Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
શ્રી આરાના ભાવ gિ 0૧૫૭ ત્રિશલાદેવી રાણીની કૂલમાં મૂક્યો, અને ત્રિશલાદેવી રાણીની કુક્ષીમાં પુત્રીનો જે ગર્ભ હતો, તે દેવાનંદા બ્રાહ્મણીની કૂક્ષીમાં મૂકી દીધો. પછી સર્વ થઈ સવા નવ માસે ભગવંતનો જન્મ થયો. પછી દિવસે દિવસે વધવા લાગ્યા. અનુક્રમે યૌવનાવસ્થા પામ્યા ત્યારે યશોદા નામે સ્ત્રી પરણ્યા. સાંસારિક સુખ ભોગવતાં એક પુત્રી થઈ, તેનું નામ પ્રિયદર્શના પાડ્યું. ત્રીસ વર્ષ સંસારમાં રહ્યા. માતાપિતા મૃત્યુ પામ્યા પછી, એકાકીપણે સંયમ લીધો.
સંયમ લઈને સાડાબાર વર્ષ ને એક પખવાડીયા લગી સખત જપ, તપ, ધ્યાન ધરીને ભગવંતને ઉનાળાનો બીજો માસ, ચોથો પક્ષ, તે વૈશાખ સુદી દશમ, તે સુવર્ત નામા દિવસે, વિજય નામા મુહૂર્ત, ઉત્તરાફાલ્યુની નક્ષત્ર, ચંદ્ર શુભ આબે, પૂર્વ દિશે જતાં છાયાએ વીયંતા નામ પાછલી પોરસીએ, જૈભિયા નગરની બહાર, ઋજુવાલિકા નદીને ઉત્તર દિશાને તટે, સામાધિક ગાથાપતિ કૃષ્ણીના ક્ષેત્રને વિષે વૈયાવૃત્યી યક્ષના સ્થાનકના ઈશાન ખૂણે, ત્યાં શાલ વૃક્ષની નજીક, કિડું અને ગોધૂમ આસને તડકાની આતાપના લેતાં થકો, એને શુભ પ્રકારે પાણી પીવા રહિત, ચઉવિહારો છ8 ભક્ત કરે. શ્રી મહાવીર ઊંચા ઢીંચણ, નીચું મસ્તક, એવી રીતે ધર્મધ્યાનમાંહી પ્રવર્તતાં ધ્યાનરૂપ કોઠાને વિર્ષ પહંચ્યાં છતે, શુક્લ ધ્યાનના ૪ ભેદ છે તેણે અંતરાલે (વચ્ચે) વર્તતા થકાં આઠ કર્મ મળે ૧ મોહનીય, ર જ્ઞાનાવરણીય, ૩ દર્શનાવરણીય, ૪ અંતરાય એ ચાર ઘનઘાતી કર્મ અરિ કહેતાં શત્રુ સમાન, વૈરી સમાન, ઝોટીંગ સમાન તેને હણી, ક્ષય કરી, દૂર કરીને મહાપ્રકાશ કરે એવું કેવળ જ્ઞાન, કેવળદર્શન પ્રાપ્ત કર્યું. ઓગણત્રીસ વર્ષ ને સાડાપાંચ મહિના સુધી કેવળજ્ઞાનપણે વિચર્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org