Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
શ્રી છકાયના બોલ
૪િ૯] જીવ હોય તે) અને સાધારણ (એક શરીર અનંત જીવ હોય તે). આમ સૂક્ષ્મ, પ્રત્યેક અને સાધારણ એ ત્રણનાં અપર્યાપ્તા અને પર્યાપ્તા મળી વનસ્પતિકાયના ૬ ભેદ,
પ્રત્યેક વનસ્પતિના બાર ભેદ – ૧ વૃક્ષ, ૨ ગુચ્છ, ૩ ગુલ્મ, ૪ લતા, પ વેલા, ૬ પાવગ, ૭ તૃણ, ૮ વળીયા, ૯ હરીતકાય, ૧૦ ઔષધિ, ૧૧ જલવૃક્ષ, ૧૨ કોસંડ.
૧ વૃક્ષ – વૃક્ષના બે ભેદ. ૧ એકઅઢિ તે એક ફળમાં એક બીજ હોય. તે ૧ હરડાં, ૨ બેડા, ૩ આંબળાં, ૪ અરીઠાં, ૫ ભીલામાં, ૬ આસોપાલવ, ૭ આંબો, ૮ મીડો, ૯ રાયણ, ૧૦ જાંબુ, ૧૧ બોર, ૧૨ લીંબોળી, એ આદિ એકઅદ્ધિના ઘણાં ભેદ છે. ૨ બહુઅઢિ તે એક ફળમાં વધારે બીજ હોય. તે ૧ જામફળ, ર સીતાફળ, ૩ દાડમ, ૪ બીલાં, ૫ કોઠાં, ૬ કેરાં, ૭ લીંબુ, ૮ વડના ટેટા, ૯ પીપળનાં ટેટા એ આદિ બહુઅદ્ધિના ઘણા ભેદ છે.
૨ ગુચ્છ – તે જે નીચાં ને ગોળ ઝાડ હોય તેને ગુચ્છ કહીએ. તે 1 રીંગણી, ર ભોરીંગણી, ૩ જવાસા, ૪ તુળસી, ૫ આવચીબાવચી, ઈત્યાદિ ગુચ્છના ઘણા ભેદ છે. -
૩ ગુલ્મ – તે ફૂલની જાતને ગુલ્મ કએ.તે ૧ જાઈ, ર જુઈ, ૩ડમરો, ૪મરવો, પતકી, કે કેવડો, એ આદિ ગુલ્મના ઘણા ભેદ છે. - ૪ લતા – ૧ નાગલતા, ૨ અશોકલતા, ૩ ચંપકલતા, ૪ ભઈલતા, ૫ પદ્મલતા એ આદિ લતાના ઘણા ભેદ છે.
૫ વેલા – જે વનસ્પતિના વેલા ચાલે તેને વેલા કહીએ. તે ૧ આરિયાના વેલા, ર તૂરીયાના વેલા, 3 કારેલાના વેલા, ૪ કંકોડાના વેલા, ૫ કોળાનાં વેલા, ૬ કોઠીંબડાના વેલા, ૭ સૂંબડાના વેલા, ૮ દૂધીના વેલા, ૯ ચણક ચીભડીના વેલા, ૧૦ચણોઠીના વેલા, એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org