Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
શ્રી છકાયના બોલ
૬૧
છઠ્ઠું લાંતક નામે દેવલોક છે, તે એકલું પૂર્ણ ચંદ્રમાને આકા૨ે છે, તેમાં પચાસ હજાર વિમાન છે. ત્યાંથી અસંખ્યાત્તા જોજન ક્રોડાક્રોડ ઊંચપણે સાતમું મહાશુક્ર નામે દેવલોક છે, તે એકલું પૂર્ણ ચંદ્રમાને આકા૨ે છે, તેમાં ચાલીસ હજાર વિમાન છે. ત્યાંથી અસંખ્યાતા જોજન ક્રોડાક્રોડ ઊંચપણે આઠમું સહસ્ત્રાર નામે દેવલોક છે, તે એકલું પૂર્ણ ચંદ્રમાને આકારે છે, તેમાં છ હજા૨ વિમાન છે. ત્યાંથી અસંખ્યાતા જોજન ક્રોડાક્રોડ ઊંચપણે નવમું આણત અને દશમું પ્રાણત નામે દેવલોક છે, તે લગડાને આકા૨ે છે. એકેકું અર્ધચંદ્રમાને આકા૨ે છે, બન્ને મળીને પૂર્ણ ચંદ્રમાને આકા૨ે છે, જેમાં મળીને ચારસો વિમાન છે. ત્યાંથી અસંખ્યાતા જોજન ક્રોડાક્રોડ ઊંચપણે અગિયારમું આરણ અને બારમું અચ્યુત નામે દેવલોક છે, તે લગડાને આકારે છે. એકેકું અર્ધચંદ્રમાને આકારે છે, બન્ને મળીને પૂર્ણ ચંદ્રમાને આકા૨ે છે, બેમાં મળીને ત્રણસો વિમાન છે. એવં બાર દેવલોકના સર્વ થઈને ૮૪,૯૬,૦૦૦ વિમાન છે.
૩. નવ લોકાંતિક દેવ : તિઓ લોક (ત્રસનાળ)નાં કિના૨ા (અંત) ૫૨ ૨હેતાં હોવાથી લોકાંતિક કહેવાય છે]. પાંચમા દેવલોકનાં ત્રીજા અરિષ્ટ નામે પ્રત૨ની પાસે દક્ષિણ દિશામાં પૃથ્વી પરિણામરૂપ કાળા રંગની અખાડાને આકારે નવ કૃષ્ણરાજ છે. તેમાં ૪ દિશાએ ૪, ૪ વિદિશાએ ૪ અને એક મધ્યમાં એમ નવ વિમાન છે તેમાં નવ લોકાંતિક દેવ રહે છે. તેના નામ ૧ સારસ્વત, ૨ આદિત્ય, ૩ વન્હિ, ૪ વરૂણ, ૫ ગર્દતોયા, ૬ તોષિયા, ૭ અવ્યાબાધા, ૮ અગીચ્ચા, ૯ રિા. એ નવ લોકાંતિક દેવતા જ્યારે તીર્થંકર દેવ દીક્ષા લેનાર હોય, ત્યારે આવીને એમ કહે, અહો ! ત્રિલોકનાથ ! તીર્થમાર્ગ પ્રવર્તાવો, મોક્ષ માર્ગ ચાલતો કરો. એવી રીતે કહેવાનો નવ
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org