Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
શ્રી છઆરાના ભાવ સાગરોપમનો, એ આરો સુષમ નામે એટલે સુંદર જાણવો. એ આરાને વિષે ર ગાઉનું શરીર અને ૨ પલ્યોપમનું આયુષ્ય જાણવું. ઊતરતા આરે ૧ ગાઉનું શરીર અને ૧ પલ્યોપમનું આયુષ્ય જાણવું. એ આરાને વિષે વજઋષભનારા સંઘયણ, ને સમચતુરસ્ત્ર સંસ્થાન જાણવું. એ આરાને વિષે શરીરમાં ૧૨૮ પાંસળીઓ અને ઊતરતા આરે ૬૪ પાંસળીઓ જાણવી. એ આરાને વિષે છઠ્ઠ ભક્ત બે દિવસે) આહારની ઇચ્છા થાય, ત્યારે શરીર પ્રમાણે આહાર કરે. જમીનની સરસાઈ ખાંડ સરખી જાણવી. ઊતરતે આરે જમીનની સરસાઈ ગોળ સરખી જાણવી. એ આરાને વિષે દશ પ્રકારના કલ્પવૃક્ષ મનવાંછિત સુખ આપે, તે ઉપર પહેલા આરામાં કહ્યાં છે તે પ્રમાણે જાણવા. એ આરાને વિષે જુગલીયાને આયુષ્યના છ માસ બાકી રહે તે વખતે જુગલીયા પરભવનું આયુષ્ય બાંધે. ત્યારે જુગલાણી એક જોડું પ્રસવે. તે જોડાની પ્રતિપાલના (આસનાવાસના) ૬૪ દિવસ કરે. જુગલ જુગલાણીને ક્ષણ માત્રનો વિયોગ ન પડે. તમને છીંક, બગાસું કે ઓડકાર આવે ત્યારે મરીને દેવગતિમાં જાય. ગતિ એક દેવની. એ આરાને વિષે ઝેર નહિ, વેર નહિ, ઈર્ષ્યા નહિ, જરા (ઘડપણ) નહિ, રોગ નહિ, કુરૂપ નહિ, પરિપૂર્ણ અંગ ઉપાંગને વિષે સુખ ભોગવે. તે પૂર્વનાં દાન પુણ્યનાં ફળ જાણવા.
બીજા આરાના ભાવ સંપૂર્ણ
ત્રીજો આરો બીજો આરો ઊતરીને ત્રીજો આરો બેસે ત્યારે વર્ણ, ગંધ, રસ, સ્પર્શના પર્યવ અનંત અનંત હણા થાય. ત્રીજો આરો બે કોડાંકોડી સાગરોપમનો, સુષમ દુપમ નામ એટલે સુંદરતા ઘણી અને વિષમતા થોડી. એ આરાને વિષે ૧ ગાઉનું શરીર અને ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org