Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
૫૮ ]
શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ બાર આંતરા છે, તેમાંના નીચેના દશ આંતરામાં ભવનપતિને રહેવાનાં ભવન છે.
૨. બીજે વાણવ્યંતરના ૨૬ ભેદ, તે ૧. ૧૬ વ્યંતર દેવ, ૨. ૧૦ જાંભકા દેવ.
૧. સોળ જાતિના વ્યંતર દેવ, તેના નામ ૧ પિશાચ, ૨ ભૂત, ૩ યક્ષ, ૪ રાક્ષસ, ૫ કિન્નર, ૬ જિંપુરૂષ, ૭ મહોરગ, ૮ ગંધર્વ, ૯ આણપત્રી, ૧૦ પાણપત્રી, ૧૧ સીવાઇ, ૧૨ ભૂઇવાઈ, ૧૩ કંદીય, ૧૪ મહાકંદ, ૧૫ કોહંડ, ૧૬ પયંગદેવ.
૨. દશ જાતિના જાંભકા, તે ૧ આણ જાંભકા, ૨ પાણ જjભકા, ૩ લયન જભકા, ૪ શયન જાંભકા, પ વસ્ત્ર જçભકા, ૬ ફૂલ જૉભકા, ૭ ફલ જાંભકા, ૮ બીય છુંભકા, ૯ વિધુત જભકા, ૧૦ અવિયત (ઘરવખરીનાં) જાંભકા.
એ ૨૬ જાતિના વાણવ્યંતર ક્યાં રહે છે? પૃથ્વીનું દળ એક હજાર જોજનનું છે. તે મધ્યથી સો જોજનનું દળ નીચે મૂકીએ, સો જોજન દળ ઉપર મૂકીએ, વચ્ચે આઠમેં જોજનની પોલાર છે. તે મળે સોળ જાતિના વ્યંતરના નગર છે. તે નાના ભરતક્ષેત્ર જેવડાં છે. તેથી મોટા મહાવિદેહ ક્ષેત્ર જેવડાં છે. તેથી મોટા જંબુદ્વીપ જેવડાં છે. તે વ્યંતરના નગર જાણવા. જે દશ જાતિનાં જjભકા દેવ છે તે પૃથ્વીનું સો જોજનનું દળ ઉપરનું છે, તેમાં દશ જોજનનું દળ નીચે મૂકીએ દશ જોજન ઉપર મૂકીએ વચ્ચે અંશી જોજનની પોલાર છે તેમાં દશ જાતિનાં જાંભકા દેવ રહે છે. તે જાંભકા સંધ્યાવેળાએ, મધ્ય રાત્રિએ સવારે, બપોરે, અસ્તુ, અસ્તુ કરતા ફરે છે. (જે હસતું હોય તે હસતું રહેજો, રોતું હોય તે રીતું રહેજો, એમ કહે છે, માટે તેવા વખતે જેમતેમ ન બોલવું. પહાડ, પર્વત, ઝાડ ઉપર તથા ઝાડ નીચે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org