Book Title: Mithi Mithi Lage Che Mahavir ni Deshna Part 4
Author(s): Trilokmuni
Publisher: ZZZ Unknown
Catalog link: https://jainqq.org/explore/004927/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જૈનાગમ નવનીત છે મીઠી મીઠી લાગે છે , મહાવીરની દેશના છેદશાસ્ત્ર ચિા૨ આગમો મુનિની Jain Education Inté national For Priva OHURON TRILOK Malenavoro Aradhana Bhawan. Chandraprabhu Apts. Page #2 -------------------------------------------------------------------------- ________________ છેદશાસ્ત્રઃ આઠ ભાગોનો પરિચય ક્રમાંક (૧) જૈનાગમ નવનીત મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાં . આ આઠ ભાગોનો પરિચય પુસ્તકમાં શું છે ? કથા શાસ્ત્ર ૧. જ્ઞાતા સૂત્ર ૨. ઉપાસક દશા સૂત્ર ૩. અંતગડ દશા સૂત્ર (આઠ આગમો) ૪. અનુત્તરોપપાતિક સૂત્ર ૫. વિપાક સૂત્ર ૬. રાજપ્રશ્નીય સૂત્ર ૭. ઉપાંગ(નિરયાવલિકા) સૂત્ર ૮. નંદી સૂત્રની કથાઓ ૧. ઉત્તરાધ્યયન સૂત્ર ૨. આચારાંગ સૂત્ર(પ્રથમ શ્રુત સ્કંધ) ૩. સૂત્રકૃતાંગ સૂત્ર સંપૂર્ણ, ૧૨ વ્રત ૧૪ નિયમ, મહાવ્રત સ્વરૂપ, સમિતિ ગુપ્તિ, સંજયા નિયંઠા, વંદન વ્યવહાર, પાસસ્થાદિ, ઔપદેશિક સંગ્રહ પુસ્તક નામ (૨) |ઉપદેશ શાસ્ત્ર (ત્રણ આગમો) (૩) |આચાર શાસ્ત્ર (છ આગમો) (૪) |છેદ શાસ્ત્ર ૧. નિશીથ સૂત્ર ૨. દશાશ્રુત સ્કંધ સૂત્ર ૩. બૃહત્કલ્પ સૂત્ર (ચાર આગમો) | ૪. વ્યવહાર સૂત્ર. છેદ સૂત્ર પરિશિષ્ટ. (પ) |તત્વ શાસ્ત્ર–૧ ૧. ભગવતી સૂત્ર સંપૂર્ણ, અનેક કોષ્ટક, ગાંગેય અણગારના ભાંગાઓનું સ્પષ્ટીકરણ અને વિધિઓ (ભગવતી સૂત્ર) (૬) |તત્વ શાસ્ત્ર–ર ૧. જીવાભિગમ સૂત્ર ૨. પ્રજ્ઞાપના સૂત્ર, ગુણસ્થાન, કર્મગ્રંથ નંદી સૂત્ર, અનુયોગદ્વાર સૂત્ર, ઔપપાતિક સૂત્ર, જંબૂદ્દીપ (૭) તત્વ શાસ્ત્ર-૩ (પાંચ આગમો) પ્રજ્ઞપ્તિ સૂત્ર, જ્યોતિષગણ રાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર, વૈજ્ઞાનિક વિચારણાઓ (૮) |પરિશિષ્ટ (અનુભવ અર્ક) ૧. આવશ્યક સૂત્ર તેત્રીસ બોલ સહિત ૨. દશવૈકાલિક સૂત્ર ૩. આચારાંગ સૂત્ર (બીજો શ્રુત સ્કંધ) ૪. ઠાણાંગ સૂત્ર ૫. સમવાયાંગ સૂત્ર ૬. પ્રશ્ન વ્યાકરણ સૂત્ર. ગૌચરીની વિધિ, નિયમ અને દોષ તથા વિવેક જ્ઞાન ચર્ચા—વિચારણાઓ, ઐતિહાસિક સંવાદ અને નિબંધ આવશ્યક સૂત્ર ચિંતનો. વિશેષ :- નિરયાવલિકાદિ પાંચ શાસ્ત્રને એક ગણતાં અને સૂર્ય-ચન્દ્ર પ્રજ્ઞપ્તિ બંનેને એક ગણતાં પાંચ ઓછા થાય, તેમાં નંદી અને આચારાંગ સૂત્ર બે પુસ્તકોમાં છે; તેથી ત્રણ જ ઓછા થાય આ રીતે ૩૨-૩ = ૨૯ સંખ્યા મળી જાય છે. Page #3 -------------------------------------------------------------------------- ________________ દ જૈનાગમ નવનીત- ૪T મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના છેદ શાસ્ત્ર (૧) નિશીથ સૂત્ર (ર) દશાશ્રુત સ્કંધ સૂત્ર (૩) બૃહત્કલ્પ સૂત્ર (૪) વ્યવહાર સૂત્ર અને વિવિધ પરિશિષ્ટ આગમ મનીષી) શ્રી ત્રિલોકમુનિજી મ. સા. ગુજરાતી ભાષાંતર શાસન ચંદ્રિકા બા.બ્ર. શ્રી હીરાબાઈ મ. સ.ના સુશિષ્યા બા. બ. શ્રી જ્યોતિબાઈ મ. સ. Page #4 -------------------------------------------------------------------------- ________________ છેદશાસ્ત્ર ઃ પ્રકાશન પરિચય પ્રધાન સંપાદક : આગમ મનીષી શ્રી ત્રિલોકમુનિજી પ્રકાશક : જૈનાગમ નવનીત પ્રકાશન સમિતિ, સુરેન્દ્રનગર. પ્રકાશન સહયોગી : (૧) શ્રી નવલ સાહિત્ય પ્રકાશન ચેરી. ટ્રસ્ટ સુ. નગર (ર) ડૉ. ભરતભાઈ ચીમનભાઈ મહેતા – રાજકોટ. સંશોધન-સહયોગી (૧) પૂ. ગુલાબબાઈ મહાસતીજીના સુશિષ્યા-કુંદનબાઈ મ.સ. (૨) પૂ. પ્રાણકુંવરબાઈ મહાસતીજીના સુશિષ્યા—શૈલાબાઈ મ.સ. (૩) શ્રી મુકુંદભાઈ ઈ. પારેખ, ગોંડલ (૪) શ્રી મણીભાઈ શાહ (૫) જયવંતભાઈ શાહ, સૂરત (૬) શ્રી ભાનુબેન. ડ્રાફટ / M.O. : લલિતચંદ્ર મણીલાલ શેઠ, પ્રાપ્તિસ્થાન : પત્રસંપર્ક લલિતચંદ્ર મણીલાલ શેઠ શંખેશ્વરનગર, રતનપર, પોસ્ટ : જોરાવરનગર – ૩૬૩૦૨૦ જિલ્લો : સુરેન્દ્રનગર(ગુજરાત) મુંબઈમાં પુસ્તકો મળશે રમણિકલાલ નાગજી દેઢિયા દુર્ગા ટેક્ષટાઈલ્સ, ૧૦–ન્યુ હિંદમાતા ક્લોથ માર્કેટ, હોટેલ શાંતિદૂત નીચે, દાદર, મુંબઈ - ૪૦૦ ૦૧૪ મૂલ્ય ઃ ૫૦/ પ્રકાશન તારીખ : ૧૯-૧૨-૨૦૦૩ પ્રત સંખ્યા : ૧૫૦૦ અગ્રિમ ગ્રાહક (સંપૂર્ણ સેટ) આઠ પુસ્તકોમાં ૩૨ આગમ સારાંશ - રૂા. ૪૦૦/- (એક માત્ર) : ટાઈપસેટીંગ : સિદ્ધાર્થ ગ્રાફિક્સ(નેહલ મહેતા), રાજકોટ. ફોનઃ ૨૪૫૧૩૬૦ ફોરકલર ટાઈટલ ઃ મીડીયા એક્સકોમ, રાજકોટ. ફોન ઃ ૨૨૩૪૫૮૫ મુદ્રક ઃ કિતાબઘર પ્રિન્ટરી – રાજકોટ. ફોનઃ ૨૪૪૬૦૮૯ બાઈડર : જય બાઈન્ડીંગ એન્ડ ફોલ્ડીંગ વર્કસ- રાજકોટ. ફોનઃ ૨૩૮૧૭૯૬ ૪ Page #5 -------------------------------------------------------------------------- ________________ ૫ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના ઃ જૈનાગમ નવનીત : પ્રકાશકના ભાવો આજનો માનવ વૈજ્ઞાનિક સાધનોના માધ્યમે જીવનના અમૂલ્ય સમયને ટેલીફોન, વાહન વડે જેમ-જેમ બચાવવાનો પ્રયત્ન કરે છે, તેમ-તેમ તે સમયના અભાવનો વધારેને વધારે શિકાર બનતો જાય છે. વિવિધ સફલ યંત્રોનો ઉપયોગ કરતા હોવા છતાંય સ્વાધ્યાય સદનુષ્ઠાનની પ્રેરણા મળતાં અધિકાંશ ભાગ્યશાળી ધર્મેચ્છુક સજ્જનોના મુખેથી ‘સમયનો અભાવ છે', એવા શબ્દ સંકોચ ભાવે સાંભળવા મળે છે. તેમ છતાં આ ભૌતિક યુગમાં પણ સ્વાધ્યાય પ્રેમી આગમરસિક આત્માઓનો એકાંત અભાવ છે, એવું તો ન કહી શકાય. દરેક ક્ષેત્રમાં સ્ત્રી, પુરુષ, બાળક, યુવાન, પ્રૌઢ અને વૃદ્ધ શ્રાવક-શ્રાવિકા તેમજ સાધુ-સાધ્વી કોઈને કોઈ જિજ્ઞાસુ મળી આવે છે. આ સંખ્યા ભલેને એક ટકા કરતાં પણ ઓછી હોય તો પણ તેને નકારી તો ન જ શકાય, એ અનુભવ સિદ્ધ વાત છે. એવા સમયે જૈનાગમોને સરળ, સંક્ષિપ્ત અને લોક ભાષામાં પ્રસારિત કરવાના આશયથી પ્રેરણા મળતાં આગમ મનીષી પૂજ્ય શ્રી ત્રિલોકમુનિજી મહારાજ સાહેબે એક જ હાથે બત્રીસ-બત્રીસ આગમોનો સારાંશ તૈયાર કરી હિંદી ભાષામાં હિંદીભાષી આગમ સ્વાધ્યાયીઓમાં પ્રસારિત કરીને, હવે ગુજરાતી ભાષામાં ગુજરાતીભાષી આગમ પ્રેમી શ્રાવક-શ્રાવિકા અને સાધુ-સાધ્વીજીઓ દ્વારા અનુવાદ તેમજ પ્રૂફ કરાવી પ્રસારિત કરવાનું કાર્ય હાથ ધર્યું છે. તે જૈનાગમ નવનીત પ્રકાશન સમિતિ સુરેન્દ્રનગરના માધ્યમે ગતિમાન છે. સંપૂર્ણ આગમોનો ગુજરાતી સારાંશ આઠ ભાગોમાં વિભાજિત કરવામાં આવ્યો છે. જેમાં ત્રણ ભાગ પ્રકાશિત થઈ ગયા છે અને આ ચોથો ભાગ પ્રકાશિત થઈ રહ્યો છે. આ સારાંશ ખંડ–૪માં ચારે ય છેદ સૂત્રોનો સારાંશ તેમજ તત્સંબંધી અનેક વિવેચ્ય વિષયોનું નિબંધ આદિ રૂપમાં સંપાદન કરવામાં આવ્યું છે. જે સંઘ હિત માટે, સાધકોના હિત માટે તથા જૈનાગમોમાં છેદસૂત્રોના રહસ્યો જાણવાની ઉત્કંઠાવાળા સ્વાધ્યાય પ્રેમી સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકાઓ માટે જ્ઞાન વૃદ્ધિ કારક બને તેવો છે. આ સંપૂર્ણ ખંડનો અનુવાદ ગોંડલગચ્છ વાણીભૂષણ પૂજ્ય શ્રી ગિરીશચંદ્રજી મ.સા.ની આજ્ઞા, પ્રેરણા મેળવીને શાસન ચંદ્રિકા મહાસતી શ્રી હીરાબાઈમ.સા.ના સુશિષ્યા બા.બ્ર. શ્રી જ્યોતિબાઈ મહાસતીજીએ બહુજ નિષ્ઠા અને લાગણી સાથે કરેલ છે. ચૌદ પૂર્વી મહાન આચાર્ય પૂજ્ય ભદ્રબાહુ સ્વામી રચિત આ આગમોનો હિંદી ભાષામાંથી ગુજરાતી ભાષામાં અનુવાદ કરી મહાસતીજીએ મહાન નિર્જરા અને જિનશાસન પ્રભાવનાનું કાર્ય કરેલ છે. પ્રકાશન સમિતિ વતી બા.બ્ર. શ્રી Jain Page #6 -------------------------------------------------------------------------- ________________ છંદશાસ્ત્ર ઃ પ્રકાશકના ભાવો જ્યોતિબાઈ મ.સ.ને કોટીશઃ વંદન પૂર્વક હાર્દિક અભિનંદન સાથે આભાર પાઠવીએ છીએ તેમજ તેમના આગમ ઉપકારથી કિંચિત્ ઉૠણ થવા તેમનું નામ ગુજરાતી અનુવાદિકા તરીકે પ્રથમ પૃષ્ટમાં આપી અમો પોતાની જાતને ધન્ય માનીએ છીએ. અર્થ સહયોગ વિના કોઈપણ કાર્ય સફળતા પૂર્વક પાર પડે નહીં, એવા અમૂલ્ય અર્થ સૌજન્ય દાતાઓનું પણ આ કાર્યની સફળતામાં ઘણું મોટું યોગદાન રહ્યું છે. તે સર્વ સજ્જનોનો પણ આભાર માનીએ છીએ. તેમજ તેઓનું વિશેષ સન્માન પુસ્તકમાં યથાસ્થાને ફોટો, પરિચય કે નામ નિર્દેશ સાથે સધન્યવાદ કરવામાં આવ્યું છે, આ પ્રકાશન કાર્યમાં બીજા પણ વ્યક્તિ જેમણે પ્રત્યક્ષ કે પરોક્ષ, અનંતર કે પરંપર સહયોગ, સહકાર આપેલ છે, તેઓ સર્વ સહયોગી સંપાદકો, સંશોધકો તથા અનુવાદકોને પણ આ તકે યાદ કરી આભાર પ્રદર્શિત કરીએ છીએ. અંતમાં એટલું જ કહેવાનું છે કે, અમો આ ગુજરાતી આગમ સારાંશ, મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાના નામે પ્રકાશિત કરીએ છીએ તેનો જિજ્ઞાસુ, ધર્મનિષ્ઠ, ધર્મપ્રેમી સજ્જન આત્માઓ સ્વાધ્યાય અર્થે અધિકતમ લાભ લઈ જ્ઞાન પ્રાપ્ત કરે, તે જ મંગલ ભાવના. S આગમ મનીષી પૂજ્ય શ્રી ત્રિલોક મુનિજી મહારાજ સાહેબે આગમોના ગહન અધ્યયન સાથે છેદ સૂત્રોને ભાષ્ય નિર્યુક્તિ આદિ વ્યાખ્યાઓના આલંબને વિવેચન સહિત સંપાદિત કર્યા છે, તે બ્યાવર(રાજસ્થાન)થી પ્રકાશિત થયા છે. તેનો ગુજરાતી અનુવાદ શ્રી ગુરુ પ્રાણ ફાઉન્ડેશન દ્વારા પ્રકાશિત થવાનો છે. વિસ્તારથી વાંચવાની રુચિવાળા સ્વાધ્યાયી તે આગમ પુસ્તકોનો સ્વાધ્યાય કરે તેવી પ્રેરણા. સમાજમાં કિંચિત્ પરંપરાગત સંકીર્ણ માનસથી એવી ઘૂસપૂસ થતી રહે છે કે છેદ સૂત્રોનો અર્થ પરમાર્થ પ્રકાશિત ન કરવો. પરંતુ એ એક સમગ્રતયા ચિંતન કર્યા વિનાનો ખ્યાલ માત્ર છે. તેના સમાધાન માટે અહીં જ આગળ એક પૃષ્ટ સંપાદિત કરેલ છે તે વાંચવા વિનંતિ. છેદસૂત્રોના પરિશિષ્ટમાં મુનિરાજશ્રીએ આગમ નિષ્ઠાનો પૂર્ણ નિર્વાહ કરતાં આગમ સાપેક્ષ અને તર્કસંગત પ્રમાણોની સાથે જ નૂતન ચિંતન પ્રસ્તુત કરવાનું ધ્યાન રાખ્યું છે. આ રીતે આગમ અનુપ્રેક્ષણ યુક્ત આ આગમ સારાંશ સ્વાધ્યાય પ્રેમી સજ્જનો સમક્ષ પ્રસ્તુત કરતા મારી જાતને હું ખૂબ ધન્ય માનું છું, જય જિનેન્દ્ર ! પ્રકાશક જૈનાગમ નવનીત પ્રકાશન સમિતિ વતી લલિતચન્દ્ર શેઠ. Page #7 -------------------------------------------------------------------------- ________________ 0 | મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત છેદ સૂત્રનું વાંચનાઃ શ્રાવક કરી શકે છે ૧. ચારતીર્થમાં શ્રાવક એક તીર્થ છે – ઠાણાંગસૂત્ર. ૨. ચતુર્વિધ શ્રમણ સંઘમાં શ્રાવક પણ એક અંગ છે– ઠાણાંગસૂત્ર. ૩. શ્રાવક વ્યાખ્યાન આપી શકે છે– વર્તમાન વ્યવહાર. ૪. શ્રાવક આલોચના સાંભળી શકે છે– વ્યવહાર સૂત્ર. ૫. શ્રાવક પ્રાયશ્ચિત્ત આપી શકે છે– વ્યવહાર સૂત્ર. ૬. શ્રાવક નિગ્રંથ પ્રવચનમાં કોવિદ(નિપુણ) થઈ શકે છે– ઉત્તરાધ્યયનસૂત્ર. ૭. શ્રાવક બહુશ્રુત થઈ શકે છે– વ્યવહાર સૂત્ર. ૮. શ્રાવક અગિયાર અંગોનું અધ્યયન કરી શકે છે નંદી સૂત્ર. ૯. આચારાંગ સૂત્રનું જ એક અધ્યયન નિશીથસૂત્ર(છેદસૂત્ર) છે. ૧૦.શ્રાવક અવધિજ્ઞાની થઈ શકે છે– ઉપાસકદશાંગ સૂત્ર. ૧૧. માટે “શ્રાવકને સૂત્ર વાંચન કે શીખવાનો અધિકાર નથી” એમ કહેવું તે અનુચિત છે, તેમજ “શ્રાવક છેદ સૂત્ર ન વાંચે” એ કહેવાનું પણ અનુચિત છે. કારણ કે શ્રાવક અગિયાર અંગના પાઠક બની શકતા હોય તો છેદ' સૂત્ર કેમ વાંચી ન શકે? વર્તમાને નિશીથ સૂત્ર છેદ સૂત્રોમાં હોવા છતાં તે આચારાંગસૂત્રનું અધ્યયન જ છે. તેથી શાસ્ત્ર અધ્યયન નિષેધના શબ્દો બોલવા તે વ્યર્થ છે. ૧૨. શ્રાવક બહુશ્રુત હોય શકે છે અને આલોચના સાંભળીને પ્રાયશ્ચિત્ત પણ આપી શકે છે. આ યોગ્યતા છેદ સૂત્રના જાણકારને જ હોય છે, તો જ તે પ્રાયશ્ચિત્ત આપી શકે છે. ૧૩. જેથી છેદ સૂત્રોનો હિન્દી કે ગુજરાતી અનુવાદ, વિવેચન કે સારાંશ શ્રાવક વાંચી ન શકે તેવો અનુચિત શબ્દ પ્રયોગ કરવો ન જોઈએ. ૧૪. શ્રાવક, સંઘ વ્યવસ્થાનું સંચાલન પણ કરી શકે છે અને તે માટે વ્યવહારસૂત્ર નામના છેદ સૂત્રનું જ્ઞાન અત્યંત આવશ્યક થઈ પડે છે. ૧૫. આ રીતે શ્રાવક-શ્રાવિકા પણ છેદ સૂત્રોની સ્વાધ્યાયના અધિકારી છે. ખાસ તો શ્રમણ-શ્રમણીઓએ છેદસૂત્રો કંઠસ્થ કરવા જોઈએ અને હરપળે તેનું અધ્યયન સંયમજીવનમાં પરમોપયોગી બનાવવું જોઈએ. આ રીતે છેદ સૂત્રોનો અભ્યાસ કરવો પરમ આવશ્યક છે તે આ છેદસૂત્રોનો સારાંશ પુસ્તક વાંચવાથી સહજ રીતે સમજમાં આવી શકે તેમ છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ છેદશાસ્ત્રઃ યોજના Rશુભ સૌજન્ય - દાન-લાભ યોજના | (૧) નામ સહિત ફોટા (એક પુસ્તકમાં) રૂા. ૫,000/(૨) નામ સહિત ફોટા (આઠ પુસ્તકમાં) રૂ. ૪૦,૦૦૦/(૩) મુખ્ય દાતા (પરિચય પૃષ્ટ) રૂ. ૪૦,૦૦૦/(૪) આઠ પુસ્તકમાં નામ રૂા. ૧,૦૦૦/[દરેક દાતાને રસીદમાં સંખ્યા લખાવ્યા પ્રમાણે તેના ફોટાવાળા પુસ્તકો વગર કિંમતે મળશે.] [દરેક પુસ્તકમાં દાનદાતા સૂચિમાં નામ પ્રકાશિત થશે.] અગ્રિમ ગ્રાહક યોજના (૧) સંપૂર્ણ સેટ [આ કિંમત પોસ્ટેજ ચાર્જ સહિતની છે] રૂ. ૪૦૦/(૨) દરેક પુસ્તકની કિંમત રૂા. ૫૦/ વિશેષ સૂચના : આઠ પુસ્તકોના અગ્રિમ બુકિંગ માટે– (૧) જૈનાગમ નવનીત પ્રકાશન સમિતિની રસીદ પ્રાપ્ત કરવી. (ર) પોતાનો ગ્રાહક નંબર પ્રાપ્ત કરવો. કોઈપણ ફરિયાદ કે સૂચના ફોનથી અને મૌખિક ન કરવી, પરંતુ પત્ર વ્યવહાર દ્વારા રાજકોટ સૂચના કરવાનું ખાસ ધ્યાન રાખવું. - - - -– ડ્રાફટ માટે નામ – લલિતચન્દ્ર મણિલાલ શેઠ, સુરેન્દ્રનગર : પત્ર સંપર્ક અને M. o. : નેહલ હસમુખભાઈ મહેતા માતુશ્રી વિજ્યાબેન માણેકચંદ શેઠ આરાધના ભવન, ચંદ્રપ્રભુ એપાર્ટમેન્ટ, ગ્રાઉન્ડ ફલોર, ૬/૧૦ વૈશાલીનગર, રાજકોટ-૩૬૦૦૦૧(ગુજરાત) J૫ Page #9 -------------------------------------------------------------------------- ________________ C મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત સોળ વર્ષથી આગમ કાર્યમાં અપ્રમત્તયોગે તલ્લીન निशीयपुत्र BALES lile આગમ મનીષી શ્રી ત્રિલોકમુનિજી આગમમનીષી શ્રી ત્રિલોકમુનિજી મ. સા. - દીક્ષાના સાડત્રીસ ચાતુર્માસ :- (૧) પાલી (૨) ઇન્દોર (૩) પાલી (૪) ગઢસિવાના (૫) જયપુર (૬) પાલી (૭) ખીચન (૮) મંદસૌર (૯) નાથદ્વારા (૧૦) જોધપુર (૧૧) બાલોતરા (૧૨) રાયપુર (એમ.પી.) (૧૩) આગર (૧૪) જોધપુર (૧૫) મહામંદિર (૧૬) જોધપુર (૧૭) બ્યાવર (૧૮) બાલોતરા (૧૯) જોધપુર (૨૦) અમદાવાદ (૨૧) આબુ પર્વત (૨૨) સિરોહી (૨૩) આબુ પર્વત (૨૪) મસૂદા (૨૫) ખેડબ્રહ્મા (૨૬) આબુ પર્વત (૨૭) મદનગંજ (૨૮) માણસા (૨૯) પ્રાગપર(કચ્છ) (૩૦) સુરેન્દ્રનગર (૩૧-૩૫) રોયલ પાર્ક, રાજકોટ. (૩૬-૩૭) આરાધના ભવન, વૈશાલીનગર, રાજકોટ. કુલ : ચાર મધ્યપ્રદેશમાં, બાર ગુજરાતમાં, એકવીસ રાજસ્થાનમાં વર્તમાનમાં – આરાધના ભવન, વૈશાલીનગર..... જાન્યુઆરી ૨૦૦૪ Page #10 -------------------------------------------------------------------------- ________________ રવ. જમનાદાસ હીરાચંદ મહેતા રવ. ઝબકબેન જમનાદાસ મહેતા P શ્રી શરદચંદ્ર જમનાદાસ મહેતા ર્ડો. હરિસ્મતાબેન શરદચંદ્ર મહેતા રવ. ર્ડો. ચિમનલાલ લીલાધરભાઈ મહેતા રવ. ડૉ. લીલાબેન ચિમનલાલ મહેતા O vale Eersonal use ww.jainelibrary.org Page #11 -------------------------------------------------------------------------- ________________ સ્વ. ડૉ. ચિમનલાલ લીલાધરભાઈ મહેતા સ્વ. ડૉ. લીલાબેન ચિમનલાલ મહેતા આગમ તે જિનવર ભાખીઓ ગણધર તે હૈડે રાખીઓ તેહનો રસ જેણે ચાખીઓ તે હુઓ શિવપુર સાખીઓ પરમ પૂજ્ય માતુશ્રી, પિતાશ્રી !. 2 અમ અંતરમાં ધર્મપ્રીતિ, ધર્મરુચિ આપ થકી જ આવી છે, ભવોભવનું ભાથુ બંધાવનાર સંસ્કારોનું સિંચન આપે જ કર્યું છે. આપના આવા અનન્ય ઉપકારોને યાદ કરી આપના ધર્મ સંસ્કારનો વારસો ઉત્તરોત્તર આગળ વધારવાની અમારી ભાવનાનો આ અલ્પ પ્રયાસ છે. આપના આશીર્વાદથી આવા ઉત્કૃષ્ટ કાર્યો કરવાની પ્રભુ અમોને શક્તિ આપે, એ જ અભ્યર્થના સાથે આપના ચરણોમાં કોટી કોટી વંદન. લી. આપનૉ પરિવાર ડૉ. પારૂલબેન જી, બોઘાણી ડૉ. ચંદાબેન પી. શાહ ડૉ. ગજેન્દ્રભાઈ જે. બોઘાણી ડૉ. પ્રફુલ્લભાઈ વી. શાહ ડૉ. જ્યોતિબેન એન. મહેતા | ડૉ. નિતિનભાઈ આર. મહેતા ડૉ. હસુબેન એસ. મહેતા ડૉ. હેમાક્ષીબેન આર. શેઠ શરદભાઈ જે. મહેતા રમીભાઈ એમ. શેઠ | ડૉ. ભરતભાઈ ચીમનલાલ મહેતા - શ્રીમતી ભારતીબેન ભરતભાઈ મહેતા સહઝારબલા આભાર આનો ધન્યવાદ - નિશાભાઈ મહેતા Page #12 -------------------------------------------------------------------------- ________________ છંદશાસ્ત્ર: સૌજન્ય તસ્વીર ૧ર સેવાભાવી પિતાશ્રી ડો. નાનાલાલ ગુલાબચંદ શાહ તપસ્વિની માતુશ્રી સૌ. સવિતાબેન નાનાલાલ શાહ (બા. બ્ર. પૂ. સુબોધિકાબાઈ સ્વામીનાં સંસારી કાકા-કાકી, હાલ અમેરિકા) : વ્હાલા તાત અને માતઃ સવિતૃ સમ ગુણ કિરણોથી દીપે છે તવ નામ * નામ છે નાનું પણ મોટા છે તવ કામ વિધિ વિધ તપ કરવાની તમો ભીડો છો હામ સ્વકલ્યાણ સાધવા બન્યા છે ધર્મધામ સ્વ સાધના માટે ચૂકવજો સમત્વ દામ સુકાની બની સંઘ શાસનના કર્યા કામ ઓ મા ! સંસ્કારોથી ભર્યા અમ જીવન જામ દ્રવ્યભાવ ડૉક્ટર પિતા ! # ધન્ય છે તવ આતમ રામ. : આપના ગટણી : શ્રી સતિષ નાનાલાલ શાહ, સૌ. રશ્મિ સતિષ શાહ ચિ. નિરવ-નિરાલી (હાલ અમેરિકા) : સૌજન્ય દાતા : શરદભાઈ જે. મહેતા અને તેના કુટુંબીજનો Page #13 -------------------------------------------------------------------------- ________________ १३ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત शासन गौरव श्रमणसंघ सलाहकार कविरत्न श्रीचन्दनमुनिजी म. सा. (पंजाबी) का अभिमत पुस्तक क्या है ? ज्ञान - खजाना ! आगम - विज्ञों ने यह माना ! जैनागम नवनीत प्रश्नोत्तर, पुस्तक प्यारी-प्यारी है । एक तरह से अगर कहें हम, केसर की ही क्यारी है प्रश्नोत्तर शैली का प्यारा, सुगम मार्ग अपनाया है । आगम के गंभीर विषय को बड़ा सरस समझाया है। " " चिंतन और पठन-पाठन से पूरा जिनका है संबंध । विषय अनेकों आये इसमें, देने वाले परमान्द 113 11 ॥२॥ ॥५॥ आगम का अभ्यासी इसको, अगर पढेगा ध्यान लगा । सहज-सहज ही बहुत - बहुत कुछ, हाथ सकेगा उसके आ ॥ ४ ॥ भला जगत का करने को जिन, सुलझी कलम चलाई है । लेखक विज्ञ 'तिलोक मुनीश्वर, जी' को लाख बधाई है जैनागम - मर्मज्ञ आपकी, महिमा का न कोई अंत | कलम कलाधर आज आप - से, विरले ही हैं दिखते संत ॥ ६ ॥ जहाँ शिष्य को गुरूवर ज्ञानी, गहरा - गहरा देते ज्ञान । तेज तिरंगे पृष्ट आवरण, की भी अद्भुत ही है शान विषय जटिल है फिर भी हर इक बात बहुत समझाई है "चन्दन मुनि " पंजाबी को यह, पुस्तक भारी भाई है 113 11 11611 जैनागम नवनीत प्रश्नोत्तर (विविध विषय) पुष्प १ और २ पढ़कर स्वतः यह 'अभिमताष्टक' भेजने के लिये पूज्य कविरत्न मुनिश्री को आभार प्रेषित करते हैं । 11211 Page #14 -------------------------------------------------------------------------- ________________ છેદશાસ્ત્રઃ જેનાગમ નવનીત પ્રશસ્તિ १४ जैनागम नवनीत पर प्रशस्ति आसु कवि पंजाबी चंदनमुनि खंड एक से लेकर के, आठों ही हमने पाया है, जैनागम नवनीत देखकर, मन न मोद समाया है । ॥१॥ पंडित रत्न तिलोक मुनिवर, इसके लेखक भारे है, जैन जगत के तेज सितारे, जिनको कहते सारे है । ॥२॥ उनकी कलम कला की जितनी, करो प्रशंसा थोडी है, इनको श्रेष्ठ बनाने में कुछ, कसर न इनने छोडी है । ॥३॥ जिन्हें देखकर जिन्हें श्रवण कर, कमल हृदय के खिलते है, जैनागम विद्वान गहनतर, उनसे कम ही मिलते है । ॥४॥ हमें हर्ष है स्थानकवासी, जैन जगत में इनको देख, कहने में संकोच नहीं कुछ, अपनी उपमा है वे अक। ॥५॥ गीदडवाहा मंडी में जो, पंजाबी मुनि चंदन है, उनका, इनके इन ग्रंथो का, शत शत शत अभिनंदन है । ॥६॥ Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૫ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીત ' + ' છેદશાસ્ત્ર T 'કે, શાન (અનુક્રમણિકા) ક્રમ વિષય ૧ પ્રસ્તાવના– ચારે છેદ સૂત્ર પરિચય, રચના સમય, રચનાકાર, વિષય વસ્તુ, પ્રાયશ્ચિત્ત વિજ્ઞાન, પ્રાયશ્ચિત્ત તાલિકા. ૨ નિશીથ સૂત્ર સારાંશ. ૩ નિશીથ સૂત્ર પરિશિષ્ટ ૧ થી ૪ ૪ નિશીથની સંપૂર્ણ સૂત્ર સંખ્યા વિચારણા. ૫ દશાશ્રુતસ્કંધ સૂત્ર સારાંશ. ૬ દશાશ્રુતસ્કંધ સૂત્ર પરિશિષ્ટ ૧ થી ૯ ૭ બૃહત્કલ્પ સૂત્ર સારાંશ. ૮ બૃહત્કલ્પ સૂત્ર પરિશિષ્ટ ૧ થી ૧૨. ૯ વ્યવહાર સૂત્ર સારાંશ. ૧૧૭ ૧૦ વ્યવહાર સૂત્ર પરિશિષ્ટ ૧-૨ ૧૨૯ ૧૧ છેદ સૂત્ર પરિશિષ્ટ ખંડ–૧ઃ પરિશિષ્ટ ૧ થી ૨૭ ૧૪૯ ૧ર છેદ સૂત્ર પરિશિષ્ટ ખંડ–૨: પ્રકરણ ૧ થી ૨૮ ૧૯૧ ૧૩ ૩ર અસ્વાધ્યાયનું સ્પષ્ટીકરણ ૨૫૭ ૧૪ આગમ વિપરીત પ્રાયશ્ચિત્ત શા માટે? ૨૬ર ૧૫ સેવા કરનારને વિચિત્ર પ્રાયશ્ચિત્ત. ૨૬૩ ૧૬ છ માસ તપ-છેદ : ભાષ્ય પ્રમાણ. ૨૬૪ Gરે રોનક છે 5 . Jain Education international Page #16 -------------------------------------------------------------------------- ________________ છેદશાસ્ત્ર ઃ શિક્ષા-વાક્ય શિક્ષા-વાક્ય * શબ્દોને ન જુઓ, ભાવો ને જુઓ. અવગુણની ચર્ચા ન કરો, ગુણ ગ્રહણ કરો. ♦ પરંપરાઓના હઠાગ્રહમાં ન ફસાઓ. * ઉદાર હૃદયી બનીને નૂતન તત્વોનું અનુપ્રેક્ષણ કરો. * સમભાવ અને સમાધિ ભાવોને ન ગુમાવો. * કોઈના પણ પ્રત્યે વેર, વિરોધ કે કલુષિત ભાવ ન રાખો. ♦ આગમો પ્રત્યે સર્વાધિક સન્માન રાખો. ♦ આગમનિરપેક્ષ આગમ અકથિત પરંપરાઓનો આગ્રહ કરવો, વિવાદ કરવો અવિવેક છે, નાસમજ છે. ♦ આગમ વિપરીત પરંપરાઓનો કદાગ્રહ રાખવો વિવેકહીનતા છે, નાદાનતા છે. આગમ વિપરીત કોઈપણ આચરણ કરી તેનું પ્રાયશ્ચિત્ત ન કરવું તેને જ શિથિલાચાર કહેવાય છે. * આગમ વિપરીત આચરણ કરી તેનું મંડન કે પ્રરૂપણ કરવું તે સ્વચ્છંદાચાર છે, અસત્પ્રરૂપણ છે. આગમ સમ્મત અર્થ–પરમાર્થને પરંપરાના નામે નકારવા કે સ્વીકાર ન કરવા તે અજ્ઞાનતા છે. ♦ ઉત્કટ ત્યાગમાં પણ ધર્મનો વિવેક જાળવવો જરૂરી છે. * અનુકંપા તો સમકિતનું મુખ્ય લક્ષણ જ છે. * હિંસા તથા આડંબરની પ્રવૃત્તિઓ ધર્મ નહીં પરંતુ ધર્મમાં ઘુસાડેલી વિકૃત પરંપરાઓ છે તે તજવા યોગ્ય છે. * અતૂટ સમભાવની ઉપલબ્ધિ થવી તે જ ધર્મ સાધનાની સાચી સફળતા છે. ક્યાંય પણ કોઈની પણ સાથે કર્મબંધન ન કરવું, તે જ જ્ઞાનનો સાર છે. * ભાવોની શુદ્ધિ અને હૃદયની પવિત્રતા એ જ સાધનાનું હાર્દ છે. * આગમ નિરપેક્ષ ચિંતન ન હોવું જોઈએ. આગમ જ છદ્મસ્થ માટે સર્વોપરિ છે. ૧૭ * જે આગમ પ્રમાણની સામે પણ પરંપરા તથા પૂર્વજોની દલીલ આપે છે, તેમને આગળ કરે છે, તે ધર્મના મર્મથી બહુ દૂર છે; આગમ પ્રમાણના દ્રોહી છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૭ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના નાગમ નવનીત, [૧] (ક) પ્રસ્તાવના : ચાર છેદ સૂત્ર (શિ) ( ) (૧) નિશીથ સૂત્રનો ઐતિહાસિક પરિચય – આ આચારાંગ સૂત્રનું અધ્યયન છે. કાલાન્તરે આ વિભાગ આચારાંગથી અલગ કરવામાં આવેલ, એટલે ગણધર સિવાય આ સૂત્રના રચયિતા બીજા કોઈ નથી. તેમ છતાં ઈતિહાસના ભ્રમજનક વાતાવરણથી આ સૂત્રના રચયિતા ગ્રંથોમાં (૧) ભદ્રબાહસ્વામી કે આર્યરક્ષિત અથવા વિશાખાગણિજીને કહ્યા છે, પરંતુ તે કથન સત્યથી દૂર છે. વિશેષ જાણકારી માટે આગમ સમિતિ ધ્યાવરથી પ્રકાશિત છેદ સૂત્રમાં વ્યવહાર સૂત્રના ત્રીજા ઉદ્દેશાના ત્રીજા સૂત્રનું વિવેચન જોવું. આ સૂત્ર પર બીજા ભદ્રબાહુસ્વામીએ નિર્યુક્તિ નામની વ્યાખ્યા કરી છે. સૂત્ર અને નિર્યુક્તિના આધાર પર ભાષ્ય નામની વ્યાખ્યા આચાર્ય સિદ્ધસેન ગણીએ કરી છે, એવું ચૂર્ણિકારે અનેક વાર બતાવ્યું છે. મતાંતરથી આચાર્ય સંઘદાસ ગણિને પણ ઉક્ત ભાષ્યના કર્તા કહે છે પરંતુ આ કથન મહત્ત્વનું નથી. આચાર્ય જિનદાસગણિ મહત્તરે સૂત્ર, નિર્યુક્તિ એવંભાષ્ય ગાથાઓના આધાર પર ચૂર્ણિ નામની વ્યાખ્યા કરી છે. ચૂર્ણિ સહિત ભાષ્યનિર્યુક્તિનું પ્રકાશન આગરાથી થયું છે. જેના સંપાદક ઉપાધ્યાય કવિ પં. રત્ન શ્રી અમરમુનિજી અને પં. રત્ન શ્રી કયાલાલજી મ. “કમલ' છે. ઉપરની ત્રણે ય વ્યાખ્યા પ્રાકૃત ભાષામાં છે. જેમાં ચૂર્ણિ ગદ્યમય વ્યાખ્યા છે અને ભાષ્ય, નિર્યુક્તિ ગાથારૂપ વ્યાખ્યા છે. નિર્યુક્તિકાર વીરનિર્વાણની અગિયારમી શતાબ્દીમાં થયા છે. આ નિર્યુક્તિકારના ભાઈ વરાહમિહિર હતા. તેઓએ “વરાહી સંહિતા' ગ્રન્થની રચના કરી હતી, જેમાં તેનો રચના સમય લખેલ છે. તેના આધારે આ ભદ્રબાહુ સ્વામી અને વરાહમિહિરનો સમય જણાય છે. જે વિક્રમની છઠ્ઠીવિ. સં. પ૨) અને વીર નિર્વાણની અગિયારમી (૧૦૪૦) શતાબ્દી થાય છે. જે દેવર્ધિગણિ ક્ષમાશ્રમણના ૩૦-૪૦વર્ષ પછીનો સમય છે. ત્યારપછી વિક્રમની સાતમી સદીમાં ભાષ્યકાર અને આઠમી સદીમાં ચૂર્ણિકાર થયાનો સમય છે. આ રીતે આ સૂત્રનું વ્યાખ્યા સાહિત્ય પણ ઓછામાં ઓછું ૧૩૦૦ વર્ષ જૂનું છે. (૨) દશાશ્રુતસ્કંધનો ઐતિહાસિક પરિચય – દશાશ્રુતસ્કંધ સૂત્રની રચના કરનાર ચૌદ પૂર્વધર આર્યભદ્રબાહુ સ્વામી છે. વીરનિર્વાણના ૧૭૦વર્ષ પછી તેઓનો સ્વર્ગવાસ થયો હતો. નિર્યુક્તિકાર બીજા ભદ્રબાહુ સ્વામીએ આ સૂત્રની નિર્યુક્તિ વ્યાખ્યા કરી છે. તે નિયુક્તિકારે આદિ મંગલને માટે સૂત્રકાર શ્રી પ્રથમ ભદ્રબાહુસ્વામીને નમસ્કાર કર્યો છે. તે નિયુક્તિ ગાથા અને તેની ચૂર્ણિ વ્યાખ્યાથી નિયુક્તિકાર અને સૂત્રકાર ભદ્રબાહુ સ્વામી બને અલગ-અલગ હોવાનું સ્પષ્ટ થાય છે. આ સૂત્ર પર આચાર્ય જિનદાસગણિ મહત્તરની ચૂર્ણિ વ્યાખ્યા છે. જેનો સમય નિશીથ ચૂર્ણિ પ્રમાણે સમજવો, એનું પ્રકાશન ભાવનગરથી થયું છે. તેનું સંપાદન મુનિ શ્રી મણિવિજયજી ગણિએ કર્યુ છે. (૩-૪) બૃહસ્પ-વ્યવહાર સૂત્રનો ઐતિહાસિક પરિચય – આ બંને સૂત્રના રચનાકાર(નિસ્પૃહણ કરનારા) આર્ય પ્રથમ ભદ્રબાહુ સ્વામી છે. જે ચૌદ પૂર્વધારી હતા. Page #18 -------------------------------------------------------------------------- ________________ છંદશાસ્ત્ર: પ્રસ્તાવના આ સૂત્રના નિર્યુક્તિકાર બીજા ભદ્રબાહુ સ્વામી વરાહમિહિરના ભાઈ વીર નિર્વાણથી અગિયારમી સદીમાં અર્થાત્ વિક્રમની છઠ્ઠી સદી(વિ. સં. ૫૬૨)માં થયા છે. આચાર્ય સિદ્ધસેનગણિ આ સૂત્રના ભાષ્યકાર થઇ ગયા તે જિનભદ્રગણિ ક્ષમાશ્રમણના નિકટના જ સંબંધી અર્થાત્ શિષ્ય હતા. આ સૂત્રો પર આચાર્ય મલયગિરિએ ‘ટીકા’ નામની વ્યાખ્યા લખી છે. બૃહત્ત્પ સૂત્રની શ્રી મલયગિરિની ટીકા લખવી અપૂર્ણ થઈ હતી, તેને આચાર્ય શ્રી ક્ષેમકીર્તિએ ઘણી યોગ્યતાની સાથે પૂરી કરી હતી. નિર્યુક્તિ અને ભાષ્યકારનો સમય નિશીથ સૂત્ર સમાન જાણવો. તેમજ બંને સૂત્રોના ટીકાકારોનો સમય વિક્રમની બારમી શતાબ્દીનો છે. બૃહક્લ્પ સૂત્રનું પ્રાચીન નામ સૂત્રોમાં અને ગ્રંથોમાં ‘કપ્પસુત્ત’ મળે છે. બૃહતૢ ભાષ્ય ટીકાનું પ્રકાશન ભાવનગરથી થયું છે. સંપાદન કાર્ય મુનિશ્રી ચતુર્વિજયજી અને શ્રી પુણ્યવિજયજીએ કર્યુછે. વ્યવહાર ભાષ્ય ટીકાનું પ્રકાશન અમદાવાદથી થયું છે. જેનું સંપાદન મુનિશ્રી માણેક મુનિએ કરેલ છે. આ ચાર સૂત્રોનું હિન્દી વિવેચન યુક્ત પ્રકાશન આગમ પ્રકાશન સમિતિ બ્યાવરથી થયું છે. તે પહેલાં આ છેદ સૂત્રોનું હિન્દી વિવેચનનું પ્રકાશન કયાંયથી પણ થયું નથી. અને વ્યાખ્યાના રચનાકાર : સૂત્ર સૂત્ર નિશીથ સૂત્ર સૂત્ર કર્તા ગણધર સુધર્માસ્વામી ત્રણ છેદ સૂત્ર | ચૌદ પૂર્વી ભદ્રબાહુ સ્વામી સૂત્ર નિશીથ સૂત્ર બૃહત્ત્પસૂત્ર વ્યવહાર સૂત્ર સૂત્ર નિશીથ સૂત્ર દશાશ્રુતસ્કંધ સૂત્ર સૂત્ર બૃહત્ત્પસૂત્ર વ્યવહાર સૂત્ર નિર્યુક્તિકર્તા બીજા ભદ્રબાહુ વરાહ મિહિરના ભાઈ બીજા ભદ્રબાહુ વરાહમિહિરના ભાઈ ભાષ્યકર્તા આચાર્ય સિદ્ધસેનગણિ આચાર્ય સિધ્ધસેનગણિ આચાર્ય સિધ્ધસેનગણિ ચૂર્ણિકર્તા જિનદાસગણિ મહત્તર જિનદાસગણિ મહત્તર ટીકા ક આચાર્ય મલયગિરી અને આચાર્ય ક્ષેમકીર્તિ આચાર્ય મલયિંગર નિર્યુક્તિકર્તાનો સમય દેવર્ધિગણિના પછી વીર નિર્વાણની અગ્યારમી શતાબ્દી વિક્રમની છઠ્ઠી શતાબ્દી(પ) ઉપર વત્ ભાષ્યકર્તાનો કાલ ૧૮ જિનભદ્રગણિના શિષ્ય અથવા શ્રદ્ધાવાન સ્તુતિ કર્તા છે. વિક્રમની સાતમી શતાબ્દીના ઉત્તરાર્ધમાં અર્થાત્ વીર નિર્વાણ ૧૨મી શતાબ્દી ચૂર્ણિકર્તાનો કાલ વિક્રમની આઠમી શતાબ્દી અર્થાત્ વીર નિર્વાણ ૧૩ મી શતાબ્દી ટીકા કર્તાનો ફાલ વિક્રમની તેરમી શતાબ્દી વિક્રમની તેરમી શતાબ્દી Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૯ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત ચાર છેદ સૂત્રોનો વિષય પરિચય : (૧) નિશીથસૂત્ર અનિવાર્ય કારણોથી અથવા કારણ વિના સંયમની મર્યાદાઓનો ભંગ કરીને જો કોઈ સ્વયં આલોચના કરે ત્યારે કયા દોષનું કેટલું પ્રાયશ્ચિત્ત આવે છે, તે આ છેદ સૂત્રનો વિષય છે. -: પહેલા ઉદ્દેશકમાં ‘ગુરુમાસિક પ્રાયશ્ચિત્ત યોગ્ય’ દોષોનું નિરૂપણ કર્યુ છે. ઉદ્દેશા બીજાથી પાંચમા સુધીમાં ‘લઘુમાસિક પ્રાયશ્ચિત્ત યોગ્ય’ દોષોની પ્રરૂપણા કરી છે. ઉદ્દેશક છ થી અગિયાર સુધી ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષોનું નિરૂપણ છે. ઉદ્દેશક બારથી ઓગણીસ સુધીમાં લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષોનું નિરૂપણ છે. વીસમા ઉદ્દેશકમાં પ્રાયશ્ચિત્ત દેવાની અને વહન કરવાની વિધિ બતાવી છે. અતિક્રમ, વ્યતિક્રમ, અતિચારની શુદ્ધિ, આલોચના, મિચ્છામિ દુીડના અલ્પ પ્રાયશ્ચિત્તથી થઈ જાય છે. અનાચાર દોષના સેવનનું જ નિશીથસૂત્ર પ્રમાણે પ્રાયશ્ચિત્ત થાય છે. આ સ્થવિરકલ્પી સામાન્ય સાધુઓની મર્યાદા છે. જિનકલ્પી કે પ્રતિમાધારી આદિ વિશિષ્ટ સાધના કરનારાને અતિક્રમ આદિનું પણ નિશીથ સૂત્રોક્ત ગુરુ પ્રાયશ્ચિત્ત આવે છે. ૧. લઘુમાસિક પ્રાયશ્ચિત્ત જઘન્ય એક એકાસણુ ઉત્કૃષ્ટ ૨૭ ઉપવાસ છે. ૨. ગુરુમાસિક પ્રાયશ્ચિત્ત જઘન્ય એક નિવી(કે બે એકાસણા) ઉત્કૃષ્ટ ૩૦ ઉપવાસ છે. ૩. લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત જઘન્ય એક આયંબિલ(કે એક એકાસણુ) ઉત્કૃષ્ટ ૧૦૮ ઉપવાસ છે. ૪. ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત જઘન્ય એક ઉપવાસ(કે ચાર એકાસણા) ઉત્કૃષ્ટ ૧૨૦ ઉપવાસ છે. ૫. ઉક્ત દોષોના પ્રાયશ્ચિત્ત સ્થાનોનું વારંવાર સેવન કરવાથી અથવા તેઓનું સેવન લાંબા સમય સુધી ચાલતું રહેવાથી પ્રાયશ્ચિત્ત તપની સીમા વધતી જાય છે. જે ક્યારેક દીક્ષા છેદ સુધી વધારી શકાય છે. ૬. કોઈ સાધુ-સાધ્વી મોટા દોષને ગુપ્તરૂપમાં સેવન કરીને છુપાવવા ઇચ્છે પરંતુ ક્યારેક તે દોષને બીજા કોઈ સિદ્ધ કરીને પ્રાયશ્ચિત્ત અપાવે, તો દીક્ષા છેદનુ જ પ્રાયશ્ચિત્ત અપાય છે. ૭. બીજા દ્વારા સિદ્ધ કરવા છતાં પણ દોષી સાધક અત્યધિક જૂઠ, કપટ કરીને વિપરીત આચરણ કરે, ત્યારે કોઈ દ્વારા પ્રમાણિત કરવા પર સરળતાથી સ્વીકાર કરીને પ્રાયશ્ચિત્ત લે તો નવી દીક્ષાનું પ્રાયશ્ચિત્ત આપવામાં આવે છે. ૮. જો દુરાગ્રહવશ થઈને કોઈ પણ રીતે પ્રાયશ્ચિત્તનો સ્વીકાર ન કરે તો ગચ્છમાંથી બહાર કાઢી મૂકવામાં આવે છે. (૨) દશાશ્રુત સ્કન્ધ સૂત્ર :– આ સૂત્રને આગમમાં ‘દસા’ એવં ‘આચાર દસા’ નામથી ઓળખાય છે. તેના દસ અધ્યાય છે, જેને પ્રથમ દશા આદિ કહેવાય છે. પ્રત્યેક દશામાં સંખ્યાના નિર્દેશની સાથે એક-એક વિષયનું નિરૂપણ કર્યુ છે. આમાં અધિકતર સાધુના આચાર શુદ્ઘિના પ્રેરણાત્મક વિષય છે. તે સિવાય અનુપમ ઉપલબ્ધિથી આત્મ આનંદની પ્રાપ્તિ, સંઘ વ્યવસ્થા, શ્રાવકના ઉચ્ચ જીવન સંબંધી વિષય પણ છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ છેદશાસ્ત્ર: પ્રસ્તાવના ર૦ | પાંચ દશાઓમાં સંયમના નિષિદ્ધ વિષયોનું કથન છે, જેમ કેઃ ૨૦ અસમાધિ સ્થાન(દોષ) દશા ૧. ૨૧ અસબલ દોષ દશા ૨. ૩૩ આશાતના દિશા ૩. ૩૦ મહા મોહબંધ સ્થાન દશા ૯. ૯ નિદાન દશા ૧૦. બે દશાઓમાં સંયમ વિધિ-પ્રેરણા વિષયોનું કથન છે. ૧ ભિક્ષુની બાર પડિયા દશા ૭. ૨ ચાતુર્માસ સમાચારી દશા ૮. નોંધઃ- વર્તમાનમાં આઠમી દશા પ્રક્ષિપ્ત પરિવર્ધનોથી યુક્ત થઈને કલ્પસૂત્રના નામથી સ્વતંત્ર પ્રસિદ્ધ થઈ છે. સંઘ વ્યવસ્થાનો વિષય એક દશામાં છે. આચાર્યની આઠ સંપદા અને ચાર કર્તવ્ય તથા શિષ્યના ચાર કર્તવ્ય દશા ૪. આત્માનંદના વિષયનું કથન એક દશામાં છે. દસ ચિત્ત સમાધિ સ્થાન દશા ૫. શ્રાવકના ઉચ્ચ જીવનનું કથન એક દશામાં છે. અગિયાર, શ્રાવકની પ્રતિમા દશા ૬. આ રીતે આ સૂત્રનો પ્રતિપાદ્ય વિષય આચાર પ્રધાન હોવાથી તેનું સૂત્રોક્ત (ઠાણાંગ સૂત્ર-૧૦) “આચાર દશા” નામ સાર્થક છે. વર્તમાનમાં અજ્ઞાત કાલથી આ સૂત્રનું નામ “દશાશ્રુત સ્કન્ધ સૂત્ર” પ્રસિદ્ધ છે. (૩) બૃહલ્પ સૂત્ર:- આ સૂત્રમાં કચ્છ, અકથ્ય વિષયોનું કથન પૂરૂ, નો પૂવું ક્રિયાથી કર્યું છે. એટલે સૂત્રનું આગમિક સંક્ષિપ્ત નામ ખોયા _ છે. #M શબ્દથી નન્દી સૂત્રની શ્રુત સૂચીમાં ત્રણ સૂત્ર કહ્યા છે– (૧) કષ્પ (૨) ચુલ્લ કપ્પ (૩) મહા કષ્પ. દશાશ્રુત સ્કંધની આઠમી દશાનું નામ પણ કમ્પો યા પક્ઝોસવણા કપ્પો કહેવાયેલ છે. એમાંથી નંદીસૂત્રોક્ત પ્રથમ “કમ્પ' નામનું સૂત્ર જ આ બૃહત્કલ્પ સૂત્ર છે. શેષ બે કલ્પસૂત્ર અને આઠમી દશા રૂપ કલ્પ અધ્યયન એ ત્રણેના મિશ્રણથી એક સ્વતંત્ર કલ્પસૂત્ર(બારસા સૂત્ર યા પવિત્ર કલ્પ સૂત્ર) બનાવીને પ્રસિદ્ધ કરી દીધું છે. જે વિક્રમની તેરમી ચૌદમી સદીનો પ્રયત્ન છે. એ જ કારણે આ મૌલિક કલ્પસૂત્રનું બૃહત્કલ્પ' નામ વર્તમાન કાળમાં પ્રસિદ્ધ થયું છે. પ્રાચીન વ્યાખ્યાકારોએ “બૃહત્કલ્પસૂત્ર' આ નામ કોઈ પણ વ્યાખ્યામાં કહ્યું નથી. અર્થાત્ ટીકાકાર મલયગિરિ આચાર્યના પછી નવા કલ્પસૂત્ર(બારસાસૂત્રોનું નિર્માણ Page #21 -------------------------------------------------------------------------- ________________ ૨૧ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના નાગમ નવનીત, થઈ જવાના કારણે ભ્રમ નિવારણાર્થે આ સૂત્રનું નામ બૃહત્કલ્પસૂત્ર આપ્યું છે તેથી આ પ્રચલિત નામ અર્વાચીન છે. આ સૂત્રનો સંપૂર્ણવિષય સાધુ, સાધ્વીના આચારની પ્રમુખતાને બતાવે છે. અર્થાત તેમાં વિધિ, નિષેધ અને પ્રાયશ્ચિત્ત સૂચક કથન છે. સંઘ પ્રમુખો તથા સંઘાડા પ્રમુખોની જાણકારી યોગ્ય વિષય જ અધિક છે. તો પણ સામાન્ય રીતે બધા સાધુ, સાધ્વીજીઓને અધ્યયન યોગ્ય આ શાસ્ત્ર છે. કારણ કે ત્રણ વર્ષની દીક્ષા બાદ પ્રત્યેક પ્રજ્ઞાવાન સાધુ યથાવસર સંઘાડા પ્રમુખ બની વિચરણ કરે જ છે. (૪) વ્યવહાર સૂત્ર – ચાર છેદ સૂત્રોમાં આ જ એક એવું સૂત્ર છે કે જેના નામમાં અને તેના ઇતિહાસમાં પ્રારંભથી અંત(આજ) સુધી કોઈ પરિવર્તન થયું નથી. તેથી એનું આ વ્યવહાર સૂત્ર' નામ આગમ, વ્યાખ્યા અને ગ્રન્થ આદિથી સર્વ સંમત નામ છે. આ સૂત્રનો વિષય એના નામથી જ સ્પષ્ટ છે કે વ્યવહારિક વિષયોનું સૂત્ર અર્થાત્ ગચ્છ વ્યવહાર, સંઘ વ્યવહાર આદિ વ્યવસ્થાઓની સૂચનાઓનું શાસ્ત્ર. આ સૂત્રમાં સાધ્વાચારનો વિષય પણ છે, તે પણ વ્યવસ્થાલક્ષી વધારે છે, તેથી આ એક સંઘ વ્યવસ્થા સૂચક શાસ્ત્ર છે. વ્યાખ્યાકારોએ તેને પ્રાયશ્ચિત્ત પરક શાસ્ત્ર પણ કહ્યું છે. જેની સાર્થકતા પહેલા ઉદ્દેશાના ૧૮ સૂત્રોથી થાય છે. આ સૂત્રના પ્રમુખ વિષયો – ૧. પરિહાર તપ અને પારિવારિક સાધુની વ્યવસ્થા. ૨. ગચ્છ ત્યાગી એકાકી તેમજ શિથિલાચારી સાધુઓને ફરીથી ગચ્છમાં લેવા સંબંધી વ્યવસ્થા, ૩. વિચરણ વ્યવસ્થા અને આચાર્યાદિની સાથે સાધુ સાધ્વીની આવશ્યક સંખ્યા. ૪. આચાર્ય અને ઉપાધ્યાય પદ દેવાની યોગ્યતા અયોગ્યતાની અને અન્ય પરિસ્થિતિઓની સૂચનાઓ. ૫. અધ્યયન-અધ્યાપનની વ્યવસ્થા અને ચેતવણી. ૬. સાધુ-સાધ્વીના પરસ્પર વ્યવહાર, વિવેક, વ્યવસ્થા. ૭. દીક્ષા અને સેવા સંબંધી વ્યવસ્થા. ૮. સ્વાધ્યાય અને ક્ષમાપના કરવાની વ્યવસ્થા, ૯. મૃત સાધુ અંગેના પરિષ્ઠાપન કર્તવ્ય. ૧૦. આહાર અને ગવેષણા સંબંધી તથા શય્યાતર સંબંધી નિર્દેશ. ૧૧. અભિગ્રહ પડિમાઓની વિધિઓ. - દશાશ્રુતસ્કંધ, બૃહત્કલ્પ અને વ્યવહાર, આ ત્રણે સૂત્રોનું પૂર્વોમાંથી નિસ્પૃહણ કરી સ્વતંત્ર સૂત્રરૂપમાં સંકલન કર્યું છે. તેથી આ ત્રણે સૂત્રોના મૂળભૂત રચયિતા ગણધર સુધર્મા સ્વામી છે અને પ્રસ્તુત સૂત્ર રૂપમાં ઉદ્ધરણકર્તા ચૌદ પૂર્વ આચાર્ય ભદ્રબાહુ સ્વામી છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ છેદશાસ્ત્ર પ્રસ્તાવના ર ? છે જ પ્રાયશ્ચિત્ત વિજ્ઞાન પરાધીનતામાં અથવા અપવાદરૂપ સ્થિતિમાં લાગતા દોષોનું પ્રાયશ્ચિત્ત [કમ | પ્રાયશ્ચિત્તનું નામ | જઘન્ય તપ | ઉત્કૃષ્ટ તપ લઘુમાસી એક એકાસણુ સત્તાવીશ એકાસણા ગુરુમાસી એક નિવી ત્રીસ નિવી લઘુચૌમાસી એક આયંબિલ એકસો આઠ ઉપવાસ ગુરુચમાસી એક ઉપવાસ એકસો વીસ ઉપવાસ(પાંચ વર્ષમાં) આસક્તિ યા શિથિલ વિચારોથી લાગનારા દોષોનું પ્રાયશ્ચિત્ત - કમ | પ્રાયશ્ચિત્તનું નામ | જઘન્ય તપ ઉત્કૃષ્ટ તપ | લઘુમાસી એક આયંબિલ | સત્તાવીશ આયંબિલ યા ઉપવાસ ગુરુમાસી એક ઉપવાસ | ત્રીસ આયંબિલ યા ઉપવાસ લઘુચૌમાસી ચાર આયંબિલ એકસો આઠ ઉપવાસ ગુરુચમાસી ચાર ઉપવાસ એકસો વીસ ઉપવાસ(પાંચ વર્ષમાં અથવા ચાર માસનો છેદ વિરાધનાના કેટલાક પ્રાયશ્ચિત્ત : ૧. પૃથ્વીકાય આદિના સ્પર્શનો એક ઉપવાસ. પૃથ્વી પર ચાલવાથી યા કચડવાથી ચાર ઉપવાસ અને તે ખાવાથી એક છઠ. ૨. એવી રીતે પાણી, અગ્નિ તથા વનસ્પતિનું પણ પ્રાયશ્ચિત્ત સમજી લેવું જોઈએ અને અનંતકાયનું પ્રાયશ્ચિત્ત જઘન્ય એક છઠ્ઠ સમજવું. ૩. વરસાદના ગંધારા પાણીમાં ચાલવું પડે તો એક ઉપવાસ, સ્વચ્છ પાણી હોય તો ચાર ઉપવાસ, લીલફૂગ સહિત હોય તો એકછઠ, આ બે-ચાર દસ પગલા ચાલવાનું પ્રાયશ્ચિત્ત છે. જો ૪૦ થી ૫૦ પગલા ચાલવું પડે તો છુટ્ટા ચાર ઉપવાસ, આ રીતે ક્રમશઃ વધુ ચાલવાનું છઠ અને અટ્ટમનું પ્રાયશ્ચિત્ત સમજી લેવું. ૪. અજાણતા(અનાભોગ)થી સ્થાવર જીવોની વિરાધનાનું આલોચના પ્રતિક્રમણ રૂપ પ્રાયશ્ચિત્ત છે. ૫. જાણીને અતિ અલ્પ વિરાધનાનું પ્રાયશ્ચિત્ત એક ઉપવાસ છે. તેનાથી વધુનું ચાર ઉપવાસ, તેનાથી વધુનું એક છઠ્ઠ યા અટ્ટમનું પ્રાયશ્ચિત્ત આવે છે. ત્યાર પછી અધિક લાંબા સમય સુધી દોષ ચાલુ રહે અથવા વિરાધનાની માત્રા વધી જાય તો ચોલા-પંચોલા અથવા ૩૦-૪૦-૫૦ ઉપવાસ આદિ સુધી પ્રાયશ્ચિત્ત વધતું જાય છે. વિરાધનાની સાથે ગૃહસ્થની સેવા આદિ અનેક દોષોનું સેવન એક સાથે કરવાથી અર્થાત્ ઓપરેશન આદિ અનેક દોષો ભેગા થવા પર તથા વધારે સમય સુધી દોષ થતા રહેવા પર ૧૨૦ ઉપવાસનું પ્રાયશ્ચિત્ત આવે છે. ૭. આ દોષોની સીમા વ્યવહારથી કંઈક આગળ વધી જવા પર અથવા અન્ય મોટા દોષો, જેમ કે વાહન પ્રયોગ આદિ એકઠા થવા પર અને દોષોનું સેવન ચાર માસથી Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨૩ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીત પણ અધિક સમય સુધી થવા પર છ માસી પ્રાયશ્ચિત્ત એટલે ઉત્કૃષ્ટ ૧૮૦ ઉપવાસનું પ્રાયશ્ચિત્ત આવે છે. ૮. દિવસ સંબંધી સકારણ અનેક દોષ કે વિરાધનાનું એક સાથે પ્રતિક્રમણમાં ૧ ઉપવાસનું પ્રાયશ્ચિત્ત આવે છે તેમજ પ્રમાદ શિથિલાચાર આદિ બધાનું દિવસ સંબંધી પ્રાયશ્ચિત્ત પાંચ ઉપવાસનું આવે છે. આ પ્રાયશ્ચિત્ત નિત્યની ક્રિયા સમાચારી સંબંધી છે. છેદ પ્રાયશ્ચિત્ત :- ૧. ઉપર કહેલા દોષોવાળી સ્થિતિમાં અત્યધિક લોકાપવાદ થાય અને દોષ સેવન કરનારાના પરિણામ સંયમ શિથિલતા અને સ્વચ્છંદી થઈ જાય તો છેદ પ્રાયશ્ચિત્ત આવે છે. ૨. (૧) મૂળગુણ દોષોનું વારંવાર સેવન કરવાથી અથવા અત્યધિક લાંબા સમય સુધી દોષોનું સેવન કરવાથી () અકારણ અપવાદનું સેવન કરવાથી. (૩) મૂળગુણમાં દોષોના સેવનથી અધિક લોકનિંદા થવા પર. (૪) અનુશાસનનો અત્યધિક ભંગ કરવા પર. (૫) સ્વચ્છંદતા અથવા તેની પ્રરૂપણા કરવાથી. (૬) આચાર્યગુરુ આદિની અત્યધિક આશાતના કરવાથી. ઈત્યાદિક પરિસ્થિતિઓમાં પ્રાયશ્ચિત્ત દાતાને યોગ્ય લાગે તો છેદ પ્રાયશ્ચિત્ત આપે અથવા તપ પ્રાયશ્ચિત્ત પણ આપી શકે છે. ૩. અગીતાર્થ સાધુ-સાધ્વીને પહેલા એક-બે વાર ચેતવણી આપ્યા વગર છેદ પ્રાયશ્ચિત્ત અપાતું નથી. ૪. સ્વયં પોતે સરલતા પૂર્વક આલોચના પ્રાયશ્ચિત્ત ન કરવાથી, બીજા દ્વારા દોષ પ્રગટ કરીને, સાબિત કરીને પ્રાયશ્ચિત્ત અપાવવામાં આવે તો છેદ પ્રાયશ્ચિત્ત જ આવે છે. બીજા દ્વારા દોષ સિદ્ધ કરવા છતાં પણ જે ઘણીવાર જૂઠ-કપટ કરે, ભૂલ સ્વીકાર ન કરે, ત્યાર પછી લાચાર થઈને દોષ સ્વીકાર કરે તો તેને “મૂળ' પ્રાયશ્ચિત્ત આવે છે. અર્થાત નવી દીક્ષા આપવામાં આવે છે અને છેવટ સુધી પણ સરલતા ધારણ ન કરે તો તેને કોઈ પ્રાયશ્ચિત્ત આપવામાં આવતું નથી પરંતુ ગચ્છની બહાર મૂકવામાં આવે છે. નિશીથસૂત્રની ઐતિહાસિક વિચારણા - આ સૂત્ર આચારાંગ સૂત્રનો એક વિભાગ છે. ગણધર સિવાય એના કોઈ પ્રરૂપક નથી. કોઈ અજ્ઞાત સમયે તેને નિશીથ સૂત્ર રૂપે અલગ કરવામાં આવ્યું છે. વ્યવહાર સૂત્રમાં સાધુ-સાધ્વીઓ, આચાર્યો ઉપાધ્યાયો આદિને આ સૂત્ર કંઠસ્થ કરવું જરૂરી બતાવ્યું છે. વ્યવહાર સૂત્ર ચૌદ પૂર્વી ભદ્રબાહુ સ્વામી રચિત છે. તેમાં સાધ્વીજીઓને પણ આ સૂત્ર કંઠસ્થ કરવાનું આવશ્યક કહેલું છે. તેથી તેને પૂર્વોમાંથી લીધેલું માનવાની કલ્પના અનુચિત છે. કારણ કે વ્યવહાર સૂત્રની પહેલા પણ આ સૂત્રનું અસ્તિત્વ હતું અને તીર્થકરના શાસનના પ્રત્યેક સાધુ-સાધ્વીને કંઠસ્થ કરવું આવશ્યક હોવાથી સર્વજ્ઞ શાસનના પ્રારંભથી જ આ સૂત્ર વિદ્યમાન હોય છે. તેથી આ સૂત્રને ગણધર ગ્રથિત આચારાંગના અધ્યયન રૂપ હોવાનું જે વર્ણન સૂત્રોમાં, વ્યાખ્યાઓમાં અને ગ્રંથોમાં મળે છે, તેને જ સત્ય સમજવું યોગ્ય છે. તે અંગે અન્ય કલ્પનાઓને મહત્ત્વ દેવું તે આગમ સંમત નથી. Page #24 -------------------------------------------------------------------------- ________________ | વેદશાસ્ત્ર: પ્રસ્તાવના ર૪ એટલા માટે જ ચાર છેદ સૂત્રોમાં પણ તેનું પ્રથમ સ્થાન છે. તેના પછી ક્રમશઃ દશાશ્રુતસ્કંધ, બૃહત્કલ્પ અને વ્યવહાર સૂત્રનું સ્થાન છે. આગમ પુરુષની રચના કરનારા પૂર્વાચાર્યોએ અને પિસ્તાલીસ આગમોનો સંક્ષિપ્ત પરિચય લખનારા મૂર્તિપૂજક વિદ્વાનોએ પણ નિશીથસૂત્રને છેદ સૂત્રોમાં પ્રથમ કહેલ છે. વ્યવહાર સૂત્રના ૧૦માં ઉદ્દેશકમાં કહેલા પાઠ્યક્રમમાં ત્રણ વર્ષની દીક્ષાવાળાને નિશીથ સૂત્ર અને પાંચ વર્ષની દીક્ષા પર્યાયવાળાને રક્ષા-પૂ-વહારનું અધ્યયન કરવાનું કથન કર્યું છે. વ્યવહાર સૂત્રમાં ૧૬ સ્થાન પરનિશીથ સૂત્રને “આચાર પ્રકલ્પ” અથવા “આચાર પ્રકલ્પ અધ્યયન” કહ્યું છે. નિશીથ સૂત્ર આ નામ ઘણા સમય પછી અપાયું હોવાથી ચૌદપૂર્વી ભદ્રબાહુ સ્વામી અને ગણધર ગ્રથિત આગમોમાં તેનો ઉલ્લેખ નથી. “નિશીથ અધ્યયન” એવો ઉલ્લેખ આચારાંગના અધ્યયનરૂપમાં સમવાયાંગ સૂત્રની કેટલીક પ્રતોમાં મળે છે. નિષ્કર્ષ એ છે કે “નિશીથ અધ્યયન' નામ આચારાંગના એક અધ્યયનનું હતું અને જ્યારે તેને અલગ કર્યું ત્યારે આચારાંગથી અલગ કર્યું હોવાથી તેને “આચાર પ્રકલ્પ” કહ્યું અને કાલાન્તરમાં અધ્યયનના નામની સાથે “સૂત્ર' શબ્દ જોડી દીધો, ત્યારથી આ નિશીથ સૂત્ર કહેવાયું. વ્યવહાર સૂત્રનું સંકલન થયા પહેલાં જ આ અધ્યયન અલગ કરી દીધું હતું અને નંદીસૂત્રના સંકલન સમય સુધી એનું નામ “આચાર પ્રકલ્પ'ની જગ્યાએ નિશીથસૂત્ર થઈ ગયું હતું એટલા માટે નંદીસૂત્રમાં નિશીથ સૂત્ર જ નામ છે, “આચાર પ્રકલ્પ” નામ નથી. જ્યારે વ્યવહાર સૂત્રમાં નિશીથસૂત્ર' આ નામ ક્યાંય નથી પરંતુ આગમોને કંઠસ્થ કરવાના અનેક પ્રકારના વિધાનોમાં સોળવાર “આચાર પ્રકલ્પ' નામના સૂત્રનો ઉલ્લેખ કર્યો છે. નિર્યુક્તિ, ભાષ્ય, ટીકા આદિ વ્યાખ્યાકારોએ નિશીથસૂત્રને અથવા આચારાંગ સહિતનિશીથ અધ્યયનને “આચાર પ્રકલ્પ' નામથી ગ્રહણ કર્યું છે. તેથી તેને આચારાંગ સૂત્રનું અધ્યયન કહો, આચાર પ્રકલ્પ કહો કે આચાર પ્રકલ્પ અધ્યયન અથવા નિશીથ સૂત્ર કહો બધા નિશીથસૂત્રના પર્યાયવાચી નામ છે. એ નામોની સંખ્યા પાંચ છે. જેમ કે – (૧) આચારાંગ સૂત્રનું અધ્યયન નિલીયા (ર) આચાર પ્રકલ્પ અધ્યયન (૩) આચાર પ્રકલ્પસૂત્ર (૪) નિશીથ સૂત્ર (પ) આચારાંગ સૂત્રની પાંચમી ચૂલા. આવી રીતે સમયે-સમયે પરિવર્તિત થયેલા નામવાળું આ શાસ્ત્ર છે. નંદી સૂત્રની રચના પછી એનું નામ નિશીથ સૂત્ર' નિશ્ચિત થઈ ગયું છે. કરે જો મનોરથ ત્રણનું ચિંતન તે સાધુ-શ્રાવક કરે મુક્તિગમન! Page #25 -------------------------------------------------------------------------- ________________ ર૫ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત I[૨] નિશીથ સૂત્ર છુ કે | પહેલા ઉદ્દેશકનો સારાંશ(દોષોની સૂચી) | @ @ સૂત્ર-૧ઃ જે મુનિ હસ્તકર્મ કરે સૂત્ર-૨-૮ઃ અંગાદાન અર્થાત્ જનનેન્દ્રિયનું સંચાલન, સંબોધન, અમ્પંગન ઉબટન, પ્રક્ષાલન, ચામડીનું અપર્વતન કરે અને સુંઘે. સૂત્ર-૯: શુક્ર પુગલ કાઢે. સૂત્ર-૧૦: સચિત પદાર્થ સુંઘે. સૂત્ર-૧૧ઃ ગૃહસ્થ પાસે પદ માર્ગ બનાવડાવે, પુલ માર્ગ કરાવે, અવલંબનનું સાધન બનાવડાવે. સૂત્ર-૧રઃ ગૃહસ્થ પાસે પાણી કાઢવાની ગટર(નાલી) બનાવડાવે. સૂત્ર-૧૩: ગૃહસ્થ પાસે છીક્કાનું ઢાંકણ કરાવે. સૂત્ર-૧૪: ગૃહસ્થ પાસે સૂતર યા દોરીની જાળી-મચ્છરદાની બનાવડાવે. સૂત્ર-૧૫-૧૮: ગૃહસ્થ દ્વારા સોઈ, કાતર, નખ કાપવાનું, કાન સાફ કરવાનું સાધન સમું કરાવે. સૂત્ર-૧૯૨૨ઃ સોય આદિની પ્રયોજન વિના યાચના કરે. સૂત્ર-૨૩૨૬: સોય આદિની અવિધિએ(અમુક કાર્ય માટે, એમ કહી) માગણી કરે. સૂત્ર-૨૭-૩૦ઃ જે કાર્યને માટે સોયઆદિનીયાચના કરી હોય એના બદલે તેનાથી ભિન્ન કાર્ય કરે. સૂત્ર-૩૦-૩૪ઃ પોતાના એકલા માટે યાચીને લાવેલી સોય બીજાને તેના કાર્ય માટે આપે. સૂત્ર-૩૫-૩૮ઃ સોય આદિ અયોગ્ય રીતે પાછી આપે. સૂત્ર-૩૯ઃ ગૃહસ્થની પાસે પાત્રનું પરિકર્મ કરાવે. સૂત્ર-૪૦ ગૃહસ્થની પાસે દંડ, લાઠી, (વાંસનું ખપાટિયું) અને વાંસની સોઈનું પરિકર્મ કરાવે. સૂત્ર-૪૧: કારણ વગર પાત્રને એક થીગડું લગાવે. સૂત્ર-અરઃ કારણ હોવા પર પાત્રને ત્રણથી અધિક થીગડાં લગાવે. સૂત્ર-૪૩ઃ પાત્રને અવિધિથી બંધન બાંધે. સૂત્ર-૪૪: પાત્રને કારણ વગર એક બંધ(એકસ્થાન પર) લગાવે. સૂત્ર-૪૫ઃ પાત્રને સકારણ ત્રણથી અધિક બંધન લગાવે. સૂત્ર-૪૬ ત્રણથી અધિક બંધનવાળું પાત્ર પરિસ્થિતિવશ દોઢ માસથી વધુ રાખે. સૂત્ર-૪૭ઃ અકારણ વસ્ત્રને એક પણ થીગડું લગાવે. સૂત્ર-૪૮: કારણ હોવા છતાં પણ વસ્ત્રને ત્રણથી અધિક થીગડાં લગાવે. Page #26 -------------------------------------------------------------------------- ________________ છેદશાસ્ત્ર : નિશીથ સૂત્ર સારાંશ સૂત્ર-૪૯ : અયોગ્ય રીતે વસ્ત્રને સીવે. સૂત્ર-૫૦ : ફાટેલા વસ્ત્રને સાંધી શકાય તેમ હોવા છતાં એક ગાંઠ લગાવે. સૂત્ર-૫૧ઃ ફાટેલા વસ્ત્રને પરિસ્થિતિ હોવા છતાં પણ ત્રણથી અધિક ગાંઠ લગાવે. સૂત્ર-પર : ફાટેલા બે વસ્ત્રોને અકારણ એક સાંધો કરે. સૂત્ર-૫૩ : ફાટેલા વસ્ત્રોને સકારણ ત્રણથી વધુ સાંધા કરે. સૂત્ર-૫૪ : અવિધિથી વસ્ત્રોના ટુકડાને જોડે. સૂત્ર-૫૫ ઃ વિભિન્ન જાતિના વસ્ત્રના ટુકડાને જોડે. : સૂત્ર-૫૬ ઃ પરિસ્થિતિ વશ ત્રણથી અધિક વસ્ત્રના ટુકડાને જોડયા હોય તેને દોઢ માસથી વધુ સમય રાખે. સૂત્ર-૫૭ : રસોઈ ઘરમાં જામેલા ધૂમાડાને ગૃહસ્થ પાસેથી ઉતરાવે. સૂત્ર-૫૮: પૂતિકર્મ દોષ યુક્ત આહાર, ઉપધિ તથા શય્યાનો ઉપયોગ કરે.ઇત્યાદિ પ્રવૃત્તિઓનું ગુરુમાસિક પ્રાયશ્ચિત્ત થાય છે. તુ બીજા ઉદ્દેશકનો સારાંશ છે. સૂત્ર-૧ઃ જો મુનિ અકારણ કાષ્ટના દંડાયુક્ત પગલુછણિયું(પાદ પોછન) બનાવે. સૂત્ર-૨-૮ : કાષ્ટ દંડ યુક્ત પગલુછણિયું ગ્રહણ કરે, રાખે, ગ્રહણ કરવાની આજ્ઞા દે, વિતરણ કરે, ઉપયોગ કરે, દોઢ માસથી વધુ સમય રાખે, કારણ વિના ખોલીને અલગ કરે. સૂત્ર-૯ : અચેત પદાર્થ સૂંઘે. સૂત્ર-૧૦ : પદમાર્ગ સ્વયં બનાવે. સૂત્ર-૧૧-૧૩ : પાણીના નિકાલની ખાળ, છીક્કા, છીક્કાનું ઢાંકણ, જાળીદાર મચ્છરદાની સ્વયં બનાવે. સૂત્ર-૧૪-૧૭ ઃ સોય આદિને સ્વયં પોતે સુધારે(ધારદાર કરે). સૂત્ર-૧૮ : કઠોર ભાષા બોલે. ર સૂત્ર-૧૯ ઃ અલ્પ મૃષા-અસત્ય બોલે. સૂત્ર-૨૦ : અલ્પ અદત્ત ગ્રહણ કરે. સૂત્ર-૨૧ : અચિત્ત ઠંડા યા ગરમ પાણીથી હાથ, પગ, કાન, આંખ, દાંત, નખ અને મોઢું ધોવે. સૂત્ર-૨૨ : અખંડ ચર્મ ધારણ કરે. સૂત્ર-૨૩ : બહુ કિંમતવાળા વસ્ત્રો પહેરે. સૂત્ર-૨૪ : : અખંડ વસ્ત્ર(તાકા) ધારણ કરે. સૂત્ર-૨૫ : તુંબડાનું પાત્ર, કાષ્ટનું પાત્ર અને માટીના પાત્રનું સ્વયં પરિકર્મ કરે. સૂત્ર-૨૬ ઃ દંડ આદિને સ્વયં સુધારે. સૂત્ર-૨૭ : સ્વજન ગવેષિત પાત્ર ગ્રહણ કરે. Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨છે મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત સૂત્ર-૨૮: પરજન ગવેષિત પાત્ર ગ્રહણ કરે. સૂત્ર-૨૯: પ્રમુખ વ્યક્તિથી ગવેષિત પાત્ર ગ્રહણ કરે. સૂત્ર-૩૦: બળવાન દ્વારા ગવેષિત પાત્ર ગ્રહણ કરે. સૂત્ર-૩૧: વાચાળ દ્વારા ગવેષિત પાત્ર ગ્રહણ કરે. સૂત્ર-૩ર : નિત્ય નિયંત્રિત આહાર લેવો. સૂત્ર-૩૩-૩૬ઃ પૂર્ણદાનપિંડમાંથી લે, અર્ધાદાનનો પિંડ લે, ત્રીજા ભાગના દાનનો પિંડ લે અને છઠ્ઠા ભાગના દાનનો પિંડ લે. સૂત્ર-૩૭: કારણ વગર કલ્પ મર્યાદાનું ઉલ્લંઘન કરી એક જગ્યાએ રહે. સૂત્ર-૩૮: ભિક્ષા લેવાની પહેલાં કે પછી દાતાની પ્રશંસા કરે. સૂત્ર-૩૯ઃ રાગ ભાવવાળા ઘરોમાં ભિક્ષાના સમય પહેલાં જઈને ફરી બીજી વાર આહાર માટે પ્રવેશ કરે. સૂત્ર-૪૦ અન્યતીર્થિક અને ગૃહસ્થની સાથે, પારિવારિક શ્રમણ અપારિહારિકની સાથે ગોચરી (ભિક્ષા) માટે જાય. સૂત્ર-૪૧ઃ આ ત્રણેની સાથે ઉપાશ્રયની સીમાની બહારની સ્વાધ્યાય ભૂમિમાં કે ઉચ્ચાર પાસવણ ભૂમિમાં પ્રવેશ કરે. સૂત્ર-૪૨ઃ આ ત્રણેની સાથે ગ્રામાનુગ્રામ વિહાર કરે. સૂત્ર-૪૩ઃ મનોજ્ઞ પાણીનું સેવન કરીને અમનોજ્ઞ પાણી પરઠી દે. સૂત્ર-૪૪: મનોજ્ઞ આહાર કરીને અમનોજ્ઞ આહાર પરઠી દે. સૂત્ર-૪૫ઃ ખાઈ લીધા પછી વધી ગયેલો મનોજ્ઞ આહાર સ્વધર્મીઓને પૂછ્યા વિના પરઠી દે. સૂત્ર-૪૬: શય્યાતરનો આહાર ગ્રહણ કરે. સૂત્ર-૪૭ : શય્યાતરનો આહાર ખાય. સૂત્ર-૪૮: સાગારિક-શય્યાતરના ઘરને જાણ્યા વિના ભિક્ષા માટે જાય. સૂત્ર-૪૯ઃ શય્યાતરની નિશ્રાથી આહાર પ્રાપ્ત કરે. સૂત્ર-૫૦ શેષકાલ(હેમત-ગ્રીષ્મ)ના શય્યા સસ્તારકની અવધિનું ઉલ્લંઘન કરે. સૂત્ર-૫૧ઃ ચાતુર્માસ કાલના શય્યા સસ્તારકની અવધિનું ઉલ્લંઘન કરે. સૂત્ર-પર: વરસાદમાં ભીંજાતા શય્યા સસ્તારકને છાયામાં ન રાખે. સૂત્ર-૫૩ઃ શય્યા સસ્તારકની બીજી વાર આજ્ઞા લીધા વિના અન્યત્ર લઈ જાય. સૂત્ર-૫૪ઃ પ્રાતિહારિક શય્યા સસ્તારકને પાછા આપ્યા વિના વિહાર કરે. સૂત્ર-પ૫ : શય્યાતરના શય્યા સંસ્તારક વ્યવસ્થિત કર્યા વગર વિહાર કરે. સૂત્ર-૫૬: શય્યા સંસ્મારક ખોવાઈ જવા પર તેની શોધ ન કરે. સૂત્ર-૫૭ઃ અલ્પ યા નાની ઉપધિનું પણ ઉભયકાલ પ્રતિલેખન ન કરે. ઈત્યાદિ પ્રવૃત્તિઓનું લઘુમાસિક પ્રાયશ્ચિત્ત થાય છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ વેદશાસ્ત્ર: નિશીથ સૂત્ર સારાંશ 1 ૨૮] ૨૮ @ @ @ I ત્રીજા ઉદ્દેશકનો સારાંશ @ @ @ સૂત્ર-૧ઃ જે મુનિ ધર્મશાળા આદિ સ્થાનોમાં એક પુરુષ પાસેથી દીનતાયુક્ત યાચના-માગણી કરે. સૂત્ર-૨ઃ ધર્મશાળા આદિ સ્થાનોમાં અનેક પુરુષો પાસે માગી માગીને દીનતાયુક્ત યાચના કરે. સૂત્ર-૩ઃ ધર્મશાળા આદિ સ્થાનોમાં એક સ્ત્રી પાસેથી માગી માગીને દીનતા યુક્ત યાચના કરે. સૂત્ર-૪ઃ ધર્મશાળા આદિ સ્થાનોમાં અનેક સ્ત્રીઓ પાસેથી માગી માગીને દીનતાપૂર્વક યાચના કરે. સૂત્ર-પ-૮ઃ ધર્મશાળા આદિ સ્થાનોમાં કુતૂહલ વશ થઈને માંગીને યાચના કરે. સૂત્ર-૯-૧૨ઃ દેખાય નહીં તેવા સ્થાનમાંથી આહાર લઈ આવીને દેવા પર એકવાર નિષેધ કરીને ફરીથી તેની પાછળ-પાછળ જઈને યાચના-માગણી કરે. સૂત્ર-૧૩: ગૃહસ્વામીની ના હોવા છતાં ફરીને તેના ઘરે આહાર લેવા માટે જાય. સૂત્ર-૧૪: ઘણા લોકોની ભીડવાળા જમણવારના સ્થાન પર આહાર લેવા માટે જાય. સૂત્ર૧૫: ત્રણ ઓરડાના અંતરથી અધિક દૂરથી લાવેલો આહાર લે. સૂત્ર-૧૬: પગનું માલીસ પોલા-હળવા હાથે કરવું યા પગ પર હાથ ફેરવે. સૂત્ર-૧૭ : પગનું મર્દન કરે. સૂત્ર-૧૮: પગનું અત્યંગન કરે. સૂત્ર-૧૯ઃ પગનું ઉબટન કરે. સૂત્ર-૨૦: પગને ધોવે.(પ્રક્ષાલન કરવું). સૂત્ર-૨૧: પગને રંગે. સૂત્ર-રર-૨૭ઃ શરીરનું આમર્જન-સાફ કરે આદિ. સૂત્ર-૨૮-૩૩ઃ ઘાવની મલમપટ્ટી કરે, સાફ સૂફ કરે આદિ. સૂત્ર-૩૪ : ગૂમડાં આદિનું છેદન કરે. સૂત્ર-૩પ : ગૂમડાં આદિમાંથી પરૂ અને લોહી કાઢે. સૂત્ર-૩૬: ગૂમડાં આદિને ધોવે. સૂત્ર-૩૭: ગૂમડાં આદિ પર વિલેપન કરે. સૂત્ર-૩૮: ગૂમડાં આદિ પર તેલનું મર્દન કરે. સુત્ર-૩૯ઃ ગૂમડાં આદિ પર સુગંધી પદાર્થ લગાડે. સૂત્ર-૪૦ઃ ગુદાના બાહ્ય ભાગમાંથી યા અંદરના ભાગમાંથી કૃમિ કાઢે. સૂત્ર-૪૧: કારણ વગર નખ કાપે. સૂત્ર-૪૨ઃ જંઘાના વાળ કાપે. સૂત્ર-૪૩: ગુપ્ત સ્થાનના વાળ કાપે. Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૯ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જેનાગમ નવનીત સૂત્ર-૪૪: રોમરાયના વાળ કાપે. સૂત્ર-૪૫ : બગલમાંથી વાળ કાપે.(કાઢવા) સૂત્ર-૪s: દાઢીના વાળ કાપે. સૂત્ર-૪૭: મૂછના વાળ કાપે. સૂત્ર-૪૮-૫૦: દાંતોને ઘસે, ધોવે, રંગે. સૂત્ર-૫૧-૫૬ઃ હોઠોને સાફ કરે આદિ. સૂત્ર-૫૭: આંખોના વાળ કાપે. સૂત્ર-૫૮-૬૩ઃ આંખોને આમર્જન આદિ કરે. સૂત્ર-૪૪ : નાકના વાળ કાપે. સૂત્ર-૫ : ભમરોના વાળ કાપે. સત્ર-૬: મસ્તકના વાળ કાપે. સૂત્ર-૬૭: શરીર પરનો મેલ કાઢે. સૂત્ર-૬૮ઃ આંખ, કાન, દાંત અને નખોમાંથી મેલ કાઢવો. સૂત્ર-૯ઃ ગ્રામાનુગ્રામ વિહાર કરતાં મસ્તક ઢાંકે. સૂત્ર-૭૦: વશીકરણ સૂત્ર, દોરા-ધાગા બનાવે. સૂત્ર-૭૧ઃ જયાં પરઠવાની આજ્ઞા ન હોય એવા ઘરનાવિભાગોમાં મળ-મૂત્રપરઠે. સૂત્ર-૭૨ઃ સ્મશાનના નિષિદ્ધ વિભાગોમાં મળમૂત્ર પરઠે. સૂત્ર-૭૩ઃ નવી માટીની ખાણ તથા હળથી ખેડેલી જગ્યામાં મળમૂત્ર પરઠે. સૂત્ર-૭૪: કોલસા બનતા હોય તે સ્થાનોમાં મળમૂત્ર પરઠે. સૂત્ર-૭૫ કીચડ-કાદવ આદિના સ્થાનોમાં મળમૂત્ર પરઠે. સૂત્ર-૭૬: ફળોના સંગ્રહ કરવાના સ્થાનોમાં મળમૂત્ર પરઠે. સૂત્ર-૭૭: વનસ્પતિવાળા(શાક-ભાજીવાળા) સ્થાનોમાં મળમૂત્ર પરઠે. સુત્ર-૭૮: શેરડી-શાલ આદિના ખેતરોમાં મળમુત્ર પરઠે. સૂત્ર-૭૯: અશોક વૃક્ષ આદિના વનમાં મળમૂત્ર પરઠે. સૂત્ર૮૦ઃ સૂર્યનો તાપ ન આવે તેવા સ્થાનોમાં મળમૂત્ર પરઠે. ઈત્યાદિ પ્રવૃત્તિઓનું લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. @ @ @ @ | ચોથા ઉદ્દેશકનો સારાંશ| | સૂત્ર-૧: જે મુનિ રાજાને વશમાં કરે. સૂત્ર-૨: રાજાના રક્ષકને વશમાં કરે. સૂત્ર-૩ઃ નગરરક્ષકને વશમાં કરે. સૂત્ર-૪ નિગમરક્ષકને વશમાં કરે. સૂત્ર-૫ઃ આ સર્વારક્ષકને વશમાં કરે. સૂત્ર-૧૦: રાજા આદિ તે પાંચેયના ગુણગાન કરે. ર - ક જ કલાક Jain E cation International For Private Versonal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ ૩૦ વેદશાસ્ત્ર: નિશીથ સૂત્ર સારાંશ | ૩૦ | સૂત્ર-૧૧-૧૫ રાજા આદિ તે પાંચેયને પોતાના તરફ આકર્ષિત કરવા. સૂત્ર-૧૬: ગ્રામરક્ષકને વશમાં કરે. સૂત્ર-૧૭: દેશરક્ષકને વશમાં કરે. સૂત્ર-૧૮: સીમારક્ષકને વશમાં કરે. સૂત્ર-૧૯: રાજ્યરક્ષકને વશમાં કરે. સૂત્ર-૨૦: આ સર્વારક્ષકને વશમાં કરે. સૂત્ર-૨૧-૨૫ ગ્રામરક્ષક આદિ આ પાંચેયના ગુણગાન કરે. સૂત્ર-૨-૩૦ ગ્રામ રક્ષક આદિ પાંચેયને પોતાની તરફ આકર્ષિત કરવા. સૂત્ર-૩૧ : સચેત અનાજ ખાય યા સચેત બીજ ખાય. સૂત્ર-૩રઃ આચાર્ય આદિની આજ્ઞા વિના દૂધ, ઘી આદિ વિગયોનું સેવન કરવું. સૂત્ર-૩૭: આવશ્યકતા માટે છોડેલા ઘરોને પૂછયા જાણ્યા વગર ગોચરી જાય. સૂત્ર-૩૪ : સાધ્વીજીઓના ઉપાશ્રયમાં અવિધિથી પ્રવેશ કરે. સૂત્ર-૩૫: સાધ્વીજીઓના આવવાના માર્ગ પર દંડાદિ રાખે. સૂત્ર-૩ : નવો ક્લેશ ઉત્પન્ન કરે. સૂત્ર-૩૭ઃ શાંત પડી ગયેલા ક્લેશને ફરીથી ઉત્પન્ન કરે. સૂત્ર-૩૮: મુખ ખોલીને ખડખડાટ હસે. સૂત્ર-૩૯-૪૮: પાર્થસ્થ, અવસત્ર, કુશીલ, સંસક્ત અને નિત્યક આ પાંચને પોતાના સાધુ આપે અથવા તેના સાધુ લે. સૂત્ર-૪૯-૬૩ઃ પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાય આદિ સચિત્ત પદાર્થોથી લિપ્ત હાથ દ્વારા આહારાદિ લે. સૂત્ર-૬૪-૧૧૭ઃ સાધુ-સાધુ પરસ્પર ત્રીજા ઉદ્દેશકમાં કહેલા શરીર પરિકર્મના ૫૪ કાર્યો કરે. સૂત્ર-૧૧૮-૧૯ઃ સંધ્યા સમયે ભૂમિનું પ્રતિલેખનન કરે અથવા મળમૂત્ર પરઠવાની ત્રણ ભૂમિકાનું પ્રતિલેખન ન કરે. સૂત્ર-૧૨૦ઃ એક હાથથી અલ્પ લાંબી-પહોળી ભૂમિમાં મળમૂત્રનો ત્યાગ કરે. સૂત્ર-૧૨૧: અવિધિથી મળમૂત્રનો ત્યાગ કરે. સૂત્ર-૧રરઃ મળમૂત્રનો ત્યાગ કરીને મળદ્વાર ન લૂછે.(પોછે) સૂત્ર-૧૨૩: મળદ્વારને કાષ્ટાદિથી લૂછે. સૂત્ર-૧૨૪ મળદ્વારની શુદ્ધિ-શુચિ ન કરે. સૂત્ર-૧રપ મળની ઉપર જ શુદ્ધિ કરે. સૂત્ર-૧૨૬: ઘણો દૂર જઈને શુદ્ધિ કરે. સૂત્ર-૧૨૭: ત્રણ પસલી(ચાપવા)થી વધુ પાણીથી શુદ્ધિ કરે. સૂત્ર-૧૨૮: પ્રાયશ્ચિત્ત વહન કરનારાની સાથે ભિક્ષાચર્યા જાય. ઈત્યાદિ પ્રવૃત્તિઓનું લઘુમાસિક પ્રાયશ્ચિત્ત થાય છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ ૩૧ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત પાંચમા ઉદ્દેશકનો સારાંશ : સૂત્ર-૧-૧૧ ઃ જે મુનિ વૃક્ષ સ્કંધની આસપાસ સચિત્ત પૃથ્વી પર ઊભા રહે, બેસે, સૂએ, આહાર કરે, મળ ત્યાગ કરે, સ્વાધ્યાય કરે વગેરે. સૂત્ર-૧૨ : પોતાની ચાદર આદિ ગૃહસ્થની પાસે સિવડાવે. સૂત્ર-૧૩ : નાની ચાદરને બાંધવાની દોરીયો લાંબી કરે. સૂત્ર-૧૪ : લીમડા આદિના અચિત્ત પાંદડાઓને પાણીથી ધોઈને ખાય. સૂત્ર-૧૫-૨૨ : શય્યાતરના અથવા અન્ય ગૃહસ્થના પગ લૂછવાના ઉપકરણ અને દંડ આદિ નિર્દિષ્ટ(બતાવેલા) સમય પર પાછા ન આપે. સૂત્ર-૨૩ : ગૃહસ્થને ત્યાંથી લઈ આવેલ શય્યા-સંસ્તારક ઉપાશ્રયમાં છોડી દીધા પછી ફરી આજ્ઞા લીધા વિના ઉપયોગમાં લે. સૂત્ર-૨૪ : ઊન-સૂતર આદિ કાંતે. સૂત્ર-૨૫-૩૦ : સચિત્ત, રંગીન તથા અનેક રંગોથી આકર્ષક દંડ બનાવે કે રાખે. સૂત્ર-૩૧-૩૨ : નવા વસેલા ગ્રામાદિમાં તથા નવી ખાણોમાં(ત્યાં વસેલા ઘરોમાં) ગોચરી માટે જાય. સૂત્ર-૩૩-૩૫ : મુખ આદિથી વીણા બનાવવી કે વગાડે તથા અન્ય વાજિંત્રો વગાડે. સૂત્ર-૩૬-૩૮ : ઔદેશિક(સાધુના નિમિત્તથી બનાવેલા) સપ્રામૃત(સાધુના માટે સમય પરિવર્તન કરીને બનાવેલ) પરિકર્મ(સુધારા કરીને બનાવેલ) શય્યામાં પ્રવેશ કરે યા રહે. સૂત્ર-૩૯ : સંભોગ પ્રત્યયિક ક્રિયાનો નિષેધ કરવો. સૂત્ર-૪૦-૪૧ : ઉપયોગમાં આવે તેવા પાત્રને ફોડીને તથા ઉપયોગમાં આવે તેવા વસ્ત્ર કંબલ પાદપૂછણ આદિના ટુકડા કરીને પરઠે. સૂત્ર-૪૨ : દંડ-લાકડીના ટુકડા કરીને પરઠે. સૂત્ર-૪૩-૫૨ : રજોહરણ પ્રમાણથી મોટો બનાવે. ફલિઓ(દેશીઓ) સૂક્ષ્મ બનાવે, લિઓને એકબીજા સાથે બાંધે, અવિધિથી બાંધીને રાખવી. અનાવશ્યક એક પણ બંધ કરે, આવશ્યક હોવા છતાં ત્રણથી અધિક બંધન બાંધે. સૂત્ર-૫૩ : પાંચ પ્રકાર સિવાયની જાતના રજોહરણ બનાવે, પોતાનાથી દૂર રાખે, પગની નીચે રાખે, માથાની નીચે રાખે. ઇત્યાદિ પ્રવૃત્તિઓનું લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. છઠ્ઠા ઉદ્દેશકનો સારાંશ સૂત્ર-૧-૧૦ : જે મુનિ કુશીલ સેવન માટે સ્ત્રીને નિવેદન કરે અથવા કુશીલનું સેવન કરે, તે માટે હસ્ત કર્મ કરે, અંગાદાનનું સંચાલન આદિ પ્રવૃત્તિકરે, યાવત્ શુક્રપાત કરે. Page #32 -------------------------------------------------------------------------- ________________ | છંદશાસ્ત્ર: નિશીથ સૂત્ર સારાંશ ૩ર સૂત્ર-૧૧-૧૩ઃ વિષય ઇચ્છાથી સ્ત્રીને વસ્ત્ર રહિત કરે, વસ્ત્ર રહિત થવા માટે કહે; કલેશ કરે; પત્ર લખે; સૂત્ર-૧૪-૧૮: મૈથુન સેવનના સંકલ્પથી સ્ત્રીની યોની યા અપાનદ્વારને લેપ કરે, ધોવે આદિ કાર્ય કરે. સૂત્ર-૧૯-૨૩ઃ મૈથુન સેવનના સંકલ્પથી બહુમૂલ્ય અખંડ રંગબેરંગી વસ્ત્રો રાખે. સૂત્ર-૨૪-૨૭: મૈથુન સેવનના સંકલ્પથી ત્રીજા ઉદ્દેશકના ૫૪ સૂત્ર અનુસાર શરીરની પરિકર્મ ક્રિયા કરે. સૂત્ર-૨૮: મૈથુનના સંકલ્પથી દૂધ-દહીં આદિ પૌષ્ટિક આહાર કરે. ઇત્યાદિ પ્રવૃત્તિઓનું ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત થાય છે. કે હુ છુ I સાતમા ઉદેશકનો સારાંશ | @ @ ક્લ સૂત્ર-૧-૧૨ઃ જે મુનિ મૈથુન સેવનના સંકલ્પથી અનેક પ્રકારની માળાઓ, અનેક પ્રકારના કડા, અનેક પ્રકારના આભૂષણો અને અનેક જાતિના ચર્મ અને વસ્ત્રો બનાવે, રાખે અને પહેરે. સૂત્ર-૧૩ઃ મૈથુન સેવનના સંકલ્પથી સ્ત્રીના અંગોપાંગોનું સંચાલન કરે. સૂત્ર-૧૪-૭: મૈથુનના સંકલ્પથી શરીર પરિકર્મના ૫૪ બોલ પરસ્પર કરે. સૂત્ર-૬૮-૭૯: સ્ત્રીને પૃથ્વીકાય, અપ્લાય, વનસ્પતિકાય અને ત્રસકાયની વિરાધનાના સ્થાન પર બેસાડે, સુવડાવે, ખોળામાં કે ધર્મશાળા આદિ સ્થાનોમાં બેસાડે, સુવડાવે અને આહાર કરાવે. સૂત્ર-૮૦-૮૨: મૈથુન સેવનના સંકલ્પથી ચિકિત્સા(દવા) કરાવે, શરીરાદિની શુદ્ધિ કરે તથા શરીરને સજાવે. સૂત્ર-૮૩-૮૫ : મૈથુન સેવનના સંકલ્પથી પશુ-પક્ષીના અંગોપાંગોનું સંચાલન કરે તેઓના સ્ત્રોત સ્થાનોમાં કાષ્ટાદિ નાખી તેનું સંચાલન કરે, તેઓની સ્ત્રી જાતિ સાથે આલિંગન કરે. સૂત્ર-૮૦-૯૧: મૈથુનભાવથી સ્ત્રીને આહાર વસ્ત્રાદિદેવા લેવા તથા તેની પાસેથી સૂત્રાર્થ લેવા અથવા તેને સૂત્રાર્થ દે. સૂત્ર-૯૨ મૈથુન ભાવથી પોતાના શરીરના કોઈપણ અવયવથી કામચેષ્ટા કરે. ઈત્યાદિ પ્રવૃત્તિઓનું ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત થાય છે. ક્ષિકે દક્કિ છે કે આઠમા ઉદેશકનો સારાંશ રૂ શુક ઊ છઠ્ઠા સાતમા ઉદ્દેશકમાં મૈથુનના સંકલ્પથી કરેલી પ્રવૃત્તિઓનું પ્રાયશ્ચિત્ત કહેવાયું છે. આઠમા ઉદ્દેશકમાં મૈથુન સેવનના સંકલ્પના નિમિત્તરૂપ સ્ત્રી સંબંધી પ્રાયશ્ચિત્ત કથન છે. ત્યાર પછી રાજપિંડથી સંબંધિત પ્રાયશ્ચિત્ત કહેવામાં આવ્યું છે. Page #33 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત સૂત્ર-૧-૯ : જે મુનિ ધર્મશાળા આદિ ૪માં, ઉદ્યાનાદિ ૪માં, અટ્ટાલિકા આદિ માં, ઉદક માર્ગ આદિ ૪માં, શૂન્યગૃહ આદિ માં, તૃણઘરાદિ માં, યાનશાલા આદિ ૪માં, દુકાનાદિ ૪માં, ગોશાલાદિ ૪માં, એકલા સાધુ એકલી સાધ્વીની સાથે રહે, આહારાદિ કરે, સ્વાધ્યાય કરે, સ્થંડિલભૂમિ જાય અથવા વિકારોત્પાદક વાર્તાલાપ આદિ કરે. 33 સૂત્ર-૧૦ : રાત્રિના સમયમાં સ્ત્રી પરિષદમાં યા સ્ત્રી યુક્ત પુરુષ પરિષદમાં અપરિમિત ધર્મ કથા કરે. સૂત્ર-૧૧ : સાધ્વીની સાથે વિહાર આદિ કરે અથવા અતિ સંપર્ક રાખે. સૂત્ર-૧૨-૧૩ : ઉપાશ્રયમાં સ્ત્રીને રાત્રિમાં રહેવા દે, ના કહે નહીં, મનાઈ ન કરે તથા એની સાથે બહાર આવવા જવાનું રાખે. સૂત્ર-૧૪ : મુર્ધાભિષિક્ત રાજાના અનેક પ્રકારના મહોત્સવમાં આહાર ગ્રહણ કરે. સૂત્ર-૧૫-૧૬ ઃ તે રાજાઓની ઉત્તરશાળા અથવા ઉત્તરગૃહમાં તથા અશ્વશાળા આદિમાં આહાર ગ્રહણ કરે. સૂત્ર-૧૭ : રાજાના દૂધ-દહીં આદિના સંગ્રહસ્થાનોમાંથી આહાર ગ્રહણ કરે. સૂત્ર-૧૮ : રાજાના ઉત્કૃષ્ટ પિંડ આદિ દાન નિમિત્તે રાખેલ આહાર ગ્રહણ કરે. ઇત્યાદિ સ્થાનોનું ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત થાય છે. નવમા ઉદ્દેશકનો સારાંશ સૂત્ર-૧-૫ : જો ભિક્ષુ રાજપિંડ ગ્રહણ કરે, વાપરે, અંતઃપુરમાં પ્રવેશ કરે, અંતઃપુરમાંથી આહાર મંગાવે તેમજ લાવે તેનો સ્વીકાર કરે. : સૂત્ર-૬ ઃ દ્વારપાલ, પશુ આદિના નિમિત્તે બનાવેલ રાજપિંડ ગ્રહણ કરે. સૂત્ર-૭ : ભિક્ષા માટે જતા ચાર પાંચ દિવસ થઈ જાય તો પણ રાજાના છ સ્થાનોની જાણકારી ન કરે. જેમ કે દુગ્ધશાળા, કોઠારશાળા, મંત્રણાસ્થાન, દાનશાળા આદિ. સૂત્ર-૮-૯ : રાજા અને રાણીને જોવાના સંકલ્પથી એક ડગલું પણ ચાલે. સૂત્ર-૧૦ : શિકાર આદિ માટે ગયેલા રાજાનો આહાર ગ્રહણ કરે. સૂત્ર-૧૧ : રાજા કોઈના ઘરે ભોજન કરવા માટે ગયા હોય તે સ્થાનમાં તે સમયે ભિક્ષા માટે જાય. સૂત્ર-૧૨ ઃ રાજા જ્યાં રોકાયા હોય તે સ્થાનની નજીક રહે. સૂત્ર-૧૩-૧૮ : યુદ્ધ યાત્રા યા પર્વત, નદીની યાત્રા માટે જતા આવતા રાજાનો આહાર ગ્રહણ કરે. સૂત્ર-૧૯ : રાજ્યાભિષેકની વાટાઘાટના સમયે ત્યાં આવજા કરે. સૂત્ર-૨૦ : દસ મોટી રાજધાનીઓમાં એક મહિનામાં એક વારથી વધુ વખત જાય. સૂત્ર-૨૧-૨૫ ઃ રાજાના અધિકારી યા કર્મચારી આદિના નિમિત્તે કાઢેલા આહારને ગ્રહણ કરે.