Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
૧૫૪
શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ પલ્યોપમનું આયુષ્ય જાણવું. ઊતરતા આરે પાંચસે ધનુષ્યનું શરીર અને ક્રોડ પૂર્વનું આયુષ્ય જાણવું. એ આ૨ાને વિષે વજ્રૠષભનારાચ સંઘયણ, ને સમચતુરસ્ત સંસ્થાન જાણવું અને ઊતરતે આરે છ સંઘયણ, છ સંસ્થાન જાણવા. એ આરાને વિષે શરીરમાં ૬૪ પાંસળીઓ અને ઊતરતા આરે ૩૨ પાંસળીઓ જાણવી. એ આરાના વિષે ચઉથભક્તે (એક દિવસે) આહારની ઇચ્છા થાય, ત્યારે શરીર પ્રમાણે આહાર કરે. જમીનની સરસાઈ ગોળ સરખી જાણવી. ઊતરતે આરે જમીનની સરસાઈ સારી જાણવી. એ આરાને વિષે દશ પ્રકારના કલ્પવૃક્ષ મનવાંછિત સુખ આપે, તે ઉપર પહેલા આરામાં કહ્યાં છે તે પ્રમાણે જાણવા. એ આ૨ાને વિષે જુગલીયાને આયુષ્યના છ માસ બાકી રહે તે વખતે જુગલીયા ૫૨ભવનું આયુષ્ય બાંધે. ત્યારે જુગલાણી એક જોડું પ્રસવે. તે જોડાની પ્રતિપાલના (આસનાવાસના) ૭૯ દિવસ કરે. જુગલ જુગલાણીને ક્ષણ માત્રનો વિયોગ ન પડે. તેમને છીંક, બગાસું કે ઓડકાર આવે ત્યા૨ે મ૨ીને દેવગતિમાં જાય. એ ત્રણ આ૨૫ જુગલીયાના જાણવા. એકલો જુગલ ધર્મ જાણવો. એ ત્રીજા આ૨ામાં જુગલીયા સુધી ગતિ એક દેવની જાણવી. એ આ૨ાને વિષે જુગલીયા ધર્મ સુધી ઝેર નહિ, વે૨ નહિ, ઈર્ષ્યા નહિ, જ૨ા નહિ, રોગ નહિ, કુરૂપ નહિ, પરિપૂર્ણ અંગ ઉપાંગને વિષે સુખ ભોગવે તે પૂર્વનાં દાન,પુણ્યના ફળ જાણવાં. જુગલીયા ધર્મ સંપૂર્ણ. ત્રીજા આરાના જતાં શેષ ૮૪ લાખ પૂર્વ, ૩ વર્ષ અને ૮॥ માસ બાકી રહ્યાં ત્યારે સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં ૩૩ સાગરોપમનું આયુષ્ય ભોગવીને ત્યાંથી ચવીને, વનિતા નગ૨ીને વિષે, નાભિકલક૨ રાજાને ઘેર, મરૂદેવી માતાની કુક્ષિમાં શ્રી ઋષભદેવ સ્વામી ઉપજ્યા.
ન
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org