Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
૬૨
શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ
લોકાંતિકનો જીત (પરંપરા) વ્યવહાર છે. તેની સ્થિતિ જઘન્ય ઉત્કૃષ્ટ આઠ સાગરની છે, તેઓ સમકિત હોય છે. ૪. નવ ચૈવેયક :
ગાયા :- ભદ્દે, સુભદ્દે, સુજાએ, સુમાણસે, પીયદંસણે । સુંદસણે, આમોહે, સુપડિબટ્ટે, જશોધરે ।
અર્થ - બારમા દેવલોક ઉપર અસંખ્યાતા જોજન ક્રોડાક્રોડી ઊંચપણે નવ ચૈવેયકની પહેલી ત્રીક આવે. તે ગાગર બેડાનાં આકાર છે. તેના નામ ૧ ભદ્દે, ૨ સુભદ્દે, ૩ સુજાએ, તે પહેલી ત્રિકમાં ૧૧૧ વિમાન છે. તે ઉપર અસંખ્યાતા જોજન ક્રોડાકોડી ઊંચપણે બીજી ત્રીક આવે. તે ગાગર બેડાનાં આકારે છે. તેના નામ ૪ સુમાણસે, ૫ સુંદસણે, ૬ પિયદંસણે, તે બીજી ત્રીકે ૧૮૭ વિમાન છે. તે ઉપર અસંખ્યાતા જોજન ક્રોડાક્રોડી ઊંચપણે ત્રીજી ત્રીક આવે. તે ગાગર બેડાનાં આકા૨ે છે. તેના નામ છ આમોહે, ૮ સુપડિબū, ૯ જશોધ. ત્રીજી ત્રિકમાં ૧૦૦ વિમાન છે.
૫. પાંચ અનુત્તર વિમાન ઃ નવમી ત્રૈવેયક ઉપ૨ અસંખ્યાતા જોજન ક્રોડાક્રોડી ઊંચે જઈએ ત્યારે પાંચ અનુત્તર વિમાન છે, તેનાં નામ ૧ વિજય, ૨ વિજયંત, ૩ જયંત, ૪ અપરાજિત અને ૫ સર્વાર્થસિદ્ધ. એ સર્વ થઈને ૮૪,૯૭,૦૨૩ વિમાન થયાં.
એમ દેવતાના ૯૯ ભેદ છે. તે ૯૯ ના અપર્યાપ્તા અને પર્યાપ્તા એમ કુલ દેવના ૧૯૮ ભેદ થાય. દેવની સ્થિતિ જઘન્ય ૧૦૦૦ વર્ષની, ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની. દેવનાં કુળ ૨૬ લાખ ક્રોડ છે. સિદ્ધશિલાનું વર્ણન
તે સર્વાર્થસિદ્ધ વિમાનની ધ્વજા પતાકાધકી ૧૨ જોજન ઊંચે જઈએ ત્યારે સિદ્ધશિલા આવે. તે ૪૫ લાખ જોજનની લાંબી પહોળી
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org