________________
( ૧૭ ) તર અને શુભતમ પરિણામે કરીને, જ્ઞાનની વિમળતાએ કરીને, વિધિ( ક્રિયા)ને બહુ માનવાવડે કરીને અને ઉત્તરેત્તર ગુણસ્થાનકના આરેહણે કરીને ક્રમે ક્રમે વિશેષ શુદ્ધતાવાળી–ઉજજવળ એટલે વધતા શુભ પરિણામના ઉત્કર્ષવાળી જે ક્રિયા પ્રવર્તે છે, તે સર્વ ક્રિયા અધ્યાત્મમયી-અધ્યાત્મરૂપ જિનેશ્વરોએ માનેલી –કહેલી છે, કેમકે તે સર્વ ક્લિા અધ્યાત્મરૂપ જ છે. ૨૮
અધ્યાત્મક્રિયાની પ્રતિપક્ષી યિાનું સ્વરૂપ કહે છે – आहारोपधिपूजर्द्धिगौरवप्रतिबन्धतः । भवाभिनन्दी यां कुर्यात् क्रियां साऽध्यात्मवैरिणी ॥२९॥
મૂલાર્થ–આહાર, ઉપધિ, પૂજા, ઋદ્ધિ અને ગૌરવતાના પ્રતિબંધથી (પામવાના નિશ્ચયથી) ભવાભિનંદી પ્રાણુ જે ક્રિયા કરે છે, તે મિા અધ્યાત્મની વૈરિણું-શત્રુરૂપ છે. ૨૮.
ટીકાર્થ–આહાર-રસવાળા ભેજનની પ્રાપ્તિની ઈચ્છા, ઉપાધિ-સારાં વસ્ત્રપાત્રાદિકનો લાભ, પૂજા-ભક્તિ અને બહુમાન સહિત ભક્તજનોએ કરેલે સત્કાર, ઋદ્ધિ-શિષ્યાદિકનો પરિવાર અથવા વૈશ્યિ, અને તેને વેશ્યાદિક લબ્ધિની પ્રાપ્તિ તથા ગૌરવ–પિતાના ઉત્કર્ષ અને બીજાના અપકર્ષરૂપ માહામ્યની વૃદ્ધિની ઇચ્છારૂપ અભિમાન-આટલાને પામવાના નિશ્ચયથી, ભવાભિનંદી એટલે સાંસારિક-વિષયથી ઉત્પન્ન થયેલા સુખની પ્રશંસા કરનાર અર્થાત સંસારમાં પ્રીતિવાળો પ્રાણુ તપસ્યા. અને વ્રતપાલનાદિક જે કિયા-અનુષ્ઠાન કરે છે, તે સર્વ ક્રિયા સંસારની વૃદ્ધિનું કારણ હેવાથી આત્મસ્વરૂપની શુદ્ધિના કારણરૂપ અધ્યાત્મની વૈરિણ-વિનાશકારિણી જાણવી. ૨૮.
ભવાભિનંદીનું લક્ષણ કહે છે – શુદ્રો મતિર્લીનો માર મયવાન છે
अज्ञो भवाभिनन्दी स्यात् निष्फलारंभसंगतः ॥ ३० ॥
મલાર્થ–સુક (તુચ્છ), લેભને વિષે પ્રીતિવાળે, દીન, મત્સરવાન, ભયવાન, શઠ (માયાવી), અજ્ઞાની અને નિષ્ફળ આરંભમાં પ્રવૃત્ત થયેલ એવો પ્રાણ ભવાભિનંદી જાણુ. ૩૦
ટીકાર્ય–શુદ્ર-તુચ્છ સ્વભાવવાળે એટલે થોડા લાભને માટે મેટી હાનિને કરનારે, લોભારતિ–નહિં પ્રાપ્ત થયેલા ધન અને વિષયાદિકને પામવાને વિષે તથા પરધન અને પરસ્ત્રીનું હરણ કરવાને વિષે પ્રીતિ
Aho ! Shrutgyanam