________________
અધ્યાત્મ સાર.
તથા દીવા નકામા છે, તેવી રીતે દંભી માણસે આચરેલાં વ્રત–તપ નકામાં છે. ૪ મુનિના સર્વ આચારે એક દંભથી દૂષિત થઈ જાય છે.
केशलोचधराशय्यानिवाब्रह्मव्रतादिकम् । दंतेन दूष्यते सर्व त्रासेनैव महामणिः ॥५॥
ભાવાર્થ-કેશને લેચ, પૃથ્વી પર શય્યા, ભિક્ષા અને બ્રહ્મચર્ય વગેરે સર્વે મુનિના આચાર, જેમ ત્રાસ (ડાઘા) થી માટે મણિ દૂષિત થાય છે, તેમ એક દંભથી દૂષિત થઈ જાય છે. ૫
વિશેષાર્થ–-કેશને લેચ કરે, પૃથ્વી ઉપર સુવું, ભિક્ષા માગવી, અને બ્રહ્મચર્ય વગેરે પાળવાં, એ બધા મુનિના આચાર એક દંભથી દૂષિત થઈ જાય છે. એટલે મુનિ પિતાના આચાર પાળતે હેાય, પણ જો તેનામાં દંભ હોય તે, તે બધા આચાર નકામા થઈ જાય છે. મણિ ઘણો મૂલ્યવાન હોય, પણ જે તેનામાં ગાસ એટલે એક જાતને ડાઘ હોય તે, તે મણિ દૂષિત ગણાય છે. કહેવાને આશય એ છે કે, મુનિ પિતાના આચાર પાળે, પણ જે તે દંભી હોય છે, તેના બધા આચારે નકામા છે. તેથી મુનિએ સર્વથા દંભને ત્યાગ કરવો જોઈએ. ૫
સર્વથી દંભને ત્યાગ કરે મુશ્કેલ છે. सुत्यजं रसलांपटयं सुत्यजं देहभूषणम् । मुत्यजाः कामनोगाद्या दुस्त्यजं दंजसेवनम् ॥६॥