આ સ્થાનોનું સેવન કરવાથી ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થાય છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ છેદશાસ્ત્ર : નિશીથ સૂત્ર સારાંશ દસમા ઉદ્દેશકનો સારાંશ કે ટ સૂત્ર-૧-૪ : જો મુનિ આચાર્ય યા રત્નાધિક શ્રમણને કઠોર, રૂક્ષ યા ઉભયવચનકહે તથા કોઈ પણ પ્રકારની આશાતના કરે. સૂત્ર-૫ : અનંતકાય યુક્ત આહાર કરે. સૂત્ર-૬ : આધાકર્મી દોષનું સેવન કરે. સૂત્ર-૭-૮ : વર્તમાન યા ભવિષ્ય સંબંધી નિમિત્ત કહે. સૂત્ર-૯-૧૦ : શિષ્યનું અપહરણાદિ કરે. સૂત્ર-૧૧-૧૨ ઃ દીક્ષાર્થીનું અપહરણ આદિ કરે. સૂત્ર-૧૩ : આવેલા એકલા સાધુને આવવાનું કારણ જાણ્યા વગર ત્રણ દિવસથી વધુ આશ્રય આપે. સૂત્ર-૧૪ : ક્લેશ ઉપશાંત ન કરનારા અથવા પ્રાયશ્ચિત્ત ન કરનારા સાથે ત્રણ દિવસ પછી પણ આહાર કરે. સૂત્ર-૧૫ : પ્રાયશ્ચિત્તનું વિપરીત પ્રરૂપણ કરે યા વિપરીત પ્રાયશ્ચિત્ત આપે. સૂત્ર-૧૬-૨૪ : પ્રાયશ્ચિત્ત સેવન, તેનો હેતુ અને સંકલ્પને સાંભળીને તથા જાણતા હોવા છતાં પણ તે સાધુ સાથે આહાર કરે. સૂત્ર-૨૫ ઃ સૂર્યોદય અને સૂર્યાસ્તનો સંદેહ હોવા છતાં પણ આહાર કરે. સૂત્ર-૨૬ઃ ઃ રાત્રિના સમયમાં મુખમાં આવેલ ઓડકાર(ઉગાલ)ને ગળી જાય. સૂત્ર-૨૭-૨૮ : બીમારની સેવા ન કરે અથવા વિધિપૂર્વક સેવા ન કરે. સૂત્ર-૨૯-૩૦ : ચાતુર્માસમાં વિહાર કરે. સૂત્ર-૩૧-૩ર : સંવત્સરી નિશ્ચિત્ત કરેલા દિવસે ન કરે અને અન્ય દિવસે કરે. સૂત્ર-૭૩ : પર્યુષણ-સંવત્સરીના દિવસ સુધી લોચ ન કરે. સૂત્ર-૩૪ : પર્યુષણ-સંવત્સરીના દિવસે ચૌવિહાર ઉપવાસ ન કરે. સૂત્ર-૩૫ : પર્યુષણાકલ્પ ગૃહસ્થોને સંભળાવે. સૂત્ર-૩૬ : ચાતુર્માસમાં વસ્ત્ર ગ્રહણ કરે. ઇત્યાદિ પ્રવૃત્તિઓનું ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત થાય છે. અગિયારમા ઉદ્દેશકનો સારાંશ સૂત્ર-૧-૨ : જે મુનિ લોખંડ આદિના પાત્ર કરે યા રાખે. સૂત્ર-૩-૪ : લોખંડ આદિના બંધન યુક્ત પાત્ર રાખે યા બનાવે. સૂત્ર-૫ : પાત્ર માટે અર્ધા યોજનથી આગળ જાય. ૩૪ સૂત્ર-૬ ઃ કારણવશ અર્ધા યોજન ઉપરાંતથી સામે લઈ આવીને પાત્ર આપે તેને ગ્રહણ કરે. સૂત્ર-૭ : ધર્મની નિંદા કરે. Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩૫ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત સૂત્ર-૮ : અધર્મની પ્રશંસા કરે. સૂત્ર-૯-૬૨ ઃ ગૃહસ્થના શરીરનું પરિકર્મ-સેવા કરે. સૂત્ર-૬૩-૬૪ : સ્વયંને તથા અન્યને ડરાવે. સૂત્ર-૬૫-૬૬ : સ્વયંને અથવા બીજાને આશ્ચર્યચકિત કરે. સૂત્ર-૬૭-૬૮ : સ્વયંને અથવા અન્યને વિપરીતરૂપમાં દેખાડે અથવા કહે. સૂત્ર-૬૯ : જે સામે હોય તેના ધર્મ પ્રમુખની, તેના સિદ્ધાંતોની, તેના આચારોની પ્રશંસા કરે અથવા વ્યક્તિની સામે તેની ખોટી પ્રશંસા કરે. સૂત્ર-૭૦ : બે વિરોધી રાજયો વચ્ચે વારંવાર ગમના-ગમન કરે. સૂત્ર-૭૧ : દિવસ ભોજનની નિંદા કરે. સૂત્ર-૭ર ઃ રાત્રિ ભોજનની પ્રશંસા કરે. સૂત્ર-૭૩ : દિવસે લઈ આવેલો આહાર બીજા દિવસે ખાય. સૂત્ર-૭૪ : દિવસે લઈ આવેલો આહાર રાત્રિએ ખાય. સૂત્ર-૭૫ ઃ રાત્રે લઈ આવેલ આહાર દિવસે ખાય. સૂત્ર-૭૬ ઃ રાત્રે લઈ આવેલ આહાર રાત્રે ખાય. સૂત્ર-૭૭ : આગાઢ પરિસ્થિતિ વિના રાત્રિમાં અશનાદિ રાખે. સૂત્ર-૭૮ : આગાઢ પરિસ્થિતિમાં રાખેલો આહાર ખાય. સૂત્ર-૭૯ : સંખડીના આહારને ગ્રહણ કરવાની અભિલાષાથી અન્યત્ર રાત્રિનિવાસ કરે. સૂત્ર-૮૦ : નૈવેદ્યપિંડ ગ્રહણ કરીને ખાય. સૂત્ર-૮૧-૮૨ : સ્વચ્છંદાચારીની પ્રશંસા કરે, તેને વંદન કરે. સૂત્ર-૮૩-૮૪ : અયોગ્યને દીક્ષા દે યા વડી દીક્ષા દે. સૂત્ર-૮૫ ઃ અયોગ્ય અસમર્થની પાસે સેવા કાર્ય કરાવે. સૂત્ર-૮૬-૮૯ : અચેલક યા સચેલક સાધુ-સાધ્વી સાથે રહે. સૂત્ર-૯૦: પર્યુષિત એટલે રાતના રાખેલ ચૂર્ણ, નમક આદિ ખાય. સૂત્ર-૯૧: આત્મઘાત કરનારાની પ્રશંસા કરે. ઇત્યાદિ દોષ ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થાય છે. બારમા ઉદ્દેશકનો સારાંશ સૂત્ર-૧-૨ ઃ જે મુનિ કરુણા ભાવથી પણ ત્રસ-પ્રાણીઓને બાંધે અથવા છોડે આદિ સાધુને અયોગ્ય પ્રવૃત્તિઓ કરે. સૂત્ર-૩ : વારંવાર પ્રત્યાખ્યાનનો ભંગ કરે. સૂત્ર-૪ : પ્રત્યેકકાય મિશ્રિત આહાર કરે. સૂત્ર-૫ ઃ રોમ સહિત(સરોમ) ચર્મનો ઉપયોગ કરે. સ્થાનોનું સેવન કરવાથી સૂત્ર-૬ ઃ ગૃહસ્થના વસ્ત્રાચ્છાદિત તૃણપીઠ આદિ પર બેસે. : Page #36 -------------------------------------------------------------------------- ________________ છેદશાસ્ત્ર : નિશીથ સૂત્ર સારાંશ સૂત્ર-૭ : સાધ્વીજીની ચાદર ગૃહસ્થ પાસે સીવડાવે. સૂત્ર-૮ : પૃથ્વી આદિ પાંચે સ્થાવર જીવોની થોડી પણ વિરાધના કરે. સૂત્ર-૯ : સચિત્ત વૃક્ષ પર ચઢે. સૂત્ર-૧૦-૧૩: ગૃહસ્થના વાસણમાં ખાય, ગૃહસ્થના વસ્ત્ર પહેરે, ગૃહસ્થની શય્યા આદિ પર બેસે, ગૃહસ્થની ચિકિત્સા કરે. સૂત્ર-૧૪ : પૂર્વકર્મ દોષયુક્ત આહાર ગ્રહણ કરે. સૂત્ર-૧૫ : સચેત પાણીના ઉપયોગમાં આવતાં વાસણથી આહાર ગ્રહણ કરે. સૂત્ર-૧૬-૩૦ : દર્શનીય સ્થળો જોવા જાય. સૂત્ર-૩૧ : મનોહર રૂપોમાં આસક્ત થાય. સૂત્ર-૩૨ : પહેલા પહોરમાં ગ્રહણ કરેલા આહાર-પાણી ચોથા પહોરમાં વાપરે. સૂત્ર-૩૩ : બે ગાઉ આગળ લઈ જઈ આહાર પાણીનો ઉપયોગ કરે. સૂત્ર-૩૪-૪૧ : ગોબર કે લેપ્ય પદાર્થ રાતમાં લગાવે કે રાત્રે રાખી દિવસે લગાવે. સૂત્ર-૪૨-૪૩ : ગૃહસ્થ પાસે ઉપધિ ઉપડાવે તથા તેને આહાર દે. સૂત્ર-૪૪ : મોટી નદીઓને મહિનામાં એકવારથી વધુ વાર ઉતરી ને કે તરીને પાર કરે.ઇત્યાદિ પ્રવૃત્તિઓ કરવાથી લધું ચૌમાસી પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થાય છે. તેરમા ઉદ્દેશકનો સારાંશ ૩૬ સૂત્ર-૧-૮ ઃ જે મુનિ સચિત્ત પૃથ્વીની નજીકની ભૂમિ પર, પાણીથી સ્નિગ્ધ ભૂમિ પર, સચિત્ત રજયુક્ત પૃથ્વી પર, સચિત્ત માટી યુક્ત પૃથ્વી પર, સચિત્ત પૃથ્વી પર, શિલા યા પથ્થર પર તથા જીવ યુક્ત કાષ્ઠ યા ભૂમિ પર ઊભા રહેવું, બેસવું, સૂએ. સૂત્ર-૯-૧૧ : ભીંત પાળી આદિથી અનાવૃત ઊંચાસ્થાન પર ઊભા રહે, બેસે,સૂએ. સૂત્ર-૧૨ : ગૃહસ્થને શિલ્પ આદિ લૌકિક કાર્ય શીખડાવે. સૂત્ર-૧૩-૧૬ : ગૃહસ્થને સરોષવચન, રૂક્ષવચન કહે અથવા અન્ય કોઈ પ્રકારથી તેની આશાતના કરે. સૂત્ર-૧૭-૧૮ : ગૃહસ્થના કૌતુક કર્મ યા ભૂતિકર્મ કરે. સૂત્ર-૧૯-૨૦ ઃ ગૃહસ્થને કૌતુક પ્રશ્ન કરે અથવા એનો ઉત્તર દે. સૂત્ર-૨૧ ઃ ગૃહસ્થને ભૂતકાળ સંબંધી નિમિત્ત બતાવે. સૂત્ર-૨૨-૨૪ : લક્ષણ, વ્યંજન અથવા સ્વપ્નના ફળ બતાવવા. સૂત્ર-૨૫-૨૭ : ગૃહસ્થ માટે વિધા, મંત્ર કે યોગનો પ્રયોગ કરે. સૂત્ર-૨૮ : ગૃહસ્થને માર્ગ આદિ બતાવે. સૂત્ર-૨૯-૩૦ : ગૃહસ્થને ધાતુ યા નિધિ બતાવે. . સૂત્ર-૩૧-૪૧ : પાત્ર, દર્પણ, તલવાર આદિમાં પોતાનું પ્રતિબિંબ જુએ. સૂત્ર-૪૨-૪૫ ઃ જે મુનિ સ્વસ્થ હોવા છતાં પણ વમન, વિરેચન કરે યા કોઈ પણ ઔષધનું સેવન કરે. . Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૭ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત) સૂત્ર-૪-૬૩: પાર્થસ્થ, કુશીલ, અવસગ્ન, સંસક્ત, નિત્યક, કાશિક, પ્રેક્ષણિક, મામક, સાંપ્રસારિક; આ નવને વંદન કરે કે એની પ્રશંસા કરે. સૂત્ર-૬૪-૭૮: ઉત્પાદનના દોષોનું સેવન કરીને આહાર ગ્રહણ કરે તથા ખાય. ઈત્યાદિ પ્રવૃત્તિઓ કરવાથી લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થાય છે. @ @ @ી ચૌદમા ઉદ્દેશકનો સારાંશ| @ @ સૂત્ર-૧ઃ જે મુનિ પાત્ર ખરીદે અથવા ખરીદ કરીને લાવેલ પાત્ર લે. સૂત્ર-૨ : પાત્ર ઉધાર લે અથવા ઉધાર લાવેલા પાત્ર લે. સૂત્ર-૩: પાત્રનું પરિવર્તન કરે અથવા પરિવર્તન કરી લાવેલ પાત્ર લે. સુત્ર-૪: સાધુને માટે કોઈની પાસેથી ઝુંટવીને લાવેલપાત્ર, ભાગીદારની આજ્ઞા લીધા વિનાના પાત્ર અથવા સામે લાવેલા પાત્રો લે. સૂત્ર-૫ આચાર્યની આજ્ઞા વિના કોઈને વધુ પાત્ર દે. સૂત્ર-દઃ અવિકલાંગને કે સમર્થને વધુ પાત્ર છે. સૂત્ર-૭: વિકલાંગ કે અસમર્થને વધુ પાત્ર ન દે. સૂત્ર-૮-૯ઃ ઉપયોગમાં ન આવે તેવા પાત્રોને રાખે. ઉપયોગમાં આવે તેવા પાત્રોને છોડી દે. સૂત્ર૧૦૧૧ સુંદર પાત્રોને કુરૂપ કરે અથવા વિરૂપ પાત્રને સુંદર કરે. સૂત્ર-૧ર-૧૯ઃ જૂના પાત્રને દુર્ગધ યુક્ત પાત્રને વારંવાર ધોવે કે કર્ણાદિ લેપ લગાવે અથવા ઘણા દિવસો સુધી તેમાં પાણી આદિ ભરીને રાખે અને તેને સારા કરે. સૂત્ર-૨૦-૩૦: સચિત્ત સ્થાન, ત્રસ જીવ યુક્ત સ્થાન, દિવાલ વિનાના ઊંચા સ્થાન પર પાત્ર સૂકવે. સૂત્ર-૩૧-૩૬: પાત્રમાં ત્રસ જીવ, ધાન્ય-બીજ, કંદાદિ, પૃથ્વી, પાણી, અગ્નિ હોય તેને કાઢીને કે કઢાવીને પાત્ર છે. સૂત્ર-૩૭: પાત્ર પર કોતરણી કરે કે કોતરણીવાળા પાત્ર લે. સૂત્ર-૩૮-૩૯ઃ પોતાના ઘર સિવાય અન્ય કોઈ સ્થાનમાં રહેલ ગૃહસ્થ પાસેથી તેમજ કયાંય પણ કોઈની સાથે વિચારણા કરનારા પાસે પાત્રની યાચના કરવી. સૂત્ર-૪૦-૪૧: પાત્રને માટે ગૃહસ્થને પ્રતિજ્ઞાબદ્ધ કરીને માસકલ્પ યા ચાતુર્માસ રહેવું. ઈત્યાદિ પ્રવૃત્તિઓનું લધુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. છ, I પંદરમા ઉદ્દેશકનો સારાંશ શિક * * * સૂત્ર-૧-૪ઃ કઠોર વચન આદિથી અન્ય સાધુની આશાતના કરે. સૂત્ર-૫-૧રઃ સચિત્ત આમ્ર તથા તેના કટકા આદિ ગ્રહણ કરે અને વાપરે. સૂત્ર-૧૩-ss: ગૃહસ્થ પાસે પોતાના શરીર સંબંધી ૫૪ પ્રકારના પરિકર્મ કરાવે. સૂત્ર-૬૭-૭૫ : અકલ્પનીય સ્થાનોમાં મળમૂત્ર પરઠે. Jain Eadcation International Page #38 -------------------------------------------------------------------------- ________________ છંદશાસ્ત્ર ઃ નિશીથ સૂત્ર સારાંશ સૂત્ર-૭૬-૯૭ : ગૃહસ્થને આહાર અને વસ્ત્રાદિ આપે. પાર્શ્વસ્થાદિ સાથે આહાર અને વસ્ત્રાદિની લેતી દેતી કરે. ૩૮ સૂત્ર-૯૮ : વસ્ત્ર ગ્રહણ કરવામાં ઉદ્ગમ આદિ દોષોને પરિહાર યોગ્ય પૂર્ણ ગવેષણા ન કરે. સૂત્ર-૯૯-૧૫૨ : વિભૂષાની વૃત્તિથી શરીર પરિકર્મના ૫૪ સૂત્રોક્ત કાર્ય કરે. સૂત્ર-૧૫૩ : વિભૂષાની વૃત્તિથી વસ્ત્રાદિ ઉપકરણ રાખે. સૂત્ર-૧૫૪ : વિભૂષાની વૃત્તિથી વસ્ત્રાદિ ઉપકરણો ધોવે. ઇત્યાદિ પ્રવૃત્તિઓનું લધુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થાય છે. | સોળમા ઉદ્દેશકનો સારાંશ છે સૂત્ર-૧-૩ : ગૃહસ્થ યુક્ત, જલ યુક્ત અને અગ્નિ યુક્ત મકાનમાં રહે. સૂત્ર-૪-૧૧ : સચિત્ત શેરડી યા શેરડીના ટુકડા ખાય કે ચૂસે. સૂત્ર-૧૨ : અરણ્યમાં રહેનારા, જંગલમાં જનારા તેમજ અટવીની યાત્રા કરનારા પાસેથી ત્યાં માર્ગમાં આહાર લે. સૂત્ર-૧૩-૧૪ : અલ્પ ચારિત્રગુણવાળાને વિશેષ ચારિત્રગુણસંપન્ન કહેવા અને વિશેષ ચારિત્રગુણવાળાને અલ્પ ચારિત્રગુણવાળા કહેવા. સૂત્ર-૧૫ : વિશેષ ચારિત્રગુણવાળા ગચ્છમાંથી અલ્પ ચારિત્રગુણવાળામાં જાય. સૂત્ર-૧૬-૨૪ : કદાગ્રહ યુક્ત સાધુઓની સાથે આહાર, વસ્ત્ર, મકાન, સ્વાધ્યાયની લેતી દેતી કરે. સૂત્ર-૨૫-૨૬ : સુખપૂર્વક વિચરવા યોગ્ય ક્ષેત્ર હોવા છતાં પણ અનાર્ય ક્ષેત્રોમાં અથવા વિકટ માર્ગોમાં વિહાર કરે. જુઓ— પૃષ્ટ-૪૨ સુભાષિતમાં] સૂત્ર-૨૭-૩ર : જુગુપ્સિત કુળવાળા પાસેથી આહાર, વસ્ત્ર, શય્યા ગ્રહણ કરે તથા એને ત્યાં સ્વાધ્યાયની વાંચનાની લેતી દેતી કરે. સૂત્ર-૩૩-૩૫ : ભૂમિપર, બિછાના પર આહાર રાખે, ખીંટી, શીંકા આદિ પર આહાર રાખે. સૂત્ર-૩૬-૩૭ : ગૃહસ્થોની સાથે બેસીને પોત-પોતાનો આહાર કરવો કે ગૃહસ્થ જુએ ત્યાં આહાર કરે. સૂત્ર-૩૮ : આચાર્ય આદિના આસનાદિ પર અસાવધાનીથી પગ સ્પર્શી ગયા પછી ખમાવ્યા વિના કે વિનય કર્યા વગર ચાલ્યા જાય. સૂત્ર-૩૯ : સૂત્રોક્ત સંખ્યા કે માપથી વધુ ઉપધિ રાખે. સૂત્ર-૪૦-૫૦ : વિરાધનાવાળા સ્થાનો પર મળમૂત્ર પરઠે. ઇત્યાદિ પ્રવૃત્તિઓનુ લધુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થાય છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ | ૩૯T મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના નાગમ નવનીત @ @ સત્તરમા ઉદ્દેશકનો સારાંશક્ષક & ફ્રી ફ્રી | સૂત્ર-૧-૨ઃ કુતૂહલથી ત્રસ પ્રાણીઓને બાંધવા છોડવા આદિગૃહસ્થની પ્રવૃત્તિઓ કરે. સૂત્ર-૩-૧૪: કુતૂહલથી માળાઓ, કડાઓ, આભૂષણો અને વસ્ત્રાદિ બનાવે, રાખે અને પહેરે. સૂત્ર-૧૫-૬૮ઃ સાધ્વીજી સાધુના શરીરનું પરિકર્મ ગૃહસ્થ પાસે કરાવડાવે. સૂત્ર-૬૯-૧૨૨: સાધુ સાધ્વીજીના શરીરનું પરિકર્મ ગૃહસ્થ પાસે કરાવડાવે. સૂત્ર-૧૨૩-૧૨૪: આચારથી સમાન સાધુ-સાધ્વીજીને જગ્યા(સ્થાન) ન આપે. સૂત્ર-૧રપ-૧૨૭: અધિક ઊંચા નીચા સ્થાનમાંથી અથવા મોટી કોઠીમાંથી આહાર લે અથવા લેપાદિથી બંધ કરેલા વાસણને બોલાવીને તેમાંથી આહાર લે. સૂત્ર-૧૨૮-૧૩૧: સચિત્ત પૃથ્વી આદિ પર રાખેલ આહાર લે. સૂત્ર-૧૩૨: પંખા આદિથી ઠંડો કરીને આપેલ આહાર લે. સૂત્ર-૧૩૩ તાત્કાલિક બનાવેલું અચિત્ત-શીતલ પાણી (ધોવણ) લે. સૂત્ર-૧૩૪: પોતાના આચાર્યપદ યોગ્ય શારીરિક લક્ષણોનું કથન કરે કે બતાવે. સૂત્ર-૧૩૫ ગાવું, વગાડવવું, હસવું, નૃત્ય કરવું,નાટક કરવા, હાથી, ઘોડા, સિંહ આદિ જાનવરોના જેવો અવાજ કરવો, ઇત્યાદિ સંયમને અયોગ્ય પ્રવૃત્તિઓ કરે. સૂત્ર-૧૩૧૩૯ વિતત, તત, ઘન અને ઝુસિર આદિવાદ્યોના ધ્વનિ સાંભળવા જાય. સૂત્ર-૧૪૦-૧૫૫ઃ અનેક સ્થળોના શબ્દ સાંભળવા જાય, શબ્દમાં આસક્ત થાય. ઈત્યાદિ પ્રવૃત્તિઓ કરવાથી લધુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થાય છે. | ઉ ઉ છુ અઢારમા ઉદ્દેશકનો સારાંશ @ @ @ @ સૂત્ર-૧ઃ જે મુનિ અતિઆવશ્યક પ્રયોજનવિના નૌકાવિહાર કે વાહન વિહાર કરે. સૂત્ર-૨-૫: ભાડા આદિ દોષયુક્ત નૌકા અથવા વાહનમાં બેસે. સૂત્ર-૯: નૌકામાં ચઢવા માટે નૌકાને પાણીમાંથી ભૂમિ(સ્થલ) પર; સ્થળ પરથી પાણીમાં મંગાવે; કીચડમાંથી બહાર કઢાવે, નૌકામાં ભરાયેલ પાણી કઢાવે. સુત્ર-૧૦: મોટી નૌકા સુધી જવા માટે બીજી નાની નૌકા આદિ ઉપયોગમાં લે. સૂત્ર-૧૧ઃ અનુકૂળ પ્રવાહ અથવા પ્રતિકૂળ પ્રવાહમાં જનારી નૌકામાં જાય. સૂત્ર-૧રઃ અડધો યોજન અથવા એક યોજનથી વધુ લાંબો માર્ગ પસારકરનારી નૌકામાં જાય. સૂત્ર-૧૩-૧૪ નૌકા ચલાવે અથવા ચલાવનારને સહાયતા કરે. સૂત્ર-૧૫: નૌકામાં આવેલા પાણીને બહાર ઉલેચે. સૂત્ર-૧૬: નૌકામાં કાણું થવા પર તેને બંધ કરે. સૂત્ર-૧૭-૩રઃ નૌકાવિહારના પ્રસંગમાં સ્થલ, જલ, કીચડ અથવા નૌકામાં આહાર Jain 289 $ternational Page #40 -------------------------------------------------------------------------- ________________ છંદશાસ્ત્રઃ નિશીથ સૂત્ર સારાંશ સૂત્ર-૩૩-૭૩ : વસ્ત્ર સંબંધી દોષોનું સેવન કરે(૧૪માં ઉદ્દેશામાં પાત્રના માટે કહેવાયેલા બધા દોષો અહીં સમજવા). ઇત્યાદિ પ્રવૃત્તિઓનું લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થાય છે. ૪૦ ઓગણીસમા ઉદ્દેશકનો સારાંશ સૂત્ર-૧-૭ : ઔષધને માટે ક્રીત(ખરીદ) આદિ દોષ લગાડે. વિશિષ્ટ ઔષધ ત્રણ માત્રાથી અધિક લાવવું, ઔષધને વિહારમાં સાથે રાખે તથા ઔષધના પરિકર્મ સંબંધી દોષ(ખાંડવું, પીસવું, ભીંજવવું, ચાળવું આદિ)નું સેવન કરે. સૂત્ર-૮ : ચાર સંધ્યાકાલમાં સ્વાધ્યાય કરે.(લાલ દિશા અને મધ્યકાલના સમયે) સૂત્ર-૯-૧૦ : કાલિક સૂત્રની ૯ ગાથા અને દૃષ્ટિવાદની ૨૧ ગાથાઓથી વધુ પાઠનો અસ્વાધ્યાય કાલમાં અર્થાત્ ઉત્કાલમાં ઉચ્ચારણ કરે. સૂત્ર-૧૧-૧૨ : ચાર મહામહોત્સવ અને તેની પછીની ચાર મહા પ્રતિપદા (એકમ)ના દિવસે અર્થાત્ ચૈત્ર, આષાઢ, આસો અને કાર્તિક માસની પૂનમ અને તે પછી આવતી એકમના દિવસે સ્વાધ્યાય કરે. સૂત્ર-૧૩ : કાલિક સૂત્રની સ્વાધ્યાય કરવાના ચાર પહોર સ્વાધ્યાય કર્યા વગર જ પ્રમાદ અથવા અન્ય કાર્યોમાં યા વિકથાઓમાં પસાર કરે. સૂત્ર-૧૪ : ૩ર પ્રકારના અસ્વાધ્યાયના સમયે સ્વાધ્યાય કરે. સૂત્ર-૧૫ : પોતાની શારીરિક અસ્વાધ્યાયના સમયે સ્વાધ્યાય કરે. સૂત્ર-૧૬ : સૂત્રની વાચના આગમોક્ત ક્રમથી ન આપે. સૂત્ર-૧૭ : આચારાંગ સૂત્રની વાચના પૂર્ણ કર્યા વિના છેદ સૂત્ર કે દૃષ્ટિવાદની વાચના આપે. સૂત્ર-૧૮–૨૧ઃ અવિનીત આદિ અપાત્રને વાચના આપે અને યોગ્યપાત્રને વાચના ન આપે. અવ્યક્ત(૧૬ વર્ષથી ઓછી વયવાળા)ને વાચના આપે અને વ્યક્તને વાચના ન આપે. સૂત્ર-૨૨ : સમાન યોગ્યતાવાળાને વાચના દેવામાં પક્ષપાત કરે. સૂત્ર-૨૩: આચાર્ય, ઉપાધ્યાય દ્વારા વાચના આપ્યા વગર અથવા તેઓની આજ્ઞા વિના સ્વયં વાચના ગ્રહણ કરે. સૂત્ર-૨૪-૨૫ : મિથ્યાત્વયુક્ત ગૃહસ્થ અને અન્યતીર્થિક સંન્યાસીઓને વાચના આપે તથા એની પાસેથી વાચના લે. સૂત્ર-૨૬-૩૫ : પાર્શ્વસ્થાદિને વાચના દે અને તેની પાસેથી વાચના લે. ઇત્યાદિ પ્રવૃત્તિઓનું લધુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થાય છે. તુ હી ટવીસમા ઉદ્દેશકનો સારાંશ સૂત્ર-૧-૫ ઃ એક માસના પ્રાયશ્ચિત્ત સ્થાનથી લઈને પાંચ માસ સુધીના પ્રાયશ્ચિત્ત Page #41 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત સ્થાનની નિષ્કપટ આલોચનાનું તેટલા તેટલા માસનું પ્રાયશ્ચિત્ત આવે છે. કપટયુક્ત આલોચના કરવાથી એક ગુરુ માસનું પ્રાયશ્ચિત્ત અધિક આવે છે. છ માસ કે તેનાથી અધિક પ્રાયશ્ચિત્ત સ્થાનની આલોચના સકપટ યા નિષ્કપટ કરવા છતાં પણ માત્ર છ માસ જ પ્રાયશ્ચિત્ત આવે છે. તેનાથી આગળ પ્રાયશ્ચિત્ત વિધાન નથી. જેવી રીતે રાજ્ય વ્યવસ્થામાં ૨૦ વર્ષથી અધિક જેલની સજા નથી. સૂત્ર-૬-૧૦ઃ અનેકવાર સેવન કરાયેલા પ્રાયશ્ચિત્ત સ્થાનની આલોચનાના વિષયમાં પણ ઉપરોક્ત પ્રાયશ્ચિત્ત સમજવું જોઈએ. ૪૧ સૂત્ર-૧૧-૧૨ : માસિક આદિ પ્રાયશ્ચિત્ત સ્થાનોની દ્વિક સંયોગી ભંગોથી યુક્ત આલોચનાનું પ્રાયશ્ચિત્ત પણ પૂર્વવત્ સમજવું જોઈએ. સૂત્ર-૧૩-૧૪ : પૂરો એક માસ યા સાધિક માસ આદિ સ્થાનોની આલોચનાનું પ્રાયશ્ચિત્ત કપટ સહિત કે કપટ રહિત આદિ પૂર્વ સૂત્રોની સમાન સમજવું જોઈએ. સૂત્ર-૧૫ ઃ એક વાર સેવિત દોષ સ્થાનની કપટ રહિત આલોચનાના પ્રાયશ્ચિત્તને વહન કરતા થકા ફરીથી લગાડેલા દોષોની બે ચોભંગીના કોઈ પણ ભંગથી આલોચના કરવાથી પ્રાયશ્ચિત્તનું આરોપણ કરાય છે. સૂત્ર-૧૬ : એક વાર સેવિત સ્થાનની કપટ યુક્ત આલોચનાનું પ્રાયશ્ચિત્ત વહન અને તેમાં આરોપણ પૂર્વ સૂત્રની જેમ સમજી લેવું. સૂત્ર-૧૭-૧૮ : અનેક વાર સેવિત સ્થાન સંબંધીનું સંપૂર્ણ વર્ણન ઉ૫૨ કહેલા (૧૫-૧૬) સૂત્રની સમાન જ આ બંને સૂત્રમાં પણ સમજી લેવું. સૂત્ર-૧૯-૨૪ : એક માસથી લઈને છ માસ સુધી કોઈ પણ પ્રાયશ્ચિત્તના વહન કાલમાં લાગેલા બે માસ સ્થાનની સાનુગ્રહ સ્થાપિતા આરોપણા વીસ દિવસની તથા ફરીથી તે સ્થાનની નિરનુગ્રહ સ્થાપિતા આરોપણા બે માસની એમ કુલ બે માસ અને વીસ દિવસની સ્થાપિતા આરોપણા અપાય છે.(તેમાં પહેલા પ્રાયશ્ચિત્તમાં અનુગ્રહથી થોડું ઓછું પ્રાયશ્ચિત્ત કરવામાં આવે છે.) સૂત્ર-૨૫-૨૯ ઃ સ્થાપિત આરોપણાના બે માસ અને વીસ દિવસના પ્રાયશ્ચિત્તને વહન કરતાં થકાં, ફરી-ફરી બે માસના પ્રાયશ્ચિત્તની વીસ-વીસ દિવસની સાનુગ્રહ પ્રસ્થાપિતા આરોપણા વધારતાં છ માસ સુધીની આરોપણા કરવામાં આવે છે. સૂત્ર-૩૦-૩૫ : પૂર્વોક્ત સૂત્ર ૧૯-૨૪ની સમાન સાનુગ્રહ નિરનુગ્રહ સ્થાપિતા આરોપણા જાણવી પરંતુ બે માસ પ્રાયશ્ચિત્ત સ્થાનની જગ્યાએ એક માસ અને ૨૦ દિવસની આરોપણાની જગ્યાએ ૧૫ દિવસ તથા બે માસ વીસ દિવસની જગ્યાએ દોઢ માસ સમજવું. સૂત્ર-૩-૪૪ઃ સ્થાપિત આરોપણાના એક માસ અને પંદર દિવસના પ્રાયશ્ચિતને Page #42 -------------------------------------------------------------------------- ________________ છેદશાસ્ત્રઃ નિશીથ સૂત્ર સારાંશ વહન કરતાં થકાં ફરી ફરી એક માસના પ્રાયશ્ચિતની પંદર-પંદર દિવસની પ્રસ્થાપના આરોપણા વધારતાં છ માસ સુધીની આરોપણા કરવામાં આવે છે. સૂત્ર-૪૫-૫૧ : બે માસના પ્રાયશ્ચિત્તનું વહન કરતા દોષ લાગવાથી એક માસ સ્થાનની જગ્યાએ ૧૫ દિવસની આરોપણાની વૃદ્ધિ કરાય છે. ત્યાર પછી બે માસ સ્થાનની ૨૦ દિવસની આરોપણાની વૃદ્ધિ કરાય છે. એમ વૃદ્ધિ કરતા થકા છ માસ સુધીની પ્રસ્થાપિતા આરોપણા સમજવી જોઈએ. આ પ્રકારે આ ઉદ્દેશકમાં પ્રાયશ્ચિત્ત સ્થાનોની આલોચના પર પ્રાયશ્ચિત્ત દેવાનું અને તેના વહન કાલમાં સાનુગ્રહ-નિરનુગ્રહ સ્થાપિતા(રોકીને રાખવાવાળી) અને પ્રસ્થાપિતા(વહન કરવાવાળી) આરોપણાનું સ્પષ્ટ કથન કર્યું છે. નોટ ઃ— વિસ્તૃત જાણકારી માટે શ્રી ગુરુ પ્રાણ ફાઉન્ડેશન, રાજકોટથી પ્રકાશિત વિવેચન યુક્ત છેદ સૂત્રનું અધ્યયન કરવું. ॥ નિશીથ સૂત્રનો સારાંશ સંપૂર્ણ ॥ ૪ર * જિનકલ્પી અને છદ્મસ્થ તીર્થંકર જેવા વિશિષ્ટ સાધકોનું વિચરણ માત્ર નિર્જરાર્થ હોય છે. તેઓ અનાર્ય ક્ષેત્રમાં પણ જઈ શકે છે. સ્થવિર કલ્પી શ્રમણોનું વિચરણ ધર્મ પ્રભાવનાર્થ હોય છે. તેઓ આર્ય ક્ષેત્ર અને સહજ માર્ગવાળા ક્ષેત્રમાં જ વિચરણ કરે, એવી તેઓ માટે હિતાવહ પ્રભુ આજ્ઞા છે. * આ પુસ્તકમાં ચર્ચાયેલા નિબંધો એટલે દરેક પરિશિષ્ટો સાથે તેનો જે આગમ સ્થળ, ઉદ્દેશક અને સૂત્ર સંખ્યા નિર્દિષ્ટ કરેલ છે, તેનું તાત્પર્ય એ છે કે આ નિબંધ વિશે જિજ્ઞાસુ સ્વાધ્યાયીઓને કંઈપણ શોધ-ખોજ કરવાની ભાવના ઉત્પન્ન થાય તો તે શાસ્ત્ર સ્થલ કાઢીને ત્યાં મૂળપાઠ, સૂત્રાર્થ અને તેનો વિવેચન વાંચીને સંતોષ સમાધાન મેળવી શકે. ખાસ ધ્યાન રાખવાનુ એ છે કે શોધ-ખોજ માટે (૧) બ્યાવરથી પ્રકાશિત યુવાચાર્ય શ્રી મધુકર મુનિજી દ્વારા સંપાદિત- પ્રકાશિત હિંદી સંસ્કરણ અને (૨) ગુરુપ્રાણ ફાઉન્ડેશન, રાજકોટથી પ્રકાશિત ગુજરાતી સંસ્કરણ, આ બે આગમ પુસ્તકોમાં જ જોવું. કારણ કે સારાંશ પુસ્તકના નિબંધો-પરિશિષ્ટોનો આધાર તે જ પુસ્તકો છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ ૪૩ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત * [3] પરિશિષ્ટ-૧ : ઉત્સર્ગ અને અપવાદનું હાર્દ [ઉદ્દેશક-૩ સૂત્ર–૩૯] ઉત્સર્ગ અને અપવાદ બંનેનું લક્ષ્ય છે— જીવનની શુદ્ધિ, આધ્યાત્મિક વિકાસ, સંયમની સુરક્ષા, જ્ઞાનાદિ સદ્ગુણોની વૃદ્ધિ. રાજપથ પર ચાલનારો પથિક કોઈ વિશેષ અડચણ ઉપસ્થિત થતાં રાજમાર્ગનો ત્યાગ કરી પાસેની કેડી પકડી લ્યે છે અને થોડે દૂર ગયા પછી કોઈપણ પ્રકારની મુશ્કેલી ન દેખાય તો ફરીથી રાજમાર્ગ પર પાછો આવી જાય છે. આ જ વાત ઉત્સર્ગથી અપવાદમાં જવાની અને અપવાદથી ઉત્સર્ગમાં આવવાના સંબંધમાં સમજી લેવી જોઈએ. બંનેનું લક્ષ્ય પ્રગતિ છે, તેથી બંને માર્ગ છે, અમાર્ગ કે ઉન્માર્ગ નથી. બંનેના સમન્વયથી સાધકની સાધના સિદ્ધ અને સમૃદ્ધ થાય છે. ઉત્સર્ગ અને અપવાદ કયારે અને કયાં સુધી ? :- પ્રશ્ન મહત્ત્વનો છે. ઉત્સર્ગએ સાધનાની સામાન્ય વિધિ છે, તેથી તેના પર સાધકને સતત ચાલવું પડે છે. ઉત્સર્ગ છોડી શકાય છે પરંતુ અકારણ નહીં. કોઈ વિશેષ પરિસ્થિતિમાં જ ઉત્સર્ગનો ત્યાગ કરી અપવાદ માર્ગ અપનાવી શકાય છે પરંતુ હંમેશ માટે નહીં. જે સાધક અકારણ ઉત્સર્ગ માર્ગનો પરિત્યાગ કરી દે છે અથવા સામાન્ય કારણ ઉપસ્થિત થવા પર તેને છોડી દે છે, તે સાધક સાચા નથી, તે જિનાજ્ઞાના આરાધક નથી પરંતુ વિરાધક છે. જે વ્યક્તિ અકારણ ઔષધ સેવન કરે છે અથવા રોગ ન હોવા છતાં રોગી હોવાનો અભિનય કરે છે તે ધૂર્ત છે, કર્તવ્ય વિમુખ છે. એવો વ્યક્તિ સ્વયં પથભ્રષ્ટ થઈને સમાજને પણ કલંકિત કરે છે. આ જ દશા તે સાધકોની છે જે સાધારણ કારણથી ઉત્સર્ગ માર્ગનો ત્યાગ કરી દે છે અને અકારણ જ અપવાદ માર્ગનું સેવન કરતા રહે છે. કારણ વશ એક વાર અપવાદ માર્ગના સેવન પછી કારણ સમાપ્ત થવા પર અપવાદનું સતત સેવન કરતા રહે છે એવા સાધક સ્વયં પથભ્રષ્ટ થઈને સમાજમાં પણ એક અનુચિત ઉદાહરણ ઉપસ્થિત કરે છે, એવા સાધકોને કોઈ સિદ્ધાંત હોતા નથી અને તેઓને ઉત્સર્ગ અપવાદની કોઈ સીમા હોતી નથી. તેઓ પોતાની વાસના પૂર્તિ માટે કે દુર્બળતા છુપાવવા માટે વિહિત અપવાદ માર્ગને બદનામ કરે છે. અપવાદ માર્ગ પણ એક વિશેષ માર્ગ છે. તે પણ સાધકને મોક્ષની તરફ લઈ જાય છે, સંસારની તરફ નહિ. જેવી રીતે ઉત્સર્ગ સંયમ માર્ગ છે તેવી રીતે અપવાદ પણ સંયમ માર્ગ છે, પરંતુ તે અપવાદ વસ્તુતઃ અપવાદ હોવો જોઈએ. અપવાદના પવિત્ર વેશમાં ક્યાંક ભોગાકાંક્ષા(કે કષાયવૃત્તિ) આવી ન જાય એટલા માટે સાધકે સતત સજાગ, જાગૃત અને સક્રિય રહેવાની જરૂરત છે. સાધકની સામે વસ્તુતઃ કોઈ વિકટ પરિસ્થિતિ હોય, બીજા કોઈ સરલ Page #44 -------------------------------------------------------------------------- ________________ છેદશાસ્ત્ર : નિશીથ સૂત્ર પરિશિષ્ટ માર્ગની સૂઝ ન પડતી હોય, ફલતઃ અપરિહાર્ય સ્થિતિમાં અપવાદ ઉપસ્થિત થઈ ગયો હોય ત્યારે અપવાદનું સેવન ધર્મ બની જાય છે અને જ્યારે આવેલ તોફાની વાતાવરણ સાફ થઈ જાય, સ્થિતિની વિકટતા ન રહે ત્યારે તેને પુનઃ ઉત્સર્ગ માર્ગ પર આરૂઢ થઈ જવું જોઈએ. આવી સ્થિતિમાં ક્ષણનો વિલંબ પણ સંયમ ઘાતક બને છે. ૪૪ એક વાત આ પણ છે કે જેટલી જરૂરત હોય તેટલું જ અપવાદનું સેવન કરવું જોઈએ. એવું ન થઈ જાય કે જ્યારે આ કરી લીધું તો હવે એમાં શું છે ? આ પણ કરી લ્યો. જીવનને નિરંતર એક અપવાદથી બીજા અપવાદ પર શિથિલ ભાવથી ઘસડતું લઈ જવું, અપવાદ નથી. જે લોકોને મર્યાદાનું ભાન નથી, અપવાદની માત્રા અને સીમાનું પરિજ્ઞાન નથી, તેઓનું અપવાદ દ્વારા ઉત્થાન નથી પરંતુ શતમુખ પતન થાય છે. એક બહુ સુંદર પૌરાણિક દષ્ટાંત છે; તેના પરથી સહજ સમજી શકાય છે કે ઉત્સર્ગ અને અપવાદની પોતાની શું સીમાઓ હોય છે અને તેનું સૂક્ષ્મ વિશ્લેષણ કઈ ઈમાનદારીથી કરવું જોઈએ. દૃષ્ટાંત ઃ– એક વિદ્વાન ઋષિ કયાંકથી જઈ રહ્યા હતા. ભૂખ અને તરસથી ખૂબજ વ્યાકુળ હતા. બાર વર્ષનો ભયંકર દુષ્કાળ હતો. રાજાના કેટલાક દરબારીઓ એક જગ્યાએ સાથે બેસીને ભોજન કરી રહ્યા હતા. ઋષિએ ભોજનની માગણી કરી. જવાબ મળ્યો ‘એ ભોજન તો એઠું છે'. ઋષિ બોલ્યા—એઠું છે તો શું છે ? પેટ તો ભરવાનું છે. ‘વિપત્તિકાળે મર્યાદા રહેતી નથી'. ભોજન લીધું ખાધું અને ચાલવા લાગ્યા તો તે લોકોએ પાણી લેવાનું કહ્યું ત્યારે ઋષિએ ઉત્તર આપ્યો, ‘પાણી એઠું છે, હું તે પીઈ શકું નહીં.’ ને લોકોએ કહ્યું– હવે લાગે છે કે ‘અન્ન પેટમાં જતાં જ બુદ્ધિ પાછી આવી ગઈ’. ઋષિએ શાંતિથી કહ્યું, “ભાઈઓ તમારું વિચારવું ઠીક છે, પરંતુ મારી એક મર્યાદા છે. ભોજન બીજેથી મળતુ ન હતું અને હું ભૂખથી એટલો વ્યાકુળ હતો કે પ્રાણ કંઠે આવી ગયા હતા અને વધુ સહન કરવાની ક્ષમતા સમાપ્ત થઈ ગઈ હતી તેથી મેં એઠું અનાજ અપવાદની સ્થિતિમાં સ્વીકાર કરી લીધું. હવે પાણી તો મારી મર્યાદા અનુસાર અન્યત્ર શુદ્ધ મળી શકે છે. તેથી નકામું એઠું પાણી શા માટે પીઉં ?’’સંક્ષેપમાં સાર એ જ છે કે જયાં સુધી બની શકે ત્યાં સુધી ઉત્સર્ગ માર્ગ પર જ ચાલવું જોઈએ, જ્યારે એ રસ્તા પર ચાલવું મુશ્કેલ બની જાય, બીજો કોઈ રસ્તો બચવા માટે ન રહે ત્યારે મોક્ષનો હેતુ સલામત રાખીને અપવાદ માર્ગ પકડવો જોઈએ અને જ્યારે સ્થિતિ સુધરી જાય ત્યારે તરત જ ઉત્સર્ગ માર્ગ પર પાછું આવી જવું જોઈએ. ઉત્સર્ગ માર્ગ સામાન્ય માર્ગ છે. અહીં કોણ ચાલે ? કોણ ન ચાલે ? એ પ્રશ્નને માટે કોઈ સ્થાન નથી. જ્યાં સુધી શક્તિ રહે, ઉત્સાહ રહે, આપત્તિ કાલમાં પણ કોઈ પ્રકારનો ગ્લાનિ ભાવ ન આવે, ધર્મ અને સંઘ પર કોઈ પ્રકારનો ઉપદ્રવ ન થાય અથવા જ્ઞાન, દર્શન, ચારિત્રની ક્ષતિનો કોઈ વિશેષ પ્રસંગ ઉપસ્થિત ન Page #45 -------------------------------------------------------------------------- ________________ જપ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત ચારણા || કિ થાય ત્યાં સુધી ઉત્સર્ગ માર્ગ પર જ ચાલવાનું છે, અપવાદ માર્ગ પર નહીં. અપવાદ માર્ગ પર કયારેક, કોઈ, કદાચિત ચાલી શકે છે, તેના પર હર કોઈ સાધક હર કોઈ સમય ચાલી શકતા નથી. જે સંયમશીલ સાધક આચારાંગ સૂત્ર આદિ આચાર સંહિતાનું પૂર્ણ અધ્યયન કરી ચૂકયા છે, ગીતાર્થ છે, નિશીથ સૂત્ર આદિ છેદ સૂત્રોના સૂક્ષ્મતમ મર્મના પણ જ્ઞાતા છે, ઉત્સર્ગ અપવાદ પદોના પાઠક જ નહીં પરંતુ સ્પષ્ટ અનુભવી છે, તે જ અપવાદના સ્વીકાર કે પરિવારના સંબંધમાં યોગ્ય નિર્ણય આપી શકે છે. તેથી અપવાદિક વિધાન કરનારા સૂત્રોમાં સૂચિત કોઈ પણ પ્રવૃત્તિ કરવામાં આ ઉત્સર્ગ અપવાદના સ્વરૂપ દર્શક વર્ણનના ભાવોને સદા લક્ષ્યમાં રાખવું જોઈએ. I પરિશિષ્ટ-ર: પ્રાયશ્ચિત્તના અંગોની વિચારણા, [ઉદ્દેશક–૨૦ સૂત્ર–૧–૧૪] ઓગણીશ ઉદ્દેશકમાં કહેલા દોષોનું સેવન કર્યા પછી આલોચકને આલોચના અનુસાર પ્રાયશ્ચિત્ત દેવાનાવિભિન્નવિકલ્પોનું વર્ણન આ ચૌદ સૂત્રોમાં કર્યું છે. - આલોચના કરનારા એક પ્રાયશ્ચિત્ત સ્થાનને એકવાર અથવા અનેક વાર તથા અનેક પ્રાયશ્ચિત્ત સ્થાનોને એકવાર કે અનેક વાર સેવન કરીને તે સર્વની એક સાથે પણ આલોચના કરી શકે છે અને ક્યારેક અલગ-અલગ પણ કરી શકે છે. કોઈ આલોચક નિષ્કપટ યથાર્થ આલોચના કરનારા હોય છે અને કોઈ કપટયુક્ત આલોચના કરનારા પણ હોય છે. તેથી એવા આલોચકોને આપવામાં આવતા પ્રાયશ્ચિત્તની વિધિ અહીંયા કહી છે. ઓગણીશ ઉદ્દેશકમાં માસિક, ચૌમાસી અને તેના ગુરુ કે લઘુ એમ ચાર પ્રકારના પ્રાયશ્ચિત્તનું કથન છે. તથાપિ કોઈ વિશેષ દોષના પ્રાયશ્ચિત્તોમાં પાંચ દિવસ, દસ દિવસની વૃદ્ધિ પણ થાય છે. એટલા માટે સૂત્ર ૧૩–૧૪માં ચાર માસ કે ચાર માસથી અધિક, પાંચ માસ કે પાંચ માસથી અધિક એવું કથન છે, પરંતુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત સ્થાનોની સમાન પાંચમાસી છ માસી પ્રાયશ્ચિત્ત સ્થાનોનો સ્વતંત્ર નિર્દેશ આગમોમાં નથી. પ્રસ્તુત ઉદ્દેશકમાં પણ તેનો માત્ર સંકેત મળે છે. આ પ્રાયશ્ચિત્ત સ્થાનોમાંથી કોઈ એક પ્રાયશ્ચિત્ત સ્થાનનું એક વાર કે અનેક વાર સેવન કરીને એક સાથે આલોચના કરવાથી પ્રાયશ્ચિત્ત સ્થાન તે જ રહે છે. પરંતુ તપની હિનાધિકતા થઈ જાય છે. જો પ્રાયશ્ચિત્ત સ્થાન અનેક હોય તો તે બધા સ્થાનોના પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ થાય છે અને તે બધા પ્રાયશ્ચિત્ત સ્થાનો અનુસાર યથાયોગ્ય તપ પ્રાયશ્ચિત્ત અપાય છે. સરલ મનથી આલોચના કરવાથી, પ્રાયશ્ચિત્ત સ્થાનને અનુરૂપ પ્રાયશ્ચિત્ત Page #46 -------------------------------------------------------------------------- ________________ છેદશાસ્ત્ર : નિશીથ સૂત્ર પરિશિષ્ટ આવે છે અને કોઈ કપટ યુક્ત આલોચના કરે તો કપટની જાણકારી થવા પર આવેલ પ્રાયશ્ચિત્તથી એક માસ અધિક પ્રાયશ્ચિત્ત થાય છે અર્થાત્ કપટ કરવાથી એક ગુરુ માસનું પ્રાયશ્ચિત્ત વધુ આપીને સંયુક્ત કરી દેવાય છે. ૪૬ ૯ પૂર્વથી લઈને ૧૪ પૂર્વ સુધીના શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની, મનઃ પર્યવજ્ઞાની, કેવળજ્ઞાની; આ આગમ વિહારી સાધુઓ આલોચકના કપટને પોતાના જ્ઞાન દ્વારા જાણી લે છે, તેથી તેઓના સન્મુખ જ આલોચના અને પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ. તેઓના અભાવમાં શ્રુત વ્યવહારી સાધુ ત્રણ વાર આચના સાંભળીને ભાષા તથા ભાવોથી કપટને જાણી શકે છે કારણ કે તે પણ અનુભવી ગીતાર્થ હોય છે. જો કપટ સહિત આલોચના કરનારાનું કપટ જાણી ન શકાય તો તેની શુદ્ધિ થઈ શકતી નથી એટલે, આગમોમાં આલોચના કરનારાની અને સાંભળનારાની યોગ્યતા કહેલ છે તથા આલોચના સંબંધી વિવિધ વર્ણન પણ કર્યું છે. જેમ કે– (૧) ઠાણાંગ અ—૧૦માં આલોચના કરનારાને ૧૦ ગુણયુક્ત હોવું અનિવાર્ય કહેલ છે. જેમ કે– (૧) જાતિ સંપન્ન (૨) કુળ સંપન્ન (૩) વિનય સંપન્ન (૪) જ્ઞાન સંપન્ન (૫) દર્શન સંપન્ન (૬) ચારિત્ર સંપન્ન (૭) ક્ષમાવાન (૮) દમિતેન્દ્રિય (૯) અમાયી (૧૦) આલોચના કરીને પશ્ચાત્તાપ ન કરનારા. (૨) ઠાણાંગ અ-૧૦માં આલોચના સાંભળનારના ૧૦ ગુણ આ પ્રકારે કહેલ છે.જેમ કે– (૧) આચારવાન (૨) બધા દોષોને સમજી શકનારા (૩) પાંચ વ્યવહારોના ક્રમના જ્ઞાતા (૪) સંકોચ નિવારણમાં કુશળ (૫) આલોચના કરાવવામાં સમર્થ (૬) આલોચનાને કોઈની પાસે પ્રગટ ન કરનારા (૭) યોગ્ય પ્રાયશ્ચિત્ત દેનારા (૮) આલોચના ન કરવાના કે કપટ પૂર્વક આલોચના કરવાના અનિષ્ટ પરિણામ બતાવવામાં સમર્થ (૯) પ્રિય ધર્મી (૧૦) દઢ ધર્મી. ઉત્તર॰ અ॰ ૩૬ ગા. ૨૬૨માં આલોચના સાંભળનારાના ત્રણ ગુણ કહ્યા છે. (૧) આગમોના વિશેષજ્ઞ (૨) સમાધિ ઉત્પન્ન કરનારા (૩) ગુણગ્રાહી. (૩) ઠાણાંગ અ-૧૦માં આલોચનાના દસ દોષ આ પ્રમાણે કહેલ છે. જેમ કે– (૧) સેવા આદિથી પ્રસન્ન કર્યા પછી તેમની પાસે આલોચના કરવી (૨) મને પ્રાયશ્ચિત્ત ઓછું આપશો એવી વિનંતી કરીને આલોચના કરવી (૩) બીજાઓ દ્વારા જોવાઈ ગયેલા દોષોની આલોચના કરવી. (૪) મોટા-મોટા દોષોની આલોચના કરવી (૫) નાના-નાના દોષોની આલોચના કરવી (૬) અત્યંત અસ્પષ્ટ બોલવું (૭) અત્યંત જોરથી બોલવું (૮) અનેકોની પાસે એક જ દોષની આલોચના કરવી (૯) અગીતાર્થ પાસે આલોચના કરવી (૧૦) પોતાના સમાન દોષોનું સેવન કરનારાની પાસે આલોચના કરવી. ઉપરોક્ત સ્થાનોનો યોગ્ય વિવેક રાખવાથી જ આલોચના શુદ્ધ થાય છે. જો Page #47 -------------------------------------------------------------------------- ________________ ૪૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત, આલોચના સાંભળનારા યોગ્ય ન મળે તો અનુક્રમથી સ્વગચ્છ, અન્યગચ્છ કે શ્રાવક આદિની પાસે પણ આલોચના કરી શકાય છે. કોઈ યોગ્ય ન મળે તો અંતમાં અરિહંત સિદ્ધોની સાક્ષીએ પણ આલોચના કરવાનું વિધાન વ્યવ. ઉ.૧માં કર્યું છે. ઠાણાંગ અ–૩ માં કહ્યું છે કે જ્ઞાન, દર્શન, ચારિત્રની શુદ્ધ આરાધના માટે આલોચના પ્રાયશ્ચિત્ત કરવામાં આવે છે. દોષોની આલોચના અને પ્રાયશ્ચિત્ત નહીં કરનારા પોતાનો આ લોક અને પરલોક બંને બગાડે છે. તે વિરાધક થઈને અધોગતિનો ભાગી બને છે. આલોચના નહીં કરવાના અનેક કારણોમાં મુખ્ય કારણ અપમાન અને અપયશનું હોય છે, પરંતુ એ વિચારોની અજ્ઞાનદશા છે. આલોચના કરીને શુદ્ધ થનારા આ ભવમાં અને પરભવમાં પૂર્ણ સમાધિને પ્રાપ્ત કરે છે અને આલોચના નહીં કરનારા પોતેજ અંતરમાં ખિન્ન થાય છે અને ઉભય લોકમાં અસમાધિને પ્રાપ્ત કરે છે તેમજ આલોચના ન કરવાથી સશલ્ય મરણથી દીર્ઘ સંસારી થાય છે. n જે સાધુ મૂળ ગુણોમાં અથવા ઉત્તર ગુણોમાં એકવાર કે અનેક વાર દોષ સેવીને તેને છુપાવે, લાગેલા દોષોની આલોચના ન કરે અને પ્રાયશ્ચિત્ત ન લે તો ગણનાયક તેને લાગેલા દોષોના સંબંધમાં પૂછે. જો તે અસત્ય બોલે, પોત-પોતાને નિર્દોષ સિદ્ધ કરે તો દોષનું સેવન કરતા તેને તપાસવા માટે કોઈને નિયુક્ત કરે અને પ્રમાણ પૂર્વક તેના દોષ સેવનનું તેની સામે જ સિદ્ધ કરાવીને પ્રાયશ્ચિત્ત આપે. - ઓગણીસ ઉદ્દેશકોમાં એવા માયાવીને અપાય તેવા પ્રાયશ્ચિત્તનું વિધાન નથી. એ અધ્યયનોમાં ફકત સ્વેચ્છાથી આલોચના કરનારાને અપાય તેવા પ્રાયશ્ચિત્તોનું વિધાન છે. ઉક્ત માયાવી સાધુ લાગેલા દોષોને સરળતાથી સ્વીકાર ન કરે તો તેને ગચ્છમાંથી કાઢી મૂકાય. જો તે લાગેલા દોષોને સરલતાથી સ્વીકાર કરી લ્ય, ગચ્છ પ્રમુખને તેની સરલતા પર વિશ્વાસ થઈ જાય તો તેને નિમ્ન પ્રાયશ્ચિત્ત દઈને ગચ્છમાં રાખી શકાય છે. ૧. જો તેણે અનેકવારદોષોનું સેવન ન કર્યું હોય.અનેકવાર(પૃષા) ખોટુ બોલીને પોતે પોતાના દોષ ન છુપાવ્યા હોય અને તેના દોષ સેવનની જાણકારી જન સાધારણને ન થઈ હોય તો તેને અલ્પ દીક્ષા છેદનું પ્રાયશ્ચિત દેવું જોઈએ. ૨. જો તેણે વારંવાર બ્રહ્મચર્ય આદિ ભંગ કર્યો હોય, વારંવાર માયા, મૃષા, ભાષણ કર્યું હોય, તેના વારંવાર બ્રહ્મચર્ય આદિ ભંગની જાણકારી જન સાધારણને થઈ ગઈ હોય તેને મૂલ (અર્થાત્ નવી દીક્ષા દેવાનું) પ્રાયશ્ચિત દેવું જોઈએ. ઉત્તરાધ્યયન સૂત્ર અ-૨૧માં દોષોની આલોચનાનિંદા અને ગહનું અત્યંત Page #48 -------------------------------------------------------------------------- ________________ | વેદશાસ્ત્ર: નિશીથ સૂત્ર પરિશિષ્ટ ૪૮ શુભ અને શ્રેષ્ઠ ફળ કહ્યું છે. ઠાણા અ.–૧૦; ભગવતી શ–રપ ઉ.-૭; વિવાઈસૂત્ર-૩૦ અને ઉત્તરા. અ.-૩૦માં ૧૦ પ્રકારના પ્રાયશ્ચિત કહ્યા છે. તેમાં આલોચના કરવી પ્રથમ પ્રાયશ્ચિત સ્થાન કહ્યું છે. પ્રાયશ્ચિતઃ- ચારિત્રના મૂળ ગુણોમાં કે ઉત્તર ગુણોમાં કરાયેલી પ્રતિસેવનાઓનું અર્થાત્ દોષ સેવનનું પ્રાયશ્ચિત કરાય છે. નિશીથ સૂત્રમાં તપ પ્રાયશ્ચિતના ચાર મુખ્ય વિભાગ કહ્યા છે અને ભાષ્યમાં તેની વિસ્તારથી વ્યાખ્યા કરતાં પાંચ દિવસના તપથી લઈને છ માસ સુધીના તપ તથા છેદ મૂલ અનવસ્થાપ્ય અને પારાંચિક પ્રાયશ્ચિત સુધીનું કથન કર્યું છે. પ્રતિસેવનાના ભાવો અનુસાર એક જ દોષ સ્થાનના પ્રાયશ્ચિત્તોની વૃદ્ધિ કે હાનિ કરી શકાય છે. ભગવતી શ. ર૫, ઉ. ૭ અને ઠાણાંગ અ-૧૦માં પ્રતિસેવના દસ પ્રકારની કહી છે. જેમ કે– (૧) અભિમાનથી(દર્પથી આસક્તિ અને ધૃષ્ટતાથી) (૨) આળ સથી (૩) અસાવધાનીથી (૪) ભૂખ-તરસ આદિની આતુરતાથી (૫) સંકટ આવવાથી (૬) ક્ષેત્ર આદિની સંકીર્ણતાથી (૭) ભૂલથી (૮) ભયથી (૯) રોષ કે દ્વેષથી (૧૦) શિષ્યાદિની પરીક્ષા માટે. પ્રત્યેક દોષ સેવનની પાછળ એમાંથી કોઈ પણ એકયા અનેક કારણ હોય છે. આ કારણોમાંથી કોઈ કારણે લાગેલા દોષની માત્ર આલોચનાથી જ શુદ્ધિ થઈ શકે છે, તો કોઈની આલોચના અને પ્રતિક્રમણથી શુદ્ધિ થાય છે અને કોઈની તપ, છેદ આદિથી શુદ્ધિ થાય છે. દોષ સેવ્યા પછી આત્મ શુદ્ધિના ઈચ્છુક આલોચના કરી પ્રાયશ્ચિત ગ્રહણ કરે છે, જેવી રીતે વસ્ત્રમાં લાગેલ મેલની શુદ્ધિ વસ્ત્ર ધોવાથી થાય છે તેવી રીતે આત્માના સંયમ આદિમાં લાગેલા દોષોની શુદ્ધિ પ્રાયશ્ચિત્તથી થઈ જાય છે. ઉત્તરા અ-૨૬માં કહ્યું છે કે પ્રાયશ્ચિત કરવાથી દોષોની વિશુદ્ધિ થઈ જાય છે. ચારિત્ર નિરતિચાર થઈ જાય છે, તથા સમ્યક પ્રાયશ્ચિત્ત સ્વીકાર કરનારા મોક્ષ માર્ગ અને આચારના આરાધક થાય છે. | પરિશિષ્ટ-૩ઃ દસ પ્રકારનું પ્રાયશ્ચિત્ત ૧. આલોચનાને યોગ્ય :- ક્ષેત્રાદિના કારણે અપવાદિક વ્યવહાર શિષ્ટાચાર પ્રવૃત્તિ આદિની માત્ર આલોચનાથી શુદ્ધિ થાય છે. ૨. પ્રતિક્રમણને યોગ્ય :- અસાવધાનીથી થનારી અયતનાની શુદ્ધિ માત્ર પ્રતિક્રમણથી અર્થાત્ મિચ્છામિ દુડિંથી થાય છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૯ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના ઃ જૈનાગમ નવનીત : ૩. તદુભય યોગ્ય ઃ– સમિતિ આદિના અત્યંત અલ્પ દોષોની શુદ્ધિ આલોચના અને પ્રતિક્રમણથી થઈ જાય છે. ૪. વિવેક યોગ્ય ઃ– ભૂલથી ગ્રહણ કરેલા દોષયુક્ત કે અકલ્પનીય આહારાદિને ગ્રહણ કરવાથી અથવા ક્ષેત્ર કાલ સંબંધી આહારની મર્યાદાનું ઉલ્લંઘન થવા પર તેને પરઠી દેવું, તે વિવેક પ્રાયશ્ચિત્ત છે. ૫. વ્યુત્સર્ગને યોગ્ય ઃ– કોઈ સાધારણ ભૂલ થઈ જવા પર નિર્ધારિત શ્વાસોશ્વાસના કાયોત્સર્ગનું પ્રાયશ્ચિત્ત અપાય છે, તે વ્યુત્સર્ગ પ્રાયશ્ચિત્ત છે. ઉભય કાળ પ્રતિક્રમણમાં પાંચમો આવશ્યક પણ આ પ્રાયશ્ચિત્ત રૂપ છે. ૬. તપને યોગ્ય :– મુળગુણ યા ઉત્તરગુણમાં દોષ લગાડવા પર પુરિમઢ (દોઢ પોરસી)થી લઈને ૬ માસી તપ સુધીનું પ્રાયશ્ચિત્ત હોય છે. તે બે પ્રકારના છે– (૧) શુદ્ધ તપ (૨) પરિહાર તપ(આહાર-પાણી જુદા કરીને). ૭. છેદ પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષોના વારંવાર સેવનથી, અકારણ અપવાદના સેવનથી કે અધિક લોકનિંદા થવા પર આલોચના કરનારાની એક દિવસથી લઈને છ માસ સુધીની દીક્ષા પર્યાયનો છેદ કરવો, તે છેદ પ્રાયશ્ચિત્ત છે. ૮. મૂલને યોગ્ય ઃ– દોષોના સેવનમાં સંયમ પ્રતિ ઉપેક્ષા ભાવ કે સ્વચ્છંદતા કરવાથી આખી દીક્ષા પર્યાયનો છેદ કરીને ફરીથી નવી દીક્ષા દેવી, તે મૂલ પ્રાયશ્ચિત્ત છે. ૯–૧૦. અનવસ્થાપ્ય પારાચિક પ્રાયશ્ચિત્ત :– વર્તમાનમાં આ બે પ્રાયશ્ચિત્તનું વિચ્છેદ થયું મનાય છે. આમા નવી દીક્ષા દીધા પહેલા કઠોર તપમય સાધના કરાવવી પડે છે. કેટલોક સમય સમૂહથી અલગ રખાય છે, પછી એક વાર ગૃહસ્થનો વેશ પહેરાવીને ફરી દીક્ષા અપાય છે. આ બંનેમાં વિશિષ્ટ તપ અને તેના કાલ આદિનું અંતર છે. તે સંબંધી વર્ણન બૃહત્ત્પ સૂત્ર ઉદ્દેશક-૪માં તથા વ્યવહાર સૂત્ર ઉદ્દેશક—રમાં છે. નિશીથ સૂત્રમાં લઘુમાસિક આદિ તપ પ્રાયશ્ચિત્તનું કથન છે. ભાષ્ય ગાથા ૬૪૯૯માં કહ્યું છે કે ૧૯ ઉદ્દેશકમાં કહેવાયેલું પ્રાયશ્ચિત્ત જ્ઞાન, દર્શન ચારિત્રનું અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચારનું છે. એમાંથી સ્થવિરકલ્પીને કોઈ અનાચારનું આચરણ કરવાથી જ તે પ્રાયશ્ચિત્ત આવે છે અને જિનકલ્પીને અતિક્રમ આદિ ચારેયનું આ પ્રાયશ્ચિત્ત આવે છે. (૧) અતિક્રમ—દોષ સેવનનો સંકલ્પ (૨) વ્યતિક્રમ– દોષ સેવનના પૂર્વની તૈયારીનો પ્રારંભ (૩) અતિચાર– દોષ સેવનના પૂર્વની પ્રવૃત્તિ લગભગ પૂરી થઈ જવી. (૪) અનાચાર– દોષનું સેવન કરી લેવું. જેમ કે– (૧) આધાકર્મી આહાર ગ્રહણ કરવાનો સંકલ્પ (૨) તેના માટે જવું (૩) લાવીને રાખવું (૪) ખાઈ લેવું. Page #50 -------------------------------------------------------------------------- ________________ છેદશાસ્ત્ર નિશીથ સૂત્ર પરિશિષ્ટ પ૦ સ્થવિર કલ્પીને અતિક્રમાદિત્રણથી વ્યુત્સર્ગ સુધીના પાંચ પ્રાયશ્ચિત્ત આવે છે અને અનાચાર સેવન કરવાથી તેઓને આગળના પાંચ પ્રાયશ્ચિત્તોમાંથી કોઈ એક પ્રાયશ્ચિત્ત આવે છે. પરિહાર તપ અને શુદ્ધ તપ કોને-કોને અપાય છે તેનું વર્ણન ભાષ્ય ગાથા ૫૮૬થી ૯૧ સુધીમાં છે, ત્યાં એ પણ કહ્યું છે કે સાધ્વીને અને અગીતાર્થ, દુર્બલ અને અંતિમ ત્રણ સંઘયણવાળા સાધુને શુદ્ધ તપ પ્રાયશ્ચિત્ત જ અપાય છે. ૨૦ વર્ષની દીક્ષા પર્યાયવાળાને, ર૯ વર્ષની ઉંમરથી અધિક ઉંમરવાળાને ઉત્કૃષ્ટ ગીતાર્થ ૯ પૂર્વના જ્ઞાનીને, પ્રથમ સંહનનવાળાને તથા અનેક અભિગ્રહ તપ સાધનાના અભ્યાસીને પરિહારતપદેવાય છે. ભાષ્ય ગાથા ૫૯રમાં પરિહાર તપ દેવાની પૂર્ણ વિધિનું વર્ણન કર્યું છે. વ્યવ. પ્રથમ ઉદ્દેશકના સૂત્ર ૧ થી પ સુધી એક માસિક પ્રાયશ્ચિત્ત સ્થાનથી લઈને પાંચ માસિક પ્રાયશ્ચિત્ત સ્થાનનું એકવાર સેવનનું તથા સૂત્ર ૬થી ૧૦ સુધી અનેક વાર સેવનનું સામાન્ય પ્રાયશ્ચિત્ત કહ્યું છે. સાથે કપટ યુક્ત આલોચનાનું એક ગુમાસ પ્રાયશ્ચિત્ત વધારે દેવાનું કહ્યું છે. સૂત્ર ૧૧ થી ૧૪માં આ પ્રાયશ્ચિત્ત સ્થાનોમાંથી અનેક સ્થાનોના સેવનથી દ્વિસંયોગી આદિ ભંગ યુક્ત અનેક સૂત્રોની સૂચના આપી છે. ભાષ્ય ચૂર્ણિમાં ભંગ વિસ્તારથી કરોડો સૂત્રોની ગણના બતાવાઈ છે. સૂત્ર ૫ અને ૧૦ તથા ૧૧ થી ૧૪ સુધીના સૂત્રોમાં તેજી પર સવિય માનિવિય તે વેવ છમ્માની આ વાકય છે, તેનો આશય એ સમજવો જોઈએ કે આનાથી આગળ કોઈ માસ કે ૭ મહિના યોગ્ય પ્રાયશ્ચિત્તને પાત્ર હોય અથવા કપટ સહિત યા કપટ રહિત આલોચના કરનારા હોય તો પણ આ જ છ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે. તેનાથી અધિક નથી આવતું. –સુવહુ વિ માહિં, મારા પર જ વાયબ્સ દ્વારા ચૂર્ણિ:- તવારિહિં વહિં માર્તહિં ઈમ્મા પર વિજ્ઞ, સબક્લેવ ાથિયો, एत्थ कारणं जम्हा अम्हं वद्धमाण सामिणो एवं चेव परं पमाणं ठवितं । ભાવાર્થ – વર્ધમાન મહાવીર સ્વામીના શાસનમાં આટલા જ પ્રાયશ્ચિત્તની ઉત્કૃષ્ટ મર્યાદા છે અને બધા સાધુ સાધ્વી માટે આ નિયમ છે. અગીતાર્થ, અતિપરિણામી, અપરિણામી સાધુ સાધ્વીજીને છ માસનું તપ જ આપવામાં આવે છે, છેદ પ્રાયશ્ચિત્ત અપાતું નથી પરંતુ દોષનું વારંવાર સેવન કરવાથી કે આકુટ્ટી બુદ્ધિ અર્થાત્ મારવાના સંકલ્પથી પંચેન્દ્રિયની હિંસા કરવાથી કે દર્પથી કુશીલનું સેવન કરવાથી, તેઓને છેદ પ્રાયશ્ચિત્ત આપી શકાય છે તથા છેદના પ્રત્યે ઉપેક્ષાવૃત્તિ રાખનારાને “મૂલ પ્રાયશ્ચિત્ત” અપાય છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ | પ૧ | પ૧ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત| અન્ય અનેક નાના મોટા દોષોનું સેવન કરવાથી ઉક્ત અગીતાર્થ આદિને પહેલી વારમાં છેદ કે મૂલ પ્રાયશ્ચિત્ત અપાતું નથી પરંતુ જેને એકવાર આ પ્રકારની ચેતવણી આપી દીધી હોય કે- હે આર્ય! જો વારંવાર આ દોષનું સેવન કરીશ તો છેદ કે મૂલ પ્રાયશ્ચિત્ત દેવામાં આવશે. તેને જ છેદ યા મૂલ પ્રાયશ્ચિત્ત આપી શકાય છે. જેને આ પ્રકારની ચેતવણી આપી નથી તેને છેદ કે મૂલ પ્રાયશ્ચિત્ત આપી શકાતું નથી. ભાષ્યમાં ચેતવણી અપાયેલા સાધુને વિકોવિત અને ચેતવણી નહીં અપાયેલા સાધુને “અવિકવિત’ કહ્યા છે. વિકાવિતને પણ પહેલી વાર લઘુ, બીજી વાર ગુરુ અને ત્રીજી વાર છેદ પ્રાયશ્ચિત્ત અપાય છે. છેદ પ્રાયશ્ચિત્ત પણ ઉત્કૃષ્ટ છ માસનું હોય છે તથા ત્રણ વાર જ આપી શકાય છે. તેના પછી મૂળ પ્રાયશ્ચિત્ત અપાય છે. यथा- छम्मासोवर जइ पुणो आवज्जइ तो तिण्णि वारा लहु चेव छेदो दायव्यो । एस अविसिट्ठो वा तिण्णि वारा छल्लहु छेदो। अहवा- जं चैव तव तियं तं चेव छेदतियं पि- मासब्भंतर, चउमासब्भंतर, छमासब्भंतर च, जम्हा एवं तम्हा भिण्णमासादि जाव छम्मासं, तेस छिण्णेस छेय तियं अतिकतं भवति । ततो वि जति परं आवज्जति तो तिण्णि वारा मूलं दिज्जति।જૂર્ણ મા ૪, પૃષ્ટ રૂ. એનાથી એ સ્પષ્ટ થાય છે કે વર્ધમાન મહાવીર સ્વામીના શાસનમાં તપ અને છેદ પ્રાયશ્ચિત્ત છ માસથી વધુ દેવાનું વિધાન નથી. તેથી કોઈ પણ દોષનું છમાસ તપ કે છેદથી અધિક પ્રાયશ્ચિત્ત નદેવું જોઈએ કારણ કે અધિક પ્રાયશ્ચિત્ત દેવાપર (તાં ૧૨) આ સૂત્રાશથી અને ભાષ્યોક્ત પરંપરાથી વિપરીત આચરણ થાય છે. મૂલ (નવીદિક્ષા) પ્રાયશ્ચિત્ત પણ ત્રણ વાર આપી શકાય છે અને છ માસનું તપ અને છ માસનો છેદ પણ ત્રણ વાર જ આપી શકાય છે. તેના પછી આગળનું પ્રાયશ્ચિત્ત અપાય છે. અંતમાં ગચ્છમાંથી કાઢી મૂકવામાં આવે છે. | કિ કિ | પરિશિષ્ટ-૪: ઉપસંહાર [ઉદ્દેશક–૨૦] : નિશીથસૂત્રમાં લઘુ માસિક આદિ પ્રાયશ્ચિત્ત સ્થાનોના ચાર વિભાગરૂપે જે દોષસ્થાનોનું વર્ણન છે, તદનુસાર તેના સમાન અન્ય(નહિ કહેવાયેલા) દોષોનું પ્રાયશ્ચિત્ત પણ સમજી લેવું જોઈએ. દોષ સેવનના ભાવ અને પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરનારાની યોગ્યતા આદિ કારણોથી આ સ્થાનોમાં અપાયેલ શુદ્ધ તપ આદિના અનેક વિકલ્પો હોય છે. જેને ગીતાર્થ મુનિની નિશ્રાથી કે પરંપરાથી સમજવું જોઈએ તથા પ્રાયશ્ચિત્ત કોષ્ટક દ્વારા પણ સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. વિકલ્પો યુક્ત પ્રાયશ્ચિત્ત વિધિને સમજવા માટે નિશીથ પીઠિકાનું તથા વીસમા ઉદ્દે ના ભાષ્યનું અધ્યયન કરવું જોઈએ તથા બૃહત્કલ્પ, વ્યવહારઅને નિશીથસૂત્રનું નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા યુક્ત પૂર્ણ અધ્યયન કરવું જોઈએ. Page #52 -------------------------------------------------------------------------- ________________ છેદશાસ્ત્ર: નિશીથ સૂત્ર પરિશિષ્ટ પર નિર્યુક્તિ અને ભાષ્યના અનુસાર નિશીથની સૂત્ર સંખ્યા ૨૦૨૨(બે હજાર બાવીસ) થાય છે. પ્રસ્તુત સંસ્કરણમાં ૧૪૦૧ સૂત્ર છે. યદ્યપિ ઉપલબ્ધ પ્રતિઓમાં સૂત્ર સંખ્યા ભિન્ન-ભિન્ન અવશ્ય છે તો પણ તે અંતર અધિક નથી. પરંતુ નિર્યુક્તિ અને ભાષ્યમાં કહેવાયેલી સંખ્યાથી પ્રસ્તુત સંસ્કરણની સૂત્ર સંખ્યાનું અંતર ર૧ સૂત્રોનું છે. મૂલ સૂત્રોનું એટલુ અધિક અંતર અવશ્ય વિચારણીય છે. પ્રસ્તુત સંસ્કરણના સૂત્રોનું સંકલન પ્રાયઃ ભાષ્ય અને ચૂર્ણિનો આધાર લઈને જ કર્યું છે. તો પણ તેના સૂત્રોની સંખ્યા ભાષ્ય ગાથા ૬૪૬૯ થી ૭૩ સુધીમાં કહેવાયેલી પૂરા નિશીથ સૂત્રોની અને લઘુ, ગુરુ, માસિક, ચૌમાસિક અને આરોપણા સૂત્રોની સંખ્યાથી ભિન્ન છે. ઉપલબ્ધ સૂત્ર સંખ્યા સાથે એનો સમન્વય કરવો પણ અશક્ય જેવો છે. યથા– પહેલા ઉદ્દેશકમાં સૂત્ર સંખ્યા ૫૮ ઉપલબ્ધ છે. ભાષ્ય ચૂર્ણિમાં પણ એટલા જ સૂત્રોની વ્યાખ્યા છે. તો પણ આ ઉદ્દેશકની સૂત્ર સંખ્યા ઉક્ત ગાથાઓમાં રપર કહેલ છે. તેથી ૨૦રર સૂત્રોનું કથન બહુશ્રુત ગમ્ય છે. વર્તમાનમાં તો સ્વાધ્યાય પ્રેમીઓને ૧૪૦૧ સૂત્રોથી જ સંતોષ માનવો પડશે. અન્વેષક–ચિંતનશીલ આગમ પ્રેમી, બહુશ્રુત આ વિષયમાં પ્રયત્ન કરીને સમાધાન પ્રગટ કરી શકે છે. # [૪] નિશીથની સંપૂર્ણ સૂત્ર સંખ્યા વિચારણાઉ ઊ | વીસ ઉદ્દેશકના સૂત્રોનું કોષ્ટક – ઉદ્દેશક પ્રાયશ્ચિત્ત સ્થાન સૂત્ર સંખ્યા ગુરુ માસિક ૫૮ ૫૮ લઘુ માસિક લઘુ માસિક લઘુ માસિક લઘુ માસિક ગુરુ ચોમાસિક ગુરુ ચોમાસિક ગુરુ ચોમાસિક ગુરુ ચોમાસિક ગુરુ ચોમાસિક ગુરુ ચોમાસિક ૫૭ ૩૧૭. છે જે છે # ૮ : ૩૪૫ Page #53 -------------------------------------------------------------------------- ________________ પ૩ ઉદ્દેશક ૧૨ 0 2 2 6 2 2 2 2 2 ૧૩ ૧૪ ૧૫ ૪૪ ७८ ૪૧ ૧૫૪ ૫૦ ૧૫૫ ૭૩ ૩૫ ૫૧ કુલ ૧૪૦૧ નોંધ :- (ભાષ્યમાં પ્રત્યેક ઉદ્દેશકની અલગ-અલગ સૂત્ર સંખ્યા આપી નથી.) ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત ૧ ૨૫ ૬-૧૧ ૧૨-૧૯ ૨૦ પ્રાયશ્ચિત્ત સ્થાન લઘુ ચૌમાસિક લઘુ ચૌમાસિક લઘુ ચૌમાસિક લઘુ ચૌમાસિક લઘુ ચૌમાસિક પ્રસ્તુત સંસ્કરણના સૂત્રો અને ભાષ્ય નિર્દિષ્ટ સૂત્રો : ઉદ્દેશક પ્રાયશ્ચિત્ત ભાષ્ય નિર્દિષ્ટ સ્થાન સૂત્ર સંખ્યા લઘુ ચૌમાસિક લઘુ ચૌમાસિક લઘુ ચૌમાસિક આરોપણા ગુરુ માસિક લઘુ માસિક ગુરુ ચૌમાસી લઘુ ચૌમાસી આરોપણા કુલ પર ૩૩ર ୨୪୪ ૭૨૪ ૭૦ ૨૦૨૨ - સૂત્ર સંખ્યા પ્રસ્તુત સંસ્કરણની સૂત્ર સંખ્યા ૫૮ ૩૧૭ ૩૪૫ ૩૦ ૫૧ ૧૪૦૧ II નિશીથ પરિશિષ્ટ સંપૂર્ણ ૩૦ ૫૧ અંતર ૧૯૪ ૧૫ ૨૯૯ ૯૪ ૧૯ ૧ Page #54 -------------------------------------------------------------------------- ________________ છેદશાસ્ત્રઃ દશાશ્રુતસ્કંધ સૂત્ર સારાંશ [h] દશાશ્રુતસ્કંધ સૂત્ર આ સૂત્રનું નામ આગમમાં બે પ્રકારે મળે છે– (૧) દશા (૨) આચારદશા. એના આધારથી તેનું નામ દશાશ્રુતસ્કંધ સૂત્ર પ્રચલિત છે, પરંતુ આ નામ પ્રાચીન વ્યાખ્યા ગ્રંથોમાં મળતું નથી, તેથી તે અર્વાચીન પ્રચલિત નામ છે. આ સૂત્રના દસ અધ્યાય છે, તેને પહેલી દશા યાવત્ દસમી દશા કહેવાય છે. ૫૪ પહેલી દશામાં ૨૦ અસમાધિના સ્થાન છે. બીજી દશામાં ૨૧ સબલ દોષ છે. ત્રીજી દશામાં ૩૩ આશાતના છે. ચોથી દશામાં આચાર્યની આઠ સમ્પદા અને ચાર કર્તવ્ય છે તથા શિષ્યના ચાર કર્તવ્ય પણ છે. પાંચમી દશામાં ચિત્તની સમાધિ(આનંદ) થવાના દશ બોલ કહ્યા છે. છઠ્ઠી દશામાં શ્રાવકની ૧૧ ડિમાઓ બતાવી છે. સાતમી દશામાં સાધુની બાર ડિમા બતાવી છે. આઠમી દશાનું સાચું સ્વરૂપ વ્યવચ્છિન્ન અથવા વિકૃત થઈ ગયું છે. તેમાં સાધુઓની સમાચારીનું વર્ણન હતું. નવમી દશામાં ૩૦ મહામોહનીય કર્મબંધના કારણ છે. દસમી દશામાં નવ નિયાણાનો નિષેધ અને વર્ણન છે અને તેનાથી થનારા અહિતનુ કથન છે. આ પ્રકારે આ સૂત્રનો પ્રતિપાદ્ય વિષય આચાર પ્રધાન હોવાથી તેનું સૂત્રોક્ત(ઠાણાંગ–૧૦) આચાર દશા નામ સાર્થક છે. વર્તમાનમાં અજ્ઞાતકાલથી ‘દશાશ્રુતસ્કંધ’ આ નામ પ્રચલિત છે. પ્રથમ દશા : વીસ અસમાધિસ્થાન સાધ્વાચાર(સંયમ)ના સામાન્ય લઘુતર દોષોને એટલે અતિચારોને અહીં અસમાધિ સ્થાન કહ્યા છે. જેવી રીતે શરીરની સમાધિમાં સામાન્ય પીડાઓ પણ બાધક થાય છે અને વિશેષ મોટા રોગ જુદી-જુદી જાતના થાય છે. જેમ કે (૧) અલ્પ ચોટ લાગવી, કાંટો ખૂંચી જવો, એક ફોડલો થઈ જવો; હાથ, પગ, આંગળી આદિ અવયવ દુઃખવા, દાંત દુઃખવા અને થોડા વખતમાં સારું થઈ જવું. (૨) અત્યંત વ્યાકુલ અને અશક્ત કરી દેનારા મોટા-મોટા રોગ. એવી રીતે સામાન્ય દોષ અર્થાત્ સંયમના અતિચાર અવિધિઓને આ દશામાં અસમાધિ સ્થાન કહેવાયેલ છે. એના કારણે સંયમ પૂર્ણપણે સ્વસ્થ રહી શકતો નથી. અર્થાત્ શુદ્ધ આરાધનામાં ઘટ થતી જાય છે. વીસ અસમાધિના સ્થાન :– ૧. ઉતાવળે ચાલવું. ૨. અંધારામાં ચાલતી વખતે પ્રમાર્જન ન કરવું. ૩. સાચી રીતથી પ્રમાર્જન ન કરવું. ૪. જરૂરિયાત વગર પાટ આદિ લાવીને રાખવા. ૫. મોટાની સામે બોલવું. ૬. વૃદ્ધોને અસમાધિ પહોંચાડવી. ૭. પાંચ Page #55 -------------------------------------------------------------------------- ________________ | પપ, મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત, સ્થાવરકાયની બરાબર યાતના ન કરવી અર્થાત્ તેની વિરાધના કરવી, કરાવવી. ૮. ક્રોધ ભાવમાં બળવું અર્થાત્ મનમાં ક્રોધ ભાવ રાખવો. ૯. ક્રોધ કરવો અર્થાત્ વચન અને વ્યવહારમાં ક્રોધ પ્રગટ કરવો. ૧૦. પીઠ પાછળ નિંદા કરવી. ૧૧. કષાયથી અથવા અવિવેકથી નિશ્ચયકારી ભાષા બોલવી. ૧૨. નવો કલેશ ઉત્પન્ન કરવો. ૧૩. જૂના, શાંત થઈ ગયેલ કલેશને ફરીથી ઉત્પન્ન કરવો. ૧૪. અકાલમાં સૂત્રનો સ્વાધ્યાય કરવો. ૧૫. સચિત્ત રજ કે સચિત રજથી યુક્ત હાથ-પગનું પ્રમાર્જન ન કરવું અર્થાત્ પ્રમાર્જન કર્યા વિના બેસી જવું કે અન્ય કાર્યમાં લાગી જવું. ૧૬. જરૂરત વગર બોલવું, વાક્યુદ્ધ કરવું અને જોર-જોરથી આવેશ યુક્ત બોલવું. ૧૭. સંઘમાં અથવા સંગઠનમાં અથવા પ્રેમ સંબંધમાં ભેદ ઉત્પન્ન થાય તેવું ભાષણ કરવું. ૧૮. કલેશ કરવો, ઝઘડવું, તુચ્છતા ભરેલો વ્યવહાર કરવો. ૧૯. દિવસભર કંઈને કંઈ ખાતા રહેવું. ૨૦. અનેષણીય આહાર, પાણી આદિ ગ્રહણ કરવા અર્થાત્ એષણાના નાના દોષોની ઉપેક્ષા કરવી. # શકે I બીજી દશાઃ એકવીસ સબલ દોષ સબલ, પ્રબલ, ઘન, ભારે, વજનદાર, વિશેષ બળવાન આદિ લગભગ એકાર્થક શબ્દ છે. સંયમના સબલ દોષોનો અર્થ છે– સામાન્ય દોષોની અપેક્ષાએ મોટા દોષ કે વિશેષ દોષ. આ દશામાં એવા મોટા દોષોને સબલ દોષ કહ્યા છે. તે પ્રાયઃ સંયમના અનાચારરૂપ હોય છે. તેનું પ્રાયશ્ચિત્ત પણ ગુરુતર હોય છે તથા એ સંયમમાં વિશેષ અસમાધિ ઉત્પન્ન કરનારા દોષ છે. અન્ય શબ્દોમાં કહીએ તો સબલ દોષ સંયમમાં મોટા અપરાધ છે અને અસમાધિ સ્થાન સંયમમાં નાના અપરાધ છે. એકવીસ સબલ દોષ :- (૧) હસ્ત કર્મ કરવું. (૨) મૈથુન સેવન કરવું. (૩) રાત્રિ ભોજન કરવું. (૪) સાધુના નિમિત્તે બનાવેલ આહાર પાણી લેવા. (૫) રાજાના ઘરે ગોચરી કરવી. (૬) સામાન્ય સાધુ-સાધ્વીજીઓના નિમિત્તે બનાવેલા ઉદેશિક આહાર આદિ લેવા કે સાધુને માટે વેચાતા લાવેલ હોય એવા આહારાદિ પદાર્થ લેવા. (૭) વારંવાર તપ-ત્યાગ આદિનો ભંગ કરવો. (૮) વારંવાર ગણનો ત્યાગ કરવો અને સ્વીકાર કરવો. (૯, ૧૯) ઘૂંટણ પાણીમાં ડૂબે એટલા પાણીમાં એક માસમાં ત્રણ વાર કે વર્ષમાં ૧૦ વાર ચાલે અર્થાત્ આઠ મહિનાના આઠ અને એકવાર વધુ કુલ ૯ વાર ઉતરે તો સબલ દોષ નથી, ૧૦ વાર થાય તો શબલ દોષ બને છે. (૧૦, ૨૦) એક માસમાં ત્રણ વાર અને વર્ષમાં ૧૦ વાર(ઉપાશ્રય માટે) Page #56 -------------------------------------------------------------------------- ________________ છેદશાસ્ત્રઃ દશાશ્રુતસ્કંધ સૂત્ર સારાંશ પક માયા કપટ કરવું અર્થાત્ ઉપાશ્રય દુર્લભ થવા પર વર્ષમાં ૯ વાર માયા કરવી પડે તે સબલ દોષ નથી, પણ ૧૦ વાર થાય તો શબલ દોષ બને છે. (૧૧) શય્યાતરનો આહાર ગ્રહણ કરવો. (૧૨-૧૪) જાણીને, સંકલ્પપૂર્વક હિંસા કરવી, જૂઠું બોલવું, અદત્ત ગ્રહણ કરવું. (૧૫-૧૭) જાણીને સચિત્ત પૃથ્વી પર તેની અત્યધિક નજીક સ્થાન પર અને ત્રણ સ્થાવર જીવ યુક્ત સ્થાન પર બેસવું, સૂવું, ઊભા રહેવું. (૧૮) ૧. મૂલર. કંદ૩. સ્કંધ ૪.છાલ પ. કૂંપળ . પત્ર ૭. પુષ્પ૮. ફળ ૯. બીજ અને ૧૦. લીલી વનસ્પતિ(શાક ભાજી) આદિને જાણીને ખાવી. (૨૧) જાણીને સચિત્ત જલના લેપ યુક્ત હાથ કે વાસણથી ગોચરી લેવી. યદ્યપિ અતિચાર, અનાચાર અન્ય અનેક હોઈ શકે છે તો પણ અહીંયા અપેક્ષાથી ૨૦ અસમાધિ સ્થાન અને ર૧ સબલ દોષ કહ્યા છે. અન્ય દોષોને યથાયોગ્ય વિવેકથી તેમાં અંતર્ભાવિત કરી લેવા જોઈએ. િ | ત્રીજી દશાઃ તેત્રીસ આશાતના સંયમના મૂલગુણ અને ઉત્તર ગુણના દોષો સિવાય, અવિવેક અને અભક્તિના સંયોગથી ગુરુ, રત્નાધિક આદિ સાથે કરાયેલી પ્રવૃત્તિને આશાતના કહેવાય છે. તેનાથી સંયમ દૂષિત થાય છે અને ગુણો નાશ થાય છે. વિનયવિવેકના સદ્ભાવમાં જ ગુણોની વૃદ્ધિ થાય છે અને પાપકર્મનો બંધ થતો નથી. દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે. एवं धम्मस विणओ मूलं, परमो से मोक्खो । ને વિત્તિ સુયં સિધં નિસ્તેણં વામિચ્છરું – અ.૯, ૧.૨, ગા.૨ जयं चरे जयं चिट्टे, जयमासे जयं सए । મુરંતો મહંતો, પર્વમે ન વંધ II -દશ.અ.૪,ગા.૮ મોટાનો વિનય ન કરવો અને અવિનય કરવો; આ બંને આશાતના છે. આશાતના દેવ ગુરુની અને સંસારના કોઈપણ પ્રાણીની થઈ શકે છે તેમજ ધર્મ સિદ્ધાંતોની પણ આશાતના થઈ શકે છે. તેથી આશાતનાની વિસ્તૃત પરિભાષા આ પ્રકારે છે– દેવ-ગુરુની વિનયભક્તિ ન કરવી, અવિનય અભક્તિ કરવી, તેઓની આજ્ઞાનો ભંગ કરવો અથવા નિંદા કરવી, ધર્મ સિદ્ધાંતોની અવહેલના કરવી કે વિપરીત પ્રરૂપણા કરવી અને કોઈ પણ પ્રાણી પ્રત્યે અપ્રિય વ્યવહાર કરવો, તેઓની નિંદા તિરસ્કાર કરવો તે “આશાતના' કહેવાય છે. લૌકિક ભાષામાં તેને અસભ્ય વ્યવહાર કહેવાય છે. આ બધી અપેક્ષાઓથી આવશ્યક સૂત્રમાં ૩૩ આશાતનાના વિષયોનું કથન કર્યું છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત મોટાઓની સાથે ચાલવા, બેસવા અને ઊભા રહેવામાં, આહાર, વિહાર, નિહાર સંબંધી સમાચારીના કર્તવ્યોમાં, બોલવામાં, શિષ્ટાચારમાં, ભાવોમાં અને આજ્ઞા પાલનમાં અવિવેક, અભક્તિથી પ્રવર્તન કરવું તે “આશાતના છે. તાત્પર્ય એ છે કે મોટાની સાથે પ્રત્યેક પ્રવૃત્તિમાં સભ્યતા, શિષ્ટતા રાખવી અને જે વ્યવહાર પ્રવર્તાવવાથી મોટાનું ચિત્ત પ્રસન્ન રહે તેવી રીતે જ પ્રત્યેક પ્રવૃત્તિ કરવી જોઈએ. તેત્રીસ આશાતનાઓ માટે જુઓ– આગમ સારાંશ ખંડ-૩; આચાર શાસ્ત્રમાં પરિશિષ્ટ. કે ? | ચોથી દશાઃ આચાર્યની આઠ સંપદા | શ્રી સાધુ-સાધ્વીજીઓના સમુદાયની સમુચિત વ્યવસ્થા માટે આચાર્યનું હોવું નિતાત્ત આવશ્યક હોય છે. વ્યવહાર સૂત્ર ઉદ્દેશક ત્રીજામાં નવ દીક્ષિત (ત્રણ વર્ષની દીક્ષા પર્યાય સુધીના) બાળક(૧૬ વર્ષની ઉંમર સુધીના) અને તરુણ (૪૦ વર્ષની વય સુધીના) સાધુ-સાધ્વીજીઓને આચાર્ય અને ઉપાધ્યાયની નિશ્રા વિના રહેવાનો સ્પષ્ટ નિષેધ છે, સાથે જ શીધ્રપણે પોતાના આચાર્ય, ઉપાધ્યાયનો નિશ્ચય કરવાનું ધ્રુવ વિધાન કર્યું છે. સાધ્વીજી માટે પ્રવર્તિનીની નિશ્રા સહિત ત્રણ પદવીધરોની નિશ્રા હોવી જરૂરી કહી છે. એ પદવીધર શિષ્ય શિષ્યાઓના વ્યવસ્થાપક અને અનુશાસક હોય છે. તેથી તેઓમાં વિશિષ્ટ ગુણોની યોગ્યતા હોવી જરૂરી છે. વ્યવહાર સૂત્રના ત્રીજા ઉદ્દેશકમાં તેઓની આવશ્યક અને ઔચિત્ય પૂર્ણ યોગ્યતાના ગુણ કહ્યા છે. પ્રસ્તુત દશામાં આચાર્યના આઠ મુખ્ય ગુણો કહ્યા છે. જેમ કે૧. આચાર સંપન્ન :- સંપૂર્ણ સંયમ સંબંધી જિનાજ્ઞાનું પાલન કરનારા, ક્રોધ-માનાદિ કષાયોથી રહિત સુંદર સ્વભાવવાળા હોય. ૨. શ્રુત સમ્પન્ન – આગમોક્ત અનુક્રમ અનુસાર અનેક શાસ્ત્રોને કંઠસ્થ કરનારા અને તેના અર્થ-પરમાર્થને ધારણ કરનારા હોય. ૩. શરીર સમ્પન્ન :- સમુચિત સંહનન, સંસ્થાનવાળા, સશક્ત અને સ્વસ્થ શરીરવાળા હોય. ૪. વચન સમ્પન્ન – આદેય વચનવાળા, મધુર વચનવાળા, રાગદ્વેષ રહિત અને ભાષા સંબંધી દોષોથી રહિત વચન બોલનારા હોય. ૫. વાચના સમ્પન્ન – સૂત્રોના પાઠોના ઉચ્ચારણ કરવા અને કરાવવામાં, અર્થ પરમાર્થને સમજાવવામાં તથા શિષ્યની ક્ષમતા યોગ્યતાનો નિર્ણય કરીને શાસ્ત્ર જ્ઞાન દેવામાં નિપુણ હોય. યોગ્ય શિષ્યોને રાગદ્વેષ-કષાય રહિત થઈને અધ્યયન કરાવવાના સ્વભાવવાળા હોય. Page #58 -------------------------------------------------------------------------- ________________ છેદશાસ્ત્રઃ દશાશ્રુતસ્કંધ સૂત્ર સારાંશ ૫૮ ૬. મતિ સમ્પન્ન – સ્મરણ શક્તિ સમ્પન્ન અને ચારે પ્રકારની બુદ્ધિથી યુક્ત, બુદ્ધિમાન હોય અર્થાત્ ભોળા ભદ્રિક ન હોય. ૭. પ્રયોગ મતિ સમ્પન્ન - વાદ વિવાદમાં એટલે શાસ્ત્રાર્થમાં, પ્રશ્નો અથવા જિજ્ઞાસાઓના સમાધાન દેવામાં, પરિષદનો વિચાર કરીને યોગ્ય વિષયનું વિશ્લેષણ કરવામાં સક્ષમ હોય, સેવા વ્યવસ્થામાં કુશળ હોય, તેમને સમય પર ઉચિત બુદ્ધિની ફુરણા થાય, સમય પર તેઓ યોગ્ય લાભદાયક નિર્ણય અને પ્રવર્તન કરી શકે. ૮. સંગ્રહ પરિજ્ઞા સમ્પન્ન:- સાધુ-સાધ્વીની ઉપધિની અને વિચરણની વ્યવસ્થા તથા ધર્મ પ્રભાવના દ્વારા શ્રાવક-શ્રાવિકાઓની ભક્તિ, નિષ્ઠા, જ્ઞાન, વિવેકની વૃદ્ધિ કરવાવાળા, જેનાથી સંયમના આવશ્યક વિચરણ ક્ષેત્ર, ઉપધિ, આહારની પ્રચુર ઉપલબ્ધિ થતી રહે તેમજ ચતુર્વિધસંઘમાં બધા શ્રમણ-શ્રમણી નિરાબાધ સંયમ આરાધના કરતા રહે. આચાર્યનું શિષ્યો પ્રત્યે કર્તવ્ય:૧. સંયમ સંબંધી અને ત્યાગ તપ સંબંધી સમાચારીનું જ્ઞાન કરાવવું અને તેના પાલનમાં વ્યસ્ત રાખવા, સમૂહમાં રહેવાની કે એકલા રહેવાની વિધિઓ અને આત્મ સમાધિના ઉપાયોના જ્ઞાનનો અભ્યાસ કરાવવો. ૨. આગમોનો ક્રમથી અભ્યાસ કરાવવો, અર્થ જ્ઞાન કરાવીને તેનાથી કેવી રીતે હિત-અહિત થાય છે તે સમજાવવું અને તેનાથી પૂર્ણ આત્મ કલ્યાણ સાધવાનો બોધ આપતા થકા પરિપૂર્ણ વાચના આપવી. ૩. શિષ્યોની શ્રદ્ધાને પૂર્ણ રૂપથી દઢ બનાવવી અને જ્ઞાનમાં તેમજ ગુણમાં પોતાના સમાન બનાવવાનો પ્રયત્ન કરવો. ૪. શિષ્યોમાં ઉત્પન્ન થયેલ દોષ, કષાય, કલેશ, આકાંક્ષાઓનું ઉચિત ઉપાયો દ્વારા શમન કરવું. એવું કરતા થકા પણ પોતાના સંયમ ગુણોની અને આત્મ સમાધિની પૂર્ણ રૂપથી સુરક્ષા અને વૃદ્ધિ કરતા રહેવી. શિષ્યોનો ગણ અને આચાર્ય પ્રત્યે કર્તવ્ય:૧. આવશ્યક ઉપકરણોની પ્રાપ્તિ, સુરક્ષા અને વિભાજનમાં ચતુર હોય. ૨. હંમેશાં આચાર્ય અને ગુરુજનોને અનુકૂલ વર્તન કરવું. ૩. ગણના યશની વૃદ્ધિ, અપયશનું નિવારણ તેમજ રત્નાધિકોનો યથાયોગ્ય આદરભાવ અને સેવા કરવામાં સિદ્ધહસ્ત હોવું. ૪. શિષ્ય વૃદ્ધિ અને તેના સંરક્ષણ-શિક્ષણમાં આચાર્ય-ઉપાધ્યાયને સહયોગી થવું. રોગી સાધુઓની યથાયોગ્ય સાર સંભાળ કરવી તેમજ મધ્યસ્થ ભાવથી સાધુઓમાં શાંતિ ટકાવી રખાવવામાં નિપુણ હોવું. Page #59 -------------------------------------------------------------------------- ________________ | પ૯] પ૯ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીત પાંચમી દશા : ચિત્ત સમાધિના દસ બોલી જેવી રીતે સાંસારિક આત્માને ધન-વૈભવ ભૌતિક સામગ્રીની પ્રાપ્તિ થવા પર આનંદનો અનુભવ થાય છે, તેવી રીતે આત્મગુણોની અનુપમ ઉપલબ્ધિમાં આત્માર્થી મુમુક્ષુઓને અનુપમ આનંદરૂપ ચિત્ત સમાધિની પ્રાપ્તિ થાય છે. તે દસ ઉપલબ્ધિઓ આ પ્રમાણે છે ૧. અનુપમ ધર્મભાવની પ્રાપ્તિ કે વૃદ્ધિ થવાથી. ૨. જાતિસ્મરણ જ્ઞાન થવાથી. ૩. અત્યંત શુભ સ્વપ્ન જોવાથી. ૪. દેવ દર્શન થવાથી. ૫. અવધિજ્ઞાન થવાથી. ૬. અવધિ દર્શન થવાથી. ૭. મન:પર્યવજ્ઞાન થવાથી. ૮. કેવળજ્ઞાન થવાથી. ૯. કેવલદર્શન ઉત્પન્ન થવાથી. ૧૦. કર્મોથી મુક્ત થવાથી. ઉછુ કે || છકી દશાઃ શ્રાવક પડિમા | ફીડ કે શ્રાવકનો પ્રથમ મનોરથ આરંભ પરિગ્રહની નિવૃત્તિમય સાધના કરવાનો છે. તે નિવત્તિ સાધનાના સમયે વિશિષ્ટ સાધના માટે શ્રાવકની પડિમાઓને અર્થાત વિશિષ્ટ પ્રતિજ્ઞાઓને શ્રાવક ધારણ કરી શકે છે. અનિવૃત્ત સાધના સમયમાં પણ શ્રાવક સમકિત સહિત સામાયિક, પૌષધ આદિ બાર વ્રતોનું આરાધન કરે છે, પરંતુ તે સમયે તે અનેક પરિસ્થિતિઓ તેમજ જવાબદારીઓના કારણે અનેક આગારોની સાથે તે સમક્તિ અને વ્રતોને ધારણ કરે છે પરંતુ નિવૃત્તિમય અવસ્થામાં આગારો રહિત ઉપાસક પડિમાઓનું પાલન દઢતાની સાથે કરે છે. અગિયાર પડિમા:૧. પહેલી પડિમા – આગાર રહિત નિરતિચાર સભ્યત્વની વિશિષ્ટ પ્રતિજ્ઞાનું પાલન, એમાં પહેલા ધારણ કરેલા અનેક નિયમ તથા બાર વ્રતોનું પૂર્વ પ્રતિજ્ઞા અનુસાર આગાર સહિત પાલન કરે છે. તે નિયમોને છોડતા નથી. ૨. બીજી પડિમા – સમકિતની વિશિષ્ટ પ્રતિજ્ઞા સાથે અનેક નાના મોટા નિયમ પ્રત્યાખ્યાન અતિચાર રહિત અને આગાર રહિત પાલન કરવાની પ્રતિજ્ઞા કરવી અને યથાવતું તેનું પાલન કરવું. ૩. ત્રીજી પડિમા – સવાર, બપોર અને સાંજે નિયત સમય પર જ નિરતિચાર અને આગાર રહિત શુદ્ધ સામાયિક કરે અને ૧૪ નિયમ પણ નિયમિત પૂર્ણ રૂપથી આગાર રહિત કરી યથાવત્ પાલન કરે. ૪. ચોથી પડિમા:- ઉપવાસ યુક્ત છ પૌષધ(બે આઠમ, બે ચૌદશ, અમાસ, પૂર્ણિમાના દિવસે) આગાર રહિત નિરતિચાર આરાધના કરે. ૫. પાંચમી પડિમા – પૌષધના દિવસોમાં સંપૂર્ણ રાત્રિ અથવા મર્યાદિત Page #60 -------------------------------------------------------------------------- ________________ છેદશાસ્ત્ર ઃ દશાશ્રુતસ્કંધ સૂત્ર સારાંશ સમય સુધી કાયોત્સર્ગ કરવો. 4 ૬. છઠ્ઠી પડિમા :– બ્રહ્મચર્યનું આગાર રહિત પરિપૂર્ણ પાલન કરવું તે સાથે નિમ્ન નિયમ રાખવા ઃ (૧) સ્નાન ત્યાગ (૨) રાત્રિ ભોજન ત્યાગ (૩) ધોતીની પાટલી(ગાંઠ) ખુલ્લી રાખવી. ૭. સાતમી પડિમા ઃ- આગાર રહિત સચિત્ત વસ્તુ ખાવાનો ત્યાગ કરે. ૮. આઠમી પડિમા ઃ- આગાર રહિત સ્વયં હિંસા કરવાનો ત્યાગ કરવો. ૯. નવમી પડિમા ઃ- બીજા પાસે સાવધ કાર્ય કરાવવાનો આગાર રહિત ત્યાગ અર્થાત્ ધર્મકાર્ય સિવાય કોઈ કાર્યની પ્રેરણા, નિર્દેશ, આદેશ ન કરવો. ૧૦. દસમી પડિમા ઃ– સાવધકાર્યની અનુમોદનાનો પણ ત્યાગ કરવો અર્થાત્ પોતાના માટે બનાવેલા આહારાદિ કોઈ પણ પદાર્થ ન લેવા. : Go -: ૧૧. અગિયારમી ડિમા શ્રમણ જેવો વેશ અને ચર્યા ધારણ કરવા, પરંતુ લોચ કરવો, વિહાર કરવો, સામુદાનિક ગોચરી કરવી અને આજીવન સંયમ ચર્યા ધારણ કરવી ઇત્યાદિનો તેમા પ્રતિબંધ નથી તેથી તે ભિક્ષા આદિના સમયે સ્વયંને પડિમાધારી શ્રાવક કહે છે અને જ્ઞાતીજનોના ઘરમાં જ ગોચરી જાય છે. આગળ આગળના પિંડમાઓમાં પહેલાં પહેલાંની પિંડમાઓનું પાલન કરવું આવશ્યક હોય છે. સાતમી દશા : ભિક્ષુની બાર પડિમા સાધુનો બીજો મનોરથ છે કે ‘ક્યારે હું એકલ વિહારની પ્રતિજ્ઞા ધારણ કરીને વિચરણ કરું” ભિક્ષુ પ્રતિમા પણ આઠ મહિના એકલ વિહારની પ્રતિજ્ઞા સહિત હોય છે. વિશિષ્ટ સાધના માટે અને કર્મોની અત્યધિક નિર્જરાને માટે આવશ્યક યોગ્યતાથી સંપન્ન ગીતાર્થ(બહુશ્રુત) સાધુ આ બાર ડિમાઓને ધારણ કરી શકે છે. [આ ડિમાને અંગીકાર કરવા માટે પ્રથમના ત્રણ સંઘયણ, નવ પૂર્વોનું જ્ઞાન, વીસ વર્ષની દીક્ષા પર્યાય અને ૨૯ વર્ષની ઉંમર હોવી આવશ્યક છે, એવું જે કહેવાય છે, તે આગમ સંમત નથી પરંતુ આગમ વિપરીત છે. તેનુ સ્પષ્ટીકરણ પૃષ્ટ–૨૫માં જુઓ] અનેક પ્રકારની સાધનાઓ તેમજ પરીક્ષાઓ પછી જ યોગ્ય શ્રમણને ભિક્ષુની પડિમા ધારણ કરવાની આજ્ઞા અપાય છે. પ્રતિમાધારીના વિશિષ્ટ નિયમ : ૧. દાતાનો એક પગ ડેલીની અંદર અને એક પગ ડેલીની બહાર હોય, સ્ત્રી ગર્ભવતી ન હોય, એક વ્યક્તિનું ભોજન હોય, તેમાંથી જ વિવેકની સાથે લેવું. ૨. દિવસમાં ત્રણ ભાગની કલ્પના કરી, તેમાંથી કોઈ એક ભાગમાં ગોચરી લાવીને વાપરવી. Page #61 -------------------------------------------------------------------------- ________________ ૧ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત :: ૩. છ પ્રકારની ભ્રમણ વિધિના કોઈપણ અભિગ્રહથી ગોચરી લેવા જવું. ૪. અજ્ઞાત ક્ષેત્રમાં બે દિવસ અને પરિચિત ક્ષેત્રોમાં એક દિવસથી વધુ ન રહેવું. ૫. ચાર કારણો સિવાય મૌન જ રહેવું. ધર્મ ઉપદેશ પણ ન દેવો. ૬-૭. ત્રણ પ્રકારની શય્યા અને ત્રણ પ્રકારના સંસ્તારકનો જ ઉપયોગ કરવો. ૮-૯. સાધુના રહ્યા પછી તે સ્થાન પર કોઈ સ્ત્રી-પુરુષ આવે, રહે અથવા આગ લાગી જાય તો પણ સાધુ બહાર નીકળે નહિ. ૧૦-૧૧. પગમાંથી કાંટો અને આંખમાંથી રજ(ધૂળ) આદિ કાઢે નહિ. ૧૨. સૂર્યાસ્ત પછી એક ડગલું પણ ચાલે નહિ. રાત્રે મલ-મૂત્રની બાધા થવા પર આવી જઈ શકે. ૧૩. હાથ-પગ ઉપર સચિત્ત રજ લાગી જાય તો તેનું પ્રમાર્જન ન કરવું અને સ્વતઃ અચિત્ત ન થઈ જાય ત્યાં સુધી ગોચરી આદિ પણ ન જવું. ૧૪. અચિત્ત પાણીથી પણ સુખ શાંતિ માટે હાથ-પગ આદિ ધોવા નહિ. ૧૫. ચાલતી વખતે ઉન્મત્ત પશુ સામે આવી જાય તો ભયથી માર્ગ છોડે નહિ. ૧૬. તડકામાંથી છાયામાં તથા છાયામાંથી તડકામાં ન જાય. આ નિયમ બધી પડિમાઓમાં જરૂરી સમજી લેવાના. પેલી સાત પડિમાઓ એક-એક મહિનાની છે, તેમાં દત્તિની સંખ્યા એકથી સાત સુધી વધી શકે છે. આઠમી નવમીને દસમી પડિમા સાત-સાત દિવસની એકાંતર તપયુક્ત કરવાની હોય છે. તેમાં સૂત્રોક્ત ત્રણ-ત્રણ આસનમાંથી આખી રાત કોઈ પણ એક આસન કરવાનું હોય છે. અગિયારમી પિંડમામાં છઠ્ઠના તપની સાથે અહોરાત્ર(ચોવીસ કલાક) કાયોત્સર્ગ કરવામાં આવે છે. બારમી ભિક્ષ ડિમામાં અઠ્ઠમ તપની સાથે સ્મશાન આદિમાં એક રાત્રિનો(સૂર્યાસ્તથી સૂર્યોદય સુધી) કાયોત્સર્ગ કરવાનો હોય છે. આઠમી દશા : સમાચારી આ દશાનું નામ પર્યુષણા કલ્પ છે. વિક્રમની તેરમી-ચૌદમી શતાબ્દીમાં અર્થાત વીર નિર્વાણ અઢારમી-ઓગણીશમી શતાબ્દીમાં આ દશાના અનુચિત ઉપયોગ તેમજ અવલંબનથી કલ્પસૂત્રની રચના કરી, તેને પ્રમાણિક પ્રસિદ્ધ કરીને પ્રચારિત કરેલ છે. અન્ય કોઈ વિસ્તૃત સૂત્રના પાઠોની સાથે આ દશાને જોડીને અને સ્વચ્છંદતાપૂર્વક અગણિત પરિવર્તન-પરિવર્ધન કરીને આ દશાને સંપૂર્ણ વિકૃત કરી વ્યવછિન્ન કરી દેવામાં આવી છે. તેથી આ દશા અનુપલબ્ધ, વ્યવછિન્ન સમજવી જોઈએ. એમાં ભિક્ષુઓના ચાતુર્માસ અને પર્યુષણ સંબંધી સમાચારીના વિષયોનું સંક્ષિપ્ત સૂચન હતું. [વિશેષ જિજ્ઞાસુ પાઠકોએ આગળ પરિશિષ્ટનુ અવલોકન કરી લેવું.] Page #62 -------------------------------------------------------------------------- ________________ છેદશાસ્ત્રઃ દશાશ્રુતસ્કંધ સૂત્ર સારાંશ ર શૈક ક નવમી દશાઃ ત્રીસ મહામોહના સ્થાન કે આઠ કર્મોમાં મોહનીય કર્મ પ્રબલ છે. તેમાં પણ મહામોહનીય કર્મની અવસ્થા વધુ તીવ્ર હોય છે. તેના બંધનના ૩૦ કારણો આ પ્રમાણે છે૧-૩. ત્રસ જીવોને પાણીમાં ડુબાડીને, શ્વાસ રૂંધીને, ધુમાડો કરીને મારવા. ૪-૫. ત્રસ જીવોને શસ્ત્ર પ્રહારથી માથું ફોડીને અથવા મસ્તક પર ભીનું ચામડું બાંધીને મારવા. ૬. ત્રસ જીવોને ધોખો દઈને(છેતરીને) ભાલા આદિથી મારીને હસવું. ૭. માયાચાર કરીને છુપાવવું કે શાસ્ત્રના અર્થને છુપાવવા. ૮.કોઈના પર મિથ્યા આરોપ લગાવવો. ૯. ભરી સભામાં મિશ્ર ભાષાનો પ્રયોગ કરી ક્લેશ કરવો. ૧૦. વિશ્વાસુ મંત્રી દ્વારા રાજાને રાજ્ય ભ્રષ્ટ કરી દેવો. ૧૧-૧૨. મિથ્યાભાવે પોતાને બ્રહ્મચારી કે બાલબ્રહ્મચારી પ્રસિદ્ધ કરવો. ૧૩. ઉપકારીના ધનનું અપહરણ કરવું. ૧૪. ઉપકારી ઉપર અપકાર કરવો. ૧૫. રક્ષક થઈને ભક્ષકનું કાર્ય કરવું. ૧-૧૭. અનેકોના રક્ષક નેતા કે સ્વામી આદિને મારવા. ૧૮. દીક્ષાર્થી કે દીક્ષિતને સંયમથી ચલિત કરવા. ૧૯. તીર્થકરોની નિંદા કરવી. ૨૦. મોક્ષ માર્ગની દ્રષ પૂર્વક નિન્દા કરીને, ભવ્ય જીવોને માર્ગથી ભ્રષ્ટ કરવા. ૨૧-૨૨. ઉપકારી આચાર્ય ઉપાધ્યાયની અવહેલના કરવી. તેઓનો આદર, સેવા ભક્તિ ન કરવા. ૨૩-૨૪. બહુશ્રુત કે તપસ્વી નહિ હોવા છતાં પણ પોતાને બહુશ્રુત કે તપસ્વી કહેવડાવવા. ૨૫. સમર્થ હોવા છતાં કલુષિત ભાવોના કારણે સેવા ન કરવી. ૨૭. સંઘમાં ભેદ ઉત્પન્ન કરાવવો. ૨૭. જાદુટોણા આદિનો પ્રયોગ કરવો. ૨૮. કામભોગોમાં અત્યધિક આસક્તિ અને અભિલાષા રાખવી. ર૯. દેવોની શક્તિનો અસ્વીકાર કરવો અને તેની નિંદા કરવી. ૩૦. દેવી દેવતાના નામથી જૂઠા ઢોંગ કરવા. Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪૩ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત અધ્યવસાયોની તીવ્રતા કે ક્રૂરતા હોવા પર આ પ્રવૃત્તિઓ દ્વારા મહામોહનીય કર્મનો બંધ થાય છે. દસમી દશા : નવ નિચાણા સંયમ તપની સાધના રૂપ સંપત્તિને, ભૌતિક લાલસાઓની ઉત્કટતાના કારણે આગળના ભાવમાં ઐચ્છિક સુખપૂર્ણ અવસ્થા પ્રાપ્ત કરવા માટે, દાવમાં લગાવી દેવી, તે નિદાન” (નિયાણુ) કહેવાય છે. એવું કરવાથી જો સંયમ તપની પૂંજી વધારે હોય તો કરેલું નિદાન ફળીભૂત થાય છે. પરંતુ તેનું પરિણામ હાનિકારક થાય છે. અર્થાતુ રાગ-દ્વેષાત્મક નિદાનોને કારણે નિદાન ફલની સાથે મિથ્યાત્વ તેમજ નરકાદિ દુર્ગતિની પ્રાપ્તિ થાય છે અને ધર્મભાવોના નિદાનોથી મોક્ષ પ્રાપ્તિ દૂર થઈ જાય છે. તેથી નિદાન કરણ ત્યાજ્ય છે. નવ નિદાન - ૧. નિગ્રંથ દ્વારા પુરુષના ભોગોનું નિદાન. ૨. નિર્ગથી દ્વારા સ્ત્રીના ભોગોનું નિદાન. ૩. નિગ્રંથ દ્વારા સ્ત્રીના ભોગોનું નિદાન. ૪. નિગ્રંથી દ્વારા પુરુષના ભોગોનું નિદાન. પ-૭. જુદા-જુદા સંકલ્પ દ્વારા દૈવી સુખનું નિદાન ૮. શ્રાવક જીવનની પ્રાપ્તિનું નિદાન. ૯. સાધુના જીવનની પ્રાપ્તિનું નિદાન. આ નિદાનોનું ખરાબ ફળ જાણીને નિદાન રહિત તપ-સંયમની આરાધના કરવી જોઈએ. વિશેષ – ૧. પાંચમુ નિદાન સ્વયંની દેવી, સ્વયં વિવિત દેવી અને અન્યની દેવીના ભોગોની ચાહના કરવી. ૨. છઠ્ઠા નિદાનમાં અન્ય દેવોની દેવીની ચાહના કરાતી નથી. ૩. સાતમાં નિદાનમાં સ્વયંની વિદુર્વેલી દેવીની પણ ઈચ્છા નથી હોતી.૪. અનિદાનકૃત આરાધક શ્રમણને કોઈપણ ચાહના હોતી નથી, તેઓ ત્યાં સહજ દૈવિક સુખમાં જ સંતુષ્ટ રહે છે. નોંધ – વિસ્તૃત જાણકારીને માટે ગુરુપ્રાણ ફાઉન્ડેશન રાજકોટથી પ્રકાશિત છેદ સૂત્રોમાંથી વિવેચનનો સ્વાધ્યાય કરવો. '|| દશાશ્રુતસ્કંધ સૂત્રનો સારાંશ સંપૂર્ણ II બાં Page #64 -------------------------------------------------------------------------- ________________ છેદશાસ્ત્રઃ દશાશ્રુતસ્કંધ સૂત્ર પરિશિષ્ટ હીટ ફ [ઘ] પરિશિષ્ટ-૧ શૈકી ફ | આઠમી દશાનું વિકૃત તેમજ વિચ્છેદ થવાનું સપેક્ષણો ઃ | આ દશાનું નામ પર્યુષણા કલ્પ છે. તેનો ઉલ્લેખ ઠાણાંગ સૂત્રના દસમાં ઠાણાંગમાં છે તથા દશાશ્રુતસ્કંધ નિયુક્તિ ગાથા ૭ માં “કમ્પો” એવું નામ પણ ઉપલબ્ધ છે. દશાશ્રુતસ્કંધ સૂત્રની બધી દિશામાં સૂત્રકારે એક-એક વિષયનું જ નિરૂપણ કર્યું છે. તદનુસાર આ દિશામાં પણ પર્યુષણા કલ્પ” સંબંધી એક વિષયનું જ પ્રતિપાદન સ્થવિર ભગવંત શ્રી ભદ્રબાહુ સ્વામીએ કર્યું છે. નિર્યુક્તિકારના સમય સુધી તેનું તે જ રૂપ રહ્યું છે. નિર્યુક્તિકારે આ દશામાં સંયમ સમાચારીના કેટલાક વિષયોનું વિવેચન કર્યુ છે અને પ્રારંભમાં પર્યુષણ' શબ્દની વ્યાખ્યા કરી છે. સંપૂર્ણ સૂત્રની નિયુક્તિ ગાથા ૬૭ છે. જેમાંથી પ્રારંભની ત્રેવીસ ગાથાઓમાં કેવળ પર્યુષણ' શબ્દનું વિસ્તૃત વિવેચન છે. વર્તમાનમાં ઉપલબ્ધ સંક્ષિપ્ત પાઠની રચનામાં સંપૂર્ણ કલ્પસૂત્ર(પર્યુષણા કલ્પસૂત્ર) નો સમાવેશ કર્યો છે. તે કલ્પસૂત્રમાં ૨૪ તીર્થકારોના જીવનનું વર્ણન છે. તેમાં ભગવાન મહાવીરના જન્માદિનું વિસ્તૃત વર્ણન છે અને શેષ તીર્થકરોના જન્માદિનું સંક્ષિપ્ત વર્ણન છે. ત્યાર પછી એ સૂચિત કર્યું છે કે ભગવાન મહાવીર સ્વામીને નિર્વાણ થયા ૯૮૦ વર્ષ વીતી ગયા છે અને પાર્શ્વનાથ ભગવાનને મોક્ષ ગયા ૧૨૩૦ વર્ષ થયા છે. તદનત્તર સંવત્સર સંબંધી મત ભેદનું કથન છે. વીર નિર્વાણ બાદ એક હજાર વર્ષની અવધિમાં થયેલા આચાર્યોની સ્થવિરાવલી છે. તેમાં પણ મતભેદ અને સંક્ષિપ્ત- વિસ્તૃત વાચના ભેદ અંકિત કર્યા છે. અંતમાં ચાતુર્માસ સમાચારી છે. ચિંતન કરવાથી આ વિભિન્ન વિષયોના બારસો શ્લોક પ્રમાણ જેટલી મોટી આઠમી દશા હોવાનું ઉચિત પ્રતીત થતું નથી. દશાશ્રુત સ્કંધ છેદ સૂત્ર છે. છેદ સૂત્રોના વિષય અને તેઓની રચના પદ્ધતિ કંઈક ભિન્ન જ છે. બૃહત્કલ્પ, વ્યવહાર અને નિશીથ સૂત્ર છેદ સૂત્ર છે. તેમાં નાના-નાના ઉદ્દેશક છે અને કેવળ આચારનો વિષય છે. દશાશ્રુતસ્કંધ સૂત્રનાનિર્યુક્તિકાર પણ પાંચમી ગાથામાં આ સૂત્રની નાની-નાની દશાઓ હોવાનો નિર્દેશ કરે છે અને મોટી દશાઓ અન્ય અંગસૂત્રોમાં છે એવું કથન કરે છે. તેથી વર્તમાનમાં ઉપલબ્ધ કલ્પસૂત્રને સમાવિષ્ટ કરનારા સંક્ષિપ્ત પાઠ પણ પ્રાચીન હોય તેવું પ્રતીત થતું નથી તથા નિયુક્તિ વ્યાખ્યાથી પણ એવું જ સિદ્ધ થાય છે. કારણ કે નિયુક્તિકારે આ અધ્યયનમાં પર્યુષણા સૂત્રની સર્વ પ્રથમ વ્યાખ્યા કરી છે. જ્યારે કલ્પસૂત્રમાં Page #65 -------------------------------------------------------------------------- ________________ ૧૫ | દુપ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીત, સર્વ પ્રથમ નમસ્કાર મંત્ર તથા તીર્થકરનું વર્ણન છે અને પર્યુષણાનું સૂત્ર ૯૦૦ શ્લોક પ્રમાણ વર્ણનની પછી છે. કેટલાક ચિંતકોનો આ મત છે કે “આઠમી દશાને અલગ કરીને કલ્પસૂત્ર નામ આપી દીધું છે. તેથી સંપૂર્ણ કલ્પસૂત્ર ભદ્રબાહુ સ્વામી રચિત આઠમી દશા છે.” આ એક કલ્પના માત્ર છે અને વિચાર્યા વિના તેને ઘણાઓએ સત્ય માની લીધી છે. નંદી સૂત્રમાં ત્રણ કલ્પ સૂત્રોના નામ છે– (૧) કમ્પસત્ત(બૃહત્ કલ્પસૂત્ર) (૨) ચુલ્લ કમ્પસુત્ત (૩) મહાકપ્પસત્ત. પરંતુ આ પર્યુષણા કલ્પસૂત્રનું નામ કયાંય નથી. નંદીસૂત્રના સંકલનનો કાળ વીર નિર્વાણની દસમી શતાબ્દી માનવામાં આવે છે. ત્યાં સુધી આ કલ્પસૂત્રનું સ્વતંત્ર અસ્તિત્વ હતું જ નહિ, એ સ્પષ્ટ અને સુનિશ્ચિત્ત છે. આર્યભદ્રબાહુ સ્વામીએ દશાશ્રુતસ્કંધ સૂત્ર, કલ્પસૂત્ર(બૃહત્કલ્પસૂત્ર) અને વ્યવહાર સૂત્ર; આ ત્રણ છેદ સૂત્રની રચના કરી છે, એમાંથી એક સૂત્રનું નામ કલ્પસૂત્ર છે જ, તો તેના જ દશાશ્રુતસ્કંધની એક દશાને અલગ કરીને નવા કલ્પસૂત્રનું સ્વતંત્ર સંકલન કરવું કોઈપણ વિદ્વાન દ્વારા કેવી રીતે ઉચિત માની શકાય? દશાશ્રુતસ્કંધના નિર્યુક્તિકારે પ્રથમ ગાથામાં ભદ્રબાહુ સ્વામીને ચૌદ પૂર્વી કહીને વંદન કર્યા છે અને ત્રણ છેદ સૂત્રોના કર્તા કહ્યા છે. वंदामि भद्दबाहुँ, पाईणं चरिम सगलसुयणाणिं । સુત્ત ઝારસિં રસાસુ વણે ય વહારે II – નિયુક્તિ ગાથા ll ચૂર્ણિકારે આ ગાથાની વ્યાખ્યા કરતા કહ્યું છે કે– નિર્યુક્તિકાર આ પ્રથમ ગાથામાં સૂત્રકારને આદિ મંગલના રૂપમાં પ્રણામ કરે છે. તેથી આ સહજસિદ્ધ છે કે ચૂર્ણિકારના સમય સુધી સ્વોપજ્ઞ નિયુક્તિ કહેવાની બ્રાંત ધારણા પણ ન હતી અને એનાથી એ સ્પષ્ટ થાય છે કે સૂત્રકાર ભદ્રબાહુ સ્વામીથી નિયુક્તિકાર ભિન્ન છે, કારણ કે નિયુક્તિકાર સ્વયં સૂત્રકર્તા ભદ્રબાહુ સ્વામીને વંદન કરે છે. તેથી સ્વીપજ્ઞ નિર્યુક્તિ માનવી પણ સર્વથા અસંગત છે. દશાશ્રુતસ્કંધના નિયુક્તિકારે નિયુક્તિ કરતાં આઠમી દશાની નિયુક્તિ પણ કરી છે. તેમાં ન તો આ સંક્ષિપ્ત પાઠની સૂચના કરી છે અને ન તો અલગ સંકલિત કરેલ કલ્પસૂત્રની કોઈ ચર્ચા કરી છે. નિર્યુક્તિકારે આચાર-પ્રધાન આઠ આગમોની નિયુક્તિ કરી છે. જો પર્યુષણાકલ્પ સૂત્ર આઠમી દશાથી અલગ હોત તો તેનો નિર્દેશ કે તેની વ્યાખ્યા અવશ્ય કરત. તેથી એ નિશ્ચિત્ત છે કે નિયુક્તિકારના સમય સુધી પણ આ બારસા કલ્પસૂત્ર અર્થાત્ પર્યુષણા કલ્પસૂત્રનું અસ્તિત્વ ન હતું. સાથે એક વાત ધ્યાનમાં Page #66 -------------------------------------------------------------------------- ________________ છેદશાસ્ત્રઃ દશાશ્રુતસ્કંધ સૂત્ર પરિશિષ્ટ રાખવી જોઈએ કે તેનું પરિચાયક આ નામ વિક્રમની બારમી શતાબ્દી પહેલાં કોઈપણ આગમ કે ગ્રન્થમાં જોવા મળતું નથી. ૬૬ આચાર્ય મલયગિરિના સમય સુધી પ્રાયઃ બધા આગમોની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા આદિ વ્યાખ્યાઓ રચવામાં આવી ગઈ હતી. પરંતુ ત્યાં સુધી આ કલ્પસૂત્રની વ્યાખ્યા કરવાનો કોઈપણ વિદ્વાને સંકલ્પ કર્યો નથી અને ક્યાંય પણ કોઈએ તેનો નામ નિર્દેશ કર્યો નથી. એક પ્રચલિત ધારણા આ પણ છે કે ‘ધ્રુવસેન રાજાના પુત્ર શોકને દૂર કરવા માટે કાલકાચાર્યે આઠમી દશાનું સભામાં વાંચન કર્યું અને તે સમયથી જ આ અલગ સૂત્રના રૂપમાં પ્રચલિત થયું. તેનું આજ સુધી પર્યુષણના દિવસોમાં સભાની વચ્ચે વાંચન કરાય છે. આ પણ એક કલ્પના માત્ર છે, તેમાં મૌલિકતા જરા પણ નથી. ઇતિહાસના અધ્યયનથી જણાય છે કે કાલકાચાર્ય અનેક થયા છે. તેઓમાં અંતિમ કાલકાચાર્ય દેવર્ધિગણિના સમયે વીર નિર્વાણની દસમી સદીમાં અને વિક્રમની છઠ્ઠી સદીના પ્રારંભમાં થયા છે. ધ્રુવસેન રાજા પણ ત્રણ થયા છે. જેમાં પ્રથમ ધ્રુવસેન વીરનિર્વાણની ૧૧મી શતાબ્દીના મધ્યકાલમાં, બીજા ૧૨ મી શતાબ્દીના મધ્યકાલમાં અને ત્રીજા ૧૨ મી શતાબ્દીના અંતિમકાલમાં થયા છે. પ્રથમ ધ્રુવસેન રાજાના પુત્ર શોકની ઘટના વીર નિર્વાણ પછી અગિયારમી શતાબ્દીના ૫૪ માં વર્ષમાં થઈ છે. તે સમયમાં આનંદપુરમાં કાલકાચાર્યના ચાતુર્માસ કર્યાનો કોઈપણ ઉલ્લેખ ઇતિહાસથી સિદ્ધ થઈ શકતો નથી. સામાન્ય સાધુઓને અને સાધ્વીજીઓને પણ છેદ સૂત્ર નહિ ભણાવવાની ધારણા અને પરંપરાના અનેક ઉલ્લેખ મળે છે. તેવા આ છેદસૂત્રના એક અધ્યયન માટે પુત્ર શોકને દૂર કરવા રાજસભામાં વાંચન કરવાનું કથન, જરા ય પણ યોગ્ય લાગતું નથી. આ રીતે ઉપલબ્ધ કલ્પસૂત્રનું આ સ્વતંત્ર સ્વરૂપ પ્રાચીન કાલથી છે તેમ સિદ્ધ થતું નથી. પરંતુ દશાશ્રુતસ્કંધની આઠમી દશામાં તેના સંપૂર્ણ અસ્તિત્વ કે તેનો સંક્ષિપ્ત પાઠ બહુ પછીથી સંકલિત કર્યો હોય તે સ્વતઃ સિદ્ધ થાય છે. અનુપ્રેક્ષાથી ફલિત નિષ્કર્ષ એ જ નીકળે છે કે વિક્રમની ૧૨ મી, ૧૩ મી શતાબ્દીમાં ચુલ્લકલ્પસૂત્ર, મહાકલ્પસૂત્ર કે પટ્ટાવલિયા આદિના સંગ્રહથી આ સૂત્ર સંકલિત કર્યું છે અને તેની સાથે પર્યુષણાકલ્પ નામની આઠમી દશા રૂપ સમાચારીને પરિવર્તિત કરીને અંતમાં જોડી દીધી છે તથા તે સંપૂર્ણ સંગ્રહસૂત્રને ચૌદ પૂર્વધર ભદ્રબાહુ સ્વામીની રચનારૂપે પ્રસિદ્ધ કરી છે અને પ્રાચીનતા બતાવવા માટે સભામાં વાંચનનું નામ પણ કલ્પિત અસંગત કથા દ્વારા કાલકાચાર્યની સાથે જોડી દીધું છે; ત્યાં સુધી કે દશાશ્રુતસ્કંધની આઠમી દશામાં પણ આખું પર્યુષણા Page #67 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત કલ્પસૂત્ર લખવાનું દુઃસાહસ થવા લાગ્યું. આ રીતે ૨૧૦૦ શ્લોક પ્રમાણ પૂર્ણ દશાશ્રુતસ્કંધ કલ્પિત કરીને તેને ૧૪ પૂર્વધર ભદ્રબાહુ સ્વામીની રચના કહીને તેનું મહત્ત્વ વધારી દીધું છે. તેનાથી સારી રીતે નિર્ણય થાય છે કે આઠમી દશામાં ઉપલબ્ધ સંપૂર્ણ પર્યુષણાકલ્પસૂત્રને દર્શાવતો જે સંક્ષિપ્ત પાઠ ઉપલબ્ધ છે તે મૌલિક નથી. પર્યુષણા કલ્પસૂત્રમાં સ્થવિરાવલી બાદ સમાચારીના પ્રારંભનું સૂત્ર પણ મૌલિક અને શુદ્ધ નથી; આ સૂત્રોનો ભાવાર્થ જોવાથી તે વાત સારી રીતે સમજી શકાય છે. સમાચારી પ્રકરણના પ્રથમ સૂત્રમાં કહ્યું છે કે ‘શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ વર્ષાવાસનો એક મહિનોને ૨૦ દિવસ વીતવા પર વર્ષાવાસ (સંવત્સરી પર્વ) કર્યો તે પ્રકારે ગણધરોએ કર્યું, તે પ્રકારે તેઓના શિષ્યોએ અને સ્થવિરોએ કર્યું છે અને તે પ્રકારે આજકાલ વિચરણ કરનારા શ્રમણ નિગ્રંથ કરે છે તથા અમારા આચાર્ય-ઉપાધ્યાય પણ તે પ્રમાણે વર્ષાવાસ(સંવત્સરીપર્વ) કરે છે અને અમે પણ વર્ષાવાસના એક માસ અને વીસ દિવસ વીતવા પર(ભાદરવા સુદી પાંચમના દિવસે) ચાતુર્માસ(સંવત્સરીપર્વ) કરીએ છીએ. તેનાથી પહેલાં પણ અર્થાત્ ચતુર્થીના દિવસે કરવું કલ્પે છે પરંતુ તેનાથી પછી અર્થાત્ છઠ્ઠના દિવસે કરવું કલ્પતું નથી. દશાશ્રુતસ્કંધમાંથી દૂર કરેલા પર્યુષણાકલ્પ અધ્યયનની સાધુ સમાચારી વર્ણનના પાઠનું આ પ્રથમ સૂત્ર છે. ચૌદપૂર્વી ભદ્રબાહુ સ્વામી દ્વારા નિયૂઢ બૃહત્કલ્પ અને વ્યવહાર સૂત્ર પણ છે. એના સૂત્રો સાથે મેળવવા પર સમાચારીનું આ સૂત્ર તેઓની રચના શૈલીનું હોય તેમ જરા ય પ્રતીત થતું નથી, કારણ કે આ સૂત્રના સંબંધમાં અનેક પ્રશ્ન ઉદ્ભવે છે, જેમ કે— (૧) ભગવાને કયો વર્ષાવાસ કયા ગામમાં કે નગરમાં એક માસ અને વીસ દિવસ બાદ કર્યો ? કારણ કે ભગવાને તો બધા ચાતુર્માસમાં અષાઢ ચૌમાસી પહેલા જ પ્રવેશ કર્યો છે એવો ઉલ્લેખ આગમો અને ગ્રંથોમાં મળે છે. વર્ષાવાસ માટે રહેવાના સ્થાનની ચાર માસ પર્યંત આજ્ઞા લઈને સંત સતીઓએ રહેવાની પરંપરા પ્રાચીનકાલથી આજ સુધી અવિચ્છિન્ન રૂપથી પ્રચલિત છે. ઇતિહાસમાં એક પણ ઉલ્લેખ એવો મળતો નથી કે કોઈપણ અમુક સાધુએ એક માસ અને વીસ દિવસ બાદ ભાદરવા શુદ પાંચમના ચોમાસુ શરૂ કર્યું હોય. ભગવાનના નામથી કોઈપણ પ્રકારનું વિધાન કરવું તે છેદસૂત્રની પદ્ધતિ નથી. નિર્યુક્તિકારે પણ પ્રથમ સૂત્રની વ્યાખ્યા ૨૩ ગાથાઓમાં કરી છે. તેમાં કયાંય ભગવાન મહાવીર સ્વામીના વર્ષાવાસના નિર્ણયનું કથન નથી. Page #68 -------------------------------------------------------------------------- ________________ છેદશાસ્ત્ર ઃ દશાશ્રુતસ્કંધ સૂત્ર પરિશિષ્ટ (૨) ભગવાને જેવું કર્યું તેવું જ ગણધરોએ કર્યું એવું જ તેઓના શિષ્યોએ અને સ્થવિરોએ કર્યું. તેવું જ આજકાલના શ્રમણ તથા આચાર્ય અને અમે કરીએ છીએ. પહેલા દિવસે પર્યુષણ કરી શકે છે, પરંતુ પછી કરી શકતા નથી, આવી ક્રમબદ્ધ રચનાને ચૌદપૂર્વી ભદ્રબાહુ સ્વામીની રચના કહેવી, તે પણ અસંગત છે. (૩) ઉક્ત સૂત્રમાં ‘અમે’ શબ્દનો પ્રયોગ કરનારા કોણ છે ? ભદ્રબાહુ જેવા મહાન શ્રુતધર આ પ્રકારે કહે એવી કલ્પના કરવી પણ ઉચિત લાગતી નથી. એવી રીતે પૂર્વાપરના તથ્યો પર ચિંતન કરવા પર એવું પ્રતીત થાય છે કે વર્તમાનમાં ઉપલબ્ધ પર્યુષણા કલ્પસૂત્રની સમાચારી પ્રકરણનું આ પ્રથમ સૂત્ર અને અન્ય અનેક સૂત્ર પરિવર્તિત અને પરિવર્ધિત છે. આ સમાચારી પણ ભદ્રબાહુની રચના હોય તેવું પ્રતીત થતું નથી. ૬. આ દશાઓનું જે સ્વરૂપ નિર્યુક્તિકારની સામે હતું તે ઉપલબ્ધ કલ્પસૂત્રમાં દેખાતું નથી. તેથી આ આઠમી દશાને સંક્ષિપ્ત પાઠવાળી કહેવાની અપેક્ષાએ આચારાંગના સાતમાં અધ્યયનની સમાન વિલુપ્ત કહેવું તે યોગ્ય લાગે છે. આગમના સૂત્રપાઠનો એક અક્ષર પણ આગળ-પાછળ, ઓછો-વધારે, અહીં-તહીં કરવો બહુ મોટો દોષ અને જ્ઞાનાતિચાર માનવામાં આવે છે. તો પણ સમયે-સમયે અનેક એવા પ્રક્ષેપ આગમોમાં થયા છે. તેમાનું આ પણ એક જવલંત ઉદાહરણ છે. ઉપલબ્ધ કલ્પસૂત્રના ર૯૧માં અંતિમ ઉપસંહાર સૂત્રનો ભાવાર્થ એ છે કે આ સંપૂર્ણ(૧૨૦૦ શ્લોક પ્રમાણનું પર્યુષણા કલ્પસૂત્ર) અધ્યયન (આઠમી દશા) ભગવાન મહાવીરસ્વામીએ રાજગૃહ નગરમાં દેવયુક્ત પરિષદમાં વારંવાર કહ્યું છે. ‘આ ઉપસંહાર સૂત્રને વાંચીને બુદ્ધિશાળી પાઠકને આશ્ચર્ય થશે કે ભગવાનના જીવનનું સંપૂર્ણ વર્ણન તેઓના જ મુખથી પરિષદમાં કહેવડાવવું અને નિર્વાણના ૯૮૦ વર્ષ કે પાઠાંતરે ૯૯૩ વર્ષ વીત્યાનું કથન, સ્થવિરોની વંદનાના પાઠ સહિત સ્થવિરાવલી તથા અસંગત પાઠોથી યુક્ત સમાચારીને મહાવીરના શ્રી મુખેથી કહેવડાવવું અને તે આઠમી દશાને ૧૪ પૂર્વી ભદ્રબાહુ સ્વામી રચિત કહેવું તે કેટલો બેહુદો પ્રયાસ છે, જેને કોઈ પણ રીતે સત્ય સિદ્ઘ કરી શકાતું નથી. આ કલ્પસૂત્ર ભગવાન મહાવીરે રાજગૃહીનગરીના ગુણશીલ ઉદ્યાનમાં વારંવાર કહ્યું હતું તો કયા દિવસે કહ્યું હતું ? શું એક જ દિવસમાં કહ્યું કે અલગ-અલગ દિવસોમાં કહ્યું ? વારંવાર કેમ કહ્યું ? કેટલા કલાકો સુધી નિરંતર કહ્યું ? ઇત્યાદિ પ્રશ્નોના સાચા ઉત્તર કયાંય મળી શકતા નથી. નિર્યુક્તિકારે આ દશાના જે-જે વિષયોની વ્યાખ્યા કરી છે, તેનાથી પણ ઉક્ત પ્રશ્નોનો નિર્ણય થઈ શકતો નથી. નિર્યુક્તિની ૧મી ઉપસંહાર ગાથા છે. એકસઠ ગાથાઓમાં આવેલા વિષયોનો સારાંશ આ પ્રમાણે છે Page #69 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત ૧. સાધુ સાધ્વીએ વર્ષાવાસના એક મહિનો વીસ દિવસ વીત્યા પછી અર્થાત્ ભાદરવા શુદ પાંચમના પર્યુષણા(સંવત્સરી) કરવી જોઈએ.(અહીં વ્યાખ્યાકારોએ પચાસ પૃષ્ટ જેટલી વ્યાખ્યામાં કયાંય ભગવાન મહાવીરનું નામ બતાવ્યું નથી પરંતુ સાધુ-સાધ્વીના નામથી જ આ સૂત્રની વ્યાખ્યા કરી છે.) SC ૨. સાધુ સાધ્વી જે મકાનમાં નિવાસ કરે ત્યાંથી તેઓએ દરેક દિશામાં અર્ધા ગાઉ સહિત અડધા યોજનથી આગળ ન જવું જોઈએ. ૩. ચાતુર્માસમાં સાધુ-સાધ્વીજીવોએ વિગયનું સેવન કરવું ન જોઈએ. રોગાદિ કારણે વિગયનું સેવન કરવું પડે તો આચાર્યાદિની આજ્ઞા લઈને કરવું જોઈએ. ૪. વર્ષાવાસમાં સાધુ-સાધ્વીને શય્યા સંસ્તારક ગ્રહણ કરવું કલ્પે છે. અર્થાત્ જીવ રક્ષા હેતુ આવશ્યક સમજવું જોઈએ. ૫. વર્ષાવાસમાં સાધુ-સાધ્વીને ત્રણ માત્રક ગ્રહણ કરવાનું ક૨ે છે. જેમ કે– (૧) ઉચ્ચાર(વડીનીતનું) માત્રક, (૨) પ્રશ્રવણ માત્રક, (૩) ખેલ-કફ માત્રક. ૬. સાધુ-સાધ્વીઓએ પર્યુષણ પછી ગાયના રોમ જેટલા વાળ રાખવા કલ્પતા નથી અર્થાત્ ગાયના રોમ જેટલા વાળ હોય તોપણ સંવત્સરી પહેલાં લોચ કરવો જરૂરી છે. ૭. સાધુ-સાધ્વીએ ચાતુર્માસમાં પૂર્વભાવિત શ્રદ્ધાવાન સિવાય કોઈને પણ દીક્ષા દેવી કલ્પતી નથી. ૮. ચાતુર્માસમાં સાધુ-સાધ્વીઓએ સમિતિ ગુપ્તિની વિશેષ રૂપથી સાવધાની રાખવી જોઈએ. ૯. સાધુ-સાધ્વીઓએ પર્યુષણ પછી કોઈ પણ પૂર્વ કલેશ(કષાય)ને અનુપશાંત રાખવો કલ્પતો નથી. ૧૦. સાધુ-સાધ્વીઓએ આખા વર્ષના બધા પ્રાયશ્ચિત્ત તપોને ચાતુર્માસ દરમ્યાન (પૂરા) કરી લેવા જોઈએ. નિર્યુક્તિની રમી ગાથામાં કહ્યું છે કે તીર્થંકર અને ગણધરોની સ્થવિરાવલી ૨૪મા તીર્થંકરના શાસનમાં કહેવાય છે. ત્યાર પછી શેષ(૬૩થી ૬૭) પાંચ ગાથાઓમાં અલ્પ વર્ષામાં ગોચરી જવાનું વિધાન કર્યું છે. ઉપલબ્ધ પર્યુષણ કલ્પસૂત્રમાં તો તીર્થંકર, ગણધર અને સ્થવિરોનું વર્ણન પહેલા છે અને તેના પછી સમાચારીનું વર્ણન છે. પરંતુ નિર્યુક્તિમાં સમાચારીના પ્રાયશ્ચિત્તોનું વિધાન કરનારી ઉપસંહાર ગાથા પછી તેનું કથન છે. તેથી તેનું કોઈ મહત્ત્વ નથી પરંતુ આવુ કથન અનેક આશંકાઓનો સર્જક પણ છે, અર્થાત્ પોતાના આગ્રહની સિદ્ધિ માટે કોઈએ આ ગાથા રચીને જોડી દીધી છે. Page #70 -------------------------------------------------------------------------- ________________ | વેદશાસ્ત્રઃ દશાશ્રુતસ્કંધ સૂત્ર પરિશિષ્ટ 600 સ્થવિરાવલીના કથન પછી વરસાદમાં ગોચરી જવાનું વિધાન પાંચ ગાથાઓમાં છે. તે પણ દશવૈકાલિક સૂત્ર તથા આચારાંગ સૂત્રથી વિપરીત વિધાન છે તેથી સંદેહાસ્પદ છે અર્થાત્ ઉપસંહાર બાદ હોવાથી અને આગમ વિપરીત કથન હોવાથી તે પાંચ ગાથાઓ પણ પ્રક્ષિપ્ત જ પ્રતીત થાય છે. આ પ્રકારે નિયુક્તિની અંતિમ છ ગાથાઓ પ્રક્ષિપ્ત જણાય છે. જ્યારે સૂત્ર પાઠોમાં પણ એટલું પરિવર્તન થઈ જાય છે તો નિર્યુક્તિમાં પરિવર્તન થાય તેમાં શું આશ્ચર્ય છે? ઉક્ત બધી વિચારણાઓનું તાત્પર્ય એ છે કે પર્યુષણા કલ્પસૂત્ર સ્વતંત્ર સંકલિત સૂત્ર છે, દશાશ્રુતસ્કંધ સૂત્રની આઠમી દશા નથી. તેથી આઠમી દશાનો સંક્ષિપ્ત પાઠજે સંપૂર્ણ પર્યુષણા કલ્પસૂત્રને સમાવિષ્ટ કરતો જણાય છે, તે અશુદ્ધ છે અર્થાત્ કલ્પિત છે. એ નિર્યુક્તિ આદિવ્યાખ્યાઓથી પણ સ્પષ્ટ સિદ્ધ થાય છે. આ રીતે પર્યુષણા કલ્પસૂત્રને આઠમી દશા, કે પ્રથમ ભદ્રબાહુરચિત અથવા ભગવદ્ ભાષિત માનવામાં ઘણા બધા વિરોધ કે વિકલ્પો થાય છે. આ કારણસર વર્તમાનમાં આ આઠમી દશાના આદિ, મધ્ય અને અંતિમ મૂલપાઠનો સાચો નિર્ણયનિર્યુક્તિ વગેરે વ્યાખ્યાઓના આધારથી પણ કરવો કઠિન થયેલ છે. સાર :- તેથી ઉપલબ્ધ સંક્ષિપ્ત સૂત્રનો સ્વીકાર કરવા કરતાં તો આ દશાને વ્યવચ્છિન્ન માનીને સંતોષ રાખવો, તે જ શ્રેયસ્કર છે. ઉઠ્ઠ | પરિશિષ્ટ-૨: વિનય અને આશાતનાનો બોધ | કિ દિશા-૩] ભગવતીસૂત્રમાં વીતરાગ ધર્મનું મૂળ– વિનય’ કહ્યું છે. દશવૈ અo ૯માં વૃક્ષની ઉપમા આપીને કહ્યું છે કે જેમ વૃક્ષના મૂલથી જ સ્કંધ આદિ બધા વિભાગોનો વિકાસ થાય છે તેમ ધર્મનું મૂલ વિનય છે અને તેનું અંતિમ ફળ મોક્ષ છે; વિનયથી જ કીર્તિ, શ્રત, ગ્લાધા અને સંપૂર્ણ ગુણોની પ્રાપ્તિ થાય છે. વિનય બધા ગુણોનો પ્રાણ છે. જેવી રીતે નિપ્રાણ શરીર નિરૂપયોગી થઈ જાય છે તેવી રીતે વિનયના અભાવમાં બધા ગુણોનો સમૂહ વ્યર્થ થઈ જાય છે. અર્થાત્ વિનય રહિત વ્યક્તિ કંઈ પણ પ્રગતિ કરી શકતા નથી. અવિનીત શિષ્યને બૃહત્કલ્પ સૂત્ર ઉ.૪માં શાસ્ત્રની વાચનાને અયોગ્ય બતાવ્યું છે. ગુરુનો વિનય ન કરવો કે અવિનય કરવો એ બને આશાતનાના પ્રકાર છે. આશાતના દેવ-ગુરુની તથા સંસારના કોઈપણ પ્રાણીની થઈ શકે છે. ધર્મસિદ્ધાંતોની પણ આશાતના થઈ શકે છે. તેથી આશાતનાની વિસ્તૃત પરિભાષા આ પ્રકારે થાય છે: દેવ-ગુરુની વિનય ભક્તિ ન કરવી, અવિનય અભક્તિ કરવી, તેઓની Page #71 -------------------------------------------------------------------------- ________________ ૧ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત આજ્ઞાનો ભંગ કરવો કે તેઓની નિંદા કરવી, ધર્મ સિદ્ધાંતોની અવહેલના કરવી, વિપરીત પ્રરૂપણા કરવી અને કોઈપણ પ્રાણી સાથે અપ્રિય વ્યવહાર કરવો, તેમની નિંદા કે તિરસ્કાર કરવો તે “આશાતના” છે. લૌકિક ભાષામાં તેને અસભ્ય વ્યવહાર કહેવાય છે. આવશ્યક સૂત્રના ચોથા અધ્યાયમાં તેત્રીસ આશાતનાઓમાં આવી અનેક પ્રકારની આશાતનાઓનું કથન છે. પરંતુ આ ત્રીજી દિશામાં ફક્ત ગુરુ અને રત્નાધિક(અધિક સંયમ પર્યાયવાળા) ની આશાતનાનું કથન કર્યું છે. | નિશીથ સૂત્રના દસમાં ઉદ્દેશકમાં ગુરુ અને રત્નાધિકની આશાતનાનું ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત કહ્યું છે અને તેરમા અને પંદરમાં ઉદ્દેશકમાં ક્રમશઃ ગૃહસ્થ તથા સામાન્ય સાધુની આશાતનાના પ્રાયશ્ચિત્તનું વિધાન છે. ગુરુ અને રત્નાધિકની તેત્રીસ આશાતના આ પ્રકારે છે– ચાલવું, ઊભા રહેવું અને બેસવું ત્રણ ક્રિયાઓની અપેક્ષાએ નવ આશાતના કહી છે. ગુરુ કે રત્નાધિકની આગળ કે સમશ્રેણીમાં અથવા પાછળ અત્યંત નિકટ ચાલવાથી તેઓની આશાતના થાય છે. // ૧થી ૯ો. ગુરુની આગળ ચાલવું અવિનય આશાતના છે. સમકક્ષ ચાલવું વિનયાભાવ આશાતના છે. પાછળ અત્યંત નિકટ ચાલવું અવિવેક આશાતના છે. એવી રીતે ઊભા રહેવા અને બેસવાના વિષયમાં પણ સમજી લેવું જોઈએ. આ આશાતનાઓથી શિષ્યના ગુણો નાશ પામે છે, લોકોમાં અપયશ થાય છે અને તે ગુરુકૃપા મેળવી શકતા નથી. તેથી ગુરુકે રત્નાધિકની સાથે બેસવું, ચાલવું, ઊભા રહેવું હોય તો તેઓથી થોડા પાછળ યા દૂર રહેવું જોઈએ. જો તેઓની સામે બેસવું હોય તો યોગ્ય દૂરીએ વિવેક રાખી બેસવું જોઈએ. જો ગુરુથી થોડું દૂર ચાલવું હોય તો વિવેકપૂર્વક આગળ પણ ચાલી શકાય છે. ગુરુયા રત્નાધિકની આજ્ઞા(આદેશ) થવા પર આગળ કે પાર્થભાગમાં અથવા નજીકમાં ક્યાંય પણ બેસવા આદિમાં આશાતના થતી નથી. શેષ આશાતનાઓનો સારાંશ એ છે કે ગુરુ યા રત્નાધિકની સાથે જવું, આવવું, આલોચનાદિ પ્રવૃત્તિઓમાં શિષ્ય ખાસ ધ્યાન રાખવું કે દરેક પ્રવૃત્તિઓ તેઓના કર્યા પછી જ કરે. તેઓના વચનોને શાંત મનથી સાંભળીને સ્વીકાર કરે. અશનાદિ આહાર પહેલા તેઓને બતાવે. તેઓને પૂછ્યા વિના કોઈ કાર્ય કરે નહિ. તેઓની સાથે આહાર કરતી વખતે આસક્તિથી મનોજ્ઞ આહાર ન ખાય, તેઓની સાથે વાર્તાલાપ કરતી વખતે કે વિનયભક્તિ કરવામાં અને દરેક વ્યવહાર કરતી વખતે તેઓનું પૂર્ણ સન્માન રાખે. તેઓના શરીરની અને ઉપકરણોની પણ કોઈપણ પ્રકારે અવજ્ઞા ન કરે. ગુરુ કે રત્નાધિકની આજ્ઞાથી જો કોઈ પ્રવૃત્તિ કરે અને તેમાં આશાતના Page #72 -------------------------------------------------------------------------- ________________ છેદશાસ્ત્રઃ દશાશ્રુતસ્કંધ સૂત્ર પરિશિષ્ટ દેખાય તો તે આશાતના કહેવાતી નથી. પ્રત્યેક શિષ્ય આશાતનાઓ સમજીને પોતાના જીવનને વિનયશીલ બનાવે અને આશાતનાઓથી બચે. કારણ કે ગુરુયા રત્નાધિકની આશાતનાથી આ ભવ અને પરભવમાં આત્માનું અહિત થાય છે. આ વિષયનું દષ્ટાંતો સહિત સ્પષ્ટ વર્ણન દશવૈ. અ. ૯માં છે. પ્રત્યેક સાધકે તે અધ્યયનનું મનન અને પરિપાલન કરવું જોઈએ. છે પરિશિષ્ટ-૩ઃ આઠ સંપદાવાન આચાર્યનું નેતૃત્વ હક્ક દિશા-૪] ૧. સર્વપ્રથમ આચાર્યનું “આચાર સંપન’ હોવું આવશ્યક છે કારણ કે આચારની શુદ્ધિથી જ વ્યવહાર શુદ્ધ થાય છે. ૨. અનેક સાધકોના માર્ગદર્શક હોવાથી “શ્રુતજ્ઞાનથી સંપન્ન હોવું પણ જરૂરી છે. બહુશ્રુત જ સર્વત્ર નિર્ભય વિચરણ કરી શકે છે. ૩. જ્ઞાન અને ક્રિયા પણ શારીરિક સૌષ્ઠવ’ હોવા પર જ પ્રભાવક થઈ શકે છે. રુણ યા અશોભનીય શરીર ધર્મ પ્રભાવનામાં સહાયક થઈ શકતું નથી. ૪. ધર્મના પ્રચાર પ્રસારમાં પ્રમુખ સાધન વાણી પણ છે તેથી ત્રણ સંપદાઓ- ની સાથે “વચનસંપદા” પણ આચાર્ય માટે અત્યંત જરૂરી છે. ૫. બાહ્ય પ્રભાવની સાથોસાથ યોગ્ય શિષ્યોની સંપદા પણ આવશ્યક છે. કારણ કે સર્વગુણ સંપન્ન વ્યક્તિ પણ એટલી વિશાળ કાર્યક્ષેત્રમાં અધિક સફળ થઈ શકે નહિ. તેથી વાચનાઓ દ્વારા અનેક બહુશ્રુત ગીતાર્થ પ્રતિભા સંપન્ન શિષ્યોને તૈયાર કરવાના રહે છે. તેથી વાચનાદેવામાં કુશળ’ હોવું જરૂરી છે. ૬. શિષ્ય પણ વિભિન્ન તર્ક, બુદ્ધિ, રુચિ આચારવાળા હોય છે. તેથી આચાર્યનું બધાના સંરક્ષણ તથા સંવર્ધનને યોગ્ય બહુમુખી બુદ્ધિ સંપન્ન હોવું જરૂરી છે. ૭. વિશાળ સમુદાયમાં અનેક પરિસ્થિતિ તથા મુશ્કેલીઓ ઊભી થતી રહે છે. તેનું યથાસમય શીઘ્ર યોગ્ય સમાધાન કરવા માટે “મતિસંપદા” ની સાથે જ પ્રયોગમતિ સંપદા હોવી પણ જરૂરી છે. અન્ય અનેક મતમતાંતરોનો સૈદ્ધાન્તિક વિવાદયાશાસ્ત્રાર્થનો પ્રસંગે ઉપસ્થિત થવા પર યોગ્ય રીતે તેનો પ્રતિકાર કરવાનો હોય છે. એવા સમયમાં તર્ક, બુદ્ધિ અને શ્રુતનો પ્રયોગ ધર્મની અત્યધિક પ્રભાવના કરનારા થાય છે. ૮. ઉપરોક્ત ગુણોથી ધર્મની પ્રભાવના થવા પર સર્વત્ર યશની વૃદ્ધિ થવાથી શિષ્ય પરિવારની વૃદ્ધિ થવી તે સ્વાભાવિક છે. વિશાળ શિષ્ય સમુદાયના સંયમની યથાવિધિ આરાધના થઈ શકે તેના માટે વિચરણ ક્ષેત્ર, ઉપધિ, આહારાદિની સુલભતા તથા અધ્યયન, સેવા, વિનય વ્યવહારની યોગ્ય વ્યવસ્થા અને સંયમ સમાચારીના પાલનની દેખરેખ સારણા-વારણા પણ સુવ્યવસ્થિત હોવી અતિ Page #73 -------------------------------------------------------------------------- ________________ ૭૩ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત આવશ્યક છે. આ રીતે આઠે સંપદા પરસ્પર એકબીજાની પૂરક તથા સ્વતઃ મહત્ત્વશીલ છે. એવા ગુણોથી યુક્ત આચાર્યનું હોવું પ્રત્યેક ગણ(ગચ્છ સમુદાય) માટે અનિવાર્ય છે. જેમ કુશળ નાવિક વિના નૌકાના યાત્રિકોએ સમુદ્રમાં પૂર્ણ સુરક્ષાની આશા રાખવી અનુચિત છે એવી રીતે આઠ સંપદાઓથી યુક્ત આચાર્યના અભાવમાં સંયમ સાધકોની સાધના હંમેશાં વિરાધના રહિત રહે અથવા તેમની સર્વ શુદ્ધ આરાધના થાય એ પણ કઠિન છે. પ્રત્યેક સાધકનું પણ એ કર્તવ્ય છે કે તે જ્યાં સુધી પૂર્ણ યોગ્ય અને ગીતાર્થ-બહુશ્રુત ન બને ત્યાં સુધી ઉપરોક્ત યોગ્યતાથી સંપન આચાર્યના નેતૃત્વમાં જ પોતાનું સંયમી જીવન સુરક્ષિત રહે તે માટે તેણે સદા પ્રયત્નશીલ રહેવું જોઈએ. કોઈ કર્મ સંયોગવશ શ્રેષ્ઠ યોગ્યતાથી રહિત ગુરુ-આચાર્ય યા ગચ્છનો સહવાસ પ્રાપ્ત થયો હોય અને તેને પોતાની સંયમ સાધના અને આત્મ સમાધિમાં સંતોષ ન હોય તો તેણે વિવેકપૂર્વક અકષાયભાવથી પોતાના ગચ્છ અને ગુરુનું પરિવર્તન કરવું કહ્યું છે. ગુરુ પરિવર્તન એટલે વિધિપૂર્વક આજ્ઞા મેળવી એક ગુરુની નિશ્રા છોડીને બીજા ગુરુની નિશ્રામાં જવું. ઠાણાંગ સૂત્રમાં ગચ્છ પરિવર્તન માટે અનેક કારણોનું સ્પષ્ટીકરણ કર્યું છે. બૃહત્કલ્પ સૂત્ર ઉદ્દે. ૪માં ગચ્છ અથવા ગુરુના પરિવર્તનની ગુરુનું પરિવર્તન એટલે શું? એક ગુરુને વિધિપૂર્વક છોડીને બીજા ગુરુની નિશ્રામાં જવું. આ અર્થ યથાર્થ હોય તો નીચેનું વાક્ય ઉમેર્યું છે. વિવેકશીલ વિધિનું કથન કર્યું છે. તેથી ઘર છોડવાવાળા સાધકોને ગમે તેવો સંયોગ મળી ગયો હોય તો તેમાં દીર્ધદષ્ટિથી હાનિ લાભ જોઈને ગંભીરતાપૂર્વક નવો નિર્ણય લેવો તે જિનાજ્ઞામાં છે. એવું ઉપરોક્ત બતાવેલ આગમ પાઠોથી સમજવું જોઈએ. ધ્યાન એ રાખવું કે આગમ દષ્ટિકોણની અને આગમ વિધિવિધાનોની અવહેલના ન થવી જોઈએ અને વચન વ્યવહારથી ગુરુ રત્નાધિકની અન્ય કોઈપણ આશાતના ન થવી જોઈએ. & | પરિશિષ્ટ-૪ આચાર્ય આદિ પ્રમુખોના કર્તવ્ય | કે દિશા-૪] આઠ સંપદાઓથી સંપન્ન ભિક્ષુ (સાધુ) ને જ્યારે આચાર્ય પદ પર પ્રતિષ્ઠિત કરે છે ત્યારે તે સંપૂર્ણ સંઘના ધર્મશાસ્તા(આચાર્ય) થઈ જાય છે. ત્યારે તેને સંઘ સંરક્ષણ અને સંવર્ધનના અનેક કર્તવ્યોની જવાબદારી સંભાળવી પડે છે. તેમાં પ્રમુખ જવાબદારી ચાર પ્રકારની છે– (૧) આચાર વિનય (ર) શ્રુત વિનય (૩) વિક્ષેપણા વિનય (૪) દોષ નિર્ધાતના વિનય. (૧) આચારવિનય –આચાર્ય(ગણી)નું મુખ્ય કર્તવ્ય છે કે સૌથી પહેલા શિષ્યોને Page #74 -------------------------------------------------------------------------- ________________ છેદશાસ્ત્ર ઃ દશાશ્રુતસ્કંધ સૂત્ર પરિશિષ્ટ આચાર સંબંધી શિક્ષાઓથી સુરક્ષિત કરે, તે આચાર સંબંધી શિક્ષા ચાર પ્રકારની છે— ૧. સંયમની પ્રત્યેક પ્રવૃત્તિના વિધિ-નિષેધોનું જ્ઞાન કરાવવું. યતિ ધર્મ, પરિષહજય આદિનો યથાર્થ બોધ દેવો. ૨. અનેક પ્રકારની તપશ્ચર્યાઓના ભેદ-પ્રભેદોનું જ્ઞાન કરાવવું. તપ કરવાની શક્તિ અને ઉત્સાહ વધારવો, નિરંતર તપશ્ચર્યા કરવાની શક્તિ પ્રાપ્ત કરવાને માટે આગમોક્ત ક્રમથી તપશ્ચર્યાની અને પારણામાં પરિમિત પથ્ય આહારાદિના સેવનની વિધિનું જ્ઞાન કરાવવું. ૩. ગીતાર્થ અગીતાર્થ ભદ્રિક પરિણામી આદિ બધાની સંયમ સાધના નિર્વિઘ્ન સંપન્ન થવા માટે આચાર શાસ્ત્રો તથા છેદસૂત્રોના આધારે બનાવેલ ગચ્છ સંબંધી નિયમો, ઉપનિયમો(સમાચારી)નું સમ્યજ્ઞાન કરાવવું. ૪. ગણની સામૂહિક ચર્યાનો ત્યાગ કરી એકલા વિહાર કરવાની યોગ્યતાનું, વયનું તથા વિચરણ કાલમાં સાવધાનીઓ રાખવાનું જ્ઞાન કરાવવું અને એકલા વિહાર કરવાની ક્ષમતા પ્રાપ્ત કરવાના ઉપાયોનું જ્ઞાન કરાવવું કારણ કે સાધુનો બીજો મનોરથ એ છે કે ‘ક્યારે હું ગચ્છના સામૂહિક જીવનથી અને સંઘીય કર્તવ્યોથી મુક્ત થઈને એકાકી વિહાર ચર્ચા ધારણ કરું ?’ તેથી એકાકી વિહારચર્યાની વિધિનું જ્ઞાન કરાવવું તે આચાર્યનો ચોથો આચાર વિનય છે. ७४ આચારાંગ સૂત્ર થ્રુ. ૧ અ. ૫ અને માં પ્રશસ્ત અને અપ્રશસ્ત બંને પ્રકારે એકાકી વિહારચર્યાના લક્ષણ બતાવ્યા છે. તેમાંથી અપ્રશસ્ત એકલ વિહાર ચર્યાના વર્ણનને લક્ષ્યમાં રાખીને વર્તમાનમાં એકલ વિહાર ચર્ચાના નિષેધની પરંપરા પ્રચલિત છે, પરંતુ પ્રસ્તુત સૂત્ર કથિત આચાર્યનું કર્તવ્ય અને સ્થાનાંગ સૂત્ર કથિત ભિક્ષુનો બીજો મનોરથ તથા શ્રી ભગવતી સૂત્ર કથિત ગણવ્યુત્સર્ગ તપ આદિ આગમ વર્ણનોને જોતાં એકલ વિહાર ચર્ચાનો સર્વથા વિરોધ કરવો, આગમ સમ્મત કહી શકાતો નથી. આ પાઠની વ્યાખ્યામાં પણ સ્પષ્ટ ઉલ્લેખ છે કે આચાર્ય એકાકી વિહાર ચર્ચા ધારણ કરવાને માટે બીજાને ઉત્સાહિત કરે તથા સ્વયં પણ અનુકૂળ અવસર જાણી, નિવૃત્ત થઈને આ ચર્ચાને ધારણ કરે. આ સૂત્રની નિર્યુક્તિ ચૂર્ણિના સંપાદક મુનિરાજ શ્રી પણ એ જ સૂચિત કરે છે કે–એકલ વિહાર ચર્ચાનો એકાન્ત નિષેધ કરવો ઉચિત નથી અને આવું પ્રરૂપણ-નિરૂપણ કરવું તે અનંત સંસાર વધારવાનું કારણ છે. આ રીતે આચાર્યનો ચાર પ્રકારનો આચાર વિનય આ સૂત્રમાં દર્શાવેલ છે. (૨) શ્રુત વિનય ઃ— ૧–૨. આચાર ધર્મનું પ્રશિક્ષણ દેવાની સાથેસાથે આચાર્યનું બીજુ કર્તવ્ય છે— આજ્ઞાધીન શિષ્યોને (૧) સૂત્ર વાચના અને અર્થની વાચના દઈને શ્રુત સંપન્ન બનાવવા. ૩. તે સૂત્રાર્થના જ્ઞાનથી તપ સંયમની વૃદ્ધિના ઉપાયોનું જ્ઞાન કરાવવું અર્થાત્ શાસ્ત્રજ્ઞાનને જીવનમાં ક્રિયાન્વિત કરાવવું અથવા સમયેસમયે તેઓને હિત શિક્ષા આપવી. ૪. સૂત્ર રુચિવાળા શિષ્યોને પ્રમાણનયની Page #75 -------------------------------------------------------------------------- ________________ પ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીત ચર્ચા દ્વારા અર્થ-પરમાર્થ સમજાવવો. છેદ સૂત્ર આદિ બધા આગમોની ક્રમશઃ વાચના દેવી. વાચનાના સમયે આવવાવાળા વિદનોનું શમન કરી શ્રુતવાચના પૂર્ણ કરાવવી. આ આચાર્યનો ચાર પ્રકારનો “શ્રુતવિનય” છે. (૩) વિક્ષેપણા વિનય – ૧. જે ધર્મના સ્વરૂપથી અનભિજ્ઞ છે, તેઓને ધર્મનું યથાર્થ સ્વરૂપ સમજાવવું. અથવા જે અણગાર ધર્મના પ્રત્યે ઉત્સુક નથી, તેઓને અણગાર ધર્મ સ્વીકાર કરવા માટે ઉત્સાહિત કરવા ૨. સંયમ ધર્મના યથાર્થ જ્ઞાતાને જ્ઞાનાદિમાં પોતાના સમાન બનાવવો. ૩. કોઈ અપ્રિય પ્રસંગથી કોઈ સાધુની સંયમ ધર્મથી અરુચિ થઈ જાય તો તેને વિવેકપૂર્વક ફરીથી સ્થિર કરવા. ૪. શ્રદ્ધાળુ શિષ્યોને સંયમ ધર્મની પૂર્ણ આરાધના કરાવવામાં સદૈવ તત્પર રહેવું. આ આચાર્યનો ચાર પ્રકારનો વિક્ષેપણા વિનય” છે. (૪) દોષનિર્ધાતના વિનય - શિષ્યોની યોગ્ય વ્યવસ્થા હોવા છતાં અને વિશાલ સમૂહમાં સાધના કરવા છતાં પણ ક્યારેક કોઈ સાધક છદ્મસ્થ અવસ્થાના કારણે વિષય-કષાયોને વશ થઈને કોઈ દોષ વિશેષના પાત્ર થઈ શકે છે. ૧. તેઓની ક્રોધાદિ અવસ્થાઓનું સમ્યક પ્રકારથી છેદન કરવું. ૨. રાગ-દ્વેષાત્મક પરિણતિનું તટસ્થતાપૂર્વક નિવારણ કરવું. ૩. અનેક પ્રકારની આકાંક્ષાઓને આધીન શિષ્યોની આકાંક્ષાઓને યોગ્ય ઉપાયોથી દૂર કરવી. ૪. આ વિભિન્ન દોષોનું નિવારણ કરી સંયમમાં સુદઢ કરવા અને શિષ્યોના ઉક્ત દોષોનું નિવારણ કરતા થકાં પોતાના આત્માને સંયમગુણોમાં પરિપૂર્ણ બનાવવાનો પ્રયત્ન કરવો. શિષ્ય સમુદાયમાં ઉત્પન્ન દોષોને દૂર કરવા. આ આચાર્યના ચાર પ્રકારના દોષ નિર્ધાતના વિનય છે. સંપૂર્ણ ઐશ્વર્ય સંપન જે રાજા, પ્રજાનો પ્રતિપાલક હોય છે તે યશ-કીર્તિને પ્રાપ્ત કરી સુખી થાય છે. એવી જ રીતે જે આચાર્ય શિષ્ય સમુદાયની વિવેકપૂર્વક પરિપાલના કરતાં થકાં સંયમની આરાધના કરાવે છે, તે શીધ્ર મોક્ષગતિને પ્રાપ્ત કરે છે. ભગવતી સૂત્ર શ૫. ઉ. ૬માં કહ્યું છે કે સમ્યક પ્રકારથી ગણનું પરિપાલન કરનારા આચાર્ય, ઉપાધ્યાય તે જ ભવમાં કે બીજા ભવમાં અથવા ત્રીજા ભવમાં અવશ્ય મુક્તિ પ્રાપ્ત કરે છે. આચાર્યના સ્થાન પર અન્ય કોઈપણ ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર, ગુરુ આદિ ગચ્છના પ્રમુખ સંચાલક હોય તે બધાએ ઉક્ત કર્તવ્યોનું પાલન અને ગુણોને ધારણ કરવા આવશ્યક છે, તેમ સમજવું જોઈએ. Page #76 -------------------------------------------------------------------------- ________________ છેદશાસ્ત્રઃ દશાશ્રુતસ્કંધ સૂત્ર પરિશિષ્ટ પરિશિષ્ટ-૫ શ્રાવકની અગિયાર પડિમાઓનું વિશ્લેષણ દિશા-જી સામાન્ય રૂપે કોઈપણ સમ્યગ દષ્ટિ આત્મા વ્રત ધારણ કરવાથી વ્રતધારી શ્રાવક કહેવાય છે. તે એક વ્રતધારી પણ થઈ શકે છે કે બારવ્રતધારી પણ થઈ શકે છે. પડિમાઓમાં પણ અનેક પ્રકારના વ્રત પ્રત્યાખ્યાન જ ધારણ કરવાના હોય છે પરંતુ વિશેષતા એ છે કે તેમાં જે પણ પ્રતિજ્ઞા કરાય છે, તેમાં કોઈ આગાર રહેતો નથી અને રખાતો પણ નથી. તેમાં તો નિયત સમયમાં અતિચાર રહિત નિયમોનું દઢતાની સાથે પાલન કરવું હોય છે. જેવી રીતે ભિક્ષુ–પડિયા ધારણ કરનારાને વિશુદ્ધ સંયમ પર્યાય અને વિશિષ્ટ શ્રુતનું જ્ઞાન હોવું જરૂરી છે, એવી રીતે ઉપાસક પડિમા ધારણ કરનારાને પણ બારવ્રતના પાલનનો અભ્યાસ અને કંઈક જ્ઞાન હોવું જરૂરી છે, એવું સમજવું જોઈએ. પડિમા ધારણ કરનારા શ્રાવકે સાંસારિક જવાબદારીઓથી નિવૃત્ત થવું જરૂરી છે, તો પણ સાતમી પડિયા સુધી અનેક નાના મોટા ગૃહકાર્યોનો ત્યાગ આવશ્યક હોતો નથી, પરંતુ પડિમાના નિયમોનું શુદ્ધ પાલન કરવું અતિ આવશ્યક હોય છે. આઠમી પડિમાથી અનેક ગૃહકાર્યના ત્યાગનો પ્રારંભ થઈ જાય છે અને અગિયારમી પડિયામાં સંપૂર્ણ ગૃહકાર્યોનો ત્યાગ કરીને તે શ્રમણ જેવા આચારનું પાલન કરે છે. અગિયાર પડિમાઓમાંથી કોઈપણ પડિમા ધારણ કરનારાને તેના પછીની પડિમાના નિયમોનું પાલન કરવું આવશ્યક હોતું નથી. સ્વેચ્છાથી તે પાલન કરી શકે છે. અર્થાત્ પહેલી પડિયામાં સચિત્તનો ત્યાગ શ્રમણભૂત જીવન ધારણ કરવું તે ઇચ્છે તો કરી શકે છે. પછીની પડિમા ધારણ કરનારાને તેના પૂર્વેની બધી પડિમાઓના બધા નિયમોનું પાલન કરવું નિયમથી જરૂરી હોય છે અર્થાત્ સાતમી પડિમા ધારણ કરનારાને સચિતનો ત્યાગ કરવાની સાથે સંપૂર્ણ બ્રહ્મચર્ય, કાયોત્સર્ગ, પૌષધ આદિ પડિમાઓનું પણ યથાર્થ રૂપથી પાલન કરવું આવશ્યક હોય છે. ૧. પહેલી ‘દર્શન પડિમા' ધારણ કરનારા શ્રાવક ૧૨ વ્રતોનું પાલન કરે છે, પરંતુ તે દઢપ્રતિજ્ઞ સમ્યકત્વી હોય છે. મન, વચન, કાયાથી તે સમ્યકત્વમાં કોઈપણ પ્રકારનો અતિચાર લગાડતા નથી તથા દેવતા કે રાજા આદિ કોઈ પણ શક્તિથી કિંચિત્ માત્ર પણ સમ્યકત્વથી વિચલિત થતા નથી. અર્થાત્ કોઈપણ આગાર વિના ત્રણ કરણ ત્રણ યોગથી એક મહિના સુધી શદ્ધ સમ્યકત્વની આરાધના કરે છે. આ પ્રકારે તે પ્રથમ દર્શન પડિમાવાળા વ્રતધારી શ્રાવક કહેવાય છે. કેટલીક પ્રતિઓમાં રે ઢસા સીવણ મવડું એવો પાઠ પણ મળે છે તેનું Page #77 -------------------------------------------------------------------------- ________________ 606 ૭૦] મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત, તાત્પર્ય પણ એ જ છે કે તે દર્શન પડિમાધારી વ્રતી શ્રાવક છે. શબ્દની દષ્ટિએ જે એક પણ વ્રતધારી નથી હોતા તેને દર્શન શ્રાવક કહેવાય છે, પરંતુ પડિમા ધારણ કરનારા શ્રાવક પહેલાં બાર વ્રતોના અભ્યાસી અને આરાધક તો હોય જ છે. તેથી તેને માત્ર “દર્શન શ્રાવક” તેમ કહી શકાય નહીં પરંતુ દર્શન પડિમાધારી વતી શ્રાવક સમજવું, તે જ બરોબર છે. ૨. બીજી, વ્રત પડિમા ધારણ કરનારા ઈચ્છા પ્રમાણે એક કે અનેક મોટા કે નાના કોઈ પણ નિયમો પડિમાના રૂપમાં ધારણ કરે છે. જેનું તેઓને અતિચાર રહિત પાલન કરવું જરૂરી હોય છે. ૩. ત્રીજી, સામાયિક પડિમાધારી શ્રાવક સવાર, બપોર, સાંજના નિયત સમયે સદાનિરતિચાર સામાયિક કરે છે અને દેશાવગાસિક(૧૪ નિયમ) વ્રતનું આરાધન કરે છે તથા પહેલી બીજી પડિમાના નિયમોનું પણ પૂર્ણ રીતે પાલન કરે છે. ૪. ચોથી, પૌષધ પડિમાધારી શ્રાવક પહેલાની ત્રણે પડિમાઓના નિયમોનું પાલન કરતા થકા મહિનામાં પર્વ તિથિઓના છ પરિપૂર્ણ પૌષધની સમ્યક પ્રકારે આરાધના કરે છે, આ પડિયા ધારણ કરતાં પહેલાં પણ શ્રાવક પૌષધ વ્રતનું પાલન તો કરે જ છે પરંતુ પડિમાના રૂપમાં નહિ. ૫. પાંચમી કાયોત્સર્ગ પડિમાધારી શ્રાવક પહેલાની ચારે પડિકાઓનું સમ્યક પાલન કરતા થકા પૌષધના દિવસે સંપૂર્ણ રાત્રિ કે નિયત સમય સુધી કાયોત્સર્ગ કરે છે. ૬. છઠ્ઠી બ્રહ્મચર્ય પડિમાના ધારક શ્રાવક પહેલાની પડિમાઓનું પાલન કરતા થકો સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરે છે, સ્નાન અને રાત્રિ ભોજનનો ત્યાગ કરે છે. પાંચમી-છઠ્ઠી પ્રતિમાના મૂળ પાઠમાં લિપિ દોષથી કંઈક પાઠ વિકૃત થયો છે જે ધ્યાન દેવાથી સ્પષ્ટ સમજી શકાય છે. પ્રત્યેક પ્રતિમાના વર્ણનમાં પછીની પ્રતિમાના નિયમોના પાલનનો નિષેધ કર્યો છે. પાંચમી પ્રતિમામાં છઠ્ઠી પ્રતિમાના વિષયનો નિષેધપાઠ વિધિરૂપમાં જોડાઈ જવાથી અને ચૂર્ણિકાર દ્વારા સમ્મનિર્ણય ન કરવાના કારણે મતિ ભ્રમથી પાઠ વધુ વિકૃત થઈ ગયો છે. વ્યાવરથી પ્રકાશિત છેદ સૂત્રના ત્રણ છેઃ સૂત્રાળ માં તેને શુદ્ધ કરવાનો પરિશ્રમ કર્યો છે. પૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરનારાને જ સ્નાન ત્યાગ યોગ્ય છે. કારણ કે પાંચમી પડિયામાં એક-એક માસમાં માત્ર દિવસ જ સ્નાનનો ત્યાગ અને દિવસે કુશીલ સેવનનો ત્યાગ કરે તો સંપૂર્ણ સ્નાનનો ત્યાગ કયારે થાય? તથા માત્ર છ દિવસ જ સ્નાનનો ત્યાગ અને દિવસમાં બ્રહ્મચર્ય પાલનનું કથન પડિમાધારીને માટે મહત્વનું નથી. જો પાંચમી પડિમાના પૂરા પાંચ માસ જ સ્નાનનો ત્યાગ કરવાનો અર્થ Page #78 -------------------------------------------------------------------------- ________________ વેદશાસ્ત્રઃ દશાશ્રુતસ્કંધ સૂત્ર પરિશિષ્ટ કરવામાં આવે તો તે પણ અસંગત છે. કારણ કે પાંચ મહિના સુધી રાત્રિમાં બ્રહ્મચર્યનું પાલન ન કરે અને સ્નાન કરવાનો સંપૂર્ણ ત્યાગ રાખે, આ બંને નિયમોનો સંબંધ અવ્યવહારિક લાગે છે. તેથી આગમ પ્રકાશન સમિતિ બાવરનો સ્વીકૃત પાઠ જ ઉચિત લાગે છે. લિપિ પ્રમાદાદિના કારણોથી જ આ બંને પડિકાઓના નામ સમવાયાંગ આદિ સૂત્રમાં ભિન્ન છે તથા ગ્રંથોમાં પણ આ સંબંધમાં અનેક ભિન્નતા મળે છે. ૭. સાતમી સચિત્ત ત્યાગ પડિમાનો આરાધક શ્રાવક પાણી, નમક(મીઠું), ફળ, મેવા આદિ બધા સચિત્ત પદાર્થોના ઉપભોગનો ત્યાગ કરે છે. પરંતુ તે પદાર્થોને અચિત્ત બનાવવાનો ત્યાગ કરતો નથી. ૮. આઠમી આરંભત્યાગ પડિમાધારી શ્રાવક સ્વયં આરંભ કરવાનો સંપૂર્ણ ત્યાગ કરે છે. પરંતુ બીજાને આદેશ આપીને સાવદ્ય કાર્ય કરાવવાનો તેને ત્યાગ હોતો નથી. ૯. નવમી પ્રેષ્યત્યાગ પડિકામાં શ્રાવક આરંભ કરવા અને કરાવવાનો ત્યાગી હોય છે પરંતુ સ્વતઃ કોઈ તેના માટે આહારાદિ બનાવી આપે કે તેના માટે આરંભ કરે તો તે પદાર્થનો ઉપયોગ કરી શકે છે. ૧૦. દસમી ઉદિષ્ટ ભક્ત ત્યાગ પડિમાધારી શ્રાવક બીજાના માટે બનાવેલા આહારાદિનો ઉપયોગ કરી શકે છે, પોતાના નિમિત્તે બનાવેલ આહારાદિનો ઉપયોગ કરી શકતા નથી. તેનું વ્યાવહારિક જીવન સાધુ જેવું હોતું નથી. તેથી તેને કોઈપણ સાંસારિક વાતો પૂછી શકે છે. તેથી કોઈના પૂછવા પર “હું જાણું છું કે હું નથી જાણતો એટલો જ ઉત્તર દેવો કલ્પે છે. તેનાથી વધુ જવાબ આપવો કલ્પતો નથી. કોઈપણ વસ્તુ યથાસ્થાન પર ન મળવાથી એટલો ઉત્તર દેવાથી પણ પારિવારિક લોકોને સંતોષ થઈ શકે છે. આ પડિયામાં શ્રાવકશિરમુંડન કરાવે છે અથવા વાળ પણ રાખે છે. ૧૧. અગિયારમી શ્રમણભૂત પડિમાધારી શ્રાવક શક્ય તેટલી સંયમી જીવનની મર્યાદાઓનો સ્વીકાર કરે છે પરંતુ જો લોચ ન કરી શકે તો મુંડન કરાવી શકે છે. તે ભિક્ષુની સમાન ગવેષણાના બધા નિયમોનું પાલન કરે છે. આ પડિમાની અવધિ સમાપ્ત થયા પછી તે પડિમાધારી ફરીથી સામાન્ય શ્રાવક જીવનમાં આવી શકે છે. આ કારણે પડિમાઓના આરાધના કાલમાં તે સ્વયંને ભિક્ષુ ન કહેતા, હું પડિમાધારી શ્રાવક છું એ પ્રકારે કહે છે. પારિવારિક લોકોની સાથે પ્રેમ સંબંધનો આજીવન ત્યાગ ન હોવાના કારણે તે જ્ઞાત કુલોમાં જ ગોચરી માટે જાય છે. અહીંયા જ્ઞાત કુલથી પારિવારિક અને અપારિવારિક જ્ઞાતિજનોને સૂચિત કર્યા છે. ભિક્ષા માટે ઘરમાં પ્રવેશ કરવા પર Page #79 -------------------------------------------------------------------------- ________________ ૯ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત તે આ પ્રકારે જાહેર કરે છે કે ‘પડિમાધારી શ્રાવકને ભિક્ષા આપો.’. શ્રાવક પડિમા સંબંધી ભ્રમનું નિવારણ : શ્રાવક પડિમાના સંબંધમાં આ એક પ્રચલિત કલ્પના છે કે ‘પ્રથમ પડિમામાં એકાન્તર ઉપવાસ, બીજી પડિમામાં નિરંતર છઠ્ઠ, ત્રીજીમાં અઠ્ઠમ યાવત્ અગિયારમી પડિમામાં અગિયાર-અગિયારની તપશ્ચર્યા નિરંતર કરાય છે.’ પરંતુ આ વિષયમાં કોઈ આગમ પ્રમાણ ઉપલબ્ધ નથી તથા એવું માનવું સંગત પણ નથી, કારણ કે આટલી તપસ્યા તો ભિક્ષુ પડિમામાં પણ કરાતી નથી. શ્રાવકની ચોથી ડિમામાં મહિનામાં છ પૌષધ કરવાનું વિધાન છે. જો ઉપરોક્ત કથન અનુસાર તપસ્યા કરાય તો ચાર માસમાં ચોવિશ ચોલાની તપસ્યા કરવી આવશ્યક ગણાય. પિંડમાધારી દ્વારા તપસ્યા તિવિહાર કે પૌષધ વગર કરવી ઉચિત નથી. તેથી ચોવીસ ચોલા પૌષધ યુક્ત કરવા આવશ્યક નિયમ હોવાથી મહિનાના છ પૌષધનું વિધાન નિરર્થક થઈ જાય છે. જ્યારે ત્રીજી પડિમાથી ચોથી ડિમાની વિશેષતા એ છે કે મહિનામાં છ પૌષધ કરે. તેથી કલ્પિત તપસ્યાનો ક્રમ સૂત્ર-સમ્મત નથી. આનંદ આદિ શ્રાવકોના અંતિમ સાધના કાલમાં તથા પિંડમા આરાધના પછી શરીરની કૃશતાનું જે વર્ણન છે, તે વ્યક્તિગત જીવનનું વર્ણન છે. તેમાં પણ આ પ્રકારના તપનું વર્ણન નથી. પોતાની ઇચ્છાથી સાધક ગમે ત્યારે કોઈ વિશિષ્ટ તપ પણ કરી શકે છે. આનંદાદિએ પણ કોઈ વિશિષ્ટ તપશ્ચર્યા સાધના કાળમાં કરેલ હશે, પરંતુ એવું સ્પષ્ટ વર્ણન આગમમાં નથી. જો તેઓએ કોઈપણ તપ આગળની પિંડમાઓમાં કર્યું હોય તો પણ બધાને માટે વિધાન માનવું સૂત્રોક્ત પડિમા વર્ણનથી અસંગત થાય છે, એવું સમજવું જોઈએ. પરિશિષ્ટ-૬ : ભિક્ષુ પડિમા સંબંધી શંકા સમાધાન [દશા–૭] ૧. સંયમની ઉત્કૃષ્ટ આરાધના કરતા થકાં યોગ્યતા પ્રાપ્ત ગીતાર્થ સાધુ કર્મોની વિશેષ નિર્જરા માટે બાર ભિક્ષુ પડિમાનો સ્વીકાર કરે છે. સાતમી દશામાં બાર પડિમાઓના નામ આપ્યા છે. ટીકાકારે તેની વ્યાખ્યા કરતા થકાં એ સ્પષ્ટ કર્યું છે કે ‘દો માસિયા તિમાસિયા’ આ પાઠમાં ‘બીજી એક માસની ત્રીજી એકમાસની' આ પ્રકારે અર્થ કરવો જોઈએ. કારણ કે આ પિંડમાઓનું પાલન નિરંતર શીત અને ગ્રીષ્મકાળના આઠ માસમાં જ કરાય છે. ચાતુર્માસમાં આ ડિમાઓનું પાલન કરાતું નથી. પહેલાની પ્રતિમાઓના એક, બે માસ પણ આગળની પિંડમાઓમાં જોડી દે છે. તેથી બેમાસની ત્રણ માસની' કહેવું અસંગત નથી. જો એવો અર્થ ન કરે તો પ્રથમ વર્ષમાં ત્રણ પડિમાનું પાલન કરીને છોડવી પડે, બીજા વર્ષમાં ચોથી પડિમાનું પાલન કરીને છોડવી પડશે. આ પ્રકારે વચમાં છોડવાથી પાંચ વર્ષમાં પિંડમાઓનું આરાધન કરવું યોગ્ય કહી શકાતું નથી. Page #80 -------------------------------------------------------------------------- ________________ છેદશાસ્ત્રઃ દશાશ્રુતસ્કંધ સૂત્ર પરિશિષ્ટ ટીકાનુસાર ઉપરોક્ત અર્થ કરવો સંગત પ્રતીત થાય છે. તેથી બીજી પિંડમાથી સાતમી પડિમા સુધીના નામ આ પ્રકારે સમજવા. (૧) એક માસની બીજી ભિક્ષુ પડિમા (૨) એક માસની ત્રીજી ભિક્ષુ પડિમા (૩) એક માસની ચોથી ભિક્ષુ પડિમા (૪) એક માસની પાંચમી ભિક્ષુ પડિમા (૫) એક માસની છઠ્ઠી ભિક્ષુ પડિમા (૬) એક માસની સાતમી ભિક્ષુ પડિમા ૮૦ પૂ. આચાર્ય શ્રી આત્મારામજી મ.સા. દ્વારા સંપાદિત દશાશ્રુતસ્કંધમાં એવી જ છાયા, અર્થનું વિવેચન કર્યું છે. આગમ પ્રકાશન સમિતિ બ્યાવરથી પ્રકાશિત આ સૂત્રમાં પણ એવું જ અર્થ-વિવેચનનું સ્પષ્ટીકરણ કર્યું છે. ૨. પડિમાધારી ભિક્ષુને હાથ, પગ, મુખ આદિને અચિત્ત પાણીથી પણ ધોવાનું કલ્પતું નથી. અશુચિનો લેપ દૂર કરી શકે છે તથા ભોજન પછી હાથ-મોઢું ધોઈ શકે છે. અહીંયા પ્રશ્ન એ થાય છે કે સામાન્ય સાધુને પણ ઉપર કહેલા બે કારણો વિના હાથ પગ આદિ ધોવાનું કલ્પતું નથી તો પડિમાધારી માટે આ નિયમમાં શું વિશેષતા છે ? એનું સમાધાન એ છે કે સામાન્ય સાધુ અપવાદનું સેવન કરી શકે છે પરંતુ પ્રતિમાધારી સાધુ અપવાદનુ સેવન કરી શકતા નથી. સામાન્ય સાધુ અપવાદિક સ્થિતિમાં રોગોપશાંતિને માટે ઔષધ સેવન અને અંગોપાંગ પર પાણીનું સિંચન કે તેનું પ્રક્ષાલન પણ કરી શકે છે. પરંતુ પિંડમાધારી સાધુ આવું કરી શકતા નથી. આ જ તેઓની વિશેષતા છે. ૩. ત્રણ પ્રકારના રોકાવાના સ્થાન ન મળે અને સૂર્યાસ્તનો સમય થઈ જાય તો સૂર્યાસ્ત પહેલાં જ યોગ્ય સ્થાન જોઈને રોકાઈ જવું કલ્પે છે. તે સ્થાન આચ્છાદિત હોય કે ખુલ્લા આકાશવાળું હોય તોપણ સૂર્યાસ્ત પછી એક કદમ પણ ચાલવું કલ્પતું નથી. આવી સ્થિતિમાં જો સાધુને રહેવાની આસપાસની ભૂમિ સચિત્ત હોય તો તેને નિદ્રા લેવી કલ્પતી નથી. સતત સાવધાની પૂર્વક જાગૃત રહીને સ્થિર આસને રહી રાત્રિ પસાર કરવાનું કલ્પે છે. મલમૂત્રની બાધા થાય તો યતનાપૂર્વક પૂર્વ પ્રતિલેખિત ભૂમિમાં જઈ શકે છે અને પરઠીને પુનઃ તે સ્થાન પર આવીને તેને સ્થિર થઈ જવાનું ક૨ે છે. સૂત્રમાં ખુલ્લા આકાશવાળા સ્થાનને માટે જ્ઞપ્તિ શબ્દનો પ્રયોગ કર્યો છે Page #81 -------------------------------------------------------------------------- ________________ ૮૧ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત કારણ કે ખુલ્લા સ્થાનમાં નિરંતર સૂક્ષ્મ સ્નેહકાયની વૃષ્ટિ થાય છે એવું ભગવતી સૂત્ર શ–૧, ઉદ્દેશક–૬માં કહ્યું છે, તેથી તે શબ્દથી નદી, તળાવ આદિ જળાશય ન સમજવું. બૃહત્કલ્પસૂત્ર ઉ.૨ માં એવા સ્થાન માટે ભાવસિસિ શબ્દનો પ્રયોગ કર્યો છે. ત્યાં એ બતાવ્યું છે કે સાધ્વીએ ખુલ્લા આકાશવાળા સ્થાનમાં કે વૃક્ષની નીચે આદિ અસુરક્ષિત સ્થાનોમાં રહેવું ન જોઈએ. સાધુ એવા અસુરક્ષિત સ્થાનમાં અને ખુલ્લા આકાશ નીચે રહી શકે છે. પડિમાધારી સાધુ અચેલ કે સચેલ અથવા એક વસ્ત્ર ધારી પણ હોઈ શકે છે. તેથી આ આગમ વર્ણનથી સમયે-સમયે કાંબળી ઓઢવાની અને મસ્તક ઢાંકવાની પરંપરાનો આગ્રહ અનાવશ્યક પ્રતીત થાય છે. એવી રીતે ખુલ્લા સ્થાનમાં સાધુએ ન રહેવું, ન બેસવું, સૂવું નહિ એવો એકાંત આગ્રહ પણ કોઈ આગમથી સમ્મત નથી. ભગવતી સૂત્ર કથિત સૂક્ષ્મ સ્નેહકાય તો હવાથી પણ અબાધિત છે અર્થાત્ તેહવાથી પ્રેરિત થઈને અછાયાના સ્થાનથી છાયાવાળા સ્થાનમાં પ્રવેશ નથી કરી શકતી.(એટલા માટે તો છાયાવાળા સ્થાનના કિનારા પર બેસવું, સૂવું સાધુ માટે વર્જિત ગણાતું નથી.) આવી સ્થિતિમાં તેનો(સ્નેહ કાયનો) મનુષ્યના સ્થૂલ શરીરથી વ્યાઘાત થવો શક્ય નથી. આ કારણથી આગમકારોએ પડિમાધારી ભિક્ષુને અને સામાન્ય ભિક્ષને ખુલ્લા આકાશમાં રોકાવાનું વિધાન કર્યું છે. સંયમના મૌલિક નિયમોમાં પડિમાધારીને કોઈપણ પ્રકારની છૂટ હોતી નથી. તે તો સંયમની બધી વિધિઓનું વિશિષ્ટ-વિશિષ્ટતમ આરાધન કરે છે. સંયમના નિયમોમાં અતિચાર અને અપવાદનું સેવન તો તેઓના માટે પૂર્ણતઃ વર્જિત છે. તેથી પડિમાધારીએ ખુલ્લા આકાશમાં રહેવું અપવાદ રૂપ ન સમજવું જોઈએ. કારણ કે આગમમાં ખુલ્લા આકાશમાં સાધુને રહેવાનો નિષેધ ન કરીને રહેવાનું વિધાન કરવાવાળો પાઠ છે. તેથી વિલંબ થઈ જવાથી સૂર્યાસ્ત પહેલા સહજ પડિમાધારી સાધુ યોગ્ય ખુલ્લા સ્થાનમાં રહી શકે છે. સામાન્ય સાધુ પણ યોગ્ય સ્થાનના અભાવમાં જંગલમાં યા ખુલ્લામાં રહી શકે છે અને એ સાધુ તત્સંબંધી ઉત્પન્ન થનારા શીત, તૃણ સ્પર્શ, ભૂમિ સ્પર્શ અને ભય આદિને સમભાવથી સહન કરે છે. પરિશિષ્ટ-: ભિક્ષુ પડિમાના આસનોનું સ્પષ્ટીકરણ| @ દિશા–૭] આઠમી અને નવમી પડિમાનું પ્રથમ આસન "કત્તાનાસન અને દંડાસન’ છે. એ બંનેમાં આકાશની તરફ મુખ કરીને સુવાનું છે. પરંતુ તેમાં અંતર એ જ છે કે ઉત્તાનાસનમાં હાથ પગ આદિ ફેલાવીને રાખે કે અન્ય કોઈપણ અવસ્થામાં રાખી શકે છે અને દંડાસનમાં મસ્તકથી પગ સુધી આખું શરીર દંડ Page #82 -------------------------------------------------------------------------- ________________ છેદશાસ્ત્ર ઃ દશાશ્રુતસ્કંધ સૂત્ર પરિશિષ્ટ સમાન સીધું લાંબુ રાખે છે અને હાથ પગ અંતર રહિત રાખે છે. એવી રીતે ઉક્ત બંને પડિમાઓનું બીજુ આસન ‘એક પાર્થાસન’ અને ‘લકુટાસન’ છે. આ બંને એક પડખા ભર સૂવાના છે. એમાં અંતર એ જ છે કે ‘એક પાર્થાસન’માં ભૂમિ પર એક પાર્શ્વભાગથી સૂવાનું હોય છે અને લકુટાસનમાં પડખાભર સૂઈને મસ્તક એક હથેળી પર ટેકવીને અને પગ પર પગ ચડાવીને સૂઇ રહેવાનું હોય છે. આ પ્રકારે લકુટાસનમાં મસ્તક અને એક પગ ભૂમિથી ઉપર રહે છે. જ્યારે એક પાર્શ્વસનમાં એક પડખે મસ્તકથી પગ સુધી આખું શરીર ભૂમિ પર સ્પર્શી રહે છે. બંને પડિમાઓનું ત્રીજુ આસન ‘નિષધાસન’ અને ‘ઉત્કટુકાસન’ છે. આ બંને બેસવાના આસન છે. નિષધાસનમાં પલાંઠી લગાવીને પર્યંકાસનથી સુખ પૂર્વક બેસી શકાય છે અને ‘ઉત્કટ્કાસન’ માં બંને પગને સમતોલ રાખીને તેના આધારે સંપૂર્ણ શરીરથી બેસવાનું હોય છે. આ ઉત્કૃષ્ટ ગુરુવંદના (ખમાસમણા)નું આસન છે. દસમી પડિમાના ત્રણે આસનોની એ વિશેષતા છે કે તે ન બેસવાનાં કે ન સુવાનાં અને સીધા ઊભા રહેવાનાં પણ નથી, પરંતુ બેસવા અને ઊભા રહેવાની મધ્યની અવસ્થા છે. ર પ્રથમ ગોદુહાસનમાં આખા શરીરને બંને પગોના પંજા પર રાખવું પડે છે. તેમાં બંધા અને સાથળ આપસમાં મળેલા રહે છે અને બંને નિતંબ એડી(પેની) પર ટેકવેલા રહે છે. બીજા વીરાસનમાં પણ આખું શરીર બંને પંજાના આધારે જ રાખવું પડે છે. પરંતુ તેમાં નિતંબ એડીથી કંઈક ઉપર રાખવા પડે છે તથા જંધા અને સાથળ પણ કંઈક દૂર રાખવા પડે છે. એવી રીતે ખુરશી પર બેઠેલ વ્યક્તિની નીચેથી ખુરશી લઈ લેવા પર જે આકારમાં તેની જે અવસ્થા થાય છે તેવો જ લગભગ આ આસનનો આકાર સમજવો જોઈએ. ત્રીજુ આસન ‘આમ્રકુંજાસન’ છે. વિકલ્પથી તેનું અંતકૢાસન નામ અને તેની વ્યાખ્યા પણ ઉપલબ્ધ થાય છે. આ આસનમાં પણ આખું શરીર તો પગનાં પંજા પર રાખવું પડે છે. ઘૂંટણ કંઈક વાંકા રાખવા પડે છે. શેષ શરીરનો સંપૂર્ણ ભાગ સીધો રાખવો પડે છે. જેમ આમ્ર(કેરી) ઉપરથી ગોળ અને નીચેથી કંઈક વાંકી હોય છે, એવી રીતે આ આસન કરવામાં આવે છે. કોઈપણ એક આસન ઉપર ૨૪ કલાક રહેવું કઠિન છે તો પણ દસમી પડિમાના ત્રણે આસન અત્યંત કઠિન છે. સામાન્ય વ્યક્તિને માટે તો આ આસનમાં એક કલાક રહેવું પણ અશક્ય છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ ૮૩ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના ઃ જૈનાગમ નવનીત પરિશિષ્ટ-૮ : નિદાન સંબંધી તર્ક-વિતર્ક [દશા–૧૦] આ દશામાં શ્રેણિક રાજા અને ચેલણારાણીના નિમિત્તથી નિદાન કરવાવાળા શ્રમણ-શ્રમણીઓના મનુષ્ય સંબંધી ભોગોના નિદાનોનું વર્ણન શરૂઆતમાં કર્યું છે. પછી ક્રમશઃ દિવ્ય ભોગ તથા શ્રાવક અને સાધુ અવસ્થાના નિદાનોનું કથન કર્યું છે. આના સિવાય બીજા અનેક પ્રકારના નિદાન પણ હોય છે, જેમ કે– કોઈને દુઃખ દેનારો બનું કે તેનો બદલો લેનારો બનું ઇત્યાદિ. ઉદાહરણના રૂપમાં શ્રેણિકને માટે કોણિકનું દુઃખદાયી બનવું, વાસુદેવનું પ્રતિવાસુદેવને મારવું, દ્વીપાયન ઋષિ દ્વારા દ્વારકાનો વિનાશ કરવો, દ્રૌપદીને પાંચ પતિ હોવા અને સંયમ ધારણ પણ કરવો, બ્રહ્મદતનું ચક્રવર્તી થવું અને સમ્યક્ત્વની પ્રાપ્તિ પણ થવી, ઇત્યાદિ. નિદાનના વિષયમાં આ સહજ પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે કોઈ સંકલ્પ કરવા માત્રથી ૠધ્ધિની પ્રાપ્તિ કેવી રીતે થઈ જાય છે ? સમાધાન એ છે કે કોઈની પાસે રત્ન કે સોના ચાંદીનો ભંડાર છે, તેને રોટી કપડા આદિ સામાન્ય પદાર્થોના બદલામાં આપવામાં આવે તો તે સહજ પ્રાપ્ત થઈ શકે છે. એવી જ રીતે શાશ્વત મોક્ષ સુખ દેનારા તપ સંયમની વિશાળ સાધનાના ફલથી મનુષ્ય સંબંધી કે દૈવિક તુચ્છ ભોગો પ્રાપ્ત કરવા તે કોઈ મહત્ત્વની વાત નથી. તેને સમજવાને માટે એક દૃષ્ટાન્ત પણ આપ્યું છે— એક ખેડૂતના ખેતરની પાસે કોઈ નિક રાહગીરે દાલ-બાટીને ચૂરમુ બનાવ્યું. ખેડુતનું મન ચૂરમા આદિ ખાવાને માટે લલચાયું. ખેડુતના માગવા પર ધનિકે કહ્યુ કે આ તારું ખેતર બદલામાં આપી દે તો ભોજન મળે. ખેડૂતે સ્વીકાર કર્યો અને ભોજન કરી તે ઘણો આનંદિત થયો. જેમ ખેતરના બદલામાં એકવાર મન ઇચ્છિત ભોજન મળવું તે કંઈ મહત્વનું નથી, તેમ તપ-સંયમની મોક્ષદાયક સાધનાથી એક ભવના ભોગ મેળવવા તે મહત્ત્વનું નથી. પરંતુ જેમ ખેતરના બદલે ભોજન ખાઈ લીધા પછી બીજા દિવસથી લઈ વર્ષ આખું ખેડૂત પશ્ચાતાપથી દુ:ખી થાય છે, તેમ સંયમના ફળથી એક ભવનું સુખ પ્રાપ્ત થઈ જાય પરંતુ મોક્ષદાયક સાધના ખોઈને નરકાદિના દુઃખો પ્રાપ્ત થવા તે નિદાનનું ફળ છે. જેવી રીતે ખેતરને બદલે એક દિવસનું મિષ્ટ ભોજન પ્રાપ્ત કરનાર ખેડૂત મૂર્ખ ગણાય છે તેવી જ રીતે મોક્ષમાર્ગની સાધના કરનારો સાધક નિદાન કરે તો તે મહામૂર્ખ જ કહેવાય છે. તેથી(ભિક્ષુ) સાધુએ કોઈપણ પ્રકારનું નિદાન કરવું ન જોઈએ પરંતુ તેને તો સંયમ તપની નિષ્કામ સાધના કરવી, તે જ શ્રેયસ્કર છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ છેદશાસ્ત્ર ઃ દશાશ્રુતસ્કંધ સૂત્ર પરિશિષ્ટ ૮૪ પરિશિષ્ટ-૯ : ઉપસંહાર આ દશાશ્રુતસ્કંધની ઉત્થાનિકાઓ(અધ્યયનના પ્રથમના વાક્યો) વિચિત્ર છે. તેથી આ ઉત્થાનિકાઓ ચૌદ પૂર્વધર ભદ્રબાહુસ્વામી દ્વારા નિર્મૂઢ છે એવું કહી ન શકાય, ગણધર સુધર્માસ્વામી દ્વારા પણ ગ્રથિત કહી ન શકાય. એક પૂર્વધર દેવદ્વિગણી દ્વારા સંપાદિત થયું છે તેમ પણ ન કહી શકાય, કારણ કે આ ઉત્થાનિકાઓમાં ભગવાન દ્વારા કહેવાયું છે કે ‘આ પ્રથમ દશામાં સ્થવિર ભગવંતોએ વીસ અસમાધિસ્થાન કહ્યા છે.' જ્યારે તીર્થંકર કે કેવળી કોઈ છદ્મસ્થ કથિત વિધિ નિષેધોનું કથન કરતા નથી. પાંચમી દશાની ઉત્થાનિકા તો વિશેષ વિચારણીય છે. આ ઉત્થાનિકાના પ્રારંભમાં કહ્યું છે, કે સ્થવિર ભગવંતોએ આ દસ ચિત્ત સમાધિ સ્થાન કહ્યા છે. બાદમાં કહ્યું ભગવાન મહાવીરે નિગ્રંથ-નિગ્રંથીઓને બોલાવીને દસ ચિત્ત સમાધિ સ્થાન કહ્યા છે. આવી રીતે એક જ ઉત્થાનિકામાં બે પ્રકારનું કથન પાઠક સ્વયં વાંચે અને વિચારે કે વાસ્તવિકતા શું છે ? આઠમી દશાના પાઠોમાં જે પરિવર્તન કરવાનો પ્રયત્ન કર્યો છે તે અહીંયા આપેલા પ્રથમ પરિશિષ્ટમાં જુઓ તથા આઠમી દશાનો તથા દસમી દશાનો(ઉપસંહાર પાઠ) પણ અત્યંત વિચારણીય છે. આ વિચિત્રતાઓ જોઈને સહજ અનુમાન કરી શકાય છે કે ત્રણ છેદ સૂત્રોની જેમ આ સૂત્રની સંપૂર્ણ મૌલિકતા વર્તમાનમાં રહી નથી અર્થાત્ મૂળ પાઠમાં કંઈક સંશોધન, પરિવર્તન, પરિવર્ધન થયું છે. તેથી બહુશ્રુતોએ વિવેકયુક્ત નિર્ણય કરીને અધ્યયન અધ્યાપન અને પ્રરૂપણા કે વિશ્લેષણ કરવું જોઈએ. ત્રણ છેદ સૂત્રોમાં કોઈ પણ પ્રકારે ઉત્થાનિકા કે મંગલરૂપ પાઠનું અસ્તિત્વ નથી. II દશાશ્રુત સ્કંધ પરિશિષ્ટ સંપૂર્ણ ॥ જે બીજાને પાડવાનો પ્રયત્ન કરે છે, હીલના નિંદા કરે છે, તે મહાન સંસારમાં પરિભ્રમણ કરે છે. –સૂય અ ૨, ઉદ્દે॰ ૨, ગાથા-ર. કોઈ વ્યક્તિ પોતાની રહે ત્યાં સુધી પ્રશંસા કરવી અને પોતાની ન રહે તો નિન્દા તિરસ્કાર કરવો આ હીન ભાવના અધાર્મિકતા છે, એવી વ્યક્તિ પોતાના આત્માને કર્મોથી ભારે બનાવે છે. Page #85 -------------------------------------------------------------------------- ________________ | ૮૫, ૮૫ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીત [6] બૃહત્કલ્પ-સૂત્ર & | પ્રથમ ઉદેશકનો સારાંશ ક ક ક હક્ક સૂત્ર-૧-૫ઃ વનસ્પતિના મૂલથી લઈને બીજ પર્યત દસ વિભાગોમાં જેટલા ખાવા યોગ્ય વિભાગો છે, તે અચિત્ત થવા પર ગ્રહણ કરી શકાય છે, પરંતુ સાધ્વી કંદ, મૂલ, ફલ આદિના અવિધિથી કરાયેલા મોટા-મોટા ટુકડા અચિત્ત થવા પર પણ ગ્રહણ કરી શકતી નથી. [વિશેષ માટે જુઓ પેઈજ નં. ૯૪-૯૫ સૂત્ર-૬-૯ઃ નિર્ગથને ગ્રામ નગર આદિમાં એક માસ રહેવું કહ્યું છે. જો તેના ઉપનગર આદિ હોય તો તેમાં અલગ-અલગ અનેક માસ-કલ્પ સુધી રહી શકે છે, પરંતુ જયાં રહે ત્યાં જ ભિક્ષા માટે ભ્રમણ કરવું જોઈએ; અન્ય ઉપનગરોમાં નહિ. સાધ્વીનો એક કલ્પ બે માસનો હોય છે. સૂત્ર-૧૦-૧૧ : એક પરિક્ષેપ અને એક ગમનાગમનના માર્ગવાળા ગ્રામાદિમાં સાધુ-સાધ્વીએ એક સમયે ન રહેવું જોઈએ. તેમાં અનેક માર્ગ કે દ્વાર હોય તો તે એક કાળમાં પણ રહી શકે છે. સૂત્ર-૧ર-૧૩ઃ પુરુષોના અત્યધિક ગમનાગમનવાળા ત્રણ રસ્તા, ચાર રસ્તા કે બજારમાં બનેલા ઉપાશ્રયમાં સાધ્વીજીઓએ રહેવું ન જોઈએ. સાધુ તે ઉપાશ્રયમાં રહી શકે છે. સાધુઓએ ગામની બહાર જ રહેવું જોઈએ, એવી એકાંત પ્રરૂપણા કરવી ઉત્સુત્ર પ્રરૂપણા છે, તે આ સૂત્રોથી સ્પષ્ટ થાય છે.] સૂત્ર-૧૪-૧૫ દ્વાર રહિત સ્થાનોમાં સાધ્વીજીઓએ રહેવું ન જોઈએ. પરિસ્થિતિવશ કદાચ રહેવું પડે તો પડદો લગાવીને દ્વાર બંધ કરી દેવું. આવા દ્વાર રહિત સ્થાનો પર સાધુ રહી શકે છે. સૂત્ર-૧૬-૧૭ઃ સુરાહીના આકારવાળું(સાંકડા મુખવાળું) માત્રક સાધ્વી રાખી શકે છે પરંતુ સાધુ રાખી શકતા નથી. સૂત્ર-૧૮: સાધુ-સાધ્વીને વસ્ત્રની મચ્છરદાની રાખવી કલ્પ છે. સૂત્ર-૧૯ઃ પાણીના કિનારે સાધુ-સાધ્વીએ બેસવું આદિ ક્રિયા ન કરવી જોઈએ. સૂત્ર-૨૦-૨૧ ચિત્રોથી યુક્ત મકાનમાં ન રહેવું જોઈએ. સૂત્ર-૨૨-૨૪ઃ સાધ્વીજીઓએ શય્યાતરના સંરક્ષણમાં (એટલે કોઈ આશ્રયથી જ) રહેવું જોઈએ પરંતુ ભિક્ષુ સંરક્ષણ વિના પણ રહી શકે છે. સૂત્ર-૨૫-ર૯ઃ સ્ત્રી-પુરુષોના નિવાસ રહિત મકાનમાં જ સાધુ-સાધ્વીઓએ રહેવું જોઈએ. માત્ર પુરુષોના નિવાસવાળા મકાનમાં સાધુ અને માત્ર સ્ત્રીઓના નિવાસવાળા મકાનમાં સાધ્વીજીઓ રહી શકે છે. માત્ર સ્ત્રી કે પુરુષ જયાં હશે ત્યાં Page #86 -------------------------------------------------------------------------- ________________ છેદશાસ્ત્ર ઃ બૃહત્કલ્પ સૂત્ર સારાંશ પીવાનું પાણી અને પ્રકાશ માટે દીપક તથા ભોજન બનાવવા માટે અગ્નિ રહે તો તે વિભાગ જુદો હોવો જોઈએ. F સૂત્ર-૩૦-૩૧ : દ્રવ્ય પ્રતિબદ્ધ(છતની અપેક્ષાએ) કે ભાવ પ્રતિબદ્ધ(સ્ત્રીના શબ્દ રૂપ આદિની અપેક્ષા) ઉપાશ્રયમાં સાધુએ રહેવું કલ્પતું નથી. કદાચ સાધ્વીજીઓ રહી શકે છે. સ્વતંત્ર છતવાળા મકાન હોય જેની ભીંતો એક બીજાને લાગેલી હોય તે પ્રતિબદ્ધ નથી; પરંતુ એક છત અને તેમાં અલગ-અલગ ઓરડા છે તો તે પ્રતિબદ્ધ મકાન છે. સૂત્ર-૩૨-૩૩ : સ્ત્રીઓથી પ્રતિબદ્ધ માર્ગવાળા સ્થાનમાં(ઉપાશ્રયમાં) સાધુએ રહેવું કલ્પે નહિ. સાધ્વીઓ કદાચિત રહી શકે છે. સૂત્ર-૩૪ : કોઈની સાથે ક્લેશ થઈ જાય તો સ્વયં-પોતે સંપૂર્ણ ઉપશાંત થવું જરૂરી છે. અન્યથા સંયમની આરાધના થતી નથી. સૂત્ર-૩૫-૩૬ : સાધુ-સાધ્વીજીઓએ ચાતુર્માસમાં એક સ્થાન પર જ રહેવું જોઈએ તથા હેમંત અને ગ્રીષ્મ ઋતુમાં શક્તિ અનુસાર વિચરણ કરતા રહેવું જોઈએ. સૂત્ર-૩૭ : જે રાજયોમાં પરસ્પર વિરોધ ચાલી રહ્યો હોય ત્યાં વારંવાર આવ-જા કરવી જોઈએ નહીં. સૂત્ર-૩૮-૪૧ : સાધુ કે સાધ્વીઓ ગોચરી(આહાર માટે) ગયા હોય અને ત્યાં કોઈ તેને વસ્ત્રાદિ લેવા માટે કહે તો આચાર્યાદિની સ્વીકૃતિની શરત રાખીને ગ્રહણ કરે. જો તેઓ સ્વીકૃતિ આપે તો રાખે, નહિતર પાછું આપી દે. સૂત્ર-૪૨-૪૩ઃ સાધુ-સાધ્વી રાત્રિમાં આહાર, વસ્ત્ર, પાત્ર, શય્યા સંસ્તારક ગ્રહણ ન કરે. ક્યારેક વિશેષ પરિસ્થિતિમાં શય્યા સંસ્તારક ગ્રહણ કરી શકાય છે તથા ચોરાઈ ગયેલ વસ્ત્ર પાત્રાદિ કોઈ પાછા લાવીને આપે તો તેને રાત્રિમાં ગ્રહણ કરી શકાય છે. સૂત્ર-૪૪-૪૫ : રાત્રિમાં કે વિકાલમાં(સંધ્યામાં) સાધુ-સાધ્વીઓએ વિહાર ન કરવો જોઈએ તથા દૂર ક્ષેત્રમાં થનારી સંખડીમાં આહાર ગ્રહણ કરવા માટે રાત્રિ કે સંધ્યા સમયે ન જવું જોઈએ. સૂત્ર-૪૬-૪૭ : સાધુ-સાધ્વીજીઓએ રાત્રિમાં ઉચ્ચાર પ્રશ્રવણ કે સ્વાધ્યાયને માટે ઉપાશ્રયથી દૂર(૧૦૦ હાથથી આગળ) એકલા ન જવું જોઈએ, કોઈને સાથે લઈને જઈ શકે છે. કોઈની વધુ ભયની પ્રકૃતિ હોય કે ક્ષેત્રની સ્થિતિ હોય તો અનેક સાધુ કે અનેક સાધ્વીઓ સાથે જઈ શકે છે. સૂત્ર-૪૮ : ચારે દિશાઓમાં આર્ય ક્ષેત્રની સીમા સૂત્રમાં બતાવી છે, તેની અંદર સાધુ-સાધ્વીઓએ વિચરવું કલ્પે છે. પરંતુ તેઓએ સંયમની ઉન્નતિનો વિવેક તો સર્વત્ર અવશ્ય રાખવો જ જોઈએ. Page #87 -------------------------------------------------------------------------- ________________ ૮૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત Iબીજા ઉદ્દેશકનો સારાંશ | હ | સૂત્ર-૧-૩: જે મકાનમાં અનાજ વેરાયેલું હોય તેમાં રહેવું ન જોઈએ. વ્યવસ્થિત રાશિકૃત ઢગલામાં રાખેલ હોય તો માસ કલ્પ અને તાળું લગાવેલું હોય તો ચાતુર્માસ પણ રહી શકાય છે. સૂત્ર૪-૭ઃ જે મકાનની સીમામાં મધના ઘડા અથવા અચિત શીત કે ઉષ્ણ પાણીના ઘડા ભરેલા પડ્યા હોય અથવા અગ્નિ કે દિપક આખી રાત્રિ બળતા હોય ત્યાં સાધુ-સાધ્વીઓએ રહેવું ન જોઈએ, પરંતુ અન્ય મકાનના અભાવમાં એક કે બે રાત્રિ રહી શકાય છે. સૂત્ર-૮-૧૦ઃ જે મકાનની સીમામાં ખાદ્ય પદાર્થના વાસણો જ્યાં-ત્યાં પડયા હોય તો ત્યાં ન રહેવું જોઈએ, પરંતુ એક બાજુ વ્યવસ્થિત રાખ્યા હોય તો માસ કલ્પ અને તાળું દીધેલ હોય તો ચાતુર્માસ પણ રહી શકાય છે. સૂત્ર-૧૧-૧૨ : ધર્મશાળામાં, અસુરક્ષિત સ્થાનોમાં અને ખુલ્લા આકાશમાં સાધ્વીજીઓએ રહેવું ન જોઈએ, સાધુ ત્યાં રહી શકે છે. સૂત્ર-૧૩ઃ મકાનનાં અનેક સ્વામી હોય તો એકની આજ્ઞા લઈને તેને શય્યાતર માનવા અને અન્યના ઘરેથી આહારાદિ ગ્રહણ કરવા. સૂત્ર-૧૪-૧૬ઃ શય્યાદાતા અને અન્ય લોકોનો આહાર કોઈ સ્થાન પર સંગ્રહિત કર્યો હોય, શય્યાતરના ઘરની સીમામાં હોય કે સીમાથી બહાર હોય, પરંતુ શય્યાતરનો આહાર અલગ રાખેલ હોય તેમાંથી ગ્રહણ કરવો કલ્પતો નથી, શધ્યાદાતાના ઘરની સીમાથી બહાર હોય અને અન્ય સંગ્રહિત કરેલા આહારમાં શય્યાતરનો આહાર મેળવી દીધો હોય તો તે આહારમાંથી ગ્રહણ કરી શકાય છે. સૂત્ર-૧૭-૧૮: સાધુ-સાધ્વીએ શય્યાદાતાના અલગ રાખેલ આહારને અન્ય આહારમાં મેળવી દેવા માટે કહેવું કલ્પતું નથી. એવું કરવાથી તેને ગુરુચાતુર્માસિક પ્રાયશ્ચિત્ત આવે છે. સૂત્ર-૧૯-૨૨ઃ શય્યાદાતાને ત્યાં અન્યને ત્યાંથી આવેલ અને ગ્રહણ કરી લીધેલ આહાર તથા અન્યને ત્યાં મોકલાવેલ આહાર શય્યાતરની માલિકપણામાં હોય ત્યાં સુધી તે આહાર ગ્રહણ કરી શકાતો નથી. બીજા તે આહારને સ્વીકારી લે ત્યારે ગ્રહણ કરી શકાય છે. સૂત્ર-૨૩-૨૪: શય્યાતરના સ્વામિત્વયુક્ત આહારાદિ પદાર્થોમાં જ્યારે શય્યાતરનું સ્વામિત્વ સંપૂર્ણ આહારથી અલગ થઈ જાય ત્યારે શેષ વધેલા આહારમાંથી લેવું કહ્યું છે. શય્યાતરનો અંશયુક્ત આહાર અલગ ન કર્યો હોય તો તે કલ્પતું નથી. સૂત્ર-૨પ-૨૮: શય્યાદાતા દ્વારા પૂજ્ય પુરુષોને સર્વથા સમર્પિત કરેલા Page #88 -------------------------------------------------------------------------- ________________ છેદશાસ્ત્રઃ બૃહત્કલ્પ સૂત્ર સારાંશ આહારમાંથી ગ્રહણ કરવું કહ્યું છે, પરંતુ પ્રાતિહારિક' આપેલુ હોય તો તે આહારમાંથી લેવું કલ્પતું નથી તથા તે આહાર શય્યાદાતા તથા તેના પરિવારના સદસ્યોના હાથથી પણ લેવો કલ્પતો નથી. ૮૮. સૂત્ર-૨૯-૩૦ : સાધુ-સાધ્વીજીઓ પાંચ જાતિના વસ્ત્રો અને પાંચ જાતિના રજોહરણમાંથી કોઈપણ જાતિનું વસ્ત્ર યા રજોહરણ ગ્રહણ કરી શકે છે. પાંચ વસ્ત્ર ઃ (૧) ઊન આદિનાં (૨) વાંસ, અલસી આદિનાં (૩) સણનાં (૪) સુતરનાં (૫) વૃક્ષની છાલનાં વસ્ત્રો કલ્પે. રજોહરણ પાંચ ઃ- (૧) ઊનનો (૨) ઊંટની જટનો (૩) સણનો (૪) ઘાસમાંથી બનાવેલ (૫) મુંજનો. ત્રીજા ઉદ્દેશકનો સારાંશ સૂત્ર-૧-૨ : સાધુએ સાધ્વીના ઉપાશ્રયમાં અને સાધ્વીએ સાધુના ઉપાશ્રયમાં બેસવું, સૂવું આદિ પ્રવૃત્તિ ન કરવી જોઈએ. માત્ર સ્વાધ્યાય અને વાચના માટે બેસવું ક૨ે છે. તેના સિવાય ન બેસવું જોઈએ અને ત્યાં જવું પણ ન જોઈએ. સૂત્ર-૩-૬ઃ ઃ રોમ રહિત ચર્મ ખંડ જરૂરત હોય તો સાધુ સાધ્વી ગ્રહણ કરી શકે છે, પરંતુ સરોમ ચર્મ તેઓને કલ્પતું નથી. આગાઢ પરિસ્થિતિને કારણે ગૃહસ્થના ઉપયોગમાં આવવાવાળુ સરોમ ચર્મ એક રાત્રિ માટે સાધુ ગ્રહણ કરી શકે છે, પરંતુ સાધ્વી માટે તો તેનો સર્વથા નિષેધ સમજવો. સૂત્ર-૭-૧૦ : બહુમૂલ્ય વસ્ત્ર અને અખંડ તાકો તથા આવશ્યકતાથી અધિક લાંબુ વસ્ત્ર સાધુ-સાધ્વીજીએ રાખવું ન જોઈએ. સૂત્ર-૧૧-૧૨ ઃ ગુપ્તાંગને ઢાંકવા માટે પહેરવાના લંગોટ, જાંગિયા(કચ્છા) આદિ ઉપકરણ સાધુએ અકારણ ન રાખવા જોઈએ પરંતુ સાધ્વીઓએ આ ઉપકરણો અવશ્ય રાખવા. સૂત્ર-૧૩ : સાધ્વીએ પોતાની નિશ્રાએ વસ્ત્ર ગ્રહણ ન કરવું જોઈએ પરંતુ તે પ્રવર્તિની આદિની નિશ્રાથી વસ્ત્રની યાચના કરી શકે છે. સૂત્ર-૧૪-૧૫ : દીક્ષા લેતી વખતે સાધુ-સાધ્વીએ રજોહરણ ગુચ્છો અને આવશ્યક પાત્ર ગ્રહણ કરવા જોઈએ તથા મુહપતિ, ચાદર, ચોલપટક આદિ માટે સાધુ અધિકતમ ત્રણ તાકાના માપ જેટલું વસ્ત્ર લઈ શકે છે, સાધ્વી ચાર તાકાના માપ જેટલા વસ્ત્ર લઈ શકે છે.(તાકાનું માપ સૂત્રમાં અને ભાષ્ય, ટીકામાં બતાવ્યું નથી તેથી વિવિધ ધારણાઓ છે. પાત્રાની સંખ્યા પણ શાસ્ત્રમાં બતાવી નથી તેથી, તે સંબંધમાં વિવિધ પ્રવૃત્તિઓ અને વિચારણાઓ ચાલે છે.) સૂત્ર-૧૬-૧૭ : સાધુ-સાધ્વીએ ચાતુર્માસમાં વસ્ત્ર ગ્રહણ ન કરવા જોઈએ પરંતુ Page #89 -------------------------------------------------------------------------- ________________ c મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત શિયાળામાં અને ગ્રીષ્મ ઋતુમાં તેઓ વસ્ત્ર લઈ શકે છે. સૂત્ર-૧૮-૨૦ : સ્વસ્થ સાધુ-સાધ્વીએ આવશ્યક હોવા પર વસ્ત્ર અને શય્યાસંસ્તારક દીક્ષા પર્યાયના અનુક્રમથી ગ્રહણ કરવા જોઈએ અને વંદના પણ દીક્ષા પર્યાયના ક્રમથી કરવી જોઈએ. સૂત્ર-૨૧-૨૩ઃ સ્વસ્થ સાધુ-સાધ્વીએ ગૃહસ્થના ઘરે બેસવું આદિ સૂત્રોક્ત નિષિદ્ધ કાર્યો કરવા ન જોઈએ તથા ત્યાં અમર્યાદિત વાર્તાલાપ તથા ઉપદેશ પણ ન દેવો જોઈએ. કયારેક જરૂરત હોય તો ઊભા-ઊભા મર્યાદિત કથન કરી શકે છે. સૂત્ર-૨૪-૨૬ : ઃ શય્યાતર અને અન્ય ગૃહસ્થના શય્યા સંસ્તારક વિહાર કરવાની પહેલા અવશ્ય પાછા દેવા જોઈએ તથા જે અવસ્થામાં ગ્રહણ કર્યા હોય તેવા જ વ્યવસ્થિત કરીને પાછા આપવા જોઈએ. સૂત્ર-૨૭ : શય્યા સંસ્તારક(પાટ, બાજોઠ આદિ) આદિ ખોવાઈ જાય તો તેની શોધ કરવી અને ન મળે તો તેના સ્વામીને ખોવાઈ ગયું છે, તેવી જાણ કરીને પછી બીજા શય્યા સંસ્તારક ગ્રહણ કરવા, જો શોધવાથી મલી જાય અને તેની જરૂરત ન હોય તો પાછા આપી દેવા. સૂત્ર-૨૮-૩૨ : સાધુ-સાધ્વી ઉપાશ્રયમાં, શૂન્ય ઘરમાં કે માર્ગ આદિમાં કયાં ય પણ આજ્ઞા લઈને રહ્યા હોય અને તેના વિહાર કર્યા પહેલા જ કોઈ બીજા સાધુ વિહાર કરીને આવે તો તેઓ પૂર્વગ્રહિત(પહેલાં લીધેલી) આજ્ઞાથી ત્યાં રહી શકે છે નવી આજ્ઞા લેવાની જરૂરત નથી રહેતી. જો શૂન્ય રહેઠાણ કે માલિક રહિત ઘરનો કોઈ સ્વામી ક્યારે ય અચાનક પ્રગટ થઈ જાય તો ફરી તેની આજ્ઞા લેવી જરૂરી રહે છે. સૂત્ર-૩૩ : ગ્રામાદિની બહાર સેનાનો પડાવ હોય ત્યાં સાધુ-સાધ્વી ભિક્ષા લેવા માટે અંદર જઈ શકે છે પરંતુ તેને ત્યાં રાત્રિ નિવાસ કરવો કલ્પતો નથી. રાત્રિ નિવાસ કરવાથી ગુરુ ચાતુર્માસિક પ્રાયશ્ચિત્ત આવે છે. સૂત્ર-૩૪ : સાધુ-સાધ્વી જે ઉપાશ્રયમાં ઉતર્યા હોય ત્યાંથી કોઈ પણ એક દિશામાં અઢી ગાઉ સુધી ગમનાગમન કરી શકે છે, તેનાથી વધુ નહિ. આહાર પાણી લઈ જવા હોય તો બે ગાઉ સુધી લઈ જઈ શકે છે. બે ગાઉ એટલે ૪૦૦૦ ધનુષ્ય અર્થાત્ લગભગ સાત કિલોમીટર. ચોથા ઉદ્દેશકનો સારાંશ સૂત્ર-૧ : હસ્તકર્મ, મૈથુન સેવન અને રાત્રિ ભોજનનું અનુદ્ધાતિક એટલે ગુરુ પ્રાયશ્ચિત્ત આવે છે. સૂત્ર-૨ ઃ ત્રણ પ્રકારના દોષ સેવન કરવા પર પારાંચિક નામનું દસમું પ્રાયશ્ચિત્ત Page #90 -------------------------------------------------------------------------- ________________ છેદશાસ્ત્ર ઃ બૃહત્કલ્પ સૂત્ર સારાંશ આવે છે. (૧) અતિ તીવ્ર દ્વેષ (૨) અતિ(તીવ્ર) પ્રમાદ (૩) સાધુ-સાધુ પરસ્પર કુશીલ સેવન. ૯૦ સૂત્ર-૩ : ત્રણ પ્રકારના દોષ સેવન કરવાથી અનવસ્થાપ્ય નામનું નવમું પ્રાયશ્ચિત્ત આવે છે. (૧) સાધર્મિકની ચોરી (૨) અન્યધર્મિની ચોરી(૩) મારપીટ હિંસા આદિ. સૂત્ર-૪-૯ઃ ત્રણ પ્રકારના નપુંસકોને દીક્ષિત, મુંડિત કે ઉપસ્થાપિત કરવા કલ્પતા નથી. (૧) કૃત યા સ્વાભાવિક નપુંસક (૨) વાત પ્રકોપથી વેદ ધારણ ન કરી શકનારા (૩) ચિંતન માત્રથી વીર્યનું સ્ખલન થવાવાળા. સૂત્ર-૧૦-૧૧ : ત્રણ ગુણવાળાને વાચના આપવી– (૧) વિનયવંત (૨) અલ્પકષાયી (૩) વિગયમુક્ત. ત્રણ અવગુણવાળાને વાચના ન દેવી– (૧) અવિનીત (૨) દીર્ઘકષાયી (૩) વિગયાસક્ત, સૂત્ર-૧૨-૧૩ : ત્રણ પ્રકારની વ્યક્તિઓને સમજાવવી કઠિન છે અને ત્રણ પ્રકારની વ્યક્તિઓને સમજાવવી સરલ છે– (૧) કલુષિત હૃદયી (૨) મૂર્ખ (૩) દુરાગ્રહીકૃતઘ્ની. પ્રતિપક્ષે- (૧) પવિત્ર હૃદયી (૨) બુદ્ધિમાન (૩) સરલ, નમ્ર પરિણામી. સૂત્ર-૧૪-૧૫ : વિશેષ પરિસ્થિતિમાં સેવા કરનારા સ્ત્રી પુરુષના સ્પર્શાદિથી સાધુ-સાધ્વી મૈથુન સેવનના સંકલ્પ યુક્ત સુખનો અનુભવ કરે તો તેને ચોથા વ્રતનો ભંગ રૂપે ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. સૂત્ર-૧૬ : પહેલા પહોરમાં ગ્રહણ કરેલા આહાર-પાણી ચોથા પ્રહર સુધી ન રાખવા. સૂત્ર-૧૭ : બે ગાઉ ઉપરાંત આહાર પાણી ન લઈ જવા. સૂત્ર-૧૮ : અનાભોગથી ગ્રહણ કરેલ અનેષણીય આહારાદિ ન ખાવા, પરંતુ અનુપસ્થાપિત(વડી દીક્ષા પહેલાં) નવદીક્ષિત સાધુ ખાઈ શકે છે. સૂત્ર-૧૯ : પ્રથમ અને અંતિમ તીર્થંકરના સાધુઓને ઔદેશિક આહાર ગ્રહણ કરવો કલ્પતો નથી, અન્ય તીર્થંકરના સાધુઓને કલ્પે છે. સૂત્ર-૨૦-૨૮ : અધ્યયન કરવા માટે, ગણ પરિવર્તન માટે અને અધ્યયન કરાવવા માટે અન્ય ગણમાં જવાનું થાય તો આચાર્યની આજ્ઞા લઈને સૂત્રોક્ત વિધિથી કોઈ પણ સાધુ કે પદવીધર જઈ શકે છે. સૂત્ર-૨૯ : કાળધર્મ પામેલા સાધુને તેના સાધર્મિક સાધુ ગૃહસ્થ પાસેથી પ્રતિહારક ઉપકરણ, લઈને ગામની બહાર એકાંતમાં લઈ જઈને પરઠી શકે છે. સૂત્ર-૩૦ઃ ક્લેશને ઉપશાંત કર્યા વગર સાધુએ ગોચરી જવું જોઈએ નહિ. કલેશને ઉપશાંત કરીને યથોચિત પ્રાયશ્ચિત્ત દેવું અને લેવું જોઈએ. આગમ વિપરીત પ્રાયશ્ચિત્ત દેવું પણ નહિ અને કોઈ આપે તો લેવું પણ નહિ. Page #91 -------------------------------------------------------------------------- ________________ ૯૧ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત 00 સૂત્ર-૩૧ : આચાર્ય પરિહાર તપ વહન કરનારાને સાથે લઈ જઈને એક દિવસ ગોચરી અપાવે. ત્યારપછી આવશ્યક હોય તો જ વૈયાવૃત્ય આદિ કરાવી શકે છે. સૂત્ર-૩૨ : વધુ પ્રવાહવાળી નદીઓને એક માસમાં એક વારથી વધુ વાર પાર ન કરવી જોઈએ પરંતુ જંઘાર્ધ પ્રમાણ(ઘૂંટણથી નીચે) જલ પ્રવાહવાળી નદીને સૂત્રોક્ત વિધિથી એક માસમાં અનેક વાર પણ પાર કરી શકાય છે. સૂત્ર-૩૩-૩૬ : ઘાસના બનેલા મકાનોની ઊંચાઈ ઓછી હોય તો ત્યાં રહેવું ન જોઈએ. પરંતુ અધિક ઊંચાઈ હોય તો રહી શકાય અને ચાતુર્માસ પણ કરી શકાય. પાંચમા ઉદ્દેશકનો સારાંશ સૂત્ર-૧-૪ : દેવ કે દેવી જો સ્ત્રી અથવા પુરુષનું રૂપ બનાવી સાધુ-સાધ્વીને આલિંગન આદિ કરે ત્યારે તે તેના સ્પર્શ આદિથી મૈથુન ભાવનો અનુભવ કરે તો તેઓને ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. સૂત્ર-૫ ઃ અન્ય ગણમાંથી કોઈ સાધુ ક્લેશ કરીને આવે તો તેને સમજાવીને શાંત કરવો અને પાંચ દિવસ આદિનો દીક્ષા છેદ પ્રાયશ્ચિત્ત આપીને ફરીથી તેના ગણમાં પાછો મોકલવો. સૂત્ર-૬-૯ : જો આહાર ગ્રહણ કર્યા પછી કે ખાતી વખતે એમ જણાય કે સૂર્યાસ્ત થઈ ગયો છે કે સૂર્યોદય થયો નથી તો તે આહારને પરઠી દેવો જોઈએ. જો ખાય તો તેને ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. સૂત્ર-૧૦ : રાત્રીના સમયે ઓડકાર આવતા જો ખાધાંશ પાછું મુખમાં આવે તો તેને ગળા નીચે ઉતારી ન જવું, પરંતુ મુખમાંથી બહાર કાઢી પરઠી દેવું જોઈએ. સૂત્ર-૧૧ઃ ગોચરી કરતી વખતે કયારેક આહારમાં સચિત્ત બીજ, રજ કે ત્રસ જીવ દેખાય તો તેને સાવધાનીપૂર્વક કાઢી નાખવું જોઈએ. જો નીકળી શકે તેમ ન હોય તો તેટલો સંસક્ત આહાર પરઠી દેવો જોઈએ. ન સૂત્ર-૧૨ ઃ ગોચરી કરતી વખતે કયારેક આહારમાં સચિત્ત જલનું ટીપું આદિ પડી જાય તો ગરમ આહાર હોય તો ખાઈ શકાય છે અને ઠંડો આહાર હોય તો પરઠી દેવો જોઈએ.[જો થોડા સમય પછી અચિત્ત થવાની સંભાવના હોય તો અચિત્ત થયા પછી ખાઈ શકાય છે. સૂત્ર-૧૩-૧૪ ઃ રાત્રિમાં મળમૂત્ર ત્યાગ કરતી નિગ્રંથી(સાધ્વીજીના)ના ગુપ્તાંગોને કોઈ નાનો પશુ(ઉંદર વગેરે) કે પક્ષી(ચકલી શિશુ આદિ) સ્પર્શ કરે અથવા તેમાં અવગાહન કરે અને સાધ્વીજી મૈથુન ભાવથી તેનું અનુમોદન કરે તો તેને ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. સૂત્ર-૧૫-૧૭ : સાધ્વીજીએ ગોચરી, સ્પંડિલ કે સ્વાધ્યાય આદિ માટે એકલા ન Page #92 -------------------------------------------------------------------------- ________________ છેદશાસ્ત્ર ઃ બૃહત્કલ્પ સૂત્ર સારાંશ જવું તથા વિચરણ અને ચાતુર્માસ પણ એકલા ન કરવું. (* નીચે જુઓ) સૂત્ર-૧૮-૨૧ : સાધ્વીજીએ વસ્ત્ર રહિત હોવું, પાત્ર રહિત હોવું, શરીરને વોસીરાવીને રહેવું, ગામની બહાર આતાપના લેવી કલ્પતી નથી, પરંતુ સૂત્રોક્ત વિધિથી તે ઉપાશ્રયમાં આતાપના લઈ શકે છે. # સૂત્ર-૨૨-૩૨ : સાધ્વીજીએ કોઈપણ પ્રકારના આસનથી પ્રતિજ્ઞાબદ્ધ થઈને રહેવું કલ્પતું નથી. પ્રતિજ્ઞા વિના કોઈ પણ આસન કરી શકે છે. સૂત્ર-૩૩-૪૪ : આકુંચન પટ્ટ, આલંબનવાળું આસન, નાના સ્થંભયુક્ત પીઢ, નાલ યુક્ત તુંબડું, કાષ્ટ દંડ યુક્ત પાત્ર-પૂંજણી કે પાદ પોંછણ સાધ્વીજીએ રાખવું કલ્પતું નથી, સાધુ તે રાખી શકે છે. સૂત્ર-૪૫ : પ્રબલ કારણ વિના સાધુ-સાધ્વી એક બીજાનું સૂત્ર(શિવાંબુ) પીવા માટે કે આચમન-માલિસ કરવાના ઉપયોગમાં લઈ શકે નહિ. સૂત્ર-૪૬-૪૮: સાધુ-સાધ્વી રાતના રાખેલા આહાર પાણી ઔષધ કે લેપ્ય પદાર્થોને પ્રબલ કારણ વિના ઉપયોગમાં લઈ ન શકે, પ્રબલ કારણથી તે પદાર્થોને બીજા દિવસે ઉપયોગમાં લઈ શકે છે. સૂત્ર-૪૯ : પરિહાર તપ વહન કરનારા સાધુ સેવાને માટે વિહાર કરતાં માર્ગમાં પોતાની કોઈ મર્યાદાનું ઉલ્લંઘન કરી લ્યે તો તેને સેવા કાર્યથી નિવૃત્ત થવા પર અતિ અલ્પ પ્રાયશ્ચિત્ત દેવું જોઈએ. સૂત્ર-૫૦: અત્યંત પૌષ્ટિક આહાર આવી ગયા પછી સાધ્વીએ અન્ય આહારની ગવેષણા ન કરવી જોઈએ પરંતુ તે આહારથી નિર્વાહ ન થઈ શકે એટલો અલ્પ માત્રામાં જ આહાર હોય, તો ફરીથી ગોચરી લેવા માટે જઈ શકે છે. ★ સાધુને એકલા ગોચરી જવાનો તથા વિહાર કરવાનો અહીં નિષેધ નથી. અન્યત્ર પણ અયોગ્ય (અપરિપકવ) ભિક્ષુને માટે નિષેધ ફલિત થાય છે. સર્વથા નિષેધ સાધુને માટે કોઈ પણ આગમમાં નથી પરંતુ ઉત્તરાધ્યયન સૂત્ર, દશવૈકાલિક સૂત્ર અને સૂયગડાંગ સૂત્રમાં સાધુને પરિસ્થિતિ પડતાં એકલા રહેવાની ભલામણ ચોખ્ખા શબ્દોમાં કરી છે. તેમ છતાં કેટલાક પોતાની મનમાની શાસ્ત્રના નામે ઉત્સૂત્ર પ્રરૂપણા કરી મોક્ષ મેળવવા ઈચ્છે છે. તે બિચારા આ જીવનમાં કયારેય સમજી શકે તેમ નથી. કારણ કે તેઓ દુષ્ટ પણ નથી, મૂઢપણ નથી પરંતુ વ્યાહિત મતિ(ખોટી પકડ) યુક્ત થઈ ગયા છે. શાસ્ત્રમાં વ્યુત્ક્રાહિત મતિવાળાને સમજાવવું મુશ્કેલ કહ્યું છે. તે લોકો પોતાના દુરાગ્રહમાં ઉત્તરાધ્યયન, દશવૈકાલિક તથા સૂયગડાંગ સૂત્રના સ્પષ્ટ પાઠો માટે પણ ગોલમાલ કરી અર્થ કરે છે અર્થાત્ વાસ્તવિક અર્થને છુપાવવાની હોશિયારી કરે છે. માટે તે જીવો દયાપાત્ર છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ ૯૩ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના ઃ જૈનાગમ નવનીત છઠ્ઠા ઉદ્દેશકનો સારાંશ સૂત્ર-૧ : સાધુ-સાધ્વીજીએ છ પ્રકારના અકલ્પનીય વચન ન બોલવા જોઈએ (૧) અસત્ય (૨) હીલિત (૩) પ્રિંસીત (૪) કઠોર વચન (પ) ગૃહસ્થના સંબોધન (૬) ક્લેશ ઉત્પાદક વચન. સૂત્ર-૨ ઃ કોઈપણ સાધુ પર અસત્ય આરોપ ન લગાવવો જોઈએ કારણ કે પ્રમાણના અભાવમાં સ્વયંને જ પ્રાયશ્ચિત્તના પાત્ર બનવું પડે છે. સૂત્ર-૩-૬ : પરિસ્થિતિવશ સાધુ-સાધ્વી એક બીજાના પગમાંથી કાંટો કાઢી શકે છે અને આંખમાં પડેલ રજ આદિ પણ કાઢી શકે છે. સૂત્ર-૭-૧૮ : સૂત્રોક્ત વિશેષ પરિસ્થિતિઓમાં સાધુ કોઈપણ સાધ્વીને સહારો દઈ શકે છે અને પરિચર્યા પણ કરી શકે છે. જેમ કે ઉન્મત્ત, પાગલ, ભયાક્રાંત, અશાંતચિત્તાદિ. સૂત્ર-૧૯ : સાધુ-સાધ્વી સંયમ નાશક છ દોષોને જાણીને તેનો પરિત્યાગ કરે. (૧) અસ્થિર કાય રાખવી (૨) ચક્ષુ લોલુપ હોવું (૩) વાચાલ હોવું (૪) તણતણાટ કરવો (૫) ઇચ્છાઓને આધીન થવું () નિદાનકારી થવું. સૂત્ર-૨૦ : સંયમ પાલન કરનારાઓને વિવિધ સાધનાની અપેક્ષાથી છ પ્રકારની આચાર મર્યાદા હોય છે. સ્થવિરકલ્પ, જિનકલ્પ, પરિહારવિશુદ્ધ કલ્પ આદિ. નોંધ :- અહીં સંક્ષિપ્ત સૂત્ર સાર આપ્યા છે. વિસ્તાર માટે, વિવેચન સહિત આગમ શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન રાજકોટના છે, તેનો સ્વાધ્યાય કરવો જોઈએ. ॥ બૃહત્કલ્પ સૂત્ર સારાશ સંપૂર્ણ કોઈપણ સ્વાઘ્યાયી-પાઠક દોષ દષ્ટિ કે દ્વેષ દૃષ્ટિ અથવા ઇર્ષ્યા દષ્ટિ રાખીને આ પુસ્તકનું અધ્યયન કરશે તો એ કર્મબંધ માટે થશે જ્યારે સ્વાધ્યાય તો માત્ર એકાંત નિર્જરાના ઉદ્દેશ્યથી જ કરાય છે. છેદ સૂત્રો છપાવા નહીં કે છેદ સૂત્રો વાંચવા નહી, એવું રટણ પણ કરતા રહેવું, પ્રરૂપણા પણ કરતા રહેવું અને આ છેદ સૂત્રનું સારાંશ પુસ્તક પણ વાંચી જાવું; એવી દુદરી નીતિ ક્યારે ય રાખવી નહીં. ય Page #94 -------------------------------------------------------------------------- ________________ છેદશાસ્ત્ર ઃ બૃહત્કલ્પ સૂત્ર પરિશિષ્ટ [૮] || પરિશિષ્ટ-૧ : તાલ-પ્રલંબ સૂત્ર પર વિચારણા [ઉદ્દેશક-૧, સૂત્ર–૧-૫] સૂત્ર પઠિત ‘તાલ પ્રલમ્બ’ પદ બધા ફળોનું સૂચક છે. એકને ગ્રહણ કરવા પર બધા સજાતિય ગ્રહણ કરી લેવાય છે. એ ન્યાય અનુસાર ‘તાલપ્રલમ્બ’ પદથી તાલ-ફલ સિવાય કેળા, કેરી, દાડમ આદિ ફળ પણ ગ્રહણ કરવા અભીષ્ટ છે. ୧୪ એવી રીતે ‘પ્રલમ્બ’ પદને અંતઃદીપક(અન્નના ગ્રહણથી આદિ અને મધ્યનું ગ્રહણ) માનીને મૂળ, કન્દ, સ્કન્ધ આદિ પણ ગ્રહણ કર્યા છે. પહેલા, બીજા સૂત્રમાં ‘આમ’ પદનો અપકવ અર્થ અને ‘અભિન્ન’ પદનો શસ્ત્ર અપરણિત અર્થ અને ‘ભિન્ન’ પદનો શસ્ત્ર પરિણત અર્થ છે. ત્રીજા, ચોથા અને પાંચમાં સૂત્રમાં અભિન્ન પદનો અખંડ અર્થ અને પકવ પદનો શસ્ત્ર પરિણત અર્થ અભીષ્ટ છે. ભાષ્યમાં ‘તાલ પ્રલમ્બ’ પદથી વૃક્ષના દસ વિભાગોને ગ્રહણ કરેલ છે. યથા– મૂળે રે સંધે તયા ય સાલે પવાલ પત્તે ય । पुप्फे फळे य बीए, पलंब सुत्तम्मि दस भेया ॥ —બૃહત્ક્ષ ઉર્દૂ. ૧, ભાષ્ય ગા. ૮૫૪ આ પાંચ સૂત્રોનો સંયુક્ત અર્થ એ છે કે સાધુ અને સાધ્વીઓ પકવ કે અપકવ ૧. મૂળ ૨. કંદ ૩. સ્કંધ ૪. ત્વક્ પ. શાલ ૬. પ્રવાલ ૭. પત્ર ૮. પુષ્પ ૯. ફળ અને ૧૦. બીજ; અશસ્ત્ર પરિણત હોય તો તેને ગ્રહણ કરી શકતા નથી. પરંતુ જો તે શસ્ત્ર પરિણત હોય તો તેને સાધુ-સાધ્વી ગ્રહણ કરી શકે છે. આ સૂત્રોમાં પ્રયુક્ત ‘આમ, પકવ, ભિન્ન અને અભિન્ન', આ ચારે પદોની ભાષ્યમાં દ્રવ્ય અને ભાવથી ચોભંગીઓ કરીને એ બતાવ્યું છે કે ભાવથી પકવ કે ભાવથી ભિન્ન અર્થાત્ શસ્ત્રપરિણત તાલપ્રલમ્બ હોય તો સાધુએ ગ્રહણ કરવું કલ્પે છે. પ્રથમ સૂત્રમાં કાચા તાલપ્રલંબ શસ્ત્રપરિણત ન હોય તો અગ્રાહ્ય કહ્યા છે અને બીજા સૂત્રમાં તેઓને શસ્ત્ર પરિણત(ભિન્ન) થવા પર ગ્રાહ્ય કહ્યા છે. જેવી રીતે બીજા સૂત્રમાં દ્રવ્ય અને ભાવથી ભિન્ન થવા પર કાચા તાલ પ્રલમ્બ ગ્રાહ્ય કહ્યા છે, એવી રીતે ત્રીજા સૂત્રમાં દ્રવ્ય અને ભાવથી પકવ તાલપ્રલમ્બ ભિન્ન કે અભિન્ન હોય તો સાધુને માટે ગ્રાહ્ય કહ્યા છે. ચોથા સૂત્રમાં દ્રવ્ય અને ભાવથી પકવ તાલપ્રલમ્બ પણ અભિન્ન હોય તો સાધ્વીને ગ્રહણ કરવાનો નિષેધ કર્યો છે. પાંચમાં સૂત્રમાં દ્રવ્ય અને ભાવથી પકવ તાલપ્રલમ્બના મોટા-મોટા લાંબા ટુકડા લેવાનો સાધ્વીને માટે નિષેધ કર્યો છે. નાના-નાના ટુકડાને ગ્રાહ્ય કહ્યા છે. અચિત્ત હોવા છતાં પણ પાંચમાં સૂત્રમાં અખંડ કે લાંબા ટુકડા સાધ્વીને Page #95 -------------------------------------------------------------------------- ________________ ૯૫ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત| લેવાના નિષેધનું કારણ આ પ્રકારે છે. અભિન્ન-અખંડ કેળા આદિફળને તથા શકરકંદ, મૂળા, ગાજર આદિ કંદમૂળ નો લાંબો આકાર જોઈને કોઈ સાધ્વીના મનમાં વિકાર ભાવ જાગૃત થઈ શકે છે અને તે તેનાથી અનંગ ક્રીડા પણ કરી શકે છે. જેનાથી તેના સંયમ અને સ્વાથ્યની હાનિ થવી નિશ્ચિત્ત છે. તેથી સાધ્વીને અભિન્ન ફળ કે કંદ આદિ લેવાનો નિષેધ કર્યો છે. સાથે કદલી આદિ ફળોને, મૂળા આદિ કંદોને અવિધિપૂર્વક કરેલા લાંબા ટૂકડા, જેને જોઈને કામવાસના જાગૃત થવાનો સંભવ હોય, તે લેવાનો પણ નિષેધ કર્યો છે. વિધિપૂર્વક ભિન્ન અર્થાત્ એટલા નાના-નાના ટૂકડા કર્યા હોય કે જેને જોવાથી વિકારભાવ જાગૃત ન થાય તો એવા ફળ અને કંદો સાધ્વી ગ્રહણ કરી શકે છે. જે ફળ સ્વયં પાકીને ઝાડ પરથી નીચે પડી ગયું છે અથવા પાકી જવા પર વૃક્ષ પરથી તોડી લેવામાં આવે છે, તેને દ્રવ્ય પકવ કહેવાય છે. તે દ્રવ્યપક્વ ફળ પણ સચિત્ત, સજીવ અને બીજ ગોટલી આદિથી સંયુક્ત હોય છે. તેથી જ્યારે તેને શસ્ત્રથી સુધારીને ગોટલી આદિ દૂર કરી ત્યે અથવા જેમાં અનેક બીજ હોય તો તેને અગ્નિ આદિમાં પકાવીને, ઉકાળીને કે શેકીને સર્વથા અસંદિગ્ધ રૂપથી અચિત્ત-નિર્જીવ કરી લીધુ હોય તો તે ભાવપક્વ શસ્ત્ર પરિણત કહેવાય છે અને તે ગ્રહણ કરવા યોગ્ય હોય છે. એનાથી વિપરીત અર્થાત્ છેદન-ભેદન કરવાથી કે અગ્નિ આદિમાં પકવવાથી પણ અર્ધપક્વ હોવાની દશામાં તેમાં સચિત્ત રહેવાની સંભાવના હોય તો તે ભાવથી અપક્વ અર્થાત્ શસ્ત્ર-અપરિણત કહેવાય છે અને તે અગ્રાહ્ય હોય છે. વિસ્તૃત વિવેચન અને ચૌભંગીઓ માટે ભાષ્ય અને ટીકાનું અવલોકન કરવું જોઈએ. ( વનસ્પતિના વિભાગોની સજીવ અવસ્થાઓઃ આગમ ચિંતન વનસ્પતિની જાતિઓ અને વિભાગ - આગમોમાં બાદર વનસ્પતિકાયના બે ભેદ કહ્યા છે– (૧) પ્રત્યેક વનસ્પતિકાય (૨) સાધારણ વનસ્પતિકાય. પ્રત્યેક વનસ્પતિકાયના બાર પ્રકાર છે. જેમ કે– (૧) વૃક્ષ (ર) ગુચ્છ (૩) ગુલ્મ (૪) લતા (૫) વેલ (૬) તૃણ (૭) વલય (૮) પર્વ (૯) કુહણા (૧૦) જલરૂહા (૧૧) ધાન્ય (૧૨) હરિત.- ઉત્તરા સૂત્ર અ. ૩૬ તથા પ્રજ્ઞાપના પદ–૧. બાર પ્રકારની તે પ્રત્યેક વનસ્પતિકાયમાં પણ બધી વનસ્પતિઓના દસ વિભાગ હોય છે. જેમ કે– (૧) મૂળ (૨) કંદ (૩) સ્કંધ (૪) ત્વચા (૫) શાખા (૬) કુંપળ (૭) પત્ર (૮) પુષ્પ (૯) ફળ (૧૦) બીજ. Page #96 -------------------------------------------------------------------------- ________________ છેદશાસ્ત્રઃ બૃહત્કલ્પ સૂત્ર પરિશિષ્ટ વિભાગોમાં જીવોની સંખ્યા :- તે દશ વિભાગોમાં પણ પ્રારંભિક કાચી અવસ્થામાં અમુક-અમુક લક્ષણ મળી જાય તો તે દસે વિભાગ મૂળથી લઈને બીજ પર્યંતમાં અનંત જીવ હોય શકે છે અને ત્યારપછી લક્ષણ પરિવર્તન થતાં અનંત જીવ રહેતા નથી. CS બટેટા આદિ જે પદાર્થો સાધારણ વનસ્પતિ છે, તેના પણ મૂળ કંદ યાવત્ બીજ પર્યંત ૧૦ વિભાગ હોય છે. તેમાં સૂચિત કરેલા નામથી જે કંદ કે મૂળ વિભાગ છે, તે તો અચિત્ત ન થાય ત્યાં સુધી અનંતકાય(અનંત જીવ) જ રહે છે, એવું સમજવું જોઈએ અને શેષ ૮ વિભાગ(બીજ પર્યંત)માં સૂત્ર કથિત લક્ષણ મળતા રહે ત્યાં સુધી તે અનંતકાય રહી શકે છે. જ્યારે લક્ષણ ન મળે તો તે વિભાગ અનંત કાય નથી રહેતા, પ્રત્યેક કાય થઈ જાય છે. આ પ્રકારે સાધારણ વનસ્પતિના કંદ કે મૂળ સિવાયના વિભાગ પ્રત્યેક કાય થઈ શકે છે અને પ્રત્યેક વનસ્પતિના દસ વિભાગમાં કાચી પ્રારંભિક અવસ્થામાં અનંત જીવ પણ રહી શકે છે.(અનંત કાયના લક્ષણ માટે જુઓ સારાંશખંડ–૮, પરિશિષ્ટ વિભાગ પૃષ્ટ ૭૩-૭૪.) વૃક્ષોમાં જીવ સંખ્યા ઃ– અનંતકાયના લક્ષણોના અભાવમાં પ્રત્યેક વનસ્પતિકાય મૂળ કન્દ આદિ દસ વિભાગ યુક્ત સંપૂર્ણ વૃક્ષ અસંખ્યજીવવાળા કે સંખ્યાત જીવવાળા એમ બે પ્રકારના હોય છે તથા તેના મૂળ કન્દ યાવત્ બીજ પર્યંતનો વિભાગ અસંખ્યાત કે સંખ્યાત અથવા એક જીવી પણ હોય છે અને કોઈ વિભાગ નિર્જીવ પણ થઈ જાય છે. વૃક્ષનો મુખ્ય જીવ ઃ– – વૃક્ષનો મુખ્ય જીવ એક સ્વતંત્ર હોય છે. જેના આત્મ પ્રદેશ વૃક્ષના દસે વિભાગો સુધી રહે છે. આખા વૃક્ષની અવગાહના તેની અવગાહના કહેવાય છે. તે જીવનું આયુષ્ય સમાપ્ત થઈ જવા પર ‘પઉટ્ટપરિહાર’ ન હોય તો આખું વૃક્ષ ધીરે-ધીરે સુકાઈને ઠૂંઠું બની જાય છે. જો મુખ્ય જીવના મરણ પછી પટ્ટરિહાર થઈ જાય અર્થાત્ બીજો જીવ આવીને કે તે જ જીવ પુનઃ આવીને મુખ્ય જીવ પણે ઉત્પન્ન થઈ જાય તો વૃક્ષની સ્થિતિ નવા આવેલા જીવની ઉંમર સુધી રહે છે અને તે નવા આવેલ જીવની પર્યાપ્ત થતાં જ પૂર્ણ વૃક્ષની અવગાહના જેવડી અવગાહના થઈ જાય છે. વિભાગોના મુખ્ય જીવ ઃ- વૃક્ષના દસ વિભાગોમાં મુખ્ય જીવ અલગ-અલગ હોય છે. ‘પત્ર’ વિભાગમાં મુખ્ય જીવ એક જ હોય છે. શેષ ૯ વિભાગોમાં મુખ્ય જીવ એક કે અનેક કે અસંખ્ય પણ હોઈ શકે છે. વિભાગોના મુખ્ય જીવોના આશ્રયે રહેલા જીવો ઃ– આ બધા મુખ્ય જીવોના આશ્રયે અમુક લક્ષણ અવસ્થાઓમાં અનંત, અસંખ્ય કે સંખ્ય જીવ પણ રહી શકે છે. અર્થાત્ અનંતકાયના લક્ષણ હોય ત્યાં સુધી અનંત જીવો, પૂર્ણ કાચી અથવા Page #97 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત લીલી અવસ્થામાં રહે ત્યાં સુધી અસંખ્યાતા જીવો અને અર્ધ પક્વ અથવા પક્વ અવસ્થામાં સંખ્યાતા જીવ તથા અનેક જીવ અને પૂર્ણ પક્વ(પાકી) તથા શુષ્ક અવસ્થામાં અનેક કે એક જીવ હોય છે અને કોઈ વિભાગ સુકાઈ જતાં નિર્જીવ પણ થઈ જાય છે. જીવ સંખ્યા નિષ્કર્ષ – આ પ્રકારે અનેકાન્તદષ્ટિથી મૂળથી લઈને બીજ સુધીના બધા વિભાગ કોઈસ્થિતિમાં અનન્ત જીવ, અસંખ્યાત જીવ, સંખ્યાતા જીવ, અનેક જીવ, એક જીવ અને નિર્જીવ પણ હોઈ શકે છે. સ્થિતિઓ –વૃક્ષનાદસવિભાગોની ભિન્ન-ભિન્ન ઉત્કૃષ્ટસ્થિતિઓ પણ ભગવતી સૂત્ર શતક ૧૧ તથા શતક–૨૧, ૨૨, ૨૩ માં બતાવી છે. કોઈ પ્રકારનો વ્યાઘાત ન હોય તો તે તે સ્થિતિ પર્યત તેટલા વિભાગ જીવ યુક્ત અર્થાત્ સચિત્ત રહે છે તથા કોઈ વ્યાઘાત થવા પર, તેના પહેલા પણ તે અચિત થઈ શકે છે. તેની ઉત્કૃષ્ટ સ્થિતિ હોતી નથી. મધ્યમ સ્થિતિ હોય છે. વ્યાઘાત બે પ્રકારના છે જેમ કે– (૧) સ્વાભાવિક આયુષ્ય પુરું થવા પર (૨) શસ્ત્રથી છેદન-ભેદન થવા પર. બીજ અને ફળોની અવસ્થા :- વૃક્ષના મૂળથી લઈને પુષ્પ પર્યંતના આઠ વિભાગોનું સચિત અચિત્ત હોવાનો નિર્ણય પ્રાય: નિર્વિવાદ છે, અર્થાત તે વિભાગ સુકાઈ જતાં કે શસ્ત્ર પ્રયોગ થતાં અચિત્ત થાય છે અને જ્યાં સુધી ભીના હોય કે અગ્નિ આદિથી પૂર્ણ શસ્ત્ર પરિણત ન થાય ત્યાં સુધી સચિત્ત રહે છે. ફળ – વનસ્પતિનો નવમો વિભાગ ફળ છે, તે પણ સુકાઈ જવાથી કે અગ્નિ આદિથી શસ્ત્ર પરિણત થવાથી અચિત્ત થઈ જાય છે અને પુરું પાકુ ફળ તો બીજ અને ડીંટીયાથી અલગ થવાથી સ્વાભાવિક જ અચિત્ત છે, સુકાઈ જવાથી કે અગ્નિ પર શસ્ત્ર પરિણત થવાનો પ્રશ્ન જ નથી રહેતો. તો પણ આ ફળ વિભાગ બીજ કે બીજોથી સંબંધિત હોય છે તે કારણે પૂર્વના આઠવિભાગોની સમાન તેની નિર્વિવાદ અચિત્તતા સ્વતંત્ર નથી. એક બીજવાળા ફળ – કોઈફળમાં એક બીજ(ગોટલી) હોય છે. તે ફળની સાથે જ પૂર્ણ પાકી જાય છે અને સરલતાથી ફળથી અલગ પણ થઈ જાય છે. એવા પાકા ફળોની શેષ અંશની અચિત્તતા નિર્વિવાદ છે, તો પણ ફળનું ડીંટીયું સ્વસ્થ છે અર્થાત્ સડી નથી ગયું તો તે સચિત્ત છે, સાથે પાકા ફળોની છાલ પણ સચિત્ત અચિત્ત બંને અવસ્થામાં રહે છે. ૧. તાજા ચમકદાર અને સખત સ્પર્શવાળા સચિત્ત છે. ૨. ગળી જવાથી નરમ થઈ ગયું હોય, ચમક ઓછી થઈ ગઈ હોય અથવા મૂળ રંગમાં કંઈક કાળા ડાઘ કે પરિવર્તન આવ્યું હોય તો તે અચિત્ત. Page #98 -------------------------------------------------------------------------- ________________ છેદશાસ્ત્ર ઃ બૃહત્કલ્પ સૂત્ર પરિશિષ્ટ બહુ બીજવાળા ફળ :અથવા સેકંડો બીજ હોય છે. ૯૮ કોઈ ફળમાં ૪-૫, કોઈમાં ૮-૧૦ કોઈમાં ૫૦-૧૦૮ કોઈમાં ખસખસથી પણ નાના બીજ હોય છે અને કોઈમાં, ઘણા મોટા હોય છે. કોઈમાં કાળા, કોઈમાં કત્ચાઈ અને કોઈમાં પીળા રંગના બીજ હોય છે અને કોઈ સફેદ રંગના પણ દેખાય છે. એમાં જે બીજ કઠોરતા યુક્ત થઈ જાય છે, તેઓ પરિપક્વ અને એક જીવી હોય છે અને સહજ ફળના ગરથી અલગ થઈ જાય છે. જે કઠોર હોતા નથી અને જે સફેદ કોમળ નાના કે થોડા મોટા બીજ હોય છે, તે અપરિપક્વ અને સંખ્યાત તથ અસંખ્યાત જીવી હોય છે અને ફળના(માવા) ગરમાંથી સહજ નીકળતા નથી. કોઈ ફળોમાં બધા પરિપક્વ બીજ રહે છે અને કોઈફળોમાં પરિપક્વ અને અપરિપક્વ(સફેદ કે નરમ) બંને પ્રકારના બીજ રહે છે. એટલા માટે બીજ, છાલ ને ડીંટીયાના કારણે ફળની અચિત્તતા નિર્વિવાદ રહેતી નથી. બધી અપેક્ષાએ વિચારણા કરવાથી જ તેની અચિત્તતાનો નિર્ણય થાય છે. વનસ્પતિનો ઉત્પાદક જીવ ઃ— વૃક્ષની ઉત્પત્તિનું મૂળ કારણ હોવાથી અંતિમ દસમા વિભાગને બીજ કહેવાય છે. કોઈ-કોઈ વનસ્પતિની ઉત્પત્તિમાં બીજ સિવાય અન્ય વિભાગ પણ કારણ બને છે. તેથી તેઓને પણ આગમમાં માત્ર બીજ કહીને બીજ શબ્દની સાથે સૂચિત કર્યુ છે. જેમ કે– અગ્બીયા, મૂલબીયા પોરબીયા, મંદબીયા વનસ્પતિઓ વનસ્પતિના આ સ્થાન બીજ રૂપ નહિ હોવા છતાં પણ અર્થાત્ સ્કંદ, મૂળ પર્વ હોવા છતાં બીજનું કાર્ય(વૃક્ષ ઉત્પત્તિરૂપ કાર્ય) કરનારા છે. આ ચાર પ્રકારની વનસ્પતિઓના ફળ અને બીજ સ્વતંત્ર પણ હોઈ શકે છે. તથાપિ તેઓના અ વિભાગ બીજનું કાર્ય કરનારા હોવાથી બીજ રૂપ કહેવાય છે. એટલે કોઈ વૃક્ષ કલમ કરવાથી લાગે છે. તથાપિ બધી વનસ્પતિઓ પોતાના બીજથી તો ઊગે જ છે, એમાં કોઈ સંદેહ નથી. સાધારણપણે ઉગવાવાળો વિભાગ બીજ છે અને કોઈ-કોઈ વનસ્પતિ સ્કંદ પર્વ આદિથી ઉગે છે. સ્કંધ પર્વ આદિ તો સુકાઈ ગયા પછી ન ઉગે. તેથી તે ચિત્ત લીલી અવસ્થામાં જ ઉગે છે, પરંતુ બીજ વિભાગ પાકી ગયા પછી કે સુકાઈ ગય પછી જ ઉગે છે, લીલા હોય ત્યારે ઉગતાં નથી. - બીજોનો સચિત્ત રહેવાનો કાળ(ઉંમર) :– ઠાણાંગ સૂત્ર અને ભગવતી સૂત્રમ ધાન્યોની ઉંમર ૩ વર્ષ, દ્વિદલોની ૫ વર્ષ અને શેષ અન્ય બીજોની ૭ વર્ષની ઉત્કૃષ્ટ સ્થિતિ બતાવી છે. ત્રણ પ્રકારની સ્થિતિઓમાં સમસ્ત વનસ્પતિના બીજોનો Page #99 -------------------------------------------------------------------------- ________________ ૯ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત સમાવેશ થઈ જાય છે અર્થાત્ ૭ વર્ષથી અધિક કોઈપણ બીજ સજીવ રહેતા નથી. તેઓની આ સ્થિતિ વૃક્ષ પર તો બહુ અલ્પ વીતે છે. પરંતુ વૃક્ષથી અલગ થયા પછી અને સુકાયા પછી વધુ વીતે છે. આવી રીતે દસ વિભાગમાંથી આ બીજ વિભાગ જ એવો છે જે સુકાઈ જવા છતાં વર્ષો સુધી સચિત્ત રહે છે અને ઉગવાની શક્તિ ધારણ કરી રાખે છે. વિકસિત અને પરિપકવ અવસ્થા – ફળ અને બીજનો પહેલા પૂર્ણ વિકાસ થાય છે. પૂર્ણ વિકાસ પછી તેમાં પરિપક્વ અવસ્થા આવે છે. જ્યારે ફળની પૂર્ણવિકસિત અવસ્થા થઈ જાય છે ત્યારે બીજની પણ પૂર્ણ વિકસિત અવસ્થા થઈ જાય છે અને ફળના પરિપક્વ થવાની સાથે કોઈ બીજ પણ પરિપક્વ થવા લાગે છે. કેટલાક ફળો વૃક્ષ પર જ પરિપક્વ થયા પછી તોડવામાં આવે છે અને કોઈ ફળ પૂર્ણ પરિપક્વ થયા પહેલાં જ તોડીને બીજા પ્રયોગથી પૂર્ણ પરિપકવ બનાવાય છે. વૃક્ષ પર પૂર્ણ પરિપક્વ બનનારા ફળોના બીજમાં તો ઉગવાની યોગ્યતા બની જ જાય છે. પરંતુ અન્ય પ્રયોગથી પરિપકવ બનાવાએલા કેટલાક ફળોના બીજ પરિપક્વ બને છે અને કોઈ ફળોના બીજ પરિપક્વ બનતા નથી તથા અનેક બીજવાળા એક ફળમાં પણ કોઈ બીજ પરિપક્વ થાય છે, કોઈ બીજ પરિપક્વ થતા નથી. ઉત્પાદક(ઉગવાની) શક્તિ – વૃક્ષ પર કે પછી જે બીજ પૂર્ણ પરિપક્વ બનતું નથી, તેમાં પૂર્ણ વિકસિત અવસ્થા હોવા છતાં પણ ઉગવાની યોગ્યતા આવતી નથી. જે પૂર્ણ પરિપક્વ થઈ જાય છે તે જ ઉગી શકે છે. - ફળની પૂર્ણવિકસિત અવસ્થા થવા પર બીજની પણ પૂર્ણવિકસિત અવસ્થા થઈ જાય છે. તે લાંબી સ્થિતિ સુધી સચિત્ત રહી શકે છે, પરંતુ ઉગવાની યોગ્યતા તો પૂર્ણ પરિપકવ થવા પર જ થાય છે. તેથી કોઈ બીજમાં ઉગવાની યોગ્યતા રહે છે ને કોઈ બીજમાં રહેતી નથી. જેમાં ઉગવાની યોગ્યતા છે તે ૩-૫-૭ વર્ષની સ્થિતિ સમાપ્ત થવા પર અચિત્ત થઈ જવા છતાં પણ ઉગી શકે છે. તેથી ફળની પૂર્ણ વિકસિત અવસ્થાનું પૂર્ણ વિકસિત બીજ પોતાની સ્થિતિ પર્યત સચિત્ત રહી શકે છે અને ફળની પૂર્ણ પરિપક્વ અવસ્થાનું પૂર્ણ પરિપક્વ બીજ પોતાની સ્થિતિ પર્યત તથા તેના પછી તે અચિત્ત થઈ જવા પર પણ અખંડ રહે ત્યાં સુધી ઉગી શકે છે. - તેથી એમ સમજવું જોઈએ કે ઉગવાના લક્ષણ જુદા છે અને સચિત્ત હોવાના લક્ષણ જુદા છે. બંનેને કંઈક તો સંબંધ છે પણ અવિનાભાવ સંબંધ કરી શકાતો નથી. Page #100 -------------------------------------------------------------------------- ________________ છેદશાસ્ત્રઃ બૃહત્કલ્પ સૂત્ર પરિશિષ્ટ ૧૦૦ બીજ અને ફળનો ગર(માવા) સાથેનો સંબંધ – ફળમાં બીજ પૂર્ણ પરિપક્વ ન થયું હોય યા ફળ સ્વયં પૂર્ણ પરિપક્વ ન થયું હોય તો ફળનો માવો(ગર) પણ પૂર્ણ અચિત્ત કહી શકાતો નથી. ફળના પૂર્ણ પરિપક્વ થયા પછી તેના ડીંટીયામાં અને બીજમાં જીવ રહે છે. શેષ ગર(માવા) વિભાગ અચિત્ત થઈ જાય છે. જો ફળ માં બીજનો વિકાસ થયો ન હોય અથવા બીજ પૂરું પરિપક્વ થયું ન હોય તો તેનો ગર(માવો) સચિત્ત કે મિશ્ર હોય છે. શસ્ત્ર પરિણત થવા પર જ તે અચિત્ત થઈ શકે છે, તેની પહેલા તે અચિત્ત થતું નથી. ત્રણ યોનિ:- પન્નવણા સૂત્રના યોનિપદ ૯ માં વનસ્પતિની સચિત્ત, અચિત્ત મિશ્ર ત્રણ યોનિ બતાવી છે. તેથી પૂર્ણ અચિત્ત બીજ પણ ઉગી શકે છે. આ આગમ પ્રમાણથી પણ ઉગવાની અને સચિત્ત હોવાની સાથે અવિનાભાવ સંબંધ કરી શકાતો નથી. પરંતુ એ સ્પષ્ટ થાય છે કે વનસ્પતિ સચિત્ત અચિત્ત બીજોથી પણ ઉગી શકે છે અને સંમૂર્છાિમ અર્થાત્ બીજ વિના પણ ઉગે છે. વૃક્ષોના બે વિભાગ:- પન્નવણા પદપ્રથમમાં વૃક્ષોના બે વિભાગ કર્યા છે. જે તેઓના ફળની અપેક્ષાએથી કર્યા છે. જેમ કે એક બીજ(ગોટલી)વાળા અને અનેક બીજવાળા, પરંતુ ત્યાં ત્રીજો "અબીયા" ભેદકર્યો નથી. તેથી કોઈ પણ પૂર્ણવિકસિત ફળને અબીજ કહેવું ઉચિત નથી. બીજનું અસ્તિવઃ- કેળા, અંગુર(દ્રાક્ષ) આદિનો સમાવેશ બહુબીયામાં થાય છે. તેઓને પૂર્ણ વિકસિત અવસ્થામાં પણ બીજ રહિત માનવું તે યોગ્ય નથી. બીજ અથવા ફળને પૂર્ણ વિકસિત અવસ્થા પહેલા જ જો તોડી લેવામાં આવે તો એવા ફળનો અંદરનો ગર વિભાગ તો સચેત જ હોય છે અને પુરેપુરું શસ્ત્ર પરિણત થયા વગર અચેત થઈ શકતું નથી તથા તેમાં સુકાવા સુધી પણ બીજના અલગ રંગમાં અલગ અસ્તિત્વ હોતું નથી. ફળની વિકસિત અવસ્થામાં જ બીજનું અલગ સ્વતંત્ર અસ્તિત્વ, વર્ણ આદિની અપેક્ષા જુદું હોય છે. ભગવતી શતક–૭, ઉદ્દેશક-૩માં બતાવ્યું છે કે બીજ ફળથી પ્રતિબદ્ધ રહે છે. અર્થાત્ ફળની વચમાં બીજ હોય છે. તેથી કોઈ પણ પૂર્ણ વિકસિત ફળને બીજ રહિત માનવું યોગ્ય નથી. એ કહેવું ઉચિત હશે કે કોઈ પણ પૂર્ણ વિકસિત ફળ બીજ વિનાનું હોતું નથી. પ્રત્યેક વિકસિત ફળમાં બીજ હોય જ છે, ભલે ને તે સૂક્ષ્મ હોય કે સ્કૂલ, તેનું પોતાના ફળના ગરથી સ્વતંત્ર અસ્તિત્વ વર્ણ સ્પર્શની અપેક્ષાએ પણ હોય છે. - વર્ણ સ્પર્શની અપેક્ષા બીજની સ્વતંત્ર નહિ દેખાવાની અવસ્થા માનવી અને સાથે ફળને પણ પૂર્ણ પરિપક્વ માનવું, તેના સંપૂર્ણ ગરને અચિત્ત અવસ્થામાં માની લેવો ઇત્યાદિ મનઃ કલ્પિત અપ્રમાણિક ધારણાઓ છે, કારણ કે બીજ થયા વગરના ફળને પાકું ફળ કહી શકાતું નથી. આગમમાં પણ બીજ વિનાના ફળવાળા Page #101 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના ઃ જૈનાગમ નવનીત વૃક્ષોની ત્રીજી જાતિ કહી નથી, પરંતુ એક બીજ કે અનેક બીજવાળા એવા બે વિભાગ વૃક્ષોના બતાવ્યા છે. ૧૦૧ કુંભી પક્વ ફળ અચિત્ત નથી :- આચારાંગ શ્રુ. ૨ અ. ૧ ઉ.૮ માં કુંભી પક્વ ફળોને સચિત્ત તથા અશસ્ત્ર પરિણત કહેલ છે. ટીકાકાર શ્રી શીલાંકાચાર્યે બતાવ્યું છે કે ખાડા આદિમાં અગ્નિના તાપ કે ધૂમ્રથી અડધા પાકેલા ફળોને પૂર્ણ પક્વ બનાવાય છે. આ વિધિથી પરિપક્વ બનાવેલા ફળ શસ્ત્ર પરિણત થતાં નથી પરંતુ સચિત્ત અને અગ્રાહ્ય રહે છે. એટલે નિષેધ કર્યો છે. આટલું સ્પષ્ટીકરણ આચારાંગના આ મૂળપાઠ અને ટીકામાં સ્પષ્ટ હોવા છતાં પણ આગમ બાહ્ય અનુભવ અને બહુમતથી ધૂમાડો કે અગ્નિના દૂરથી પહોંચેલા સાધારણ તાપથી કેળા આદિ ફળોને અચિત્ત માનવાની પરંપરા સહી નથી પરંતુ આગમ વિપરીત પરંપરા અને પ્રરૂપણા છે. આચા. શ્રુત. ૨ અ. ૧ ઉ. ૧માં સાક્ષાત્ ચૂલા આદિથી સેકાતા પદાર્થ(જે અગ્નિ પર જ રાખીને સેકવામાં આવે છે) સિટ્ટા, ફલિયા આદિને સેકવાથી પણ અચિત્ત ન થવાનો વિકલ્પ આપ્યો છે અર્થાત્ સચિત્ત રહી શકે છે, એવું કહ્યું છે અને એ પણ બતાવ્યું છે કે તેને ઘણીવાર સુધી અથવા વારંવાર અગ્નિ પર સેકાયુ હોય તો અચિત્ત થઈ શકે છે. આ આગમ પાઠના ચિંતનથી એ સહજ સમજી શકાય છે કે અગ્નિને બહુ દૂર રાખીને તાપ કે ધૂમાડો દેવા માત્રથી ફળનું શસ્ત્ર પરિણત થઈને અચિત્ત થઈ જવું, આ માન્યતા આગમ સમ્મત નથી પરંતુ સ્પષ્ટપણે આગમ વિરૂદ્ધ છે. આગમની શાખ ઃ ૧. સચિત્ત, અચિત્ત અને મિશ્ર ત્રણે પદાર્થોથી કે બીજોથી વનસ્પતિ ઉગી શકે છે, પન્નવણા સૂત્ર પદ ૯. ૨. એક ગોટલી યુક્ત ફળવાળા અને અનેક બીજ યુક્ત ફળવાળા એવા બે વિભાગ જ સમસ્ત વૃક્ષો(વનસ્પતિઓ)ના કરેલ છે, ત્રીજો વિભાગ ‘બીજ વિનાના ફળવાળા’ એવો ભેદ કર્યો નથી.- પન્નવણા સૂત્ર પદ–૧. ૩. કુંભી પક્વ ફળોને સચિત્ત અને અશસ્ત્ર પરિણત રહેલા બતાવ્યા છે અને તેઓને ભિક્ષુને માટે અગ્રાહ્ય કહેલ છે. આચા. શ્રુત–ર અ. ૧ ઉ. ૮ ૪. અગ્નિ પર રાખેલ સાધારણ ભૂંજેલા મકાઈના ડોડા વગેરે પદાર્થો પણ શસ્ત્ર પરિણત થતા નથી, તેથી તેને પણ અગ્રાહ્ય કહ્યા છે. ત્યારે કોઈ સચિત્ત પદાર્થને માત્ર વરાળથી અચિત્ત અને ગ્રાહ્ય બનેલા માનવા ઉચિત નથી.- આચા. હ્યુ.ર અ. ૧ ઉ. ૧. ૫. બીજ ફળની મધ્યમાં હોય છે અર્થાત્ ફળના ગરથી વેષ્ટિત રહે છે તેથી Page #102 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ છેદશાસ્ત્રઃ બૃહત્કલ્પ સૂત્ર પરિશિષ્ટ ૧૦૨ કોઈપણ પક્વ ફળ બીજ વિનાનું હોતું નથી– ભગવતી સૂત્ર શ. ૭ ઉ.૩. સાર:૧. પરિપકવ ફળ બીજ વિનાના હોતા નથી. ૨. કાચા ફળ બીજ રહિત હોય તો તે ફળ સ્વયં સચિત્ત હોય છે. ૩. બીજ વિનાના ફળની ત્રીજી જાતિ માનવી આગમ વિપરીત છે કારણ કે એક ગોટલીવાળા અને અનેક બીજવાળા ફળ; આ બે જ જાતિ છે. ૪. વનસ્પતિની ત્રણ યોનિ હોય છે અર્થાત્ ઉગનારા પદાર્થ સચિત્ત, અચિત્ત તથા મિશ્ર ત્રણ પ્રકારના હોય છે. ૫. અપરિપક્વ બીજ ઉગતા નથી તો પણ સચિત્ત તો છે જ. . વનસ્પતિના દસ વિભાગમાં ઉગનારા વિભાગ થોડા છે, પરંતુ સચિત્ત તો બધા જ છે. ઇતિ શુભમુ. B | પરિશિષ્ટ-રઃ ફ્લેશ ઉત્પત્તિ અને તેની ઉપશાંતિ | ક્લ [ઉદ્દેશક–૧ઃ સૂત્ર-૩૪] જો કે સાધુ આત્મસાધનાને માટે સંયમ સ્વીકાર કરી પ્રતિક્ષણ સ્વાધ્યાય, ધ્યાન આદિ સંયમ ક્રિયાઓમાં અપ્રમત ભાવથી વિચરણ કરે છે તથાપિ શરીર, આહાર, શિષ્ય, ગુરુ, વસ્ત્ર, પાત્ર આદિ કષાયનાનિમિત્ત બની જાય છે કારણ કેઃ ૧. પ્રત્યેક વ્યક્તિનો સ્વભાવ, ક્ષયપક્ષમ, વિવેક ભિન્ન-ભિન્ન હોય છે. ૨. ક્રોધ-માન આદિ કષાયોની ઉપશાંતિ પણ બધાની અલગ-અલગ હોય છે. ૩. પરિગ્રહત્યાગી હોવાછતાં દ્રવ્યો અને ક્ષેત્રોના પ્રત્યે અમમત્વભાવમાં ભિન્નતા રહે છે. ૪. વિનય, સરલતા, ક્ષમા, શાંતિ આદિ ગુણોના વિકાસમાં બધાને એક સમાન સફળતા મળતી નથી. ૫. અનુશાસન કરવામાં અને અનુશાસન પાળવામાં પણ બધાની શાંતિ બરાબર રહેતી નથી. ૬. ભાષા પ્રયોગનો વિવેક પણ પ્રત્યેકનો ભિન્ન-ભિન્ન હોય છે. ઇત્યાદિ કારણોથી સાધનાની અપૂર્ણ અવસ્થામાં પ્રમાદવશ ઉદયભાવથી ભિક્ષુઓ-ભિક્ષુઓ વચ્ચે પરસ્પર કયારેક પણ કષાય કે કલેશ ઉત્પન્ન થઈ જાય છે. ભાષ્યકારે કલહ ઉત્પત્તિના નિમિત્ત કારણ આ પ્રમાણે બતાવ્યા છે. (૧) શિષ્યોને માટે (૨) ઉપકરણોને માટે (૩) કટુ વચનના ઉચ્ચારણથી (૪) ભૂલ સુધારવાની પ્રેરણા કરવાના નિમિત્તથી (૫) પરસ્પર સંયમ નિરપેક્ષ ચર્ચા વાર્તા Page #103 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત અને વિકથાઓના નિમિત્તથી (૬) શ્રદ્ધા સમ્પન્ન વિશિષ્ટ સ્થાપના ફુલોમાં ગોચરી કરવા કે નહિ કરવાના નિમિત્તથી. ૧૦૩ ક્લેશ ઉત્પન્ન થયા પછી પણ સંયમશીલ મુનિના સંજવલન કષાયને કારણે અશાંત અવસ્થા અધિક સમય રહેતી નથી. તે સાવધાન થઈને આલોચના પ્રાયશ્ચિત્ત કરીને શુદ્ધ થઈ જાય છે. પરંતુ પ્રસ્તુત સૂત્રમાં એક વિશિષ્ટ સંભાવના બતાવીને, તેનું સમાધાન કર્યું છે કે ક્યારેક કોઈ સાધુ તીવ્ર કષાયોદયમાં આવીને સ્વેચ્છાવશ ઉપશાંત થવા ન ઇચ્છે ત્યારે બીજા ઉપશાંત થનારા સાધુએ તે વિચારવું જોઈએ કે ક્ષમાપના, શાંતિ, ઉપશાંતિ આદિ આત્મનિર્ભર છે, પરવશ નથી. જો યોગ્ય ઉપાય કરવા છતાં પણ બીજો શાંત ન થાય અને વ્યવહારમાં શાંતિ પણ ન લાવે તો તેના કોઈપણ પ્રકારના વ્યવહારથી ફરીથી અશાંતિ ન થવી જોઈએ. સ્વયં પૂર્ણ ઉપશાંત અને કષાય રહિત થઈ જવાથી સ્વયંની આરાધના થઈ શકે છે અને બીજા અનુપશાન્ત રહેવાથી તેની જ વિરાધના થાય છે, બંનેની નહિ, તેથી સાધુને માટે એ જિનાજ્ઞા છે કે સાધક સ્વયં પૂર્ણ ઉપશાંત થઈ જાય. આ વિષયમાં પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે કે જો અન્ય સાધુ ઉપશાંત ન થાય અને ઉક્ત વ્યવહાર પણ શુદ્ધ ન કરે તો એકલાને ઉપશાંત થવું શું જરૂરી છે ? તેના ઉત્તરમાં સમજાવ્યું છે કે ‘કષાયોની ઉપશાંતિ કરવી’ એ સંયમનું મુખ્ય લક્ષણ છે. તેનાથી વીતરાગ ભાવની પ્રાપ્તિ થાય છે. પ્રત્યેક સ્થિતિમાં શાંત રહેવું એ જ સંયમ ધારણ કરવાનો અને પાલન કરવાનો સાર છે. તેથી પોતાના સંયમની આરાધના માટે, સ્વયં સર્વથા ઉપશાંત થઈ જવું અત્યંત આવશ્યક સમજવું. પરિશિષ્ટ-૩ : શૌચ અને સ્વાધ્યાયાર્થે રાત્રિમાં ગમનાગમન વિધિ : [ઉદ્દેશક-૧ સૂત્ર–૪૬-૪૭] : મલમૂત્ર ત્યાગવાના સ્થાનને ‘વિચાર-ભૂમિ' કહેવાય છે અને સ્વાધ્યાયના સ્થાનને ‘વિહાર-ભૂમિ’ કહેવાય છે. રાત્રિના સમયમાં કે સંધ્યાકાળમાં જો કોઈ સાધુને મલમૂત્ર વિસર્જન માટે જવાનું જરૂરી હોય તો તેને પોતાના સ્થાનથી બહાર(વિચાર-ભૂમિમાં) એકલા જવું ન જોઈએ. એવી રીતે ઉક્તકાલમાં જો સ્વાધ્યાયાર્થે વિહારભૂમિમાં જવું હોય તો ઉપાશ્રયની બહાર એકલા ન જવું જોઈએ. એક કે બે સાધુને સાથે લઈને જઈ શકાય છે. ઉપાશ્રયનો અંદરનો ભાગ તથા ઉપાશ્રયની બહાર સો હાથનું ક્ષેત્ર ઉપાશ્રયની સીમામાં ગણ્યું છે, તેનાથી દૂર જવાની અપેક્ષાથી સૂત્રમાં ‘બહિયા’ શબ્દનો પ્રયોગ કર્યો છે અથવા ગામની બહાર એવો અર્થ પણ ‘બહિયા’ શબ્દનો થાય છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ છેદશાસ્ત્ર ઃ બૃહત્કલ્પ સૂત્ર પરિશિષ્ટ સ્વાધ્યાયને માટે કે મલ વિસર્જન માટે દૂર જઈને પુનઃ આવવામાં સમય અધિક લાગે છે. આ કારણથી એકલા જવામાં અનેક આપત્તિઓ અને આશંકાઓની સંભાવના રહે છે. જેમ કે– (૧) પ્રબલ મોહના ઉદયથી કે સ્ત્રી ઉપસર્ગથી પરાજિત થઈને એકલો સાધુ બ્રહ્મચર્ય ખંડિત કરી શકે છે. (૨) સર્પ આદિ જાનવરના કરડવાથી મૂર્છા આવવાથી કે કોઈ ટક્કર લાગવાથી પડી શકે છે. (૩) ચોર, ગ્રામ રક્ષક આદિ પકડી શકે છે અને મારપીટ કરી શકે છે. (૪) સ્વયં પણ કયાંક ભાગી શકે છે. (૫) અથવા આયુ સમાપ્ત થઈ જાય તો તેના મરવાની ઘણા સમય સુધી કોઈને જાણકારી થતી નથી. ઇત્યાદિ કારણોથી રાત્રિમાં એકલા સાધુએ મલ ત્યાગ માટે અને સ્વાધ્યાય કરવા માટે ઉપાશ્રયની સીમાની બહાર ન જવું જોઈએ. ઉપાશ્રયની સીમામાં જવાથી ઉક્ત દોષોની સંભાવના પ્રાયઃ રહેતી નથી. કારણ કે ત્યાં તો અન્ય સાધુઓનું આવવા જવાનું રહ્યા કરે છે અને કોઈ અવાજ થાય તો સાંભળી પણ શકાય છે. ૧૦૪ સાધુઓની સંખ્યા વધુ હોય અને મકાન નાનું હોય અથવા ઉપાશ્રયમાં અસ્વાધ્યાયનું કોઈ કારણ થઈ જાય તો રાત્રિમાં સ્વાધ્યાય માટે અન્યત્ર ગમનાગમન કરી શકાય છે, અન્યથા રાત્રિમાં ઈર્યાનો કાલ ન હોવાથી ગમનાગમન કરવાનો નિષેધ જ છે. ઉપાશ્રયની યાચના કરતી વખતે પણ તે મલ મૂત્ર ત્યાગવાની ભૂમિથી સમ્પન્ન હોય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, એવું વિધાન આચા. શ્રુ. ૨ અ.ર ઉ.૨માં તથા દશવૈ. અ. ૮ ગાથા–પર માં છે. મલ મૂત્ર આદિ શરીરના સ્વાભાવિક વેગોને રોકી શકાતા નથી એટલે રાત્રિમાં પણ આવશ્યક હોય ત્યારે કોઈ સાધુને બહાર જવું પડે છે. ભાષ્યકારે બતાવ્યું છે કે જો સાધુ ભયભીત થનારા ન હોય અને ઉપયુકેત દોષોની સંભાવના ન હોય તો સાથેના સાધુઓને સૂચિત કરીને સાવધાની રાખતો એકલા પણ જઈ શકે છે. બે સાધુ છે, એક બીમાર છે અથવા ત્રણ સાધુ છે, એક બીમાર છે, એકને તેની સેવામાં બેસવું જરૂરી છે તો તેને સૂચિત કરીને સાવધાની રાખીને એકલા પણ જઈ શકાય છે. અનેક કારણોથી અથવા અભિગ્રહ, પડિમા આદિ ધારણ કરવાથી એકલા વિચરવાવાળા સાધુ પણ કયારેક રાત્રિમાં બહાર જવું પડે તો સાવધાની રાખીને જઈ શકે છે. ઉત્સર્ગવિધિથી સૂત્રમાં કહ્યા અનુસાર એક કે બે સાધુઓને સાથે લઈને જ જવું જોઈએ. એકથી પણ અધિક સાધુઓને સાથે લઈ જવાનું કારણ એ છે કે કયાંક-કયાંક અત્યધિક ભયજનક સ્થાન હોય છે. સાધ્વીને તો દિવસે પણ ગોચરી આદિ કયાંય પણ એકલા જવાનો નિષેધ જ છે. અતઃરાત્રિમાં તો તેનું ધ્યાન રાખવું વધુ આવશ્યક છે. બે થી અધિક સાધ્વીજીઓને જવાનું અર્થાત્ ત્રણ કે ચારને જવાનું કારણ માત્ર ભયજનક સ્થિતિ Page #105 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના ઃ જેનાગમ નવનીત કે ભયભીત હોવાની પ્રકૃતિ જ સમજવી જોઈએ. શેષ વિવેચન સાધુ સંબંધી વિવેચનની સમાન જ સમજવું જોઈએ. પરંતુ સાધ્વીજીઓને કોઈ પણ પ્રકારના અપવાદમાં પણ એકલા જવાનું ઉચિત નથી અને કોઈ વિશેષ પરિસ્થિતિ હોય તો શ્રાવિકાને સાથે લઈને જવું શ્રેયસ્કર રહે છે. અન્ય કોઈ વિશેષ પરિસ્થિતિમાં સાધુ-સાધ્વી ઉચ્ચાર માત્રકમાં મલ વિસર્જન કરી પ્રાતઃ કાલે પરઠી પણ શકે છે અને તેનું યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત કરી શકે છે. પરિશિષ્ટ-૪ઃ આખી રાત પાણી અને અગ્નિ રહેવાવાળા સ્થાન [ઉદ્દેશક–૨: સૂત્ર-૭] જે મકાનમાં આખી રાત કે રાતદિવસ અગ્નિ બળતી રહે છે, તે(કુંભાર શાળા કે લુહારશાળા) સ્થાનમાં સાધુને રહેવું કલ્પતું નથી. જો રહેવાના સ્થાનમાં અને ગમનાગમનના માર્ગમાં અગ્નિ જલતી ન હોય પરંતુ અન્યત્ર કયાંય પણ (વિભાગમાં) જલતી હોય, તો રહેવું કહ્યું છે. એવી રીતે સંપૂર્ણ રાત્રિ કે દિવસ-રાત્રિ જયદીપક જલે છે તે સ્થાન પણ અકલ્પનીય છે. અગ્નિ કે દીપકયુક્ત સ્થાનમાં રહેવાથી દોષઃ- (૧) અગ્નિ કે દીપકની પાસે ગમનાગમન કરવાથી અગ્નિકાયના જીવોની વિરાધના થાય છે. (ર) હવાથી કોઈ ઉપકરણ પડીને બળી શકે છે. (૩) દીપકને કારણે આવનારા ત્રસ જીવોની વિરાધના થાય છે. (૪) ઠંડી નિવારણ કરવા માટેનો સંકલ્પ ઉત્પન્ન થઈ શકે છે. આચા. શ્રુ.૨ અ. ૨ ૧.૩મા પણ અગ્નિયુક્ત સ્થાનમાં રહેવાનો નિષેધ છે અને નિશીથ ઉ. ૧૬ માં, એના પ્રાયશ્ચિત્તનું વિધાન છે, એને પણ સર્વ રાત્રિની અપેક્ષાએ સમજવું. આ આગમ સ્થળોમાં અલ્પકાલીન અગ્નિ કે દીપકનો નિષેધ કર્યો નથી. કારણ કે આ સૂત્રના પ્રથમ ઉદ્દેશકમાં પુરુષ સાગારિક ઉપાશ્રયમાં સાધુને અને સ્ત્રી સાગારિક ઉપાશ્રયમાં સાધ્વીને રહેવાનું વિધાન છે, જ્યાં અગ્નિ કે દીપક જલવાની સંભાવના પણ રહે છે. તેથી આ સૂત્રોથી સંપૂર્ણ રાત્રિ અગ્નિ જલવાના સ્થાનોનો જ નિષેધ સમજવો જોઈએ. અન્યવિવેચન પૂર્વ સૂત્રની સમાન સમજવું જોઈએ. જે સ્થાનોમાં પુરુષ કે સ્ત્રી કોઈ પણ સ્વપક્ષનો નિવાસ હોય ત્યાં અગ્નિ અને પાણી તો રહે જ છે, કારણ કે તેઓ પીવા માટે પાણી રાખશે અને અન્ય કાર્ય માટે સમય પર અગ્નિ અને દીપક જલાવે, તે સ્વાભાવિક છે. તેઓને પીવાનું પાણી અલગ વિભાગમાં રહે છે અને તેઓના દીપક અને અગ્નિ પણ અલગ વિભાગમાં રહે છે, અથવા અલ્પકાલીન હોય છે, સંપૂર્ણ દિવસ રાત જલનારા નહિ હોય. Page #106 -------------------------------------------------------------------------- ________________ છેદશાસ્ત્રઃ બૃહત્કલ્પ સૂત્ર પરિશિષ્ટ ૧૦૬ ભાષ્યકારે અગ્નિ અને દીપક સંબંધી થનારા જે દોષ બતાવ્યા છે, તે વધારે ખુલ્લા દીપકમાં ઘટિત થાય છે તથાપિ વર્તમાનની વિજળીમાં પણ કંઈક ઘટિત થાય છે, અર્થાત્ ત્રસ જીવોની વિરાધના અને પ્રકાશનો ઉપયોગ લેવાના પરિણામ કે પ્રવૃત્તિ થવી તેમાં પણ સંભવ છે. નિષ્કર્ષ આ જ છે કે ગૃહસ્થની નિશ્રાવાળા અલગ વિભાગમાં પાણી રહે કે અલ્પ સમય માટે કયાંય પણ અગ્નિદીપક જલે તો સાધુને રહેવામાં બાધા નથી, પરંતુ રાત આખી અગ્નિ કે દીપક સળગે અને સાધુની નેશ્રાવાળા વિભાગમાં દિવસ રાત પાણી રહે તો ત્યાં ન રહેવું જોઈએ; અન્ય સ્થાનના અભાવમાં એક બે રાત્રિ રહી શકે છે. સાધુ રહ્યા પછી ગૃહસ્થોને માટે અલ્પ સમય માટે પાણી કેદીપકની વ્યવસ્થા કરવામાં આવે તો તેની કોઈ બાધા સમજવી નહિ. પાણીના નિષેધ વિષે સૂત્રમાં અચિત્ત જલનું જ કથન છે. તથાપિ સચિત્ત જલની વિરાધના થવાનો સંભવ હોય તો ત્યાં પણ ન રહેવું જોઈએ. સેલની ઘડિયાળ ઉપાશ્રયમાં રાખી હોય તો તેનો આ સૂત્રોથી કોઈ પણ સંબંધ નથી. અર્થાત્ એવી ઘડિયાળ યુક્ત ઉપાશ્રયમાં રહેવામાં કોઈ બાધા નથી. કારણ કે ઉપર કહેલા કોઈ પણ દોષ કે વિરાધના થવાની સ્થિતિ તેમાં નથી. પરિશિષ્ટ-પઃ એટલા દિવસનું પ્રાયશ્ચિત્ત, આ કથન મિથ્યા છે || [ઉદ્દેશક–૨: સૂત્ર-૪] કોઈ પણ સૂત્ર કથિત મર્યાદાના ઉલ્લંઘન માટે સૂત્રોમાં જ્યાં પ્રાયશ્ચિત્તનું કથન છે ત્યાં એક વચનની અપેક્ષાએ સંતરા છ વ પરિહારે વા આ વાક્યનો પ્રયોગ છે અને બહુવચન માટે સબૅહિં કિં તપત્તિ છે વા પરિહારે વા આ વાક્યનો પ્રયોગ છે. બહુવચનનો ઉક્ત પ્રયોગ વ્યવહાર સૂત્રમાં પાંચ વાર થયો છે અને એક વચનનો ઉક્ત પ્રયોગ બૃહકલ્પ અને વ્યવહાર સૂત્રમાં અનેકવાર થયો છે. આ બધા સ્થળોએ ટીકાકારે એક જ પ્રકારનો અર્થ કર્યો છે, તેનો ભાવાર્થ આ છે કે૧. એકવચન : - તે સંયમીને પોતે કરેલી મર્યાદા ઉલ્લંઘનનું પાંચ અહો રાત્રિ આદિ છેદકે લઘુમાસિક આદિતપનું પ્રાયશ્ચિત્ત આવે છે અર્થાત્ મર્યાદા ઉલ્લંઘનની વિચાર પરિણતિ છેદ પ્રાયશ્ચિત્ત યોગ્ય હોય તો છેદનું અને તપ પ્રાયશ્ચિત્ત યોગ્ય હોય તો તપનું પ્રાયશ્ચિત્ત આવે છે. એકાંત છેદનો આગ્રહ સૂત્રમાં નથી. ૨. બહુવચન:- તે બધાને પોતાની મર્યાદા ઉલ્લંઘનના નિમિત્તે યથાયોગ્ય છે કે Page #107 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત તપનું પ્રાયશ્ચિત્ત આવે છે, અહીં પણ છેદનો આગ્રહ નથી. છેદ સૂત્રોની વ્યાખ્યાઓમાં જયાં પણ છેદ પ્રાયશ્ચિત્તનું સ્પષ્ટીકરણ કર્યું છે ત્યાં જઘન્ય ૫ દિવસનું કથન કરીને ફરી પાંચ-પાંચ દિવસ ક્રમશઃ વધારવાનું કથન કર્યું છે. ઉત્કૃષ્ટ છ માસનો છેદ કહ્યો છે, તેની આગળ છેદ પ્રાયશ્ચિત્ત નથી, એવું કથન કર્યું છે. ઉત્કૃષ્ટ છેદ છ માસનો ત્રણવાર આપ્યા પછી તે દોષ માટે નવી દીક્ષાનું(મૂળ) પ્રાયશ્ચિત્ત અપાય છે. સ્પષ્ટ અને એક મતથી પ્રાચીન વ્યાખ્યાઓ ઉપલબ્ધ હોવા છતાં પણ કોઈ ભ્રમ વિશેષથી અને ગતાનુગતિ વૃત્તિથી એવી પરંપરા ચાલી રહીછે. કે તે સંતરા છેદ્ વા પરિહારે વા વાક્ય હોવાથી એટલા જ દિવસનું છેદ પ્રાયશ્ચિત્ત દેવું જોઈએ પરંતુ એવી પ્રરૂપણા અને પ્રવૃત્તિ પૂર્ણતઃ નિરાધાર અને આગમ વિપરીત છે. એવી વ્યાખ્યા ટીકાકારે કે અન્ય પ્રાચીન વ્યાખ્યાકારોએ કયાંય પણ કરી નથી. તેથી એવી વ્યાખ્યા કરવી અને છ માસથી અધિક વર્ષ બે વર્ષનું પણ છેદ પ્રાયશ્ચિત્ત આપી દેવું અને ન્યૂનતમ પ્રાયશ્ચિત્ત પણ તેટલા જ દિવસનું છેદ પ્રાયશ્ચિત્ત દેવું, સર્વથા અનુચિત અને મન કલ્પિત દુરાગ્રહ માત્ર છે. પારિહારિક ભિક્ષુની પાસે બેસી જવા પર કે જ્ઞાતકુલમાં ગોચરી ચાલ્યા જવા પર અથવા આચાર્ય, ઉપાધ્યાય કે પ્રવૃત્તિની સંબંધી પદ વ્યવસ્થામાં બરાબર સહયોગ ન દેવા પર તે શ્રમણોને ‘એટલા જ દિવસનું પ્રાયશ્ચિત્ત' એવો અર્થ કરવો અસંગત અને નિરર્થક સિદ્ધ થાય છે. કારણ કે ત્યાં દિવસોનો કોઈ પ્રશ્ન જ નથી. તેથી કોઈ પણ મર્યાદા ઉલ્લંઘનના પ્રાયશ્ચિત્ત વિધાન માટે પ્રયુક્ત (સે સંતરા એટ્ વા પરિહારે વા) વાક્યથી યથાયોગ્ય પાંચ દિવસ દશ દિવસ આદિનો છેદ કે લઘુ માસ, ગુરુમાસ આદિ તપનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે, એમ સંગત અર્થ સમજવો જોઈએ. તાત્પર્ય એ છે કે ભ્રમિત અને નિરાધાર અર્થ પ્રરૂપણાને છોડીને સત્ય અને સર્વ વ્યાખ્યાકાર સમ્મત અને આગમ સમ્મત અર્થનો સ્વીકાર કરવો જોઈએ. ઉદ્દેશક–૨ સૂત્ર–૪ નો ટીકાંશ આ પ્રકારે છે– “R” તસ્ય સંયતસ્ય સ્વાંતરાત્ स्वस्वकृतं यदन्तरं त्रिरात्रचतुः रात्रादि काल अवस्थानरूपं, तस्मात् 'छेदो वा' पंच रात्रि दिवादि:, 'परिहारो वा' मासलघुकादितपो विशेषो भवति इति सूत्रार्थः । ટીકામાં ક્યાંક સંક્ષિપ્ત, કયાંક વિસ્તૃત તેજ ભાવાર્થવાળી વ્યાખ્યા સર્વત્ર કરી છે. પરંતુ ‘એટલા જ દિવસનું પ્રાયશ્ચિત્ત' એવી વ્યાખ્યા કયાંય પણ કરી નથી. ટબ્બાની રચના પછી જ આવા અર્થની પરંપરા પડી ગઈ છે. જે પ્રાચીન પ્રમાણોના અભાવમાં ભ્રમમૂલક જ સિદ્ધ થાય છે. Page #108 -------------------------------------------------------------------------- ________________ છેદશાસ્ત્ર: બૃહત્કલ્પ સૂત્ર પરિશિષ્ટ ૧૦૮ કે | પરિશિષ્ટ-: દસ કલ્પ અને તેના વિકલ્પો [. [ઉદ્દેશક-૪ઃ સૂત્ર–૧૯] જે સાધુ અચલકલ્પ આદિ દસ પ્રકારના કલ્પમાં સ્થિત થાય છે અને પંચયામ રૂપ ધર્મનું પાલન કરે છે એવા પ્રથમ અને અંતિમ તીર્થકરના સાધુઓને કલ્પસ્થિત કહે છે. જે અચલકલ્પ આદિ દસ પ્રકારના કલ્પમાં સ્થિત નથી પરંતુ અમુક જ કલ્પોમાં સ્થિત છે અને ચાત્યામ રૂપ ધર્મનું પાલન કરે છે એવા મધ્યવર્તી બાવીશ તીર્થકરોના સાધુ અકલ્પસ્થિત કહેવાય છે. જે આહાર ગૃહસ્થોએ કલ્પસ્થિત સાધુઓને માટે બનાવ્યો છે, તેને તેઓ ગ્રહણ કરી શકતા નથી. પરંતુ અકલ્પસ્થિત સાધુ ગ્રહણ કરી શકે છે. તેમજ જે આહાર અકલ્પસ્થિત સાધુઓ માટે બનાવ્યો હોય તેને અન્ય અકલ્પસ્થિત સાધુ ગ્રહણ કરી શકે છે અને બધા કલ્પસ્થિત સાધુ ગ્રહણ કરી શકતા નથી. દસ કલ્પ(સાધુના આચાર) આ પ્રકારે છે૧. અચલકલ્પ- અમર્યાદિત વસ્ત્ર ન રાખવા પરંતુ મર્યાદિત વસ્ત્ર રાખવા. રંગીન વસ્ત્ર ન રાખવા પરંતુ સ્વાભાવિક રંગના અર્થાત્ સફેદ રંગના વસ્ત્ર રાખવા. મૂલ્યવાન ચમકતા વસ્ત્ર ન રાખવા પરંતુ અલ્પ મૂલ્યના સામાન્ય વસ્ત્ર રાખવા. ૨. ઔદેશિકકલ્પ- અન્ય કોઈ પણ સાધર્મિક કે સાંભોગિક સાધુઓના ઉદેશ્યથી બનાવેલા આહાર આદિ દેશિક દોષવાળા હોય છે. એવો આહાર ગ્રહણ ન કરવો. ૩. શય્યાતરપિંડ કલ્પ– શય્યાદાતા(મકાન માલિક)ના આહારાદિ ગ્રહણ ન કરવા. ૪. રાજપિંડ કલ્પ- મુર્ધાભિષિકત, રાજાઓના આહારાદિ ન લેવા. ૫. કૃતિકર્મ કલ્પ– રત્નાધિકને વંદન આદિ વિનય વ્યવહાર કરવો. ૬. વ્રત કલ્પ– પાંચ મહાવ્રતોનું પાલન કરવું અથવા ચાર યામનું પાલન કરવું, ચાર યામમાં ચોથા અને પાંચમા મહાવ્રતનું સમ્મિલિત નામ (વહિલા) છે. ૭. જયેષ્ઠ કલ્પ– જેની વડી દીક્ષા(ઉપસ્થાપના) પહેલા થઈ હોય છે, તે જ્યેષ્ઠ કહેવાય છે. તેઓને જ્યેષ્ઠ માનીને સર્વવ્યવહાર કરવો તે જ્યેષ્ઠ કલ્પ કહેવાય છે. સાધ્વીઓને માટે બધા સાધુ જ્યેષ્ઠ હોય છે, તેથી તેઓને જ્યેષ્ઠ માનીને વ્યવહાર કરવો, તે પુરુષ યેઠ કલ્પ કહેવાય છે. ૮. પ્રતિક્રમણ કલ્પ– નિત્ય નિયમિત રૂપથી દેવસિક અને રાત્રિક પ્રતિક્રમણ કરવું. Page #109 -------------------------------------------------------------------------- ________________ -૧૦૯ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત ૯. માસ ક૫– હેમંત અને ગ્રીષ્મ ઋતુમાં વિચરણ કરતા થકા કોઈ પણ ગ્રામાદિમાં એક માસથી અધિક ન રહેવું તથા એક માસ રહ્યા પછી બે માસ સુધી ફરીથી ત્યાં આવીને ન રહેવું, સાધ્વીને માટે એક માસના સ્થાન પર બે માસનો કલ્પ સમજવો. ૧૦. ચાતુર્માસ કલ્પ– વર્ષા ઋતુમાં ચાર માસ સુધી એક જ પ્રામાદિમાં સ્થિત રહેવું વિહાર ન કરવો. ચાતુર્માસ પછી તે ગામમાં ન રહેવું અને આઠ માસ(અને પછી ચાતુર્માસ આવી જવાથી બાર માસ) સુધી ફરીથી ત્યાં આવીને ન રહેવું. આ દસ કલ્પનું પ્રથમ અને અંતિમ તીર્થકરના સાધુ-સાધ્વીઓએ પાલન કરવું આવશ્યક હોય છે. મધ્યમ તીર્થકરોના સાધુ સાધ્વીઓએ ચાર કલ્પનું પાલન કરવું આવશ્યક હોય છે, શેષ છ કલ્પોનું પાલન કરવું તેઓને આવશ્યક નથી. ચાર આવશ્યક કલ્પ– (૧) શય્યાતરપિંડ કલ્પ (૨) કૃતિકર્મ કલ્પ (૩) વ્રત કલ્પ (૪) જ્યેષ્ઠ કલ્પ. છ ઐચ્છિક કલ્પોનું સ્પષ્ટીકરણ:(૧) અચેલ– અલ્પ મૂલ્ય કે બહુમૂલ્ય તેમજ અલ્પ કે અધિક પરિમાણમાં ઇચ્છાનુસાર જે મળે તેવા વસ્ત્રો રાખવા. (૨) ઔદેશિક– સ્વયંના નિમિત્તે બનાવેલ આહારાદિ ન લેવા પરંતુ અન્ય કોઈ સાધર્મિક સાધુને માટે બનાવેલ આહારાદિ ઇચ્છાનુસાર લેવા. (૩) રાજપિંડ-મુર્ધાભિષિક્ત રાજાઓનો આહાર ગ્રહણ કરવામાં ઈચ્છાનુસાર કરવું. (૪) પ્રતિક્રમણ– નિયમિત પ્રતિક્રમણ ઇચ્છા હોય તો કરવું પરંતુ પાખી, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણ અવશ્ય કરવું. (૫) માસ કલ્પ– કોઈપણ ગ્રામાદિમાં એક માસ કે તેનાથી અધિક ઈચ્છાનુસાર રહેવું કે ગમે ત્યાં આવીને રહેવું. () ચાતુર્માસ કલ્પ– ઈચ્છા હોય તો ચાર માસ એક જગ્યાએ રહેવું અથવા ન રહેવું પરંતુ સંવત્સરી પછી કારતક સુદ પુનમ સુધી એક જ જગ્યાએ રહેવું. ત્યાર પછી ઇચ્છા હોય તો વિહાર કરવો, ઈચ્છા ન હોય તો ન કરવો. | | પરિશિષ્ટ-૦ઃ બાર સંભોગ અને તેનો વિવેક | [ઉદ્દેશક-૪ઃ સૂત્ર–૨૦થી ૨૮] ઃ સાધુ મંડલીમાં એક સાથે બેસવું, ઉઠવું, ખાવું, પીવું તથા અન્ય દૈનિક કર્તવ્યોનું એક સાથે પાલન કરવું સંભોગ કહેવાય છે. સમવાયાંગ સૂત્રના ૧રમાં સમવાયમાં સંભોગના બાર ભેદ બતાવ્યા છે, તે આ પ્રમાણે છે Page #110 -------------------------------------------------------------------------- ________________ છેદશાસ્ત્ર ઃ બૃહત્કલ્પ સૂત્ર પરિશિષ્ટ (૧) ઉપધિ– વસ્ત્ર પાત્ર આદિ ઉપકરણોની પરસ્પર આપ-લે કરવી. (૨) શ્રુત– શાસ્ત્રની વાચના લેવી ને દેવી (૩) ભક્તપાન– પરસ્પર આહાર પાણી કે ઔષધની લેતી દેતી કરવી. ૧૧૦ (૪) અંજલી પ્રગ્રહ– સંયમ પર્યાયમાં જયેષ્ઠ સાધુઓની પાસે હાથ જોડીને ઊભા રહેવું કે તેઓ સામે મળે ત્યારે મસ્તક ઝુકાવીને હાથ જોડવા. (૫) દાન– શિષ્યની લેતી દેતી કરવી. (૬) નિમંત્રણ– શય્યા, ઉપધિ, આહાર, શિષ્ય અને સ્વાધ્યાય આદિને માટે નિમંત્રણ આપવું. (૭) અભ્યુત્થાન– દીક્ષા પર્યાયમાં કોઈ જયેષ્ઠ સાધુ આવે ત્યારે ઊભા થવું. (૮) કૃતિકર્મ– અંજલિગ્રહણ, આવર્તન, મસ્તક ઝુકાવીને હાથ જોડવા અને સૂત્રોચ્ચારણ કરી વિધિ પૂર્વક વંદન કરવું. (૯) વૈયાવૃત્ય– અંગ મર્દન આદિ શારીરિક સેવા કરવી, આહાર આદિ લઈ આવીને દેવાં, વસ્ત્રાદિ સીવી દેવા કે ધોવા, મલમૂત્ર આદિ પરઠવા અથવા આ સેવા કાર્ય અન્ય સાધુ પાસે કરાવવું. (૧૦) સમવસરણ– એક જ ઉપાશ્રયમાં બેસવું, સૂવું, રહેવું આદિ પ્રવૃત્તિઓ કરવી. (૧૧) સન્નિષધા– એક આસન ઉપર બેસવું અથવા બેસવા માટે આસન આપવું. (૧૨) કથા-પ્રબંધ— સભામાં એક સાથે બેસીને અથવા ઊભા રહીને પ્રવચન આપવું. એક ગણના અથવા અનેક ગણના સાધુઓમાં આ બાર જ પ્રકારનો પરસ્પર વ્યવહાર હોય છે. તે પરસ્પર ‘સાંભોગિક’ સાધુ કહેવાય છે. જે સાધુઓમાં ‘ભક્તપાન' સિવાય અગિયાર વ્યવહાર હોય છે, તેઓ પરસ્પર અન્ય સાંભોગિક સાધુ કહેવાય છે. આચાર-વિચાર લગભગ સમાન હોવાથી તેઓ સમનોજ્ઞ સાધુ પણ કહેવાય છે. સમનોજ્ઞ(શુદ્ધાચારી) સાધુઓની સાથે આ અગિયાર કે બાર પ્રકારનો વ્યવહાર કરાય છે. અમનોજ્ઞ અર્થાત્ પાર્શ્વસ્થાદિ અને સ્વચ્છંદાચારીની સાથે આ બાર પ્રકારનો વ્યવહાર કરાતો નથી. લોક વ્યવહાર કે અપવાદ રૂપમાં ગીતાર્થના નિર્ણયથી તેની સાથે થોડો વ્યવહાર કરી શકાય છે, ત્યારે તેનું કોઈ પ્રાયશ્ચિત્ત આવતું નથી. અકારણ ગીતાર્થ-બહુશ્રુત શ્રમણની આજ્ઞા વિના આ વ્યવહાર કરવાથી પ્રાયશ્ચિત્ત આવે છે. ગૃહસ્થની સાથે આ બાર વ્યવહાર હોતા નથી. Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના ઃ જૈનાગમ નવનીત :: સાધુઓના સાધ્વીજીઓની સાથે ઉત્સર્ગ વિધિથી છ વ્યવહાર જ હોય છે અને છ વ્યવહાર આપવાદિક સ્થિતિમાં કરી શકાય છે. અપવાદ વ્યવહાર ઉત્સર્ગ વ્યવહાર (૧) શ્રુત (બીજો) (૧) ઉપધિ(પહેલો) (૨) ભક્તપાન (ત્રીજો) (૨) અંજલિ પ્રગ્રહ (ચોથો) (૩) શિષ્યદાન (પાંચમો) (૪) અભ્યુત્થાન (સાતમો) (૩) નિમંત્રણ (છઠ્ઠો) (૪) વૈયાવૃત્ય (નવમો) (૫) સમવસરણ (દસમો) (૫) કૃતિકર્મ (આઠમો) (૬) કથા પ્રબંધ (બારમો) (૬) સન્નિષદ્યા (અગિયારમો) પ્રાયશ્ચિત્ત ઃ– આ બાર વ્યવહાર ગૃહસ્થોની સાથે કરવાથી ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. સ્વચ્છંદાચારીની સાથે આ વ્યવહાર કરવાથી ગુરુ ચૌમાસી અને પાર્શ્વસ્થાદિની સાથે કરવાથી લઘુ ચૌમાસી કે લઘુ માસિક પ્રાયશ્ચિત્ત આવે છે. સાધ્વીજીઓની સાથે અકારણ આપવાદિક વ્યવહાર કરવાથી લઘુ ચૌમાસી અને ગીતાર્થની આજ્ઞા વિના કરવાથી ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. અન્ય સાંભોગિક સમનોજ્ઞ સાધુઓની સાથે આહાર-પાણીનો વ્યવહાર કરવાથી લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. ભાષ્યકારે એ પણ કહ્યું છે કે લોક વ્યવહાર કે આપવાદિક સ્થિતિમાં ગીતાર્થની નિશ્રાથી પણ જે આવશ્યક વ્યવહાર(અંજલી પ્રગ્રહાદિ) પાર્શ્વસ્થાદિની સાથે કરતા નથી તે પણ પ્રાયશ્ચિત્તના ભાગીદાર થાય છે અને એવું કરવાથી જિનશાસનની અભક્તિ અને અપયશ થાય છે. ગચ્છ પરિવર્તનની આજ્ઞા [ઉદ્દેશક-૪ : સૂત્ર–૨૦થી ૨૮] : સૂત્ર પઠિત વાક્યોથી એ સૂચિત કરેલ છે કે જ્યારે કોઈ સાધુ એમ જાણે કે આ સંઘમાં રહેતા એક મંડલીમાં આહાર-પાણી અને અન્ય કૃતિકર્મ કરવા છતાં ભાવવિશુદ્ધિના સ્થાન પર સંક્લેશ વૃદ્ધિ થઈ રહી છે અને આ કારણથી મારા જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિની યોગ્ય સાધના થઈ શકતી નથી, ત્યારે તે પોતાને સંક્લેશથી બચાવવા માટે તથા જ્ઞાન-ચારિત્રાદિની વૃદ્ધિને માટે અન્ય ગણમાં, જ્યાં ધર્મલાભની સંભાવના અધિક હોય ત્યાં જવાની ઇચ્છા કરે તો તે જેની નેશ્રામાં રહ્યા છે, તેની અનુજ્ઞા(સ્વીકૃતિ) લઈને જઈ શકે છે. [ગચ્છ પરિવર્તનની આજ્ઞા ન મળતાં મુનિ સમાધિ માટે જિનાજ્ઞાથી એકલવિહાર કરે.] Page #112 -------------------------------------------------------------------------- ________________ છેદશાસ્ત્રઃ બૃહત્કલ્પ સૂત્ર પરિશિષ્ટ ૧૧ર પરિશિષ્ટ-૮ઃ ઉદ્ગાલ(ઓડકાર) અને તેનો વિવેક | [ઉદ્દેશક–૫ઃ સૂત્ર-૧૦]ઃ જ્યારે કોઈપણ સાધુ માત્રાથી વધુ આહાર-પાણી કરી લે છે ત્યારે તેને ઉગાલ(ખાધેલું પાછું) આવે છે અને પેટમાથી અન્ન અને પાણી મુખમાં આવી જાય છે. એટલા માટે ગુરુજનોનો ઉપદેશ છે કે સાધુએ માત્રાથી ઓછું ખાવું-પીવું જોઈએ. કદાચિત્ સાધુથી અધિક માત્રામાં આહાર-પાણી થઈ જાય અને રાતમાં યા સંધ્યાકાલમાં ઘચરકો આવી જાય તો તેને સૂત્રોક્ત વિધિ અનુસાર વસ્ત્ર આદિથી મુખને શુદ્ધ કરી લેવું જોઈએ. ઘચરકામાં આવેલા આહાર પાણીને પાછું ગળી જાય તો તે પ્રાયશ્ચિત્તનો ભાગી બને છે. આ વિષયને સ્પષ્ટ કરવા માટે ભાષ્યકારે એક રૂપક આપ્યું છે. જેમ કે કડાઈમાં માત્રાથી ઓછું દૂધ આદિ ઉકાળવા કે રાંધવા મૂકયુ હોય તો તે તેની અંદર(કડાઈની અંદર) ઉકળતું રહે છે, બહાર આવતું નથી પરંતુ જ્યારે કડાઈ ભરીને દૂધ કે અન્ય પદાર્થ ઉકાળાય કે પકાવાય છે, ત્યારે તેમાં ઉભરો આવવા પર તે કડાઈમાંથી બહાર નીકળી જાય છે અને કયારેક તો તે ચૂલાની આગને પણ બુઝાવી દે છે. આવી રીતે મર્યાદાથી અધિક આહાર કરવાથી ઘચરકો આવી જાય છે. ઓછો આહાર કરવાથી ઉડ્યાલ આવતો નથી. પરિશિષ્ટ-૯ઃ રાત્રિમાં ખાધ પદાર્થ રાખવા અથવા ભોગવવા [ઉદ્દેશક–૫ : સૂત્ર-૪૬-૪૮] દુર્લભ દ્રવ્યોને રાતના રાખવાની અને પ્રબલ રોગાતકમાં દિવસમાં ઉપયોગ કરવાની છૂટ સૂત્રથી સમજી લેવી જોઈએ. આ સૂત્રોમાં રાત્રિમાં રાખેલા પદાર્થો પરિસ્થિતિવશ થઈને ખાવા કે ઉપયોગમાં લેવાનું વિધાન કર્યું છે. એનાથી રાત્રિમાં ખાવું કે ઉપયોગમાં લેવું એમ ન સમજવું પણ રાત્રિમાં રાખેલા પદાર્થોને દિવસે ઉપયોગમાં લેવા તેમ સમજવું જોઈએ. જુદા-જુદા પદાર્થોને રાત્રિમાં કયા પ્રકારના વિવેકથી, કેવી રીતે રાખવા એની વિધિ ભાષ્યથી જાણી લેવી જોઈએ. અહીંયા પ્રથમ પ્રહરનો અર્થ કરવો તે સૂત્રાર્થ અને શબ્દાર્થને છુપાવીને મન કલ્પિત અર્થ કરવો થાય છે. તેમ કરવું જોઈએ નહીં અને પ્રમાણ માટે સૂત્રના તાત્પર્યને સમજવા માટે પ્રાચીન વ્યાખ્યા તથા કોષ જોવા જોઈએ. Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ | મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત પરિશિષ્ટ-૧૦: સાધ્વીને અભિગ્રહયુક્ત આસનનો નિષેધ [ઉદ્દેશક–૫ : સૂત્ર-૨૦-૩૨] યદ્યપિ અભિગ્રહ આદિ સાધનાઓ વિશેષ નિર્જરાના સ્થાન છે, તો પણ શાસ્ત્રમાં સાધ્વીને માટે બ્રહ્મચર્યમહાવ્રતની સુરક્ષામાં બાધક હોવાથી આ આસન સંબંધી અભિગ્રહોનો નિષેધ કર્યો છે તથા ભાષ્યમાં અગીતાર્થ સાધુઓને પણ આ અભિગ્રહોને ધારણ કરવાનો નિષેધ કર્યો છે. વીરાસન અને ગોદુહિકાસન એ સ્ત્રીની શારીરિક સમાધિને અનુકૂળ નથી હોતા તે કારણથી ભાષ્યકારે તેનો નિષેધ કર્યો છે. वीरासण गोदोही मुत्तुं, सव्वे वि ताण कम्पति । ते पुण पडुच्च चेटुं, सुत्ता उ अभिग्गहं पप्प ॥५९५६॥ અર્થ - વીરાસન અને ગોદોહિકાસનને છોડીને પ્રવૃત્તિની અપેક્ષાએ બધા આસન સાધ્વીએ કરવા કહ્યું છે. સૂત્રોમાં જે નિષેધ કર્યો છે તે અભિગ્રહની અપેક્ષાથી કર્યો છે. પરિશિષ્ટ-૧૧ઃ અવલંબન યુક્ત આસનોનો વિધિ નિષેધ [ઉદ્દેશક–૫: સૂત્ર-૩૩-૩]ઃ “આકુંચનપટ્ટકનું બીજુ નામ પર્યસ્તિકાપટ્ટક છે. આ ચાર આંગુલ પહોળું અને શરીર પ્રમાણ જેટલું સુતરનું વસ્ત્ર હોય છે. ભીંત આદિનો સહારો ન લેવો હોય તો તેનો ઉપયોગ કરી શકાય છે. જ્યાં દીવાલ આદિ પર ઉધઈ આદિ જીવોની સંભાવના છે અને વૃદ્ધ ગ્લાન આદિને અવલંબન લઈને બેસવું આવશ્યક હોય તો આ પર્યસ્તિકાપટ્ટથી કમરને અને ઘૂંટણને ઊંચા કરીને પગોને બાંધી દેવાથી આરામ ખુરશીની જેમ અવસ્થા થઈ જાય છે અને દીવાલનો સહારો લેવા સમાન શરીરને આરામ મળી જાય છે. પર્યસ્તિકાપટ્ટ લગાવીને આ રીતે બેસવું ગર્વયુક્ત આસન થાય છે. સાધ્વીને માટે આ પ્રકારે બેસવું શરીર-સંરચનાના કારણે લોકનિંદિત થાય છે એટલા માટે સૂત્રમાં તેના માટે પર્યસ્તિકાપટ્ટકનો નિષેધ કર્યો છે. ભાષ્યકારે બતાવ્યું છે કે અત્યંત આવશ્યક હોય તો સાધ્વીએ પર્યસ્તિકાપટ્ટક લગાવીને તેના ઉપર વસ્ત્ર ઓઢીને બેસવાનો વિવેક રાખવો જોઈએ. સાધુએ પણ સામાન્યપણે પર્યસ્તિકાપટ્ટ ન લગાવવો જોઈએ કારણ કે વિશેષ પરિસ્થિતિમાં ઉપયોગ કરવાને માટે જ આ ઔપગ્રહિક ઉપકરણ છે. પૂર્વ સૂત્રોમાં અવલંબન લેવા માટે પર્યસ્તિકા વસ્ત્રનું કથન કર્યા પછી આગળના સૂત્રોમાં અવલંબન યુક્ત ખુરશી આદિ આસનોનું વર્ણન છે. આવશ્યક હોવા પર સાધુ આ સાધનોનો ઉપયોગ કરી શકે છે. એ ન મળવાથી પર્યસ્તિકાપટ્ટનો Page #114 -------------------------------------------------------------------------- ________________ વેદશાસ્ત્રઃ બૃહત્કલ્પ સૂત્ર પરિશિષ્ટ ૧૧૪ ઉપયોગ કરી શકે છે. જે ભિક્ષુઓને પર્યસ્તિકાપટ્ટની હંમેશાં આવશ્યકતા પ્રતીત થાય તો તેઓ તેને પોતાની પાસે રાખી શકે છે. કારણ કે ખુરશી આદિ સાધન બધા ક્ષેત્રોમાં ઉપલબ્ધ હોતા નથી. સૂત્રમાં સાધ્વીને માટે અવલંબન યુક્ત આ આસનોનો(કુર્સી આદિનો પણ) નિષેધ કર્યો છે. સાધુ-સાધ્વી ક્યારેક સામાન્ય રૂપથી પણ ખુરશી આદિ ઉપકરણ ઉપયોગમાં લેવાનું જરૂરી સમજે તો અવલંબન લીધા વિના તેનો ઉપયોગ કરે આ તેમનો સ્વવિવેક કહેવાય. પાટ કે બાજોઠ આદિ પર સીંગડા જેવા ઊંચા ઊભા રાખેલા નાના-નાના સ્તંભ હોય છે. તે ગોળ અને ચીકણા હોવાથી પુરુષ ચિહ્ન જેવા લાગે છે. એટલે તેનો ઉપયોગ કરવો સાધ્વી માટે નિષેધ કર્યો છે. સાધુને પણ અન્ય પીઠ-લગ મળી જાય તો વિષાણ(શિંગડાં જેવા) યુક્ત પીઠ ફલગ આદિ ઉપયોગમાં ન લેવા જોઈએ. કારણ કે સાવધાની ન રહે તો તેની ટક્કરથી પડી જવાથી ચોટ લાગવાની સંભાવના રહે છે અને અણીદાર હોય તો ખેંચવાની પણ સંભાવના રહે છે. હક્ક પરિશિષ્ટ-૧રઃ જૈનાગમોમાં સ્વમૂત્રનો ઉપયોગ કે [ઉદ્દેશક-૫-૪૫. વ્યવ. ઉદ્દેશક-૯ સૂત્ર-૪૧-૪૨ સૂત્રોક્ત પડિકાઓને ધારણ કર્યા પછી ચારે પ્રકારના આહારનો ત્યાગ કરી દેવાય છે, ફક્ત સ્વમૂત્ર પીવાનું ખુલ્લું રહે છે. અર્થાત્ તે દિવસોમાં જ્યારે-જ્યારે જેટલું પણ મૂત્ર આવે તેને સૂત્રોક્ત નિયમોનું પાલન કરતા પી લેવામાં આવે છે. નિયમ આ પ્રમાણે છે– (૧) દિવસમાં પીવું, રાત્રિએ ન પીવું (૨) કૃમિ, વીર્ય કે રજથી યુક્ત અથવા ચીકણું હોય તો ન પીવું જોઈએ, શુદ્ધ હોય તો પીવું જોઈએ. પડિમાધારી સાધુને ઉક્ત રક્ત, સ્નિગ્ધતા આદિ વિકૃતિઓ કોઈ રોગના કારણે અથવા તપસ્યા અને તડકાની ગરમીના કારણે થઈ શકે છે, એવું ભાષ્યમાં બતાવ્યું છે. ક્યારેક મૂત્રપાનથી જ શરીરના વિકારોની શુદ્ધિ થવાથી પણ એવું થાય છે. જો કે આ પડિમાવાળા ચૌવિહાર તપસ્યા કરે છે અને ગામ-નગરની બહાર જઈને રાત-દિવસ વ્યુત્સર્ગ તપમાં રહે છે તો પણ તેમને મૂત્રની બાધા થવા પર તેઓ કાયોત્સર્ગનો ત્યાગ કરી, માત્રામાં પ્રસવણ-ત્યાગ કરી, તેનું પ્રતિલેખન કરી પી જાય છે, ફરી પાછા કાયોત્સર્ગમાં તે જ સ્થાને આવીને સ્થિર થઈ જાય છે; તેમ આ પડિમાની વિધિ છે. Page #115 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત આ ડિમાનું પાલન કરનારા મોક્ષ માર્ગની આરાધના કરે છે. સાથે જ તેના શારીરિક રોગ દૂર થઈ જાય છે અને શરીર કંચનવર્ણી તેમજ બલવાન થઈ જાય છે. ૧૧૫ તે પિંડમાઆરાધના પછી મુનિ ફરી ઉપાશ્રયમાં આવી જાય છે. ભાષ્યમાં તેના પારણામાં આહાર-પાણીની ૪૯ દિવસની ક્રમિક વિધિ બતાવેલ છે. લોક વ્યવહારમાં મૂત્રને એકાંત અશુચિમય અને અપવિત્ર મનાય છે પરંતુ આયુર્વેદિક ગ્રંથોમાં તેને ‘સર્વોષધિ’ શિવાંબુ આદિ નામથી કહેવાય છે અને જૈનાગમોમાં ગૃહસ્થોને શુચિ સમાચારી વાળા કહીને તેના પ્રતિપક્ષમાં સાધુને मोय समायारे આવશ્યક સંયોગોમાં સ્વમૂત્રનો ઉપયોગ કરનારા કહ્યા છે. અભિધાન રાજેન્દ્ર કોષમાં નિશાકલ્પ શબ્દમાં સાધુને માટે રાત્રિમાં પાણીના અભાવમાં મૂત્રને આચમન કરવામાં ઉપયોગી બતાવ્યું છે. - સ્વમૂત્રનું વિધિપૂર્વક પાન કરવા પર અને તેનું શરીરની ત્વચા પર અલ્ટંગન કરવા પર અનેક અસાધ્ય રોગ દૂર થઈ જાય છે. ચર્મ રોગને માટે અને સામાન્ય પ્રકારની ચોટ, ખરોચ આદિને માટે સ્વમૂત્ર પ્રયોગ એક સફળ ઔષધ છે. તેથી આગમોમાં મૂત્રને એકાંત અપવિત્ર કે અશુચિમય નહિ માનીને અપેક્ષાથી પેય, આસેવ્ય અને અશુચિમય પણ માન્યું છે. ભાષ્યકારે એ પણ બતાવ્યું છે કે જનસાધારણ શૌચવાદી હોય છે અને મૂત્રને એકાન્ત અપવિત્ર માને છે, તેથી પિંડમાધારી સાધુ ચારે તરફ પ્રતિલેખન કરીને કોઈ પણ વ્યક્તિ ન જુએ એવા વિવેકની સાથે મૂત્રનું પાન કરે. તદનુસાર ભિક્ષુઓને પણ પ્રસવણ સંબંધી કોઈ પણ પ્રવૃત્તિ કરવી હોય તો જનસાધારણથી અદષ્ટ અને અજ્ઞાત રાખતા થકા મૂત્ર સંબંધી ક્રિયાઓ કરવાનો વિવેક રાખવો જોઈએ. વર્તમાનમાં પણ મૂત્ર ચિકિત્સાનું મહત્ત્વ ઘણું વધ્યું છે. આ વિષયના સ્વતંત્ર ગ્રંથ પણ પ્રકાશિત થયા છે. જેમાં કેન્સર, ટી.બી. આદિ અસાધ્ય રોગો ઉપશાંત થવાનો પણ ઉલ્લેખ મળે છે. [ઉદ્દેશક-૫ : સૂત્ર-૪૫] જોકે મૂત્ર અપેય છે તો પણ વૈદ્યના કહેવા પર લોહીવિકાર, કોઢ આદિ કષ્ટ સાધ્ય રોગોમાં અથવા સર્પદંશ કે શીઘ્ર પ્રાણ હરણ કરનારા રોગોમાં સાધુ અને સાધ્વીઓને પરસ્પરમાં એક બીજાના મૂત્ર પીવાની અને શોથ-ખૂજલી આદિ રોગોમાં તેનાથી માલિશ કરવાની છૂટ પ્રસ્તુત સૂત્રમાં આપી છે. અનેક રોગોમાં ગાય-બકરી આદિનું તથા અનેક રોગોમાં સ્વયંના મૂત્રપાનનું ચિકિત્સા-શાસ્ત્રમાં વિધાન કર્યુ છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ વેદશાસ્ત્રઃ બૃહત્કલ્પ સૂત્ર પરિશિષ્ટ ૧૧૬ આ કારણોથી ક્યારેક વિશેષ પરિસ્થિતિમાં સાધુ-સાધ્વીને પરસ્પર મૂત્રનું આદાન પ્રદાન કરવાનો પ્રસંગ આવી શકે છે. તેનું જ આ સૂત્રમાં વિધાન કર્યું છે તથા સામાન્ય સ્થિતિમાં પરસ્પર લેતી દેતી કરવાનો નિષેધ પણ કર્યો છે. આચમનનો અર્થ શુદ્ધિ કરવું પણ થાય છે. પરંતુ અહીંયા પ્રબલ રોગ સંબંધી વિધાન હોવાથી માલિશ કરવાનો અર્થ જ પ્રસંગાનુકૂલ છે. II વૃહત્કલ્પ સૂત્ર પરિશિષ્ટ સમાપ્તા | ' ધર્મારાધન માટે F | પર્વ દિવસોની તિથિનો નિર્ણય | | | धर्म कर्मादिषु (प्रगट) तिथिरूपा तिथिरेव ग्राह्या । तिथिश्च प्रातः प्रत्याख्यान वेलायां या स्यात् सा प्रमाणम् । सूर्योदयानुसारेणेव लोकेऽपि दिवसादि व्यवहारात् । आहुरपिગાથા-વીડમસિય વરિ, પસ્થીમ પંડળીસુ. ताओ तिहिओ जासिं, उदेइ सूरो न अण्णाओ ॥१॥ पूआ पच्चक्खाणं पडिक्कमणं तह य नियम गहणं च । जीए उदेइ सूरो, तीए तिहिए उ कायव्वं ॥२॥ उदयम्मि जा तिहि सा पमाणं, इयराए कीरमाणीए । आणाभंग अणवत्था मिच्छत्त विराहणं पावे ॥३॥ ભાવાર્થ – ધર્મકાર્યોમાં જે વ્યવહારિક તિથિ હોય છે તે જ સ્વીકારવી જોઈએ. ચાતુર્માસી, સંવત્સરી, પાંચમ, આઠમ, પાખી વગેરે એ જ તિથિઓ હોય છે કે જેમાં સૂર્ય ઉદય થાય છે, અન્યતિથિ નહીં. પૂજા, પ્રત્યાખ્યાન, પ્રતિક્રમણ, નિયમ ગ્રહણ આદિ ઉદય તિથિ(વ્યવહારિક તિથિ) અનુસાર કરવી જ પ્રમાણિક થાય છે. અન્ય અવ્યવહારિકતિથિએ ઉક્ત કાર્ય કરવાથી આગમ આજ્ઞા ભંગ કરવાનો દોષ લાગે છે તથા અન્ય પણ અનેક દોષો લાગે છે– અભિ રા. કોષ ભાગ-૩ ‘તિહિ. સારાંશ પુસ્તકોના વિષયોમાં શંકા-કુશંકા કરી કર્મબંધ ન કરતાં જિજ્ઞાસાથી આગમ મનીષી મુનિરાજશ્રીથી પત્ર સંપર્ક કરી જ્ઞાન–વૃદ્ધિ કરવી જોઈએ. નિવેદક - જીગ્નેશ બી. જોષી Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૧ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત [૯] વ્યવહાર સૂત્ર પ્રથમ ઉદ્દેશકનો સારાંશ સૂત્ર-૧-૧૪ ઃ એક માસથી લઈને પાંચ મહિના સુધીના પ્રાયશ્ચિત્ત સ્થાનનું એકવાર અથવા અનેક વાર સેવન કરીને કોઈ કપટ રહિત આલોચના કરે તો તેને એટલા માસનું પ્રાયશ્ચિત્ત આવે છે અને કપટ સહિત આલોચના કરે તો તેને એક ગુરુમાસનું અધિક પ્રાયશ્ચિત્ત આવે છે અને છ માસ અથવા એનાથી વધારે પ્રાયશ્ચિત્ત સ્થાનનું સેવન થાય ત્યારે છ માસનું જ પ્રાયશ્ચિત્ત આવે છે. સૂત્ર-૧૫-૧૮ : પ્રાયશ્ચિત્ત વહન કરતા થકા(તે દરમ્યાન) ફરી દોષ લગાવીને બે ચૌભંગીઓમાંથી કોઈપણ ભંગથી આલોચના કરે તો તેનું પ્રાયશ્ચિત્ત દઈને આરોપણા કરી દેવી જોઈએ. એ અઢાર સૂત્રો નિશીથ ઉદ્દેશક વીસના અઢાર સૂત્રની સમાન છે. સૂત્ર-૧૯ : પારિહારિક અને અપારિહારિક સાધુઓએ એક સાથે બેસવું, રહેવું વગેરે પ્રવૃત્તિ ન કરવી જોઈએ અને જો જરૂરી જ હોય તો સ્થવિરોની આજ્ઞા લઈને તેમ કરી શકે છે. ન સૂત્ર-૨૦-૨૨ ઃ પારિહારિક સાધુ શક્તિ હોય તો તપ વહન કરતાં થકા સેવામાં જાય અને શક્તિ અલ્પ હોય તો સ્થવિર ભગવંતની આજ્ઞા લઈને તપ છોડીને પણ સેવામાં જઈ શકે છે. રસ્તામાં વિહાર કરવાની દષ્ટિથી એને ક્યાંય જવું અથવા રોકાવું ન જોઈએ, રોગ આદિના કારણે વધારે રોકાઈ શકે છે; અન્યથા એક જગ્યાએ એક જ રાત રહી શકે છે. સૂત્ર-૨૩-૨૫ ઃ એકલવિહારી, ભૂતપૂર્વ આચાર્ય, ઉપાધ્યાય, ગણાવચ્છેદક અથવા સામાન્ય સાધુ અસફળતાને કારણે ફરીથી ગચ્છમાં આવવાની ઇચ્છા કરે તો એ સાધુને તપ અથવા છેદ પ્રાયશ્ચિત્ત આપીને ગચ્છમાં અપનાવી લેવા જોઈએ. સૂત્ર-૨૬-૩૦ : પાર્શ્વસ્થ આદિ પાંચ પ્રકારના સાધુઓ ગચ્છમાં ફરીથી આવવા ઇચ્છે અને તેઓનો સંયમભાવ થોડો રહ્યો હોય તો તપ અથવા છેદનું પ્રાયશ્ચિત્ત દઈને એને ગચ્છમાં સમાવી લેવા જોઈએ અને સંયમ બાકી ન રહ્યો હોય તો તેને ફરીથી નવી દીક્ષા દેવી જોઈએ. સૂત્ર-૩૧: કોઈવિશેષ પરિસ્થિતિથી અન્યલિંગ અથવા ગૃહસ્થલિંગ ધારણ કરેલા સાધુને ફરીથી સ્વલિંગ ધારણ કરી ગચ્છમાં રહેવું હોય તો તેને આલોચના સિવાય બીજું પ્રાયશ્ચિત્ત આવતું નથી. સૂત્ર-૩૨ ઃ કોઈ સાધુ સંયમ છોડીને ગૃહસ્થનો વેષ ધારણ કરી લ્યે અને ફરી પાછા Page #118 -------------------------------------------------------------------------- ________________ છેદશાસ્ત્ર ઃ વ્યવહાર સૂત્ર સારાંશ ગચ્છમાં આવવા ઇચ્છે તો એને નવી દીક્ષા સિવાય બીજું કોઈ પ્રાયશ્ચિત્ત નથી. સૂત્ર-૩૩ : જો કોઈ સાધુને પોતાના અકૃત્ય સ્થાનની આલોચના કરવી હોય તો તે આલોચના— ૧. પોતાના આચાર્યની પાસે કરે. ૨. તેઓની(આચાર્યની) ઉપસ્થિતિ ન હોય તો પોતાના ગચ્છના બીજા બહુશ્રુત સાધુની પાસે કરે. ૩. તેમની હાજરી ન હોય તો બીજા ગચ્છના બહુશ્રુત સાધુ અથવા આચાર્યની પાસે કરે. ૪. તેઓના અભાવમાં ફક્ત વેષધારી બહુશ્રુત સાધુની પાસે કરે. ૫. એ ન હોય તો દીક્ષા લઈને છોડી દીધેલ બહુશ્રુત શ્રાવકની પાસે કરે. ૬. એનો પણ અભાવ હોય તો સમ્યગ્દષ્ટ અથવા સમભાવી જ્ઞાની પાસે આલોચના કરે અને સ્વયં પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરે. ૭. તેમજ તેના અભાવમાં ગામની બહાર અરિહંત, સિદ્ધ પ્રભુની સાક્ષીથી આલોચના કરીને સ્વયં પ્રાયશ્ચિત્ત સ્વીકાર કરે. બીજા ઉદ્દેશકનો સારાંશ સૂત્ર-૧-૫ ઃ વિચરણ કરનારા બે અથવા બે થી વધારે ભિક્ષુઓ આચાર્ય આદિની ઉપસ્થિતિ વિના પણ પરિહાર તપ વહન કરી શકે છે. ૧૧૮ સૂત્ર-૬-૧૭ : (રુગ્ણ) રોગી સાધુઓની કોઈપણ અવસ્થામાં ઉપેક્ષા ન કરવી જોઈએ તેમજ તેઓને ગચ્છની બહાર ન કાઢવા જોઈએ પણ તેઓની યથાયોગ્ય સેવા કરવી જોઈએ. સૂત્ર-૧૮-૨૨ :– નવમા, દશમા પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત કરેલ સાધુને સંસારનો વેષ પહેરાવીને જ પછી દીક્ષા આપવી જોઈએ. ક્યારેક સંસારનો વેષ ધારણ કરાવ્યા વિના પણ પુનઃ દીક્ષા દેવી એ ગચ્છ સંચાલકના નિર્ણય પર આધાર રાખે છે. સૂત્ર-૨૩-૨૪ : આક્ષેપ અને વિવાદની પરિસ્થિતિમાં સ્પષ્ટ પ્રમાણિત થાય તો જ પ્રાયશ્ચિત્ત દેવું; પ્રમાણિત ન થાય તો સ્વયં દોષી દોષનો સ્વીકાર કરે ત્યારે જ પ્રાયશ્ચિત્ત દેવું. સૂત્ર-૨૫ ઃ જેનાં શ્રુત અને દીક્ષાપર્યાય એક ગુરુ સાંનિધ્યના હોય, એવા સાધુને પદ આપવું. :: સૂત્ર-૨૬ : પરિહાર તપ પૂર્ણ થયા બાદ પણ કેટલાક દિવસ આહાર અલગ રહે છે. છ માસની અપેક્ષા, ઉત્કૃષ્ટ એક મહિના સુધી પણ આહાર જુદો કરવામાં આવે છે કે જેથી સંવિભાગ વિના તે દૂધ વગેરેનું સેવન કરી શકે છે. સૂત્ર-૨૭ : પરિહાર તપ કરનારાને સ્થવિરની આજ્ઞા થાય તો જ બીજા સાધુ તેને આહાર લાવીને દઈ શકે છે અને વિશેષ આજ્ઞા લઈને જ તે ક્યારેક પરિસ્થિતિવશ તે વિગયનું સેવન કરી શકે છે અન્યથા સદા વિગય રહિત આહાર કરે છે. સૂત્ર-૨૮-૨૯ ઃ સ્થવિરની સેવામાં રહેલા પારિહારિક સાધુને ક્યારેક આજ્ઞા થવાથી Page #119 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત બંનેની ગોચરી સાથે લાવી શકે છે પણ સાથે વાપરવું નહીં, અલગ પોતાના હાથમાં કે પાત્રમાં લઈને જ વાપરવું જોઈએ. ત્રીજા ઉદ્દેશકનો સારાંશ ૧૧૯ સૂત્ર-૧-૨ : બુદ્ધિમાન, વિચક્ષણ, ત્રણ વર્ષની દીક્ષા પર્યાયવાળા અને આચારાંગ, નિશીથ સૂત્રને અર્થ સહિત કંઠસ્થ ધારણ કરેલા એવા ‘ભાવ પલિછન્ન’ સાધુ સંઘાડાના પ્રમુખ બનીને વિચરી શકે છે. પરંતુ ગચ્છના પ્રમુખ આચાર્ય આદિની આજ્ઞા વિના વિચરણ કરે તો તે યથાયોગ્ય તપ અથવા છેદરૂપ પ્રાયશ્ચિત્તના પાત્ર બને છે. સૂત્ર-૩-૪ : ઓછામાં ઓછી ત્રણ વર્ષની દીક્ષા પર્યાયવાળા સાધુ આચાર– સંપન્ન, બુદ્ધિસંપન્ન, વિચક્ષણ, બહુશ્રુત, જિન પ્રવચનની પ્રભાવનામાં કુશળ તથા ઓછામાં ઓછા આચારાંગ અને નિશીથ સૂત્રને અર્થ સહિત કંઠસ્થ કરનારાને ઉપાધ્યાયના પદ પર નિયુક્ત કરી શકાય છે. જે ભિક્ષુ ત્રણ વર્ષની દીક્ષા પર્યાયવાળા હોય પણ તે ઉપર્યુક્ત ગુણ સંપન્ન ન હોય તો તેને ઉપાધ્યાય પદ પર નિયુક્ત કરી ન શકાય. સૂત્ર-૫-૬ : ઉપાધ્યાયને યોગ્ય ગુણો સિવાય જો દીક્ષા પર્યાય પાંચ વર્ષ અને અર્થ સહિત કંઠસ્થ શ્રુતમાં ઓછામાં ઓછા આચારાંગ, સૂયગડાંગ અને ચાર છેદસૂત્ર કંઠસ્થ હોય તો તેને આચાર્ય પદ પર નિયુક્ત કરી શકાય છે તથા તેઓ આઠ સંપદા આદિ દશાશ્રુતસ્કંધ દશા ૪ માં કહેલ ગુણોથી પણ સંપન્ન હોવા જોઈએ. પાંચ વર્ષની દીક્ષાપર્યાયવાળા સાધુ ઉપર્યુક્ત ગુણ સંપન્ન ન હોય તો તેને આચાર્ય પદ પર નિયુક્ત ન કરી શકાય. સૂત્ર-૭-૮ : ઉપર્યુક્ત ગુણ સંપન્ન તેમજ ઓછામાં ઓછી આઠ વર્ષની દીક્ષા પર્યાયવાળા તથા પૂર્વોકત આગમ સહિત ઠાણાંગ, સમવાયાંગ સૂત્રને કંઠસ્થ કરનાર સાધુને ગણાવચ્છેદક પદ પર નિયુક્ત કરી શકાય છે. આઠ વર્ષની દીક્ષા પર્યાયવાળા ઉપર્યુક્ત ગુણ સંપન્ન ન હોય તો તેને ગણાવચ્છેદક પદ પર નિયુક્ત ન કરી શકાય. સૂત્ર-૯-૧૦: કોઈ વિશેષ પરિસ્થિતિમાં અન્ય ગુણોથી સંપન્ન યોગ્યતાવાળા સાધુ હોય તો તેને આવશ્યક દીક્ષાપર્યાય અને શ્રુત કંઠસ્થ ન હોય તો પણ આચાર્ય, ઉપાધ્યાય પદ પર નિયુક્ત કરી શકાય છે. ગચ્છમાં બીજા કોઈ ભિક્ષુ યોગ્ય ન હોય ત્યારે અને અત્યંત આવશ્યકતા હોય તો જ આ વિધાન સમજવું જોઈએ. આ વિધાનથી નવ દીક્ષિત સાધુને એ જ દિવસે આચાર્ય બનાવી શકાય છે. સૂત્ર-૧૧ : ચાલીશ વર્ષની ઉંમરથી ઓછી ઉંમરવાળા અને ત્રણ વર્ષની દીક્ષા પર્યાયથી ઓછા સંયમવાળા સાધુ-સાધ્વીઓને આચાર્ય, ઉપાધ્યાયની નિશ્રા વિના Page #120 -------------------------------------------------------------------------- ________________ છંદશાસ્ત્ર ઃ વ્યવહાર સૂત્ર સારાંશ સ્વતંત્ર વિચરવું કે રહેવું કલ્પે નહિ, કારણ કે તેઓને આચાર્ય, ઉપાધ્યાય એ બંનેના સંરક્ષણમાં રહેવું જરૂરી છે. એટલે ઉપર્યુક્ત વયવાળા સાધુઓએ આચાર્ય અને ઉપાધ્યાયથી રહિત ગચ્છમાં ન રહેવું જોઈએ અને એકલવિહાર પણ ન કરવું જોઈએ. ૧૨૦ સૂત્ર-૧૨ : ઉપર્યુક્ત વયવાળા સાધ્વીઓએ આચાર્ય, ઉપાધ્યાય અને પ્રવર્તિની, આ ત્રણથી રહિત ગચ્છમાં ન રહેવું જોઈએ. તેઓમાંથી કોઈનો કાળધર્મ થવા પર પણ એ પદ પર બીજાને નિયુક્ત કરવા તે સાધુ-સાધ્વીઓને માટે આવશ્યક કહ્યું છે. સૂત્ર-૧૩-૧૭ : આચાર્ય આદિ પદ પર નિયુક્ત થયેલા સાધુનું ચોથું વ્રત ભંગ થાય તો તેને જીવન પર્યંત બધા પદને માટે અયોગ્ય જાહેર કરવામાં આવે છે. પદત્યાગ કરીને ચોથાવ્રતનો ભંગ કરવા પર અથવા સામાન્ય ભિક્ષુ દ્વારા ચોથાવ્રતનો ભંગ કરવા પર તેને ત્રણ વર્ષ પછી તેની યોગ્યતા હોય તો કોઈપણ પદ પર નિર્યુક્ત કરી શકાય છે પરંતુ તે પહેલા તેને કોઈ પદ ન અપાય. સૂત્ર-૧૮-૨૨ ઃ જો પદવીધારી કોઈ બીજાને એ પદ પર નિયુક્ત કર્યા વિના સંયમ છોડીને ચાલ્યા જાય અને તે ફરીથી દીક્ષા અંગીકાર કરે તો તેને જીવન ભર કોઈપણ પદ આપી શકાય નહિ. જો કોઈ પોતાનું પદ બીજાને સોંપીને જાય અથવા સામાન્ય સાધુ સંયમ ત્યાગ કરીને જાય અને ફરીથી દીક્ષા લીધા બાદ તેની યોગ્યતા હોય તો ત્રણ વર્ષ બાદ તેને કોઈપણ પદ યથાયોગ્ય સમય પર આપી શકાય છે. સૂત્ર-૨૩-૨૯ : બહુશ્રુત સાધુ અથવા આચાર્ય આદિ પ્રબલ કારણે અનેક વાર જૂઠ, કપટ, પ્રપંચ, અસત્ય આક્ષેપ વગેરે અપવિત્ર પાપકારી કાર્ય કરે અથવા અનેક સાધુ, આચાર્ય આદિ મળીને આવું કૃત્ય કરે તો તે જીવન પર્યંત સર્વ પ્રકારની પદવીઓને સર્વથા અયોગ્ય બની જાય છે. એમાં બીજો કોઈ વિકલ્પ હોતો નથી. અબહુશ્રુત સાધુ તો સર્વથા બધા પ્રમુખપદોને અયોગ્ય જ હોય છે. ચોથા ઉદ્દેશકનો સારાંશ સૂત્ર-૧-૮ : આચાર્ય, ઉપાધ્યાયે એકલા વિચરવું ન જોઈએ અને બે ઠાણાઓથી ચોમાસુ પણ કરવું ન જોઈએ. પરંતુ તે બે ઠાણાઓ વિચરી શકે છે અને ત્રણ ઠાણાઓથી ચાતુર્માસ કરી શકે છે. ગણાવચ્છેદકે બે ઠાણાએ વિચરવું ન જોઈએ અને ત્રણ ઠાણાએ ચાતુર્માસ કરવું ન જોઈએ. પણ તેઓ ત્રણ ઠાણા વિચરણ કરી શકે છે અને ચાર ઠાણાથી ચોમાસું કરી શકે છે. સૂત્ર-૯-૧૦ : અનેક આચાર્ય આદિએ એક સાથે વિચરવું હોય તો પણ ઉપર્યુક્ત સાધુ સંખ્યા પોતપોતાની નેશ્રામાં રાખતા થકા જ વિચરણ કરવું જોઈએ અને તે જ Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત વિવેકથી તેઓએ ચાતુર્માસમાં રહેવું જોઈએ. અર્થાત્ પદવીધરોને પોતાના શિષ્ય સમુદાય વગર રહેવું કહ્યું નહિ. સૂત્ર-૧૧-૧રઃ વિચરણ કાલમાં અથવા ચાતુર્માસમાં જો સંઘાડાનું સંચાલન કરનાર સાધુ કાળધર્મ પામી જાય તો બાકી રહેલા સાધુઓમાં નાના અથવા મોટા કોઈ પણ સાધુ કૃત અને પર્યાયથી યોગ્ય હોય તો તેણે પ્રમુખતા સ્વીકાર કરવી જોઈએ અને જો કોઈપણ સાધુ યોગ્ય ન હોય તો ચાતુર્માસ અથવા વિચરવાનું બંધ કરીને તુર્તજ યોગ્ય પ્રમુખ સાધુ અથવા આચાર્યના સાનિધ્યમાં પહોંચી જવું જોઈએ. સૂત્ર-૧૩-૧૪: આચાર્ય-ઉપાધ્યાય કાળધર્મના સમયે અથવા સંયમ છોડીને જાય ત્યારે તે જેને આચાર્ય ઉપાધ્યાયના પદ પર નિમણૂંક કરવાનું કહે તેને જ તે પદ પર સ્થાપિત કરવા જોઈએ અને તે યોગ્ય ન હોય તો આચાર્ય નિર્દિષ્ટને તે પદ ન દેવું અને જો પદ આપી દીધું હોય તો એને હટાવીને બીજા યોગ્ય સાધુને તે પદ દઈ શકાય છે. જે અયોગ્યનો ખોટો પક્ષ ધે તે બધા પ્રાયશ્ચિત્તને પાત્ર બને છે. સૂત્ર–૧૫-૧૭ઃ નવદીક્ષિત સાધુને યોગ્ય થઈ જાય ત્યારે અગિયારમી અથવા બારમી રાત્રિ પહેલા વડી દીક્ષા દઈ દેવી જોઈએ અને એનું ઉલ્લંઘન કરે તો આચાર્ય-ઉપાધ્યાયને યથાયોગ્ય તપ અથવા છેદ પ્રાયશ્ચિત્ત આવે છે અને સતરમી રાતનું ઉલ્લંઘન કરે તો તપ અથવા છેદ પ્રાયશ્ચિત્ત ઉપરાંત એક વર્ષને માટે પદ છોડવાનું પ્રાયશ્ચિત્ત પણ આવે છે. વડી દીક્ષાના સમયનું ઉલ્લંઘન કરવામાં નવદીક્ષિતના માતા-પિતા વગેરે પૂજ્ય પુરુષો-વડીલોની દીક્ષાનું કારણ હોય તો છે મહિના સુધી દીક્ષા ન દે તો પ્રાયશ્ચિત્ત આવતું નથી. સૂત્ર–૧૮ઃ બીજા ગણમાં અધ્યયન આદિને માટે ગયેલ સાધુએ કોઈના પૂછવા પર, પહેલાં સર્વરત્નાધિકનું નામ બતાવવું જોઈએ અને પછી જો જરૂરત હોય તો સર્વબહુશ્રુતનું નામ કહેવું જોઈએ. સૂત્ર-૧૯ઃ ગોવાળની વસ્તિમાં દુગ્ધાદિ સેવનને માટે જતા પહેલાં સ્થવિરની અર્થાત્ ગુરુ આદિની આજ્ઞા લેવી જરૂરી છે અને તેઓની આજ્ઞા મળે તો જ જવાનું કલ્પ છે. સૂત્ર-૨૦-૨૩ઃ ચરિકા(દીર્ઘવિહાર માટે) પ્રવિષ્ટ અથવા ચરિકા(દીર્ઘવિહારથી) નિવૃત્ત નિકટમાં વિચરણ કરનાર સાધુને આજ્ઞા મળ્યા પછી ચાર-પાંચ દિવસમાં ગુરુ આદિને મળવાનો પ્રસંગ આવી જાય તો એને પૂર્વ-કરેલી આજ્ઞા અનુસાર વિચરવું અથવા નિવાસ કરવો જોઈએ. ચાર પાંચ દિવસ પછી અથવા આજ્ઞા મેળ વ્યાના વધારે સમય પછી ગુરુ આદિને મળવાનો પ્રસંગ આવી જાય તો સૂત્રોક્ત વિધિ પ્રમાણે ફરીથી આજ્ઞા મેળવીને વિચરણ કરી શકાય છે. સૂત્ર૨૪-૨૫: (રત્નાધિક) અધિક સંયમ પર્યાયવાળા સાધુને (અવમરાત્મિક) Page #122 -------------------------------------------------------------------------- ________________ | છંદશાસ્ત્ર વ્યવહાર સૂત્ર સારાંશ ૧૨ અલ્પ દીક્ષા પર્યાયવાળા સાધુની સેવામાં સહયોગ આપવો ઐચ્છિક હોય છે અને સંયમની અલ્પ પર્યાયવાળા સાધુએ અધિક પર્યાયવાળા સાધુની સેવામાં સહયોગ આપવો જરૂરી છે. રત્નાધિક સાધુ જ સેવા સહયોગ લેવા ન ઇચ્છે તો આવશ્યક હોતો નથી. અવમરાનિક(અલ્પ પર્યાયવાળા) નાના સાધુ બીમાર હોય તો રત્નાધિકને પણ તેની સેવામાં સહયોગ આપવો આવશ્યક થઈ જાય છે. સૂત્ર–૨૬-૩રઃ અનેક સાધુ, અનેક આચાર્ય-ઉપાધ્યાય તથા અનેક ગણાવચ્છેદક આદિ કોઈપણ જો સાથે-સાથે વિચરણ કરે તો તેઓએ પરસ્પર સમાન બનીને ન રહેવું જોઈએ પરંતુ જે તેઓમાં રત્નાધિકહોય તેનું નેતૃત્વ સ્વીકાર કરીને વિનયપૂર્વક તેમજ સમાચારી વ્યવહારનું પાલન કરતા થકા જ સાથે રહેવું જોઈએ. | પાંચમા ઉદ્દેશકનો સારાંશ સૂત્ર-૧-૧૦:- પ્રવર્તિની બે સાધ્વીઓને સાથે લઈને(અર્થાત્ ત્રણ ઠાણાથી) વિચરણ કરે અને ત્રણ સાધ્વીઓને સાથે લઈને(અર્થાત્ ચાર ઠાણાથી) ચાતુર્માસ કરી શકે છે. ગણાવચ્છેદિકા ત્રણ સાધ્વીઓને સાથે લઈને વિચરી શકે અને ચાર સાધ્વીઓને સાથે લઈને ચાતુર્માસ કરે. અનેક પ્રવર્તિની કે ગણાવચ્છેદિકા સાથે મળે તો પણ ઉપર્યુક્ત પોત-પોતાની શિષ્યા સંખ્યા અનુસાર જ દરેકે રહેવું જોઈએ. સૂત્ર-૧૧-૧૨ :- પ્રમુખા સાધ્વી કાળધર્મ પામી જાય તો બાકીના સાધ્વીઓ બીજા યોગ્ય સાધ્વીને પ્રમુખ બનાવીને વિચરે અને તે યોગ્ય ન હોય તો વિહાર કરીને શીધ્ર બીજા સંઘાડામાં ભળી જાય. સૂત્ર-૧૩-૧૪:- પ્રવર્તિની દ્વારા નિર્દિષ્ટ યોગ્ય સાધ્વીને પદવી દેવી અને જો તે યોગ્ય ન હોય તો બીજા યોગ્યતાવાળા સાધ્વીને તે પદ પર સ્થાપિત કરવા. સૂત્ર-૧૫-૧૬:- આચારાંગ, નિશીથસૂત્ર દરેક સાધુ-સાધ્વીઓએ અર્થ સહિત કંઠસ્થ કરવા અને એને યાદ રાખવા જોઈએ અને આચાર્ય આદિએ પણ યથા સમયે પૂછતા રહેવું જોઈએ. જો કોઈને એ સૂત્ર પ્રમાદવશ ભૂલાય જાય તો એને કોઈપણ પ્રકારના પદ પર સ્થાપિત ન કરવા અને ન તો એને પ્રમુખ બનાવીને વિચરવાની આજ્ઞા આપવી. જો કોઈ સાધુ-સાધ્વી બીમારી કે સેવાના કારણથી સૂત્ર ભૂલી જાય તો ફરી સ્વસ્થ થવા પર કંઠસ્થ કર્યા પછી જ એને પદ આપી શકાય છે; કંઠસ્થ ન કરે ત્યાં સુધી તે સંઘાડાના પ્રમુખ બનીને વિચારી પણ શકતા નથી. સૂત્ર૧૭-૧૮ – વૃદ્ધાવસ્થાવાળા વૃદ્ધ, સ્થવિર સાધુ-સાધ્વી જો કંઠસ્થ કરેલા સૂત્રને ભૂલી જાય તો ક્ષમ્ય છે. તેમજ ફરીથી તે સૂત્રને યાદ કરવા પર પણ યાદ ન થાય તો તેને કોઈ પ્રાયશ્ચિત્ત આવતું નથી. અવસ્થાવાન સાધુ ક્યારેક સૂતા થકા કે Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧ર૩ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત આરામથી બેસતા થકા પણ આગમની પુનરાવૃત્તિ, શ્રવણ અને પૃચ્છા વગેરે કરી શકે છે. સૂત્ર-૧૯ઃ વિશેષ પરિસ્થિતિ વિના સાધુ-સાધ્વીએ પરસ્પર એકબીજાની પાસે આલોચના પ્રાયશ્ચિત્ત ન કરવું જોઈએ. સૂત્ર-૨૦ : સાધુ-સાધ્વીએ પરસ્પર એકબીજાનું કંઈપણ સેવાકાર્ય કરવું ન જોઈએ. આગમ પ્રમાણે વિશેષ પરિસ્થિતિને કારણે તેઓ એકબીજાની સેવા-પરિચર્યા આદિ કરી શકે છે. સૂત્ર-૨૧ : સાપ કરડી જાય તો સ્થવિરકલ્પી ભિક્ષુ મંત્ર ઉપચાર(ચિકિત્સા) કરાવી શકે છે પરંતુ જિન કલ્પીએ ઉપચાર કરવો કે કરાવવા કહ્યું નહિ. વિર કલ્પીને આ ઉપચારો કરાવવાનું પ્રાયશ્ચિત્ત પણ આવતું નથી. જ્યારે જિનકલ્પીને આવા ઉપચાર કરવાથી પ્રાયશ્ચિત્ત આવે છે. છઠ્ઠા ઉદ્દેશકનો સારાંશ. સૂત્ર–૧ : જ્ઞાતિજનોના ઘરોમાં જવાને માટે આચાર્ય આદિની ખાસ આજ્ઞા મેળવવી જોઈએ. અગીતાર્થ અને અબહુશ્રુતે એકલા ન જવું જોઈએ, ગીતાર્થ સાધુની સાથે જ જવું જોઈએ. ત્યાં તેના ઘરમાં પહોંચ્યા પહેલા બનેલી વસ્તુ જ લેવી જોઈએ પછી બનેલી કે બનાવેલી વસ્તુ ન લેવી જોઈએ. સૂત્ર-૨-૩ઃ આચાર્ય ઉપાધ્યાયના આચાર સંબંધી પાંચ અતિશય-વિશેષ છૂટ છે અને ગણાવચ્છેદકના છેલ્લા બે અતિશય છે– (૧) ઉપાશ્રયમાં પગનું પ્રમાર્જન (૨) ઉપાશ્રયમાં મલ-ત્યાગ. (૩) સેવા–કાર્ય ઐચ્છિક. (૪) ઉપાશ્રયમાં એકલા રહેવું. (૫) બહાર એકલા રહેવું. સૂત્ર-૪-૫: અકૃત સૂત્રી(અગીતાર્થ) અનેક સાધુઓને કયાંય પણ નિવાસ કરવો કલ્પ નહિ. પરિસ્થિતિવશ ઉપાશ્રય બરાબર(યોગ્ય) હોય તો એક બે રાત રહી શકે છે. વધારે રહેવા પર તે સર્વ પ્રાયશ્ચિત્તપાત્ર બને છે. સૂત્ર-૬-૭ઃ અનેક વગડ(વિભાગ), અનેક દ્વાર-માર્ગવાળા ઉપાશ્રયમાં એકલા સાધુએન રહેવું જોઈએ અને એક વગડ(વિભાગ), એક દ્વાર-માર્ગવાળા ઉપાશ્રયમાં પણ ઉભયકાળ ધર્મ જાગરણ કરતા થકા રહેવું જોઈએ. સૂત્ર-૮-૯ઃ સ્ત્રીની સાથે મૈથુન સેવન ન કરે તો પણ હસ્તકર્મના પરિણામે અને કુશીલ સેવનના પરિણામોથી શુક્રપુદ્ગલને કાઢવાથી સાધુને અનુક્રમે ગુરુમાસિક કે ગુરુચૌમાસીનું પ્રાયશ્ચિત્ત આવે છે. સૂત્ર-૧૦-૧૧ : બીજા ગચ્છમાંથી આવેલા ક્ષત દોષયુક્ત આચારવાળા સાધુસાધ્વીને પૂર્ણ આલોચના પ્રાયશ્ચિત્ત કરાવીને સાથે રાખી શકાય છે. તેમજ એની Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧ર૪ છેદશાસ્ત્ર વ્યવહાર સૂત્ર સારાંશ ૧૨૪ | સાથે આહાર કે નિવાસ કરી શકાય છે અને તેમના માટે આચાર્ય, ઉપાધ્યાય ગુરુ આદિની નિશ્રા નક્કી કરી શકાય છે. સાતમા ઉદ્દેશકનો સારાંશ સૂત્ર-૧-૨ બીજા સંઘાડામાંથી આવેલી દોષિત આચારવાળી નિગ્રંથી (સાધ્વીને) ને પ્રવર્તિની આદિ સાધ્વીઓ આચાર્યને પૂછયા વિના તેમજ એના દોષોની શુદ્ધિ કરાવ્યા વગર રાખી શકતી નથી પરંતુ આચાર્ય આદિ ભિક્ષુ પ્રવર્તિની સાધ્વીઓને પૂછયા વિના પણ એના દોષોની શુદ્ધિ કરાવીને ગચ્છમાં રાખી શકે છે. પછી જો કોઈ સાધ્વીઓ તેને ન રાખી શકે તો તેને મુક્ત કરી શકે છે. સૂત્ર-૩-૪ઃ ઉપેક્ષાપૂર્વક ત્રણ વારથી વધારે એષણાદિ દોષનું સેવન કરનાર અથવા વ્યવસ્થા ભંગ કરનાર સાધુ-સાધ્વીની સાથે આહાર સંબંધનો પરિત્યાગ કરવામાં આવે છે. આવું કરવાને માટે આચાર્યની પાસે સાધ્વીઓ પરસ્પર પ્રત્યક્ષ વાર્તાલાપ કરી શકતી નથી. પરંતુ તે સાધુ કે આચાર્યની પાસે એક બીજાની અનુપસ્થિતિમાં વાર્તાલાપ કરી શકે છે. એવા સમયે સાધુઓ આચાર્યની પાસે પ્રત્યક્ષ વાર્તા કરી શકે છે. સૂત્ર-૫-૮ઃ સાધુ, સાધ્વીને દીક્ષા આપી શકે છે અને સાધ્વી, સાધુને દીક્ષા દઈ શકે છે. પરંતુ તેઓ તેને આચાર્ય આદિની નિશ્રામાં કરી શકે છે પણ પોતાની નેશ્રામાં નહિ અર્થાત્ ગચ્છના સામાન્ય સાધુ પોતાની શિષ્યા કરી શકે નહીં. સૂત્ર-૯-૧૦: સાધ્વી અતિદૂરસ્થ(ખૂબ દૂર રહેલા) આચાર્ય, પ્રવર્તિની નિશ્રા સ્વીકારીને દીક્ષા ન લ્ય, નજીક જ રહેલા આચાર્ય કે પ્રવર્તિનીની જ નેશ્રાનો સ્વીકાર કરે. સાધુ, દૂર રહેલા આચાર્યની નિશ્રાનો સ્વીકાર કરીને પણ દીક્ષા અંગીકાર કરી શકે છે. સૂત્ર-૧૧-૧રઃ અતિ દૂર રહેલી સાધ્વીને બીજી સાથ્વી ક્ષમાયાચના કરી શકે છે. સાધુને ક્ષમાયાચના કરવા માટે પ્રત્યક્ષ મળવું જરૂરી હોય છે. [ભાષ્યમાં પરિસ્થિતિ વશ સાધુને પણ દૂરથી ક્ષમાયાચના કરવાનું કહેલ છે. સૂત્ર-૧૩-૧૪ : ઉત્કાલમાં એટલે બીજા અને ત્રીજા પહોરમાં કાલિકસૂત્રનો સ્વાધ્યાય ન કરવો જોઈએ(ઉત્તરાધ્યયન આદિકાલિકસૂત્રનો) પરંતુ ક્યારેક સાધ્વી ઉપાધ્યાય આદિને સ્વાધ્યાય સંભળાવી શકે છે. સૂત્ર-૧૫-૧૬ : બત્રીશ પ્રકારની અસક્ઝાયનો કાળ હોય ત્યારે સ્વાધ્યાય ન કરવો જોઈએ અને જ્યારે અસજઝાય કાળ ન હોય ત્યારે સ્વાધ્યાય અવશ્ય કરવો જોઈએ. સૂત્ર૧૭ઃ પોતાના શરીરની અસક્ઝાયમાં સ્વાધ્યાય ન કરવો પરંતુ સાધુ-સાધ્વી Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ૧૨૫ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીતા વિવેકપૂર્વક પરસ્પર આગમના અર્થની વહેચણી લઈ-દઈ શકે છે. સૂત્ર–૧૮-૧૯ઃ ત્રીશ વર્ષ સુધીની સંયમ પર્યાયવાળી સાધ્વીઓએ ઉપાધ્યાય અને પ્રવર્તિની વિના ન રહેવું જોઈએ અને સાઠ વર્ષ સુધીની સંયમ પર્યાયવાળી સાધ્વીઓએ આચાર્ય વગર ન રહેવું જોઈએ. સૂત્ર૨૦ઃ સાધુ વિહાર કરતા હોય તે માર્ગમાં બીજા કોઈ સાધુનો મૃતદેહ પડેલો જુવે તો તેને યોગ્ય વિધિથી અને યોગ્ય સ્થાનમાં પરઠી દેવો જોઈએ અને તે મૃત સાધુના જો કોઈ ઉપયોગી ઉપકરણો હોય તો તેને ગ્રહણ કરી આચાર્યની આજ્ઞા લઈને ઉપયોગમાં લઈ શકે છે. સૂત્ર-૨૧-૨૨ઃ શય્યાતર મકાનને વેચે અથવા ભાડે આપે તો નવા માલિકની કે પૂર્વમાલિકની અથવા બંનેની આજ્ઞા લઈ શકાય છે. સૂત્ર-ર૩ઃ ઘરના કોઈ માણસની કે જવાબદાર નોકરની આજ્ઞા લઈને રહી શકાય છે. હંમેશાં પિતાને ઘરે રહેનારી લગ્ન કરેલી પુત્રીની પણ આજ્ઞા લઈ શકાય છે. સૂત્ર-૨૪: રસ્તે ચાલતા બેસવું હોય તો પણ આજ્ઞા લઈને જ બેસવું જોઈએ. સૂત્ર-૨૫-૨૬: રાજા અને રાજ્યવ્યવસ્થા બદલાવાથી, તેના રાજયમાં વિચરણ કરવા માટે ફરીથી આજ્ઞા લેવી જરૂરી છે અને જો એ જ રાજાનો રાજકુમાર આદિ વંશનો વારસદાર જ રાજા બને તો અને રાજ્ય વ્યવસ્થામાં કોઈ પરિવર્તન ન થયું હોય તો પૂર્વ લીધેલી આજ્ઞાથી વિચરણ કરી શકાય છે. | | આઠમા ઉદ્દેશકનો સારાંશ સૂત્ર-૧: સ્થવિર ગુરુ આદિની આજ્ઞાથી શયનાસન ભૂમિ રત્નાધિકના ક્રમથી ગ્રહણ કરવી. સૂત્ર-૨-૪: પાટ વગેરે એક હાથથી ઉપાડીને સરલતાથી લઈ જઈ શકાય એવા જ લાવવા અને તેનું વેષણ ત્રણ દિવસ સુધી કરી શકાય છે અને સ્થવિરવાસને અનુકૂળ પાટની ગવેષણા પાંચ દિવસ સુધી કરી શકાય તેમજ વધારે દૂરથી પણ લાવી શકાય છે. સૂત્રપઃ એકલ વિહારી વૃદ્ધ સાધુને જો અનેક પ્રકારના ઔપગ્રહિક ઉપકરણ હોય તો તે ઉપકરણોને આહારાદિ લેવા જાય ત્યારે કોઈની દેખરેખમાં મૂકીને જાય; પાછા આવવા પર તેને જાણ કરીને ગ્રહણ કરી લેવા જોઈએ. * * પડિમાધારી અને જિનકલ્પી આદિ સાધુઓને ચર્મ-છત્ર વગેરે હોતા નથી, તેથી અહીં એ સામાન્ય સ્થવિરકલ્પી સપરિસ્થિતિક એકલ વિહારી વૃદ્ધ સાધુનું વર્ણન છે. એકલવિહારનો એકાંતનિષેધ કરનારા વિદ્વાનો આ પાઠ ઉપર સચ્ચાઈથી વિચાર કરી ઉત્સુત્ર પ્રરૂપણાથી બચે, તેવી ભલામણ. Page #126 -------------------------------------------------------------------------- ________________ | છેદશાસ્ત્રઃ વ્યવહાર સૂત્ર સારાંશ ૧ર સૂત્ર-૬-૯ઃ કોઈ ગૃહસ્થના શય્યા સંસ્મારક આદિ બીજા ઉપાશ્રયમાં, મકાનમાં લઈ જવાના હોય તો એની ફરીથી આજ્ઞા લેવી. ક્યારેક થોડા સમયને માટે કોઈ ગૃહસ્થના પાટ આદિ ઉપાશ્રયમાં જ છોડી દીધા હોય તો એને ગ્રહણ કરવાને માટે ફરીથી આજ્ઞા લેવી. આજ્ઞા વિના ગ્રહણ ન કરવું કારણ કે તે પોતાની નિશ્રાથી થોડા સમય માટે છોડી દીધેલા છે. સૂત્ર-૧૦-૧૧: મકાન-પાટ આદિની પહેલાં આજ્ઞા લઈને પછી જ ગ્રહણ કરવા જોઈએ પરંતુ ક્યારેક દુર્લભ શય્યાની પરિસ્થિતિમાં વિવેકપૂર્વક પહેલાં ગ્રહણ કરીને પછી આજ્ઞા લઈ શકાય છે. સૂત્ર–૧૩-૧૫ઃ રસ્તામાં ચાલતી વખતે કોઈ સાધુનું ઉપકરણ પડી જાય અને બીજા કોઈ સાધુને મળે તો તેની પૂછપરછ કરી જેનું હોય તેને દઈ દેવું અને જો એનો કોઈપણ સ્વીકાર ન કરે તો પરઠી દેવું અર્થાત્ છોડી દેવું. જો રજોહરણ આદિ મોટા ઉપકરણો હોય તો પોતાની સાથે વધારે દૂર પણ લઈ જવા અને પૂછ-પરછ કરવી. સૂત્ર–૧૬: વધારે પાત્રા આચાર્ય આદિની આજ્ઞાથી ગ્રહણ કર્યા હોય તો તેને જ દઈ દેવા. પોતાને જેને દેવાની ઇચ્છા હોય તેને પોતે જ ન આપવા; જેનું નામ લઈને પાત્ર લીધા હોય તેને આચાર્યની આજ્ઞા લઈને આપી દેવા. સૂત્ર-૧૭ : હંમેશાં કંઈક ને કંઈક ઉણોદરી તપ કરવું જોઈએ. ઊણોદરી તપ કરનાર પ્રકામ ભોજી કહેવાતા નથી. ઊંકે | નવમા ઉદ્દેશકનો સારાંશ | સૂત્ર-૧-૮શય્યાતરના નોકર અને મહેમાનને પૂર્ણ રૂપે આપેલ આહારમાંથી સાધુને લઈ શકાય છે અને જો પ્રાતિહારિક-વધેલો આહાર માલિકને પાછો આપવાનો હોય તો તેમાંથી સાધુને આહાર ન લેવો જોઈએ. સૂત્ર-૯-૧૬ઃ શય્યાતરના સહયોગથી જીવનનો નિર્વાહ કરનારા જ્ઞાતિજન જો ભોજન બનાવે અથવા ખાય તો તેમાંથી સાધુને આહાર લેવો કલ્પે નહિ. સૂત્ર–૧૭-૩૬: શય્યાતરની ભાગીદારીવાળી દુકાનમાં જો કોઈ પદાર્થ ભાગીદારી વિનાનો હોય તો તેના ભાગીદાર પાસેથી લઈ શકાય છે. તેમજ વિભાગ થયેલા કોઈપણ પદાર્થ ભાગીદાર પાસેથી લઈ શકાય છે. સૂત્ર-૩૭-૪૦ઃ સાત સપ્તક, આઠ અષ્ટક, નવ નવક અને દશ દશક દિવસોમાં દત્તિઓની મર્યાદાથી ભિક્ષા ગ્રહણ કરીને ચાર પ્રકારની ભિક્ષુ પ્રતિમાઓનું આરાધન સાધુ-સાધ્વી બન્ને કરી શકે છે. સૂત્ર-૪૧-૪૨ઃ સ્વમૂત્ર પીવાની નાની-મોટી પડિમાનું સાત અથવા આઠ દિવસમાં Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧ર૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત આરાધન કરવામાં આવે છે. એમાં સૂત્રોક્ત પૂર્ણ શુદ્ધ પ્રશ્રવણ(મૂત્ર) દિવસમાં જ પીવામાં આવે છે, રાત્રિમાં નહિ. સૂત્ર-૪૩-૪૪ – એક વારમાં અખંડ ધારાથી સાધુના હાથમાં અથવા પાત્રમાં આપવામાં આવતા આહાર આદિને એક દત્તિ” કહેવામાં આવે છે. સૂત્ર-૪૫ઃ ત્રણ પ્રકારના ખાવાના પદાર્થ હોય છે (૧) સંસ્કારિત પદાર્થ (ર) શુદ્ધ અલેપ્ય પદાર્થ (૩) શુદ્ધ લેપ્ય પદાર્થ-એમાંથી કોઈપણ અંગે અભિગ્રહ ધારણ કરી શકાય છે. સૂત્ર-૪૬: “પ્રગૃહિત’ નામની છઠ્ઠી પિંડેષણાને યોગ્ય આહારની ત્રણ અવસ્થાઓ હોય છે– (૧) વાસણમાંથી બહાર કાઢતાં (૨) પીરસવાને માટે જતાં (૩) થાળી આદિમાં પીરસતાં. બીજી અપેક્ષાથી આહારની બે અવસ્થા પણ કહી શકાય છે– (૧) વાસણમાંથી બહાર કાઢતાં (૨) થાળી આદિમાં પીરસતાં. _| દશમા ઉદ્દેશકનો સારાંશ સૂત્ર-૧-૨ - યવમધ્ય ચંદ્રપડિમા અને વજ મધ્ય ચંદ્ર પડિમાની સૂત્રોક્ત વિધિથી વિશિષ્ટ સંઘયણવાળા, શ્રુતસંપન્ન સાધુ આરાધના કરી શકે છે. એ પડિમા એક-એક મહિનાની હોય છે. તેમાં આહાર-પાણીની દત્તિ ક્રમશઃ ઘટે-વધે છે. સાથે જ બીજા અનેક નિયમ, અભિગ્રહ કરવામાં આવે છે અને પરીષહ ઉપસર્ગોને ધૈર્યની સાથે શરીર પ્રતિ નિરપેક્ષ બનીને સહન કરવામાં આવે છે. સૂત્ર-૩ઃ આગમ, શ્રત, આજ્ઞા, ધારણા અને જીત આ પાંચ વ્યવહારોમાંથી જે સમયે જે ઉપલબ્ધ હોય તેનો અનુક્રમે-નિષ્પક્ષ ભાવથી ઉપયોગ કરવો જોઈએ. સ્વાર્થ, આગ્રહ કે ઉપેક્ષાના કારણે વ્યુત્કમથી ઉપયોગ ન કરવો જોઈએ. વિપરીત વ્યવહાર કરનારા વિરાધક થાય છે. સમ્યક્ વ્યવહાર કરનારા આરાધક થાય છે. સૂત્ર-૪-૧૦ – ધર્મમાં, આચારમાં અને ગણ સમાચારીમાં સ્થિર રહેનારાની કે એનો ત્યાગ કરી દેનારાની બે ચૌભંગી બને છે. સૂત્ર-૧૧ – દ્રઢધર્મી અને પ્રિયધર્મી સંબંધી એક ચૌભેગી થાય છે. સૂત્ર ૧ર-૧૫ – દીક્ષાદાતા અને વડી દીક્ષાદાતાની મૂળ આગમના વાચનાદાતા અને અર્થ આગમના વાચનાદાતાની તથા તેના સંબંધિત શિષ્યોની કુલ ચાર ચૌભંગીઓ છે અને તે ચૌભંગીઓના અંતિમ ભંગની સાથે ધર્માચાર્ય(પ્રતિબોધ દાતા)નું તેમજ ધર્મઅંતેવાસીનું કથન કરવામાં આવ્યું છે. સૂત્ર૧૬ઃ ત્રણ પ્રકારના સ્થવિર હોય છે (૧) શ્રતથી (૨) દીક્ષા પર્યાયથી (૩) ઉંમરથી; અર્થાત્ (૧) અગિયાર સૂત્ર કંઠસ્થજુઓ– પૃષ્ટઃ 19] (ર) વીસ વર્ષની સંયમ પર્યાય (૩) સાઠ વરસની ઉંમરવાળા. Page #128 -------------------------------------------------------------------------- ________________ | વેદશાસ્ત્રઃ વ્યવહાર સૂત્ર સારાંશ ૧૨૮ ૧૮ સૂત્ર-૧૭ શૈક્ષની(ઉપસ્થાપના પહેલાની) ત્રણ અવસ્થાઓ હોય છે. (૧) સાત દિન (૨) ચાર મહિના (૩) છ મહિના. સૂત્ર-૧૮-૧૯ઃ ગર્ભકાલ સહિત ૯ વર્ષની પહેલા કોઈને દીક્ષા નદેવી, કારણવશ દીક્ષા દેવાઈ ગઈ હોય તો વડી દીક્ષા ન દેવી જોઈએ. સૂત્ર-૨૦-૨૧ : અવ્યક્ત(૧૬ સોળ વરસથી ઓછી ઉંમરવાળા)ને આચારાંગ નિશીથની વાચણી ન દેવી, બીજા અધ્યયન કરાવવા. સૂત્ર-૨૨-૨૬ઃ ત્રણ વર્ષની સંયમ પર્યાય સુધીમાં સાધુને ઓછામાં ઓછા આચારાંગ અને નિશીથ સૂત્ર અર્થ સહિત કંઠસ્થ કરાવી લેવા જોઈએ અને ક્રમશ: ૨૦ વર્ષની સંયમ પર્યાય સુધીમાં યથાયોગ્ય શિષ્યોને સૂત્રોક્ત બધા જ આગમોની વાચણી યથાક્રમથી પૂર્ણ કરાવી લેવી જોઈએ. બુદ્ધિમાન શિષ્ય થોડા સમયમાં વધારે મૃત અધ્યયન કરી શકે છે, આવું અનેક આગમ પાઠોથી સ્પષ્ટ થાય છે વિશેષ માટે જુઓ આ જ પુસ્તકમાં પરિશિષ્ટ ખંડ–૧માં “અધ્યયન પ્રણાલી”, સૂત્ર ૩૭: આચાર્ય આદિ દશની ભાવ સહિત સેવા કરવી. તેઓની સેવા કરવાથી ઘણા જ કર્મનો ક્ષય થાય છે તેમજ મોક્ષની પ્રાપ્તિ થાય છે. [નોંધ:- વિશેષ જાણકારી માટે ગુરુપ્રાણ ફાઉન્ડેશન રાજકોટથી પ્રકાશિત વિવેચન યુક્ત છેદ સૂત્રનું અધ્યયન કરવું જોઈએ.] સૂત્ર સંખ્યા:ઉદ્દેશક સૂત્ર સંખ્યા : : વિશેષ સૂચના: : જે પ્રકરણમાં ભાષ્ય, ટીકા, : ચૂર્ણ કે નિર્યુક્તિ વ્યાખ્યાનું : : સૂચન કરવામાં આવ્યું હોય અને ; : તે સ્થળ કોઈને જોવું હોય તો : મુનિ શ્રી દ્વીપરત્ન સાગર દ્વારા ; સંપાદિત અને પ્રકાશિત : : આગમોના ટીકાગ્રંથ, જે ત્રીસ : ભાગમાં છે તે જોવા વિનંતી. યોગ કુલ: - Örnone aw w ro 'II વ્યવહાર સૂત્ર સંપૂર્ણ | Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧ર૯ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત '[૧૦] પરિશિષ્ટ-૧: સંઘ વ્યવસ્થામાં પ્રમુખ પદોનું જ્ઞાન | T F F I [૧] સંઘાડા પ્રમુખઃ ગણધારક | F | | [ઉદ્દેશક-૩ સૂત્ર-૧,૨] જો કોઈ સાધુ ગચ્છના પ્રમુખ બનીને વિચરવા ઇચ્છે તો તેનું પલિછન્ન હોવું આવશ્યક છે અર્થાત્ જે શિષ્ય સંપદા અને શ્રુત સંપદાથી સંપન્ન હોય તે પ્રમુખરૂપમાં વિચરણ કરી શકે છે. અહીં ભાષ્યકારે શિષ્ય સંપદાથી અને શ્રુત સંપદાના ચાર ભાંગા કહ્યા છે. તેમાંથી પહેલા ભાંગા પ્રમાણે જે બે પ્રકારની સંપદાથી યુક્ત હોય તેણે જ પ્રમુખ તરીકે વિચરવું જોઈએ. જો જુદા-જુદા શિષ્ય કરવાની પરંપરા નહોય તો શ્રુત સંપન્ન (આગમવેત્તા) તથા બુદ્ધિમાન સાધુ ગણના કેટલાક સાધુઓને લઈને તેઓની પ્રમુખતા કરતા થકા વિચરી શકે છે. જે સાધુને એક અથવા અનેકશિષ્ય હોય તે સાધુ શિષ્ય સંપદાયુક્ત કહેવાય છે. જે સાધુ આવશ્યક સૂત્ર, દશવૈકાલિક સૂત્ર, ઉત્તરાધ્યયન સૂત્ર તથા આચારાંગ સૂત્ર અને નિશીથસૂત્રના મૂળ અને અર્થને ધારણ કરનારા હોય, જેણે આટલા મૂળ સૂત્ર ઉપાધ્યાયની નિશ્રામાં કંઠસ્થ કર્યા હોય તેમજ આચાર્ય કે ઉપાધ્યાય પાસેથી એ સૂત્રોના અર્થની વાંચણી લઈને તેને પણ કંઠસ્થ કર્યા હોય તથા વર્તમાનમાં તે શ્રુત તેને ઉપસ્થિત હોય તો તેને શ્રુતસંપન્ન કહેવામાં આવે છે. જેમને એક પણ શિષ્ય નથી અને ઉપર્યુક્ત કૃતના અધ્યયન પણ જેણે ન કર્યા હોય તે સાધુ ગણ-ધારણને અયોગ્ય છે. - જો કોઈ સાધુને શિષ્ય સંપદા તો છે પરંતુ તે બુદ્ધિમાન અને શ્રુતસંપન્ન ન હોય અથવા ગ્રહણ કરેલા કૃતને ભૂલી ગયા હોય, તે પણ ગણ-ધારણને અયોગ્ય છે પરંતુ જો કોઈ સાધુને વૃદ્ધ અવસ્થાને કારણે(છ વર્ષથી વધારે ઉંમરવાળાને) શ્રુતનું વિસ્મરણ થઈ ગયું હોય, તો તે સાધુને શ્રુતસંપન્ન જ કહેવામાં આવે છે અને ગણ ધારણ કરી શકે છે. ભાષ્યકારે શિષ્ય સંપદાવાળાને “દ્રવ્ય પલિચ્છન્ન” અને શ્રુતસંપન્ન ભાવ પલિચ્છન્ન' કહ્યા છે. તેની ચૌભંગીયુક્ત વિવેચનથી “ભાવ પલિચ્છન્ન”ને જ ગણધારણ કરીને વિચરવા યોગ્ય કહ્યા છે. જેનો સારાંશ આ પ્રમાણે છે કે જે સાધુ આવશ્યક શ્રુતજ્ઞાનથી સંપન્ન હોય અને બુદ્ધિ સંપન્ન હોય તે સાધુ ગણ ધારણ કરીને વિચારી શકે છે. ભાષ્યકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે – ૧. વિચરણ કરતા થકા તે સાધુ–સ્વયને અને બીજા સાધુઓને જ્ઞાન, દર્શન અને ચારિત્રની શુદ્ધ આરાધના કરવા કરાવવામાં Page #130 -------------------------------------------------------------------------- ________________ વેદશાસ્ત્ર વ્યવહાર સૂત્ર પરિશિષ્ટ ૧૩૦ સમર્થ હોય.૨. જનસાધારણને પોતાના જ્ઞાન તથા વાણી અને વ્યવહારથી ધર્મની સન્મુખ કરી શકતા હોય. ૩. અન્ય મતથી ભાવિત કોઈ પણ વ્યક્તિ પ્રશ્ન ચર્ચા કરવાને માટે આવે તો એને બરાબર જવાબ દેવામાં સમર્થ હોય, એવા સાધુ ગણ-પ્રમુખના રૂપમાં અર્થાત્ સંઘાટક પ્રમુખ બનીને વિચરણ કરી શકે છે. ધર્મ પ્રભાવનાને લક્ષમાં રાખીને વિચરણ કરનારા પ્રમુખ સાધુમાં એ ભાષ્યોક્ત ગુણો હોવા આવશ્યક છે. અભિગ્રહ-પડિમાઓ અને મૌન સાધના આદિ ફક્ત આત્મ કલ્યાણના લક્ષથી વિચરણ કરનારાઓને સૂત્રોક્ત શ્રુત સંપન્ન રૂપ પલિચ્છન્ન થવું જ પર્યાપ્ત છે. તેમજ ભાષ્યકારે બતાવ્યા પ્રમાણે ગુણો ન હોય તો પણ સાધુ પ્રમુખ બનીને વિચરતા થકા આત્મસંયમ સાધના કરી શકે છે. સંક્ષેપમાં ધર્મપ્રભાવક માટે જ ભાષ્યોક્ત ગુણો આવશ્યક સમજવા. - બીજા સૂત્ર અનુસાર કોઈપણ શ્રુતસંપન્ન સાધુ સ્વેચ્છાથી ગણ પ્રમુખ બનીને વિચરવાને માટે ન જઈ શકે પરંતુ ગચ્છના સ્થવિર ભગવંતની આજ્ઞા લઈને જ ગણ ધારણ કરી શકે છે. અર્થાત્ સ્થવિર પૂજ્યવરોને કહે કે- હે ભગવંત હું કેટલાક સાધુઓને લઈને વિચરવા ઇચ્છું છું ત્યારે સ્થવિર ભગવંત તેમની યોગ્યતાને જાણીને તેમજ ઉચિત સમય જોઈને આજ્ઞા આપે તો ગણધારણ કરી શકે છે. જો તે સ્થવિર કોઈ કારણવશ આજ્ઞા ન આપે તો ગણ ધારણ કરવો ન જોઈએ તેમજ તે માટે યોગ્ય સમયની પ્રતિક્ષા કરવી જોઈએ. સૂત્રમાં સ્થવિર ભગવંતની આજ્ઞા મેળવવાની જે વાત કરવામાં આવી છે એના સંદર્ભમાં એ સમજવું જોઈએ કે અહીં સ્થવિર શબ્દથી આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક આદિ બધા આજ્ઞા દેનારા અધિકારી સૂચિત કર્યા છે, કારણ કે સ્થવિર શબ્દ અત્યંત વિશાળ છે. એમાં સર્વ પદવીધારી અને અધિકારી સાધુઓનો સમાવેશ થઈ જાય છે. આગામોમાં ગૌતમ ગણધર તથા સુધર્માસ્વામીને માટે તેમજ તીર્થકરોને માટે પણ થેરે = સ્થવિર શબ્દનો પ્રયોગ છે. તેથી આ વિધાનનો આશય એ છે કે ગણધારણને માટે ગચ્છના કોઈપણ અધિકારી સાધુની આજ્ઞા લેવી આવશ્યક છે અને પોતાનું શ્રુતસંપદા આદિથી સંપન્ન હોવું પણ આવશ્યક છે. જો કોઈ સાધુ ઉત્કૃષ્ટ ઇચ્છાને કારણે આજ્ઞા લીધા વિના કે સ્વીકૃતિ મળ્યા વિના પણ પોતાના શિષ્યોને કે બીજા પોતાની નેશ્રામાં અધ્યયન આદિને માટે રહેલા સાધુઓને લઈને વિચરણ કરે તો તે પ્રાયશ્ચિત્તને પાત્ર બને છે. તેમની સાથે શિષ્ય તરીકે રહેનારા કે અધ્યયન આદિ કોઈપણ કારણથી તેમની નેશ્રામાં રહેનારા સાધુ તેમની આજ્ઞાનું પાલન કરતા થકા તેની સાથે રહેલા છે તે સાધુઓ પ્રાયશ્ચિત્તને પાત્ર બનતા નથી. એ પણ બીજા સૂત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ ૧૩૧ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત આજ્ઞા વિના ગણધારણ કરનારા સાધુને માટે પ્રાયશ્ચિત્તનું વિધાન કરતાં સૂત્રમાં કહ્યું છે કે તે સંતરા છેવા પરિહારે વા, એનો અર્થ કરતા વ્યાખ્યાકારે સ્પષ્ટ કર્યું છે કે તે સાધુ પોતાના અપરાધને કારણે યથાયોગ્ય છેદ(પાંચ દિવસ આદિ) પ્રાયશ્ચિત્તને અથવા મહિના આદિ પરિહાર તપ કે સામાન્ય તપ રૂ૫ પ્રાયશ્ચિત્ત પાત્ર બને છે. અર્થાત્ આલોચના કરવાથી કે આલોચના ન કરવાથી પણ અનુશાસન વ્યવસ્થા હેતુથી તેને આ સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત દેવામાં આવે છે. સૂત્રમાં આવિધાન સાધુ માટે કહ્યું છે. આવી રીતે સાધ્વીને માટે પણ સંપૂર્ણ વિધાન સમજવું જોઈએ. તેને વિચરવા માટે સ્થવિરા અથવા પ્રવર્તિનીની આજ્ઞા લેવી જોઈએ. Hi F I[૨] ગચ્છના ગુણવાનોનું પદ દ્વારા સન્માન | | [ઉદ્દેશક–૨ સૂત્ર-૨૫] ગણમાં અનેક ગીતાર્થ શ્રમણ,શિષ્યથી તેમજ શ્રુતજ્ઞાન તથા સંયમ પર્યાય આદિની ઋદ્ધિથી સંપન્ન હોય તો એકને મૂળ આચાર્ય અને તેના જેવા જ ગુણોથી સંપન્ન એકને ઉપાધ્યાય પદ પર નિયુક્ત કરવા જોઈએ. ત્યાર બાદ જે કોઈ શ્રમણ, શિષ્ય-સંપદાથી પરિપૂર્ણ હોય અને આચાર્યના લક્ષણોથી યુક્ત હોય તેને પણ આચાર્ય અથવા ઉપાધ્યાયની પદવી પર નિયુક્ત કરવા જોઈએ અને તેવા ગુણોથી યુક્ત ન હોય તો પ્રવર્તક અથવા સ્થવિર આદિ પદથી વિભૂષિત કરવા જોઈએ. પરંતુ જેઓને ઘણા શિષ્ય ન હોય તેઓએ એક મુખ્ય આચાર્યના અનુશાસનમાં જ રહેવું જોઈએ. | મુખ્ય આચાર્યથી જે સંયમ પર્યાયમાં મોટા હોય અને શ્રુતસંપદાથી સંપન્ન પણ હોય પરંતુ આચાર્ય-ઉપાધ્યાય પદને યોગ્ય ન હોય તો તેઓને સ્થવિર આદિ પદથી સન્માનિત કરવા જોઈએ. જો બીજા સાધુ આચાર્યથી વધારે સંયમ પર્યાયવાળા ન હોય, શ્રુત સંપદા અને શિષ્ય સંપદાવાળા ન હોય તો બધા સાધુઓને એક જ આચાર્ય ઉપાધ્યાયના અનુશાસનમાં રહેવું જોઈએ. કારણ કે શ્રુત સંપદા અને શિષ્ય સંપદા રહિત શ્રમણ કોઈ પદ યોગ્ય હોતા નથી. એક આચાર્ય અને ઉપાધ્યાય સંપૂર્ણ ગચ્છના શિષ્યોની સંપદાવાળા જ હોય છે, બધા શિષ્યો તેઓની નિશ્રાવાળા હોય છે. | F [િ૩] સાત પદવીઓ અને એની ઉપયોગિતા) | પર [ઉદ્દેશક–૩ઃ સૂત્ર–૧૩] ૧. આચાર્ય – જે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્યએ પાંચ આચારનું પોતે પાલન કરે અને આજ્ઞાનુવર્તી શિષ્યોને પાલન કરાવે, જે સાધુસંઘના સ્વામી હોય અને સંઘના અનુગ્રહ-નિગ્રહ, સારણા-વારણા અને ધારણામાં કુશળ હોય, લોક સ્થિતિના વેત્તા હોય, આચાર સંપદા આદિ આઠ Page #132 -------------------------------------------------------------------------- ________________ વેદશાસ્ત્ર વ્યવહાર સૂત્ર પરિશિષ્ટ ૧૩ર સંપદાઓથી યુક્ત હોય તે આચાર્ય પદને યોગ્ય છે. ૨. ઉપાધ્યાય – જે સ્વયં દ્વાદશાંગ ગ્રુતનાવિશેષજ્ઞ હોય, અધ્યયન માટે આવેલા શિષ્યોને આગમોના અભ્યાસ કરાવનારા હોય અને વ્યવહાર સૂત્ર : ઉદ્દેશક–૩, સૂત્ર-૩માં કહેલા ગુણોના ધારક હોય તથા ત્યાં કહેલા શાસ્ત્રોને કંઠસ્થ ધારણ કરનારા હોય, તે ઉપાધ્યાય પદને યોગ્ય થાય છે. ૩. પ્રવર્તક – આ પદ થોડી સંખ્યાના સાધુ સમુદાયમાં આચાર્યના સ્થાને દેવામાં આવે છે. વિશાલ સમૂહમાં પ્રવર્તક પદવીધર આચાર્યના સહાયક બને છે. જે સાધુઓની યોગ્યતા અને રુચિ જોઈને તેઓને આચાર્ય નિર્દિષ્ટ કાર્યોમાં તથા તપ-સંયમ-યોગ, વૈયાવચ્ચ, સેવા, શુશ્રુષા, અધ્યયન-અધ્યાપન આદિમાં નિયુક્ત કરે છે. આ પદવીવાળાની યોગ્યતા આચાર્ય સમાન હોવી જ અતિ ઉત્તમ છે. ઓછામાં ઓછી ઉપાધ્યાયની બરાબર તો હોવી જ જોઈએ. ૪. સ્થવિર – જે સાધુઓને સંયમ પાલનમાં શિથિલ જોઈને અથવા સંયમમાં વિચલિત જોઈને આ લોક અને પરલોક સંબંધી અપાયોનો(અનિષ્ટોનો) ઉપદેશ કરી તેઓને ધર્મ-કર્તવ્યમાં સ્થિર કરે. ૫. ગણી - જે કેટલાક સાધુઓના ગણના સ્વામી હોય, કે મોટા સંઘમાં સાધ્વીઓની દેખરેખ અને વ્યવસ્થા કરનારા હોય અથવા મુખ્ય આચાર્યની નિશ્રામાં જે અનેક આચાર્ય હોય છે, તેને ગણી કહેવામાં આવે છે. ૬. ગણધર:- જે કેટલાક સાધુઓના પ્રમુખ બનીને અર્થાત્ સંઘાડાના પ્રમુખ બનીને વિચરણ કરતા હોય. ૭. ગણાવછેદક – જે સાધુઓના ભોજન-પાણી, સ્થાન, ઔષધ-ઉપચાર, પ્રાયશ્ચિત્ત આદિની વ્યવસ્થા કરનારા હોય. જે સમૂહમાં એક બે સંઘાડા જ વિચરતા હોય અથવા પાંચ-સાત સાધુ જ હોય તે સાધુ સમુદાયમાં સ્થવિર અથવા પ્રવર્તકનું હોવું આવશ્યક છે, આચાર્યઉપાધ્યાયનું હોવું ત્યાં આવશ્યકનથી. જે સમુદાયમાં ત્રણ તેમજ વધારે સંઘાડા વિચરે છે અથવા દશથી વધારે સંતોનો સમુદાય હોય તો તે સમુદાયમાં આચાર્ય-ઉપાધ્યાય આ બે પદોની નિયુક્તિ કરવી આવશ્યક છે. સો કે સોથી વધારે અથવા સેંકડો સાધુઓનો સમુદાય હોય તો તેમાં આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર તેમજ ગણાવચ્છેદક, આ પાંચ પદવીધર હોવા આવશ્યક છે. બાકીની બે પદવીઓ ગણી અને ગણધર તો સ્વાભાવિક રીતે નાના-મોટા સમુદાયમાં થતી રહ્યા કરે છે. કેમ કે શિષ્ય સંપદા થઈ જવાથી, તેમજ યોગ્ય શ્રુતનું Page #133 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના ઃ જૈનાગમ નવનીત અધ્યયન થઈ જવા પર કોઈપણ સાધુ ગણી બની શકે છે અને સંઘાડાનું સંચાલન કરનારા અનેક ગણધર-ગણધારક થઈ શકે છે. ૧૩૩ ભાષ્યમાં કહ્યું છે કે ઉપર્યુક્ત પાંચ પદવીઓથી રહિત વિશાળ ગચ્છમાં ન રહેવું જોઈએ, કારણ કે ત્યાં આત્મ અસમાધિ તેમજ અવ્યવસ્થા થવાની પૂરી સંભાવના રહે છે. આ જ રીતે થોડી સંખ્યાના સાધ્વી સમુદાયમાં પ્રવર્તિની અથવા સ્થવિરા કોઈ પણ રહી શકે છે. દશથી વધારે સંખ્યા હોય તો પ્રવર્તિનીનું હોવું જરૂરી છે. સો થી વધારે કે સેંકડોની સંખ્યામાં સાધ્વીઓ હોય તો ગણાવછેદિકાનું હોવું આવશ્યક છે. ચાલીસ વર્ષ સુધીની સાધ્વીઓને માટે ઉપાધ્યાયનું નેતૃત્વ આવશ્યક છે. તેમજ ૭૦ વર્ષ સુધીની સાધ્વીઓને માટે આચાર્યનું નેતૃત્વ આવશ્યક છે વ્યવહાર સૂત્રઃ ઉદ્દેશક-૭. સાધ્વીઓમાં પણ સંઘાડા પ્રમુખા અને પ્રવર્તિનીઓ અનેક હોઈ શકે છે. પ્રવર્તિનીની યોગ્યતા આચાર્ય-ઉપાધ્યાયની સમાન જ સમજવી જોઈએ. નાના સમુદાયમાં તેની યોગ્યતા પ્રવર્તક સમાન સમજવી. સમુદાયને વ્યવસ્થિત ચલાવવાને માટે જ એ પદવીઓની આવશ્યકતા હોય છે, તેમ સમજવું જોઈએ. પન્યાસ, સૂરી, મંત્રી, મહામંત્રી, સૂરીશ્વર, યુવાચાર્ય, ઉપાચાર્ય, ઉપપ્રવર્તક આદિ પદ આગમમાં કહ્યા નથી. તે પદો વિના જ સંપૂર્ણ સંઘ-વ્યવસ્થા કરી શકાય છે, જે આગમ અને તેની વ્યાખ્યાઓનું અધ્યયન કરવાથી સમજી શકાય છે. આચાર્ય, પ્રવર્તક વગેરેને જ્યારે પદ પરથી નિવૃત્તિ લેવી હોય ત્યારે તેણે પદનો ત્યાગ કરીને બીજા યોગ્યતાવાળાને આચાર્ય, પ્રવર્તક પદ પર નિયુક્ત કરી દેવા જોઈએ. જીવનના અંતિમ સમય સુધી કોઈએ ઉપર્યુક્ત પદોમાંથી કોઈ પણ પદ રાખવું જરૂરી હોતું નથી, પદ તો કાર્યભાર સંભાળવાને માટે જ હોય છે અને જ્યારે એ ભાર સંભાળવાની શક્તિ(વૃદ્ધાવસ્થાને કારણે) ન હોય અથવા નિવૃત્તિ લઈને આત્મસાધના કરવી હોય તો તે પદનો ત્યાગ કરી શકે છે. એવું કરવામાં કોઈ અપરાધ કે અપમાન નથી. પદથી નિવૃત્ત આચાર્ય, ઉપાધ્યાય વગેરે સંઘ સ્થવિર કહેવાય છે. તેથી ઉપાચાર્ય, ઉપપ્રવર્તક, યુવાચાર્ય આદિ પદ આગમ નિરપેક્ષ છે. જે શ્રમણ કોઈ પણ પદને યોગ્ય છે તથા સંઘ વ્યવસ્થામાં જેણે કાર્યભાર સંભાળવો જરૂરી છે તેને આગમોક્ત આચાર્ય, ઉપાધ્યાય તથા પ્રવર્તક પદમાંથી જ કોઈ પદ દેવું જોઈએ. વિશાળ સમુદાય હોય તો અનેક આચાર્ય, અનેક ઉપાધ્યાય અને અનેક પ્રવર્તક,નિયુક્ત કરી શકાય છે, પરંતુ આગમ સિવાયના વિભિન્ન નવા-નવા પદોની પરંપરાઓ ચલાવવી અતિ પ્રવૃત્તિદોષ છે. જે આગમ અધ્યયન અને આગમ Page #134 -------------------------------------------------------------------------- ________________ | છંદશાસ્ત્રઃ વ્યવહાર સૂત્ર પરિશિષ્ટ ૧૩૪ નિષ્ઠાની ખામીથી થનારી ભૂલ છે. તેથી જિનશાસનના હિતૈષી અધિકારીઓએ આગમના ઊંડા-અધ્યયનપૂર્વક સંઘ વ્યવસ્થામાં આગળ થવું જોઈએ. પ્રત્યેક પ્રવૃત્તિ નિગ્રંથ પ્રવચનને સામે રાખીને અર્થાત્ શાસ્ત્રની પ્રમુખતા રાખીને જ કરવી જોઈએ. શાસ્ત્રનું ગંભીરતાથી અને ઊંડાણથી અધ્યયન અને અનુભવ કર્યા વિના પોતપોતાની બુદ્ધિથી અથવા બહુમતીથી અવનવી પ્રવૃત્તિઓની શરૂઆત કરવી જોઈએ નહીં. [૪] આચાર્ય આદિ પદોની યોગ્યતા| F F [ઉદ્દેશક-૩ સૂત્ર–૩–૮] જે ગચ્છમાં અનેક સાધુ-સાધ્વીઓ હોય, જેના અનેક સંઘાડા જુદા-જુદાવિચરતા હોય અથવા જે ગચ્છમાં નવદીક્ષિત નાના અને યુવાન સાધુ-સાધ્વીઓ હોય, એમાં અનેક પદવીધરોનું હોવું આવશ્યક છે. તેમજ ઓછામાં ઓછા આચાર્ય, ઉપાધ્યાય આ બે પદવીધારીનું હોવું તો નિતાંત આવશ્યક છે. પરંતુ જે ગચ્છમાં બે ચાર સાધુ કે બે ચાર સાધ્વીઓ જ હોય, જેઓના એક કે બે સંઘાડા જ અલગ-અલગ વિચરતા હોય અને તેમાં કોઈપણ નવદીક્ષિત, બાલક કે યુવાન(૪૦ વર્ષ સુધીની ઉંમરવાળા) ન હોય તો આચાર્ય, ઉપાધ્યાય પદવીધર વગર પણ ફક્ત વય સ્થવિર કે પર્યાય સ્થવિર અથવા પ્રવર્તકથી તેઓની વ્યવસ્થા કરી શકાય છે. અહીં પ્રથમ સૂત્રદ્ધિકમાં ઉપાધ્યાય પદ, બીજા સૂત્રદ્ધિકમાં આચાર્ય અને ઉપાધ્યાય પદ તથા ત્રીજા સૂત્રદ્રિકમાં અન્ય પદોના યોગ્ય-અયોગ્યનું કથન; દીક્ષાપર્યાય, શ્રુતઅધ્યયન વગેરે અનેક ગુણો દ્વારા કરેલ છે. જેમાં દીક્ષાપર્યાય અને શ્રુત અધ્યયનની જઘન્ય મર્યાદા તો ઉપાધ્યાયથી આચાર્યની અને આચાર્યથી ગણાવચ્છેદકની ક્રમશઃ અધિક-અધિક કહી છે. એના સિવાય મધ્યમ અને ઉત્કૃષ્ટમાં કોઈપણ દીક્ષાપર્યાય તથા શ્રુત અધ્યયનવાળાને પણ એ પદદઈશકાય છે. આચારકુશલ આદિ બીજા ગુણોનું બધા પદવીધરો માટે સમાન રૂપથી નિરૂપણ કર્યું છે. તેથી દરેક પદયોગ્ય કે પદવીધારી સાધુમાં તે ગુણ હોવા આવશ્યક છે. સંયમ પર્યાય – ભાષ્યકારે બતાવ્યું છે કે સંયમપર્યાય અનુસાર જ ઘણું કરીને અનુભવ, ક્ષમતા, યોગ્યતાનો વિકાસ થાય છે. જેના વડે સાધુ તે-તે પદવીઓનું ઉત્તરદાયિત્વ નિભાવવામાં સમર્થ બને છે. ઉપાધ્યાયનું મુખ્ય ઉત્તરદાયિત્વ અધ્યયન કરાવવાનું છે. જેમાં તેઓને શિષ્યોના અધ્યયન સંબંધી સર્વ પ્રકારની વ્યવસ્થાની દેખરેખ કરવાની હોય છે. તેથી તે પદને માટે ઓછામાં ઓછી ત્રણ વર્ષની દીક્ષા પર્યાય જરૂરી કહી છે. આચાર્ય ઉપર ગચ્છની સંપૂર્ણ વ્યવસ્થાની જવાબદારી રહે છે, તેઓ અર્થ-પરમાર્થની Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીત વાંચણી પણ આપે છે. તેથી અધિક અનુભવ ક્ષમતાની દષ્ટિથી તેઓને માટે ઓછામાં ઓછી પાંચ વર્ષની દીક્ષાપર્યાય હોવી આવશ્યક કહી છે. ગણાવચ્છેદક ગણ સંબંધી અનેક કર્તવ્યોને પૂર્ણ કરીને એની ચિંતાથી આચાર્યને મુક્ત રાખે છે, અર્થાત્ ગચ્છના સાધુઓની સેવા, વિચરણ તથા પ્રાયશ્ચિત્ત આદિ અંતરંગ અનેક વ્યવસ્થાઓનું ઉત્તરદાયિત્વ ગણાવચ્છેદકનું હોય છે. જો કે અનુશાસનનું પૂર્ણ ઉત્તરદાયિત્વ આચાર્યનું હોય છે, તો પણ વ્યવસ્થા તથા કાર્ય સંચાલનનું ઉત્તરદાયિત્વ ગણાવચ્છેદકનું વધારે હોવાથી, તેઓની દીક્ષા પર્યાય ઓછામાં ઓછી આઠ વર્ષની હોવી આવશ્યક છે. સેકડો સાધુ-સાધ્વીનો ગચ્છ હોય ત્યારે આ પદની વિશેષ આવશ્યકતા રહે છે. અન્યગુણ:– આચારકુશળતા આદિ દશ ગુણોનું કથન આ સૂત્રોમાં છે. તેની વ્યાખ્યા ભાષ્યમાં આ પ્રકારે છે. (૧) આચાર કુશળઃ– જ્ઞાનાચારમાં તેમજ વિનયાચારમાં જે કુશળ હોય છે, તેને આચાર કુશળ કહેવામાં આવે છે; યથા ગુરુ આદિના આવવા પર ઊભા થઈ જાય છે, તેમને આસન, બાજોઠ આદિ આપે છે, પ્રાતઃકાલ તેઓને વંદન કરીને આદેશ માગે છે, દ્રવ્યથી અથવા ભાવથી તેઓની નજીક રહે છે. ગચ્છવાસી શિષ્યોને તેમજ અન્ય ગચ્છમાંથી અભ્યાસને માટે આવેલા શ્રમણોને ગુરુના પ્રત્યે શ્રદ્ધાવાન કરનારા, કાયિકી આદિ ચાર પ્રકારની વિનયપ્રતિપત્તિને યથાવિધિ કરનારા, આવશ્યક વસ્ત્રાદિ ઉપકરણ પ્રાપ્ત કરનારા, ગુરુ આદિની યથાયોગ્ય પૂજા-ભક્તિ, આદર, સત્કાર કરીને તેઓને પ્રસન્ન રાખનારા, પરુષ-કટુ વચન નહિ બોલનારા, માયા રહિત સરલ સ્વભાવી; હાથ, પગ, મુખ આદિની વિકૃત ચેષ્ટાથી રહિત; સ્થિર સ્વભાવવાળા, યથાસમય પ્રતિલેખન, પ્રતિક્રમણ અને સ્વાધ્યાય કરનારા; યથોચિત તપ કરનારા, જ્ઞાન આદિની વૃદ્ધિ તેમજ શુદ્ધિ કરનારા, સમાધિવાન અને હંમેશાં ગુરુનું બહુમાન કરનારા; આવા ગુણનિધિ સાધુ “આચાર કુશળ” કહેવાય છે. (૨) સંયમકુશળ :- (૧) પાંચ સ્થાવર, ત્રણ વિક્સેન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોની સમ્યક્ પ્રકારે જતના કરનારા; આવશ્યક હોય તો જ નિર્જીવ પદાર્થોનો વિવેક પૂર્વક ઉપયોગ કરનારા ગમનાગમન આદિની દરેક પ્રવૃત્તિ સારી રીતે જોઈને કરનારા; અસંયમ પ્રવૃત્તિ કરનારાઓ પ્રત્યે ઉપેક્ષા અને માધ્યસ્થ ભાવ રાખનારા; યથાસમયે યથાવિધિ પ્રમાર્જન કરનારા; પરિષ્ઠાપના સમિતિના નિયમોનું પૂર્ણપાલન કરનારા; મન, વચન, કાયાની અશુભ પ્રવૃત્તિનો ત્યાગ કરનારા, આ | પ્રમાણે સત્તર પ્રકારના સંયમનું પાલન કરવામાં નિપુણ(દક્ષ). (૨) કોઈ વસ્તુ રાખવામાં કે ઉપાડવામાં પૂર્ણ વિવેક-યતના રાખનારા તથા એષણા, શય્યા, આસન, ઉપધિ, આહાર આદિમાં યથાશક્તિ પ્રશસ્ત યોગ રાખનારા, અપ્રશસ્ત યોગનો Page #136 -------------------------------------------------------------------------- ________________ છેદશાસ્ત્રઃ વ્યવહાર સૂત્ર પરિશિષ્ટ ૧૩૬ ત્યાગ કરનારા. (૩) ઇન્દ્રિયો અને કષાયોનો નિગ્રહ કરનારા અર્થાત્ શુભ-અશુભ પદાર્થોમાં રાગ દ્વેષ નહીં કરનારા અને કષાયના ઉદયને વિફલ કરી દેનારા, (૪) હિંસા આદિ આશ્રવનો પૂર્ણ નિરોધ કરવાવાળા અપ્રશસ્ત યોગ અને અપ્રશસ્ત ધ્યાન અર્થાત્ આર્ત-રૌદ્રધ્યાનનો ત્યાગ કરી શુભયોગ અને ધર્મધ્યાન-શુક્લધ્યાનમાં લીન રહેનારા, (૫) આત્માના પરિણામોને હંમેશાં વિશુદ્ધ રાખનારા, આ લોક પરલોક આદિની આશંસાથી રહિત, આવા ગુણનિધિ સાધુ “સંયમ કુશલ છે. (૩) પ્રવચન કુશળ:- જે જિનવચનોના જ્ઞાતા હોય અને કુશળ ઉપદેશક હોય તે “પ્રવચન કુશળ છે. યથા– સૂત્રની અનુસાર જ એનો અર્થ, પરમાર્થ, અન્વય, વ્યતિરેકયુક્ત સૂત્રાશયને અનેક અતિશય યુક્ત અર્થોને તેમજ આશ્ચર્યકારી અર્થોને જાણવાવાળા, મૂળ અને અર્થની શ્રત પરંપરાને પણ જાણનારા, પ્રમાણ નય, નિક્ષેપોથી પદાર્થોના સ્વરૂપને સમજનારા, આવી રીતે શ્રુત અને અર્થના નિર્ણાયક હોવાથી તેઓ શ્રુતરૂપ રત્નોથી પરિપૂર્ણ હોય છે, તથા જેણે સમ્ય પ્રકારે શ્રુતજ્ઞાનને ધારણ કરીને તેનું પુનરાવર્તન કર્યું છે, પૂર્વાપર સંબંધપૂર્વક ચિંતન કર્યું છે, નિર્દોષ થવાનો નિર્ણય કર્યો છે અને એના અર્થોને બહુશ્રુતોની પાસે ચર્ચા-વાર્તા આદિથી વિપુલ વિશુદ્ધ ધારણ કર્યા છે, એવા ગુણોને ધારણ કરનારા અને ઉક્ત અધ્યયનથી પોતાનું હિત કરનારા તેમજ બીજાને હિતનો જ ઉપદેશ દેનારા અને પ્રવચનની નિંદા અવર્ણવાદ બોલનારનો નિગ્રહ કરવામાં સમર્થ એવા ગુણોથી સંપન્ન ભિક્ષુ પ્રવચન કુશળ' છે. (૪) પ્રજ્ઞપ્તિ કુશળ – લૌક્કિ શાસ્ત્ર, વેદ-પુરાણ અને સ્વસિદ્ધાંતનો જેણે સમ્યક પાકો નિશ્ચય કરી લીધો છે. જે ધર્મકથા, અર્થકથા આદિના સમ્યકજ્ઞાતા છે. જે જીવ-અજીવનું સ્વરૂપ અને તેના ભેદોનું, કર્મબંધ અને મોક્ષના કારણોનું, ચાર ગતિમાં પરિભ્રમણ અને તેના કારણોનું તથા તેનાથી ઉત્પન્ન થતા સુખદુઃખ વગેરેનું કથન કરવામાં કુશળ છે, પરવાદિઓના કુદર્શનનું સમ્યક પ્રકારે સમાધાન કરીને તેઓને કુદર્શનનો ત્યાગ કરાવવામાં સમર્થ છે તેમજ તેઓને સ્વ સિદ્ધાંત સમજાવવામાં કુશળ છે તે ભિક્ષ પ્રજ્ઞપ્તિ કુશળ કહેવાય છે. (૫) સંગ્રહ કુશળ:- જે દ્રવ્યથી ઉપધિ, શિષ્ય આદિનો અને ભાવથી સૂત્ર અને અર્થ તથા ગુણોને આત્મામાં સંગ્રહ કરવામાં કુશળ(દક્ષ) હોય, તે સંગ્રહ કુશલ છે. ક્ષેત્ર અને કાળ પ્રમાણે વિવેક રાખીને ગ્લાન, વૃદ્ધ આદિની અનુકંપાપૂર્વક વૈયાવચ્ચે કરવાની સ્મૃતિ રાખનારા, આચાર્ય આદિની ગણાવસ્થાના સમયે વાંચણી દેનારા; સમાચારીનો ભંગ કરનાર અને કષાયમાં પ્રવૃત્ત થયેલા સાધુઓને યથાયોગ્ય અનુશાસન કરી રોકનારા; આહાર, વિનય વગેરેથી ગુરુભક્તિ કરનારા, ગણના અંતરંગ કાર્યો કરનારા, અથવા ગણથી બહિંભાવવાળાને અંતભાવી બનાવનારા; આહાર, ઉપાધિ આદિ જેને જે જરૂરત હોય, એ બધી જ સગવડતા પૂરી કરનારા Page #137 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત તથા પરસ્પર સાથે રહેવામાં અને બીજાને પોતાની સાથે રાખવામાં કુશળ; સીવણ, લેપન, આદિ કામ કરવા, કરાવવામાં નિપુણ; આ પ્રમાણે નિઃસ્વાર્થ સહયોગ દેવાના સ્વભાવવાળા ગુણનિધિ સાધુ ‘સંગ્રહ કુશળ’ છે. ૧૩૦ - (૬) ઉપગ્રહ કુશળ :– જે બાલ, વૃદ્ધ, રોગી, તપસ્વી, અસમર્થ સાધુ આદિને શય્યા, આસન, ઉપધિ, આહાર, ઔષધ વગેરે આપે છે, અપાવે છે. જે એમની સ્વયં સેવા કરે છે બીજા પાસે કરાવે છે, ગુરુ દ્વારા આપેલી વસ્તુ કે કહેલી વાત નિર્દિષ્ટ સાધુઓ સુધી પહોંચાડે છે તથા તેઓના દ્વારા અન્ય નિર્દિષ્ટ કાર્યોને કરી આપે છે. જેઓના આચાર્ય આદિ નથી તેઓને આત્મીયતાથી માર્ગ બતાવે છે. આવા નિઃસ્વાર્થ, પરોપકારી અને સેવાનિષ્ઠ ગુણવાળા સાધુ ‘ઉપગ્રહ કુશળ’ છે. (૭) અક્ષત આચાર ઃ- - આધાકર્મી આદિ દોષોથી રહિત શુદ્ધ આહાર લેનારા, તેમજ પરિપૂર્ણ આચારનું પાલન કરનારા. (૮) અભિન્નાચાર ઃ– કોઈ પ્રકારના અતિચારોનું સેવન કર્યા વિના પાંચ આચારોનું પરિપૂર્ણ પાલન કરનારા. (૯) અસબલ આચાર ઃ– વિનય, વ્યવહાર, ભાષા, ગોચરી, વગેરેમાં દોષ ન લગાડનારા અથવા સબળ દોષોથી રહિત આચારવાળા. (૧૦) અસક્લિષ્ટ ઃ– આ લોક પરલોક સંબંધી સુખોની કામનાઓનો અને ક્રોધ-કષાયાદિનો ત્યાગ કરનારા, સંક્લિષ્ટ પરિણામોથી રહિત. ‘ક્ષત આચાર’ આદિ શબ્દના અર્થ “અક્ષત આચાર આદિ”ના અર્થથી વિપરીત સમજી લેવા જોઈએ. જેમ કે (૧) આધા કર્મ આદિ દોષોનું સેવન કરનારા. (૨) અતિચારોનું સેવન કરી પાંચ આચાર કે પંચ મહાવ્રતમાં દોષ લગાડનારા. (૩) વિનય, ભાષા વગેરેનો વિવેક નહિ રાખનારા, સબલ દોષોનું સેવન કરનારા. (૪) પ્રશંસા, પ્રતિષ્ઠા, આદર અને ભૌતિક સુખની ઇચ્છા કરનારા અથવા ક્રોધ આદિથી સંક્લિષ્ટ પરિણામ રાખનારા. : બહુશ્રુત-બહુ આગમજ્ઞ – અનેક સૂત્રો અને તેના અર્થોને જાણનારાને ‘બહુશ્રુત અને બહુ આગમજ્ઞ’ કહેવાય છે. આગમોમાં એ શબ્દોનો ભિન્ન-ભિન્ન અપેક્ષાથી પ્રયોગ છે, જેમ કે – (૧) ગંભીરતા, વિચક્ષણતા અને બુદ્ધિમત્તા આદિ ગુણોથી યુક્ત. (૨) જિનમતની ચર્ચા-વાર્તામાં નિપુણ કે મુખ્ય સિદ્ધાન્તોના જ્ઞાતા. (૩) અનેક સૂત્રોના અભ્યાસી. (૪) છેદ સૂત્રોમાં પારંગત. (૫) આચાર અને પ્રાયશ્ચિત્ત વિધાનોમાં કુશળ. (૬) જઘન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટ બહુશ્રુત. ૧. જઘન્ય બહુશ્રુત ઃ– આચારાંગ અને નિશીથ સૂત્રને અર્થ સહિત કંઠસ્થ કરનારા. ૨. મધ્યમ બહુશ્રુત ઃ- આચારાંગ, સૂત્રકૃતાંગ અને ચાર છેદ સૂત્રોને અર્થ સહિત કંઠસ્થ ધારણ કરનારા. Page #138 -------------------------------------------------------------------------- ________________ છંદશાસ્ત્રઃ વ્યવહાર સૂત્ર પરિશિષ્ટ ૩. ઉત્કૃષ્ટ બહુશ્રુત :– દ્રષ્ટિવાદને ધારણ કરનારા, અર્થાત્ નવપૂર્વથી ચૌદ પૂર્વ સુધીનું જ્ઞાન ધારણ કરનારા. એ સર્વને બહુશ્રુત કહ્યા છે. ૧૩૮ ૪. અબહુશ્રુત અબહુઆગમશે :જે અલ્પ બુદ્ધિવાળા, અતિ સરલ, ભદ્ર પરિણામી, અલ્પ અનુભવી અને અલ્પ આગમ અભ્યાસી હોય છે તે ‘અબહુશ્રુત અબહુઆગમજ્ઞ' કહેવાય છે તથા આચારાંગ, નિશીથ, આવશ્યક, દશવૈકાલિક અને ઉત્તરાધ્યયન સૂત્રના અર્થ સહિત અધ્યયનને કંઠસ્થ ન કરનારાને ‘અબહુશ્રુત અબહુઆગમજ્ઞ’ કહેવાય છે. 卐 [૫] આચાર્ય બનાવો કેવા ? સૂત્રમાં બતાવે તેવા 卐 ૧. ઓછામાં ઓછી પાંચ વર્ષની દીક્ષા પર્યાય હોય. ૨. બહુશ્રુત અને બહુઆગમજ્ઞ હોય. ૩. ઓછામાં ઓછા નવ શાસ્ત્ર અર્થ સહિત કંઠસ્થ કરેલા હોય ઃ (૧) આવશ્યક સૂત્ર (૨) દશવૈકાલિક સૂત્ર (૩) ઉત્તરાધ્યયન સૂત્ર (૪) આચારાંગ સૂત્ર (૫) નિશીથ સૂત્ર (૬) સૂયગડાંગ સૂત્ર (૭) બૃહત્ત્પ સૂત્ર (૮) દશાશ્રુતસ્કંધ સૂત્ર (૯) વ્યવહાર સૂત્ર. ૪. બ્રહ્મચર્ય આદિ મહાવ્રતને જેણે ક્યારેય ખંડિત ન કર્યા હોય. ૫. સબળ દોષ આદિ કોઈ દોષોથી સંયમ દૂષિત ન કર્યો હોય. ૬. સંયમના નિયમ-ઉપનિયમોનું પાલન કરવા અને કરાવવામાં કુશળ હોય. ૭. જિન પ્રવચનના કુશળ જ્ઞાતા હોય, જાણકાર હોય. ૮. જેની શ્રદ્ધા અને પ્રરૂપણા અત્યંત નિર્મળ હોય તથા જે આગમ તત્ત્વોને સમજાવવામાં ચતુર-દક્ષ હોય. ૯. પ્રભાવશાળી, ઉપકાર બુદ્ધિવાળા અને અન્યના હિતની ભાવના હોય તથા સ્વસ્થ હોય. –[વ્યવહાર સૂત્ર, ઉદ્દેશક—૩, સૂત્ર-૫માં ૧૦. દશાશ્રુત સ્કંધ દશા–૪ અનુસાર આચાર્ય આઠ સંપદાથી યુક્ત હોવા જોઈએ– ૧. આચાર સંપન્ન ૨. શ્રુત સંપન્ન ૩. શરીર સંપન્ન ૪. વચન સંપન્ન ૫. વાયના સંપન્ન ૬. બુદ્ધિ સંપન્ન ૭. સ્ફુરણા બુદ્ધિ(પ્રયોગમતિ) સંપન્ન ૮. સંગ્રહ-પરિક્ષા સંપન્ન. આ આઠ સંપદાઓનો સારાંશ ઉપર્યુક્ત વ્યવહાર સૂત્રોક્ત ગુણોમાં સમાવેશ થઈ જાય છે. ૧૧. પરંપરા અનુસાર આચાર્યના છત્રીશ ગુણ કહેવાય છે, તેનો પણ વ્યવહાર સૂત્ર નિર્દિષ્ટ ગુણોમાં સમાવેશ થઈ જાય છે. યથા— ૧-૫. પાંચ આચાર પાળે. ૬-૧૦. પાંચ મહાવ્રત પાળે. ૧૧-૧૫. પાંચ ઇન્દ્રિયનો નિગ્રહ કરે. ૧૬-૧૯. ચાર કષાય ટાળે. ૨૦-૨૮. નવવાડ સહિત બ્રહ્મચર્યનું પાલન કરે. ૨૯-૩૬. પાંચ સમિતિ, Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત ત્રણ ગુપ્તિની શુદ્ધ આરાધના કરે. પક્ષ ભાવ અને આગ્રહભાવનો પરિત્યાગ કરીને ઉપરોક્ત ગુણો જેનામાં હોય એને જ આચાર્ય બનાવવા જોઈએ. (૬) ઉપાધ્યાય પદથી પામો છો સન્માન ા સૂત્ર ભણાવવાનું સદા કરો તમે કામ જેઓની સમીપે અભ્યાસ કરવામાં આવે છે, તેઓને ઉપાધ્યાય કહે છે. વ્યવહાર સૂત્ર ઉ.૮ માં પાંચ અતિશય આચાર્ય, ઉપાધ્યાય બંનેના સમાન કહ્યા છે. અન્ય આગમ વર્ણનોમાં પણ આચાર્ય-ઉપાધ્યાય બંનેને પ્રાયઃ સમાન જ બહુમાન દેવામાં આવ્યું છે. વ્યવહાર સૂત્રમાં ઉપાધ્યાયની બધી યોગ્યતા આચાર્યના સમાન કહી છે. માત્ર દીક્ષાપર્યાય અને શ્રુતમાં અંતર કહેવામાં આવ્યું છે, જેમ કે— ૧. ત્રણ વર્ષની સંયમ પર્યાય થઈ જવા પર ઉપાધ્યાય પદ પર સ્થાપિત કરી શકાય છે. ૨. કંઠસ્થ શ્રુતમાં અલ્પતમ પાંચ આગમ અર્થ સહિત કંઠસ્થ હોય જેમ કે (૧) આવશ્યક સૂત્ર (૨) દશવૈકાલિક સૂત્ર (૩) ઉત્તરાધ્યયન સૂત્ર (૪) આચારાંગ સૂત્ર (૫) નિશીથ સૂત્ર. એવા બહુશ્રુત, આચાર સંપન્ન, ઉપાધ્યાય દિન-રાત અનેક કે સેંકડો(ગચ્છ કે સંઘના) સાધુઓને અભ્યાસ કરાવવામાં લીન રહે છે; એટલા માટે જ તેઓને ઉપાધ્યાય કહેવામાં આવે છે. ગણ અને સંઘના યોગ્ય સંતોને ઉપાધ્યાયની પાસે રાખીને અભ્યાસ કરાવવો જોઈએ, તો જ ઉપાધ્યાય પદની સાર્થકતા છે અને સંઘને ઉપાઘ્યાયથી લાભ છે. વર્તમાનમાં ફક્ત સન્માન દેવાને માટે જ આ પદ પર નિયુક્તિ કરી દેવામાં આવે છે, કર્તવ્ય અને જવાબદારીની પ્રાયઃ ઉપેક્ષા જ હોય છે, તે સર્વ રીતે અનુચિત છે. તેમજ પદ વ્યવસ્થાનો દુરુપયોગ છે. એવી સ્થિતિમાં તે પદ સંબંધી આગમિક યોગ્યતાની પણ ઉપેક્ષા કરીને શ્રુત આદિથી અયોગ્યતાવાળાને પદ પર પ્રતિષ્ઠિત કરી દેવામાં આવે છે. એ અવ્યવસ્થા પર સંઘના હિતૈષી મહાનુભાવોએ લક્ષ આપવું જોઈએ. 卐卐 [૭] આચાર્ય આદિ વિના રહેવાનો નિષેધ 5 [ઉદ્દેશક-૩ : સૂત્ર-૧૧-૧૨] નવ, ડહર, તરૂણનો સ્પષ્ટ અર્થ ભાષ્યમાં આ પ્રમાણે કર્યો છે. तिवरिसो होइ नवो, आसोलसगं तु डहरगं बेंति । तरुणो चतालीसो, सित्तरी उण मज्झिमो थेरओ सेसो ॥ ' ભા॰ ગા ૨૨૦,ટીકા. Page #140 -------------------------------------------------------------------------- ________________ છેદશાસ્ત્ર ઃ વ્યવહાર સૂત્ર પરિશિષ્ટ અર્થ :– ત્રણ વર્ષની સંયમ પર્યાય સુધીનાને નવદીક્ષિત કહેવામાં આવે છે. ચાર વર્ષથી લઈને સોળ વર્ષની ઉંમર પર્યન્ત ડહર એટલે બાલ કહેવામાં આવે છે. સોળ વર્ષની ઉંમરથી લઈને ચાલીસ વર્ષ સુધી તરુણ-યુવાન કહેવામાં આવે છે. સિત્તેર વર્ષમાં એક ઓછુ અર્થાત્ ઓગણોસિત્તેર વર્ષ સુધીનાને મધ્યમ(પ્રૌઢ) કહેવામાં આવે છે. સિત્તેર વર્ષથી વધારે વયવાળાને ઘરડાં કહેવામાં આવે છે. આગમમાં સાઠ વર્ષવાળાને સ્થવિર કહ્યા છે. તેને જ ભાષ્યમાં મધ્યમ વયવાળા કહ્યા છે. બંનેનું તાત્પર્ય એ છે કે સાઠથી સિત્તેર વર્ષવાળા સ્થવિર પ્રૌઢ (મધ્યમ) હોય છે અને સિત્તેર પછીના વયવાળા સ્થવિર વૃદ્ધ હોય છે. ૧૪૦ ભાષ્યગાથા ૨૨૧માં એ સ્પષ્ટ કર્યુ છે કે નવદીક્ષિત ભિક્ષુ બાલ હોય કે યુવાન હોય, મધ્યમ વયવાળા હોય અથવા સ્થવિર હોય; તેને આચાર્ય, ઉપાધ્યાયની નેશ્રા વગર રહેવું કે વિચરવું કલ્પે નહિ. અધિક દીક્ષા પર્યાયવાળા સાધુ જો ચાલીસ વર્ષથી ઓછી ઉંમરવાળા હોય તો તેને પણ આચાર્ય, ઉપાધ્યાયની નેશ્રા વિના રહેવાનું કલ્પતું નથી. તાત્પર્ય એ છે કે બાલ કે યુવાન વયવાળા સાધુ અને નવદીક્ષિત સાધુ એક કે હોય કે અનેક, તેઓને આચાર્ય અને ઉપાધ્યાયની નેશ્રામાં જ રહેવું જરૂરી છે, જે ગચ્છમાં આચાર્ય, ઉપાધ્યાય કાળધર્મ પામી જાય અથવા તો જે ગચ્છમાં આચાર્ય, ઉપાધ્યાય ન હોય તો બાલ, યુવાન અને નવદીક્ષિત ભિક્ષુઓને આચાર્ય, ઉપાધ્યાય વગર કે આચાર્ય ઉપાધ્યાય રહિત ગચ્છમાં કયારે ય પણ રહેવું કલ્પે નહિ. તેઓએ પહેલા પોતાના આચાર્ય નિયુક્ત કરવા જોઈએ. ત્યાર બાદ ઉપાધ્યાય નિર્ધારિત કરવા જોઈએ. પ્રસ્તુત સૂત્ર ૧૧માં પ્રશ્ન કરવામાં આવ્યો છે કે– હે ભગવાન ! ‘આચાર્ય, ઉપાધ્યાય વિના રહેવું જ નહિ' એવું કહેવાનો શું આશય છે ? એનું સમાધાન એ કરવામાં આવ્યું છે કે ઉક્ત વયવાળા શ્રમણ નિગ્રંથ માટે હંમેશાં બે પદવીધરોનું નેતૃત્વ હોવું જરૂરી છે– (૧) આચાર્યનું (૨) ઉપાઘ્યાયનું. તાત્પર્ય એ છે કે આચાર્યના નેતૃત્વથી તેઓની સંયમ-સમાધિ, જીવન વ્યવહાર સમાધિ રહે છે અને ઉપાધ્યાયના નેતૃત્વથી તેઓને આગમ અનુસાર વ્યવસ્થિત અભ્યાસ થાય છે એટલે જ્ઞાન-સમાધિ રહે છે. બીજા સૂત્ર ૧૨માં નવ દીક્ષિત, ડહર અને તરુણ-યુવાન સાધ્વીને માટે પણ એ જ પૂર્વોક્ત વિધાન કહ્યું છે. તેઓને પણ આચાર્ય, ઉપાધ્યાય અને પ્રવર્તિની તે ત્રણની નેશ્રા વિના રહેવું કલ્પતું નથી. આ સૂત્રમાં પણ પ્રશ્ન કરીને ઉત્તરમાં એ જ કહ્યું છે કે ઉક્ત વયવાળી સાધ્વીઓ હંમેશાં ત્રણની જ નેશ્રામાં સુરક્ષિત રહે છે. सूत्रभां निग्गंथस्स नव- डहर-तरुणगस्स ने णिग्गंथीए णवडहर तरुणीए આ રીતે એક વચનનો પ્રયોગ છે. અહીં બહુ વચનનો કે ગણનું કથન નથી. જેથી Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત આ વિધાન પ્રત્યેક “નવ, ડહર અને તરુણ” સાધુને માટે સમજવું જોઈએ- તેથી જે ગચ્છમાં આચાર્ય અને ઉપાધ્યાય બે પદવીધર ન હોય ત્યાં ઉક્ત નવ,ડહર(બાલ), યુવાન સાધુઓને રહેવું કલ્પે નહિ અને તે બે ઉપરાંત પ્રવર્તિની ન હોય તો ત્યાં ઉક્ત નવ, ડહર(બાલ) અને યુવાન સાધ્વીઓને રહેવું કહ્યું નહિ. કહેવાનો આશય એ છે કે ઉક્તવયવાળા સાધુઓથી યુક્ત પ્રત્યેક ગચ્છમાં આચાર્ય, ઉપાધ્યાય બે પદવીધર હોવા જરૂરી છે. જો એવા ગચ્છમાં ફક્ત એક પદવીધર સ્થાપિત કરે અથવા એક પણ પદવીધરની નિમણૂક ન કરે ને ફક્ત રત્નાધિકની નેશ્રામાં રહે તો એવી રીતે રહેવું તે આગમથી વિપરીત છે. કેમ કે આ સૂત્રોથી એ સ્પષ્ટ છે કે થોડી સંખ્યાવાળા ગચ્છમાં પ્રવર્તક અને વિશાળ ગચ્છમાં આચાર્ય અને ઉપાધ્યાયનું હોવું જરૂરી છે, એ જ જિન આજ્ઞા છે. જો કોઈ ગચ્છમાં બે ચાર સાધુ જ હોય અને તેમાં કોઈ સૂત્રોક્ત નવ દીક્ષિત, ડહર(બાલ) અને યુવાન ન હોય અર્થાત્ બધા જ પ્રૌઢ અને સ્થવિર હોય તો તે આચાર્ય, ઉપાધ્યાય વિના વિચારી શકે છે. પરંતુ જો તેઓમાં નવ દીક્ષિત, ડહર(બાલ) અને યુવાન સાધુ હોય તો તેમને કોઈપણ ગચ્છના આચાર્ય, ઉપાધ્યાયની નેશ્રા લઈને અથવા પોતાના પ્રવર્તક આદિ સ્થાપિત કરીને જ રહેવું જોઈએ. અન્યથા તેઓનો વિહાર, વિચરણ કે રહેવું આગમ વિરુદ્ધ છે. આ જ રીતે સાધ્વીઓ પણ પાંચ-દશ હોય અને જેઓના કોઈ આચાર્ય, ઉપાધ્યાય કે પ્રવર્તિની ન હોય અથવા તો તેઓએ કોઈ પરિસ્થિતિથી ગચ્છનો ત્યાગ કરી દીધો હોય, તેમાં નવ દીક્ષિત, ડહર(બાલ) અને યુવાન સાધ્વીઓ હોય તો તેઓએ પણ કોઈ આચાર્ય અને ઉપાધ્યાયની નેશ્રા અથવા પ્રવર્તક આદિની નેશ્રાનો સ્વીકાર કરવો જરૂરી છે અને પોતાની પ્રવર્તિનીની નિમણૂક કરવી પણ જરૂરી છે. અન્યથા તેઓનો વિહાર(વિચરણ) પણ આગમ વિરુદ્ધ છે. એ સૂત્રોથી એ પણ સ્પષ્ટ થઈ જાય છે કે સ્થાનાંગ-૩માં કહેલા સાધુના બીજા મનોરથ અનુસાર અથવા બીજી કોઈ પ્રતિજ્ઞાને ધારણ કરનારા સાધુ અને દશવૈકાલિક સૂત્ર ચૂલિકા–ર, ગાથા–૧૦; ઉત્તરા ધ્યયનસૂત્ર અધ્યયન-૩ર, ગાથા-૫; આચારાંગ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૬, ઉદેશા-૨; સૂયગડાંગ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧૦, ગાથા-૧૧માં કહેલા સપરિસ્થિતિક પ્રશસ્ત એકલ વિહારની અનુજ્ઞા પ્રમાણે એકલા વિચરણ કરનારા સાધુ પણ જો નવ દીક્ષિત, ડહર(બાલ) અથવા યુવાન હોય તો તેનો તે વિહાર આગમ-શાસ્ત્રોથી વિરુદ્ધ છે. તેથી ઉપર્યુક્ત આગમ સમ્મત એકલવિહાર પણ પ્રૌઢ અને સ્થવિર સાધુ જ કરી શકે છે, તે પણ નવદીક્ષિત ન હોવા જોઈએ. આશય એ છે કે ત્રણ વર્ષની દીક્ષા પર્યાય અને ચાલીશ વર્ષની વય પહેલા કોઈપણ પ્રકારે એકલવિહાર કે ગચ્છનો ત્યાગ કરવો કે આચાર્ય-ગુરુને છોડી બીજા Page #142 -------------------------------------------------------------------------- ________________ | વેદશાસ્ત્ર વ્યવહાર સૂત્ર પરિશિષ્ટ ૧૪૨ આચાર્ય-ગુરુ સ્વીકાર્યા વિના વિચરવું ઉચિત નથી અને તે આગમ વિપરીત છે. વીસ વર્ષની દીક્ષા પર્યાયવાળા પર્યાય સ્થવિર હોવાથી ઓગણત્રીસ વર્ષની વયમાં આચાર્યની આજ્ઞા લઈને તેઓની નિશ્રામાં રહેતા થકા એકલ વિહાર સાધના કરી શકે છે પરંતુ સપરિસ્થિતિક એકલ વિહાર એટલે ગચ્છનો ત્યાગ ચાલીસ વર્ષની વય પહેલા ન કરી શકે. એવા સ્પષ્ટ વિધાનવાળા સૂત્ર અને અર્થની ઉપલબ્ધિ હોવા છતાં પણ સમાજમાં નીચે પ્રમાણેની પ્રવૃત્તિઓ અને પરંપરાઓ ચાલે છે, તે ઉચિત ન કહેવાય જેમ કે– (૧) ફક્ત આચાર્ય પદથી ગચ્છનું સંચાલન કરવું અને ઉપાધ્યાય પદ પર નિમણૂક ન કરવી. (૨) કોઈપણ પદ પર નિમણૂક ન કરવાના આગ્રહથી વિશાળ ગચ્છને અવ્યવસ્થિત પણે ચલાવતા રહેવું. (૩) ઉક્ત ચાલીશ વર્ષની ઉંમર પહેલાં જ ગચ્છનો ત્યાગ કરવો. આવું કરવામાં સ્પષ્ટરૂપથી ઉક્ત આગમ વિધાનની પોતાની બુદ્ધિથી ઉપેક્ષા કરવા જેવું છે અને એ ઉપેક્ષાથી થનારી હાનિ આ પ્રમાણે છે–૧.ગચ્છગત સાધુઓના વિનય, અધ્યયન, આચાર તેમજ સંયમ સમાધિની અવ્યવસ્થા આદિ અનેક દોષોની ઉત્પત્તિ થાય છે. ૨. સાધુઓમાં સ્વચ્છંદતા અને આચાર વિચારની ભિન્નતા થઈ જવાથી ક્રમશઃ ગચ્છનો વિકાસ ન થતાં અધ:પતન થાય છે. ૩. સાધુઓમાં પ્રેમ, સંયમ, સમાધિ નષ્ટ થાય છે અને લેશોની વૃદ્ધિ થાય છે. ૪. અંતમાં ગચ્છ પણ છિન્ન-ભિન્ન થાય છે. તેથી પ્રત્યેક ગચ્છમાં આચાર્ય, ઉપાધ્યાય બને પદ પર કોઈને નિયુક્ત કરવા આવશ્યક છે. જો કોઈ આચાર્ય, ઉપાધ્યાય પદને લેવું કે ગચ્છમાં એ પદ સ્થાપિત કરવા તે અભિમાન સૂચક અને ક્લેશ વૃદ્ધિ કરાવનાર માનીને હંમેશાંને માટે ગચ્છને પદ રહિત રાખવાનો આગ્રહ રાખે છે અને એવું કરીને પોત-પોતાને નિરાભિમાની બતાવે છે તો આવું કરવું કે આવું માનવું સર્વથા અનુચિત છે અને તેનાથી જિન આજ્ઞાની અવહેલના અને આશાતના પણ થાય છે. કેમ કે જિન આજ્ઞા તો આચાર્ય, ઉપાધ્યાય સ્થાપિત કરવાની છે તથા નવકાર મંત્રમાં પણ એ બે પદ સ્વતંત્ર કહ્યા છે. તેથી ઉપર્યુક્ત આગ્રહમાં સૂત્ર વિધાનોથી પણ પોતાની સમજને સર્વોપરી માનવાનો અહંકાર સિદ્ધ થાય છે. જો આચાર્ય, ઉપાધ્યાય પદના અભાવમાં નિરાભિમાન અને કલેશ રહિત હોવાનું બધા જ વિશાળ ગચ્છવાળા વિચારી લ્ય તો નમસ્કાર મંત્રના બે પદોનું હોવું જ નિરર્થક સિદ્ધ થશે અને જેથી પદનિયુક્તિ સંબંધી એ બધા આગમ વિધાનોનું પણ કોઈ જ મહત્વ નહિ રહે. એટલા માટે જ પોતાના વિચારો અને પરંપરાનો આગ્રહ ન રાખતા, સરલતાપૂર્વક આગમ વિધાનો પ્રમાણે જ પ્રવૃત્તિ કરવી જોઈએ. Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત સારાંશઃ- (૧) દરેક નવ દીક્ષિત, ડહર, યુવાન સાધુએ બે અને સાધ્વીએ ત્રણ પદવીધર યુક્ત ગચ્છમાં જ રહેવું જોઈએ. (ર) એ પદવીધરોથી રહિત ગચ્છમાંન રહેવું જોઈએ. (૩) સૂત્રોક્ત વયથી પહેલાં એકલ વિહાર કે ગચ્છ ત્યાગ કરી સ્વતંત્ર વિચરણ પણ ન કરવું જોઈએ. (૪) સૂત્રોક્ત વયની પૂર્વે કોઈ પરિસ્થિતિ વિશેષ હોય તો અન્ય આચાર્ય અને ઉપાધ્યાયથી યુક્ત ગચ્છની નેશ્રા લઈને વિચરવું જોઈએ. (૫) ગચ્છ પ્રમુખે જ આ ધ્યાન રાખવું જોઈએ કે તેઓ પોતાના ગચ્છને બે કે ત્રણ પદથી રહિત કયારેય પણ ન રાખે. - I [૮] આચાર્યાદિ પદ દેવાના કે હટાવવાના વિધાન || - [ઉદ્દેશક–૪:સૂત્ર–૧૩) ત્રીજા ઉદ્દેશકમાં આચાર્ય, ઉપાધ્યાય પદયોગ્ય સાધુના ગુણોનું વિસ્તૃત કથન કરવામાં આવ્યું છે. અહીંયા બિમાર, આચાર્ય ઉપાધ્યાય પોતાનો અંતિમ સમય નજીક જાણીને આચાર્ય, ઉપાધ્યાય પદને માટે કોઈ સાધુનું નામનિર્દેશ કરે તો તેવા સમયે સ્થવિરોનું શું કર્તવ્ય છે, એનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. બીમાર આચાર્યશ્રીએ, આચાર્ય પદને માટે જેનું નામ નિર્દિષ્ટ કર્યુ હોય તે યોગ્ય પણ હોઈ શકે અને અયોગ્ય પણ હોઈ શકે છે. અર્થાત્ તેઓનું કથન બીમાર હોવાથી કે મોહભાવોના કારણે વિચારવા યોગ્ય પણ હોઈ શકે છે. તેથી તેઓનો કાળધર્મ થવા પર આચાર્ય કે ઉપાધ્યાય પદ કોને દેવું?” તેના નિર્ણયની જવાબદારી ગચ્છના સાધુઓની કહી છે. જેનો ભાવાર્થ એ છે કે જો આચાર્ય નિર્દિષ્ટ સાધુ ત્રીજા ઉદ્દેશકમાં બતાવેલી બધી જ યોગ્યતાથી યુક્ત હોય તો તેને જ તે પદ પર નિમણૂક કરવા જોઈએ, બીજો કોઈ વિકલ્પ જરૂરી નથી. જો તે સાધુ શાસ્ત્રોક્ત યોગ્યતાથી સંપન્ન ન હોય અને અન્ય કોઈ સાધુ યોગ્ય હોય તો આચાર્યએ કહેલા સાધુને પદ દેવું અનિવાર્ય નથી, તેમ સમજીને બીજા યોગ્ય સાધુને જ તે પદ પર સ્થાપિત કરવા જોઈએ. જો બીજા કોઈ યોગ્ય ન હોય તો આચાર્ય નિર્દિષ્ટ સાધુ યોગ્ય હોય અથવા યોગ્ય ન હોય તો પણ તેને જ આચાર્ય પદ પર નિયુક્ત કરવા જોઈએ. જો બીજા અનેક સાધુ પણ પદને યોગ્ય હોય અને તેઓ આચાર્ય નિર્દિષ્ટ સાધુથી રત્નાધિક પણ હોય પરંતુ જો આચાર્ય કહેલા સાધુ પણ પૂર્ણ યોગ્ય હોય તો તેને જ આચાર્ય બનાવવા જોઈએ. આચાર્ય નિર્દિષ્ટ કે અનિર્દિષ્ટ કોઈપણ યોગ્ય સાધુને અથવા ક્યારેક પરિસ્થિતિને કારણે અલ્પ યોગ્યતાવાળા સાધુને યોગ્ય નિર્ણય કરી પદ પર નિયુક્ત કર્યા બાદ જો એવો અનુભવ થાય કે ગચ્છની વ્યવસ્થા બરાબર ચાલતી નથી, Page #144 -------------------------------------------------------------------------- ________________ છેદશાસ્ત્ર ઃ વ્યવહાર સૂત્ર પરિશિષ્ટ સાધુઓના સંયમ, સમાધિ અને બહારનું વાતાવરણ ખરાબ થઈ રહ્યું છે અને ગચ્છમાં બીજા યોગ્યતા સંપન્ન સાધુ તૈયાર હોય કે તૈયાર થઈ ગયા હોય, તો ગચ્છના સ્થવિર કે પ્રમુખ સાધુ-સાધ્વીઓ વગેરે મળીને નિયુક્ત કરેલા તે આચાર્યને પદનો ત્યાગ કરવાને માટે નિવેદન કરીને અન્ય યોગ્યતાવાળા સાધુને પદ પર સ્થાપિત કરી શકે છે. ૧૪૪ એવી પરિસ્થિતિમાં જો તેઓ પદનો ત્યાગ કરવા ન ઇચ્છે કે અન્ય કોઈ સાધુ તેઓનો પક્ષ લઈને આગ્રહ કરે તો તેઓ બધા પ્રાયશ્ચિત્તને પાત્ર બને છે. – [ઉદ્દેશક–૪ સૂત્ર–૧૩] આ સૂત્રોક્ત આગમ આજ્ઞાને સારી રીતે સમજીને સરલતાપૂર્વક પદ દેવું-લેવું કે છોડવાને માટે નિવેદન કરવું વગેરે પ્રવૃત્તિઓ કરવી જોઈએ તથા બીજા બધા સાધુ-સાધ્વીઓએ પણ પ્રમુખ સ્થવિર સાધુઓને સહયોગ દેવો જોઈએ. પરંતુ પોતાના વિચારોની સિદ્ધિને માટે નિંદા, દ્વેષ, ક્લેશ કે સંઘભેદ આદિ અનુચિત યુક્તિથી પદ છોડાવવું કે માયા-કપટ ચાલાકીથી પદ પ્રાપ્ત કરવાની કોશીશ કરવી સર્વથા અનુચિત સમજવી જોઈએ. ગચ્છનો ભાર સંભાળનારા પૂર્વના આચાર્યનું તથા ગચ્છના અન્ય પ્રમુખ સ્થવિર સાધુઓનું કર્તવ્ય છે કે તેઓ નિષ્પક્ષ ભાવથી તથા વિશાળ દૃષ્ટિથી ગચ્છ અને જિનશાસનનું હિત વિચારીને આગમ નિર્દિષ્ટ ગુણોથી સંપન્ન સાધુને જ પદ પર સ્થાપિત કરે. ક્યારેક કોઈ સાધુ પોતે જ આચાર્ય બનવાનો સંકલ્પ કરી લે છે અને તે જ અશાંતિ તથા ક્લેશની સ્થિતિ ઉત્પન્ન કરે છે અથવા કરાવે છે. પરંતુ મોક્ષ સાધના માટે સંયમરત સાધુઓએ જલ-કમલવત્ નિર્લેપ રહીને એકત્વ આદિ ભાવનામાં તલ્લીન રહેવું જોઈએ. કોઈપણ પદની ઇચ્છા કરવી અથવા પદના માટે લાલાયિત રહેવું પણ સંયમનું દૂષણ છે. એ ચાહનામાં બાહ્ય ઋદ્ધિની ઇચ્છા હોવાથી એનો સમાવેશ લોભ નામના પાપમાં થાય છે તથા તે ઇચ્છાની પૂર્તિમાં અનેક પ્રકારના સંયમ વિપરીત સંકલ્પ તેમજ કુટિલનીતિ આદિનું અવલંબન પણ લેવામાં આવે છે. જેનાથી સંયમની હાનિ તેમજ વિરાધના થાય છે, સાથે જ માન કષાયની અત્યંત પુષ્ટિ થાય છે. નિશીથ ઉદ્દેશક સત્તરમાં પોતાના આચાર્યત્વના સૂચક લક્ષણોને કહેનારાને અર્થાત્ પ્રગટ કરનારાને પ્રાયશ્ચિત્ત પાત્ર કહ્યા છે. તેથી સંયમ સાધનામાં લીન ગુણસંપન્ન સાધુને જો આચાર્ય કે ગચ્છ પ્રમુખ અથવા સ્થવિર ભગવંત જો ગચ્છ સંચાલન(સંભાળવાને) માટે નિર્ણય આપે કે આજ્ઞા કરે તો પોતાની ક્ષમતાનો તેમજ સમયનો વિચાર કરીને તેનો સ્વીકાર કરવો Page #145 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત જોઈએ. પરંતુ સ્વયં જ આચાર્ય પદની પ્રાપ્તિ માટે સંકલ્પબદ્ધ થવું તથા ન મળવા પર ગણનો, ગચ્છનો ત્યાગ કરી દેવો વગેરે સર્વથા અનુચિત છે. ૧૪૫ એવી રીતે એ સૂત્રમાં બતાવેલી સંપૂર્ણ સૂચનાઓને સમજીને સૂત્ર નિર્દિષ્ટ વિધિથી પદ આપવું જોઈએ અને એનાથી વિપરીત બીજા અયોગ્ય અને અનુચિત માર્ગનો સ્વીકાર ન કરવો જોઈએ. આ સૂત્રથી એ પણ સ્પષ્ટ થાય છે કે સ્યાદ્વાદ સિદ્ધાંતવાળા વીતરાગ માર્ગમાં વિનય-વ્યવહાર અને આજ્ઞાપાલનમાં પણ અનેકાંતિક વિધાન છે. અર્થાત્ વિનયના નામથી ફક્ત વાવા વાજ્યં પ્રમાળનો નિર્દેશ નથી. આ કારણે આચાર્ય દ્વારા નિર્દિષ્ટ યા અનિર્દિષ્ટ ભિક્ષુની યોગ્યતા-અયોગ્યતાની વિચારણા તથા નિમણૂકનો અધિકાર સૂચિત કરવામાં આવ્યો છે. આવા આગમ વિધાનોના હોવા છતાં પણ પરંપરાના આગ્રહથી અથવા બાવા વાવયં પ્રમાળની કહેવત ચરિતાર્થ કરીને આગમ વિરુદ્ધ પ્રવૃત્તિ કરવી અથવા ભદ્રિક તેમજ અકુશળ એવા રત્નાધિક સાધુઓને ગચ્છ પ્રમુખ રૂપમાં સ્વીકાર કરી લેવા તે ગચ્છ તથા જિનશાસન માટે સર્વતોમુખી પતનનો જ માર્ગ છે. તેથી સ્યાદ્વાદ્ માર્ગને પ્રાપ્ત કરીને આગમવિપરીત પરંપરા તથા નિર્ણયને પ્રધાનતા ન દઈને હંમેશાં જિનાજ્ઞા તથા શાસ્ત્ર આજ્ઞાને જ પ્રધાનતા દેવી જોઈએ. પરિશિષ્ટ-૨ : પાંચ વ્યવહાર [ઉદ્દેશક–૧૦ : સૂત્ર–૩] (૧) આગમ વ્યવહાર ઃ– નવ પૂર્વથી લઈ ચૌદ પૂર્વના જ્ઞાની, અવધિજ્ઞાની, મનઃપર્યવજ્ઞાની અને કેવલજ્ઞાની પોતાના જ્ઞાનના આધારે જે વ્યવહાર કરે, પ્રાયશ્ચિત્ત આપે કે કોઈ નિર્ણય આપે તે આગમ વ્યવહાર કહેવાય છે. (૨) શ્રુત વ્યવહાર ઃ– ઉપરોકત જ્ઞાનીઓના અભાવમાં જઘન્ય આચારાંગ તથા નિશીથ સૂત્ર અને ઉત્કૃષ્ટ નવ પૂર્વ જ્ઞાનના આધારે જે વ્યવહાર, પ્રાયશ્ચિત્ત કે નિર્ણય કરવામાં આવે તે ‘શ્રુત વ્યવહાર’ કહેવાય છે. (૩) આશા વ્યવહાર ઃ- કોઈ આગમ વ્યવહારી કે શ્રુત વ્યવહારીની આજ્ઞા કરવામાં આવે તે મળવા પર તે આજ્ઞાના આધારથી પ્રાયશ્ચિત્ત દેવામાં આવે, તે ‘આજ્ઞા વ્યવહાર’ કહેવાય છે. (૪) ધારણા વ્યવહાર ઃ- આગમના આધારથી, ફલિતાર્થથી બહુશ્રુતોએ પ્રાયશ્ચિત્તની કંઈક મર્યાદા કરી હોય તેમજ કોઈ વ્યવહાર કે નિર્ણય લીધા હોય તે ધારણા, પરંપરા અનુસાર કરવું તે ધારણા વ્યવહાર’ કહેવાય છે. (૫) જીત વ્યવહાર ઃ- જે વિષયોમાં કોઈ સ્પષ્ટ સૂત્રનો આધાર ન હોય એ Page #146 -------------------------------------------------------------------------- ________________ | દશાસ્ત્ર વ્યવહાર સૂત્ર પરિશિષ્ટ ૧૪૬ વિષયમાં બહુશ્રુત સાધુ, સૂત્રથી અવિરુદ્ધ અને સંયમ પોષક પ્રાયશ્ચિત્તની મર્યાદાઓ કરી દીધી હોય કે કોઈ અન્ય વ્યવહાર અથવા તત્ત્વ નિર્ણય કર્યા હોય તે પ્રમાણે વર્તન કરવું, તે “જીત વ્યવહાર” કહેવાય છે. जं जीयमसोहिकरं पासत्थ पमत्त संजयाइण्णं जइ वि महाजणाइण्णं, न तेण जीएण ववहारो ॥७२०॥ जंजीयं सोहिकर, संवेगपरायणेन दंतेण । एगेण वि आइण्णं, तेण उ जीएण ववहारो ॥७२१॥ – વ્યવહાર સૂત્ર ભાષ્ય, ઉદ્દેશક ૧૦. વૈરાગ્યવાન એક પણ દમિતેંદ્રિય બહુશ્રુત દ્વારા જે સેવિત હોય તે જીત વ્યવહાર સંયમશુદ્ધિ કરનારા હોઈ શકે છે. પરંતુ જે પાર્શ્વસ્થ, પ્રમત્ત તેમજ અપવાદ પ્રાપ્ત સાધુથી આચીર્ણ હોય તે જીત વ્યવહાર અનેકોના દ્વારા સેવિત થવા પર પણ શુદ્ધિ કરી શકતા નથી. તેથી તેવા જીત વ્યવહારથી વ્યવહાર ન કરવો જોઈએ. सो जइकालादीणं अपडिकंतस्स निव्विगइयंतु । मुहणंतगफिडिय पाणग असंवरेण एवमादीसु ॥७०६॥ – વ્યવહાર સૂત્ર ભાષ્ય, ઉદ્દેશક–૧૦. જે પચ્ચકખાણ કાળ કે સ્વાધ્યાયકાળ આદિનું પ્રતિક્રમણ કરતા નથી, મુખ પર મુખવસ્ત્રિકા વિના રહે છે અથવા બોલે છે અને પાણીને ઢાંકતા નથી તેને “ નીવી'નું પ્રાયશ્ચિત્ત આવે છે. આ બધા જીતવ્યવહાર છે. ગાથામાં આવેલા મુગંતifuડયની ટીકા-પુર્વ પોતિયાં ઉદિતાયાં मुखपोतिकामंतरेणेत्यर्थः । આ પાંચે ય વ્યવહારો દ્વારા દેવામાં આવેલ પ્રાયશ્ચિત્ત આગમ વ્યવહાર થાવત્ જીત વ્યવહાર કહેવાય છે. આ સૂત્ર વિધાનનો આશય એ છે કે પહેલા કહેવામાં આવેલ વ્યવહાર અને વ્યવહારી મુખ્ય હોય છે. તેની અનુપસ્થિતિમાં જ બાદમાં કહેલા વ્યવહાર અને વ્યવહારીને પ્રમુખતા દઈ શકાય છે. અર્થાત્ જે વિષયમાં શ્રુતવ્યવહાર ઉપલબ્ધ હોય એ વિષયનો નિર્ણય કરવામાં ધારણા કે જીત વ્યવહારને પ્રમુખ ન કરવા જોઈએ. વ્યુત્ક્રમથી પ્રમુખતા દેવામાં સ્વાર્થ ભાવ કે રાગ-દ્વેષ વગેરે થાય છે, નિષ્પક્ષ ભાવ રહેતો નથી. એ આશયને સૂચિત કરવાને માટે સૂત્રના અંતિમ ભાગમાં રાગ-દ્વેષ તેમજ પક્ષપાત ભાવથી રહિત બનીને યથાક્રમથી વ્યવહાર કરવાની પ્રેરણાદેવામાં આવી છે. સાથે જ સૂત્રનિર્દિષ્ટ ક્રમથી તથા નિષ્પક્ષભાવથી વ્યવહાર કરનારાને આરાધક કહેવામાં આવેલ છે. તેથી પક્ષભાવથી તેમજ વ્યુત્ક્રમથી Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના ઃ જૈનાગમ નવનીત વ્યવહાર કરનારા વિરાધક થાય છે. એ સ્પષ્ટ છે. વ્યવહાર શબ્દનો વિસ્તૃત અર્થ કરવાથી એ સાબિત થાય છે કે સંયમી જીવનથી સંબંધિત કોઈપણ વ્યવહારિક વિષયનો નિર્ણય કરવો હોય કે કોઈપણ આગમ દ્વારા પ્રરૂપિત તત્ત્વના સંબંધમાં ઉત્પન્ન થયેલ વિવાદની સ્થિતિનો નિર્ણય કરવો હોય તો આ ક્રમથી કરવો જોઈએ. અર્થાત્ જો આગમ વ્યવહારી હોય તો તેઓના નિર્ણયનો સ્વીકાર કરીને વિવાદને સમાપ્ત કરી દેવો જોઈએ. જો આગમ વ્યવહારી ન હોય તો ઉપલબ્ધ શ્રુત આગમના આધારથી જે નિર્ણય થાય તેનો સ્વીકાર કરવો જોઈએ. સૂત્રનું પ્રમાણ ઉપલબ્ધ હોવા છતાં આજ્ઞા, ધારણા કે પરંપરાની મુખ્યતા ન માનવી જોઈએ, કારણ કે આજ્ઞા, ધારણા કે પરંપરાની અપેક્ષાએ શ્રુત વ્યવહાર મુખ્ય છે. વર્તમાનમાં સર્વોપરી સ્થાન આગમોનું છે. તેના પછી વ્યાખ્યાઓ તથા ગ્રંથોનું સ્થાન છે. ત્યાર બાદ સ્થવિરો દ્વારા ધારિત કંઠસ્થ ધારણા કે પરંપરાનું સ્થાન છે. વ્યાખ્યાઓ કે ગ્રંથોમાં પણ પૂર્વ-પૂર્વના આચાર્યોની રચનાનું મુખ્ય સ્થાન હોય છે. તેથી વર્તમાનમાં સર્વ પ્રથમ નિર્ણાયક શાસ્ત્ર છે. તેનાથી વિપરીત અર્થને કહેનારા વ્યાખ્યા અને ગ્રંથનું મહત્ત્વ નથી હોતું. આ પ્રમાણે શાસ્ત્રપ્રમાણની ઉપલબ્ધી હોવા છતાં ધારણા કે પરંપરાનું પણ કોઈ મહત્ત્વ નથી. એટલા માટે શાસ્ત્ર, ગ્રંથ, ધારણા અને પરંપરાને પણ યથાક્રમ વિવેકપૂર્વક પ્રધાનતા દઈને કોઈપણ તત્ત્વનો નિર્ણય કરવો એ આરાધનાનો હેતું છે અને કોઈપણ ભેદભાવને કારણે વ્યુત્ક્રમથી નિર્ણય કરવો એ વિરાધનાનો હેતુ છે. તેથી સૂત્રના આશયને સમજીને નિષ્પક્ષભાવથી આગમ તત્ત્વોનો નિર્ણય કરવો જોઈએ. ભગવતી સૂત્ર શતક–૮, ઉદ્દે−૮માં તથા ઠાણાંગસૂત્ર અધ્ય॰ —૫, ઉદ્દે—૨ માં પણ આ સૂત્ર છે. સારાંશ એ છે કે પ્રાયશ્ચિત્તોનો કે અન્ય તત્ત્વોનો નિર્ણય આ પાંચ વ્યવહારો દ્વારા ક્રમ પૂર્વક કરવો જોઈએ, વ્યુત્ક્રમથી નહિ. અર્થાત્ કોઈ વિષયમાં આગમ પાઠ હોવા છતાં પણ ધારણા કે પરંપરાને પ્રધાનતા આપી આગ્રહ રાખવો તે સર્વથા અનુચિત સમજવું જોઈએ. તેમજ જે વિષયમાં પ્રાચીન ગ્રંથો કે વ્યાખ્યા ગ્રંથોનું જો પ્રમાણ હોય ને જે આગમથી અવિરુદ્ધ હોય, એની અપેક્ષાએ ધારણા કે પરંપરા કે વ્યક્તિગત ગચ્છોના નિર્ણયને પ્રમુખતા દેવી એ પણ અનુચિત જ સમજવું જોઈએ. એટલે જે વિષયમાં આગમ પ્રમાણ યા અન્ય પ્રબલ પ્રમાણ ઉપલબ્ધ હોય ત્યાં પરંપરા યા ધારણાનો અથવા વ્યક્તિગત નિર્ણયોનો આગ્રહ ન રાખવો જોઈએ. સંપૂર્ણ જૈન સમાજની એકતા તેમજ સુવ્યવસ્થાને માટે કોઈ ગ્રંથ યા વ્યાખ્યાઓની વાતને ગૌણ પણ કરવી પડે તો એમાં કોઈ દોષ ન સમજવો જોઈએ. Page #148 -------------------------------------------------------------------------- ________________ છેદશાસ્ત્ર વ્યવહાર સૂત્ર પરિશિષ્ટ ૧૪૮ પણ શરત એ કે તે નિર્ણય યા તે નિર્ણિત પદ્ધતિ આગમ આજ્ઞાથી તો વિરુદ્ધ હોવી જ ન જોઈએ. આ રીતે સંઘના હિતસ્વી જ્ઞાની આત્માઓએ નિષ્પક્ષભાવથી વિવેકપૂર્વક આવશ્યક તત્ત્વોનો નિર્ણય કરવો જોઈએ. એ જ આ સૂત્રનો મુખ્ય હેતુ છે. પાંચ વ્યવહારોનો સમજ્યા જે મર્મ, તે પામ્યા સાચો જિન ધર્મ ' | વ્યવહાર સૂત્ર પરિશિષ્ટ સંપૂર્ણ પોકાર * ઉત્સર્ગ મા કોઈ પણ વિશાળ ગચ્છને આચાર્ય અને ઉપાધ્યાય આ બે પદવીધરો વિના રહેવું શાસ્ત્ર સમ્મત નથી. અપવાદ માર્ગ હંમેશાં માટે હોતો નથી. તે માત્ર અલ્પકાલીન જ હોય છે. નવદીક્ષિત(ત્રણ વર્ષ સુધી), બાલમુનિ(૧૬ વર્ષ સુધી) અને યુવા(૪૦વર્ષ સુધી) શ્રમણોને આચાર્ય-ઉપાધ્યાય રહિત રહેવું નહીં અને આચાર્ય-ઉપાધ્યયા રહિત ગચ્છમાં પણ રહેવું નહીં. તે – વ્યવહાર સૂત્ર. ૩ * બત્રીસ આગમોનો ગુજરાતી સારાંશ વાંચીને સંક્ષેપમાં જાણી શકાય છે કે જેનાગોમાં શું શું સમજાવ્યું છે. બત્રીસ આગમોનો ગુજરાતી સારાંશ આઠ પુસ્તકોમાં પોસ્ટ ખર્ચ સહિત કુલ રૂા.૪૦૦/-નો M.0. રાજકોટ મોકલી પ્રાપ્ત કરી શકાય છે. સરનામું પેઈજ નં. ૮માં છે. ડિસેમ્બર ૨૦૦૪ સુધી આઠેય ભાગો પ્રકાશિત થવાની યોજના છે. Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ ૧૪૯ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત [૧૧] છેદ સૂત્ર પરિશિષ્ટ ખંડ-૧ ચારે ય છેદસૂત્રો સંબંધી વિચારણાઓ આગમ મનીષી શ્રી ત્રિલોકમુનિજી મ. સા. ગુજરાતી ભાષાંતર શાસન ચંદ્રિકા બા. બ્ર. શ્રી હીરાબાઈ મ.સ.ના સુશિષ્યા બા. બ. શ્રી જ્યોતિબાઈ મ.સ. Page #150 -------------------------------------------------------------------------- ________________ છેદશાસ્ત્રઃ પરિશિષ્ટ ખંડ-૧ વિષયાનુક્રમણિકા વિષયાનુક્રમણિકા વિષય ઃ સંઘ વ્યવસ્થામાં અધ્યયન અધ્યાપનઃ સાધુ-સાધ્વીની અધ્યયન પ્રણાલી. ક્રમ ૧ | ૨-૩ વાચના તથા શિક્ષાને અયોગ્ય. ૪ ૫ S ૭ વાચના દેવાના ક્રમ-વ્યુત્ક્રમની વિચારણા. આગમ સંખ્યાનો નિર્ણય ८ યોગ્ય અભ્યાસના અભાવમાં ચાર્તુમાસમાં વિહાર. આચારાંગ-નિશીથ સૂત્ર કંઠસ્થ હોવા અતિ આવશ્યક. આગમોનો અધ્યયન ક્રમ. રે સ્વાધ્યાયની અવશ્ય કરણીયતા તથા પ્રાયશ્ચિત્ત ૧૦ સ્વાધ્યાયની મુખ્યતામાં એક ભ્રાંતિનું નિવારણ ૧૧ અસ્વાધ્યાયના ૮ દિવસ અને અમાન્ત માન્યતાની વિચારણા. ૧૨ માસિક ધર્મમાં અસ્વાધ્યાય વિવેક અને સત્ય બોધ ૧૩ અસ્વાધ્યાયનો મર્મ તેમજ વિવેક : દીક્ષા-દીક્ષિત તેમજ દીક્ષા ગુરુ : ૧૪ વડી દીક્ષા દેવા સંબંધી વિધાન તેમજ પ્રાયશ્ચિત્ત ૧૫ દીક્ષાર્થી તેમજ દીક્ષાગુરુની યોગ્યાયોગ્યતાનું સ્પષ્ટીકરણ : પ્રકીર્ણ પરિશિષ્ટ : ૧૬ ચૈત્ય શબ્દનો અર્થ ૧૭ અનેક પાત્રની કલ્પનીયતા ૧૮ સાધુ-સાધ્વીની પરસ્પર સેવા આલોચના ૧૯ ગીતાર્થ-બહુસૂત્રી વગર રહેવાની મનાઈ ૨૦ સંભોગ વિચ્છેદ કયારે ? ૨૧ વૃદ્ધાવસ્થાનો એકલ વિહાર ૨૨ એકલા સાધુનો ઉપાશ્રય ૨૩ સાધ્વીની સ્વતંત્ર ગોચરી ૨૪ ગોચરી જવાનો વિવેક ૨૫ ક્ષમાપના ભાવ ૨૬ ચંદ્ર પ્રતિમાઓના વિશિષ્ટ નિયમ ૨૭. ઊણોદરી તપની સમજૂતી ૧૫૦ પૃષ્ટાક ૧૫૧ ૧૫૩ ૧૫૫ ૧૫૬ ૧૫૯ ૧૬૧ ૧૩ ૧૬૫ ૧૬૭ ૧૬૮ ૧૬૯ ૧૭૧ ૧૭૨ ૧૭૪ ૧૭૭ ૧૭૮ ૧૭૮ ૧૮૧ ૧૮૨ ૧૮૨ ૧૮૩ ૧૮૪ ૧૮૫ ૧૮૫ ૧૮૬ ૧૮૭ નિત્ય ધારણ કરે જે શ્રાવક ચૌદ નિયમ, તેને મેરુ સમ આવતી ક્રિયા થાય રાઈ સમ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧પ૧ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત સંઘ વ્યવસ્થામાં અધ્યયન-અધ્યાપન I [૧] સાધુ-સાધ્વીની અધ્યયન પ્રણાલી F | F દીક્ષા લેતી વખતે વૈરાગ્ય ક્ષયોપશમ વગેરે ગુણોથી યુક્ત હોય તો કોઈપણ આત્મા સંયમ ધારણ કરી શકે છે. તેને આગમ જ્ઞાન કે જિનવાણીનો વિશાળ અનુભવ હોય, અગર ન પણ હોય પરંતુ સંયમ અંગીકાર કર્યા પછી આગમનો અભ્યાસ કરવો દરેક સાધકને માટે આવશ્યક હોય છે. એવું આગમમાં આવતાં અનેક જીવનચરિત્રોથી તેમજ આગમવિધાનથી સ્પષ્ટ થાય છે. જો કોઈનો ક્ષયોપશમ અતિ મંદ હોય તો આગમ અભ્યાસ ગુરુ આજ્ઞા અનુસાર કરી શકાય છે. વડી દીક્ષા પહેલાં જરૂરી અધ્યયન – દીક્ષા દીધા પછી નૂતન દીક્ષિતને દશવૈકાલિક સૂત્રના ચાર અધ્યયનો દ્વારા પાંચ મહાવ્રતોનું તથા છકાયનું સૂક્ષ્મતમ જ્ઞાન, શ્રદ્ધાન તથા તેની યતના કરવાની વિધિનું જ્ઞાન કરાવવામાં આવે છે તથા સંયમની આવશ્યક દૈનિક ક્રિયાઓની વિધિનો પણ સમ્યબોધ કરાવાય છે. દીક્ષા પહેલા જો આવશ્યક સૂત્રનું અધ્યયન કરેલ ન હોય તો અર્થ સહિત તેનું અધ્યયન કરાવવામાં આવે છે. તેમજ ચિંતનપૂર્વક પ્રતિક્રમણ કરતા શીખવાડવામાં આવે છે. આ કાર્ય કોઈ એક પ્રવર્તક અગર સ્થવિરને સોંપવામાં આવે છે. આટલું અધ્યયન પૂર્ણ થયા પછી એને વડી દીક્ષા દેવામાં આવે છે. વડી દીક્ષા પછી જરૂરી અધ્યયન – શરૂઆતમાંઅધ્યયનને માટે નૂતન દીક્ષિતને કોઈ યોગ્ય પ્રવર્તકના સાંનિધ્યમાં રાખવામાં આવે છે. જ્યાં તે દશવૈકાલિક સૂત્ર, ઉત્તરાધ્યયન સૂત્ર તેમજ બીજા તત્ત્વજ્ઞાનનું અધ્યયન કરે છે તેમજ અનેક આત્મગુણોનો વિકાસ કરે છે. આ અધ્યયન કર્યા પછી યોગ્યતા સંપન સાધુઓને ઉપાધ્યાયની પાસે અંગ સૂત્ર તેમજ છેદ સૂત્રનો અભ્યાસ કરાવવામાં આવે છે. આચાર્ય-ઉપાધ્યાય દ્વારા અધ્યાપન – ઉપાધ્યાય તેને સર્વ પ્રથમ આચારાંગ સૂત્રના “બ્રહ્મચર્ય” અધ્યયન રૂપ પ્રથમ શ્રુત સ્કંધની વાંચણી આપીને મૂળ પાઠ શુદ્ધ ઉચ્ચારણ સહિત કંઠસ્થ કરાવે છે. તેમજ સામાન્ય શબ્દાર્થ પણ કરાવે છે. ત્યાર પછી સંપૂર્ણ આચારાંગ સૂત્ર તેમજ નિશીથ સૂત્રનો અભ્યાસ કરાવે છે. આ અધ્યાપનની સાથે આચાર્ય તે શિષ્યને અર્થ અને વિશેષાર્થની વાચના આપે છે. તે પછી યોગ્ય વિધિથી આચાર્ય-ઉપાધ્યાય સૂત્રકૃતાંગ સૂત્રની વાંચણી આપે છે. ત્યારબાદ ક્રમશઃ દશાશ્રુતસ્કંધ, બૃહત્કલ્પસૂત્ર અને વ્યવહારસૂત્રની Page #152 -------------------------------------------------------------------------- ________________ છેદશાસ્ત્રઃ પરિશિષ્ટ ખંડ-૧ ઉપર વાચના આપે છે. ત્યાર પછી ઠાણાંગસૂત્રની, સમવાયાંગ સૂત્રની તેમજ ભગવતી સૂત્રની ક્રમથી વાંચણી આપે છે. આગમ અધ્યયનનો ક્રમ વ્યવહારસૂત્ર દસમા ઉદ્દેશકમાં આપેલ છે. ત્યાં જ્ઞાતાસૂત્ર વગેરે છ અંગ સૂત્રોનો ઉલ્લેખ નથી, તોપણ ક્રમથી તેનું અધ્યયન કરવાનું સમજી લેવું જોઈએ. કારણ કે આગમમાં અનેક સ્થળે સાધુ-સાધ્વીઓને માટે અગિયાર અંગ સૂત્રોનું અધ્યયન કરવાનું વર્ણન છે. શેષ ઉપાંગ વગેરે સૂત્રોની રચના વ્યવહારસૂત્રની રચનાની પછી થઈ છે. માટે આ અધ્યયન ક્રમમાં તથા અન્ય આગમમાં તેનું અધ્યયન કરવાનો નિર્દેશ મળતો નથી, તોપણ છેદ સૂત્ર સુધીનું અધ્યયન કર્યા પછી યથાસમયે શેષ અંગ અને ઉપાંગ સૂત્રોનું અધ્યયન કરવાનું સમજી લેવું જોઈએ. અધ્યયનનો દીક્ષા પર્યાય સાથે સંબંધ:- ઉપરોક્ત અધ્યયનનાં સમયનું નિર્ધારણ પણ વ્યવહારસૂત્રમાં કરવામાં આવેલ છે. તે આ પ્રમાણે છે ત્રણ વર્ષની દીક્ષા પર્યાય સુધી આચારાંગ, નિશીથ સૂત્રનું અધ્યયન પૂર્ણ કરી લેવું જોઈએ. તેવી જ રીતે ચાર વર્ષની દીક્ષા પર્યાય સુધી સૂત્રકૃતાંગ, પાંચ વર્ષની દીક્ષા પર્યાય સુધી ત્રણ છેદ સૂત્ર, આઠ વર્ષ સુધી ઠાણાંગ સૂત્ર, સમવાયાંગ સૂત્ર તેમજ દશવર્ષ સુધીની દીક્ષા પર્યાયમાં ભગવતી સૂત્રનું અધ્યયન પૂર્ણ કરી લેવું જોઈએ. અગીયારથી અઢારવર્ષની દીક્ષા પર્યાય સુધીમાં દષ્ટિવાદમાંથી ઉદ્ધત અનેક અધ્યયનોનું જ્ઞાન કરાવવામાં આવે છે. તેમજ અંતમાં ઓગણીસમા વર્ષ સુધી દષ્ટિવાદનું અધ્યયન પૂર્ણ કરાય છે અને વીસ વર્ષ પૂર્ણ થાય ત્યાં સુધીમાં બધા શ્રુતનું અધ્યયન કાર્ય પૂર્ણ થઈ જવું જોઈએ. અહીંયા એવો અર્થભ્રમ થાય છે કે “ત્રણ વર્ષના દીક્ષા પર્યાય થયા પછી જ આચારાંગ-નિશીથના અધ્યયનની શરૂઆત કરવી જોઈએ પરંતુ આ અર્થ આગમ સંમત નથી. કારણ કે અનેક સાધુઓના અલ્પ દીક્ષા પર્યાયમાં જ બાર અંગોના અધ્યયનનું વર્ણન છે. તેમજ ત્રણ વર્ષવાળાને ઉપાધ્યાય પદ દેવાનું વ્યવહારસૂત્ર ઉદ્દેશક-૩માંવિધાન છે અને ત્યાં તેનું બહુશ્રુત હોવું આવશ્યક કહ્યું છે તથા ઓછામાં ઓછું આચારાંગ નિશીથને કંઠસ્થ ધારણ કરનારા હોવું આવશ્યક બતાવ્યું છે. એ જ પ્રમાણે પાંચ વર્ષવાળાને આચાર્ય પદ દેવાના વિધાનની સાથે તેનું બહુશ્રુત હોવું તેમજ ઓછામાં ઓછું આચારાંગ, નિશીથ, સૂત્રકૃતાંગ અને ત્રણ છેદ સૂત્રને કંઠસ્થ ધારણ કરનારા હોવા આવશ્યક કહેલ છે. તેથી વ્યવહારસૂત્ર ઉદ્દેશક ૧૦માં કહેલી અધ્યયન સૂચી અનુસાર તેટલા વર્ષ સુધીમાં અધ્યયન કરી જ લેવું જોઈએ. તેનાથી વધારે સમય ન લાગવો જોઈએ. પરંતુ ઓછા સમયમાં કરી લેવામાં કોઈ વિરોધ નથી. એવો જ તે બધા સૂત્રનો ભાવ સમજી લેવો જોઈએ. For Pri Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત વાચના સંબંધી પ્રાયશ્ચિત્ત – આ સંપૂર્ણ અધ્યયન પ્રણાલી આચાર્ય-ઉપાધ્યાય દ્વારા વાંચણીદેવાની અપેક્ષાએ જ કહેવામાં આવી છે. આચાર્ય-ઉપાધ્યાયથી અદત્ત વાંચણી લેવાથી અર્થાત્ સ્વયં અધ્યયન કરવાથી નિશીથ ઉ.૧૯ પ્રમાણે તે પ્રાયશ્ચિત્તને પાત્ર બને છે. સ્વયં અધ્યયન કરનારાનું જે અનુમોદન કરે છે તે પણ પ્રાયશ્ચિત્તને પાત્ર બને છે. જે આચાર્ય-ઉપાધ્યાય યોગ્ય શિષ્યોને યથાયોગ્ય ક્રમથી વાચના નથી દેતા તો તે પદવીધર પણ નિશીથ ઉદ્દેશક ૧૯ પ્રમાણે પ્રાયશ્ચિત્તને પાત્ર બને છે. નિશીથ સૂત્રના ૧૯મા ઉદ્દેશકમાં વાચના સંબંધી અન્ય પણ કેટલાય પ્રાયશ્ચિત્ત વિધાન છે. જેની સૂચી આગળના પ્રકરણમાં આપવામાં આવેલ છે. તે પ્રાયશ્ચિત્તો વાચનાને માટે નિયુક્ત આચાર્ય-ઉપાધ્યાયને આવે છે. આગમ કંઠસ્થ પ્રણાલીઃ- વ્યવહારસૂત્ર ઉદ્દેશક–પમાં કહ્યું છે કે સ્થવિરસિવાય કોઈપણ સાધુ કે સાધ્વી કદાચ પ્રમાદથી આચારાંગ-નિશીથ સૂત્રને ભૂલી જાય તો તેને કઠોર દંડ આવે છે. અર્થાત્ તે આજીવન કોઈપણ પ્રમુખ પદ ધારણ કરી શકતા નથી અને કોઈ પદ કે પ્રમુખપણું કરી રહ્યા હોય તો તેને પણ પદ મુક્ત કરવામાં આવે છે. સાધ્વીને છેદ સૂત્ર - આ વ્યવહાર સૂત્ર ઉદ્દેશક–પના વિધાનમાં સૂત્રોને કંઠસ્થ રાખવા આવશ્યક બતાવવામાં આવેલ છે તથા સાધ્વીને પણ નિશીથસૂત્ર કંઠસ્થ હોવું આવશ્યક કહ્યું છે. માટે જે વિદ્વાન એમ કહે છે કે સાધ્વીએ છેદ સૂત્રોનું અધ્યયન ન કરવું જોઈએ તે સ્પષ્ટ જ આગમ વિરૂદ્ધ કથન કરવાથી દોષને પાત્ર થાય છે. આગમવિપરીત પ્રરૂપણા અગર આદેશ કોઈપણ મોટા આચાર્યના હોય તો પણ સ્વીકાર કરવાને યોગ્ય હોતા નથી. હૂં કિ . || [] વાચનાને અયોગ્ય બૃિહકલ્પ ઉદ્દેશક-૪, સૂત્ર-૧૦, ૧૧) ૧. અવિનીતઃ- જેવિનય રહિત છે, આચાર્ય કેદીક્ષાજયેષ્ઠ સાધુ વગેરેના આવવા જવા પર ઊભા થવું, સત્કાર, સન્માન વગેરે યથાયોગ્ય વિનય કરતા નથી તે “અવિનીત' કહેવાય છે. ૨. વિગય પ્રતિબદ્ધ – જે દૂધ, દહીં વગેરે રસોમાં આસક્ત છે, તે રસો નહિ મળવા પર સૂત્રાર્થ વગેરે ગ્રહણ કરવામાં મંદ ઉદ્યમી રહે છે, તે વિકૃતિ પ્રતિબદ્ધ કહેવામાં આવે છે. ૩. અવ્યપશમિત પ્રાભૂત(અનુપશાંત-ક્લેશ) – જે અલ્પ અપરાધ કરનાર અપરાધી પર પ્રચંડ ગુસ્સો કરે છે અને ક્ષમાયાચના કરી લેવા છતાં પણ વારંવાર Page #154 -------------------------------------------------------------------------- ________________ છેદશાસ્ત્રઃ પરિશિષ્ટ ખંડ-૧ ૧પ૪ તેના પર ગુસ્સો કર્યા કરે છે, તેને “અવ્યપશમિત પ્રાભૃત' કહે છે. આ ત્રણ પ્રકારના સાધુ સૂત્ર વાચના, અર્થ વાચના અને ઉભય વાચનાને અયોગ્ય છે કારણ કે વિનયથી જ વિદ્યાની પ્રાપ્તિ થાય છે. અવિનયી શિષ્યને વિદ્યા ભણાવવી નિષ્ફળ તો જાય છે, પણ ક્યારેક-ક્યારેક દુષ્કળ” પણ આપે છે. જે દૂધ, દહીં વગેરે વિકૃતિઓમાં આસક્ત છે, તેને આપેલી વાચના હૃદયમાં સ્થિર રહી શકતી નથી. માટે તેને પણ વાચના આપવી અયોગ્ય છે. જેના સ્વભાવમાં ઉગ્રતા છે, થોડો પણ અપરાધ થઈ જવા પર જે અપરાધી પર વધારે ગુસ્સો કરે છે, ક્ષમા માંગવા છતાં પણ વારંવાર ગુસ્સો કર્યા કરે છે, એવી વ્યક્તિને પણ વાચના દેવી અયોગ્ય છે. એવી વ્યક્તિને લોકો આ જન્મમાં પણ સ્નેહ કરવો છોડી દે છે અને પરભવ માટે પણ તે તીવ્ર વેરનો અનુબંધ કરે છે. એટલા માટે ઉપરોક્ત ત્રણે પ્રકારના શિષ્ય સૂત્ર-અર્થ અને સૂત્રાર્થની વાચના લેવા માટે અયોગ્ય કહેવામાં આવેલ છે. જે વિનય યુક્ત છે, દૂધ-દહીં વગેરેના સેવનમાં જેની આસક્તિ નથી અર્થાત્ ગુરુ આજ્ઞા હોય તો વિગય સેવન કરે અન્યથા ત્યાગ કરી દે અને જે ક્ષમાશીલ તેમજ સમભાવી છે, એવા શિષ્યોને જ સૂત્રની, તેના અર્થની તથા બન્નેની વાચના આપવી જોઈએ. તેને આપવામાં આવેલ વાચનાથી શ્રુતનો વિસ્તાર થાય છે, ગ્રહણ કરનારાનો આલોક અને પરલોક સુધરે છે અને જિનશાસનની પ્રભાવના થાય છે. સૂત્રોક્ત દોષોવાળા સાધુ સંયમ આરાધનાને માટે પણ અયોગ્ય હોય છે. તેને દીક્ષા પણ આપી શકાતી નથી. દીક્ષા દીધા પછી આ અવગુણોનો ખ્યાલ આવવા પર તેને વાચના દેવાને માટે ઉપાધ્યાયની પાસે ન રાખવો જોઈએ. પરંતુ પ્રવર્તક કે સ્થવિરના નેતૃત્વમાં અન્ય અધ્યયન શિક્ષાઓ તેમજ આચાર વિધિનું જ્ઞાન કરાવવું જોઈએ. એવું કરવાથી જો તેનામાં યોગ્યતા આવી જાય તો વાચનાને માટે ઉપાધ્યાય પાસે રાખી શકાય છે. યોગ્ય ન થવા પર તે હંમેશાં અગીતાર્થ જ રહે છે અને બીજાના અનુશાસનમાં રહેતાં થકા સંયમનું પાલન કરે છે. જે ગચ્છ પ્રમુખ આ સૂત્રોક્ત વિધિનું પાલન કરતા નથી અને યોગ્યઅયોગ્યનો નિર્ણય લીધા વિના બધાને ઇચ્છા પ્રમાણે વાચના આપે છે– ઉપાધ્યાય વગેરે વાચના દેનારાને નિયુક્ત કરતા નથી અથવા તેના પ્રત્યે વિનય પ્રતિપતિ વગેરેનાં પાલનની પણ વ્યવસ્થા કરતા નથી, તો આ પ્રકારે વાચના સંબંધી સૂત્ર વિધાનોનું યથાર્થ પાલન નહિ કરવાથી તે ગચ્છ પ્રમુખનિશીથ સૂત્ર ઉ.૧૯ અનુસાર પ્રાયશ્ચિત્તને પાત્ર થાય છે. તે પ્રાયશ્ચિત્ત આ પ્રમાણે છેઃ (૧) આગમમાં બતાવ્યા પ્રમાણે ક્રમથી વાચના ન આપે પણ સ્વેચ્છાનુસાર વાચના આપે કે અપાવે (૨) આચારાંગસૂત્રની વાચના Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના ઃ જૈનાગમ નવનીત : આપ્યા વિના છેદ સૂત્રોની વાચના આપે કે અપાવે (૩) અવિનીત કે અયોગ્ય સાધુઓને કાલિકશ્રુતની વાચના દે (૪) વિનયવાન યથાયોગ્ય સાધુઓને યથાસમયે વાચના દેવાનું ધ્યાન ન રાખે (૫) વિગયોનો ત્યાગ ન કરનારા તેમજ કલહને ઉપશાંત ન કરનારાને વાચના આપે (૬) સોળ વર્ષથી ઓછી ઉંમરવાળાને કાલિકશ્રુત(અંગસૂત્ર કે છેદસૂત્ર)ની વાચના આપે. (૭) સમાન યોગ્યતાવાળા સાધુઓમાં કોઈને વાચના આપે, કોઈને ન આપે (૮) સ્વગચ્છના અગર અન્યગચ્છના શિથિલાચારી સાધુને વાચના આપે (૯) મિથ્યામતથી ભાવિત ગૃહસ્થને વાચના આપે અગર તેને વાચના લેનારાની સાથે બેસાડે તો તે પદવીધરને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. ગચ્છ પ્રમુખે આ અઘ્યયન સંબંધી નિયમોનું યથાર્થ પાલન કરવું જોઈએ. જો પાલન ન થઈ શકે તો તેનું તેમણે સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત સ્વયં ગ્રહણ કરી લેવું જોઈએ. [૩] શિક્ષાને અયોગ્ય [બૃહત્કલ્પ ઉદ્દેશક-૪ ઃ સૂત્ર−૮, ૯] (૧) દુષ્ટ :- જે શાસ્ત્રની પ્રરૂપણા કરનારા ગુરુ વગેરે પર દ્વેષ રાખે અથવા યથાર્થ પ્રતિપાદન કરવામાં આવતા તત્ત્વો ઉપર દ્વેષ રાખે તે. (૨) મૂઢ :– ગુણ-અવગુણના વિવેકથી રહિત વ્યક્તિ. (૩) વ્યુાહિત ઃ– વિપરીત શ્રદ્ધાવાળા અત્યંત કદાગ્રહી પુરુષ. આ ત્રણે પ્રકારના સાધુ ‘દુઃસંજ્ઞાપ્ય’ છે અર્થાત્ તેને સમજાવવા ઘણા મુશ્કેલ છે. સમજાવવા છતાં પણ તે સમજતા નથી. તેને શિક્ષા આપવાથી કે સમજાવવાથી કોઈ પ્રયોજન સિદ્ધ થતું નથી. માટે એ સૂત્ર વાચના માટે પૂર્ણ અયોગ્ય હોય છે. જે દ્વેષભાવથી રહિત છે, હિત-અહિતના વિવેકથી યુક્ત છે અને વિપરીત શ્રદ્ધાવાળા કે કદાગ્રહી નથી, તે શિક્ષા દેવાને યોગ્ય હોય છે. એવી વ્યક્તિઓને જ શ્રુત તેમજ અર્થની વાચના દેવી જોઈએ, કારણ કે તે પ્રતિપાદિત તત્ત્વને સરળતાથી કે સુગમતાથી ગ્રહણ કરે છે. [૪] યોગ્ય અધ્યયનના અભાવમાં ચાતુર્માસમાં વિહાર | વ્યવહાર ઉદ્દેશક-૪ : સૂત્ર-૧૧, ૧૨] વિચરણ કે ચાતુર્માસ કરનારા સાધુઓમાં એક ‘કલ્પાક’ અર્થાત્ સંઘાડાપ્રમુખ હોવા જરૂરી છે. જેને ઉદ્દેશક-૩, સૂત્ર-૧માં ગણધારણ કરનાર અર્થાત્ ગણધર કહેવામાં આવેલ છે તથા ત્યાં તેને શ્રુત એવં દીક્ષા પર્યાય સંપન્ન હોવું આવશ્યક કહ્યું છે. તેથી ત્રણ વર્ષની દીક્ષા પર્યાય અને આચારાંગ સૂત્ર તેમજ નિશીથ સૂત્રને અર્થ સહિત કંઠસ્થ ધારણ કરનારા જઘન્ય બહુશ્રુત જ ગણ ધારણ Page #156 -------------------------------------------------------------------------- ________________ | છેદશાસ્ત્રઃ પરિશિષ્ટ ખંડ-૧ ૧પ૬ કરી શકે છે. બાકીના સાધુઓ તેને પ્રમુખ માનીને તેની આજ્ઞામાં રહે છે. તે પ્રમુખના સિવાય તે સંઘાડામાં અન્ય પણ એક અથવા અનેક સંઘાડાના પ્રમુખ થવાને યોગ્ય હોઈ શકે છે. અર્થાત્ ત્રણ વર્ષથી વધારે દીક્ષા પર્યાયવાળા તેમજ પર્યાપ્ત શ્રત ધારણ કરનારા હોઈ શકે છે. ક્યારેક એક પ્રમુખ સિવાય બધા સાધુ અગીતાર્થ કે નવદીક્ષિત પણ હોઈ શકે છે. વિચરણ કે ચાતુર્માસ કરનારા સંઘાડાના પ્રમુખ સાધુ કદાચ કાળધર્મ પામે તો શેષ સાધુઓમાંથી રત્નાધિક સાધુ પ્રમુખ પદનો સ્વીકાર કરે. કદાચ રત્નાધિક સાધુ શ્રુતસંપન્ન ન હોય તો અન્ય યોગ્યને પ્રમુખ પદ પર સ્થાપિત કરાય. કદાચ બાકી રહેલા સાધુઓમાં એક પણ પ્રમુખ થવાને યોગ્ય ન હોય તો તેને ચાતુર્માસ રહેવું કેવિચરવું કલ્પતું નથી, પરંતુ જે દિશામાં અન્ય યોગ્ય સાધર્મિક સાધુ નજીક હોય તેના સાંનિધ્યમાં પહોંચી જવું જોઈએ. આવી સ્થિતિમાં ચાતુર્માસમાં પણ વિહાર કરવો જરૂરી બને છે તથા ક્યાંક વધારે રોકાવાની સાધુભાષામાં સંમતિ આપી હોય તો પણ ત્યાંથી વિહાર કરવો જરૂરી બને છે. જ્યાં સુધી બીજા સાધાર્મિક સાધુની પાસે ન પહોંચે ત્યાં સુધી રસ્તામાં એક દિવસની વિશ્રાંતિ સિવાય વધારે રોકાવું કલ્પતું નથી. કોઈને કોઈ શારીરિક રોગ આવી જાય તો ઉપચાર માટે વધારે રહી શકાય છે. રોગ દૂર થઈ જવા પછી વૈદ્ય કે ડૉક્ટર વગેરેના કહેવાથી ૧-૨ દિવસ વધારે રહી શકાય છે. સ્વસ્થ થયા પછી બે દિવસથી વધારે રહેવાથી તેને યથાયોગ્ય તપ કે છેદ પ્રાયશ્ચિત્ત આવે છે. આ સૂત્રોનો પ્રસ્તુત વિષયોનો સાર એ છે કે દીક્ષા લીધા પછી યોગ્ય શિષ્યોએ આવશ્યક શ્રુતજ્ઞાનનું અધ્યયન(આચાર પ્રકલ્પ વગેરે) જલ્દી અર્થ સહિત કંઠસ્થ કરી લેવું જોઈએ. તેના અપૂર્ણ રહેવા પર તે સાધુ ગણ(સંઘાડા)ના મુખ્ય બની શકતા નથી. તેમજ પ્રમુખ સાધુનો કાળધર્મ થઈ જવાથી ચાતુર્માસમાં પણ તેને વિહાર કરવો જરૂરી થઈ જાય છે. જો ઉપરોક્ત બતાવેલ શ્રત પૂર્ણ કરી લીધું હોય તો તે સાધુ ગમે ત્યારે સૂત્રોક્ત પ્રમુખ પદ ધારણ કરી શકે છે. સ્વતંત્ર વિચરણ તેમજ ચાતુર્માસ પણ કરી શકે છે. એટલા માટે પ્રત્યેક સાધુ-સાધ્વીએ દીક્ષા પછી થોડાક વર્ષો સુધી આગમ પ્રમાણે ક્રમથી શ્રુત અધ્યયન કંઠસ્થ કરવાનું મુખ્ય લક્ષ્ય રાખવું જોઈએ. I [૫] આચારાંગ-નિશીથ સૂત્ર કંઠસ્થ હોવું અતિ જરૂરી [વ્યવહાર ઉદ્દેશક-૫ સૂત્ર-૧૫, ૧૬] ત્રીજા ઉદ્દેશકના ત્રીજા સૂત્રમાં ત્રણ વર્ષની દીક્ષા પર્યાયવાળા સાધુને “આચાર પ્રકલ્પ” કંઠસ્થ કરવાનું કહેવામાં આવેલ છે અને પાંચમા ઉદ્દેશકના આ સૂત્રોમાં પ્રત્યેક સાધુ-સાધ્વીને આચાર પ્રકલ્પ કંઠસ્થ રાખવું જરૂરી કહેવામાં આવ્યું છે. સાથે જ ગચ્છ પ્રમુખ સાધુઓની ફરજ Page #157 -------------------------------------------------------------------------- ________________ * * * * ૧પ૦ 1મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત બતાવવામાં આવેલ છે કે સમયે-સમયે તે તપાસ પણ કરતા રહે કે કોઈ સાધને આચાર પ્રકલ્પ વિસ્મૃત તો થઈ રહ્યું નથી ને? જો વિસ્મૃત થવા લાગે તો તેના કારણની જાણકારી કરવી જોઈએ. સૂત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આચાર પ્રકલ્પને ભૂલનારા સાધુ કે સાધ્વી જો નવદીક્ષિત, બાલ્ય વય કે યુવાન વયવાળા હોય તો તેને સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત આવે છે. તે પ્રાયશ્ચિત્ત બે પ્રકારના છે. જેમ કે ૧. સકારણ ભૂલવાથી ફરીથી કંઠસ્થ કરવા સુધી તે કોઈ પદવીને ધારણ કરી શકતા નથી. સંઘાડાના પ્રમુખ બનીને વિચરણ પણ કરી શકતા નથી. ૨. પ્રમાદથી ભૂલી જાય તો તે જીવન પર્યત કોઈ પદવીને ધારણ કરી શકતા નથી તથા સંઘાડાના પ્રમુખ બનીને વિચરણ પણ કરી શકતા નથી. આચાર પ્રકલ્પ'થી અહીંયા આચારાંગ અને નિશીથ સૂત્રોનો નિર્દેશ કરવામાં આવેલ છે. આ સંબંધી વિસ્તૃત વ્યાખ્યા આ પુસ્તકના નિશીથસૂત્ર'ની પ્રસ્તાવના પૃષ્ટ-૨૩/ર૪ થી જાણી લેવી જોઈએ. ઉદ્દેશક ત્રણ અને પાંચના આ સૂત્રવિધાનોમાં આચાર પ્રકલ્પનું જે મહત્ત્વ બતાવવામાં આવેલ છે તેને લક્ષ્યમાં રાખીને તેમજ અનુપ્રેક્ષા કરીને જો તેની રચનાના વિષયમાં નિર્ણય કરવામાં આવે તો સહેજે આ નિર્ણય થઈ જાય છે કે આ વ્યવહાર સૂત્રના રચયિતા સ્થવિર પ્રથમ ભદ્રબાહુ સ્વામીએ અગર તેના પછી કોઈ સ્થવિરે આચાર પ્રકલ્પ' ની રચના કરી નથી પરંતુ એ ગણધર રચિત છે અને શરૂઆતથી જજિનશાસનના બધા સાધુ-સાધ્વીઓને અવશ્ય અધ્યયન કરાવવા માટેનું શાસ્ત્ર છે. વર્તમાનમાં આ શાસ્ત્ર આચારાંગ-નિશીથ બને સૂત્રોનું સૂચક છે. દશાશ્રુતસ્કંધના નિર્યુક્તિકારે નિર્યુક્તિની પ્રથમ ગાથામાં જ સ્થવિર શ્રી પ્રાચીન ભદ્રબાહુ સ્વામીને વંદન, નમસ્કાર કરતા થકા તેને ત્રણ છેદસૂત્ર દિશાશ્રુતસ્કંધ-બૃહત્કલ્પ અને વ્યવહાર સૂત્રની રચના કરનારા એવા વિશેષણથી વિભૂષિત કરેલ છે અને શ્રી ભદ્રબાહુ સ્વામીએ પોતાના દ્વારા રચિત આ વ્યવહાર સૂત્રમાં ૧૬ વાર “આચાર-પ્રકલ્પ' નો નિર્દેશ કરતા થકા અનેક પ્રકારના વિધાન કરેલ છે. આટલું થવા છતાં પણ ઐતિહાસિક ભ્રાંતિઓને કારણે વર્તમાન ઈતિહાસના જાણકાર આ સૂત્રના રચનાકાર અને તેના સમયના વિષયમાં પોતાનો સંદિગ્ધ વિચાર રજૂ કરે છે, તે અત્યંત દુઃખનો વિષય છે. તે ભ્રમનું કારણ એ છે કે આપણા ચિંતનકારો ઇતિહાસ તેમજ ગ્રંથોના પાનાઓ ઉલટાવે છે પણ આગમ સૂત્રો પર વિચારણા(પરામર્શ કરતા નથી. આચાર પ્રકલ્પ સંબંધી વ્યવહાર સૂત્રના વિધાનોથી એ સ્પષ્ટ થઈ જાય છે Page #158 -------------------------------------------------------------------------- ________________ | છેદશાસ્ત્રઃ પરિશિષ્ટ ખંડ-૧ ૧૫૮ કે અધ્યયનની વ્યવસ્થામાં આચારાંગ-નિશીથ સૂત્રને અર્થ-પરમાર્થ સહિત કંઠસ્થ કરવા તે પ્રત્યેક સાધુ-સાધ્વી માટે આવશ્યક છે તથા સ્વાધ્યાય વગેરે દ્વારા કંઠસ્થ રાખવા પણ આવશ્યક છે. જે કોઈ પણ સાધુ કે સાધ્વી આના અધ્યયનની યોગ્યતાવાળા હોતા નથી કે આનું અધ્યયન કરતા નથી અથવા અધ્યયન કર્યા પછી પણ એનો સ્વાધ્યાય ન કરતાં ભૂલી જાય છે તે સાધુકે સાધ્વી જિનશાસનના કોઈપણ પદને ગ્રહણ કરવામાં કે પૂર્વે ગ્રહણ કરેલને ધારણ કરવામાં અયોગ્ય ઠરે છે. તેને કોઈ પણ પદ દેવામાં આવતું નથી, જો પહેલાથી કોઈ પદ પર હોય તો તેને પદથી હટાવવામાં આવે છે. તેને સંઘાડાના પ્રમુખ થઈને વિચરણ કરવાનો અધિકાર પણ રહેતો નથી તથા કોઈ પણ પ્રકારની ગણ વ્યુત્સર્ગ સાધના અર્થાત્ એકલવિહાર, સંભોગ પ્રત્યાખ્યાન વગેરે સાધનાઓ પણ તે કરી શકતા નથી. આચાર પ્રકલ્પના ધારક સાધુ જ જઘન્ય ગીતાર્થ બહુશ્રુત કહ્યા છે. તે જ સ્વતંત્ર વિહાર કે ગોચરીને યોગ્ય હોય છે. અબહુશ્રુત, અગીતાર્થની ગવેષણાથી પ્રાપ્ત વસ્તુઓનો ઉપયોગ કરવાનો પણ ભાષ્યમાં નિષેધ કરેલ છે તેમજ પ્રાયશ્ચિત્ત કહેલ છે. વર્તમાનમાં પૂર્વોનું જ્ઞાન વિચ્છેદ માનવું તે આગમ સંમત છે પરંતુ અન્ય સૂત્રોનો વિચ્છેદ થયાનું કહી શકાય નહિં. માટે ક્ષેત્ર કે કાળનો આધાર લઈને આ વ્યવહાર સૂત્ર કથિત વિધાનોના આચરણનો વિચ્છેદ માનવો, બધી રીતે અનુચિત છે. કારણ કે વર્તમાનમાં દીક્ષિત થનારા અનેક નવયુવક સાધુ-સાધ્વીને જો યોગ્ય અભ્યાસ કરાવનારા મળે તો તે ત્રણ વર્ષમાં આટલા અધ્યયન કંઠસ્થ ઘણી સરળતાથી કરી શકે છે. પરંતુ અત્યંત ખેદની સાથે આ કહેવું પડે છે કે અધ્યયનના ક્ષેત્રમાં ઉદાસીનતાને કારણે વિદ્યમાન લગભગ દસ હજાર જૈન સાધુ-સાધ્વીઓમાં ફક્ત દસ સાધુ-સાધ્વીઓ પણ આ આચાર પ્રકલ્પને અર્થ સહિત કંઠસ્થ કરનારા નથી. તોપણ સમાજમાં અનેક આચાર્ય-ઉપાધ્યાય બનેલા છે અને અનેક ઉક્ત પદની પ્રાપ્તિને માટે લાલાયિત રહેનારા પણ છે. સંઘાડાના પ્રમુખ બનીનવિચરણ કરનારા પણ અનેક સાધુ-સાધ્વી છે અને તે પોતાને આગમ અનુસાર વિચરણ કરનારા પણ માને છે, પરંતુ આગમ અનુસાર અધ્યયન, વિચરણ તથા ગચ્છના પદોની વ્યવસ્થા કેવી રીતે કરવી જોઈએ, તે છેદ સૂત્રોના વિવેચનથી સરળતાપૂર્વક જાણવા અને પાલન કરવાનો પ્રયત્ન તેઓ કરતા નથી, આ આગમ વિધાનોની ઉપેક્ષા કરવી છે, તેમ કહેવામાં આવે તો તે અતિશયોકિત નથી. માટે વર્તમાનના પદવીધરો અને ગચ્છ પ્રમુખોએ અવશ્ય આ તરફ ધ્યાન આપીને આગમની અધ્યયન પ્રણાલીને અવિચ્છિન્ન બનાવી રાખવી જોઈએ. અર્થાતુ પ્રત્યેકનવ દીક્ષિત યુવક સંત-સતીને યોગ્ય વ્યવસ્થા અને કમની સાથે ઓછામાં ઓછા ત્રણ કે Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧પ૯ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત પાંચ-દસ વર્ષ સુધી આગમ અધ્યયન તેમજ આત્મ જાગૃતિ યુક્ત સંયમ પાલનમાં પૂર્ણ યોગ્ય બનાવવા જોઈએ. આ પ્રત્યેક પદવીધરનું, ગચ્છ પ્રમુખનું અને ગુરુનું પરમ કર્તવ્ય છે. એવું કરવાથી તે શિષ્યોને ઉપકારક થઈ શકે છે. દશાશ્રુતની દશા ૫ માં પણ આચાર્યાદિ માટે શિષ્યના તરફ એવા કર્તવ્યોનું કથન કરીને ઋણમાંથી ઋણમુક્ત થવાનું કહેવામાં આવ્યું છે. જેનું વિવેચન ત્યાં જુઓ. વર્તમાનમાં આવું ન કરનારા અનેક પદવીધરો શું પોતાના કર્તવ્યમાં સજાગ છે? તેમજ જિનશાસનના પ્રત્યે કૃતજ્ઞ છે? કે પદ દ્વારા ફક્ત પ્રતિષ્ઠા પ્રાપ્ત કરીને આત્મ સંતોષ રાખનારા છે? આ વિચારણીય વિષય છે. આવિષયમાં ઊંડો વિચાર કરીને જિનશાસન પ્રત્યે કર્તવ્ય નિષ્ઠા રાખનારા આત્માર્થી સાધકોને આગમ અનુસાર અધ્યયન-અધ્યાપન તેમજ પદ પ્રદાન કરવાની વ્યવસ્થા કરવી જોઈએ તેમજ વિકૃત પરંપરાને આગમાનુસાર કરવાને માટે પ્રયત્નશીલ થવું જોઈએ. - વર્તમાનમાં આ માન્યતા પણ પ્રચલિત છે કે આચારાંગ તેમજ નિશીથ સૂત્રનું ગુરુ મુખેથી એકવાર વાચન-શ્રવણ કરી લે તો પ્રમુખ થઈને વિચરણ કરી શકે અને પદવી ધારણ કરી શકે છે અને એવું કરવા પર સૂત્રાજ્ઞાનું પાલન થઈ જાય છે. પરંતુ આ ઉપરોકત બંને સુત્રોમાં કરવામાં આવેલ વિધાનોને ઊંડાઈપૂર્વક સમજવાથી ઉપર્યુક્ત ધારણા ફક્ત સ્વમતિ કલ્પિત કલ્પના માત્ર સિદ્ધ થાય છે. કારણ કે આ સૂત્રોમાં આચાર પ્રકલ્પનું વિસ્મરણ થવા વગેરે વિધાનથી સ્પષ્ટ રીતે પ્રત્યેક સાધુ-સાધ્વીને કંઠસ્થ કરવું જ સિદ્ધ થાય છે. કોઈ આચાર્યોની આ પણ માન્યતા છે કે સાધ્વીને નિશીથ સૂત્રનું અધ્યયન અધ્યાપન આર્યરક્ષિતના દ્વારા નિષિદ્ધ છે. આ પણ આગમ વિપરીત કલ્પના છે. કારણ કે પ્રસ્તુત સોળમાં સૂત્રમાં સાધ્વીને આચાર-પ્રકલ્પને કંઠસ્થ રાખવાનું સ્પષ્ટ વિધાન છે. આગમ વિધાનોથી વિપરીત આજ્ઞા આપીને પરંપરા ચલાવવાનો અધિકાર કોઈપણ આચાર્યને હોતો નથી અને સાડા નવ પૂર્વ આર્યરક્ષિત સ્વામી આવી આજ્ઞા આપે પણ નહીં. તોપણ ઇતિહાસના નામથી એવી કંઈક અસંગત કલ્પનાઓ પ્રચલિત થઈ જાય છે. બુદ્ધિશાળીઓએ કલ્પિત કલ્પનાઓથી સાવધાન રહીને સૂત્રાજ્ઞાને પ્રમુખતા આપવી જોઈએ. છે કે || [૧] આગમોનો અધ્યયન ક્રમ વ્યિવહાર સૂત્ર, ઉદ્દેશક–૧૦: સૂત્ર રરથી ૩૭] સૂત્રોક્ત આ અધ્યયન ક્રમ તે સૂત્રના રચયિતા શ્રી ભદ્રબાહુ સ્વામીના સમયમાં ઉપલબ્ધ સૂત્રો અનુસાર છે. ત્યાર પછી રચાયેલા સૂત્રોનો આ અધ્યયન ક્રમમાં ઉલ્લેખ નથી. તેથી વિવાઈ વગેરે ૧ર ઉપાંગ સૂત્ર તેમજ મૂળસૂત્રના અધ્યયન ક્રમની અહીંયા વિવક્ષા કરવામાં Page #160 -------------------------------------------------------------------------- ________________ | છેદશાસ્ત્રઃ પરિશિષ્ટ ખંડ-૧ ૧૬૦ આવી નથી. તોપણ આચાર શાસ્ત્રનો અભ્યાસ અર્થાતુ છેદસૂત્રોનો અભ્યાસ કર્યા પછી ઠાણાંગ-સમવાયાંગ-ભગવતી સૂત્રના અધ્યયનની પહેલા કે પછી કયારેય પણ તે શેષ સૂત્રોનું અધ્યયન કરવાનું સમજી લેવું જોઈએ. આવશ્યક સૂત્રનું અધ્યયન તો ઉપસ્થાપનાની પહેલા જ કરવામાં આવે છે તથા નિશીથ ઉદ્દેશક–૧૯ ના ભાષ્યમાં આચારાંગ તેમજ નિશીથની પહેલાં દશવૈકાલિક અને ઉત્તરાધ્યયન સૂત્રનું અધ્યયન કરવાનું કહેલ છે. આ સૂત્રમાં જે ત્રણ વર્ષની પર્યાય વગેરેનું કથન કરવામાં આવેલ છે, તેનો અર્થ આ પ્રમાણે છે- ત્રણ વર્ષની દીક્ષા પર્યાય સુધીમાં યોગ્ય ભિક્ષુએ ઓછામાં ઓછું આ આગમોનું અધ્યયન કરી લેવું જોઈએ કે તેને કરાવી દેવું જોઈએ. ત્રણ વર્ષ પછી આચારાંગ, નિશીથ ભણાવવું એવો અર્થ કરવો અસંગત છે, કારણ કે ત્રણ વર્ષવાળાને ઉપાધ્યાય પદ દેવાના પ્રકરણમાં ઓછામાં ઓછું આચારાંગ, નિશીથને કંઠસ્થ કરનારા કહ્યા છે. | દશ વર્ષની દીક્ષા પર્યાય પછી અધ્યયન કરવાને માટે કહેવામાં આવેલા સૂત્રોમાંથી લગભગ બધા સૂત્ર નંદીસૂત્રની રચનાના સમયમાં કાલિકસૂત્ર તરીકે ઉપલબ્ધ હતા. વર્તમાનમાં તેમાંથી કોઈ પણ સૂત્ર ઉપલબ્ધ નથી. ફક્ત તેજનિસર્ગ નામનું અધ્યયન ભગવતી સૂત્રના પંદરમાં શતકના રૂપમાં ઉપલબ્ધ છે. જ્ઞાતાસૂત્ર વગેરે અંગસૂત્રોનું પ્રસ્તુત અધ્યયન ક્રમથી નિર્દેશ કરવામાં આવેલ નથી, તેનું કારણ એ છે કે આ સૂત્રોમાં લગભગ ધર્મકથાનું વર્ણન છે. જેના ક્રમની કોઈ આવશ્યકતા રહેતી નથી. યથાઅવસરે ક્યારેય પણ તેનું અધ્યયન કરી કે કરાવી શકાય છે. પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં ઉપલબ્ધ આશ્રવ-સંવરનું વર્ણન ત્યાં ગણધર-રચિત નથી, નંદીસૂત્રની રચના પછી અન્ય સૂત્રમાંથી સંકલન કરવામાં આવેલ છે. આ સૂત્રોમાં અધ્યયન માટે સૂચિત કરવામાં આવેલ આગમોના નામ આ પ્રમાણે છે- (૧-૨) આચારાંગ સૂત્ર તેમજ નિશીથ સૂત્ર (૩) સૂયડાંગ સૂત્ર (૪-પ-૬) દશાશ્રુતસ્કંધ સૂત્ર, બૃહત્કલ્પ સૂત્ર અને વ્યવહાર સૂત્ર (૭-૮) ઠાણાંગ સૂત્ર સમવાયાંગ સૂત્ર (૯) ભગવતી સૂત્ર (૧૦–૧૪) શુલ્લિકા વિમાન પ્રવિભક્તિ, મહલ્લિકા વિમાન પ્રવિભક્તિ, અંગચૂલિકા, વર્ગ ચૂલિકા, વ્યાખ્યા ચૂલિકા (૧૫૨૦) અરુણોપપાત, વરુણોપપાત, ગરુડોપપાત, ધરણોપપાત, વૈશ્રમણોપપાત, વેલન્જરોપપાત (૨૧-૨૪) ઉત્થાનશ્રુત, સમુત્થાનશ્રુત, દેવેન્દ્ર પરિયાપનિકા, નાગપરિયાપનિકા (૨૫) સ્વપ્નભાવના અધ્યયન (ર૬) ચારણભાવના અધ્યયન (૨૭) તેજ નિસર્ગ અધ્યયન (૨૮) આશીવિષ ભાવના અધ્યયન (૨૯) દષ્ટિવિષ ભાવના અધ્યયન (૩૦) દષ્ટિવાદ અંગ. Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૧ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત ઉપરોકત ૧૦-ર૯ સુધીમાં કહેલ આગમ દષ્ટિવાદ નામના અંગના જ અધ્યયન હતા અથવા તેનાથી અલગ નિર્મૂઢ કરેલા સૂત્ર હતા. તે બધાના નામ નંદી સૂત્રમાં કાલિકકૃતની સૂચિમાં આપેલ છે. અંતિમ દસ સૂત્રોને ઠાણાંગ સૂત્રમાં સંક્ષેપિક દશા સૂત્રના દસ અધ્યયન રૂપે કહેલ છે. પ્રસ્તુત વ્યવહાર સૂત્રના આ સૂત્રોના અંતમાં બતાવવામાં આવેલ છે કે વીસ વર્ષની દીક્ષા પર્યાય સુધીમાં સંપૂર્ણ શ્રુતનો અભ્યાસ કરી લેવો જોઈએ. તે પ્રમાણે વર્તમાનમાં પણ પ્રત્યેક યોગ્ય ભિક્ષને ઉપલબ્ધ બધા આગમ ગ્રુતનું અધ્યયન વીસ વર્ષમાં પરિપૂર્ણ કરી લેવું જોઈએ. તેના પછી પ્રવચન પ્રભાવના કરવી જોઈએ અથવા નિવૃત્તિમય સાધનામાં રહીને સ્વાધ્યાય, ધ્યાન, કાયોત્સર્ગ વગેરેમાં લીન રહેતા થકા આત્મ-સાધના કરવી જોઈએ. ઉપરોક્ત આગમોની વાચના, યોગ્ય શિષ્યોને જ દેવી જોઈએ તેમજ યથાક્રમથી દેવી જોઈએ વગેરે વિસ્તૃત વર્ણન અહીંયા અન્ય પરિશિષ્ટમાં જુઓ. @ | [] વાચના ક્રમ-વ્યુત્ક્રમની વિચારણા નિશીથ સૂત્ર ઉદ્દેશક–૧૯ઃ સૂત્ર– ૧૬, ૧૭] આગમ, શ્રુતસ્કંધ, અધ્યયન, ઉદ્દેશક વગેરે જે પણ અનુક્રમથી પહેલા વાચના દેવાની છે તેની વાચના પહેલા દેવામાં આવે છે અને જેની વાચના પછી દેવાની છે તેની વાચના પછી દેવામાં આવે છે, જેમ કે૧. આચારાંગસૂત્રની વાચના પહેલા આપવામાં આવે છે અને સૂયગડાંગ સૂત્રની વાચના પછી દેવામાં આવે છે. ૨. આચારાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધની વાચના પહેલાં દેવામાં આવે છે, બીજા શ્રુતસ્કંધની વાચના પછી દેવામાં આવે છે. ૩. આચારાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધમાં પણ પ્રથમ અધ્યયનની અને તેમાં પણ પહેલાં ઉદ્દેશકની વાચના પહેલા આપવામાં આવે છે અને આગળના અધ્યયન, ઉદ્દેશકોની વાચના પછી દેવામાં આવે છે. ચૂર્ણિકારે અહીંયા બતાવ્યું છે કે દશવૈકાલિક સૂત્રની અપેક્ષાએ આવશ્યક સૂત્ર પ્રથમ વાચના સૂત્ર છે. ઉત્તરાધ્યયન સૂત્રની અપેક્ષાએ દશવૈકાલિકસૂત્ર પ્રથમ વાચના સૂત્ર છે. આવશ્યક સૂત્રમાં પણ સામાયિક અધ્યયન પ્રથમ વાચના યોગ્ય છે. બાકીના અધ્યયન ક્રમથી પછી વાચના યોગ્ય છે. વ્યવહાર સૂત્ર, ઉદ્દેશક-૧૦માં કાલિકસૂત્રોની વાચનાનો ક્રમ આપેલ છે તથા સાથે જ દીક્ષા પર્યાયનો સંબંધ પણ બતાવવામાં આવેલ છે. તે ક્રમમાં ઉત્કાલિક શ્રુત તેમજ જ્ઞાતાધર્મકથા વગેરે અંગોનો ઉલ્લેખ નથી, આચાર શાસ્ત્ર તેમજ સંખ્યા, Page #162 -------------------------------------------------------------------------- ________________ છેદશાસ્ત્રઃ પરિશિષ્ટ ખંડ-૧ પ્રશ્નરૂપે સંગ્રહ શાસ્ત્રોનો જ ક્રમ આપેલ છે. માટે કથા કે તપોમય સંયમી જીવનના વર્ણનવાળા જ્ઞાતાદિ કાલિકસૂત્ર તેમજ ઉવવાઈ વગેરે ઉત્કાલિક સૂત્રોના અધ્યયનનો કોઈનિશ્ચિત ક્રમ નથી, એવું સમજવું જોઈએ તથા કેટલાય સૂત્રોની રચના-સંકલના પણ વ્યવહાર સૂત્રની રચના પછી જ થઈ છે. જે કારણે તેનો અધ્યયન ક્રમ ત્યાં આવી શકયો નહીં. માટે ગીતાર્થ મુનિ તેની વાચના, યોગ્ય અવસર જોઈને ગમે ત્યારે આપી શકે છે. પ્રસ્તુત સૂત્રગત પ્રાયશ્ચિત્ત વ્યવહાર સૂત્રમાં કહેવામાં આવેલ અનુક્રમની અપેક્ષાએ ઉત્ક્રમ કરવા પર સમજવું જોઈએ. : ૧૬૨ આવશ્યક સૂત્ર, દશવૈકાલિક સૂત્ર તેમજ ઉત્તરાધ્યયન સૂત્રનો ઉપર્યુક્ત ક્રમ જે ચૂર્ણિકા૨ે બતાવ્યો છે તેને આચારાંગ પૂર્વનો ક્રમ સમજવો જોઈએ. આચારાંગ પ્રથમ શ્રુતસ્કંધના નવ અઘ્યયનોમાં સંયમમાં દઢતા, વૈરાગ્ય તેમજ શ્રદ્ધા, પરીષહજય વગેરેના વિચારોને પ્રોત્સાહન દેનારા ઉપદેશનું વર્ણન છે. બ્રહ્મચર્ય સંયમનો જ એક પર્યાય વાચી શબ્દ છે, સંયમનું જ એ મુખ્ય અંગ છે. એટલા માટે પ્રથમ શ્રુતસ્કંધનું નવ વમવેર નામ પ્રસિદ્ધ છે. એક દેશથી સંપૂર્ણનું ગ્રહણ થઈ જાય છે. આથી ચૂર્ણિકારે કહ્યું છે— નવ વમવેર હભેળ સભ્યો આયારો નહિતો અહવા સત્નો નરળાણુઓનો અર્થાત્ નવવાડ બ્રહ્મચર્યના કથનથી સંપૂર્ણ આચારાંગ સૂત્ર અથવા સંપૂર્ણ ચરણાનુયોગ(આચાર શાસ્ત્ર) ગ્રહણ કરી લેવું જોઈએ. 