________________
પંડિત સુખલાલજી સ્થાપના કરીને છેવટે સફળતાપૂર્વક એ વિચાર પાર પાડ્યો એ સર્વથા ઉચિત જ થયું. જો પંડિતજીની ૭૭ વર્ષની ઉંમરે પણ આપણે આવું કંઈ પણ ન કર્યું હોત તો આપણે કેવળ નગુણા જ લેખાત. સમિતિએ પોણો લાખ રૂપિયા એકત્ર કરવાની ધારણા રાખેલી; અને સમારંભ વખતે એ આંકડો એક લાખ અને એક હજારને પણ વટાવી ગયો. હિન્દી-ગુજરાતી લેખસંગ્રહોના પંદરસો-સોળસો પાનાંનાં બે પુસ્તકો તૈયાર થવાની ગણતરી હતી એના બદલે ૨૦૧૪ પાનાંના ત્રણ દળદાર ગ્રંથો (બે ગુજરાતી અને એક હિન્દી) તૈયાર થયા !
પંડિતજીનાં આ લખાણો કેવળ શાસ્ત્ર કે સાહિત્યને જ સ્પર્શે છે એવું નથી; એમાં તો સામાજિક વિષયો પણ આવે છે અને ધાર્મિક પ્રશ્નો પણ આવે છે, એમાં રાષ્ટ્રીય મુદ્દાઓ પણ ચર્ચાય છે અને વ્યક્તિગત જીવનને લગતા અનેક પ્રશ્નોની વ્યવહારુ ચર્ચા પણ આવે છે. એટલે દરેક જિજ્ઞાસુને કોઈ ને કોઈ રીતે પણ ઉપયોગી થઈ શકે એવી સામગ્રી આ સંગ્રહોમાં સચવાઈ ગઈ છે.
પંડિતજીને થેલીરૂપે જે રકમ અર્પણ થઈ, એ પણ છેવટે એમણે સરસ્વતીને ચરણે અર્પણ કરી.
વળી પંડિતજીએ દેશ-વિદેશના સંખ્યાબંધ વિદ્વાનો, રાજપુરુષો, શ્રીમંતો અને લોકસેવકો સાથે જે સંબંધ બાંધી જાણ્યો હતો, તે ખરેખર અહોભાવ જગાડે એવો હતો; તો બીજે છેડે અનેક દુખિયારી બહેનો, અસહાય વિદ્યાર્થીઓ અને સંકટગ્રસ્ત વ્યક્તિઓના તો તેઓ શિરછત્ર જ બન્યા હતા.
(તા. ૧૧-૩-૧૯૭૮)
લાક્ષણિક પ્રસંગો “એ માટે તો સંત બનવું પડે !”
તા. -૧-૧૯૫૨ના રોજ પં. શ્રી સુખલાલજી કલકત્તાથી પાછા આવેલા, એટલે સાંજે અમે તેમને મળવા ગયેલા. આ વખતે એક ભાઈ તેમને મળવા આવ્યા. આ ભાઈ વ્યવહારશુદ્ધિ-મંડળના સભ્યો નોંધવાનું સેવાકાર્ય કરે છે. કાળાબજાર, લાંચરુશ્વત વગેરે અનિષ્ટોથી દૂષિત બનેલ લોક-જીવનમાં વિશુદ્ધિની પુનઃ સ્થાપના કરવાના હેતુથી પૂ. નાથજીએ (શ્રી કેદારનાથજીએ) આ મંડળની સ્થાપના કરી છે. આ માટે એક પ્રતિજ્ઞાપત્ર તૈયાર કરવામાં આવ્યું છે, અને પોતે કયાં કયાં અનિષ્ટોથી અળગો રહેશે એનો નિર્ણય કરીને એના પાલન માટે સભ્ય સહી કરવાની હોય છે; એક પ્રકારનું અણુવ્રતનું પ્રત્યાખ્યાન (પચ્ચકખાણ) જ સમજી-લ્યો !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org