SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી છકાયના બોલ અને ૧૨ કઠોળ મળીને કુલ ૨૪ જાતિનાં ધાન્ય તને ઔષધિ કહીએ. ૧૧ જલવૃક્ષ –- તે ૧ પોયણા, કમલ પોયણા, ૩ વીતેલા, ૪ સિઘાડા, પ સેવાળ, ૬ કમળકાકડી, એ આદિ જલવૃક્ષના ઘણા ભેદ છે. ૧૨ કોસંડા – ૧ બિલાડીની બલી, ૨ બિલાડીના ટોપ એ આદિ ભૂમિ ભેદી બહાર નીકળે તેવા કોસંડાના ઘણા ભેદ છે. દરેક વનસ્પતિના વૃક્ષ ૧૦ બોલ કરી શોભે છે. ૧. મૂળ, ૨. કંદ, ૩. સ્કંધ (થડ), ૪. ત્વચા (છાલ), ૫. શાખા (ડાળી), ૬. પ્રવાલ (કુણું પાંદડું - કુંપળ), ૭. પત્ર (પાંદડાં), ૮. ફૂલ, ૯. ફળ, ૧૦. બીજ. તે દશેમાં પોતપોતાનો એક જીવ હોય છે અને તેને આશ્રયે ત્રણ પ્રકારના જીવ ભગવાને કહ્યાં છે. સંખ્યાતા, અસંખ્યાતા અને અનંતા. તે પ્રત્યેક વનસ્પતિના ઊગતા, કૂણાં અંકુરામાં, ચક્ર પડે (જેનું શરીર ભાંગતાં સમાન ભંગ થાય તે) તેમાં અનંત જીવ હોય છે. કાચું, જ્યાં જ્યાં લીલાશ છે તેવા અધકચરામાં (કોથમરીનાં પાન, ફણસી આદિ શાકની છાલ) અસંખ્યાતા જીવ હોય છે. પ્રત્યેક પાકામાં સંખ્યાતા જીવ હોય છે. સાધારણ વનસ્પતિના ભેદ કંદમૂળની જાતિને સાધારણ વનસ્પતિ' કહીએ. તે ૧ લસણ, ૨ ડુંગળી, ૩ આદુ, ૪ સૂરણ, પ રતાળુ, ૬ પંડાલુ, ૭ બટેટા, ૮ થેક, ૯ સકરકંદ, ૧૦ મૂળાના કંદ, ૧૧ નીલી હળદર, ૧૨ નીલી ગળી, ૧૩ ગાજર, ૧૪ અંકુરા, ૧૫ ખુરસાણી, ૧૬ કુંવર, ૧૭ મોગ્ય, ૧ જેનું શરીર ભાંગતાં સમાન ભંગ ન થાય તથા જેમાં તાંતણાં કે રેસા હોય તે પ્રત્યેક વનસ્પતિ છે તેમાં સંખ્યાતા કે અસંખ્યાતા જીવ હોય છે. ૨ જેમાં ભાંગતાં સમાન ભંગ થાય તથા તાંતણાં કે રેસા ન હોય તે સાધારણ વનસ્પતિ છે તેમાં અનંતા જીવો હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy