________________
૧૨
પ્રકરણ ૨ જી.
“હું તમને દેખાડયા શીવાય મુકવા નથી માગતી. તેમાં શું છે તે મારે બતાવવું જોઇએ અને તે સાથે મારે બધી હકીકત પણ તમારી આગળ ખુલ્લા દિલથી કહેવી જોઇએ.” એમ કહી તેણે દાખડી ઉપરનું કપડું છેાડી દાબડી ઉધાડી દાગીના બહાર કાઢ્યા.
આઠ બંગડીઓ, એક ગળાના નેકલેસ, એ નક્કર કડાં, ચાર દોરા અને એક લોકેટ એ રીતે સાનાના સાળ મુદ્દા રસિકલાલને ગણી આપી વજન અને વીગત સાથેની યાદી રજી કરી તે ખાઈએ કહ્યું “ ભાઈ ! આ યાદી પ્રમાણે મેળવી જુએ ! ’’
રસિકલાલ યાદી હાથમાં લઈ ઉંડા વિચારમાં પડી ગયેા. હુંમેશના પહેરવાના આ દાગીના છે. ખાઇ યુવાન છે, સધવા છે. શા માટે મુકવા આવી હશે ? આવા વિચારની સાથે રસિકલાલે પુછ્યું “બેન ! આવી રીતે આ દાગીના મારે ત્યાં રાખવાનું શું પ્રયેાજન ?”
ખાઇએ જવાબ આપ્યા. “હું તમારાથી કશું પણ છાનું રાખવાની નથી. મને પરણે પાંચ વર્ષ થયાં, મારા બાપે કુળવાન ધારી મેાટા ઘેરે પરણાવી. જ્યારથી સાસરે આવી છું ત્યારથી સુખનું સ્વપ્ર પણ આવ્યું નથી. તેમને શટ્ટાના એવા છંદ લાગ્યા છે કે તે તેમાં પાયમાલ થયા અને થાય છે, છતાં તે ધંધા મુકતા નથી. જુદા રહે છે. કાઇપણ સાથે સંબંધ રાખતા નથી, ભાગમાં સારા પૈસા આવેલા પણ બધા શટ્ટામાં ગુમાવ્યા. નબળા પુરૂષ રાંડ ઉપર શા એ પ્રમાણે પૈસા ગુમાવે ત્યારે ધરમાં કલેશ કરી સંતાપી મને તાવી નાખે, ન સહન થાય તેવી મારાં માબાપને ગાળે દે અને મને મારે. મારા દુઃખની વાત હું તમને કહી શકતી નથી. મારા પીયરના દાગીના મારી પાસે હતા તે તેમણે મને ઘરમાં અસદ્ય ત્રાસ આપી કુંચી પડાવી લઈ મારી પેટીમાંથી કાઢી લીધા. એટલું વળી ઠીક છે કે છેકરાં નથી તેથી એકલી મારી જાતની પીડા વેઠવાની છે. મારા દાગીના પાછા મેળવવા મેં ઘણી વખત કહેલું ત્યારે કહેતા કે દાવ પાંસરા પડશે ત્યારે નવા કરાવી આપીશું. આ પ્રમાણે મારી રાજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com