Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
પિ૯)
શ્રી છકાયના બોલ એ આદિ ઘણી સારી મનને ગમે તેવી જગ્યાએ વાણવ્યંતર દેવો નાવ છે તથા વસે છે.
૩. ત્રીજે જ્યોતિષીના ૧૦ ભેદ, તેના નામ ૧ ચંદ્ર, ૨ સૂર્ય, 3 શહ, ૪ નક્ષત્ર, ૫ તારા, એ પાંચ જ્યોતિષી અઢીદીપ માંહી ચર છે. અઢીદ્વીપ બહાર પાંચ સ્થિર છે. તે જ્યોતિષીની ગાથા :તારા, રવિ, ચંદ, રિબ્બા, બુહ, સુકા, જૂવ, મંગલ, સીઆ. સગ સય નેઉઆ, દસ, અસિય ચલ, ચલ કમસો તીયા ચીસો. /
અર્થ - પૃથ્વીથી સાતસો નવું (૭૯૦) જોજન ઉંચે જઈએ ત્યારે તારાઓનાં વિમાન આવે. પૃથ્વીથી આઠસો જોજન ઉંચે જઈએ ત્યારે સૂર્યનું વિમાન આવે. પૃથ્વીથી આઠસો અંશી જોજન ઉંચે જઈએ ત્યારે ચંદ્રનું વિમાન આવે. પૃથ્વીથી આઠસો ચોરાશી જોજન ઉંચે જઈએ ત્યારે નક્ષત્રના વિમાન આવે. પૃથ્વીથી આઠસો અઠ્ઠયાશી જોજન ઉંચે જઈએ ત્યારે બુધનો તારો આવે. પૃથ્વીથી આઠસો એકાણું જોજન ઉંચે જઈએ ત્યારે શુકનો તારો આવે. પૃથ્વીથી આઠસો ચોરાણું જજન ઉંચે જઈએ ત્યારે બૃહસ્પતિનો તારો આવે. પૃથ્વીથી આઠસો સત્તાણું જોજન ઉંચે જઈએ ત્યારે મંગળનો તારો આવે. પૃથ્વીથી નવસો જોજન ઉંચે જઈએ ત્યારે શનિશ્વરને તારો આવે. એ રીતે ૧૧૦ જોજન સુધી જ્યોતિષ ચક્ર જાડપણે છે. પાંચ ચર છે. પાંચ સ્થિર છે. પાંચ ચર તે કોને કહીએ ? અઢીદ્વીપ માંહી છે તે ફરે છે. તેને પાંચ ચર કહીએ. પાંચ સ્થિર તે કોને કહીએ? અઢીદ્વીપ બહાર છે તે ફરતા નથી, સ્થિર છે. જ્યાં સૂર્ય ત્યાં સૂર્ય છે. જ્યાં ચંદ્ર ત્યાં ચંદ્ર છે. તેને પાંચ સ્થિર કહીએ. : ૪. વૈમાનિકના ૩૮ ભેદ: ૧ ત્રણ કિલ્વિષી, ર બાર દેવલોક, 3 નવ લોકાંતિક, ૪ નવ ગ્રેવયક, પપાંચ અનુત્તર વિમાન. એવું ૩૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org