Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
૧૨૮
શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ ૬ નાણુ વિસંવાયણાજોગેણું – તે જ્ઞાની સાથે ખોટો વિવાદ કરે. જ્ઞાનાવરણીય કર્મ દશ પ્રકારે ભોગવે. ૧ શ્રોત્ર આવ૨ણ, ૨ શ્રોત્રવિજ્ઞાન આવ૨ણ, ૩ નેત્ર આવ૨ણ, ૪ નેત્રવિજ્ઞાન આવરણ, ૫ ઘાણ આવ૨ણ, ૬ ઘાણવિજ્ઞાન આવ૨ણ, ૭ ૨સ આવરણ, ૮ ૨સવિજ્ઞાન આવ૨ણ, ૯ સ્પર્શ આવ૨ણ, ૧૦ સ્પર્શવિજ્ઞાન આવ૨ણ. જ્ઞાનાવ૨ણીય કર્મની સ્થિતિ જ. અંતર્મુહૂર્ત, ઉ. ત્રીસ ક્રોડાક્રોડી સાગરોપમની. અબાધાકાળ જ. અંતર્મુહૂર્ત, ઉ. ત્રણ હજાર વર્ષનો. ૨. દર્શનાવરણીય કર્મનો વિસ્તાર.
દર્શનાવ૨ણીય કર્મની નવ પ્રકૃતિ
૧ નિદ્રા – તે સુખે ઉંધે, સુખે જાગે.
૨ નિદ્રા નિદ્રા – તે દુ:ખે ઉંધે, દુઃખે જાગે.
=
૩ પ્રચલા – તે બેઠા બેઠા ઉંધે.
-
૪ પ્રચલા પ્રચલા – તે બોલતાં બોલતાં, ખાતાં ખાતાં ઉંઘે. ૫ થીશુદ્ધિ (સ્યાનáિ) નિદ્રા – તે ઉંઘને વિષે અર્ધ વાસુદેવનું બળ આવે, ત્યારે ઉંઘમાં ને ઉંઘમાં ઉઠે, ઉઠીને પટારો છાડે, ઉઘાડીને તેમાંથી ઘરેણાંનો ડાબલો લે અને લૂગડાંનો બાચકો બાંધીને તે લઈને નદીએ જાય, તે ઘરેણાંનો ડાબલો હજાર મણની શિલા ઊંચી કડી તેની નીચે દાટે ને લૂગડાં ધોઈને ઘે૨ આવે, સવારે જાગે પણ ખબર ન પડે. ઘરેણાંનો ડાબલો શોધે પણ જડે નહિ. એવી નિદ્રા ફરીથી છ મહિને આવે ત્યારે ઘરેણાંનો ડાબલો દાટ્યો હોય ત્યાંથી લઈને આવે, ને જ્યાં હોય ત્યાં મૂકે, ત્યારપછી કાળ કરે આવી ઉંઘમાં જો આયુષ્યનો બંધ ક૨ે તો મ૨ીને ૨કે જાય, તેને થીણદ્ધિ નિદ્રા કહિએ. આ વાત ઉત્કૃષ્ટ બળની છે. જઘન્ય અને મધ્યમ બળ પણ હોઈ શકે અને તો તે કોઈપણ ગતિમાં જઈ શકે.
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org