________________
( ૧૫ )
વાર વિચાર કરવા, તેમાં કહેલા વિધિવ્યવહારનું આચરણ કરવું, અને તે વિધિ કોઈ યોગ્ય પ્રાણીને આપવા કહેવા અર્થાત્ બતાવવા. ૨૪. ધ્યાત્મસારમાહાત્મ્યાધિકાર: || શ્
॥
આ પ્રમાણે અધ્યાત્મશાસ્ત્રનું માહાત્મ્ય સાંભળીને તે શાસ્ત્રના જિજ્ઞાસુ શિષ્યે નીચે પ્રમાણે પ્રશ્ન કર્યો.
भगवन् किं तदध्यात्मं यदित्थमुपवर्ण्यते । शृणु वत्स यथाशास्त्रं वर्णयामि पुरस्तव ॥ २५ ॥ મૂલાર્થ—હે ભગવન્ ! તે અધ્યાત્મ શી ચીજ છે કે જેનું આપ આ પ્રમાણે વર્ણન કરે છે? ગુરૂ કહે છે— હે વત્સ ! સાંભળ, હું તારી પાસે શાસ્ત્ર પ્રમાણે તેનું વર્ણન કરૂં છું. ૨૫.
ટીકાથે—“ ભગવાન એટલે જ્ઞાન વૈરાગ્યાદિક ઐશ્વર્યવાન એવા હું પૂજ્ય ! આપે પૂર્વે જેનું વર્ણન કર્યું તે અધ્યાત્મ શું કાઈ પદાર્થ છે? કે કાઈ ભાવ છે? કે કોઈ ક્રિયા છે? અને તે કેવા પ્રકારવું છે? કે જે અધ્યાત્મનું આપ આ પ્રકારે હમણાં જ આશ્ચર્યકારક વર્ણન કરેા છે?” આ પ્રમાણે શિષ્યના પ્રશ્નને સાંભળીને ગુરૂ જવાબ આપે છે કે“ હે વત્સ-શિષ્ય ! તું સાવધાન થઈ ને સાંભળ, તારી પાસે શાસ્ત્રની મર્યાદાને ઉલ્લંઘન કર્યાવિના એટલે સિદ્ધાન્તને અનુસારે વિસ્તાથી હું તેનું સ્વરૂપ બતાવું છું.” ૨૫.
પ્રતિજ્ઞા કરેલા વચનને જ કહે છે.
गतमोहाधिकाराणामात्मानमधिकृत्य या ।
प्रवर्तते क्रिया शुद्धा तदध्यात्मं जगुर्जिनाः ॥ २६ ॥ મૂલાથે—માહનીય કર્મના સામર્થ્યથી રહિત થયેલા મનુષ્યોની આત્માને આશ્રીને જે શુદ્ધ ક્રિયા પ્રવર્તે છે, તેને તીર્થંકરે અધ્યાત્મ કહે છે. ૨૬
ટીકાથે—જેમનું માહનીયકર્મથી ઉત્પન્ન થયેલા પરિણામરૂપ મિથ્યાત્વ સામર્થ્ય નિવૃત્ત થયું છે, અર્થાત્ સમ્યકત્વાદિકની પ્રાપ્તિથી માહનીયકર્મથી ઉત્પન્ન થયેલા પરિણામનું સામર્થ્ય એટલે ભાગાશંસા, સ્પૃહાદિક માહ અથવા યથેચ્છ પ્રવૃત્તિ અથવા અજ્ઞાન જેઓનું મંદ થયું છે એવા પુરૂષોની આત્માના સહજ સ્વરૂપની પ્રાપ્તિના આશ્રય કરીને શુ -નિર્દોષ એટલે સર્વજ્ઞના વચનને અનુસરતી મૈત્રી, પ્રમાદ, કારૂણ્ય અને માધ્યસ્થ્ય ભાવનાપૂર્વક જે ક્રિયા એટલે વ્રત નિયમનું પાલન,
Aho! Shrutgyanam