________________
પ્રેમાળ પોપકારી દમ્પતી.
૧૩
ઉઘરાણું ચાલતી હતી, તેવામાં શટ્ટામાં તેમને કાંઈ ન થવાથી મારા દાગીનાને બદલે તેમણે મને આ દાગીના બનાવી આપ્યા છે અને ખાસ ધમકી આપી કહ્યું છે કે “રાંડ! હવે આ દાગીના મારા ઘરમાં રાખીશ નહીં. તારા પીયરમાં કે તને ફાવે ત્યાં રાખજે. જે ઘરમાં રાખીશ તે મને જરૂર પડશે ત્યારે પડાવી લઈશ અને ફરી બનાવી આપીશ નહીં.' આ પ્રમાણે ધમકી આપી. મારા પીયરમાં નથી માબાપ કે નથી ભાઈ. બધાં મરી પરવાર્યો. દુરના પિતરાઈ છે, મને તેમનો વિશ્વાસ નથી, આ કારણથી હું તમારી પાસે મુકવા આવી છું માટે તપાસી લે અને આ યાદી તમારી પાસે રાખે.
આ હકીકત સાંભળી માલતીને દયા આવી. તે રસિકલાલને કહેવા લાગી “એમાં આપણને શી હરકત છે ? યાદી પ્રમાણે દાગીના મેળવી દાબડીમાં ભરી તીજોરીમાં મુકી દો. પૈસા વગરના ખાલી શટરીને
જ્યારે નુકસાન આવે છે ત્યારે તેઓ તેમનાં બૈરાં ઉપર ખરેખર ઘણેજ ત્રાસ વર્તાવે છે. બઝારની દાઝ બૈરાં ઉપર કાઢે છે, આવા દાખલાઓ ઘણે ઠેકાણે જોવામાં આવે છે. બિચારી બૈરીઓને ભીખ માગતી કરી નાખે છે. સ્ત્રીને બાપ જે શ્રીમંત હોય છે તે તેના બાપ પાસેથી પૈસા કઢાવવા બિચારી બૈરી ઉપર જુલમ ગુજારે છે અને રોજ સતાવે છે.
રસિકલાલ યાદી પ્રમાણે દાગીના મેળવી જોવા લાગ્યો. આ વખતે તે બાઈની આંખોમાંથી આંસુ ખરવા લાગ્યાં. આ જોઈ ધીરજ આપી માલતીએ કહ્યું “બેન ! હવે એ વાત સંભારી રડશે નહીં. તમને જ્યારે જરૂર પડે ત્યારે સુખેથી લઈ જજે. ”
રસિકલાલે જણાવ્યું પણ મારી ઈચ્છા એવી છે કે આ જે યાદી લખી છે તેમાં નીચે એટલો શેર મારે કે “આ દાગીના મારા છે અને તે તમને સાચવવા આપી ગઈ છું.” તે પ્રમાણે લખી નીચે તમારી સહી અને આજની તારીખ નાખો."
બાઈએ કહ્યું “તમે કહો તે પ્રમાણે લખી આપવા તૈયાર છું” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com