________________
( ૧૮ ) ઉત્પન્ન થયેલી બુદ્ધિવાળે, પ્રશ્ન કરવાને ઇચ્છત, સાધુ પાસે જવાની ઇચ્છાવાળે, ધર્મને પૂછતે, યિામાં રહેલે, ધર્મ પામવાને ઈચછતે, તથા પૂર્વ પામેલા દર્શનને સજતે-રસંપાદન કરતે ( આ સમ્યકત્વ નામની પ્રથમ ગુણ શ્રેણી ), શ્રાદ્ધ (બીજી શ્રેણું), યતિ (ત્રીજી શ્રેણું), તથા ત્રણ પ્રકારને અનંતાંશક્ષપક (ચેથી શ્રેણું), દર્શન મેહનીય ક્ષેપક પાંચમી શ્રેણુ), મેહશમક ૬, શાન્તાહ ૭, ક્ષપક ૮, ક્ષીણુમેહ , જિન (સગકેવલી) ૧૦, અને અગી કેવલી ૧૧ થાય છે. (આ પ્રમાણે અગીયાર ગુણ શ્રેણું જાણવી.) ૩૨-૩૩-૩૪.
ટીકાર્થ-નિર્દભ કિયા અધ્યાત્મગુણની વૃદ્ધિ માટે થાય છે એમ કહ્યું એ હેતુ માટે ભવ્ય પ્રાણુ પ્રથમ “ધર્મરૂપી વસ્તુ કેવી હશે?” એમ પ્રશ્ન કરવાની બુદ્ધિવાળો થાય છે. આ પ્રાણુ બીજા કે જેઓને પ્રશ્ન કરવાની બુદ્ધિ ઉત્પન્ન થઈ નથી, તેથી અસંખ્યગુણ નિર્જરાને પામે છે. એ જ પ્રમાણે પૂર્વપૂર્વના કરતાં ઉત્તરોત્તર ગુણવાળો અસંખ્યગુણ નિર્જરાને પામે છે એ સંબંધ સર્વત્ર લેવો. તથા પ્રશ્ન કરવાની ઇચ્છાવાળો-ધર્મના સ્વરૂપને જાણવાની ઈચછાવાળો, તે પણ પૂર્વના કરતાં અસંખ્ય ગુણ નિર્જરા પામે છે. સાધુની પાસે જવાને ઈચ્છતે, તે પણ અસંખ્યગુણ નિર્જરા પામે છે. તથા ધર્મને પૂછત-ધર્મનું
સ્વરૂપ, તેના ભેદ અને લક્ષણો વિગેરેને પૂછતો, તથા પૂછેલા ધર્મને નિશ્ચય કરવારૂપ ક્રિયામાં રહેલે, તે પણ અસંખ્યગુણ નિર્જરાને પામે છે. ધર્મ પામવાન-ધર્મને સ્વીકાર કરવાને ઇચ્છતો, તે પણ પૂર્વના કરતાં અસંખ્ય ગુણ નિર્જરા પામે છે. એ પ્રાણ પૂર્વઅતીત કાળે જે સમ્યકત્વને પામ્યું હતું તે સમ્યકત્વને શ્રદ્ધા અને આદરપૂર્વક તથા શંકાદિક રહિતપણે ફરીને નિર્મળતાયુક્ત સંપાદન કરતો-મેળવતે, પૂર્વની અપેક્ષાએ અસંખ્ય ગુણ નિર્જરાને પામે છે. આ સમ્યકત્વનામની પ્રથમ ગુણશ્રેણું જાણવી. ત્યારપછી શ્રાદ્ધ-દેશવિરતિને પામેલે પ્રાણી, એ બીજી શ્રેણ, પછી યતિ-સર્વવિરતિને પામેલે, તે ત્રીજી શ્રેણી, આ ત્રણે એણુઓ ઓપશમિક અને ક્ષાયોપથમિક ભાવને આશ્રીને કહી છે. ત્યારપછી અવિરત, દેશવિરત અને સર્વવિરત એ ત્રણે પ્રકારમાં વર્તતે અનંતાંશ એટલે અનંતાનુબંધી ક્રોધાદિક ચારે કષાયનો ક્ષપક-સત્તામાંથી જ નાશ કરનારે, એ ચોથી શ્રેણું જાણવી. (આ શ્રેણું અનંતાનુબંધી ક્ષપણુરૂપ ક્ષાયિક ભાવને આશ્રીને જાણવી.) પછી દષ્ટિહિને ક્ષપક-મેહનીય કર્મના મિથ્યાત્વ, મિશ્ર અને સમ્યકત્વ એ ત્રણે પુંજન ક્ષેપક એટલે તેને સત્તામાંથી જ વિગ કરનારે, એ પાંચમી ગુણશ્રેણું છે. આ બે (ચોથી-પાંચમી) ગુ
Aho! Shrutgyanam