SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ આદિ વેલાના ઘણા ભેદ છે. ૬ પાવગ -- તે ગાંઠાળા ઝાડ હોય તેને પાવગ કહીએ. તે ૧ શેરડી, ૨ એરડી, ૩ સરકડ, ૪ સાંઠો, ૫ નેતર, ૬ વાંસ, એ આદિ પાવગના ઘણા ભેદ છે. - ૭ તૃણ –તૃણ તે ઘાસ. ૧ ડાભડાના તૃણ, ૨ આરાતારાનાં તૃણ, ૩ કડવાળીનાં તૃણ, ૪ ઝેઝવાનાં તૃણ, પ ધરોનાં તૃણ, ૬ કાલીયાનાં તૃણ, એ આદિ તૃણના ઘણા ભેદ છે. ૮ વલીયા – તે ઊંચા ને ગોળ ઝાડ હોય તેને વલીયા કહીએ. તે ૧ સોપારીનાં ઝાડ, ૨ ખારેકનાં ઝાડ, ૩ ખજુરનાં ઝાડ, ૪ કેળનાં ઝાડ, ૫ તજનાં ઝાડ, ૬ એલાયચીનાં ઝાડ, ૭ લવીંગના ઝાડ, ૮ તાડનાં ઝાડ, ૯ તમાલનાં ઝાડ, ૧૦ નાળિયેરીનાં ઝાડ, એ આદિ વલીયાના ઘણા ભેદ છે. ને ? ૯ હરિતકાય – તે ભાજીની જાતિને કહે છે. તે ૧ મૂળાની ભાજી, ૨ મેથીની ભાજી, ૩ તાંદળજાની ભાજી, ૪ સુવાની ભાજી, ૫ લુણીની ભાજી, ૬ અફીણની ભાજી, એ આદિ હરિતકાયના ઘણા ભેદ છે. ૧૦ ઔષધિ છે – તે ચોવીસ જાતિનાં ધાન્યને ઔષધિ કહીએ. તે ધાન્યના બે ભેદ, ૧ લાસા, ૨ કઠોળ. તેમાં લાસા તે ૧ ઘઉં, ૨ જવ, ૩ જુવાર, બાજરી, ૫ ડાંગર, ૬ વરી, ૭ બંટી, ૮ બાવટો, ૯ કાંગ, ૧૦ ચિપ્પોઝિણો, ૧૧ કોદરા, ૧૨ મકાઈ, એ આદિ લાસાના ઘણા ભેદ છે. બીજે કઠોળ તે ૧ મગ, ૨ મઠ, 3 અડદ, ૪ તુવેર, ૫ ઝાલર, ૬ વટાણા, ૭ ચોળા, ૪ ચણા ૯ લાંગ, ૧૦ કળથી, ૧૧ મસુર, ૧ર અળસી એ આદિ કઠોળના ઘણા ભેદ છે. ૧૨ લાસા જે રોગ મટાડે, ભૂખ મટાડે, તે ધાન્યને ઔષધિ કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy