી, ૨ ગેંડા, ઇત્યાદિ ગંડીપદના ઘણા ભેદ છે.
ગ્વાનપદ તે જેના પગ નહોરવાળા હોય તેવા જીવ. ૧ વાઘ, ૨ સિંહ ૩ ચિત્તા, ૪ દીપડા, ૫ કૂતરા, ૬ બિલાડી, ૭ લાલી, ૮ શિયાળ, ૯ જરખ, ૧૦ રીંછ, ૧૧ વાંદરા, ઇત્યાદિ શ્વાનપદના ઘણા ભેદ છે. સ્થળચરના કુળ દશ લાખ ક્રોડ છે.
૩. ઉ૨પરિસર્પ : જે હૈયાભર ચાલે (સર્પની જાત), પેટે ચાલે તેને ઉ૨૫રિસર્પ કહે છે. તેના ચાર ભેદ ૧ અહિ, ૨ અજગ૨, ૩ અશાલિયો, ૪ મહુ૨ગ. પ્રથમ અહિ તે પાંચ વર્ણા સર્પ ૧ કાળો, ૨ નીલો, ૩ ૨ાતો, ૪ પીળો, ૫ ધોળો. બીજે અજગર તે મનુષ્યને ગળી જાય તે. ત્રીજે અશાલિયો તે બે ઘડીમાં ૪૮ ગાઉ લાંબો થાય ચક્રવર્તીની રાજધાની તળે, અથવા નગરની ખાળ નીચે ઉપજે. તેને ભસ્મ નામે દાહ થાય, તે ૪૮ ગાઉની માટી ગળી જાય, તેટલામાં કૂવો પાડે તેને અશાલિયો કહીએ. નિયમથી સંમૂર્ચ્છમ, મિથ્યાત્વી હોય. ચોથે મહુ૨ગ તે, એક હજાર જોજનનો લાંબો સર્પ અઢીદ્વીપ બહા૨ ૨હે તેને મહુ૨ગ કહીએ. ઉપરિસર્પના કુળ દશ લાખ ક્રોડ છે.
૪. ભુજપરિસર્પ : જે ભુજાએ કરી ચાલે તેને ભુજપરિસર્પ કહે છે. તે જીવ ૧ કોળ, ૨ નોળ, ૩ ઉંદર, ૪ ખીસકોલી, પ બ્રાહ્મણી, ૬ ગોળી, ૭ કાકીડો, ૮ ચંદન ઘો, ૯ પાટલા ઘો, ઇત્યાદિ ઘણા
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org