________________
3
અધ્યાત્મમાહાત્મ્યાધિકાર
શ્લોકાર્થ ઃ
જેમણે મુખમાંથી ઊઠેલા પવનથી જાણે યશ વડે ભુવનને પૂર્યું ન હોય ! તેમ પાંચજન્ય એવા શંખને વગાડ્યો, તે શિવાદેવીનંદન એવા જિનને હું સ્તવું છું. ૧-૩॥ ભાવાર્થ :
અહીં કવિએ ઉત્પ્રેક્ષા અલંકાર યોજ્યો છે. શ્રીનેમનાથ ભગવાને શ્રીકૃષ્ણ વાસુદેવના પાંચજન્ય શંખને મુખમાંથી નીકળેલ પવન દ્વારા વગાડેલો. તેનાથી કવિ કહે છે કે તેમણે જાણે ભુવનને યશથી ભરી દીધું ન હોય ! તેવા શિવાદેવીનંદન શ્રી નેમિનાથની હું સ્તુતિ કરું છુ. II૧-૩II
जीयात् फणिफणाप्रान्त-सङ्क्रान्ततनुरेकदा । उद्धर्तुमिव विश्वानि, श्रीपार्श्वो बहुरूपभाक् ॥४॥
અન્વયાર્થ :
ળિળપ્રાન્તસગન્તતનુઃ નાગની ફણાના અંતભાગમાં સંક્રમણ કરેલ શરીરવાળા (હોવાથી), વિશ્વનિ વિશ્વને વત્તા એક સમયે તુમિવ ઉદ્ધ૨વા માટે જાણે વદુરુપમા બહુરૂપને ધારણ કરનારા (ન હોય ! ) એવા શ્રી પાર્શ્વો શ્રી પાર્શ્વનાથ ભગવાન જય પામો. II૧–૪
શ્લોકાર્થ :
નાગની ફણાના અંતભાગમાં સંક્રમણ કરેલ શરીરવાળા હોવાથી, વિશ્વને એક સમયે ઉદ્ધ૨વા માટે જાણે બહુરૂપ ધારણ કરનારા ન હોય ! એવા શ્રી પાર્શ્વનાથ ભગવાન જય પામો. II૧–૪
ભાવાર્થ :
શ્રી પાર્શ્વનાથ ભગવાન ઉપર જ્યારે કમઠે ઉપસર્ગ કર્યો ત્યારે, ધરણેન્દ્રદેવ નાગરૂપે તેમને જલથી અદ્ધર કરે છે તે વખતે, તે નાગની ફણાના અંતભાગમાં ભગવાનનું રૂપ સંક્રાન્ત થાય છે. તેથી તે પાર્શ્વનાથ ભગવાન પણ એક સમયે અનેક રૂપે દેખાય છે; તેથી કવિ તેની ઉત્પ્રેક્ષા કરે છે કે વિશ્વવર્તી અનેક પ્રાણીઓનો ઉદ્ધાર કરવા માટે જ જાણે ભગવાને અનેક રૂપો ધારણ કર્યાં ન હોય, તેવા પાર્શ્વનાથ ભગવાન જય પામો.