Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
શ્રી ચોવીસ દંડક ૬. સેવાર્ત (છેવટુ) સંઘયણ.
૧. વજઋષભનારા સંઘયણ-- તેવજ કહેતાં ખીલી, ઋષભ કહેતાં પાટો વીંટવાનો, નારાચ કહેતાં બે પડખે મર્કટબંધ, સંહનન કહેતાં હાડકાંનો સંચય જેને વિષે બે હાડકાંઓને બે પડખેથી મર્કટબંધે કરીને બાંધ્યા અને પાટા જેવા હાડકાએ કરી વીંટયા તે ત્રણે હાડકાંને વજ કીલક નામના ખીલી જેવા હાડકાએ કરી સજ્જડ કર્યા હોય તેવા મજબૂત હાડકાંના સંચયને વજઋષભનારા સંઘયણ કહે છે.
૨. ઋષભનારા સંઘયણ– તે ઉપર પ્રમાણે પણ ફક્ત ખીલી નહિ, આમાં મર્કટબંધી અને તેની ઉપર પાટો એ બે હોય છે.
૩. નારા સંઘયણ– જેમાં બે પડખે માત્ર મર્કટબંધ જ હોય છે.
૪. અર્ધનારાચ સંઘયણ– જેમાં એક પડખે મર્કટબંધ અને બીજે પડખે માત્ર ખીલી લગાડેલી હોય છે.
૫. કીલક (કીલિકા) સંઘયણ– જેમાં બંને હાડકાં એકબીજાને પરસ્પર સીધા જોડાયેલા હોય છે અને તેના ઉપર માત્ર ખીલી હોય છે.
૬. છેવટુ (સેવા) સંઘયણ– તે હાડકે હાડકાં અડીને રહેલ હોય છે.
૪. સંસ્થાન દ્વાર : (શરીરની શુભાશુભ આકૃતિ.) સંસ્થાન છ છે. ૧. સમચતુરંત્ર સંસ્થાન, ૨. ન્યગ્રોધ પરિમંડલ સંસ્થાન, ૩. સાદિ સંસ્થાન, ૪. વામન સંસ્થાન, ૫. કુન્જ સંસ્થાન, ૬. હૂડ સંસ્થાન.
૧. સમચતુરંગ સંસ્થાન- તે પગથી તે માથા સુધી શોભાયમાન હોય. પલાંઠી વાળી બેસતાં ચારે બાજુ સરખી આકૃતિ થાય.
૨. ન્યગ્રોધ (નિગોહ) પરિમંડળ સંસ્થાન – તે કેડથી માથા સુધીનો ભાગ શોભાયમાન હોય.
3. સાદિ સંઠાણ – પગથી તે કેડ સુધી શોભાયમાન હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org