________________
( ૧૨ )
વાળા, દીન-પરનું સુખ જેઈને દુઃખી અથવા દીનતાવાળા, મત્સરી-પરની સંપત્તિને નહીં સહન કરનારા, ભયવાન—તપસ્યાદિક કરવામાં શરીરની દુર્બલતા અને કષ્ટાદિકથી ભય પામનાર, શ–માયાવી, અન્ન-જીવ, અજીવ વિગેરે તત્ત્વને નહીં જાણનારા તથા શ્રદ્ધા રહિત, અને નિષ્ફળ-નિ પ્રયોજન એવા આરંભનેવિષે—અયોગ્ય કાર્ય કરવામાં અથવા જીવહિંસાદિક કાર્યને વિષે નિઃશંકપણાથી પ્રવૃત્ત થયેલેા-આવા લક્ષણવાળા પ્રાણી ભવાભિનંદી કહેવાય છે. તેણે કરેલી ક્રિયા શુભ પરિણામના અભાવને લીધે અધ્યાત્મ વૈરિણી જાણવી. ૩૦.
ભવાભિનંદીના પ્રતિપક્ષને કહે છે.—
शान्तो दान्तः सदा गुप्तो मोक्षार्थी विश्ववत्सलः । निर्दभां यां क्रियां कुर्यात् साऽध्यात्मगुणवृद्धये ॥ ३१ ॥ મૂલાર્થ—શાન્ત, દાન્ત, નિરંતર ગુપ્ત, મોક્ષના અર્ધાં અને જગ તને વત્સલ એવા મનુષ્ય જે નિર્દંભ ક્રિયાને કરે છે, તે (ક્રિયા) અધ્યાત્મગુણની વૃદ્ધિને માટે થાય છે. ૩૧.
ટીકાર્થ-કષાયના ઉદયને રોકવાથી શાંતવૃત્તિવાળા, મન અને ઇન્દ્રિયાનું દમન કરનારો, નિરંતર મન, વચન અને કાયાની અશુભ પ્રવૃત્તિનું નિવારણ કરવાથી ગુપ્ત થયેલા, સકલ કર્મના ક્ષયથી આત્મસ્વરૂપને વિષે રહેવારૂપ મેાક્ષની ઇચ્છાવાળા, તથા ત્રણ જગતના જંતુઆનું હિત કરનારા-આવા પ્રકારના ગુણવાળા મનુષ્ય આહાર વ્યવહારની શુદ્ધિવડે આવયકાદિક જે ક્રિયાનુષ્ઠાનને માયાપ્રપંચ રહિત કરે છે, અર્થાત્ નિષ્કામ ક્રિયાને કરે છે, તે સર્વ ક્રિયા અધ્યાત્મરૂપ નિઃસ્પૃહતાદિક ગુણાની વૃદ્ધિને માટે થાય છે. ૩૧.
પૂર્વ ફ્લાકમાં કહેલા મનુષ્યની જ ક્રિયા ઉત્તરોત્તર લાભદાયી થાય છે; તે અગીયાર પ્રકારની ગુણશ્રેણીવર્ડ કરીને ત્રણ લાકે કહે છે. अत एव जनः पृच्छोत्पन्नसंज्ञः पिपृच्छिषुः । साधुपार्श्वे जिगमिषुर्धर्म पृच्छन् क्रियास्थितः ॥ ३२ ॥ प्रतिपित्सुः सृजन् पूर्व प्रतिपन्नश्च दर्शनम् । श्राद्धो यतिश्च त्रिविधोऽनन्तांशक्षपकस्तथा ॥ ३३ ॥ मोक्षपको मोहशमकः शान्तमोहकः । क्षपकः क्षीणमोहश्च जिनोऽयोगी च केवली ॥ ३४ ॥ મૂલાર્થ——એજ કારણ માટે ભવ્ય પ્રાણી પ્રશ્ન કરવાને માટે
Aho! Shrutgyanam