'ત્તમ શ્રુત' શબ્દથી છેદ સૂત્ર તથા દૃષ્ટિવાદ સૂત્રનો નિર્દેશ ભાષ્ય ગા. ૧૮૪ માં કરવામાં આવેલ છે. ઉત્સર્ગ અને અપવાદના કલ્પોનું તથા પ્રાયશ્ચિત્ત તેમજ સંઘ વ્યવસ્થાનું વર્ણન હોવાથી છેદ સૂત્રોને ‘ઉત્તમ શ્રુત’ની સંજ્ઞા આપવામાં આવી છે. ચારે અનુયોગનું તથા નય અને પ્રમાણ વગેરેથી દ્રવ્યોનું સૂક્ષ્મતમ વર્ણન હોવાથી તથા અત્યંત વિશાળ હોવાથી દષ્ટિવાદને પણ ઉત્તમ શ્રુત કહેવાયું છે. આ સૂત્રનો સાર એ છે કે સંપૂર્ણ આચારાંગ સૂત્રની મૂળ તેમજ અર્થની વાચના પૂર્ણ કર્યા વિના છેદસૂત્રોની વાચના ન દેવી અથવા સંપૂર્ણ આચાર શાસ્ત્રોની વાચના દીધા વિના દ્રવ્યાનુયોગ તેમજ દષ્ટિવાદની વાચના ન દેવી જોઈએ. તેનાથી એ ફલિત થાય છે કે સંયમ જીવનમાં આચારશાસ્ત્રના અધ્યયનને પ્રાથમિકતા દેવી જોઈએ. વ્યુત્ક્રમથી વાચના દેવામાં થનારા દોષ ઃ -- ૧. પૂર્વના વિષયની સમજણ વિના આગળનો વિષય સમજમાં આવતો નથી. ૨. ઉત્સર્ગ-અપવાદનું વિપરીત પરિણમન થવું. ૩. આગળના અધ્યયન કર્યા પછી પૂર્વના અધ્યયન નહિ કરવા. ૪. પૂર્ણ યોગ્યતા વિના બહુશ્રુત વગેરે કહેવડાવવાનું બને ઇત્યાદિ માટે આગમોક્ત ક્રમથી જ બધા સૂત્રોની વાચના દેવી જોઈએ. Page #163 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત આ સૂત્રોમાં તથા આગળ પણ આવનારા સૂત્રોમાં, વાચના દેનારાને માટે જ પ્રાયશ્ચિત્ત કહ્યું છે. વાચના ગ્રહણ કરનારાને પ્રાયશ્ચિત્તનું અહીં વિધાન નથી. તેનું કારણ એ છે કે આ વાચના દેનારાની જવાબદારીનો વિષય છે કે કોને શું વાચના આપવી ? ૧૬૩ સૂત્રોમાં અર્થનું અધ્યયન કરાવવાને માટે ‘વાચના’ શબ્દનો પ્રયોગ કરવામાં આવેલ છે અને મૂળ આગમનું અધ્યયન કરાવવાને માટે ‘ઉદ્દેશ’‘સમુદ્દેશ’ શબ્દોનો પ્રયોગ કરવામાં આવેલ છે. પરંતુ અહીં અલગ-અલગ સૂત્ર ન હોવાથી સંક્ષેપમાં વાચના અંગેના સૂત્રથી મૂળ તેમજ અર્થ બન્ને પ્રકારની વાચના વિષયક આ પ્રાયશ્ચિત્ત છે, એવું સમજી લેવું જોઈએ. આ બંને સૂત્રોથી તેમજ અન્ય અનેક સૂત્રોના વિવેચનથી વાચનાનો ક્રમ નીચે પ્રમાણે સમજી લેવો જોઈએ. (૧) આવશ્યક સૂત્ર (ર) દશવૈકાલિક સૂત્ર (૩) ઉત્તરાધ્યયન સૂત્ર (૪) આચારાંગ સૂત્ર (૫) નિશીથ સૂત્ર (૬) સૂયગડાંગ સૂત્ર (૭-૯) ત્રણ છેદ સૂત્ર (દશાશ્રુતસ્કંધ સૂત્ર, બૃહત્કલ્પ સૂત્ર, વ્યવહાર સૂત્ર) (૧૦) ઠાણાંગ સૂત્ર, સમવાયાંગ સૂત્ર (૧૧) ભગવતી સૂત્ર. બાકીના કાલિક કે ઉત્કાલિક સૂત્ર આ અધ્યયન ક્રમની મધ્યમાં કે પછી ગમે ત્યાં ગીતાર્થ બહુશ્રુત મુનિની આજ્ઞાથી અધ્યયન કરવું કે કરાવવું જોઈએ. આ જ ક્રમથી મૂળ અને અર્થરૂપ આગમને કંઠસ્થ કરવાની આગમ પ્રણાલી સમજવી જોઈએ. [૮] આગમ સંખ્યાનો નિર્ણય [નિશીથ ઉદ્દેશક-૧૯ : સૂત્ર−૧૯] આપણે સ્વીકારેલ ૩૨ આગમોમાં ૯ સૂત્ર ઉત્કાલિક છે જે આ પ્રમાણે છે : (૧) ઉવવાઈ સૂત્ર (૨) રાયપસેણિય સૂત્ર (૩) જીવાજીવાભિગમ સૂત્ર (૪) પ્રજ્ઞાપના સૂત્ર (૫) સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર (૬) દશવૈકાલિક સૂત્ર (૭) નંદી સૂત્ર (૮) અનુયોગ દ્વાર સૂત્ર (૯) આવશ્યક સૂત્ર. શેષ અગિયાર અંગ વગેરે ૨૩ આગમ કાલિક સૂત્ર છે. નંદી સૂત્રમાં ૨૯ ઉત્કાલિક સૂત્રોનાં નામ છે અને ૪૨ કાલિકસૂત્રોનાં નામ છે. આવશ્યક સૂત્ર મેળવવાથી ૭૨ સૂત્ર થાય છે. આવ. + અંગ + ઉત્કા. + કા. ૧ + ૧૨ + ૨૯ + ૩૦ = ૭૨ = આવશ્યક સૂત્રને અનુયોગ દ્વાર સૂત્રમાં ઉત્કાલિક સૂત્ર કહ્યું છે. નંદી સૂત્રમાં ૧૨ ઉપાંગ સૂત્રમાંથી ૫ ઉત્કાલિક અને સાતને કાલિક કહેલ છે તથા ચંદ્રપ્રજ્ઞપ્તિ તેમજ સૂર્યપ્રજ્ઞપ્તિમાંથી પણ ક્રમશઃ એકને કાલિક અને એકને ઉત્કાલિક કહ્યું છે. માટે તે વર્ણનોના આધારથી કાલિક-ઉત્કાલિકની પરિભાષા નિશ્ચિત કરી શકાતી નથી તોપણ નીચેની પરિભાષા ફલિત થાય છે. Page #164 -------------------------------------------------------------------------- ________________ છેદશાસ્ત્રઃ પરિશિષ્ટ ખંડ-૧ ૧૬૪ ગણધરો દ્વારા રચિત આગમ કાલિક હોય છે અને દષ્ટિવાદ વગેરે અંગસૂત્રોમાંથી ભાષા પરિવર્તન વિના એમના એમજ ઉદ્ધત કરવામાં આવેલ આગમ પણ કાલિક સૂત્ર કહેવામાં આવે છે કારણ કે તે અંગસૂત્રોનું મૌલિક રૂપ જ હોય છે. તે સિવાય અન્ય પૂર્વધરો દ્વારા પોતાની શૈલીમાં રચિત આગમને ઉત્કાલિક શ્રુત સમજવું જોઈએ. કારણ કે તેમાં અર્થની મૌલિકતા રહી શકે છે, પરંતુ સૂત્રની મૌલિકતા રહેતી નથી. આગમોની ૩ર કે ૪૫ સંખ્યા માનવાની પરંપરા પણ અલગ-અલગ અપેક્ષાએથી તથા કોઈ ક્ષેત્રકાલમાં કરવામાં આવેલી કલ્પના માત્ર જ સમજવી જોઈએ. વાસ્તવમાં નંદી સૂત્રમાં ૭ર સૂત્રોના જે નામ છે, તે નંદીસૂત્રની રચનાના સમયમાં ઉપલબ્ધ આગમોની સૂચિ છે. તેમાં સ્વયં નંદીસૂત્રનું પણ નામ છે, જે એક પૂર્વધર શ્રી દેવદ્ધિ ગણી ક્ષમા શ્રમણ(દેવ વાચક) દ્વારા રચિત છે તથા અન્ય પણ એક પૂર્વધર દ્વારા રચિત અનેક આગમોના નામ ત્યાં આપવામાં આવેલ છે. અનેક આગમોનો રચનાકાળ કે રચનાકારનો કોઈ પ્રામાણિક ઇતિહાસ પણ મળતો નથી. નંદી સૂત્રમાં કહેવામાં આવેલ મહાનિશીથ વગેરે સૂત્રોના ખંડિત થઈ જવા પર એને પૂરક પાઠોથી પૂરા કરવામાં આવેલ છે. ગ્રંથોમાં આગમોની પરિભાષા આ પ્રમાણે કહેલ છે– सुत्तं गणहर रइयं, तह पत्तेइ बुद्ध रइयं च । સુય વતિ રડ્ય, મન જ પુથ્વિ રહ્યું ૬૪ – બૃહતસંગ્રહણી આ ગાથા અનુસાર પ્રત્યેક બુદ્ધ, ગણધર, ચૌદપૂર્વી તથા સંપૂર્ણ દસ પૂર્વધરોની રચના, સંકલનાને સૂત્ર કે આગમ કહેવામાં આવે છે. નંદીસૂત્ર અનુસાર પણ ભિન્ન દેશોન) દશ પૂર્વધરોના શ્રુત, સમ્યગુ અથવા અસમ્યગૂ પણ હોઈ શકે છે. પરંતુ દશપૂર્વ સંપૂર્ણ ધારણ કરનારાઓનું શ્રુત (ઉપયોગ યુક્ત હોવા પર) સમ્યક જ હોય છે. ઉપલબ્ધ આગમોમાંચાર છેદસૂત્ર, દશવૈકાલિક સૂત્ર તથા પ્રજ્ઞાપના સૂત્રના રચનાકાર જ્ઞાત છે, જે ૧૪ પૂર્વધર તથા ૧૦ પૂર્વધર માનવામાં આવે છે. આવશ્યક સૂત્ર તેમજ અગિયાર અંગસૂત્ર ગણધર રચિત માનવામાં આવે છે. તોપણ પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં ગણધર રચિત સંપૂર્ણ વિષય દૂર કરીને અન્ય વિષય જ રાખવામાં આવેલ છે, જેનો નંદીસૂત્રમાં નિર્દેશ પણ નથી, માટે તેને તે પ્રમાણે ધ્યાનમાં રાખવું જોઈએ. અન્ય અનેક ઉપલબ્ધ સૂત્રોના કર્તા અજ્ઞાત છે. એ પ્રકારે બૃહતસંગ્રહણીમાં ઉક્ત આગમ(સૂત્ર)ની પરિભાષામાં આવનારા શ્રુત ઘણાં જ અલ્પ છે. વર્તમાનમાં ૩ર આગમ અથવા ૪૫ આગમ કહેવાની પરંપરા પ્રચલિત Page #165 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત છે. જેમાં સૂત્રની પરિભાષાથી અતિરિક્ત અનેક આગમ સંમિલિત કરવામાં આવે છે અને તેમાં કોઈ તો વ્યાખ્યા ગ્રંથોને પણ સૂત્રમાં ગણી લે છે. જેમ કેઓઘનિર્યુક્તિ, પિંડનિયુક્તિ. ૧૫ દસ પૂર્વથી ઓછા યાવતુ એક પૂર્વ સુધીના જ્ઞાની દ્વારા રચિત શ્રુત પણ સમ્યગ્ હોઈ શકે છે અને તેને આગમ કહેવામાં આવે છે. આ નંદી સૂત્રની કાલિક ઉત્કાલિક શ્રુતની સૂચિથી સ્પષ્ટ થાય છે. નંદી સૂત્રની રચનાના સમયે ઉપલબ્ધ ૭૨ સૂત્રોને નંદી સૂત્રના રચનાકારે આગમ રૂપમાં સ્વીકાર કર્યો છે. તેમાં એક પૂર્વધર બહુશ્રુત દ્વારા રચિત કે સંકલિત અનેક સૂત્ર છે. માટે આ ૭૨ સૂત્રોમાંથી જેટલા સૂત્ર ઉપલબ્ધ છે અને જેમાં કોઈ વધારે પરિવર્તન કે ક્ષતિ થઈ નથી, તેને આગમ ન માનવા, તે ફક્ત દુરાગ્રહ છે. તેમજ તેનાથી નંદીસૂત્ર કર્તાની આશાતના થવી સ્પષ્ટ છે. આ ૭૨ સૂત્રોમાંથી ઉપલબ્ધ જે સૂત્રોમાં અહિંસાદિ મૂળ સિદ્ધાંતોથી વિપરીત પ્રરૂપણા ક્યારેક કોઈના દ્વારા પ્રક્ષેપણ કરવામાં આવેલ છે, તેને શુદ્ધ આગમ માનવું પણ ઉચિત નથી. આ ૭૨ સૂત્રો સિવાય અન્ય સૂત્ર, ગ્રંથ, ટીકા, ભાષ્ય, નિર્યુક્તિ, ચૂર્ણિ, નિબંધ, ગ્રંથ કે સમાચારી ગ્રંથ વગેરેને આગમ કે આગમ તુલ્ય માનવાનો આગ્રહ કરવો તે સર્વથા અનુચિત છે. નંદીસૂત્રની રચનાના સમયે ૭૨ સૂત્રો સિવાય અન્ય કોઈ પણ પૂર્વધરો દ્વારા રચિત સૂત્ર, ગ્રંથ કે વ્યાખ્યાગ્રંથ ઉપલબ્ધ હતા નહીં, એ નિશ્ચિત છે. જો કાંઈ ઉપલબ્ધ હોત તો તેને શ્રુત સૂચિમાં અવશ્ય સમાવેશ કરી લેત, કારણ કે આ સૂચિમાં અજ્ઞાત રચનાકારો તથા એક પૂર્વધર બહુશ્રુત રચિત શ્રુતને પણ સ્થાન આપવામાં આવેલ છે. તો નંદીસૂત્રની રચના પહેલાના અનેક પૂર્વધર કે ચૌદ પૂર્વધર આચાર્યો દ્વારા રચિત અને ઉપલબ્ધ શ્રુતનો કોઈપણ રૂપમાં ઉલ્લેખ ન કરવાનું કોઈ કારણ હોઈ શકતું નથી. માટે બાકીના બધા સૂત્ર, વ્યાખ્યાઓ, ગ્રંથ વગેરે નંદી સૂત્રની રચનાની પછી રચાયેલ છે, આ ધ્રુવ સત્ય છે અને તેને સ્વીકારવું જ જોઈએ. તોપણ ઇતિહાસ સંબંધી વર્ણનોથી દૂષિત પરંપરાઓ થઈ જવાના કારણે વ્યાખ્યા ગ્રંથ પણ ચૌદપૂર્વી વગેરે દ્વારા રચિત હોવાની ભ્રાંત ધારણાઓ પ્રચલિત છે. આ સંબંધમાં વિશેષ ઐતિહાસિક જાણકારી સારાંશ ખંડ–૮માં આપી છે. જિજ્ઞાસુ પાઠક તેનું અવલોકન કરે. [૯] સ્વાધ્યાયની અવશ્ય કરણીયતા તેમજ પ્રાયશ્ચિત્ત [નિશીથસૂત્ર ઉદ્દેશક–૧૯, સૂત્ર–૧૩] દિવસની પ્રથમ કે અંતિમ પોરસી અને રાત્રિની પ્રથમ અને અંતિમ પોરસી એ ચાર પોરસીઓ કાલિકશ્રુતની અપેક્ષાથી Page #166 -------------------------------------------------------------------------- ________________ છેદશાસ્ત્રઃ પરિશિષ્ટ ખંડ-૧ સ્વાધ્યાય કાળ છે. એ ચાર કાળમાં સ્વાધ્યાય ન કરવો અને અન્યવિકથા, પ્રમાદ વગેરેમાં સમય પસાર કરી દેવો એ જ્ઞાનનો અતિચાર છે, જેમ કે– જાતે ન મો सज्झाओ; सज्झाए न सज्झाइयं ॥ આવ.અ.૪ — ૧૬ આ અતિચારનું સેવન કરવાથી સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત આવે છે. તાત્પર્ય એ છે કે ભિક્ષુને આવશ્યક સેવા કાર્ય સિવાય ચારે ય પોરસીમાં સ્વાધ્યાય કરવો આવશ્યક હોય છે. સ્વાધ્યાય ન કરવાથી થનારી હાનિઓ - ૧. સ્વાધ્યાય ન કરવાથી પૂર્વ ગ્રહીત શ્રુત વિસ્તૃત થઈ જાય છે. ૨. નવા શ્રુતનું ગ્રહણ તેમજ તેની વૃદ્ધિ થતી નથી. ૩. વિકથાઓ તેમજ અન્ય પ્રમાદોમાં સંયમનો અમૂલ્ય સમય પસાર થઈ જાય છે. ૪. સંયમ ગુણોનો નાશ થાય છે. ૫. સ્વાધ્યાય, તપ અને નિર્જરાના લાભથી વંચિત રહેવું પડે છે. પરિણામે ભવ પરંપરા નષ્ટ થઈ શકતી નથી. માટે સ્વાધ્યાય ભિક્ષુનું પરમ કર્તવ્ય છે, એવું સમજવું જોઈએ. સ્વાધ્યાય કરવાથી થતા લાભો: ૧. સ્વાધ્યાય કરવાથી વિપુલ નિર્જરા થાય છે. ૨. શ્રુતજ્ઞાન સ્થિર તેમજ સમૃદ્ધ થાય છે. ૩. શ્રદ્ધા, વૈરાગ્ય, સંયમ એવં તપમાં રુચિ વધે છે. ૪. આત્મ ગુણોની પુષ્ટિ થાય છે. ૫. મન તેમજ ઇન્દ્રિય નિગ્રહમાં સફળતા મળે છે. ૬. સ્વાધ્યાય ધર્મ ધ્યાનનું આલંબન કહેવામાં આવેલ છે. તેમજ તેનાથી ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત થાય છે. પરિણામે તેનાથી ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાનની પ્રાપ્તિ થાય છે. ચારે ય કાળમાં કાલિકશ્રુતનો સ્વાધ્યાય કરવો તેમજ અન્ય પ્રહરોમાં ઉત્કાલિક શ્રુતનો સ્વાધ્યાય કરવો કે અર્થ ગ્રહણ કરવા અથવા વાંચણી લેવી. દિવસના ત્રીજા પ્રહરમાં ભિક્ષા ન લાવવાની હોય તો ઉત્કાલિક શ્રુતના સ્વાધ્યાય વગેરેમાં મગ્ન રહેવું. રાત્રિના બીજા પ્રહરમાં પણ સાધુ ઉપર કહેલ તે પ્રમાણે સ્વાધ્યાય કરે અગર સૂવે. રાત્રિના ત્રીજા પહોરમાં નિદ્રા લઈને તેનાથી નિવૃત્ત થઈ જાય અને તે પ્રહરનો સમય બાકી હોય તો ઉત્કાલિકશ્રુત વગેરેનો સ્વાધ્યાય કરે. ફરીથી ચોથા પ્રહરમાં કાલિકશ્રુતનો સ્વાધ્યાય કરે. આ સાધુની દિવસની ચર્યા તેમજ રાત્રિની ચર્ચાનું વર્ણન સ્વાધ્યાયથી જ પરિપૂર્ણ થાય છે. ઉત્કાલિક પોરસીમાં સૂત્રોનો સ્વાધ્યાય, સૂત્રોના અર્થ, આહાર, Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત નિદ્રા વગેરે પ્રવૃત્તિઓ કરી શકાય છે. પરંતુ પ્રથમ અને અંતિમ ચારે ય પોરસી કાળમાં ફક્ત સ્વાધ્યાય જ કરવામાં આવે છે. ઉત્તરાધ્યયન સૂત્ર, અધ્યયન-૨૬ અનુસાર સ્વાધ્યાયના સમયમાં જો ગુરુ વગેરે કોઈ સેવાનું કાર્ય કહે તો કરવું જોઈએ અને ન કહે તો સ્વાધ્યાયમાં જ લીન રહેવું જોઈએ. આ સ્વાધ્યાય કાલિકશ્રુતનો છે. તેમાં નવું કંઠસ્થ કરવું કે તેનું પુનરાવર્તન કરવું વગેરે સમાવિષ્ટ છે. જ્યારે નવું કંઠસ્થ કરવાનું અધ્યયન કાર્ય પૂર્ણ થઈ જાય ત્યારે તેનું ફક્ત પુનરાવર્તન કરવાનું રહે છે. વ્યવહાર સૂત્ર ઉ.૪માં સાધુ-સાધ્વીઓને, શીખેલા જ્ઞાનને કંઠસ્થ રાખવાનું આવશ્યક કહેલ છે અને ભૂલી જવા પર કઠોરતમ પ્રાયશ્ચિત્ત કહેવામાં આવેલ છે અર્થાત્ પ્રમાદથી ભૂલી જવાથી તેને જીવન પર્યત કોઈ પણ પ્રકારની પદવી આપવામાં આવતી નથી અને પદવીધર હોય તો તેને પદવી પરથી દૂર કરવામાં આવે છે. ફક્ત વૃદ્ધસ્થવિરોને આ પ્રાયશ્ચિત્ત નથી. માટે શ્રુત કંઠસ્થ કરવું અને સ્થિર રાખવું, નિરંતર સ્વાધ્યાય કરતા રહેવાથી જ થઈ શકે છે. ઉત્તરાધ્યયન સૂત્ર અધ્ય. ર૬માં સ્વાધ્યાયને સંયમનો ઉત્તરગુણ કહેલ છે. બધા દુઃખોમાંથી મુક્ત કરનારો તથા સર્વભાવોની શુદ્ધિ કરનારો કહેલ છે. આ બધા આગમ વર્ણનોને હૃદયમાં ધારણ કરીને ભિક્ષુ હંમેશાં સ્વાધ્યાયરત રહે અને સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત સ્થાનોનું સેવન ન કરે અર્થાત્ સ્વાધ્યાય સિવાય વિકથા, પ્રમાદ વગેરેમાં સમય ન બગાડે. વિકથા વગેરેમાં સમય વિતાવવાથી અને યથાસમયે આગમનો સ્વાધ્યાય ન કરવાથી પ્રસ્તુત સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત આવે છે. જેનો સરલતાપૂર્વક સ્વયંસ્વીકાર કરવો જોઈએ તેમજ સંઘ વ્યવસ્થામાં પણ તેને પ્રાયશ્ચિત્ત દેવાની તેમજ સ્વીકાર કરવાની પરંપરા રાખવી જોઈએ. હ |[૧૦] સ્વાધ્યાયની પ્રમુખતામાં એક ભ્રાંતિનું નિવારણ [વ્યવહાર ઉદ્દેશક-૭, સૂત્ર ૧૫–૧૬] જ્ઞાનના અતિચારોના વર્ણનથી તેમજ નિશીથ ઉદ્દેશક ૧૯ સૂત્ર ૧૩ના પ્રાયશ્ચિત્ત વિધાનથી તથા શ્રમણ સૂત્રના ત્રીજા સુત્રથી સ્પષ્ટ થઈ જાય છે કે સ્વાધ્યાયના સમયે સાધુ-સાધ્વીઓએ અવશ્ય સ્વાધ્યાય કરવો જોઈએ. આ સ્વાધ્યાયવિધાનની પૂર્તિમાં પ્રાયશ્ચિત્તથી બચવાને માટે કોઈ પરંપરામાં પ્રતિક્રમણની સાથે જ દશવૈકાલિકની સતર ગાથા(૧૭)નો સ્વાધ્યાય કરવામાં આવે છે, તે પરંપરા અનુચિત છે. કારણ કે પ્રતિક્રમણનો સમય તો અસ્વાધ્યાયનો કાળ છે, તેની સાથે સ્વાધ્યાય કરવો, આગમ વિરુદ્ધ છે. બીજો દોષ એ થાય છે કે Page #168 -------------------------------------------------------------------------- ________________ છેદશાસ્ત્ર : પરિશિષ્ટ ખંડ-૧ આચારાંગ, નિશીથ સૂત્ર વગેરે અને કંઠસ્થ કરેલા કાલિક આગમોનો યોગ્ય સમયે સ્વાધ્યાય કરવો આવશ્યક હોવા છતાં પણ ઉપેક્ષાથી રહી જાય છે કે સ્વાધ્યાય તો કરીજ લીધી. માટે સાંજનું પ્રતિક્રમણ પૂર્ણ થઈ જવા પર કાળનું એટલે આકાશનું પ્રતિલેખન કર્યા પછી આખો પ્રહર સ્વાધ્યાય કરવો જોઈએ. તેવી જ રીતે સવારના પ્રતિક્રમણની આજ્ઞા લીધા પહેલાં રાત્રિના ચોથા પ્રહરમાં સ્વાધ્યાય કરવાનું આગમ વિધાન છે, એવું સમજવું જોઈએ. ફક્ત દશવૈકાલિક સૂત્રની તે જ ૧૭ ગાથાઓનો વારંવાર અસ્વાધ્યાયકાળમાં સ્વાધ્યાય કરીને સંતોષ માનવો જોઈએ નહીં. ૧૬૮ સ્વધ્યાયના ચારે ય પ્રહરમાં સ્વાધ્યાય ન કરવો તે જ્ઞાનનો અતિચાર છે. તેમજ લઘુચોમાસી પ્રાયશ્ચિત્તનું સ્થાન છે. એવું જાણીને કદાચ ક્યારેક સ્વાધ્યાય ન થયો હોય તો તેનું પ્રાયશ્ચિત્ત લેવું જોઈએ,પરંતુ સેવા કે ગુરુ આજ્ઞામાં કયાંય સમય પસાર થયો હોય તો ચારે પ્રહરમાં સ્વાધ્યાય ન થવા છતાં પણ પ્રાયશ્ચિત્ત આવતું નથી. એવી રીતે બીમારી વગેરે અન્ય પણ અપવાદ કારણ સમજી લેવા જોઈએ. અકારણ સ્વાધ્યાયની ઉપેક્ષા કરીને વિકથાઓમાં અને આળસ પ્રમાદમાં સમય વ્યતીત કરવા પર સંયમ મર્યાદાથી વિપરીત આચરણ થાય છે. તેમજ જ્ઞાનનાં અતિચારનું સેવન થાય છે, જેથી પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થાય છે. આ સૂત્રોનો આશય એ છે કે વિકથા, વાર્તાઓમાં અગર સમાચારપત્રો વાંચવામાં સમય વ્યતીત ન કરીને ભિક્ષુઓએ સદા જૈનાગમોના સ્વાધ્યાયમાં લીન રહેવું જોઈએ. [૧૧] અસ્વાધ્યાયના આઠ દિવસઃ અમાંત માન્યતાની વિચારણા [નિશીથ સૂત્ર ઉદ્દેશક-૧૯ : સૂત્ર–૧૨]સૂત્ર ૧૨માં જે ‘અષાઢી પ્રતિપદા’ વગેરે શબ્દ છે તેનો અર્થ અષાઢી પૂનમની પછી આવતી પ્રતિપદા અર્થાત્ શ્રાવણ વદ એકમ તેમ સમજવું જોઈએ. પરંતુ અષાઢી પૂનમ પછી અષાઢ વદ એકમ હોય તેમ ન સમજવું જોઈએ. એવી જ રીતે બાકીની ત્રણે પ્રતિપદા પણ તે મહોત્સવની પૂનમ પછી આવનારી પ્રતિપદાને જ માનવી બરાબર છે. આગમમાં અનેક સ્થળોમાં દર્શાવેલ તીર્થંકર વગેરેનાં વર્ણનોમાં સ્પષ્ટ રૂપથી પ્રત્યેક મહિનામાં પ્રથમ વદ(કૃષ્ણ પક્ષ) અને પછી સુદ(શુક્લ પક્ષ) કહેવામાં આવે છે. આચારાંગ સૂત્ર, શ્રુતસ્કંધ-ર : અધ્યયન-૧૫માં- શિમ્હાણ पढमे मासे, दोच्चे पक्खे, चेत्त सुद्दे, तस्सणं चेत्त सद्दस्स तेरसी पक्खेणं । આ પાઠમાં ચૈત્ર સુદ તેરસના દિવસે ભગવાન મહાવીરનો જન્મ બતાવતાં ગ્રીષ્મ ઋતુના પ્રથમ મહિનાનો દ્વિતીય પક્ષ ચૈત્ર સુદ કહ્યો છે. તેવી જ રીતે અન્ય શાસ્ત્રોમાં પણ વર્ણન છે. માટે પૂનમ પછી આગળના મહિનાની એકમ હોય તેમ સમજવું; શાસ્ત્ર સંમત છે. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત લૌકિક પ્રચલનમાં અમાસને માટે ત્રીસનો અંક લખવામાં આવે છે અને તેને જ મહિનાનો અંતિમ(છેલ્લો) દિવસ માનવામાં આવે છે. પરંતુ આ માન્યતા જૈન શાસ્ત્ર સંમત નથી. કેટલાય વિદ્વાનો પ્રસ્તુત સૂત્ર ૧ર ના આધારથી પણ આ લૌકિક માન્યતાનો નિર્દેશ માને છે. પરંતુ આ સૂત્રથી આવો અર્થ સમજવો ભ્રમણા છે. કારણ કે ટીકા તેમજ નિશીથ ચૂર્ણમાં તેવો અર્થ કરવામાં આવ્યો નથી તથા ઉપર નિર્દિષ્ટ આચારાંગ અધ્યયન ૧૫ના પાઠને સમક્ષ રાખતા આવો અર્થ કરવો આગમ વિરૂદ્ધ થાય છે. માટે અષાઢ, આસો, કારતક અને ચૈત્રની પૂનમ તેમજ શ્રાવણ, કારતક, માગસર, વૈશાખની એકમ આ આઠ દિવસ અસ્વાધ્યાયના સમજવા જોઈએ. તેને જ ગુજરાતની પરંપરા પ્રમાણે અષાઢ પૂનમ પછી અષાઢ વદ એકમ એ પ્રમાણે અસ્વાધ્યાયના દિવસો સમજી લેવા જોઈએ. ઇન્દ્ર મહોત્સવને માટે “આસો સુદ પૂનમ' જેનાગમોની વ્યાખ્યા તેમજ જૈનેતર શાસ્ત્રોમાં કહેવામાં આવી છે. તોપણ અલગ-અલગ ક્ષેત્રોમાં કાંઈક જુદી-જુદી પરંપરા પણ કાલાંતરે પ્રચલિત થઈ જાય છે, જેમ કે લાટદેશમાં શ્રાવણી પૂનમને ઈન્દ્ર મહોત્સવ હોવાનું ચૂર્ણિકારે બતાવેલ છે. એવી જ રીતે કોઈ કારણથી ભાદરવાની પૂનમને મહોત્સવનો દિવસ માનીને અસ્વાધ્યાય માનવાની પરંપરા પ્રચલિત છે. જેનાથી કુલ દસ દિવસ મહોત્સવ’ સંબંધી અસ્વાધ્યાયના માનવામાં આવે છે. તેને ફક્ત પરંપરા જ સમજવી જોઈએ, કારણ કે તેના માટે મૌલિક પ્રમાણ કોઈ જ નથી. પ્રસ્તુત સૂત્રમાં ઉપરના વિવેચન પ્રમાણે આઠ દિવસ જ કહેવામાં આવેલ છે. તે આઠ દિવસમાં સ્વાધ્યાય કરવા પર સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત આવે છે. ભાદરવાની પૂનમ તેમજ આસો વદ એકમનો સ્વાધ્યાય કરવાથી પ્રસ્તુત સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત આવતું નથી. [૧૨] માસિક ધર્મમાં અસ્વાધ્યાયનો વિવેક તેમજ સત્યાવબોધ નિશીથ સૂત્ર ઉદ્દેશક–૧૯ સૂત્ર ૧૫] સ્વયંની અસ્વાધ્યાય બે પ્રકારે હોય છે– (૧) વ્રણ સંબંધી (૨) ઋતુધર્મ સંબંધી. એમાં ભિક્ષને એક પ્રકારનો તેમજ ભિક્ષુણી (સાધ્વી)ને બન્ને પ્રકારનો અસ્વાધ્યાય હોય છે. શરીરમાં ફોડલા-ફેન્સી, ભગંદર, મસા વગેરેમાંથી જ્યારે લોહી-રસી બહાર આવે છે ત્યારે તેનો અસ્વાધ્યાય હોય છે. તેની શુદ્ધિ કરીને ૧૦૦ હાથની બહાર પરઠીને સ્વાધ્યાય કરી શકાય છે. શુદ્ધિ કર્યા પછી પણ લોહી વગેરે નીકળતું રહે તો પણ સ્વાધ્યાય કરી શકાતો નથી, પરંતુ તેમાં એક, બે કે ત્રણ વસ્ત્ર પટ બાંધીને પરસ્પર આગમ વાંચણી લઈ-દઈ શકાય છે. ત્રણ પટ પછી લોહી દેખાય તો Page #170 -------------------------------------------------------------------------- ________________ છેદશાસ્ત્ર ઃ પરિશિષ્ટ ખંડ-૧ ફરીથી તેને શુદ્ધ કરવું આવશ્યક હોય છે. ૠતુધર્મનો અસ્વાધ્યાય ત્રણ દિવસ સુધી રહે છે. પરંતુ વ્યવહારસૂત્રના ઉદ્દેશક ૭ સૂત્ર ૧૭માં પોતાના અસ્વાધ્યાયમાં પરસ્પર વાચના લેવા-દેવાનું વિધાન કરવામાં આવેલ છે. તેની ભાષ્યમાં વિધિ આ પ્રકારે બતાવેલ છે– રક્ત વગેરેની શુદ્ધિ કરીને આવશ્યકતાનુસાર એક, બે અથવા સાત સુધી વસ્ત્રપટ બાંધીને સાધુ-સાધ્વી પરસ્પર વાંચણી લઈ-દઈ શકે છે. પ્રમાણને માટે જુઓ— વ્યવહાર સૂત્ર ઉદ્દે.૭, ભાષ્ય ગાથા-૩૯૦થી ૩૯૪ તથા નિશીથ ભાષ્ય ગાથા– ૬૧૬૭થી ૧૭૦ તથા અભિધાન રાજેન્દ્ર કોષ ભાગ ૧ પાના−૮૩૩ અસખ્તાય શબ્દ. ૧૭૦ સૂત્ર ૧૪ અને ૧૫માં વર્ણન કરેલ બધો અસ્વાધ્યાય આગમોના મૂળ પાઠના ઉચ્ચારણથી જ સંબંધિત જાણવો જોઈએ. કારણ કે તેની ભાષા દેવ-વાણી’ છે અને અસ્વાધ્યાયનું પ્રમુખ કારણ દેવોના ઉપદ્રવ સાથે સંબંધિત છે. માસિક ધર્મ વગેરે અવસ્થામાં આગમોનો અર્થ, વાચના કે અનુપ્રેક્ષા, પ્રશ્નો, વ્યાખ્યાન-શ્રવણ વગેરે કરવાનો નિષેધ નથી. ગૃહસ્થને સામાયિક પૌષધ આદિ તથા પ્રભુ સ્તુતિ-સ્મરણનો નિષેધ પણ કોઈપણ શાસ્ત્રમાં નથી. આગમ સ્વાધ્યાયના નિયમોને સામાયિક-પ્રતિક્રમણ વગેરે ધર્મ પ્રવૃત્તિઓને માટે પણ જો લાગુ કરવામાં આવે તો એ પ્રરૂપણાનું અતિક્રમણ થાય છે. તેમજ અકારણ બધી ધર્મક્રિયાઓમાં અંતરાય થાય છે. એક વિષયના નિયમને અન્ય વિષયમાં જોડવો અનુચિત પ્રયત્ન છે. વ્યવહાર સૂત્ર ઉદ્દેશક-૭માં જ્યારે સ્વયં આગમકાર માસિક ધર્મ વગેરે પોતાના અસ્વાધ્યાયમાં આગમની વાંચણી અર્થાત્ અર્થ લેવાનું પણ વિધાન કરે છે તો પછી કોઈપણ આચાર્ય સામાયિક, પ્રતિક્રમણ, પ્રભુ સ્મરણ, નવકારમંત્ર તેમજ લોગસ્સ વગેરેના ઉચ્ચારણનો નિષેધ કરે, એ ક્યારે ય પણ ઉચિત નથી. કારણ કે આ પ્રકારની આગમ વિપરીત માન્યતા રાખવાથી સંવત્સરી મહાપર્વના દિવસે પણ સામાયિક-પૌષધ, પ્રતિક્રમણ, વ્યાખ્યાન શ્રવણ, મુનિ દર્શન તેમજ નમસ્કાર મંત્રોચ્ચારણ વગેરે બધી ધાર્મિક પ્રવૃત્તિઓથી વંચિત રહેવું પડે છે. બધા પ્રકારની ધર્મપ્રવૃત્તિથી વંચિત ગૃહસ્થ પર્વ દિવસોમાં પણ સાવધ પ્રવૃત્તિ તેમજ પ્રમાદમાં જ સંલગ્ન હોય છે. માટે એવી પ્રરૂપણા કરવી સર્વથા અયોગ્ય છે. માટે સ્વકીય અસ્વાધ્યાયમાં શ્રાવક-શ્રાવિકા વિવેકપૂર્વક સામાયિક પ્રતિક્રમણ વગેરે ક્રિયા કરે તો તેમાં કોઈ દોષ ન સમજવો જોઈએ અને ઘરકાર્યથી નિવૃત્તિના આ દિવસોમાં તેને સંવર વગેરે ધર્મક્રિયામાં જ વધારે સમય પસાર કરવો જોઈએ. સાધ્વીઓએ અન્ય અધ્યયન, શ્રવણ, સેવા, તપ, આત્મચિંતન, ધ્યાન વગેરેમાં સમય પસાર કરવો જોઈએ. Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત કે કે I[૧૩] અસ્વાધ્યાયનો મર્મ તેમજ વિવેક કે દિલ્હી [નિશીથ સૂત્ર, ઉદ્દેશક-૧૯, સૂત્ર–૧૪] અસ્વાધ્યાયમાં સ્વાધ્યાયનો નિષેધ કરવાનું મુખ્ય કારણ એ છે કે ભગવતી સૂત્ર શતક–૫, ઉદ્દે–૪માં દેવોની ભાષા અર્ધમાગધી કહી છે અને આ ભાષા આગમની પણ છે માટે મિથ્યાત્વી તેમજ કુતૂહલી દેવો દ્વારા ઉપદ્રવ કરવાની સંભાવના રહે છે. અસ્વાધ્યાયના આ સ્થાનોથી એ પણ સ્પષ્ટ થાય છે કે સ્પષ્ટ ઘોષની સાથે ઉચ્ચારણ કરતા થકા આગમોની પુનરાવૃત્તિ રૂપ સ્વાધ્યાય કરવાની પદ્ધતિ હોય છે, તે અપેક્ષાથી આ અસ્વાધ્યાય કહેલ છે. તેની અનુપ્રેક્ષા, આગમના ભાષાંતરનો સ્વાધ્યાય કરવાનો અસ્વાધ્યાય થતો નથી. અસ્વાધ્યાયના સંબંધમાં વિશેષ વિધાન એ છે કે આવશ્યક સૂત્રના પઠન-પાઠનમાં અસ્વાધ્યાય થતો નથી કારણ કે એ હંમેશાં બન્ને કાળ સંધ્યા સમજે જ અવશ્ય કરણીય હોય છે. માટે “નમસ્કાર મંત્ર' “લોગસ્સ વગેરે આવશ્યક સૂત્રના પાઠ પણ હંમેશાં સર્વત્ર વાંચી કે બોલી શકાય છે. કોઈપણ અસ્વાધ્યાયની જાણકારી થયા પછી બાકી રહેલા અધ્યયન કે ઉદ્દેશકને પૂર્ણ કરવાને માટે સ્વાધ્યાય કરવાથી પ્રાયશ્ચિત્ત આવે છે. તિર્યંચ પંચેન્દ્રિય કે મનુષ્યના રકત વગેરેની જળથી શુદ્ધિ કરવી હોય તો સ્વાધ્યાય સ્થળથી ૬૦ હાથ કે ૧૦૦ હાથ દૂર જઈને કરવી જોઈએ. તે ઇન્દ્રિય, ચઉરિદ્રિયના લોહી કે કલેવરનો અસ્વાધ્યાય ગણવામાં આવતો નથી. ઔદારિક સંબંધી અશુચિ પદાર્થોની વચમાં રાજમાર્ગહોય તો અસ્વાધ્યાય થતો નથી. ઉપાશ્રયમાં તથા તેની બહાર0 હાથ સુધી બરાબર પ્રતિલેખન કરીને સ્વાધ્યાય કરવાથી પણ કોઈઔદારિક અસ્વાધ્યાય રહી જાય તો સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત આવતું નથી. માટે સાધુ દિવસમાં બધા પ્રકારના અસ્વાધ્યાયનું પ્રતિલેખન અને વિચાર કરીને સ્વાધ્યાય કરે છે અને રાત્રિમાં સ્વાધ્યાય કાળનું પ્રતિલેખન કરવા યોગ્ય ભૂમિ, અર્થાત્ જયાં ઊભા રહેવાથી બધી દિશાઓ તેમજ આકાશ સ્પષ્ટ દેખાય, એવી ત્રણ ભૂમિઓનું સૂર્યાસ્ત પહેલાં પ્રતિલેખન કરી રાખે છે, વર્ષા વગેરેના કારણે ક્યારેક મકાનમાં રહીને પણ કાળ પ્રતિલેખન કરવામાં આવે છે. વિશાળ સાધુ સમુદાયમાં બે સાધુ આચાર્યની આજ્ઞા લઈને કાળનું પ્રતિલેખન કરે છે. પછી સૂચના દેવા પર બધા સાધુ સ્વાધ્યાય કરે છે. વચ્ચે અસ્વાધ્યાયનું કારણ જણાય તો તેનો પૂર્ણ નિર્ણય કરીને સ્વાધ્યાય બંધ કરી દેવાય છે. સ્વાધ્યાય આવ્યેતર તપ તેમજ મહાન નિર્જરાનું સાધન હોવા છતાં પણ અસ્વાધ્યાયમાં સ્વાધ્યાય કરવાથી જિનાજ્ઞાનું ઉલ્લંઘન થાય છે. મર્યાદા ભંગ Page #172 -------------------------------------------------------------------------- ________________ છંદશાસ્ત્ર: પરિશિષ્ટ ખંડ-૧ | |૧૦ર ! વગેરેથી કર્મબંધ થાય છે. ક્યારેક અપયશ તેમજ ઉપદ્રવ પણ થાય છે. માટે સંયમવિરાધનાની તેમજ પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ થાય છે. – નિશીથ ચૂર્ણિ. સ્વાધ્યાય પ્રિય ભિક્ષુઓએ અસ્વાધ્યાય સંબંધમાં પણ હંમેશા સાવધાની રાખવાની ફરજનું આવશ્યક રૂપથી પાલન કરવું જોઈએ. યાદ રાખવાનું કે આ કર્તવ્ય ફક્ત અર્ધમાગધી ભાષાવાળા કાલિક તેમજ ઉત્કાલિક સૂત્રોનાં મૂળ પાઠની અપેક્ષાએ છે. આવશ્યક સૂત્ર(પ્રતિક્રમણ સૂત્ર)ને માટે અસ્વાધ્યાય સંબંધી કોઈ કર્તવ્ય નથી. તેમજ સૂત્રોની વ્યાખ્યા, ભાષાન્તર, અર્થ ચિંતન, વાંચન તેમજ અન્ય સંવર પ્રવૃત્તિ વગેરેને માટે પણ અસ્વાધ્યાય સંબંધી કોઈ નિયમ લાગુ પડતો નથી. દીક્ષા, દીક્ષિત તેમજ દક્ષા ગુરુ | F I[૧૪] વડી દીક્ષા સંબંધી વિધાન તેમજ પ્રાયશ્ચિત્ત. [વ્યવહાર સૂત્ર, ઉદ્દેશક-૪, સૂત્ર-૧૭] પ્રથમ તથા અંતિમ તીર્થકરના શાસનમાં ભિક્ષુઓને સામાયિક ચારિત્રરૂપ દીક્ષા દીધા પછી છેદોપસ્થાપનીય ચારિત્ર રૂપ વડી દીક્ષા દેવામાં આવે છે. તે સામાયિક ચારિત્રની જઘન્ય કાળ મર્યાદા સાત અહોરાત્રિની છે. અર્થાત્ કાળની અપેક્ષાએ નવદીક્ષિત ભિક્ષુ સાત રાત્રિ પસાર થયા પછી આઠમા દિવસે તે વડી દીક્ષાને યોગ્ય(કલ્પાક) કહેવાય છે. તે પહેલાં શૈક્ષ કહેવાય છે, કારણ કે જઘન્ય શૈક્ષ ભૂમિ સાત રાત્રિની છે. ગુણની અપેક્ષાએ (૧) આવશ્યક સૂત્ર સંપૂર્ણ, અર્થ અને વિધિ સહિત કિંઠસ્થ કરી લેવાથી (૨) જીવાદિનું તથા સમિતિઓનું સામાન્ય જ્ઞાન કરી લેવાથી (૩) દશવૈકાલિક સૂત્રના ચાર અધ્યયનની અર્થ સહિત વાચના લઈને કંઠસ્થ કરી લેવાથી (૪) પ્રતિલેખન વગેરે દૈનિક ક્રિયાઓનો સામાન્ય અભ્યાસ કરી લેવાથી; નવદીક્ષિત સાધુ “કલ્પાક થઈ જાય છે. આવી રીતે કલ્પાક(વડી દીક્ષા યોગ્ય) થઈ જવાથી તેમજ અન્ય વિવિધ પરીક્ષણ થઈ જવાથી તે નવદીક્ષિત સાધુને વડી દીક્ષા (ઉપસ્થાપના) દેવામાં આવે છે. વડી દીક્ષાની યોગ્યતાથી(ગુણ તથા કાલથી) પહેલા વડી દીક્ષા દેવાથી નિશીથ સૂત્ર ઉદ્દેશક–૧૧, સૂત્ર-૮૪. અનુસાર દીક્ષા દાતાને પ્રાયશ્ચિત્ત આવે છે. ઉક્ત યોગ્યતાથી સંપન્ન કલ્પાક સાધુને સૂત્રોક્ત સમય પર વડી દીક્ષા ન દેવાથી પ્રસ્તુત સૂત્રોથી આચાર્ય-ઉપાધ્યાયને પ્રાયશ્ચિત્ત આવે છે. આ પ્રાયશ્ચિત્ત વિધાનથી સ્પષ્ટ થાય છે કે કોઈને પણ નવી દીક્ષા કે વડી દીક્ષા દેવાનો અધિકાર આચાર્ય ઉપાધ્યાયને જ હોય છે તેમજ તેમાં કોઈપણ પ્રકારની ખામી હોવાથી પ્રાયશ્ચિત્ત પણ તેને જ આવે છે. અન્ય સાધુ-સાધ્વી અથવા પ્રવર્તક કે પ્રવર્તીની પણ આચાર્ય-ઉપાધ્યાયની Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ | મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત આજ્ઞાથી કોઈને દીક્ષા કે વડી દીક્ષા આપી શકે છે પરંતુ તેની યોગ્યતાના નિર્ણયની મુખ્ય જવાબદારી આચાર્યઉપાધ્યાયની જ હોય છે. સામાન્ય રીતે તો આગમાનુસાર પ્રત્યેક પ્રવૃત્તિ કરવાની જવાબદારી બધા સાધુ-સાધ્વીની જ હોય છે. તો પણ ગચ્છની વ્યવસ્થા નિર્દેશ આચાર્ય ઉપાધ્યાયના અધિકારમાં હોય છે. માટે તે સંબંધી વિપરીત આચરણ થવાથી પ્રાયશ્ચિત્તને પાત્ર પણ તે આચાર્યાદિ થાય છે. અહીં આ ત્રણ સૂત્રોમાં વડી દીક્ષાનાં નિમિત્તે ત્રણ વિકલ્પ કહેવામાં આવ્યા છે. (૧) વિસ્મરણથી મર્યાદા ઉલ્લંઘન (ર) સ્મૃતિ હોવા છતાં મર્યાદા ઉલ્લંઘન (૩) વિસ્મરણ કે અવિસ્મરણથી વિશેષ મર્યાદા ઉલ્લંઘન. કાળથી તેમજ ગુણથી કલ્પાક(વડી દીક્ષાને યોગ્ય) બની ગયા બાદ તે ભિક્ષને ચાર કે પાંચ રાત્રિની અંદર અર્થાત્ ચાર રાત્રિ અને પાંચ દિવસ સુધી વડી દીક્ષા દઈ શકાય છે, તેમ આ સૂત્રમાં આવેલ ર૩રાય પંવરીયાનો શબ્દનો તાત્પર્ય છે. આ ચાર-પાંચ દિવસની છટમાં વિહાર, શમ દિવસ, સ્ત્રીના માસિક ધર્મનો અસ્વાધ્યાય કે બીમારી વગેરે અનેક કારણ સમાવિષ્ટ છે તેમ સમજવું. માટે દીક્ષાના સાત દિવસ પછી આઠમાં, નવમાં, દસમાં, અગિયારમાં અથવા બારમા દિવસ સુધી ગમે ત્યારે વડી દીક્ષા દઈ શકાય છે અને તેનું કોઈ પ્રાયશ્ચિત્ત આવતું નથી. બારમી રાત્રિનું ઉલ્લંઘન કરવાથી સૂત્ર-૧૫-૧૬ અનુસાર યથાયોગ્ય તપ કેદીક્ષા છેદરૂપ પ્રાયશ્ચિત્ત આવે છે. જેનું ભાષ્યમાં જઘન્ય પ્રાયશ્ચિત્ત પાંચ રાત્રિનું કહેવામાં આવેલ છે. દીક્ષા બાદ સત્તરમી રાત્રિનું ઉલ્લંઘન કરવાથી યથાયોગ્ય તપ કે છેદ પ્રાયશ્ચિત્ત ઉપરાંત એક વર્ષ સુધી તેને પ્રાયશ્ચિત્ત રૂપમાં આચાર્ય પદથી મુક્ત કરી દેવામાં આવે છે. અહીં વડી દીક્ષાના વિધાન તેમજ પ્રાયશ્ચિત્તમાં એક વિશેષ છૂટ દેવામાં આવી છે કે તે નવદીક્ષિતના માતા-પિતા વગેરે કોઈપણ માનનીય કે ઉપકારી પુરુષ દીક્ષિત થઈ રહ્યા હોય અને તેઓને કલ્પાક(વડી દીક્ષાને યોગ્ય) થવાની વાર હોય તો આ કારણે કોઈ કલ્પાક નવદીક્ષિતને વડી દીક્ષા દેવામાં છ માસ સુધી તે વડીલની પ્રતીક્ષામાં રોકી શકાય છે. તથા તેનું કોઈ પ્રાયશ્ચિત્ત પણ આવતું નથી. ઠાણાંગાદિ આગમોમાં સાત રાત્રિનો જઘન્ય શેક્ષકાળ કહેલ છે. માટે યોગ્ય હોય તો પણ સાત રાત્રિ પૂર્ણ થવા પહેલા વડી દીક્ષા દઈ શકાતી નથી, કારણ કે તેટલા સમય સુધી તે શૈક્ષ તેમજ અકલ્પાક(વડી દીક્ષાને યોગ્ય નહિ) કહેલ છે. છ માસનો ઉત્કૃષ્ટ શૈક્ષકાળ કહેલ છે. માટે માનનીય પુરુષને માટે વડી દીક્ષા રોકવામાં પણ છ માસનું ઉલ્લંઘન કરવું જોઈએ નહિ. આ સૂત્રોમાં સ્મૃતિ કે વિસ્મૃતિથી ૪-૫ દિવસની મર્યાદા ઉલ્લંઘનનું Page #174 -------------------------------------------------------------------------- ________________ છેદશાસ્ત્રઃ પરિશિષ્ટ ખંડ-૧ પ્રાયશ્ચિત્ત સમાન કહેલ છે. ચાર પાંચ દિવસની છૂટમાં શુભ દિવસ કે વિહાર વગેરે કારણો ઉપરાંત ૠતુધર્મ વગેરે અસ્વાધ્યાયનું જે પણ કારણ સમાવિષ્ટ છે તેનું નિવારણ ૪–૫ દિવસની છૂટમાં સરળતાથી થઈ શકે છે. ૧૦૪ [૧૫]દીક્ષાર્થી અને તેના ગુરુની યોગ્યાયોગ્યતાનું સ્પષ્ટીકરણ [નિશીથ ઉદ્દેશક-૧૧ : સૂત્ર−૮૪, ૮૫] પ્રથમ સૂત્રમાં, જાણીને અયોગ્યને દીક્ષા દેવાનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. બીજા સૂત્રમાં અજાણતા દીક્ષા દીધા પછી અયોગ્ય જાણીને પણ વડી દીક્ષા દેવાનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. ન તેનાથી એ ફલિત થાય છે કે દીક્ષા દીધા પછી અયોગ્યતાની જાણકારી હોવા છતાં વડી દીક્ષા ન દેવી જોઈએ. અયોગ્યતાની જાણકારી ન હોવાનાં બે કારણ હોઈ શકે છે, યથા– (૧) દીક્ષાર્થી પોતાની અયોગ્યતાને છુપાવી હોય (૨) દીક્ષાદાતાએ વ્યવસ્થિત રીતે પૂરી જાણકારી ન મેળવી હોય. - બીજા કારણમાં દીક્ષાદાતાનો પ્રમાદ છે. માટે તે સૂત્રોક્ત પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત કરે છે. ઉપસ્થાપિત(વડીદીક્ષા) કર્યા પછી તેને છોડી દેવા કે ન છોડી દેવા એ ગીતાર્થના નિર્ણય પર નિર્ભર છે. ન પ્રવ્રજયાને અયોગ્ય વ્યક્તિ :– (૧) બાળ-આઠ વર્ષથી નીચેની ઉંમરવાળા (૨) વૃદ્ધ–૭૦ વર્ષથી વધારે ઉંમરવાળા (૩) નપુંસક(જન્મ નપુંસક, ધૃત નપુંસક, સ્ત્રી નપુંસક તથા પુરુષ નપુંસક વગેરે) (૪) જડ(શરીરથી અશક્ત, બુદ્ધિહીન કે મૂંગા) (૫) ક્લિબ– સ્ત્રીના શબ્દ, રૂપ, નિમંત્રણ વગેરેના નિમિત્તથી ઉદિત વેદમોહને નિષ્ફળ કરવામાં અસમર્થ. (૬) રોગી–૧૬ પ્રકારના રોગ અને ૮ પ્રકારની વ્યાધિમાંથી કોઈપણ રોગ કે વ્યાધિથી યુક્ત. શીઘ્રઘાતી વ્યાધિ અને ચિરઘાતી રોગ કહેવાય છે. II ભાષ્ય ગાથા-૩૬૪૭॥ (૭) ચોર– રાત્રિમાં ઘરે-ઘરે પ્રવેશ કરી ચોરી કરવાવાળા, ખિસ્સા કાતરું વગેરે અનેક પ્રકારના ચોર-ડાકુ-લૂંટારા (૮) રાજ્યના અપરાધી– કોઈ પણ પ્રકારનું રાજ્ય વિરૂદ્ધ કાર્ય કરવાથી અપરાધી જાહેર કરેલ હોય તેવા (૯) ઉન્મત્ત, યક્ષાવિષ્ટ કે પાગલ (૧૦) ચક્ષુ હીન– જન્માંધ હોય અથવા પછીથી એક કે બે આંખોની જ્યોતિ ચાલી ગઈ હોય (૧૧) દાસકોઈના ખરીદેલા અથવા કોઈ કારણોથી દાસત્વપણું હોય (૧૨) દુષ્ટ– કષાય દુષ્ટ(અતિ ક્રોધી) અને વિષય દુષ્ટ(વિષયાસક્ત) (૧૩) મૂર્ખ– દ્રવ્ય મૂઢ વગેરે અનેક પ્રકારના મૂર્ખ, બુદ્ધિ ભ્રમવાળા (૧૪) કરજદાર− બીજાની સંપત્તિ ઉધાર લઈને ન દેનારા (૧૫) જુગિત(હીન)– જાતિથી, કર્મથી, શિલ્પથી હીન અને શરીરથી હીન અંગોવાળા(જેના નાક, કાન, પગ, હાથ કપાયેલા હોય) (૧૬) બદ્ધ કર્મ–શિલ્પ વિદ્યા, મંત્ર વગેરે શીખવા કે શીખવાડવા માટે કોઈની સાથે પ્રતિજ્ઞાબદ્ધ Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીત હોય (૧૭) ભૂતક(નોકરી-દિવસનાં ભૂતક, યાત્રાભૃતક વગેરે (૧૮) અપહૃતમાતા-પિતા વગેરેની આજ્ઞા વિના ચોરી કરીને(અદત્ત) લાવેલા બાળક વગેરે (૧૯) ગર્ભવતી સ્ત્રી (૨૦) બાલવત્સા– દૂધ પીતા બાળકવાળી સ્ત્રી, ભાષ્યમાં આના અનેક ભેદ-પ્રભેદ કહેલ છે તથા તેને દીક્ષા દેવાથી થનારા દોષો અને તેના પ્રાયશ્ચિત્તોનાં અનેક વિકલ્પ કહ્યા છે. આગમ વિહારી અને અતિશયજ્ઞાની શ્રમણો આ ભાષ્યવર્ણિત બધાને યથાઅવસરે દીક્ષા દઈ શકે છે. બાલ્યવયવાળાને કારણવશ ગીતાર્થ ગુરુ દીક્ષા દઈ શકે છે. એવું ઠાણાંગ સૂત્ર અ.પ. સૂત્ર ૧૦૮ થી ફલિત થાય છે. ભાષ્ય ગાથા ૩૭૩૮માં વીસ પ્રકારના અયોગ્યમાંથી કોઈને યથાવસર દીક્ષા આપી પણ શકાય છે, એવું બતાવેલ છે પરંતુ ગીતાર્થ ભિક્ષુને આ અધિકાર પણ અન્ય ગીતાર્થની સલાહથી હોય છે, અથવા તો તેને પણ પ્રાયશ્ચિત્ત આવે છે. દિક્ષાને યોગ્ય વ્યક્તિઃ (૧) આર્યક્ષેત્રમાં ઉત્પન (ર) જાતિ-કુળ સંપન્ન (૩) નિર્મળ બુદ્ધિ (૪) હળુકર્મી (૫) સંસાર સાગરમાં મનુષ્ય ભવની દુર્લભતા, જન્મ મરણનાં દુઃખ, લક્ષ્મીની ચંચળતા, ઇન્દ્રિયવિષયોનાં દુઃખ, ઈષ્ટ સંયોગોનો વિયોગ, આયુષ્યની ક્ષણભંગુરતા, મરણ પછી પરભવનો અતિ રૌદ્રવિપાક અને સંસારની અસારતા વગેરે ભાવોને જાણવાવાળા (૬) સંસારથી વિરક્ત (૭) અલ્પકષાયી (૮) અલ્પ હાસ્યાદિ અર્થાત્ કુતૂહલવૃત્તિથી રહિત (૯) કૃતજ્ઞ (૧૦) વિનયવાન (૧૧) રાજ્ય અપરાધ રહિત (૧૨) સુડોળ શરીર (૧૩) શ્રદ્ધાવાન (૧૪) સ્થિર ચિત્તવાળા તેમજ સમ્યગુ ઉપસંપન્ન(શુદ્ધ ભાવથી યુક્ત). આ ગુણોથી યુક્તને દીક્ષા દેવી જોઈએ અથવા તેમાંથી એક-બે ગુણ ઓછા હોય તો પણ બહુગુણ યુક્તને દીક્ષા દઈ શકાય છે. –અભિધાન રાજેન્દ્ર કોષ “વળા' પૃષ્ટ–૭૩૯ દીક્ષા દાતાના લક્ષણ:- ઉપર્યુક્ત ૧૫ ગુણ યુક્ત તથા (૧૬) વિધિપૂર્વક પ્રવ્રજિત (૧૭) સમ્યફપ્રકારથી ગુરુકુલવાસમાં રહેનાર (૧૮) પ્રવ્રજ્યાકાળથી સતત અખંડ શીલવાળા (૧૯) પરદ્રોહ રહિત (૨૦) યથોક્ત વિધિથી ગ્રહણ કરેલ સૂત્રજ્ઞાની (૨૧) સૂત્રો તેમજ અધ્યયનો વગેરેનાં પૂર્વાપર સંબંધોનાં જ્ઞાનમાં નિષ્ણાત (રર) તત્ત્વજ્ઞ (ર૩) ઉપશાંત (ર૪) પ્રવચન વાત્સલ્યયુક્ત(પ્રવચનપ્રેમી) (૨૫) પ્રાણીઓના હિતમાં રત (૨૬) આદેય વચનવાળા (૨૭) ભાવોની અનુકૂળતાથી શિષ્યોની પરિપાલના કરનારા (૨૮) ગંભીર(ઉદાર મનવાળા) (૨૯) પરીષહ વગેરે આવવાથી દીનતા ન દેખાડનારા (૩૦) ઉપશમ લબ્ધિ સંપન્ન(ઉપશાંત કરવામાં ચતુર), (૩૧) ઉપકરણ લબ્ધિ સંપન્ન, સ્થિર હસ્ત લબ્ધિ સંપન્ન, સૂત્રાર્થ વક્તા (૩ર) ગુરુની આજ્ઞાનુસાર ગુરુ પદ ધારણ કરનારા એવા વિશિષ્ટ ગુણવાળાને ગુરુ બનાવવા જોઈએ. – [અભિધાન રાજેન્દ્ર કોષ પવના પૃ. ૭૩૪] Page #176 -------------------------------------------------------------------------- ________________ છેદશાસ્ત્રઃ પરિશિષ્ટ ખંડ-૧ ઃ દીક્ષાર્થી પ્રત્યે દીક્ષાદાતાનું કર્તવ્ય :- (૧) દીક્ષાર્થીને પૂછવું જોઈએ કે તમે કોણ છો ? શા માટે દીક્ષા લ્યો છો ? તમને વૈરાગ્ય કેવી રીતે ઉત્પન્ન થયો ? એવી રીતે પૂછયા પછી યોગ્યતા જણાય અગર અન્ય કોઈ પ્રકારની અયોગ્યતા ન જણાય તો દીક્ષા દેવી કલ્પે છે. ૧૬ (૨) દીક્ષાને યોગ્ય જાણીને તેને આ સાધ્વાચાર કહેવા જોઈએ. જેમ કે– ૧. હંમેશાં ભિક્ષા માટે જવાનું ૨. ગોચરીમાં અચેત વસ્તુ લેવી ૩. એષણાના દોષથી રહિત શુદ્ધ ગોચરી લેવી ૪. લાવ્યા પછી બાલ વૃદ્ધ વગેરેને દઈને સંવિભાગથી વાપરવું ૫. સ્વાધ્યાયમાં હંમેશાં લીન રહેવું ૬. આજીવન સ્નાન નહિ કરવાનું ૭. જમીન ઉપર કે પાટ ઉપર સૂવાનું ૮. લોચ વગેરે કષ્ટ સહન કરવાનું, ૯. પગપાળા વિહાર કરવાનું વગેરે. જો તે આ બધું સહર્ષ સ્વીકાર કરી લ્યે તો તેને દીક્ષા દેવી જોઈએ – [નિશીથ ચૂર્વી પૃષ્ટ ૨૭૮] નવદીક્ષિત સાધુ-સાધ્વી પ્રત્યે દીક્ષાદાતાનું કર્તવ્ય :– (૧) શસ્ત્ર પરિજ્ઞાનુ (આચારાંગ સૂત્રના પ્રથમ અધ્યયનનું) અધ્યયન કરાવવું અથવા છ જીવનિકાયનું (દશવૈકાલિક સૂત્રના ચોથા અધ્યયનનું) અધ્યયન કરાવવું. (૨) તેના અર્થ-પરમાર્થ સમજાવવા કે આ પૃથ્વી વગેરે જીવ છે. તડકો-છાંયો પુદ્ગલ વગેરે અજીવ છે. તથા પુણ્ય-પાપ, આશ્રવ-સંવર, નિર્જરા, બંધ-મોક્ષ નવ તત્ત્વનું સ્વરૂપ, કર્મબંધના હેતુ, તેના ભેદ, પરિણામ વગેરેનું પરિજ્ઞાન કરાવવું. (૩) આ તત્ત્વોને ફરીથી સમજાવીને, તેને ધારણ કરાવવા, શ્રદ્ધા કરાવવી. (૪) ત્યાર પછી તેને જીવોની જતના અને વિવેક શીખવાડવો. (૫) શીખડાવ્યા પછી શ્રદ્ધા અને વિવેકની પરીક્ષા કરવી, જેમ કે– ઊભા રહેવા, બેસવા, સૂવા કે પરઠવા માટે સચેત ભૂમિ બતાવીને કહેવું કે અહીંયા ઊભા રહો, પરઠો વગેરે. તેમ સાંભળીને સચિત્ત સ્થળ જોઈને તે ચિંતિત થાય છે કે નહીં તેમ તેની પરીક્ષા કરવી. એવી રીતે તળાવ વગેરે ભીની ભૂમિમાં ચાલે કે નહીં, દીવો તરતો મૂકે કે નહીં, ગરમીમાં હવા નાખે કે નહીં તથા વનસ્પતિ કે ત્રસજીવવાળા રસ્તા પર ચાલે કે નહીં, તેમ તેનું નિરીક્ષણ કરવું. એષણા દોષયુક્ત ભિક્ષા ગ્રહણ કરવાનું કહીને પણ તેની પરીક્ષા કરવી. આ રીતે અધ્યયન, અર્થજ્ઞાન, શ્રદ્ધાન, વિવેક તથા પરીક્ષામાં યોગ્ય હોય તેને ઉપસ્થાપિત કરવા(વડી દીક્ષા દેવી) જોઈએ. ઉપર લખેલ વિધિથી જે યોગ્ય ન બન્યા હોય, તેને દીક્ષા દેવાથી પ્રાયશ્ચિત્ત આવે છે. –[નિશીથ ચૂર્ણિ પૃ. ૨૮૦] Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૭ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના ઃ જૈનાગમ નવનીત (5) 卐 卐 પ્રકીર્ણક પરિશિષ્ટ [૧૬] ચૈત્ય શબ્દનો અર્થ વ્યવહાર સૂત્ર ઉદ્દેશક-૧ : સૂત્ર–૩૩] સૂત્રમાં 'સમ્મ માનિયા" શબ્દનો પ્રયોગ કરવામાં આવેલ છે. ટીકાકારે તેનો “જિન વચનોથી ભાવિત અંતઃકરણવાળા” એવો અર્થ કર્યો છે. રેય શબ્દના અનેક અર્થ શબ્દકોષમાં બતાવેલ છે. તેમાં જ્ઞાનવાન અને ભિક્ષુ વગેરે અર્થ પણ પેય શબ્દના કરેલ છે. અનેક સૂત્રોમાં તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીને માટે વેશ્ય શબ્દનો પ્રયોગ કરવામાં આવેલ છે. તે શબ્દથી ભગવાનને જ્ઞાનવાન કહ્યા છે. ઉપાસક દશાંગ અ. ૧માં શ્રમણોપાસકની સમકિત સંબંધી પ્રતિજ્ઞાનો પાઠ છે. તેમાં અન્ય તીર્થિકથી ગ્રહણ કરેલ ચૈત્યને અર્થાત્ સાધુને વંદન નમસ્કાર તેમજ આલાપ-સંલાપ કરવાનો તથા આહાર-પાણી દેવાનો નિષેધ છે. ત્યાં સ્પષ્ટ રૂપથી ચેય શબ્દનો ભિક્ષુ અર્થમાં પ્રયોગ કરવામાં આવેલ છે. ત્યાં ચૈત્યથી આલાપ સંલાપ કરવાનું આગમ કથન વિશેષ મનનીય છે, કારણ કે મૂર્તિની સાથે આલાપ સંલાપ થાય નહીં. પ્રસ્તુત સૂત્રમાં પ્રયુક્ત રેફ્ય શબ્દનો અર્થ મૂર્તિપૂજક સમુદાયવાળા ‘અરિહંત ભગવાનની મૂર્તિ’ પણ કહે છે. પરંતુ તે ટીકાકારના અર્થથી વિપરીત છે, તથા પૂર્વાપર સૂત્રોથી પણ વિરુદ્ધ છે. કારણ કે ટીકાકારે અહીં અંતઃકરણ શબ્દનો પ્રયોગ કર્યો છે, તે મૂર્તિમાં થઈ શકતો નથી. સૂત્રમાં સમ્યક્ ભાવિત ચૈત્યનો અભાવ થવા પર અરિહંત-સિદ્ઘની સાક્ષી માટે ગામ વગેરેની બહાર જવાનું કહ્યું છે. જો અરિહંત ચૈત્યનો અર્થ મંદિર હોય તો મંદિરમાં જ અરિહંત સિદ્ધની સાક્ષીથી આલોચના કરવાનું કથન હોત, તો ગામની બહાર જવાનો અલગ વિકલ્પ દેવાની આવશ્યકતા રહેતી નથી. માટે "રેન્ડ્સ" શબ્દનો પ્રસ્તુત પ્રકરણમાં ‘જ્ઞાની’ સમ્યક્ દૃષ્ટિ અથવા સમજદાર પુરુષ, એવો અર્થ કરવો ઉપયુક્ત છે. સમવાયાંગ સૂત્રમાં તીર્થંકરોને જે વૃક્ષની નીચે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે, તેને ‘ચૈત્ય વૃક્ષ’ અર્થાત્ જ્ઞાનોત્પત્તિ સ્થળનું વૃક્ષ કહ્યું છે. તાત્પર્ય એ છે કે મૌલિક ગણધર રચિત આગમોમાં તેમજ વિશાળ શબ્દકોષોમાં પણ ‘ચૈત્ય' શબ્દનો અર્થ ‘જ્ઞાન’ સૂચિત કરવામાં આવેલ છે. પ્રસ્તુત પ્રકરણમાં પણ ‘જ્ઞાની’ સમ્યક્ દૃષ્ટિ અર્થ જ અપેક્ષિત છે, તેમજ પ્રસંગોચિત પણ છે. Page #178 -------------------------------------------------------------------------- ________________ છંદશાસ્ત્ર : પરિશિષ્ટ ખંડ-૧ ૧૭૮ [૧૭] અનેક પાત્રની કલ્પનીયતા [વ્યવહાર સૂત્ર ઉદ્દેશક-૨ : સૂત્ર–૨૯] આ સૂત્રમાં આહાર કરવાનાં સાધન રૂપમાં પાત્રોને માટે નિમ્ન શબ્દોનો પ્રયોગ કરવામાં આવેલ છે– (૧) સ્વયંના(આહાર લેવાના) પાત્રમાં. (૨) સ્વયંના ‘પલાશક’(માત્રક)માં. (૩) સ્વયંના કમંડળ(પાણી લેવાના પાત્ર)માં. (૪) સ્વયંના ખોબામાં અર્થાત્ બન્ને હાથની બનેલી અંજલીમાં. (૫) સ્વયંના હાથમાં અર્થાત્ એક હાથની પસલીમાં(હાથના ખોબામાં). અહીંયા સ્વયંના પલાશકનો અર્થ ટીકાકારે ઢાકના પાનથી બનાવેલ દોણા એવો કર્યો છે. સૂત્રમાં ‘સયંસિ’ પદ પ્રત્યેક શબ્દની સાથે છે. સાધુનું સ્વયં પાત્ર એ જ છે જે હંમેશાં એની પાસે રહેતું હોય તથા જે આગમોક્ત હોય. પલાસના પાનના દોણા રાખવાનો આગમમાં નિષેધ છે અને એ વધારે સમય ધારણ કરવા યોગ્ય પણ હોતા નથી. અતઃ ‘સ્વયંનું પલાશક’ આ કથન ‘માત્રક’ને માટે સમજવું યોગ્ય છે. તેમજ માત્રક રાખવું આગમ સંમત પણ છે. સૂત્રના વિધાનથી જ એ જણાય છે કે તે ભિક્ષુ જો પાત્રની ઉણોદરી કરનારા હોય તો સ્વયંના માત્રકમાં, હાથમાં કે ખોબામાં લઈને પણ આહાર કરી શકે છે. ચૌદપૂર્વી શ્રી ભદ્રબાહુસ્વામી દ્વારા રચિત આ વ્યવહાર સૂત્રમાં પાત્રની દૃષ્ટિથી ત્રણ નામ કહ્યા છે. એનાથી આ સાબિત થાય છે કે ભિક્ષુ સામાન્યતઃ અનેક પાત્ર પણ રાખી શકે છે. અતઃ એક પાત્ર જ રાખવું એ એકાંતિક પરંપરાનું ઐતિહાસિક કથન આગમ અનુસાર નથી. અર્થાત્ કેટલાક પોતાને પંડિત માનનારા એમ કહે છે કે પહેલા જૈન સાધુ એક જ પાત્ર રાખતા હતા; અનેક પાત્ર રાખવાની પરંપરા શિથિલાચારથી પ્રારંભ થઈ. પરંતુ આવા કથનની પ્રસ્તુત સૂત્રથી પરીક્ષા કરે તો તે નિરર્થક, નિરાધાર અને એકાંતિક પ્રરૂપણા જ જણાશે અથવા જો તે પંડિત લોકો અનેકાંત સિદ્ધાંતને અનુસરીને એમ કહે કે પહેલા જૈન સાધુ એકલા પણ રહેતા હતા અને અચેલ પણ રહેતા હતા, તેઓ ક્રમિક સાધના કરતા હતા; એક પાત્ર રાખનારા તપસ્વી ભિક્ષુ પણ પ્રાચીનકાલમાં હતા, તો આ રીતે બોલવાથી અનેકાંતિક પ્રરૂપણા થાય અને તે ભાષા આગમ સમ્મત કહેવાય. [૧૮] સાધુ-સાધ્વીની પરસ્પર સેવા આલોચના વ્યવહાર સૂત્ર ઉદ્દેશક-૫ : સૂત્ર-૧૯ થી ૨૦] બૃહત્કલ્પસૂત્રના ચોથા ઉદ્દેશકમાં જૈન શ્રમણોના પરસ્પર બાર સાંભોગિક વ્યવહાર હોય છે. જેમાં ઔત્સર્ગિક વિધિથી સાધ્વીઓ સાથે છ સાંભોગિક વ્યવહાર હોય છે. તે અનુસાર Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીત) સાધ્વીઓની સાથે એક માંડલામાં આહારનો વ્યવહાર હોતો નથી તથા ગાઢ કારણ વિના એની સાથે આહારાદિની આપ-લે પણ થઈ શકતી નથી. છતાં પણ સાધુ-સાધ્વી એક આચાર્યની આજ્ઞામાં હોવાથી અને એક ગચ્છવાળા હોવાથી સાંભોગિક કહેવાય છે. આવા સાંભોગિક સાધુ-સાધ્વીઓ પણ પોતાના દોષોની આલોચના, પ્રતિક્રમણ, પ્રાયશ્ચિત્ત આદિ પરસ્પરમાં નહીં કરે પરંતુ શ્રમણ પોતાના આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર આદિની પાસે જ કરે અને સાધ્વીઓ પોતાની આલોચના, પ્રાયશ્ચિત્ત પ્રવર્તિની, સ્થવિરા આદિ યોગ્ય સાધ્વીઓ પાસે જ કરે. આ વિધિ માર્ગ કે ઉત્સર્ગ માર્ગ છે. અપવાદમાર્ગ અનુસાર કોઈપણ ગણમાં સાધુ કે સાધ્વીઓમાં કયારેક આચાર્ય–સ્થવિર આલોચના-શ્રવણ યોગ્ય ન હોય કે પ્રાયશ્ચિત્ત દેવા યોગ્ય કોઈન હોય ત્યારે પરિસ્થિતિ અનુસાર સાધુ સ્વગચ્છના સાધ્વી પાસે આલોચના, પ્રતિક્રમણ, પ્રાયશ્ચિત્ત કરી શકે છે અને સાધ્વી સ્વગચ્છીય સાધુની પાસે આલોચના આદિ કરી શકે છે. આ વિધાનથી સ્પષ્ટ થાય છે કે સામાન્યતઃ એક ગચ્છના સાધુ-સાધ્વીઓએ પણ પરસ્પર આલોચના, પ્રાયશ્ચિત્ત ન કરવા જોઈએ. પરસ્પર આલોચનાનું દુષ્કલ બતાવતા ભાષ્યમાં કહેલ છે કે સાધુ કે સાધ્વીને ક્યારેક ચતુર્થ વ્રત ભંગ સંબંધી આલોચના કરવી હોય અને આલોચના સાંભળનારા સાધુ અથવા સાધ્વી પણ કામ વાસનાથી પરાભૂત હોય તો આવા અવસર પર એને પોતાના ભાવ પ્રગટ કરવાનો અવસર મળે છે અને તે પણ કહી શકે છે કે તમારે પ્રાયશ્ચિત્ત તો લેવું જ છે તો એકવાર મારી ઇચ્છા પણ પૂરી કરો, પછી બધું પ્રાયશ્ચિત્ત એકસાથે થઈ જશે, આ પ્રકારે પરસ્પર આલોચનાના કારણે એકબીજાનું વધારે પતન થવાની સંભાવના રહે છે. તે સિવાય અન્ય દોષોની આલોચના કરવા સમયે પણ એકાન્તમાં ફરી-ફરી સાધુ-સાધ્વીના સમ્પર્ક થવાથી, આવા અનેક દોષો ઉત્પન્ન થવાની સંભાવના રહે છે. આવા જ કારણોથી સ્વાધ્યાય કે વાચના આદિ સિવાય આગમોમાં સાધુ-સાધ્વીનો પરસ્પર સમ્પર્કનો નિષેધ છે. એટલે એકબીજાના ઉપાશ્રયમાં સામાન્ય વાર્તાલાપ માટે કે માત્ર દર્શનના હેતુથી અથવા તો કેવળ પરમ્પરાના પાલન માટે ન જવું જોઈએ. સ્થાનાંગસૂત્રમાં નિર્દિષ્ટ સેવા વગેરે પરિસ્થિતિઓમાં જવું, તે આગમ સમ્મત છે. સાધુ-સાધ્વીના પરસ્પર સમ્પર્કનિષેધનું વિશેષ વર્ણન બૃહત્કલ્પ સૂત્ર ઉદ્દેશક–૩, સૂત્ર-૧માં છે. એ સૂત્રમાં પરસ્પર એકબીજાના ઉપાશ્રયમાં બેસવાઊભા રહેવા આદિ અનેક કાર્યોનો નિષેધ છે. Page #180 -------------------------------------------------------------------------- ________________ છેદશાસ્ત્રઃ પરિશિષ્ટ ખંડ-૧ સાધુ-સાધ્વીના શરીર સંબંધી અને ઉપકરણ સંબંધી જે પણ આવશ્યક કાર્ય હોય તે પહેલાં તો પોતે જ કરવા જોઈએ અને ક્યારેક કોઈ કાર્ય સાધુ અન્ય સાધુ પાસે કે સાધ્વી અન્ય સાધ્વી પાસે કરાવી શકે છે. આ વિધિ માર્ગ છે. ૧૮૦ રોગ આદિ કારણોથી અથવા કોઈ આવશ્યક કાર્યમાં વ્યસ્ત હોવાને કારણે અસમર્થ થવાથી; તેવી પરિસ્થિતિમાં વિવેક પૂર્વક સાધુ-સાધ્વી પરસ્પર પણ પોતાનું કાર્ય કરાવી શકે છે. આ અપવાદ માર્ગ છે. અતઃ વિશેષ પરિસ્થિતિ સિવાય સાધુ-સાધ્વીએ પરસ્પર કોઈ પણ કાર્ય કરાવવું ન જોઈએ. આ સૂત્રોના પારસ્પરિક વ્યવહારોના નિષેધનું મુખ્ય કારણ એ છે કે એવી પ્રવૃત્તિઓના કારણે અતિસંપર્કથી, મોહવૃદ્ધિ થવાથી ક્યારેક બ્રહ્મચર્યમાં અસમાધિ ઉત્પન્ન થઈ શકે છે અને આ પ્રકારે પરસ્પર અનાવશ્યક અતિસંપર્કને જોઈને લોકોમાં અનેક પ્રકારની કુશંકાઓ ઉત્પન્ન થઈ શકે છે. અતઃ સૂત્રોક્ત વિધાન અનુસાર જ સાધુ-સાધ્વીએ આચરણ કરવું જોઈએ. તેમજ શક્ય હોય ત્યાં સુધી પરસ્પર સેવા કે આલોચના કરવી, કરાવવી નહીં. પરસ્પર કરવામાં આવતા સેવાના કાર્યો : (૧) આહાર-પાણી લાવીને દેવા કે લેવા અથવા નિમંત્રણ કરવું. (૨) વસ્ત્ર, પાત્ર આદિ ઉપકરણોની યાચના કરીને લાવીને દેવા અથવા પોતાના યાચેલા ઉપકરણો દેવા. (૩) ઉપકરણોનું પરિકર્મ કાર્ય– સીવવું, જોડવું, રોગાન આદિ લગાડવા. (૪) વસ્ત્ર, રજોહરણ આદિ ધોવા. (૫) રજોહરણ આદિ ઉપકરણ બનાવી દેવા. (૬) પ્રતિલેખન કરી દેવું. વગેરે અનેક કાર્ય સમજી લેવા જોઈએ. ગાઢાગાઢ પરિસ્થિતિઓ સિવાય પરસ્પર સેવા કાર્ય કરવું-કરાવવું સાધુ-સાધ્વીને કલ્પતું નથી અને કરવા, કરાવવાથી ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. આચાર્ય આદિ પદવીધરોના પણ પ્રતિલેખના આદિ સેવાકાર્ય માત્ર ભક્તિ પ્રદર્શિત કરવાને માટે પણ સાધ્વીઓ કરી શકતી નથી. જો આચાર્ય આદિ આ રીતે સાધ્વીઓ પાસે પોતાના કાર્ય અકારણ કરાવે તો તે પણ ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્તને પાત્ર થાય છે. તાત્પર્ય એ છે કે સાથે રહેનારા સાધુ જે સેવાનું કાર્ય કરી શકે છે તે સાધ્વીઓ પાસે ન કરાવવું જોઈએ. આ પ્રકારે સાધ્વીઓએ પણ અન્ય સાધ્વીઓ કરનારી હોય તો સાધુ પાસે પોતાનું કાર્ય ન કરાવવું જોઈએ. Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત [૧૯] ગીતાર્થ બહુશ્રુત વગર રહેવાનો નિષેધ વ્યિવહાર સૂત્ર ઉદ્દેશક–૬: સૂત્ર-૪, ૫ આ સૂત્રોમાં આચારાંગ, નિશીથસૂત્ર અર્થ સહિત કંઠસ્થ ધારણ ન કરનારા અબહુશ્રુત ભિક્ષુઓને “અગડસુય’ અકૃત્રદ્યુત કહ્યા છે. અર્થાત પ્રમુખ બની વિચરણ કરવાની યોગ્યતા પ્રાપ્તિ માટે આવશ્યક, ઉત્તરાધ્યયન, દશવૈકાલિક, આચારાંગ અને નિશીથ સૂત્રનું અધ્યયન કંઠસ્થ ધારણ ન કરનારા ભિક્ષુને આગમિક શબ્દમાં ડિસુ કહેવાય છે. આવા એક અથવા અનેકભિક્ષુઓનાવિચરણ કરવાનો પણ સૂત્રમાં નિષેધ છે. પ્રસ્તુત સૂત્રમાં બતાવ્યું છે કે કોઈ પ્રામાદિમાં આવા અકૃતસૂત્રી ભિક્ષુઓને છોડીને બહુશ્રુત ભિક્ષુ અન્યત્ર ચાલ્યા જાય તો તે અગીતાર્થ ભિક્ષુ ત્યાં રહી શકતા પણ નથી. આ વિષયને ઉપાશ્રયની સ્થિતિના વિકલ્પોથી સૂત્રમાં સ્પષ્ટ કહ્યું છે– જો ઉપાશ્રયમાં બહાર જવાનો અને પ્રવેશ કરવાનો માર્ગ એક જ હોય તો ગાડયા (અગીતાર્થો)ને એકદિવસ પણ ત્યાં રહેવું કલ્પતું નથી. જો એ ઉપાશ્રયમાં આવવા જવાના અનેક માર્ગ હોય તો અગીતાર્થોને એક અથવા બે દિવસ રહેવું કહ્યું છે. ત્રીજા દિવસે રહેવાથી તે સર્વને પ્રાયશ્ચિત્ત આવે છે. તાત્પર્ય એ છે કે પ્રત્યેક યોગ્ય ભિક્ષુએ યથાસમયે બહુશ્રુત થવા યોગ્ય શ્રુતનું અધ્યયન કરી, તેને કંઠસ્થ ધારણ કરી, પૂર્ણ યોગ્યતા સંપન્ન થઈ જવું જોઈએ. જેનાથી યથાવસર વિચરણ અને ગણધારણ આદિ કરી શકાય છે. કેમ કે આ સૂત્રોમાં અનેક અબહુશ્રુતોને સાથે રહીને વિચરણ કરવાનો કે રહેવાનો સ્પષ્ટ નિષેધ કર્યો છે તેમજ આ મર્યાદા ભંગ કરનારને પ્રાયશ્ચિત્તને પાત્ર કહ્યા છે. તેથી પ્રત્યેકનવદીક્ષિત મતિસંપન્નભિક્ષુનું તેમજ તેના ગણપ્રમુખ આચાર્ય, ઉપાધ્યાય આદિનું આ આવશ્યક કર્તવ્ય છે કે તે અન્ય રુચિઓ અને અનેક પ્રવૃત્તિઓને પ્રમુખતા ન આપી આગમોક્ત અધ્યયન અધ્યાપનને પ્રમુખતા આપે તથા દરેક શ્રમણને સંયમ વિધિઓમાં પૂર્ણ કુશળ બનવા અને બનાવવાનું ધ્યાન રાખે. આચારમાં કુશળ એવં શ્રુતસંપન્ન થયા વિના કોઈ પણ ભિક્ષુએ અલગ વિચરણમાં અથવા અન્ય કાર્યોમાં પ્રવૃત્ત થવું ન જોઈએ. અધ્યયન સંબંધી આગમ સમ્મત અનેક પ્રકારની જાણકારી અહીં આ પરિશિષ્ટ વિભાગના પ્રારંભમાં આપી છે. જેનું ધ્યાનપૂર્વક અધ્યયન, મનન કરી આગમ અનુસાર શ્રુત-અધ્યયન કરવાનું તેમજ કરાવવાનું મુખ્ય લક્ષ્ય રાખવું જોઈએ. આમ કરવાથી જ જિનાજ્ઞાનું યથોચિત પાલન થઈ શકે છે તથા સાધક આત્માઓનો અને જિનશાસનનો સર્વતોમુખી વિકાસ થઈ શકે છે. Page #182 -------------------------------------------------------------------------- ________________ | વેદશાસ્ત્રઃ પરિશિષ્ટ ખંડ-૧ ૧૮ર [૨૦] સંભોગ વિચ્છેદ ક્યારે ? વ્યવહાર સૂત્ર ઉદ્દેશક-૭ : સૂત્ર-૩, ૪] ઠાણાંગ સૂત્ર અ.૩ તથા અ.૯માં સંભોગ વિચ્છેદ કરવાના કારણ બતાવેલ છે તેમજ ભાષ્યમાં પણ એવા અનેક કારણ કહ્યા છે. એનો સારાંશ એ છે કે (૧) મહાવ્રત, સમિતિ, ગુપ્તિ તેમજ ગણસમાચારીમાં ઉપેક્ષાપૂર્વક ચોથી વાર દોષ લગાડવાથી (૨) પાર્થસ્થાદિની સાથે વારંવાર સંસર્ગ કરવાથી તથા (૩) ગુરુ વગેરેના પ્રતિ વિરોધભાવ રાખવાથી તે સાધુસાધ્વીની સાથે સંબંધ વિચ્છેદ કરી દેવામાં આવે છે. [૧] વૃદ્ધાવસ્થાનો એકલવિહાર વ્યવહાર સૂત્ર ઉદ્દેશક-૮: સૂત્ર-૫] આ સૂત્રમાં એવા એકાકી વિચરનારા ભિક્ષુનું વર્ણન છે કે જે આચારાંગ સૂત્ર શ્રુત.-૧, અધ્ય-૬, ઉદ્દે.-ર; સૂયગડાંગ સૂત્ર શ્રત.-૧, અધ્ય.-૧૦; ઉત્તરાધ્યયન સૂત્ર અધ્ય.-૩ર, ગાથા-૫ તથા દશવૈકાલિક સૂત્ર ચૂલિકા-૨, ગાથા ૧૦માં નિર્દિષ્ટ સપરિસ્થિતિક એકલવિહારી છે; સાથે જ શરીરની અપેક્ષાએ વૃદ્ધ કે અતિવૃદ્ધ છે. આ સૂત્રથી જણાય છે કે વિકલ્પી સામાન્ય ભિક્ષુ કર્મસંયોગથી એકલા થઈને વૃદ્ધાવસ્થા સુધી પણ એકલા રહીને યથાશક્તિ સંયમ પાલન કરતાં સાધુ ચર્યામાં વિચરણ કરી શકે છે. શારીરિક કારણોથી તેને વિવિધ ઔપગ્રહિક(વધારાના) ઉપકરણ રાખવા પડે છે. તેને ક્યારેક અસુરક્ષિત સ્થાન રહેવાને માટે મળ્યું હોય તો ત્યાં તે ઉપકરણો છોડીને જવાથી બાળકો કે કૂતરા તેને તોડી ફોડી નાખે કે લઈને ચાલ્યા જાય અથવા ચોર ચોરી જાય વગેરે શક્યતા રહે છે. આ કારણોથી સૂત્રમાં આ વિધાન કરવામાં આવેલ છે કે તે વૃદ્ધ ભિક્ષુ પોતાના ઉપકરણોની સુરક્ષાને માટે કોઈને ત્યાં બેસાડીને જાય અથવા બાજુમાં કોઈ બેઠા હોય તો તેને ખ્યાલ રાખવા માટે સૂચિત કરીને જાય શકે છે અને પાછા આવવા પર મુનિ તેને સૂચિત કરીને જ(કે હું આવી ગયો છું તેમ કહીને જ) તે પોતાના ઉપકરણોને ગ્રહણ કરે. શારીરિક સ્થિતિઓથી વિવશ બનેલા એકલા વૃદ્ધ સાધુને માટે પણ આ સૂત્રમાં જે રીતે નિરૂપણ કરવામાં આવેલ છે, તેનાથી એ સ્પષ્ટ થાય છે કે સૂત્રકારની કે જિનશાસનની અત્યંત ઉદાર તેમજ અનેકાંત દષ્ટિ છે પરંતુ આજ કાલનાં જિનમતના અનુયાયી, શ્રમણ વર્ગ કે શ્રાવક વર્ગ એવા ઉદય-કર્માધીન આત્માઓ પ્રતિનિર્દયવૃત્તિ તેમજ ધૃણાની ભાવના રાખે છે અને તેના નિમિત્તે ઉસૂત્ર પ્રરૂપણા કરી ભારેકર્મા બને છે, તે ખરેખર અફસોસની વાત છે. આ સૂત્રોક્ત તે વૃદ્ધ ભિક્ષુ ચાલવાના સમયે સહારાને માટે દંડ કે લાકડી Page #183 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત રાખે છે. ગરમી વગેરેથી રક્ષાને માટે છત્ર રાખે છે. મળ-મૂત્ર, કફ વગેરે વિકારોના કારણે અનેક માત્રક(ભાજન) રાખે છે. માટીના ઘડા વગેરે ભાંડ(વાસણ) પણ રાખે છે. વધારે વસ્ત્ર-પાત્ર પણ રાખે છે. મચ્છર વગેરેના કારણે મચ્છરદાની પણ રાખે છે. બેસવામાં સહારાને માટે ભૃષિકા-કાષ્ટ(એક જાતનું લાકડાનું આસન) પણ રાખે છે, ચર્મ ખંડ, ચર્મ કોષ(જૂતા આદિ) તેમજ ચર્મ છેદક(શસ્ત્ર) પણ રાખે છે; એટલું વર્ણન આ સૂત્રમાં કર્યું છે. તે વૃદ્ધ શ્રમણ પોતાને આવશ્યક, ઉપયોગી, કોઈપણ ઉપકરણ રાખતા હોય, તેમાંથી જે ઉપકરણો ગોચરી જવાને સમયે આવશ્યક ન હોય, તેના સંબંધે આ સૂત્રમાં વિધાન કર્યું છે. ૧૦૩ વિશિષ્ટ સાધનાવાળા પડિમાધારી કે જિનકલ્પી નવ પૂર્વના જ્ઞાનવાળા ભિક્ષુ આ ઔપગ્રહિક ઉપકરણ રાખવાના અપવાદમાર્ગનું સેવન કરી શકતા નથી અને ગચ્છના ભિક્ષુની આવી સૂત્રોક્ત પરિસ્થિતિ થવી સંભવ પણ નથી કારણ કે ગચ્છમાં અનેક વૈયાવચ્ચ(સેવા) કરનારા શ્રમણ હોય છે. માટે પરિસ્થિતિવશ જઘન્ય-મધ્યમ બહુશ્રુત ભિક્ષુ પણ જીવન પર્યંત એકલા રહીને યથાશક્તિ સંયમ મર્યાદાનું પાલન કરતાં વિચરણ કરી શકે છે, અને તેના માટે સૂત્રકાર સૂત્રમાં અનુકંપા ભાવે એવા-એવા ઉદારતાપૂર્ણ નિરૂપણ કરી શકે છે. આ તથ્ય પ્રસ્તુત સૂત્રથી સ્પષ્ટ થાય છે. વિશ્વાસ માટે કોઈપણ જિજ્ઞાસુ, આ સૂત્ર સ્થલ કાઢીને તેનો પાઠ કે અર્થ-પરમાર્થ વાંચી શકે છે. [રર] એકલા ભિક્ષુનો ઉપાશ્રય [વ્યવહાર સૂત્ર ઉદ્દેશક–૬ : સૂત્ર−૬, ૭] પ્રસ્તુત સૂત્રક્રિકમાં બહુશ્રુત-ગીતાર્થ એકલા ભિક્ષુને ગ્રામાદિમાં કેવા પ્રકારના ઉપાશ્રયમાં, કેવી રીતે રહેવું કે ન રહેવું, આ વિધાન કર્યું છે. ભાષ્યમાં અગીતાર્થથી સંબંધિત સૂત્રોનું અને આ એકાકી ભિક્ષુઓથી સંબંધિત સૂત્રોનું સ્પષ્ટીકરણ કરતાં તેને ગચ્છની નિશ્રામાં હોવાનું કહ્યું છે. તેથી એ સ્પષ્ટ થાય છે કે કર્મોદયે એકાકી રહેનાર ભિક્ષુને ગચ્છથી કાઢી મૂકવું, એ કોઈ જરૂરી નથી. ાવાડા વગેરે વિશેષણોને ભાષ્ય વ્યાખ્યામાં ઉપાશ્રયોથી સંબંધિત કરીને વિસ્તારથી વિવેચન કરવામાં આવેલ છે. પરંતુ પ્રતિઓમાં વÆય શબ્દ લિપિ દોષથી છૂટી ગયો, તેમ પ્રતીત થાય છે. એટલા માટે અન્વેષક સંપાદકોએ અહીં વક્ષ્ય શબ્દને રાખીને જ અર્થ તેમજ વિવેચન કર્યું છે. પ્રસ્તુત સૂત્ર દ્વિકથી આ ફલિત થાય છે કે- ૧. બહુશ્રુત એકાકી વિચરણ કરનારા ભિક્ષુએ અનેક દ્વાર તેમજ અનેક માર્ગવાળા ઉપાશ્રયમાં નિવાસ કરવો ન જોઈએ. ૨. એક દરવાજો કે એક રસ્તાવાળા ઉપાશ્રયમાં બહુશ્રુત એકલવિહારી ભિક્ષુ રહી શકે છે. ૩. એકલ વિહારી ન Page #184 -------------------------------------------------------------------------- ________________ છેદશાસ્ત્ર: પરિશિષ્ટ ખંડ-૧ ૧૮૪ ભિક્ષુએ ઉભયકાળ એટલે સૂતાં અને ઉઠતાં(દિવસે અને રાત્રે) વૈરાગ્યયુક્ત તેમજ સંયમગુણોને પુષ્ટ કરનારા ધર્મ જાગરણથી ધર્મ ભાવનાની વૃદ્ધિ કરતા રહેવું જોઈએ. ૪. અલ્પશ્રુત, અલ્પઆગમશ, અગીતાર્થ ભિક્ષુએ કોઈપણ પ્રકારના ઉપાશ્રયમાં એકલા રહેવું ન જોઈએ. ગીતાર્થ બહુશ્રુત ભિક્ષુને એકલા રહેવું તો આ સૂત્રથી કે અન્ય અનેક આગમ વિધાનોથી સ્પષ્ટ સિદ્ધ થઈ જાય છે. તો પણ કયા ઉપાશ્રયમાં રહેવું કે ન રહેવું અથવા કેવી રીતે જાગૃત રહેવું, આ અંગે વિધાન કરવાનો આ સૂત્રોનો આશય છે. વિભિન્ન પ્રકારના ઉપાશ્રયમાં ગીતાર્થ ભિક્ષને એકલા રહેવાથી અથવા અનેક અગીતાર્થોના રહેવાથી કયા-કયા દોષોની સંભાવના રહે છે, તે સમજવાને માટે જિજ્ઞાસુઓએ ભાષ્યનું અવલોકન કરવું જોઈએ. - વ્યવહાર સૂત્રના ભાષ્યમાં(પત્રાકારે પ્રકાશિત)માં આ ઉદ્દેશકનો સારમુનિ માણેકે ગુજરાતી ભાષામાં આપ્યો છે. તેમાં પણ આ ચાર સૂત્રનો અર્થ ઉપાશ્રયથી સંબંધિત કર્યો છે. [૨૩] સાધ્વીની સ્વતંત્ર ગોચરી વ્યવહાર સૂત્ર ઉદ્દેશક-૯ઃ સૂત્ર-૪૦] આ સૂત્રોમાં ચાર પ્રતિમાઓનું વર્ણન કરેલ છે, જેની આરાધના સાધુ- સાધ્વી બંને કરી શકે છે. અંતગડ સૂત્રનાં આઠમા વર્ગમાં સુકૃષ્ણા સાધ્વી(આય) દ્વારા આ ભિક્ષુ પ્રતિમાઓની આરાધના કર્યાનું વર્ણન છે. આ પ્રતિમાઓમાં સાધ્વી પણ સ્વયં પોતાની ગોચરી લાવે છે. જેમાં નિર્ધારિત દિવસો સુધી ભિક્ષા દત્તિની મર્યાદાનું પાલન કરવામાં આવે છે. આ પ્રતિમાઓમાં નિર્ધારિત દત્તિઓથી ઓછી દત્તિઓ પણ ગ્રહણ કરી શકાય છે અને અનશન રૂપ તપસ્યા પણ કરી શકાય છે, પરંતુ કોઈપણ કારણથી મર્યાદાથી અધિકદત્તિ ગ્રહણ કરી શકાતી નથી. આ પ્રતિમાઓમાં ઉપવાસ વગેરે તપ કરવું આવશ્યક નથી. સ્વાભાવિક જ લગભગ રોજ ઉણોદરી તપ થઈ જાય છે. બૃહત્કલ્પ સૂત્ર ઉદ્દે–પમાં સાધ્વીને એકલા ગોચરી જવાનો સ્પષ્ટનિષેધ કર્યો છે. માટે આ પ્રતિમાઓમાં સ્વતંત્ર ગોચરી લાવનારી સાથ્વીની સાથે અન્ય સાધ્વીઓએ રહેવું જરૂરી છે. ગોચરી તો તે સ્વયં પોતાની એકની કરે છે. - આ પ્રતિમાઓને પણ સૂત્રમાં ભિક્ષુ પ્રતિમા’ શબ્દથી જ સૂચિત કરેલ છે. તો પણ તેને ધારણ કરવામાં બાર ભિક્ષુ પ્રતિમાઓની સમાન વિશિષ્ટ યોગ્યતાની આવશ્યકતા હોતી નથી. જો સાધ્વી પણ ગચ્છમાં રહીને સ્વતંત્ર ગોચરી તેમજ અભિગ્રહ વગેરે કરી Page #185 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત શકે છે તો ગચ્છમાં રહેતા થકા સાધુઓને સ્વતંત્ર ગોચરી તેમજ અભિગ્રહ વગેરે કરવું સ્વતઃ સિદ્ધ થઈ જાય છે. અનેક આગમોમાં સાધુને સ્વતંત્ર રીતે પોતાની ગોચરી જવાના વર્ણન પણ મળે છે. માટે આજ્ઞાપૂર્વક સ્વતંત્ર ગોચરી કરવી તે દૂષણ નથી પરંતુ વિશિષ્ટ સંયમ ઉન્નતિનો ગુણ છે, એવું સમજવું જોઈએ. આજકાલ જે અલગ ગોચરીને એકાંત અવગુણની દૃષ્ટિથી જોવે છે તે યોગ્ય નથી. શ્વે. મૂર્તિપૂજક શ્રમણ વર્ગમાં આજે પણ વિશિષ્ટ સાધનાર્થે આજ્ઞાપૂર્વક આવી સ્વતંત્ર ગોચરી કરવાની ઉદાર વૃત્તિ જોવા મળે છે. [૨૪] ગોચરી ગમન વિવેક ૧૯૫ વ્યવહાર સૂત્ર ઉદ્દેશક–૬ઃ સૂત્ર−૧] આ સૂત્રાંશમાં એ બતાવેલ છે કે ગૃહસ્થીને ત્યાં ગોચરીને માટે પ્રવેશ કર્યા પછી કોઈપણ ભોજનની વસ્તુ નિષ્પાદિત હોય અથવા ચૂલા, ગેસ પરથી દાળ, ભાત, રોટલી, દૂધ વગેરે કોઈપણ ખાદ્ય પદાર્થ ઉતારવામાં આવે તો તે ન લેવા જોઈએ. તે પદાર્થને હટાવવા માટે સાધુનું નિમિત્ત હોય કે ન હોય જ્ઞાતકુળમાં એવા પદાર્થ ગ્રહણ કરવા યોગ્ય નથી. ન જ્યાં દરવાજામાં પ્રવેશ કરતાં પહેલાં જે વસ્તુ બની ગઈ હોય કે ચૂલા પરથી ઉતારેલ હોય, તે લઈ શકાય. અપરિચિત કે અલ્પ પરિચિત ઘરોમાં ઉક્ત પદાર્થ લેવાનો સૂત્રમાં નિષેધ નથી. તેનું કારણ એ છે કે અનુરાગી જ્ઞાતિજન વગેરે ભક્તિવશ ક્યારેક પણ સાધુના નિમિત્તે આવી પ્રવૃત્તિ કરે તો તેમાં અગ્નિકાયની વિરાધના થવાનો સંભવ રહે છે. અલ્પ પરિચિત કે અલ્પાનુરાગી ઘરોમાં ઉક્ત દોષની સંભાવના રહેતી નથી. માટે ઉક્ત નિયમ તે કુળોમાં ઉપયોગી નથી. એટલા માટે આ વિધાન આગમોમાં અનેક સ્થળોમાં ફક્ત જ્ઞાતિજનો(સંબંધીઓ)ના કુળ ની સાથે જોડેલ છે, સ્વતંત્ર રૂપથી કયાંય કહેલ નથી. [પ] ક્ષમાપના ભાવ [વ્યવહાર સૂત્ર ઉદ્દેશક-૭ : સૂત્ર-૧૧, ૧૨] ક્ષમાપનાનું ધાર્મિક જીવનમાં એટલું વધારે મહત્વ છે કે જો કોઈની સાથે ક્ષમાપના ભાવ ન આવે અને તે અક્ષમા ભાવમાં જ કાળધર્મ પામી જાય તો તે સાધકની કેટલીય ઉગ્ર સાધના હોય છતાં પણ તે વિરાધક થઈ જાય છે. ક્ષમાપના દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારે છે– (૧) દ્રવ્યથી– જો કોઈના પ્રત્યે નારાજગીનો ભાવ કે રોષભાવ હોય તો તેને પ્રત્યક્ષ કહેવું કે ‘હું આપને ક્ષમા કરું છું અને આપના પ્રત્યે પ્રસન્નભાવ ધારણ કરું છું.' જો કોઈ વ્યક્તિ કોઈની પણ ભૂલને કારણે ગુસ્સો કરે તો કહી દેવું કે મારી ભૂલ થઈ ગઈ છે, આપ ક્ષમા કરો; ફરીથી આવી ભૂલ નહિ કરું. (૨) ભાવથી– શાંતિ, સરલતા તેમજ નમ્રતાથી Page #186 -------------------------------------------------------------------------- ________________ છેદશાસ્ત્રઃ પરિશિષ્ટ ખંડ-૧ ૧૮૬ પોતાનાં હૃદયને સંપૂર્ણ પવિત્ર અને પરમ શાંત બનાવી લેવું જોઈએ. આવી રીતે ભાવોની શુદ્ધિ તેમજ હૃદયની પવિત્રતાની સાથે વ્યવહારથી ક્ષમા દેવી અને ક્ષમા માંગવી, આ પૂર્ણ ક્ષમાપના” વિધિ છે. પરિસ્થિતિવશ આવું સંભવ ન હોય તોપણ બૃહત્કલ્પસૂત્ર ઉદ્દે.-૧, સૂત્ર-૩૪ અનુસાર સ્વયંને પૂર્ણ ઉપશાંત કરી લેવાથી પણ આરાધના થઈ શકે છે. અંતર હૃદયમાં જો શાંતિ શુદ્ધિ ન થાય તો બાહ્ય-વિધિથી સંલેખના, ૧૫દિવસનો સંથારો અને વ્યવહારિક ક્ષમાપના કરી લેવાથી પણ આરાધના થઈ શકતી નથી, એવું ભગવતી સૂત્ર શતક ૧૩, ઉદ્દે –માં આવેલ અભીચિકમારના વર્ણનથી સ્પષ્ટ થાય છે. માટે સ્વયંના અંતર હૃદયમાં શુદ્ધિ, ઉપશાંતિ થઈ જવી જોઈએ; પોતાના કષાય-ક્લેશના કેનારાજગીના ભાવોથી પૂર્ણ નિવૃત્તિ થવી પરમાવશ્યક છે. એવું થવા પર જ દ્રવ્ય અને ભાવથી પરિપૂર્ણ ક્ષમાપના થઈ ને તે સાધક પોતાની સાધનામાં આરાધક થઈ શકે છે. ક્કિ હક્ક I [] ચંદ્ર પડિમાઓના વિશિષ્ટ નિયમી કે ક્ષ [વ્યવહાર સૂત્ર ઉદ્દેશક–૧૦: સૂત્ર-૧, ૨] આ બન્ને ચંદ્ર પડિમાઓ વિશિષ્ટ યોગ્યતાવાળા ભિક્ષુ જ ધારણ કરી શકે છે. આ પડિમાઓમાં આહાર-પાણીની દત્તિઓ સૂત્રાનુસાર ક્રમશઃ વધ-ઘટ દ્વારા ગ્રહણ કરવામાં આવે છે. આહાર પાણીની દત્તિઓની સંખ્યાની સાથે-સાથે આ પડિમાઓમાં નીચે લખેલ નિયમોનું પાલન કરવું જરૂરી છે– (૧) શારીરિક મમત્વનો ત્યાગ કરવો અર્થાત્ નિયમિત, પરિમિત આહાર સિવાય ઔષધ-મેષજ વગેરેના સેવનનો અને બધા પ્રકારના શરીર પરિકર્મનો ત્યાગ કરવો. (૨) દેવ-મનુષ્ય-તિર્યંચ દ્વારા કરવામાં આવેલ ઉપસર્ગોનો પ્રતિકાર ન કરવો અને તેનાથી બચવાનો પ્રયત્ન પણ ન કરવો. (૩) કોઈના વંદન કે આદર સત્કાર કરવા પર ખુશ ન થવું પરંતુ સમભાવમાં લીન રહેવું. (૪) જે માર્ગમાં અથવા જે ઘરની બહાર પશુ-પક્ષી હોય તો પશુઓ ચારો ચરી લે પછી અને પક્ષીઓ દાણા ચણી લે પછી જ પડિમાધારીએ આહાર લેવાને માટે ઘરમાં પ્રવેશ કરવો. (૫) પડિમાધારીના આવવાની સૂચના કે જાણકારી ન હોય કે તેની કોઈ પ્રતીક્ષા ન કરતું હોય તેવા અજ્ઞાત ઘરોમાંથી આહાર-પાણી લેવા. (૬) ઊછ–વિગય રહિત રૂક્ષ આહાર લેવો. (૭) શુદ્ધોપહૃત એટલે લેપ રહિત આહારાદિ ગ્રહણ કરવા. (૮) અન્ય ભિક્ષુ, શ્રમણ સાધુ જ્યાં ઉભા હોય ત્યાં ભિક્ષા લેવા ન જવું. (૯) એક વ્યક્તિનો આહાર હોય તેમાંથી લેવું, અધિક વ્યક્તિઓના આહારમાંથી ન લેવું. (૧૦) કોઈ પણ ગર્ભવતી સ્ત્રીની પાસેથી ભિક્ષા ન લેવી. (૧૧) જે સ્ત્રી નાના બાળકને દૂધ પીવડાવી રહી હોય તેની પાસેથી ભિક્ષા ન લેવી. (૧૨) નાના Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીત બાળકને લીધેલ(ડેલ) હોય તેની પાસેથી ભિક્ષા ન લેવી. (૧૩) ઘરની ડેલી સિવાય અન્ય કયાંય પણ ઉભા હોય તેની પાસેથી ભિક્ષા નહિ લેવી. (૧૪) દરવાજાની અંદર એક પગ અને એક પગ બહાર રાખીને બેઠેલા કે ઊભા રહેલા દાતા પાસેથી ભિક્ષા ગ્રહણ કરવી. એષણાનાં ૪૨ દોષો તેમજ અન્ય આગમોક્ત બધી વિધિઓનું પાલન કરવું તે આ પડિમાધારીને માટે પણ આવશ્યક જ સમજવું જોઈએ. આ બંને ચંદ્ર પ્રતિમાઓની આરાધના એક-એક મહિનામાં કરવામાં આવે છે. | [૨૦] ઊણોદરી તપની સમજૂતી વ્યવહાર સૂત્ર ઉદ્દેશક–૮: સૂત્ર-૧૭] ભગવતી સૂત્ર શતક–૭ તથા શતક–૨૫ તેમજ ઉજવાઈ સૂત્રમાં પણ ઊણોદરી તપના વિષયનું વર્ણન છે. “આહાર ઊણોદરી'ના સ્વરૂપની સાથે જ તે બંને સૂત્રોમાં ઉપકરણ ઊણોદરી વગેરે ભેદોનું પણ સ્પષ્ટીકરણ કરવામાં આવેલ છે. ઉત્તરા. અ. ૩૦ના તપ વર્ણનમાં આહાર-ઊણોદરીનું જ કથન કરવામાં આવેલ છે. ઉપકરણ ઊણોદરી વગેરે ભેદોની વિવક્ષા ત્યાં કરી નથી. ત્યાં આહાર ઊણોદરીના ૫ ભેદ કહ્યા છે–૧.દ્રવ્ય ૨. ક્ષેત્ર ૩. કાળ ૪. ભાવ અને ૫. પર્યાય. ૧. દ્રવ્યથી પોતાનાં પૂર્ણ ખોરાકથી ઓછું ખાવું. ૨. ક્ષેત્રથી પ્રામાદિ ક્ષેત્ર સંબંધી અભિગ્રહ કરવો અથવા ભિક્ષાચરીમાં ભ્રમણ કરવાના માર્ગમાં પેટી વગેરે છ (૬) આકારમાં ગોચરી કરવાનો અભિગ્રહ કરવો. ૩. કાળથી– ગોચરી લાવવા કે વાપરવા માટે પ્રહર-કલાક વગેરે રૂપમાં અભિગ્રહ કરવો.૪.ભાવથીઘરમાં રહેલા પદાર્થો સંબંધી કે સ્ત્રી-પુરુષોનાં વર્ણ-વસ્ત્ર-ભાવ વગેરે સંબંધી અભિગ્રહ ધારણ કરવો. ૫. પર્યાયથી ઉપરોક્ત દ્રવ્યાદિ ચાર પ્રકારોમાંથી એક-એકનો અભિગ્રહ કરવો તે-તે ભેદોમાં સમાવિષ્ટ છે અને આ ચારમાંથી અનેક અભિગ્રહ એક સાથે કરવા તે પર્યાય ઊણોદરી છે. પ્રસ્તુત સૂત્રમાં આ પાંચેયમાંથી ફક્ત પ્રથમ દ્રવ્યથી આહાર-ઊણોદરીનું નીચેના પાંચ ભેદ દ્વારા વર્ણન કરવામાં આવેલ છે. (૧) અલ્પાહાર – એક કવળ, બે કવળ યાવતુ આઠ કવળ પ્રમાણ આહાર કરવાથી અલ્પાહારરૂપ ઊણોદરી થાય છે. (ર) અપાઈ-ઊણોદરી – નવથી લઈને બાર કવળ અથવા પંદર કવળ પ્રમાણ આહાર કરવા પર અડધા ખોરાકથી ઓછો આહાર કરવામાં આવે છે તેને અપાર્ધ ઊણોદરી” કહે છે. અર્થાત્ પહેલી અલ્પાહાર રૂપ ઊણોદરી છે અને બીજી અડધા ખોરાકથી ઓછો અહાર કરવા રૂપ ઊણોદરી છે. Page #188 -------------------------------------------------------------------------- ________________ છેદશાસ્ત્ર ઃ પરિશિષ્ટ ખંડ-૧ (૩) દ્વિભાગ પ્રાપ્ત ઊણોદરી :- (અર્ધ ઊણોદરી) ૧૬ કવળ પ્રમાણ આહાર કરવા પર અર્ધ ખોરાકનો આહાર કરવામાં આવે છે. પૂર્ણ ખોરાકના ચાર ભાગ પાડવાથી તે બે ભાગ રૂપ આહાર હોય છે; માટે આને સૂત્રમા દ્વિભાગ પ્રાપ્ત ‘ઊણોદરી’ કહેલ છે અને બે ભાગરૂપ અદ્ભુ આહારની ઊણોદરી થવાથી તેને ‘અર્ધ ઊણોદરી’ પણ કહી શકાય છે. ૧૮૮ ૪. ત્રિભાગ પ્રાપ્ત—અંશિકા ઊણોદરી :- ૨૪ કવળ(૨૭ થી ૩૦ કવળ) પ્રમાણ આહાર કરવાથી ત્રિભાગ આહાર થાય છે. તેમાં એક ભાગ આહારની ઊણોદરી થાય છે. એના માટે સૂત્રમાં ‘આંશિક ઊણોદરી’ શબ્દ પ્રયોગ કરવામાં આવે છે. તેમાં આહારના ચાર ભાગમાંથી ત્રણ ભાગનો આહાર કરવામાં આવે છે. માટે આ ત્રણ ભાગ પ્રાપ્ત આહાર રૂપ ઊણોદરી છે અથવા તેને પા (ot) ઊણોદરી પણ કહી શકાય છે. આ સ્થળ પર લિપિ દોષથી પ્રતિઓમાં પાઠ ભેદ થઈ ગયો છે. માટે અહીંયા અન્ય આગમોથી પાઠ સુધારીને વાંચવુ. પ્રતિઓમાં ઓમોરિણ કે પત્તોમોરિÇ એવા પાઠ ઉપલબ્ધ છે. ૫. કિંચિત ઊણોદરી :- ૩૧ કવળ પ્રમાણ આહાર કરવા પર એક કવળની જ ઊણોદરી થાય છે. જે ૩ર કવળ આહારની અપેક્ષાએ અલ્પ હોવાથી તેને ‘કિંચિત ઊણોદરી' કહેલ છે. સૂત્રના અંતિમ અંશથી આ સ્પષ્ટ કરવામાં આવેલ છે કે આ પાંચમાંથી કોઈપણ પ્રકારની ઊણોદરી કરનારા સાધુ પ્રકામભોજી’(ભરપેટ ખાવાવાળા) હોતા નથી. ૩ર કવળ રૂપ પૂર્ણ આહાર કરવાવાળા ‘પ્રમાણ પ્રાપ્ત ભોજી’ કહેલ છે. તેને થોડી પણ ઊણોદરી થતી નથી. ભિક્ષુને ઇન્દ્રિય સંયમ તેમજ બ્રહ્મચર્ય સમાધિને માટે હંમેશાં ઊણોદરી તપ કરવું જરૂરી છે— અર્થાત્ તેણે ક્યારે ય પેટ ભરીને આહાર કરવો ન જોઈએ. આચારાંગ સૂત્ર શ્રુત.-૧, અધ્ય.-૯, ઉર્દૂ.