Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
શ્રી ચોવીસ દંડક દ્વાર, ૧૫. જ્ઞાન દ્વાર, ૧૬. યોગ દ્વાર, ૧૭. ઉપયોગ દ્વાર, ૧૮. આહાર દ્વાર, ૧૯. ઉપજવાનો દ્વા૨, ૨૦. સ્થિતિ દ્વાર, ૨૧. મરણ દ્વાર, ૨૨.ચવણ દ્વાર, ૨૩. આગતિ દ્વાર, ૨૪. ગતિ દ્વાર.
૧. શરીર દ્વાર: શરીર પાંચ, ૧ ઔદારિક શરીર, ર વૈક્રિય શરીર, ૩ આહારક શરીર, ૪ તેજસ શરીર, ૫ કાર્મણ શરીર. તેનાં લક્ષણ કહે છે.
૧. ઔદારિક શરીર : ઉદાર પ્રધાન તે સ્થૂળ પુદ્ગલોથી બનેલું શરીર. તે સડી જાય, પડી જાય, વિણસી જાય, કહી જાય, બગડી જાય, મુવા પછી કલેવર પડી રહે તેને ઔદારિક શરીર કહીએ.
૨. વૈક્રિયા શરીર તે સડે નહિ, પડે નહિ, વિણસે નહિ, બગડે નહિ, મુવા પછી કલેવર વિસરાલ (કપુરની ગોટીની માફક) થાય, તેને વૈક્રિય શરીર કહીએ. અથવા જે શરીરથી વિવિધ ક્રિયાઓ થાય જેમકે એક સ્વરૂપ કે અનેક સ્વરૂપધારી શરીર, નાનું કે મોટું શરીર, દૃશ્ય કે અદશ્ય શરીર, આકાશમાં કે ભૂમિ પર ચાલવા યોગ્ય શરીર, તેને વૈક્રિય શરીર કહે છે.
૩. આહારક શરીર ઃ તે ચૌદ પૂર્વધર મહાત્માને તપશ્ચર્યાદિક યોગે કરી લબ્ધિ ઉપજે, તે તીર્થંકર દેવાધિદેવની ઋદ્ધિ દેખવા, મનની અંદર ઉત્પન્ન થયેલ સંશયને ટાળવા વિ. કારણોથી ઉત્તમ પુગલોનો આહાર લઈને કોઈ ન દેખે તેવું અથવા દેખે તેવું સ્ફટિક સમાન સફેદ શરીર બનાવે તે આહારક શરીર કહીએ. આવું શરીર ફોરવ્યા પછી આલોયણા લે તો આરાધક અને ન લે તો વિરાધક.
૪. તેજસ શરીર – જેના કારણે શરીરમાં ઉષ્ણતા રહે અને આહારને પચાવે તેને તેજસ શરીર કહીએ.
૫. કાર્પણ શરીર – જેમાં બધાં કર્મોનાં રૂંધ સંગ્રહિત રહે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org