-૪માં ભગવાન મહાવીર સ્વામીના આહાર-વિહારનું વર્ણન કરતાં થકા કહેવામાં આવેલ છે કે ભગવાન સ્વસ્થ અવસ્થામાં પણ સદા ઊણોદરી તપયુક્ત આહાર કરતા હતા. યથા— મોનોરિય પારૂ, અપુકે વિ માન રોહિઁ । નીતિમાં પણ કહેવામાં આવેલ છે કે– સંત-સતી અને સૂરમા, ચોથી વિધવા નાર । એટલા તો ભૂખા ભલા, નહીંતર કરે બિગાડ II [સૂરમા = યોદ્ધા] પ્રસ્તુત સૂત્રમાં કેવળ પ્રમાણને સ્પષ્ટ કરવા માટે ‘કુકુટિ-અંડક પ્રમાણ’ એવું વિશેષણ આપેલ છે. આ વિષયમાં વ્યાખ્યામાં આ રીતે સ્પષ્ટીકરણ કરેલ છે. (१) निजकस्याहारस्य सदा यो द्वात्रिंशत्तमो भागो तत् कुकुटी अंडक् प्रमाणं । પોતાના આહારની માત્રાનો જે સદા બત્રીસમો ભાગ હોય તે કુકુટિ અંડગ પ્રમાણ Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત| અર્થાત્ તેને કવળ કહેવામાં આવે છે. (२) कुत्सिता कुटी-कुक्कुटी शरीरमित्यर्थ । तस्याः शरीर रूपायाः कुक्कुट्या મંડofમવ મંડળ મુd I અશુચિમય આ શરીર જ કુકુટી છે, તેનું જે મુખ છે તે કુકુટીનું અંડક કહેલ છે. (3) यावत्प्रमाणमात्रैण आहारं मुखे प्रक्षिप्यमाणेन मुखं न विकृतं भवति તસ્થd સુર અંડ-પ્રમાણમ્ I જેટલો મોટો કવળ મુખમાં રાખવા પર મુખ વિકૃત ન દેખાય તેટલા પ્રમાણ આહારનો એક કવળ સમજવો જોઈએ. તે કવળ ના સમાવેશને માટે જે મુખનો અંદરનો આકાર બને છે, તેને કુકુટી અંડક પ્રમાણ સમજવું જોઈએ. (૪) મયમ : વિ : સુક્ષેત્ર મંડલોને વેદ / અથવા કુકડીના ઈંડા પ્રમાણ જેટલો કવળ તે કુફટી અંડકપ્રમાણ, આ પણ અર્થનો એક વિકલ્પ છે. – અભિ. રા. કોષ. ભા. ૨, પૃષ્ટ ૧૧૩ર. ગોરિયા શબ્દ. ઉપરોક્ત ત્રણ વ્યાખ્યા સ્થળોનો વિચાર કરવાથી એ જ્ઞાત થાય છે કે લુફ્ફટિ મંડા' આટલો શબ્દ ન હોવા પર પણ સૂત્રાશય સ્પષ્ટ થઈ જાય છે. તેથી આ શબ્દ ભ્રમોત્પાદક પણ છે. માટે આ શબ્દ ક્યારેક કોઈના દ્વારા પ્રક્ષિપ્ત કરવામાં આવેલ હોય. વ્યાખ્યાકારોએ તેને મૌલિક પાઠ સમજીને જેમ-તેમ કરીને સંગતિ કરવાની વિવિધ પ્રકારે કોશીશ કરી છે. વ્યાખ્યામાં એ પણ કહેવામાં આવે છે કે એક દિવસ પૂર્ણ આહાર કરવાવાળા પ્રકામ ભોજી છે, અનેક દિવસ પૂર્ણ આહાર કરનારા નિકામભોજી' છે અને ૩ર કવળથી પણ અધિક કવળ ખાનારા “અતિભોજી છે. શંકા – અહીંયા એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે સર કવળના આહારથી જે આ સંપૂર્ણ માપ કહેલ છે તે પ્રત્યેક વારના ભોજનની અપેક્ષાથી છે કે અનેક વારના ભોજનની અપેક્ષાએ? તથા દૂધ-છાશ વગેરે પેય પદાર્થોનો સમાવેશ આ ૩ર કવળમાં કેવી રીતે થાય છે? સમાધાન :- આચારશાસ્ત્રોના અવલોકનથી એ સ્પષ્ટ થાય છે કે દિવસમાં એકવાર ભોજન કરવું એ જ સાધુનો શુદ્ધ ઉત્સર્ગ આચાર છે. આગમોમાં અનેક જગ્યાએ અન્ય સમયમાં આહાર કરવાનું જે વિધાન છે, તેને અપવાદિક વિધાન સમજવું જોઈએ. અપવાદિક આચરણને સદાને માટે પ્રવૃત્તિ રૂપમાં સ્વીકાર કરી લેવો તે શિથિલાચાર છે. માટે કારણવશ અનેક વાર કે સવાર-સાંજ આહાર કરવો તે અપવાદમાર્ગ છે. ઉત્સર્ગ માર્ગ તો એકવાર જ ખાવાનો છે. માટે આગમોક્ત એકવારના ઔત્સર્ગિક આહાર કરવાની અપેક્ષાએ આ વિધાન છે. Page #190 -------------------------------------------------------------------------- ________________ છેદશાસ્ત્રઃ પરિશિષ્ટ ખંડ-૧ ૧૯૦ જેટલા આહારથી પેટપૂર્ણ ભરાઈ જાય, પૂર્ણ તૃપ્તિ થઈ જાય અથવા જેનાથી પછી કંઈ ખાવાનું મન ન થાય એવી સંપૂર્ણ માત્રા કોળીયામાં વિભાજિત કરી લેવી જોઈએ. તેમાં દૂધ-રોટી ફળ વગેરે બધું સમાવિષ્ટ સમજવું જોઈએ. અનુમાનથી જેટલા કોળીયા પ્રમાણ ભૂખ બાકી રખાય તેટલી ઊણોદરી સમજવી જોઈએ. સામાન્ય રીતે ઉત્સર્ગ માર્ગથી ભિક્ષનો આહાર વિગય રહિત હોય છે. માટે રોટલી વગેરેની અપેક્ષા ૩ર કવળ સમજવું સરળ થઈ જાય છે. કારણથી અનેક વાર કરવામાં આવેલ આહાર પણ સર્વ મળીને ૩ર કવળનો હોવો જોઈએ. અર્થાત્ અનેક વાર આહાર કરવો હોય તો હર કોળીયાને વિભાજિત કરીને સમજવું જોઈએ. - ઘણા દિવસો સુધી એક વખત વિગય રહિત સામાન્ય આહાર કરીને કુલ ખોરાકનું માપ રોટલીની સંખ્યામાં કાયમ કરવો. પછી તેને યોગ્ય અનુમાન દ્વારા અન્ય આહારમાં વિભાજિત કરી લેવું જોઈએ. છાશ અને પાણીને આહારમાં (ખોરાકના ૩ર કવલમાં) નહિ ગણવા જોઈએ. ( II છેદ સૂત્ર પરિશિષ્ટ ખંડ એક સંપૂર્ણ જે સાધુ કે સાધ્વી આચારાંગ અને નિશીથ સૂત્ર અર્થ સહિત કંઠસ્થ કરે નહીં કે ભૂલી જાય તો તે જિન શાસનના આચાર્ય આદિ કોઈપણ પદના | અધિકારી નથી અને પદ ગ્રહણ કર્યા પછી પણ આ શાસ્ત્રોને ભૂલી જાય તો તેને પરિક્ત કરાય છે. આચારાંગ-નિશીથ સૂત્રને કંઠસ્થ ધારણ ન કરનારા કે ભૂલી જનારા સાધુ-સાધ્વી સંઘાડા પ્રમુખ બનીને વિચરણ પણ ન કરી શકે. આચાર્ય ઉપાધ્યાયને યુવા સાધુ-સાધ્વીનું પરીક્ષણ કરતા રહેવું જોઈએ કે તેઓ આ બે સૂત્રો ભૂલી તો ગયા નથી અને ભૂલી જાય તો તેનું કારણ પૂછી યોગ્ય પ્રાયશ્ચિત્ત દેવું. T1 Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત :0 [૧૨] છેદ સૂત્ર પરિશિષ્ટ ખંડ-ર નિશીથ સૂત્ર સંબંધી વિચારણાઓ આગમ મનીષી શ્રી ત્રિલોકમુનિજી મ. સા. ગુજરાતી ભાષાંતર શાસન ચંદ્રિકા બા. બ્ર. શ્રી હીરાબાઈ મ.સ.ના સુશિષ્યા બા. બ્ર. શ્રી જ્યોતિબાઈ મ.સ. Page #192 -------------------------------------------------------------------------- ________________ છેદશાસ્ત્ર પરિશિષ્ટખંડ-રવિષયાનુક્રમણિકા ૧૨ વિષયાનુક્રમણિકા પૃષ્ટાંક ૧૯૩ ૧૯૪ ૧૯૯ ૨૦૦ ૨૦૧ ૨૦૫ જન્મ વિષય ૧. પ્રતિલેખનના સમયનું પરિજ્ઞાન. ૨. બે વાર પાત્ર પ્રતિલેખન(સપ્રમાણ). ૩. રજોહરણ અને ગુચ્છાના પ્રતિલેખન વિવેક. ૪. સોય આદિ ઉત્તરકરણના સૂત્રોનો મર્મ. ૫. ધાતુના ઉપકરણ ગ્રહણ-ધારણ કરવાનો સંવાદ. ૬. ધોવણ પાણી તથા ગરમ પાણીનું જ્ઞાન-વિજ્ઞાન. ૭. મકાન અને પાટની શુદ્ધ ગવેષણાનો અભ્યાસ. ૮. ઉપરની મંજિલમાં સાધુઓનું રહેવું. ૯. અકલ્પનીય શય્યા ઉપાશ્રય. ૧૦. રહેવા સંબંધી કલ્પમર્યાદા અને અપવાદ વિચાર. ૧૧. સાધુનો નૌકા વિહાર અને વાહન ઉપયોગ. ૧ર. પાત્ર બંધન સૂત્રોનો વાસ્તવિક આશય. ૧૩. પુસ્તક રાખવા સંબંધી સત્ય હકીકત. ૧૪. અનુકંપામાં દોષના ભ્રમનું નિવારણ. ૧૫. સંભોગ પ્રત્યયિક ક્રિયાનું અસ્તિત્વ. ૧૬. અનુમોદન ક્રિયાનું સ્પષ્ટીકરણ. ૧૭. સચિત્ત ધાન્ય ખાવાનું પ્રાયશ્ચિત્ત. ૧૮. અચિત્ત મીઠું આહાર-અણાહાર, (વિડલવણ અને ઉભિજ લવણનો વાસ્તવિક અર્થ.) ૧૯. ગૃહસ્થના વાસણમાં ખાવું અને વસ્ત્ર ધોવા. ૨૦. એક સરખા ૫૪ સૂત્રોનો સંકલનાત્મક પરિચય. ૨૧. દંત મંજન સંબંધી ઉત્સર્ગ અપવાદ અને વિવેક જ્ઞાન. રર. મેલ પરિષહ વિજય ઉત્સર્ગ અને અપવાદનું વિવેક જ્ઞાન. ર૩. વિભૂષા વૃત્તિ સંબંધી જ્ઞાન વિજ્ઞાન. ૨૪. મસ્તક ઢાંકવાનું પ્રાયશ્ચિત્ત વિધાન. રપ. સાધુ-સાધ્વીના ભંડોપકરણોનું જ્ઞાન-વિજ્ઞાન. (૧૬ ઉપકરણોની ચર્ચા, પ્રમાણ સહિત) ૨૬. ગુરુ આદિની સૂત્રોક્ત આશાતનાઓમાં અપવાદ. ૨૭. શ્રુત અધ્યયન તેમજ ભિક્ષુની પડિમા ૨૮. પૂર્વના જ્ઞાન વિનાના એકલ વિહાર(આગમ પ્રમાણ). ૨૧ર ૨૧૬ ૨૧૮ ૨૧૯ ૨૨૧ રરર ૨૨૪ રર૫ ૨૨૭ ૨૨૮ ૨૨૮ O ૨૩૧ ર૩ર ૨૩૩ ર૩પ ૨૩૫ ૨૩૭ ૨૩૮ ૨૫૪ ૨પપ ર૫૬ - - Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત (પરિશિષ્ટ (નિશીથ સૂત્ર સંબંધી), F | પ્રકરણ-૧૦ પ્રતિલેખનના સમયનું પરિજ્ઞાના [ઉદ્દેશક-૨ સૂત્ર-૫૭]. બંને સમય પ્રતિલેખન :- સાધુએ પોતાના બધા ઉપકરણોનું ઉભયકાળ પ્રતિલેખન કરવું જોઈએ. નાના પણ ઉપકરણની પ્રતિલેખના કરવામાં ઉપેક્ષા કરે તો તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. ચૂર્ણિકારે પ્રતિલેખન નહિ કરવાથી જીવોની વિરાધના તેમજ વીંછી આદિથી આત્મવિરાધના આદિ અનેક દોષ કહ્યા છે. અંતમાં ઉપસંહાર કરતા કહ્યું છે કેનીં તે રોસા તન્હા સબ્સોવહિ કુસંક્ષે ડિદિયવ્યો – ભાષ્ય ગાથા–૧૪૩૬. અર્થ :- જ્યારે આટલા દોષ છે તો સાધુએ બધા ઉપકરણનું પ્રતિલેખન બને સમય અવશ્ય કરવું જોઈએ. પ્રતિલેખન પ્રારંભનો સમય – ભાષ્યકારોએ પ્રતિલેખન કરવાનો સમય જિનકલ્પી માટે સૂર્યોદય પછીનો કહ્યો છે, પરંતુ સ્થવિર કલ્પી સૂર્યોદયના કંઈક સમય પહેલાં પણ પ્રતિલેખન કરી શકે છે, એવું કહ્યું છે. ગાથા ૧૪૨૫ માં કહ્યું છે કે સૂર્યોદય પહેલાં દસ પ્રકારની ઉપધિઓનું પ્રતિલેખન થઈ શકે છે. જેમ કે मुहपत्तिय, रयहरणे, कप्पतिग, णिसेज्ज, चोलपट्टे य । संथारुत्तरपट्टे य पेक्खिते जहुग्गए सूरे ॥१४२५॥ મુહપત્તિ, રજોહરણ, ત્રણ ચાદર, બે નિષદ્યા, ચોલ પટ્ટક, સંથારો તથા ઉત્તરપટ્ટ આ દસનું પ્રતિલેખન સૂર્યોદય પહેલાં થઈ શકે છે. ચૂર્ણિમાં મvoો મતિ એવું કહીને અગિયારમો ‘દંડ' પણ કહ્યો છે. સંભવ છે કે આ ગાથા ધર્મપ્રજ્ઞપ્તિ આદિ તેરમી શતાબ્દી પછી રચેલ કોઈ ગ્રંથમાંથી અહીંયા લીધી હોય. કારણ કે ઉત્તરાધ્યયન અધ્યયન ર૬ ગા.૮ અને ૨૧માં સૂયોદય થયા પછી પ્રતિલેખન કરવાનું સ્પષ્ટ વિધાન છે. તથા ઉપરોક્ત ગાથા-૧૪૨૫ની પહેલા સ્વયં ભાષ્યકારે બે ગાથાઓમાં કહ્યું છે કે રાતના પ્રતિલેખન થઈ શકતું નથી. તે ગાથાઓ આ છે: पडिलेहण पप्फोडण, पमज्जणा चेव दिवसओ होति । पप्फोडणा पमज्जण, रतिं पडिलेहणा णत्थि ॥१४२२॥ पडिलेहणा पमज्जण, पायादीयाण दिवसओ होइ । रति पमज्जणा पुण, भणिया पडिलेहणा णत्थि ॥१४२३॥ Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૪ છેદશાસ્ત્રઃ પરિશિષ્ટ ખંડ-૨ ૧૯૪ राओ व पप्फोडण, पमज्जणा य दो संभवति । पडिलेहणा न संभवति अचक्खुविसयाओ ॥ અહીં વિશેષ સ્પષ્ટ કર્યું છે કે પ્રતિલેખન દિવસમાં જ થાય, રાત્રિમાં નહિ. તેથી સૂર્યોદય પહેલા ૧૦ પ્રકારની ઉપધિના પ્રતિલેખનનો ઉપરોક્ત ભાષ્ય ગાથા ૧૪રપનો નિર્દેશ સંદેહાસ્પદ છે. અર્થાત્ અન્ય ગ્રંથોમાંથી આ ગાથા અહીં પ્રક્ષિપ્ત થયેલી છે અથવા અપવાદ પરિસ્થિતિને ઉત્સર્ગ રૂપ આપ્યું છે, તેમ કંઈ પણ સમજવું, પરંતુ સૂર્યોદય પહેલાં પ્રતિલેખન કરવાનું વિધાન કરવું, એ ઉચિત નથી. આ જ રીતે ગાથા ૧૪રર-ર૩ પ્રમાણે પ્રતિક્રમણ આદિના સમયે વારંવાર મુહપત્તીનું રાત્રિમાં પ્રતિલેખન કરવું તે પણ ઉચિત નથી. તેથી તે પ્રવૃત્તિ તો પ્રતિલેખનની મશ્કરી કરવા રૂપ છે અને નિરર્થક પ્રમાદરૂપ નાટકમાત્ર થાય છે. ઉત્તરાધ્યયન અધ્યયન ર૬ ગાથા રસમાં મુહપત્તીના પ્રતિલેખન પછી ગુચ્છાનું પ્રતિલેખન કરવાનો સ્પષ્ટ નિર્દેશ છે. જો કે આ ઉપરોકત ૧૦ ઉપધિમાં ગુચ્છાનું કથન કર્યું જ નથી. આ કારણથી પણ ઉત્તરાધ્યયન સૂત્રના મૂલ પાઠની સાથે ગાથા ૧૪રપના કથનની સંગતિ થતી નથી. ઉત્તરાધ્યયન અ. ર૬ભાષ્ય ગાથા ૧૪ર૬માં બતાવ્યું છે કે પાત્ર પ્રતિલેખન દિવસની પ્રથમ પોરસીનો ચોથો ભાગ બાકી રહેવા પર કરવું જોઈએ અને ચરમ પોરસીના પ્રારંભમાં જ પાત્ર પ્રતિલેખન કરીને બાંધીને રાખી દેવા જોઈએ. ત્યાર પછી શેષ ઉપકરણોનું પણ પ્રતિલેખન કરીને પછી સ્વાધ્યાય કરવો જોઈએ. ___एस पढम चरमपोरिसीसु कालो, तव्विवरीओ अकालो पडिलेहणाए । આ રીતે દિવસની પ્રથમ અને ચોથી પોરસી પ્રતિલેખનનો કાળ છે અને શેષ છ પોરસી(ચાર રાત્રિનીને બે દિવસની) પ્રતિલેખન માટે અકાલ છે. આ વ્યાખ્યાથી પણ સૂર્યોદયની પૂર્વરાત્રિની અંતિમ પોરસીનો સમય પ્રતિલેખન માટે અકાળ સિદ્ધ થાય છે. સાર – સૂર્યોદયની પહેલા પ્રતિલેખનાની પરંપરા, વિધિ માર્ગરૂપે જે ગચ્છોમાં પ્રચલિત છે તે આગમ સમ્મત નથી અને દિવસ રાત્રિના કોઈપણ સમયમાં વારંવાર મુહપત્તી પ્રતિલેખનાનું પણ કોઈ ઔચિત્ય નથી. # પ્રકરણ-રઃ પાત્ર પ્રતિલેખના બે વાર: પ્રમાણ ચર્ચા હક્ક જિનશાસન આગમોના આધાર પર જ સુરક્ષિત ચાલી રહ્યું છે. આપણા માટે પણ આજે આગમ જ સર્વોપરી પ્રમાણભૂત છે. પોતાને વિદ્વાન સમજવાવાળા ઘણાય માણસો પોતાને માન્ય ધારણા પ્રવૃત્તિના મોહ-દુરાગ્રહમાં આગમ પ્રમાણોની ઉપેક્ષા કરીને ધારણા, પરંપરા અને પ્રવૃત્તિને એટલું વધારે મહત્ત્વ દઈ For Private & Personal Use O Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૫ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત દે છે કે તેનાથી સ્વતઃ આગમોની મહાન આશાતના થઈ જાય છે. તેમજ તેઓ સિદ્ધાંતોની વિપરીત પ્રરૂપણાનું મહાપાપ વહોરીને પોતાની પરંપરા અને ખોટી પકડના મોહ દુરાગ્રહમાં સામાન્ય જેવા સરલ વિષયને પણ સમજી શકતા નથી. આ પણ જીવની પોતાના માન-કષાયને કારણે થનારી એક દશા છે. પ્રતિલેખન સાધુ સમાચારીનો એક મુખ્ય આચાર છે. જેના માટે મૌલિક આગમ અને તેની વ્યાખ્યાઓમાં સ્પષ્ટરૂપથી સવાર-સાંજ બંને સમય પ્રતિલેખન કરવાનું આવશ્યક વિધાન છે. સાધુએ પોતાના બધા જ ભંડોપકરણનું સવાર-સાંજ બે વખત પ્રતિલેખન કરવું જરૂરી છે. તે પ્રમાણે પાત્ર પણ સાધુને આવશ્યક ઉપકરણ છે. તેની પણ બંને વખત પ્રતિલેખના કરવી જોઈએ. તેમાં કોઈ વિવાદને સ્થાન નથી. તે સાથે સાધુને જે પણ ઉપકરણ પોતાની નેશ્રામાં(પાસે) રાખવા હોય તે ભંડોપકરણ જ કહેવાય અને જે પણ ભંડોપકરણ સાધુ રાખે છે તે શરીર સંયમના ઉપયોગને માટે જ રાખે છે. તેનું પડિલેહણ પણ બે ટાઈમ કરવું આવશ્યક સમજવું જોઈએ. કોઈપણ આગમમાં કે તેની વ્યાખ્યામાં એકવાર પ્રતિલેખન કરવું, એવું વિધાન કરવામાં આવ્યું નથી, કેટલીય આગમ વિપરીત પ્રવૃત્તિઓ તો શિથિલાચાર તેમજ પ્રમાદથી પ્રારંભ થઈ જાય છે અને કોઈ અપવાદરૂપ પરિસ્થિતિથી પ્રારંભ થઈને પછી કાલાંતરે પરંપરા બની જાય છે. જેને ક્યારેક ગાડરીયા પ્રવાહની વૃત્તિ-વાળા દુરાગ્રહમાં નાખીને સિદ્ધાંત બનાવી દે છે. તો પણ ન્યાયનાં સ્થાન રૂપ આપણા પ્રમાણભૂત આગમ મોજૂદ છે. ક્યારેક અવ્યવસ્થા તેમજ ઉતાવળથી છૂટી ગયેલ સાંજના પાત્ર પ્રતિલેખનાને માટે પ્રમાણ દેવામાં આવી રહ્યા છે. તટસ્થ વિદ્વાન આ પ્રમાણોથી સાચું મૂલ્યાંકન કરે. પ્રમાણોલેખ – (૧) આવશ્યક સૂત્ર:- શ્રમણ સૂત્રની ત્રીજી પાટી અને તેની ટીકામાં પાત્રનો ઉલ્લેખ બે વાર પ્રતિલેખનમાં છે. રાજેન્દ્રકોષ પડમા શબ્દ પૂ. ર૭૩. મૂળ પાઠ-૩મગોપાત્ત સંડોવારણ મપડિજોદણા.... ટીકા:- મયld wથમ પશ્વિમ પરિષી નક્ષ, પંડોપરા પાત્ર વસ્ત્રા अप्रत्युप्रेक्षणया दुप्रत्युप्रेक्षणया । तत्र अप्रत्युप्रेक्षणया-मूलत एव चक्षुसा अनिरक्षणीया ફત્યાર . – આચાર્ય મલયગિરીય ટીકા. અહીંયા બધા ભંડોપકરણનું બે વાર પ્રતિલેખનમાંવિધાનમાં પાત્ર પણ છે અને અનેક વસ્ત્રાદિ પણ છે. માટે વસ્ત્ર અને પાત્રની વિધિ સમાન સમજવી. આવશ્યક સૂત્ર બંને કાળે સાધુઓએ જ આવશ્યક સહિત કરવું આવશ્યક હોય છે. તેના ચોથા અધ્યાયના ઉક્ત મૂળ પાઠમાં બે વાર પ્રતિલેખનનું સ્પષ્ટ Page #196 -------------------------------------------------------------------------- ________________ - છેદશાસ્ત્રઃ પરિશિષ્ટ ખાંડ-૨ ૧૯૬ કથન છે અને તેની વ્યાખ્યામાં આચાર્ય મલયગિરિએ મુખ્ય ઉપકરણોમાં વસ્ત્ર-પાત્ર સ્પષ્ટ કહેલ છે. માટે પાત્રનું પડિલેહણ બંને ટાઈમ કરવું તે સ્પષ્ટ છે. એટલા માટે વિવાદને જરા પણ સ્થાન નથી. (૨) વ્યવહાર સૂત્ર:- ઉદ્દેશક–૮માં વધારે પાત્રો દૂર ક્ષેત્રથી લાવવાનું વિધાન છે. તેની વ્યાખ્યાઓમાં તે પાત્રોનું પણ બે વાર પ્રતિલેખન કરવાનું કહ્યું છે. યથા ओमंथणमादीणं, गहणे उवहिं तहिं पठति । નહિ વ પII મુદ્દે, અતિ પવિત્વેદ રો ને ર૪જી ભાષ્ય ગાથા. ટીકા – અવમંથન-અધોમુર્વ સ્વી પ્રાવીન, વોટને ભૂમી યતના પાતતિા अमुं विधि तत्र ग्रहणे प्रयुजति । गृहिते चे तानि पात्राणि प्रकाश मुखानि करोती तथा द्वौ कालौ-प्रातः अपरान्हे च प्रत्युप्रेक्षति । અંતિમ વાક્યમાં સ્પષ્ટ કરેલ છે કે તે પાત્રોને બંને કાળે સવાર સાંજ પ્રતિલેખન કરે છે. – [રાજેન્દ્ર કોષ પત્ત શબ્દ પૃષ્ટ–૪૧૩૫] આ વિધાન મર્યાદાથી વધારે પાત્રનું છે. જે કામમાં નથી આવતા, ફક્ત પડ્યા રહે છે, તેનું પણ બંને વખત પ્રતિલેખન કરવાનું સ્પષ્ટ કથન છે. એકવાર કરવાનો લેશમાત્ર પણ સંકેત નથી. તો ઉપયોગમાં આવનારા પાત્રને માટે એકવારના પ્રતિલેખનનો આગ્રહ અને પ્રરૂપણા મનઘડંત અને શિથિલાચાર મૂલક છે. તેમાં કિંચિત્માત્ર સંદેહ નથી. (૩) નિશીથ સૂત્ર:- ઉદ્દેશક–૧૪, સૂત્ર-૫ ની ભાષ્ય ગાથા અને ચૂર્ણિટીકામાં પણ સ્પષ્ટ લખ્યું છે કે વધારે ગ્રહણ કરેલા પાત્રો સાધુ રસ્તામાં લઈ જઈ રહ્યા હોય, તે સમયે કામમાં ન આવતા હોય તો પણ બે વાર પ્રતિલેખન કરવું. – [ગાથા-૪૫૫૭ ચૂર્ણિ.] અહીં એમ કહ્યું છે કે જેવી રીતે પોતાનાં ઉપકરણોનું બે વાર પ્રતિલેખન કરવામાં આવે છે, તેવી જ રીતે બીજાને માટે લેવામાં આવતા અને બાંધીને રાખેલા પાત્રોનું પણ બે વાર પ્રતિલેખન કરવું. (નિશીથ ચૂર્ણિ પાના-૪૫૫) આટલા સ્પષ્ટ ૧000 વર્ષ પ્રાચીન પ્રમાણના હોવા છતાં પોતાના કામમાં આવનારાં પાત્રોનું એકવાર પ્રતિલેખન કરવું ક્યારે ય ઉચિત થઈ શકતું નથી. (૪) નિશીથ સૂત્ર – ઉદ્દેશક-ર, સૂત્ર-૫૯, ભાષ્ય ગાથા-૧૪રનાવિવેચનમાં પાત્ર પ્રતિલેખનના કાળનું વર્ણન કરતાં થકાં બતાવેલ છે કે વરમ પરિસિ0 પુણ ओगाहंतीए चेव पडिलेहेङ निक्खिवंति । ततो सेसोवकरणं, ततो सज्झायं पट्ठति। આગળ ગાથા ૧૪૩ન્ના વિવેચનમાં– ગઠ્ઠા તે રોસ, તહાં સબ્યોનહી કુસંક્ષે पडिलेहियव्वो। ભાવાર્થ – ચોથી પોરસી ચાલુ થતાં જ પાત્રનું પ્રતિલેખન કરીને રાખવા. પછી Forrivate & Personal Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત બાકીનાં ઉપકરણોનું પ્રતિલેખન કરવું, પછી સજ્ઝાય કરવી. આગળ ગાથા૧૪૩નાં વિવેચનમાં કહ્યું છે કે જો આટલો દોષ સંભવ રહે છે તો બધી ઉપધિની બંને વખત પ્રતિલેખન કરવું જોઈએ.- [નિશીથ ચૂર્ણિ.] ૧૯૭ (૫) ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન-૨૬, ગાથા-૩૭.- શ્વસત્થીર્ પોરિસોર્, બિન્ધિવિત્તાળ માયળ । ટીકા :– વતુર્થાં પોરુષ્માં નિક્ષિપ્ય-પ્રત્યુપ્રેક્ષળાપૂર્વ વઘ્ના, માનનું-પાત્ર । ભાવાર્થ :- ચોથી પોરસી ચાલુ થતા જ ભાજનોનું એટલે પાત્રાઓનું પ્રતિલેખન કરીને બાંધીને રાખે. [નોંધ :- આ પાંચ પ્રમાણ લોકાશાહથી પણ સેંકડો વર્ષ પૂર્વનાં છે.] (૬) આચાર્ય આત્મારામજી મ.સા.એ પણ ઉત્તરાધ્યયન સૂત્ર અ. ૨૬ ગાથા—૩૭માં ચોથા પ્રહરમાં પાત્ર પ્રતિલેખન કરવાનું લખેલ છે. (૭) આચાર્ય ઘાસીલાલજી મ.સા. એ પણ ઉત્તરાધ્યયન સૂત્રમાં સાંજે પાત્ર પ્રતિલેખન કરવાનું લખેલ છે. (૮) કવિ અમરચંદજી મ.સા. એ પણ શ્રમણ સૂત્ર(વિવેચન)માં પૃ. ૯૫, ૯૭, ૧૦૩ પર ત્રણ જગ્યાએ પાત્ર પ્રતિલેખન બે વાર કરવાનું લખ્યું છે. (૯) જ્ઞાનગચ્છના આદિ કર્તા પૂજ્ય જ્ઞાનચંદજી મ.સા.ની સમાચારી નં. ૩માં પાત્ર પ્રતિલેખન બે વાર કરવાનું લખેલ છે. (૧૦) તેની નેશ્રાગત સાધ્વીપ્રમુખા શ્રી નંદકુંવરજી મ.સા.ની સમાચારી ધારણા અને રિવાજ પણ બે વાર પ્રતિલેખનાનો છે. (૧૧) આચાર્ય હસ્તીમલજી મ.સા.ના સંતોની ધારણા બે વાર પ્રતિલેખનની છે. (૧૨) શ્રમણસંઘના સાદડી સંમેલનનું વિધાન–પ્રસ્તાવ ૧૬માં પાત્ર પ્રતિલેખન બે વાર કરવાનું લખ્યું છે. આ છાપેલા પુસ્તકમાં છે. પૂના સંમેલનમાં પણ આ જ નિર્ણય થયો છે. = ન (૧૩) સમર્થ સંસ્મરણ(પૃ. ૨૮૯) :– પૂજ્ય બહુશ્રુત સમર્થમલજી મ.સા. એ સાદડી સંમેલનના પ્રસ્તાવ નં. ૧૬ ઉપર ટિપ્પણી લખી તેને ઘીસૂલાલજીએ સમર્થ સંસ્મરણ પા. ૨૮૯માં છપાવેલી છે. તે આ પ્રમાણે છે– પ્રસ્તાવ ૧માં ‘વસ્ત્ર પાત્રનું બે વખત પ્રતિલેખન કરવાનું બતાવેલ છે. પરંતુ અન્ય ઉપકરણો માટે કંઈ કહ્યું નથી. જ્યારે અન્ય ઉપકરણોની પ્રતિલેખના ન કરવી તે શાસ્ત્ર વિરૂદ્ધ છે. માટે વસ્ત્રપાત્રની સાથે ‘પાટ-બાજોઠ’ શબ્દ વધારે જોડવો જોઈએ તથા બે સમયની આગળ પુસ્તક પાનાનું તેમજ સ્થંડિલભૂમિનું પડિલેહણ એક વખત કરવું; આ પણ હોવું જરૂરી હતું. આ સમીક્ષામાં બહુશ્રુત પૂ. મ. સાહેબે વસ્ત્ર-પાત્ર-પાટ-બાજોઠનું બે વખત પ્રતિલેખન કરવાની પોતાની માન્યતા સ્પષ્ટ કરી છે, માટે તેના નામથી પાત્રાઓનું એક વખત પ્રતિલેખન કરવું ઉચિત થતું Page #198 -------------------------------------------------------------------------- ________________ | છંદશાસ્ત્રઃ પરિશિષ્ટ ખંડ-૨ ૧૯૮ નથી. સાથે જ આગમમાં ભંડોપકરણની પ્રતિલેખના બે વાર કરવાનું વિધાન છે, એકવારનો કોઈ ઉલ્લેખ જ નથી. માટે સાધુએ પોતાનાં બધા ઉપકરણોનું બે વાર પ્રતિલેખન કરવું જોઈએ. એક વાર પ્રતિલેખનને શિથિલાચાર તેમજ ઉસૂત્ર પ્રરૂપણા સમજવી જોઈએ. (૧૪) શ્વેતાંબર મૂર્તિપૂજક તેમજ શ્વેતાંબર તેરાપંથી સાધુ સમાજ પણ બે વાર પાત્ર પ્રતિલેખન કરવાના સિદ્ધાંતને માન્ય કરે છે. આવી રીતે એકવાર પ્રતિલેખન કરવાનો વાસ્તવમાં કોઈ સિદ્ધાંત નથી; પ્રમાણ પણ નથી અને સમાજ પણ નથી, માટે તે વ્યક્તિગત શિથિલાચારનો આગ્રહ માત્ર છે. શંકા-સમાધાનઃ- (૧) પાત્ર રાત્રિમાં કામ આવતા નથી, માટે સાંજે પ્રતિલેખન ન કરવું જોઈએ? ઉત્તરઃ- કોઈપણ શાસ્ત્રમાં, ટીકામાં, ભાષ્યમાં, ચૂર્ણિમાં, વિવેચનમાં કોઈપણ આચાર્યે એવું નથી લખ્યું કે સાંજે પાત્ર પડિલેહણ ન કરવું. પૂર્વાચાર્યોએ પ્રમાણ નં. ર અને ૩ માં તેનાથી વિપરીત લખેલ છે કે રાત્રે અને દિવસે ક્યારેય પણ કામ ન આવનારા પાત્રોનું પણ બે વાર પ્રતિલેખન કરવું જોઈએ અને પ્રમાણ નં. ૪ નિશીથમાં બતાવેલ છે કે ચોથો પ્રહર શરૂ થાય ત્યારે પહેલા જ પાત્રોની પ્રતિલેખના કરવી અને પછી બાકીનાં ઉપકરણોની પ્રતિલેખના કરીને સ્વાધ્યાય કરવો. આ રીતે નક્કર પ્રમાણોની સમક્ષ એવા તર્કનું કોઈ મહત્ત્વ નથી. | પ્રવૃત્તિની દષ્ટિથી પણ આ તર્ક બરાબર લાગતો નથી. કોઈ સાધુ અનેક વસ્ત્રો રાત્રિમાં કામમાં લેતા નથી. બાંધીને રાખી દે છે. કંબલ પણ આઠ મહિના બાંધીને રાખી દે છે. કોઈ સ્થિરવાસવાળા સ્થવિરો કે બીમાર સાધુઓનાં રજોહરણ પૂંજણી વગેરે ઉપકરણો કાંઈ કામમાં આવતા નથી; જમીન પોંછણા” રાત્રિએ કામમાં આવતા નથી. તે બધાની બે વાર પ્રતિલેખનની પ્રવૃત્તિ અને પ્રરૂપણા ચાલુ છે. મુહપતી એક જ પ્રાયઃ કામ આવે છે, બાકીની ૨-૩ અલગ રાખે છે. તો પણ એ બધાનું માત્ર એકવાર પ્રતિલેખન કરવામાં આવતું નથી. સાર :- સાધુએ પોતાની નિશ્રામાં બધા ભંડોપકરણોનું સવાર-સાંજ બે વાર પ્રતિલેખન કરવું જોઈએ, ન કરવા પર અથવા એક વાર કરવા પર સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત આવે છે. પરઠવાની ભૂમિને દિવસે જોઈને પરઠી શકાય છે અને રાત્રે પરઠવા માટે સંધ્યા સમયે પ્રતિલેખન કરવાનું વિધાન છે. શયન સ્થાન વગેરે ઉપયોગમાં આવનારા ઉપાશ્રયોના વિભાગોનું બંને સમય પ્રમાર્જન, પ્રતિલેખન કરવું જોઈએ. પુનશ્ચ :– સાંજે ચોથા પ્રહરમાં પાત્ર પ્રતિલેખન કરવું અને પાત્રનું બે વાર Page #199 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત પ્રતિલેખન કરવું; તેવું અનેક જગ્યાએ લેખિત પ્રમાણ છે. પરંતુ પાત્ર પ્રતિલેખન એક વાર કરવું કે સાંજે પાત્ર પ્રતિલેખન ન કરવું અથવા અવિધિથી સંક્ષેપમાં જ સાંજે પાત્ર પ્રતિલેખન કરવું, એવું ક્યાંય લખ્યું નથી અર્થાત્ તેનું કોઈ લેખિત પ્રમાણ નથી. માટે ભૂલ સુધારીને સાચો નિર્ણય કરવો જોઈએ. સાજે પાત્ર પ્રતિલેખન ન કરવાથી અને અવિધિથી કરવાથી ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન સમજીને પ્રાયશ્ચિત્ત લેવું જોઈએ તથા એવી પ્રરૂપણા કરવાથી આગમ વિપરીત પ્રરૂપણાનો મહાદોષ માનવો જોઈએ. પ્રતિલેખન સંબંધી જાણવાલાયક વાતો - ૧૯૯ (૧) સૂર્યોદય થવા પર પ્રતિલેખન શરૂ કરવું (૨) સૌ પ્રથમ મુહપત્તી પ્રમાર્જનિકા(ગુચ્છા)નું પ્રતિલેખન કરવું અને તે પછી બાકી બધી ઉપધિનું પ્રતિલેખન કરવું (૩) પાત્રની પ્રતિલેખના પોણી પોરસી આવ્યા પછી કરવી પરંતુ નવકારશીમાં ગોચરી જવું હોય તો સવારે જ પ્રતિલેખન કરવું (૪) ચોથો પહોર શરૂ થતાં પાત્ર પ્રતિલેખન કરી બાંધી દેવા. પરંતુ સાંજે વાપરવાનું હોય તો તેની વ્યવસ્થાથી કરવું (૫) સવાર-સાંજ પોતાના ગોચરી વાપરવાના સ્થાનનું પ્રતિલેખન, પ્રમાર્જન કરવું (૬) સાંજે સૂર્યાસ્તના પહેલા પરઠવાની ભૂમિનું પ્રતિલેખન કરવું (૭) પ્રતિલેખન મૌનપૂર્વક એકાગ્રચિત્તથી કરવું. શાંતિથી શાસ્ત્રોક્ત વિધિવત્ જ પ્રતિલેખન કરવું. [અન્ય જાણકારી દશવૈકાલિક સૂત્ર સારાંશના પરિશિષ્ટમાં જુઓ. પ્રકરણ-૩ : રજોહરણ અને ગુચ્છાના પ્રતિલેખનનો વિવેક આગમ તેમજ તેની વ્યાખ્યામાં વસ્ત્ર-પાત્રના પ્રતિલેખન સંબંધી વિધિ ઘણી જગ્યાએ બતાવવામાં આવી છે. પરંતુ રજોહરણ અને ગુચ્છાનું પ્રતિલેખન કેવી રીતે કરવું તેનું ક્યાંય પણ વર્ણન મળતું નથી. આજકાલ પરંપરાથી વ્યવસ્થિત બાંધેલા બંને ઉપકરણોને સવાર-સાંજે ખોલીને પ્રતિલેખન કરવામાં આવે છે. પૂંજણી રજોહરણમાં ફક્ત ફળીઓ જ બાંધેલી હોય છે. તેને ખોલ્યા વગર જ તેની પ્રતિલેખના બરાબર થઈ શકે છે. તેનાથી પ્રમાર્જન પણ આગળના ભાગથી જ કરાય છે. બાંધેલા સ્થાને કોઈપણ જગ્યાએ જીવોને જવાની સંભાવના રહેતી નથી. નિસથીયું પણ વ્યવસ્થિત બાંધેલ હોય છે. કોઈપણ વ્યવસ્થિત બંધનને ખોલવું, તે અયતના થવાથી પ્રમાદ છે. તેમજ પ્રાયશ્ચિત્તનું કારણ છે. કારણ કે નિશીથ ઉદ્દેશક-૨, સૂત્ર–૮માં બાંધેલા પાયપુ∞ળને ખોલવાનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. એ સૂત્રથી જ અન્ય વ્યવસ્થિત બાંધેલા ઉપકરણોને ખોલવાનું પણ પ્રાયશ્ચિત્ત સમજી લેવું જોઈએ. તે સૂત્રમાં વિસુયાવેફ Page #200 -------------------------------------------------------------------------- ________________ છેદશાસ્ત્ર : પરિશિષ્ટ ખંડ-ર ક્રિયા ખોલવાના અર્થમાં પ્રયુક્ત છે. જેનો સાચો અર્થ વિષ્વક્કરણ, પૃથક્કરણ થાય છે. તે શબ્દના અન્ય વિભિન્ન અર્થોની કલ્પના પણ કરવામાં આવે છે. પરંતુ તે અર્થોની બરાબર સંગતિ થઈ શકતી નથી. ૨૦૦ સાર ઃ- રજોહરણ પૂંજણીને ખોલ્યા વિના બંધન સિવાયના ખુલ્લા વિભાગનું વિવેકપૂર્વક પ્રતિલેખન કરવું જઈએ. ફક્ત બંને સમય પ્રતિલેખનાને માટે વ્યવસ્થિત બંધનને ખોલવું કોઈપણ આગમ કે તેની વ્યાખ્યામાં કહ્યું નથી. પ્રકરણ-૪ ઃ સોય આદિ ઉત્તરકરણના સૂત્રોનો મર્મ [નિશીથ ઉદ્દેશક-૧ : સૂત્ર-૧૫ થી ૧૮] સાધુને માટે અતિઅલ્પ ઉપધિ રાખવાનું વિધાન છે. તો પણ ક્ષેત્ર-કાલ અનુસાર કે પરિવર્તિત શારીરિક સ્થિતિ અનુસાર કયારે, કયા ઉપકરણોની ક્યાં આવશ્યકતા પડે અને તે સમયે કદાચિત્ ક્યાંય તે ઉપકરણ ન મળે. તે આશયથી કાંટા કાઢવાનું સાધન તેમજ દાંતની સળી વગેરે અન્ય ઉપકરણ વર્તમાનમાં પણ સાથે રાખવામાં આવે છે. આ જ રીતે પ્રસ્તુત સૂત્રોક્ત સોય, કાતર વગેરે ઉપકરણ ક્ષેત્ર, કાળ વગેરેની પરિસ્થિતિ પ્રમાણે રાખવામાં આવે છે; એવું આ ‘ઉત્તરકરણ’(સુધારકામ કરવાના) સૂત્રોથી પ્રતીત થાય છે. નિશીથભાષ્ય ગાથા ૧૪૧૩થી ૧૪૧૬ તથા બૃહત્કલ્પ ભાષ્ય ગાથા ૪૦૯૬થી ૪૦૯૯ સુધી અપવાદરૂપ પરિસ્થિતિમાં રાખવામાં આવતા અનેક ઔપગ્રહિક ઉપકરણ સૂચિત કરેલ છે. તે ગાથા અર્થ સહિત ઉદ્દેશક-૧૬, સૂત્ર–૩૯નાં વિવેચનમાં છે. તેમજ આ પુસ્તકમાં પણ આગળ છે. તે ઉપકરણોમાં સોય, કાતર વગેરે પણ છે; ચર્મ, છત્ર, દંડ પણ છે; તેમજ પુસ્તક વગેરે પણ કહેલ છે. આ ઉત્તરકરણના સૂત્ર પણ પરિસ્થિતિવશ સાથે રાખેલ ઔપગ્રહિક ઉપકરણ રૂપ સોય વગેરેથી સંબંધિત છે. કારણ કે એક દિવસને માટે લાવીને પાછા આપવાનું(પ્રત્યર્પણીય) ઉપકરણ તો જોઈને જ અને ઉપયોગી હોવા પર લાવવામાં આવે છે. ક્યારેક ભૂલ થઈ પણ જાય તો તેને પાછું દઈને બીજું પણ લાવી શકાય છે. એ પણ સ્પષ્ટ સમજવા લાયક છે કે પાછી દેવાની સોય, કાતર વગેરેની ધાર, અણી ગૃહસ્થ પાસે જઈને કઢાવવી અને ગુરુમાસિક પ્રાયશ્ચિત્તના પાત્ર બનવું એવી પ્રવૃત્તિ કોઈપણ ભિક્ષુ દ્વારા કરવાની સંભાવના નથી; એટલામાં તો બીજી જ લાવી શકાય છે. જે ઉપકરણ હંમેશાં સાથે રાખતા હોય અને કામમાં લેતાં-લેતાં જો ખરાબ થઈ જાય તો તેનો પરિષ્કાર કે સુધારવાનું સ્વયં કરવું અથવા ક્યારેક અન્ય પાસે Page #201 -------------------------------------------------------------------------- ________________ ર૦૧ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીત| કરાવવું આવશ્યક થઈ જાય છે. તે સમયે સૂત્રોક્ત ગૃહસ્થ પાસે ઉત્તરકરણ (સુધારાકામ) કરાવવા રૂપ પરિસ્થિતિની સંભાવના ઉત્પન્ન થાય છે. માટે સૂત્રમાં નિર્દિષ્ટ ઉત્તરકરણ” (સુધારાકામ) ક્ષેત્ર, કાળ વગેરેની અપેક્ષાથી પાસે રાખેલી સોય, કાતર, નેઈલકટર તેમજ કાનની સળી (ધાતુની) સંબંધી સમજવું જોઈએ. વર્તમાનમાં સોય, કાતર, નેઈલકટર રાખવા માટે “તે ધાતુ નિર્મિત્ત હોવાના કારણે રાખવું અકલ્પનીય છે, એવું માનવામાં આવે છે. પ્રસ્તુત સૂત્રમાં વર્ણવેલ સોય, કાતર, નેઈલકટર તથા આચારાંગ સૂત્ર અને વ્યવહાર સૂત્રમાં વર્ણવેલ ચર્મ છેદવાનું ઉપકરણ વગેરે ધાતુ નિર્મિત જ સર્વત્ર ઉપલબ્ધ હોય છે તથા આગમોમાં પાત્રના સિવાય ધાતુયુક્ત ઉપકરણોની અકલ્પનીયતાનો કોઈપણ પાઠમળતો નથી. પરિગ્રહનું મૂળ છે મમત્વ.બહુમોંઘી વસ્તુઓ પર લગભગ મમત્વ વધારે હોય છે. માટે સંયમી-શ્રમણ ધન(પ્રચલિત સિક્કા) સોનું, ચાંદી તથા તેનાથી નિર્મિત વસ્તુઓ ન રાખે. એવો નિષેધ આગમોમાં ઘણી જગ્યાએ મળે છે. જુઓ દશવૈકાલિક અ. ૧૦ ગા. માં "અને નિઝાય રૂવરયg" તથા ઉત્તરાધ્યયન અ. ૩૬ ગા. ૧૩માં "હિર નાયd ૨ માસી વિન પત્થg" વગેરે સ્થળોમાં સોના, ચાંદી અને સિક્કાઓનો નિષેધ છે. પરંતુ લોઢાની સોય, કાતર, નેઈલકટર, કાનખોતરણી વગેરે રાખવાનો સર્વથા નિષેધ કોઈપણ આગમમાં નથી; માટે તેનો એકાંત નિષેધ કરવો યોગ્ય નથી. આગમોમાં ફક્ત પાત્રના પ્રસંગમાં જ ત્રણ જાતના સિવાય અન્ય અનેક જાતના પાત્ર રાખવાનો નિષેધ છે. તેમાં ફક્ત ધાતુનો જ નિષેધ નથી પરંતુ પથ્થર, કાચ, દાંત, શીંગડા, ચર્મ, વસ્ત્ર, શંખ વગેરે અનેક જાતનો નિષેધ છે. જે ફક્ત પાત્રને માટે સમજવું જ ઉપયુક્ત છે. બધા ઉપકરણોને માટે આ વિધાન ઉપયુક્ત થઈ શકતું નથી. અન્યથા વર્તમાનમાં રાખવામાં આવતાં કાચ, દાંત વગેરેનાં અનેક ઉપકરણોનો નિષેધ થઈ જાશે. માટે શરીર ઉપયોગી ઔપગ્રહિક ઉપધિ કે અધ્યયનમાં સહાયક પેન વગેરે ધાતની પણ રાખી શકાય છે, તેમ આ ઉત્તરકરણ સુત્રો અને અન્ય આગમ સ્થળોની વિચારણાથી સ્પષ્ટ થાય છે. તેમ છતાં આ વિષયને અત્યંત સ્પષ્ટ સમજવાને માટે આગળના પાંચમા પ્રકરણમાં એક સંવાદ રજુ કરવામાં આવ્યો છે. ઉં | પ્રકરણ-પઃ ધાતુનાં ઉપકરણ ગ્રહણ-ધારણ સંવાદ પ્રશ્ન–૧ઃ શું સાધુને ધાતુની વસ્તુ ગ્રહણ કરવી કહ્યું છે? ઉત્તરઃ હા- પાટ, પુસ્તક વગેરે ઘણીય ચીજોમાં ધાતુ રહે છે અને સોય, કાતર પણ સાધુ લઈ શકે છે. Page #202 -------------------------------------------------------------------------- ________________ | વેદશાસ્ત્રઃ પરિશિષ્ટ ખંડ-૨ ૨૦૨. પ્રશ્ન-૨: ધાતુની ચીજ રાત્રે રાખી શકાય છે? ઉત્તરઃ હા; પુસ્તકો, પાટ, કબાટ, લોઢાનો બાજોઠ વગેરે રાત્રે રાખવામાં આવે છે. પ્રશ્ન-૩: શું ગોદરેજનો કબાટ સાધુ ઉપયોગમાં લ્ય છે? ઉત્તર : હા– સારી રીતે પ્રતિલેખન થઈ શકે તો લઈ શકે છે. દરેક સંપ્રદાયના શ્રમણ-શ્રમણીઓ ઉપાશ્રયમાં રહેલા કબાટોને ઉપયોગ કરે જ છે. પ્રશ્ન-૪ : ધાતુઓની વસ્તુઓ રાતમાં રાખવી પરિગ્રહ છે? વિહારમાં રાખવી પરિગ્રહ છે? ઉત્તરઃ કોઈપણ ધાતુની વસ્તુ દિવસમાં રાખે તો પરિગ્રહ નથી અને રાતમાં રાખે તો પરિગ્રહ છે, એવો સિદ્ધાંત હોતો નથી. તથા ગામમાં રાખે તો પરિગ્રહ નહિ અને વિહારમાં રાખે તો પરિગ્રહ છે એવો પણ સિદ્ધાંત બનતો નથી, જો એવું થાય તો સોના-ચાંદીના ઉપકરણ વગેરે દિવસમાં અને ગામમાં રાખવા સિદ્ધ થશે. જેનું ઉપરોક્ત સૂત્ર પાઠોમાં રાખવાનો સ્પષ્ટ નિષેધ છે. પ્રશ્ન-૫ઃ ધાતુની ચીજો રાખે તો સાધુ પરિગ્રહી થઈ જાય? ઉત્તરઃ કેટલીક ધાતુની વસ્તુ વર્તમાનમાં રાખવી તે ઉપર બતાવેલ છે. માટે મમત્વ મૂચ્છભાવ વિના શરીર તેમજ સંયમોપયોગી અત્યાવશ્યક ઉપકરણ રાખવા પરિગ્રહ નથી. તે ઉપકરણ આવશ્યક હોવાથી લેવામાં આવે છે.આવશ્યકતા મુજબ દિવસ-રાત્રિમાં કેવિહારમાં રાખવામાં આવે છે. આવશ્યકતા વિના મમત્વ-મૂર્છાથી રાખવા પર તે બધા ઉપકરણ પરિગ્રહ કહેવાય અને ત્યારે તે સાધુ પરિગ્રહી કહેવાય. પ્રશ્ન–૬: નિશીથ ઉ.૧૧માં ધાતુ રાખવાનું પ્રાયશ્ચિત્ત છે? ઉત્તરઃ ના, ત્યાં ધાતુ કે ધાતુ વિનાનાં અનેક પ્રકારનાં પાત્ર રાખવાનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. પાત્ર સાધુની ઔધિક ઉપધિ છે. એના માટે અનેક શાસ્ત્રોમાં પાત્ર ત્રણ જાતના હોવા, તે સ્પષ્ટ બતાવેલ છે. માટે તે ત્રણ પ્રકાર સિવાય ધાતુ કે વગર ધાતુના કોઈપણ પ્રકારનાં પાત્ર સાધુને કલ્પતા નથી, એવું આચારાંગ સુત્રમાં બતાવ્યું છે. તેનું અહીં નિશીથસૂત્રમાં પ્રાયશ્ચિત્ત કહ્યું છે. અહીંયા કાચ, દાંત, સીંગ, શંખ, ચામડું વગેરે અનેક જાતિનાં પાત્રનો નિષેધ છે. તેને ફક્ત પાત્રને માટે સમજવામાં આવે છે. એટલા માટે હાથી દાંત, પ્લાસ્ટિક, કાચ, રબ્બર, કાગળ, પુટ્ટાં વગેરેની અન્ય વસ્તુઓ રાખી શકાય છે. પ્રશ્ન-૭ઃ નિશીથ સૂત્ર ઉદ્દે.-૭ તેમજ ૧૭માં ધાતુના સંગ્રહનો નિષેધ છે ને? ઉત્તર ત્યાં પર પણ કુતૂહલ અને મૈથુન ભાવનો નિષેધ છે. જેમાં ધાતુ અને વસ્ત્ર વગેરે અનેક ચીજોનો નિષેધ છે. તો પણ તે વસ્તુઓ રાખવામાં આવે છે. જેમ કે Page #203 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ ૨૦૩ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત ત્યાં મૈથુન પ્રસંગનો લેખ લખવાને માટે પ્રાયશ્ચિત્ત છે. તો અન્ય કાર્યોને માટે લખવાનું બંધ નહીં થાય? જેમ કે વસ્ત્રોવિભૂષાને માટે રાખવા કે ધોવાનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. તો શું સર્વથા વસ્ત્ર રાખવા-ધોવાનો નિષેધ માનવામાં આવશે? અર્થાત્ જેટલો જ વિષયનો નિષેધ છે, તેટલો જ માનવો જોઈએ. પ્રશ્ન-૮: નિશીથ ઉ.૧માં સોય-કાતર પાઢીયારી(પડિહારી) કહેલ છે. ઉત્તરઃ સાધુનાં ઉપકરણ બે પ્રકારનાં હોય છે. (૧) ઔધિક (૨) ઔપગ્રહિક. સોય, કાતર વગેરેને ઔપગ્રહિક ઉપકરણ કહેલ છે. તે આવશ્યક હોવા પર જ લેવામાં આવે છે અને આવશ્યકતા પૂરી થવા પર પાછા આપવાના હોય છે. આવશ્યકતા ક્ષણિક(થોડીજ) હોય તો પાઢીહારી લઈ શકાય છે. આવશ્યકતા દીર્ઘકાલીન હોય તો અપાઢીયારી પણ લેવામાં આવે છે. તેવા અપાઢીયારા લીધેલા ઉપકરણોનું ઉત્તરકરણ(સુધારકામ) થાય છે. પાઢીયારું ર-૪ કલાકોને માટે લાવેલ પાઢીયારા ઉપકરણોનું ઉત્તરકરણ (સુધારાકામ) ગૃહસ્થોની પાસેથી કરાવવાનું હોતું નથી. માટે અહીંયા પાઢીયારા, અપાઢીયારા બંને પ્રકારના સૂત્રોનાં સૂત્ર ચતુષ્ક આપેલ છે. એટલા માટે અહીંયા બતાવેલ બે ઉપકરણ સાધુ રાખે પણ છે– (૧) દાંત ખોતરણી (૨) કાન ખોતરણી તથા કાંટો ચીપીયો પણ રાખે છે. એટલા માટે સોય, કાતર, દાંત ખોતરવાની સળી, કાન સાફ કરવાની કાન ખોતરણી પાઢીયારી જ હોય તેવું એકાંત નથી. ધાતુ-અધાતુનું સમાધાન તો ઉપર કરેલ છે. નિશીથ ઉ.પમાં પગ લૂછવાનું તેમજ કાષ્ઠદંડને માટે પાઢીયારુંવિશેષણ લગાવેલ છે. તો પણ દંડ-લાકડી વગેરેને તેમજ પગ લૂછવાનું સાધુ પોતાની પાસે દીર્ઘ સમય માટે રાખે જ છે. પ્રશ્ન-૯ઃ સાધુ તો અલ્પ પરિગ્રહી હોય છે તેમાં ધાતુની ચીજો રાખવાનો પ્રશ્ન જ શા માટે? ઉત્તરઃ સાધુને તો અનાવશ્યક વસ્ત્ર પાત્ર વગેરે રાખવાનો પણ પરિગ્રહ જ છે. તેમ છતાં શરીર, સંયમ વગેરે જ્ઞાનનાં ઉપયોગી આવશ્યક ઉપકરણો તે ઔધિક અને ઔપગ્રહિક બંને પ્રકારનાં રાખી શકે છે. તે ઉપકરણ ઉપર મમત્વ મૂચ્છ ન રાખતા થકા ધાતુ અધાતુ કોઈ પણ હોય મૂર્છાભાવ વિના રાખી શકે છે કારણ કે શાસ્ત્રમાં સમસ્ત ધાતુનાં ઉપકરણ લેવા રાખવાનો નિષેધ નથી, પરંતુ વિધાન કરવામાં આવેલ છે. જેનું ઉપર વર્ણન કરવામાં આવેલ છે અને સાધુ સમાજમાં રાખવામાં પણ આવે છે. હા સોના ચાંદી અને સિક્કા રાખવા સાધુને માટે સર્વથા નિષેધ છે. પ્રશ્ન-૧૦ઃ ધાતુની વસ્તુ તો શ્રાવકને પણ ૯ પ્રકારના પરિગ્રહમાં બતાવેલ છે? ઉત્તર ઃ શ્રાવકના નવ પ્રકારના પરિગ્રહમાં તો સંસારની સમસ્ત વસ્તુઓનો Page #204 -------------------------------------------------------------------------- ________________ | વેદશાસ્ત્રઃ પરિશિષ્ટ ખંડ-૨ ૨૦૪ સમાવેશ કરેલ છે. તો પણ સાધુ મકાન, પાટ, વસ્ત્ર, પાત્ર, આહાર, શિષ્ય વગેરેની યાચના કરી ગ્રહણ કરે છે. સાધુને માટે શરીર અને સંયમની આવશ્યકતા અને અમૂચ્છ ભાવની શરત છે. તેનું પાલન થાય તો પરિગ્રહન કહેવાય અને આગમમાં સ્પષ્ટ નિષેધ હોય તે ન લેવાય. પ્રશ્ન-૧૧ઃ તો પછી સાધુ ધાતુની કઈ-કઈ ચીજ રાખી શકે? ઉત્તરઃ જે શરીર, સંયમ તેમજ જ્ઞાન વૃદ્ધિને માટે આવશ્યક થઈ જાય તે જ ચીજ અમૂર્છાભાવથી સાધુ રાખી શકે છે અને આવશ્યકતા પૂરી થઈ જાય પછી તેનો ત્યાગ કરી દેવો જોઈએ. તેનું અંતિમ લક્ષ્ય તો તે હોવું જોઈએ કે અલ્પ ઉપધિવાળા અને અલ્પ આવશ્યકતા ઇચ્છાવાળા બનવું. તે ઔપગ્રહિક ઉપકરણ અકારણ વધારે નહિ, સકારણ રાખેલ ઉપકરણોને પણ ભારભૂત, પ્રમાદરૂપ સમજે તેમજ પોતાની શક્તિનો વિકાસ કરી ઉપધિ પચ્ચખાણ અને ઉપધિ ઊણોદરીની શ્રેષ્ઠ સાધનાનો સ્વીકાર કરે. પ્રશ્ન-૧૨: ધાતુની એક મેખ(બીલી) રાખે તો પણ સાધુપણું નથી રહેતું? ઉત્તરઃ ઉપર બતાવ્યા અનુસાર ગોદરેજની અલમારી(કબાટ) મહિનાઓ સુધી અને થાણાપતિની અપેક્ષાએ વર્ષો સુધી રાખી લે તો પણ સાધુપણું રહી શકે છે, તો એક મેખની વાત તો હાસ્યાસ્પદ જ છે. તેમ છતાં અનાવશ્યક અને મૂર્છાથી એક મેખ પણ રાખવી પરિગ્રહ બની શકે છે અને જ્યારે પરિગ્રહ છે તો સાધુપણું નથી, એમ માની શકાય. પ્રશ્ન–૧૩: તો પછી વગર ધાતુના ચશ્મા– આધાકર્મી, વેચાતા લાવેલ, સામે લાવેલ, સ્થાપના વગેરે દોષોના શું કામ લેવામાં આવે છે? અને લખવાની સામગ્રીને માટે હોલ્ડર, શાહી, ખડીયો, પેન્સીલો વગેરે અનેક ઉપકરણો શા માટે રાખવામાં આવે છે? પેનની નીબ(ટાંક) વગેરે ચીજો લાવવી-દેવી, શાહી બનાવવી, સૂકાવવી વગેરે રોજનો આટલો પ્રસાદ શા માટે વધારવામાં આવે છે? સીધા જ બજારમાં ધાતુના ચશ્મા મળે તે વગર દોષના યાચી લેવા જોઈએ અને સીધી જ એક બે પેન લઈને રાખી લેવી જોઈએ. નિરર્થકના અનેક દોષ, પ્રમાદ અને ક્રિયાઓ શા માટે વધારવા જોઈએ? ઉત્તરઃ આ તો સમય-સમયની ઉપલબ્ધિ, રિવાજ અને વ્યક્તિગત વિવેક પર નિર્ભર છે. હાં સાધકે આગમ આજ્ઞા અને હાનિ લાભનો સરવાળો મેળવીને જ પ્રત્યેક પ્રવૃત્તિ ક્ષેત્ર-કાળ અનુસાર કરવી જોઈએ. કોઈ સમયે કોઈ પ્રવૃત્તિ સંયમને માટે લાભકારી હોય છે અને કાલાંતરમાં તે જ વધારે નુકશાનવાળી થઈ જાય છે અને બીજી પ્રવૃત્તિ ઓછા દોષ અને ઓછા પ્રમાદવાળી બની જાય છે. માટે સમય-સમય પર હાનિ-લાભની વિવેક બુદ્ધિનો ઉપયોગ તો રાખવો જ જોઈએ. Page #205 -------------------------------------------------------------------------- ________________ ર૦૫ | મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત હા, આ વિવેક નિર્ણયમાં આગમ આજ્ઞાઓનો પૂર્ણ સમન્વય કરવો આવશ્યક સમજવો જોઈએ. અર્થાત્ પરંપરા પ્રવૃત્તિઓનું પરિવર્તન કરી શકાય છે તો પણ આગમ વિધાનથી વિપરીત કોઈ પરિવર્તન કરી શકાતું નથી. આગમ વિધાનથી વિપરીત આચરણ ક્ષણિક અને પરિસ્થિતિક અપવાદિક હોય તો તેનું પ્રાયશ્ચિત્ત કરવામાં આવે છે. તેને પરંપરા બનાવી શકાતી નથી. અપેક્ષાકૃત વધારે નુકસાનવાળી પ્રવૃત્તિ ચલાવવી અથવા જે પરિસ્થિતિ મુજબ કરેલી પ્રવૃત્તિનો રિવાજ ચલાવવો એ બંને અવિવેક જન્ય અપરાધ છે અને તેનો આગ્રહ કે પ્રરૂપણા કરવી મહાઅપરાધ છે. જેમ કે ભંડોપકરણની બે વારની પ્રતિલેખનાનું આગમ વિધાન હોવા છતાં પાત્રને માટે એકવારની પરંપરા ચલાવવી અને પછી કાલાંતરથી એકવાર જ કરવું એવી ખોટી પ્રરૂપણા કરવી; આ પણ મહાઅપરાધ છે. સાર:- (૧) પાઢીયારા કહેતા દાંતની સળી, કાન ખોતરણી પણ સાધુ પોતાની પાસે રાખે છે. (૨) બાજોઠ, કબાટ આદિ પણ ધાતુના રાખે છે. (૩) ઉત્તરકરણ (સુધાર કાય) પોતાની પાસે રાખવામાં આવેલ ઉપકરણોના જ હોય છે. થોડી વાર માટે લાવેલ ઉપકરણો સરખા કરાવવાને માટે ગૃહસ્થની પાસે જવું પડતું નથી અને તેના માટે ગુરુમાસિક પ્રાયશ્ચિત્ત કરવામાં આવતું નથી. કારણ કે આટલું કરે ત્યાં સુધીમાં તો નવી સોય વગેરે યાચીને લાવી શકાય છે. (૪) સાધુએ અલ્પ ઉપધિવાળા રહેવું જોઈએ, આવશ્યક હોવા પર જ વિવેકપૂર્વક ઉપકરણ લેવા તેમજ રાખવા જોઈએ. (૫) અનાવશ્યક ઉપકરણ રાખવા નહીં અને કોઈપણ ઉપકરણમાં મમત્વ, મૂચ્છભાવ રાખવો નહીં. (૬) કોઈપણ પ્રવૃત્તિ કરવામાં આગમનો, મૌલિક આધારનો તેમજ હાનિ લાભના સરવાળાનો વિવેક અવશ્ય રાખવો જોઈએ. (૭) સંયમમાં સાદગીની પ્રમુખતા હોવાથી લાકડી વગેરેનાં ઉપકરણ સામાન્ય રૂપે રાખી શકાય છે અને ધાત-દાંત-કાચ વગેરે ઉપકરણ તો વિશેષ પરિસ્થિતિમાં જ રાખી શકાય છે, એકાંત નિષેધનો આગ્રહ ન સમજવો જોઈએ. (૮) બધા ઔપગ્રહિક ઉપકરણ લાવવા તેમજ રાખવા પણ અપવાદ માર્ગ રૂપ જ છે. ધ્રુવ અને ઉત્સર્ગમાર્ગથી તો કેવલ ઔધિક ઉપધિ જ રાખવી જોઈએ અને તેમાં પણ ઊણોદરી કરતા થકા સર્વ ઉપધિ ત્યાગની શક્તિનો વિકાસ કરવો જોઈએ. પ્રકરણ-૬ ધોવણપાણી અને ગરમ પાણીનું જ્ઞાન-વિજ્ઞાન | [ઉદ્દેશક–૧૭: સુત્ર–૧૫૩] આગમોમાં અનેક જગ્યાએ અચિત્ત શીતલ પાણી અર્થાત્ ધોવણપાણીનાં નામોનું કથન છે. તેમાં ગ્રાહ્ય પાણી અગિયાર જ છે. જે આ સૂત્રમાં કહેવામાં આવેલ છે, તેનાથી વધારે નામો જે પણ આગમોમાં ઉપલબ્ધ છે તે બધા અગ્રાહ્ય કહેવામાં આવેલ છે. Page #206 -------------------------------------------------------------------------- ________________ છેદશાસ્ત્ર : પરિશિષ્ટ ખંડ-ર ગ્રહણ કરવા લાયક ધોવણપાણી તૈયાર થયા પછી તુરંત ગ્રાહ્ય(ગ્રહણ કરવા લાયક) હોતા નથી. લગભગ ા કલાક કે મુહૂર્ત પછી ગ્રહણ કરી શકાય છે. ચૂર્ણિકારે તે અંગે સમય નક્કી નહિ કરતાં પોતાની બુદ્ધિથી જ સમયનો નિર્ણય કરવાનું કહ્યું છે. કારણ કે ધોવણ પાણી બનવાનાં શસ્ત્રોમાં વિભિન્નતા હોય છે. તો પણ તાત્કાલિક લેવાથી તો પ્રસ્તુત સૂત્રાનુસાર પ્રાયશ્ચિત્ત આવે છે. ૨૦૬ લેવા યોગ્ય પાણીની અને ન લેવા યોગ્ય પાણીની આગમ પાઠમાં નિશ્ચિત્ત સંખ્યા સૂચિત કરી નથી. પરંતુ સર્વત્ર કંઈક નામો સાથે અન્ય પણ એવું અચિત્ત પાણી લેવાનું વિધાન છે તથા આગમ પાઠમાં ન લેવા યોગ્ય પાણીનો નિષેધ છે, ત્યાં પણ તેવા અન્ય પાણી ન લેવાય તેમ સૂચન છે. માટે કલ્પનીય- અકલ્પનીય પાણી અન્ય અનેક હોય શકે છે, એ આગમ પાઠોથી સ્પષ્ટ છે. સંખ્યા નક્કી કરવી આગમ સંમત નથી. પાણી શસ્ત્ર પરિણમન થવા છતાં પણ તાત્કાલિક અચિત્ત થતું નથી. માટે તેને તેજ સમયે લેવું યોગ્ય નથી, પરંતુ થોડા સમય પછી અચિત્ત થવા પર લેવા યોગ્ય થઈ જાય છે. કારણ એ છે કે પાણીનાં કણ-કણમાં અસંખ્ય જીવ છે. ત્યાં સુધી પરંપરાથી શસ્ત્રને પહોંચવામાં સમય લાગે છે. માટે પૂર્ણ અચેત થવામાં સમય લાગે છે. ફળ વગેરે ધોયેલા અચેત પાણીમાં પણ બીજ-ગોટલી વગેરે હોય એવું પાણી ગળીને આપે તો પણ લેવાને યોગ્ય નથી. ધોવણ પાણી સૂચક આગમ સ્થળ આ પ્રમાણે છે— (૧) દશવૈકાલિક સૂત્ર અધ્યયન-પ, ઉદ્દેશક-૧માં ત્રણ પ્રકારનાં ધોવણ પાણી લેવા યોગ્ય કહેલ છે. તેમાં બે પ્રકારના ધોવણ પાણી આચારાંગ શ્રુ.૨ અ.૧ ઉ.૭ અનુસાર જ કહેવામાં આવેલ છે અને તેમાં વાર થોયળ વધારે છે. (૨) ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન-૧૫, ગાથા-૧૩માં ત્રણ પ્રકારનાં ધોવણ કહેવામાં આવેલ છે. આ ત્રણેનું નામ આચારાંગ સૂત્ર શ્રુત.—ર, અઘ્ય.—૧, ઉર્દૂ. ૭માં છે. (૩) આચારાંગ સૂત્ર શ્રુત. ૨ અ. ૧ ઉ. ૭માં અલ્પકાળનું ધોવણ લેવાનો નિષેધ છે અને વધારે કાળનું બનેલું ધોવણ લેવાનું વિધાન છે તથા ગૃહસ્થના કહેવા પર સ્વયં લેવાનું પણ વિધાન છે. (૪) આચા. શ્રુત. ૨, અધ્ય.-૧, ઉઠે.-૮, પ્રથમ સૂત્રમાં અનેક પ્રકારનાં ધોવણ પાણીનું કથન છે. તેમાં બીજ ગોટલી વગેરે હોય તો એવા પાણીને ગાળીને દે તો પણ લેવાનો નિષેધ કર્યો છે. (૫) ઠાણાંગ સૂત્ર સ્થા.—૩ઉ.૩ સૂ.૧૮૮ માં ઉપવાસ છઠ્ઠ, અઠ્ઠમનાં તપમાં ૩-૩ પ્રકારના ગ્રાહય ધોવણ પાણીનું વિધાન છે. Page #207 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત (૬) દશવૈકાલિક અધ્ય.-૮, ગાથા–માં ઉષ્ણોદક ગ્રહણ કરવાનું વિધાન છે. આચારાંગ તેમજ નિશીથમાં વર્ણવેલ ‘સુદ્ધ વિયડ’ ઉષ્ણોદકથી ભિન્ન છે કારણ કે ત્યાં તાત્કાલિક બનેલા ‘સુદ્ઘ વિયડ’ ને ગ્રહણ કરવાનો નિષેધ તેમજ પ્રાયશ્ચિત્ત કહેવામાં આવેલ છે. માટે તેને અચિત્ત શુદ્ધ શીતલ જળ જ સમજવું જોઈએ. ૨૦૦ આગમોમાં વર્ણિત ગ્રહણ કરવા લાયક અગિયાર પ્રકારનાં ગ્રાહ્ય ધોવણ પાણી અને તેના અર્થ આ પ્રમાણે છે ૧. ઉÒદિમ :– લોટથી લેપાયેલ હાથ કે વાસણનું ધોવણ. - - ૨. સંર્વેદિમ :– ઉકાળેલા તલ, પાંદડા—શાક વગેરેને ધોયેલ જલ. ૩. તન્દુલોદક :-- ભાતનું ધોવણ. ૪. તિલોદક :– તલનું ધોવણ. ૫. તુષોદક :– ફોતરા યુક્ત ધાન્યોમાંથી ફોતરા કાઢવા માટે બનેલું ધોવણ. ૬. જવોદક :– જવનું ધોવણ. ૭. આયામ :- અવશ્રાવણ-ઉકાળેલ વસ્તુઓના પાણી. ૮. સોવી૨ :– કાંજીનું પાણી, ગરમ લોઢુ, લાકડી વગેરે ડૂબાડેલ પાણી. ૯. શુદ્ધ વિકટ :– હરડા, બહેડા, રાખ, લવીંગ વગેરેથી અચેત બનાવેલ જલ. = ૧૦. વારોદક :– ગોળ વગેરે કોઈપણ ખાધ પદાર્થોનાં વાસણ ધોવાયેલ પાણી. - ૧૧. આશ્લકાંજિક :– ખાટા પદાર્થોનું ધોવણ કે છાશની પરાશ. બાર પ્રકારનાં અગ્રાહ્ય ધોવણ પાણી : ૧. આય઼ોદક :– કેરી ધોયેલ પાણી. ૨. અમ્બાડોદક :– આગ્નાતક(ફળ વિશેષ) ધોયેલ પાણી. ૩. કપિત્થોદક :- કેથ કે કવીઠ ધોયેલ પાણી. - ૪. બીજપૂરોદક :– બિજોરાનું ધોયેલ પાણી. ૫. દ્રાક્ષોદક :– દ્રાક્ષ ધોયેલ પાણી. ૬. દાડિમોદક :- દાડમ ધોયેલ પાણી. ૭. ખજૂરોદક :– ખજૂર ધોયેલ પાણી. ૮. નાલિકેરોદક :– નારીયેલ ધોયેલ પાણી. ૯. કરીરોદક :– કેળ ધોયેલ પાણી. : ૧૦. બદિરોદક ઃ- બોર ધોયેલ પાણી. ૧૧. આમલોદક ઃ- આંબળા ધોયેલ પાણી. ૧૨. ચિચોદક :– આંબલી ધોયેલ પાણી. = ફળોને ધોયેલ પાણી પણ અચેત્ત તો હોઈ શકે છે. કારણ કે પાણીમાં થોડા સમય ફળના રહેવા પર કે ધોવાથી કોઈ ફળનો રસ તથા તેના પર લાગેલા અન્ય પદાર્થોનો સ્પર્શ પાણીને અચિત્ત કરી શકે છે, પરંતુ બીજ, ગોટલી કે નાના ફળ Page #208 -------------------------------------------------------------------------- ________________ છેદશાસ્ત્રઃ પરિશિષ્ટ ખંડ-૨ ૨૦૮ પાણીમાં રહી જવાના કારણે આ પાણીનો નિષેધ કરેલ છે. માટે જેમાં બીજ, ગોઠલી, ફળ વગેરે નહોય તો તે તેવા ફળના ધોવણ પાણીને ગ્રાહ્ય સમજવું જોઈએ. તેના સિવાય ગરમ પાણી પણ ગ્રાહ્ય કહેલ છે. જે એક જ પ્રકારનું હોય છે. પાણી અગ્નિ પર પૂર્ણ ઉકળી જવા પર તે અચેત્ત થઈ જાય છે. અર્થાત્ ગરમ પાણીમાં હાથ ન રાખી શકાય એટલું ગરમ થવું જોઈએ. તેનાથી ઓછું ગરમ થવા પર પૂર્ણ અચિત્ત તેમજ કલ્પનીય હોતું નથી. ટીકા વગેરેમાં ત્રણ ઉકાળા આવવા પર અચિત્ત હોવાનો ઉલ્લેખ મળે છે. પરંતુ સાધુને માટે આવી ગવેષણા કરવી દુઃશક્ય છે. કારણ કે કોણે ઉકાળા કર્યા છે કે નહીં, ગૃહસ્થ પણ કોઈ ઉકાળા ગણવા બેસતા નથી. ઉક્ત આગમ સ્થળોથી સ્પષ્ટ છે કે ધોવણ પાણી અર્થાત્ અચિત્ત શીતળ પાણી અનેક પ્રકારનું હોઈ શકે છે. આગમોક્ત નામ તો ઉદાહરણ રૂપ છે. લોટ, ભાત વગેરે કોઈ પણ ખાદ્ય પદાર્થ ધોયેલ પાણી કે ખાદ્ય પદાર્થના વાસણ ધોયેલ પાણી અથવા અન્ય અચિત્ત બનેલ પીવા યોગ્ય પાણી ભિક્ષુને લેવું કહ્યું છે. દશવૈકાલિક સૂત્ર, અધ્ય.–૫, ઉ.–૧, ગાથા–૭૬થી ૮૧ સુધીના કથન પ્રમાણે અચિત્ત પાણીને ગ્રહણ કરવાની સાથે આ વિવેક રાખવો પણ બતાવેલ છે કે ભિક્ષુ એ વિચારે કે શું આ પાણી પી શકાશે? તેનાથી તરસ છિપાશે કે નહિ? તેનો નિર્ણય કરવાને માટે ક્યારેક ત્યાં પણ(લેવા જાય ત્યાં) પાણીને ચાખી શકાય છે. કદાચિત્ ન પીવા લાયક પાણી ગ્રહણ કરી લીધું હોય તો તેને અનુપયોગી જાણીને એકાંત નિર્જીવ ભૂમિમાં પરઠી દેવું જોઈએ. સૌવિર અને આશ્લેકાંજિકની ચર્ચા:- આ પ્રસ્તુત નિશીથ સૂત્રમાં “સૌવીર’ અને આબ્લકાંજિક બંને શબ્દોનો પ્રયોગ છે. જ્યારે અન્ય આગમોમાં એક સૌવિર'(ખાટો) શબ્દ જ કહેલ છે. તેનો અર્થ ટીકા વગેરેમાં કાંજીનું પાણી, આરનાલનું પાણી વગેરે કહેલ છે. હિન્દી શબ્દકોષમાં કાંજીના પાણીનું સ્પષ્ટીકરણ કરતા થકા નમક-જીરા વગેરે પદાર્થોથી બનાવેલ સ્વાદિષ્ટ તેમજ પાચક ખાટું પાણી કહ્યું છે. તેનાથી અનુમાન થાય છે કે “સૌવીર’ શબ્દનો જ પર્યાયવાચી આમ્લકાંજિક શબ્દ છે, જે ક્યારેક પર્યાયવાચી, રૂપમાં અહીં જોયું હોય અને પછી સ્વતંત્ર શબ્દ બની ગયું હોય, કારણ કે અન્ય આગમોમાં આ શબ્દ નથી. તેમજ અહીં આ સૂત્રની ચૂર્ણિમાં પણ તેની વ્યાખ્યા નથી. બંને શબ્દનું પૃથક અસ્તિત્વ સ્વીકાર કરવામાં આવે તો સૌવીર'નો અર્થ કાંજીનું પાણી અને ‘સંવનિય'નો અર્થ છાશની પરાશ તેમ કરાય છે. આગમપાઠના વિષયોનો વિચાર કરવા પર એ સ્પષ્ટ થઈ જાય છે કે સૌવીર” નો ટીકા તેમજ કોષ વગેરેમાં કરવામાં આવેલ અર્થ પ્રસંગ સંગત નથી. www.jainel Page #209 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત કારણ કે સૂત્રમાં કહેલ અચિત્ત જલ તૃષા શાંત કરવાનું પેય(પીવા માટે) જળ છે અને તેને ત્રણ ઉપવાસ સુધીની તપસ્યામાં પીવાનું વિધાન છે. જ્યારે ટીકાદિ પ્રમાણે કાંજીનું પાણી તો સ્વાદિષ્ટ બનાવેલ પેય પદાર્થ છે, જે આયંબિલમાં પણ પીવાનું નથી કલ્પતું. તો તેને ઉપવાસ, છઠ્ઠ, અટ્ટમની તપસ્યામાં પીવું તો સર્વથા અનુચિત હોય છે. ૨૦૯ આંબળા, આંબલી વગેરે ખાટા પદાર્થોના ધોવણ પાણીનો પણ ઉલ્લેખ આચા. બ્રુ.૨ અ.૧ ઉ.૮માં અલગ કરેલ છે. માટે અહીંયા એક ‘સૌવીર’ શબ્દ માનીને તેનો ‘છાશની પરાસ' અર્થ માનવો પ્રસંગ સંગત થઈ શકે છે. બંને શબ્દ સ્વીકાર કરવા હોય તો સૌવીર શબ્દથી લોઢું વગેરે ગરમ પદાર્થોને જે પાણીમાં ડૂબાડીને ઠંડા કર્યા હોય તે પાણી; તેમજ ‘અમ્લકાંજિક' શબ્દથી છાશની ઉપરનું નીતરેલ પાણી, એવો અર્થ કરવા પર સૂત્રગત શબ્દોની સંગતિ થઈ શકે છે. શુદ્ધોદક :– પ્રસ્તુત સૂત્રમાં ‘શુદ્ધોદક’ શબ્દનો ભ્રાંતિથી ગરમ પાણી અર્થ પણ કરવામાં આવે છે. પરંતુ ગરમ પાણીને માટે તો આગમોમાં ઉષ્ણોદક શબ્દ પ્રયોગ છે. અહીં તત્કાલનું ધોવણ(અચિત્ત જલ)નો વિષય છે તથા આચા. શ્રુ. ૨ અ. ૧ ઉ.૭માં પણ એવા જ ધોવણ પાણીના વર્ણનમાં શુદ્ધોદક(શુદ્ધ અચિત્ત જલ)નું કથન છે. અન્નના અંશથી રહિત તથા અનેક અમનોજ્ઞ રસોવાળા ધોવણ પાણી સિવાય અચિત્ત બનેલ કે બનાવવામાં આવેલ શીતલ જળને શુદ્ધોદક સમજવું જોઈએ. તેમાં લવિંગ, તીખા(મરી), ત્રિફલા, રાખ વગેરે મેળવેલ પાણીનો સમાવેશ થઈ જાય છે, પરંતુ શુદ્ધોદકનો ગરમ પાણી એવો અર્થ કરવો અનુચિત છે. કારણ કે તેનો આ સૂત્રોક્ત પ્રાયશ્ચિત્તથી કોઈ સંબંધ નથી. અર્થાત્ તત્કાલ ધોયેલ કે લાંબાકાળનું ધોયેલ; આ વિષયથી ગરમ પાણીનો સંબંધ જોડાઈ શકતો નથી. માટે શુદ્ધોદકનો ગરમ પાણી એવો અર્થ કરવો તે (ભૂલભરેલો) છે, તે આ સૂત્રથી સ્પષ્ટ સમજી શકાય છે. વિશેષ વિધાન :- આચા. શ્રુત.૨ અ.૧ ઉ.૭માં અચિત્ત પાણી ભિક્ષુને સ્વયં ગ્રહણ કરવાનું પણ કહેલ છે. એનું કારણ એ છે કે ભિક્ષુને માટે નિર્દોષ અચિત્ત પાણી મળવું થોડું કઠિન છે. તથા પાણી વિના નિર્વાહ થવો પણ કઠિન છે. માટે અચિત્ત નિર્દોષ પાણી ઉપલબ્ધ થઈ જવા પર કયારેક પાણી દેવાવાળી વ્યક્તિ વજન ઉઠાવવાને માટે અસમર્થ હોય અથવા પાણી દેવાવાળી બહેન ગર્ભવતી કે ૠતુમતી હોય અથવા તેના આવવાના માર્ગમાં સચિત્ત પદાર્થ પડેલ હોય, અથવા તેના આવવાથી જીવ વિરાધના થવાની સંભાવના હોય; વગેરે કારણોથી ભિક્ષુ ગૃહસ્થ દ્વારા આશા મળવા પર, અથવા સ્વયં તેની આજ્ઞા પ્રાપ્ત કરીને અચિત્ત જળ ગ્રહણ કરી શકે છે. જો પાણીનું પરિમાણ વધારે હોય, વાસણ પકડીને ન લઈ શકાતું હોય તો ભિક્ષુ સ્વયંના પાત્રથી કે ગૃહસ્થના લોટા વગેરેથી પણ પાણી લઈ Page #210 -------------------------------------------------------------------------- ________________ | વેદશાસ્ત્રઃ પરિશિષ્ટ ખંડ-ર ર૧૦ શકે છે, એવું સૂત્રમાં વિધાન છે. પરંતુ આહારને માટે આ પ્રકારે વિધાન સૂત્રમાં નથી તેમજ આહાર સ્વયં લેવાની પરંપરા પણ નથી. અચિત્ત રહેવાનો કાળ – એકવાર અચિત્ત બનેલું પાણી ફરીથી કાલાંતરે સચિત્ત પણ થઈ શકે છે. કારણ કે એકેન્દ્રિયથી લઈને અસંશી પંચેન્દ્રિય સુધીના જીવો ફરીથી તે કાયના તે શરીરમાં ઉત્પન્ન થઈ શકે છે.– સૂયગડાંગસૂત્ર શ્રત. ૨ અ.૩. દશવૈકાલિક સૂત્રના પાંચમા અધ્યયનની ચૂર્ણિમાં કહેલ છે કે ગરમીમાં એક અહોરાત્ર અને ઠંડીમાં તથા વર્ષાઋતુમાં(પૂર્વાન્ડ) સવારે ગરમ કરેલ પાણી (અપરાન્ડ) સાંજના સમયમાં સચિત્ત થવાની સંભાવના રહે છે. જેમ કે गिम्हे अहोरत्तेण सच्चित्ती भवति, हेमंते वासासु पुवण्हे कतं अवरण्हे सचित्ती મવતિ ! –દશવૈ. ચૂર્ણિ પાના-૧, ૧૧૪. ભ્રાંત ધારણા તેમજ સમાધાન :– ધોવણ પાણીના વિષયમાં થોડા સમયથી એવી ભ્રાંત ધારણા પ્રચલિત થઈ છે કે તેના અચિત્ત રહેવાનો કાળ નથી બતાવેલ અથવા તેમાં જલદી જીવોત્પત્તિ થઈ જાય છે માટે તે સાધુને અકલ્પનીય છે. ફક્ત ગરમ પાણી જ લેવું જોઈએ. - આ રીતે કથન કરવું ઉચિત નથી કારણ કે આગમોમાં અનેક પ્રકારના ધોવણ પાણી લેવાનું વિધાન છે; સાથે તરતનું બનેલું પાણી (ધોવણ) લેવાનો નિષેધ છે તથા તેને લેવાનું પ્રાયશ્ચિત્ત પણ કહેલ છે. તે ધોવણ પાણીને થોડા સમય પછી લેવું કલ્પનીય કહ્યું છે. માટે ધોવણ પાણીનું ગ્રાહ્ય હોવું તે સ્પષ્ટ છે. કલ્પસૂત્રની કલ્પાંતર ટીકામાં અનેક પ્રકારનાં ધોવણ પાણીની ચર્ચા કરીને સાધુને માટે અઠ્ઠમ સુધીની તપસ્યામાં લેવું કહ્યું છે, તેમ કહ્યું છે અને નિષેધ કરનારાને ધર્મ તેમજ આગમ નિરપેક્ષ અને દુર્ગતિથી ન ડરનારા કહ્યા છે.– કલ્પ સમર્થન, પાના પ૦.(આ વ્યાખ્યા કરનારા તપગચ્છના આચાર્ય છે.) આચારાંગ હૃ. ૧ અ. ૧ ઉ. ૩ની શીલાંકાચાર્યની રચેલ ટીકામાં ધોરણ પાણીના અચેત હોવાનો તેમજ સાધુને માટે કલ્પનીય હોવાનું વર્ણન છે. ત્યાં પાણીને અચિત્ત કરનારા અનેક પ્રકારનાં પદાર્થોનું વર્ણન પણ છે. પ્રવચન સારોદ્ધાર ૧૩૬ ગાથા ૮૮૧ માં પ્રાસુક અચિત્ત શીતળ પાણીનું ગ્રાહ્ય હોવાનું કથન છે. તથા ગાથા ૮૮રમાં ગરમ પાણી તેમજ પ્રાસુક પાણી બંનેના અચિત્ત રહેવાનો કાળ પણ કહ્યો છે. તેની ટીકામાં સ્પષ્ટ કહેલ છે કે ગરમ પાણી જેટલો જ ભાત વગેરેના ધોવણનો અચિત્ત રહેવાનો કાળ છે. उसिणोदगं तिदंडुक्कालियं फासुयजलादि जइ कप्पं । नवरि गिलाणाइकए पहरतिगोवरि वि धरियव्वं ॥ અહીંયા ગરમ તેમજ ધોવણ બંનેને કારણથી વધારે સમય સુધી રાખવાનું Page #211 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત બતાવેલ છે.ટીકા— ત્રિમિટ્ન્ડે-નાૌહાનિત આવૃત્ત યદુષ્ણો તથા યન્ત્રાપુ स्वकाय परकाय शस्त्रोपहतत्वेन अचित्त भूतं जलं, तदेव यतीनाम् कल्प्यं गृहीतमुचितं । जायइ सचित्तय से गिम्हम्मि पहर पंचगसुवरि । चउपहरोवरिसिसिरे वासासु पुणो तिपहरुपरिं ॥८८२ ॥ यदूर्ध्वमपि ध्रियते, तदा क्षारः प्रक्षेपणीयो, येन भूय: सचित्तः न भवतीति । ૨૧૧ લઘુ પ્રવચન સારોદ્વારની મૂળ ગાથા ૮૫ માં પણ ગરમ અને ધોવણ બંને પ્રકારનાં અચિત્ત પાણીનો કાળ સમાન કહ્યો છે, જેમ કે— खाइमि तले विवच्चासे; ति - चउ - पण जाम उसिण नीरस्स । वासाइसु तम्माणं, फासुयजलस्सावि एमेव ॥ ८५॥ આ પ્રકારે ટીકા-ગ્રંથોમાં બંને પ્રકારના પ્રાસુક જળને ગ્રહણ કરવાનું વિધાન છે. માટે પૂર્વોક્ત પ્રચલિત ધારણા ભ્રાંત છે અને તે આગમ સંમત નથી; પરંતુ આગમ વિપરીત પ્રરૂપણા છે. તપસ્યામાં ધોવણ પાણી :- સ્થાનાંગ સૂત્રના ત્રીજા સ્થાનમાં ઉપવાસ વગેરે તપસ્યામાં પણ ધોવણ પાણી પીવાનું વિધાન કરેલ છે તથા કલ્પસૂત્રમાં પણ સમાચારી પ્રકરણમાં ચાતુર્માસમાં કરવામાં આવતા ઉપવાસ, છઠ્ઠ, અક્રમમાં ભાત, લોટ, તલ વગેરેના ધોવણ પાણીનું તથા ઓસામણ કે કાંજી વગેરે કુલ ૯ પ્રકારનાં પાણીનો ઉલ્લેખ કરીને સમસ્ત પ્રકારનાં અચિત્ત પાણી લેવાનું વિધાન કરેલ છે. તેનાથી પણ સ્પષ્ટ થઈ જાય છે કે ધોવણ પાણીને અકલ્પનીય કે શંકાયુક્ત માનવું કે તેવો પ્રચાર કરવો ઉચિત નથી. સારાંશ એ છે કે એષણા દોષોથી રહિત આગમ સંમત કોઈપણ અચિત્ત જલને ગ્રાહ્ય સમજવું જોઈએ. તેમજ તેનો નિષેધ ન કરવો જોઈએ. ગ્રહણ કરતી વખતે તે પાણી અચિત્ત થયું છે કે નહીં તેની પરીક્ષા કરવાની તથા ૠતુ અનુસાર તેનો ચલિત રસ થવાનું તેમજ ફરીથી ચિત્ત થવાના સમયનો વિવેક જરૂર રાખવો જોઈએ. પુનર૨ :– (૧) ધોવણ પાણીનો એકાંત નિષેધ કરવો તે આગમ વિપરીત પ્રરૂપણા છે. (૨) ધોવણ તેમજ શુદ્ધોદક અને ગરમ પાણી ગવેષણા કરીને લેવાનું ક૨ે છે. (૩) મુખ્ય ગવેષણા આ પ્રમાણે છે– ૧. આધાકર્મી—સાધુના નિમિત્તે બનેલ ન હોય. ૨. પાણીની માત્રાને ઉચિત અનુપાતથી જ તેમાં શસ્ત્ર પડેલ હોય. ૩. તરતનું ન હોવું જોઈએ અને વધારે કાલનું(બીજા દિવસનું) પણ ન હોવું જોઈએ. ૪. રસમાં ફેર ન પડયો હોય. (૪) કલ્પસૂત્ર અનુસારે પણ ત્રણ ઉપવાસ સુધી ધોવણ પાણી કલ્પે છે. (૫) આધાકર્મી ગરમ પાણી લેવાનો રિવાજ ઉચિત નથી. અચિત્ત ધોવણની પરીક્ષા :– બનેલા ધોવણને હલાવવાથી વાસણનું તળીયું કે ન Page #212 -------------------------------------------------------------------------- ________________ છેદશાસ્ત્રઃ પરિશિષ્ટ ખંડ-૨ ર૧ર આસપાસની દીવાલ ન દેખાવા જોઈએ અને તેમાંથી શસ્ત્રના પદાર્થને નીતારીને કાઢીને ફેંકી દીધેલ હોય તો પણ ગરમ પાણી જેવું સ્વચ્છ ન દેખાવું જોઈએ. તેમજ સ્વાદમાં સચિત્ત જળ કરતાં કંઈક ભિન્નપણું હોવું જોઈએ. રસચલિતની પરીક્ષા – ધોવણ પાણીમાં લાર બની જાય કે સડવા જેવી ગંધ આવવાં લાગે કે ધોવણનો સ્વભાવિક સ્વાદ બદલી જાય. ખાટું-મીઠું લાગવા માંડે તો તે રસ ચલિત ધોવણ અગ્રાહ્ય છે. એવું વધારે ગરમીના દિવસોમાં બની શકે છે. ખાદ્ય પદાર્થના રસ ચલિત થવાની પરીક્ષા પણ આ જ રીતે કરવી જોઈએ. | | પ્રકરણ-૭: મકાન તેમજ પાટની શુદ્ધ ગવેષણા શીખો | [ઉદ્દેશક–૫: સૂત્ર-૩૦થી ૩૮] ૧. ફક્ત જૈન સાધુના ઉદ્દેશથી અથવા જેને સાધુયુક્ત બીજા સાધુઓ તેમજ પથિકોના ઉદ્દેશથી બનાવેલ ધર્મશાળા વગેરે ઉદ્દેશિક શય્યા છે. ૨. ગૃહસ્થ પોતાના માટે બનાવવામાં આવતા મકાનનો કે પરિકર્મના કાર્યનો નિર્ધારિત સમય સાધુના નિમિત્તે આગળ-પાછળ કરવાથી તથા ઉતાવળે કરવાથી અર્થાત્ અનેકદિવસોનાં કામને શીધ્ર એક દિવસમાં કરવાથી તે ગૃહસ્થનું વ્યક્તિગત મકાન પણ સપાહુડ શય્યા થઈ જાય છે. ૩. મકાન ગૃહસ્થને માટે બનેલ છે. તેમાં સાધુને માટે પરિકર્મ કાર્ય કરવા પર ગૃહસ્થના ઉપયોગમાં આવવાના પહેલા થોડાક સમય સુધી તે મકાન સપરિકર્મ શધ્યા, છે. આ ત્રણ પ્રકારની દોષ યુક્ત શય્યામાં પ્રવેશ કરવા પર અર્થાત્ રહેવાથી લઘુમાસિક પ્રાયશ્ચિત્ત કહ્યું છે. બીજા અને ત્રીજા દોષવાળી શય્યાનું મૌલિક નિર્માણ ગૃહસ્થના સ્વપ્રયોજનથી હોય છે અને પ્રથમ દોષવાળી શય્યામાં બનાવવાવાળાનું સ્વપ્રયોજન હોતું નથી. ફક્ત પર પ્રયોજનથી તેનું નિર્માણ કરવામાં આવે છે, તે અંતર ધ્યાનમાં રાખવું જોઈએ. વર્તમાનમાં ઉપલબ્ધ ઉપાશ્રયોની કલ્પનીયતા-અકલ્પનીયતા - - સાધુ-સાધ્વીને રહેવાના સ્થાનને આગમમાં શય્યા, વસતિ તેમજ ઉપાશ્રય કહેવાય છે. (૧) કર્ણ – દોષ રહિત-પૂર્ણ શુદ્ધ, સાધુ સાધ્વીને રહેવાને યોગ્ય. (૨) અકથ્ય – દોષ યુક્ત સાધુ સાધ્વીને રહેવાને અયોગ્ય. (૩) કચ્યાકષ્ય – દોષ યુક્ત હોવા છતાં પણ કાલાન્તરથી કે પુરુષાન્તરકૃત હોવાથી રહેવા યોગ્ય. Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૩ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત (૧) કલવ્ય ઉપાશ્રય : - ૧. પોતાને માટે કે સામાજિક ઉપયોગને માટે અથવા ધાર્મિક ક્રિયાઓની સામૂહિક આરાધનાને માટે નવા મકાનનું નિર્માણ કરાવવામાં આવે છે. ૨. પોતાનું બીજુંમકાન(વધારાનું) ધાર્મિક આરાધના માટે અથવા સાધુ સાધ્વીઓને રહેવા માટે સંઘને સમર્પિત કરી દેવામાં આવે છે. ૩. મોટા-મોટા ક્ષેત્રોના સમાજ કે સંઘમાં મતભેદ થવા પર વિભિન્ન પક્ષોના દ્વારા ભિન્ન-ભિન્ન મકાનોનું નિર્માણ કરવામાં આવે છે. ૪. એક ઉપાશ્રય હોવા છતાં પણ ચાતુર્માસ વગેરેમાં ભાઈઓ તેમજ બહેનો સ્વતંત્ર પૌષધ-પ્રતિક્રમણ વગેરે કરી શકે તેમ બીજા ઉપાશ્રયની આવશ્યકતા પ્રતીત થવા પર નવા મકાનનું નિર્માણ કરવામાં આવે છે. ૫. ધાર્મિક આરાધનાને માટે કોઈનું બનાવેલ મકાન ખરીદી લેવામાં આવે છે. આવા મકાનોમાં સાધુ-સાધ્વીઓના નિમિત્તે નિર્માણ કાર્ય આદિ થયેલ ન હોવાથી તે પૂર્ણ નિર્દોષ હોય છે. (ર) અકથ્ય ઉપાશ્રયઃ૧. કોઈ એવા ગામ હોય છે, જેમાં જેને ગૃહસ્થોના ફક્ત એક બે ઘર હોય છે અગર એક પણ ઘર નથી હોતું. ત્યાં સાધુ-સાધ્વીને રહેવાને માટે મકાન નિર્માણ કોઈ એક વ્યક્તિ દ્વારા કે વધારે વ્યક્તિઓ દ્વારા કરાવવામાં આવે છે. તેમજ તે મકાનનું કોઈપણ નામ રાખી દેવામાં આવે છે. ૨. સંત સતીઓને રહેવાનાં સ્થાન અલગ-અલગ હોવા જોઈએ એવો અનુભવ થવા પર બીજા મકાનનું નિર્માણ કરાવવામાં આવે છે. ૩. નવા વસેલા ગામ કે ઉપનગરમાં અથવા જુના ગામમાં ધર્મભાવના કે પ્રવૃત્તિ વધવાથી ગૃહસ્થોની ધાર્મિક આરાધનાઓને માટે અને સાધુ સાધ્વીઓના માટે નવા મકાન બંધાવવામાં આવે છે. ૪. સાધ્વીઓને રહેવા માટે અને બહેનોની ધાર્મિક આરાધનાઓને માટે પણ નવા મકાનનું નિર્માણ કરાવવામાં આવે છે. આ મકાનો બનાવવાનો મુખ્ય ઉદ્દેશક સાધુ સાધ્વીઓને માટે હોવાથી ઔદેશિક તેમજ મૌલિક નિર્માણમાં મિશ્રજાત દોષ હોવાને કારણે તે પૂર્ણતઃ અકલ્પનીય છે. (૩) કલ્પનીય-અકલ્પનીય ઉપાશ્રય - ૧. મોટા-મોટા સંઘોમાં પોતાનાં આયોજનો પ્રયોજનોને લઈને નવા મકાન નિર્માણ Page #214 -------------------------------------------------------------------------- ________________ | છેદશાસ્ત્રઃ પરિશિષ્ટ ખંડ-ર | | | ર૧૪] ૨૧૪ કરવામાં આવે છે. સાથે જ સંત સતીઓની અનુકૂળતાઓને પણ લક્ષ્યમાં રાખવામાં આવે છે. ૨. સાધુ સાધ્વીઓને માટે મકાન ખરીદવામાં આવે છે. ૩. ગૃહસ્થો તેમજ સાધુ સાધ્વીઓના સંયુક્ત ઉપયોગને માટે પણ ક્યાંક-ક્યાંક મકાન ખરીદવામાં આવે છે. ૪. નિર્દોષ મકાનમાં પણ સાધુ સાધ્વીઓને ઉદ્દેશીને કેટલાય પ્રકારનો સુધારો કરવામાં આવે છે. ૫. ચાતુર્માસના સમયમાં, શ્રોતાઓની સુવિધાને માટે, સંઘની શોભાને માટે અથવા સાધુઓને આવશ્યક ઉપયોગના નિમિત્તે કંઈક સુધારો કરવામાં આવે. ૬. સાધુ સાધ્વીઓના ઉદ્દેશ્યથી સચિત્ત પદાર્થ કે ભારે અચિત્ત ઉપકરણ સ્થાનાન્તરિત કરવામાં આવે છે, અથવા મકાનની સફાઈ કરવામાં આવે છે. આ મકાનોમાં સૂક્ષ્મ ઉદ્દેશ્ય કેઅલ્પઆરંભકેપરિકર્મકાર્યહોવાથી ગૃહસ્થનાં ઉપયોગમાં આવ્યા બાદ કે કાલાન્તરમાં તે મકાન કલ્પનીય બની જાય છે. આચા. શ્રુ.અ.૫ અને ૬ માં સાધુને માટે ખરીદેલા વસ્ત્ર પાત્રને ગૃહસ્થના ઉપયોગમાં આવ્યા પછી કે કાલાંતરમાં કલ્પનીય કહેલ છે અને અ.૨ ૧.૧માં સાધુને માટે કરવામાં આવેલ અનેક પ્રકારનાં આરંભ તેમજ પરિકર્મ(ફરીથી સમારકામ કરેલ હોય) યુક્ત મકાન પણ ગૃહસ્થના ઉપયોગમાં આવ્યા પછી કલ્પનીય કહેલ છે. આ આગમ પ્રમાણોના આધારથી અહીંયા ઉપર કહેલ મકાનોને કાલાન્તરથી કલ્પનીય બતાવેલ છે. સાર - જે મકાનોના નિર્માણમાં તેમજ પરિકર્મમાં સાધુ સાધ્વીનું જરાપણ નિમિત્ત ન હોય તો તે પૂર્ણ કલ્પનીય છે. જે મકાનોના નિર્માણમાં મુખ્ય ઉદેશ્ય સાધુ-સાધ્વીનો હોય તે પૂર્ણ અકલ્પનીય છે. જે મકાનોના નિર્માણમાં સાધુસાધ્વીઓનું મુખ્ય લક્ષ્ય ન હોય પરંતુ તેની અનુકૂળતાઓનું લક્ષ્ય રાખેલ હોય, તેના નિમિત્તે સામાન્ય કેવિશેષ પરિકર્મ(સુધારો) કરેલ હોય તે મકાન અકલ્પનીય હોવા છતાં કાલાન્તરમાં ગૃહસ્થના ઉપયોગમાં આવી જવાથી કલ્પનીય થઈ જાય છે. –આચા. શુગર અ.૨ .૧ પાટની ગવેષણા: સદોષ તેમજ નિર્દોષ ઉપાશ્રયના વિકલ્પોની જાણકારીની સાથે પાટ સંબંધી વિકલ્પોની જાણકારી હોવી આવશ્યક છે. ઘણા ઉપાશ્રયોમાં સૂવા બેસવા માટે પાટ પણ હોય છે. તે પાટોના સંબંધમાં ત્રણ વિકલ્પો હોય છે– (૧) નિર્દોષ (૨) સદોષ (૩) અવ્યક્ત દોષવાળી પાટ. Page #215 -------------------------------------------------------------------------- ________________ ર૧પ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત (૧) નિર્દોષ પાટઃ- (૧) ઘણાય પ્રાંતોમાં પ્રચલિત પરિપાટી અનુસાર ગૃહસ્થોના ઘરોમાં, સામાજિક કાર્યોના મકાનોમાં, પાઠશાળાઓમાં તથા પુસ્તકાલયો વગેરેમાં આવશ્યકતા મુજબ પાટ બનાવવામાં આવે છે. તે પાટ કોઈના ઘરોમાં હોય કે ઉપાશ્રયમાં ભેટ આપી દીધી હોય. (૨) કેટલાક ગામોમાં મકોડા, વીંછી વગેરે જીવોનાં ઉપદ્રવને કારણે શ્રાવક-શ્રાવિકાઓ દયા, પૌષધ, સંવર વગેરે કરતી વખતે ઉપયોગમાં લેવાને માટે પણ ઘણી પાટો બનાવવામાં આવે છે. ઉક્ત બંને પ્રકારની પાટ પૂર્ણ શુદ્ધ છે. (૨) સદોષ પાટઃ- (૧) સાધુ-સાધ્વીઓના સૂવા-બેસવા માટે અને વ્યાખ્યાનસભામાં બેસવા માટે પાટ ગૃહસ્થ બનાવે છે. (૨) કેટલાક સ્થાનમાં ગૃહસ્થને માટે તેમજ સાધુને માટે તેમ મિશ્રભાવે પાટ બનાવવામાં આવે છે. (૩) બનીબનાવેલી તૈયાર પાટ સાધુ સાધ્વીઓના ઉદ્દેશ્યથી ખરીદીને ઉપાશ્રયને ભેટ કરવામાં આવે છે; આ ત્રણે ય સાધુના ઉદ્દેશ્યથી બનાવેલ કે ખરીદેલી પાટ છે; માટે સદોષ છે. (૩) અવ્યક્ત દોષવાળી પાટ :- (૧) શાદી વગેરે વિશેષ અવસર પર પાટ બનાવીને ઉપાશ્રયમાં ભેટ કરવામાં આવે છે. તે સમયે ઉપાશ્રયમાં જરૂરી છે કે નહીં તેનો વિચાર કરવામાં આવતો નથી. (૨) મારું નામ ઉપાશ્રયમાં રહે એટલા માટે પાટ દેવી વિશેષ સારી છે, એ વિચારથી પણ ઉપાશ્રયમાં પાટ ભેટ કરવામાં આવે છે. આ બંને ય નિરુદ્દેશ્ય કે અવ્યક્ત ઉદ્દેશ્યથી બનાવેલ પાટ છે. પાટવગેરે સંસ્તારકોના સંબંધમાં ઓશિકાદિ ગુરુતર(ભારે) દોષોનું કથન કરવા વાળા આગમ પાઠનથી તથા કેવા દોષવાળી પાટ ક્યાં સુધી અકથ્ય રહે છે અને ક્યારે કષ્ય થઈ જાય છે તેનું સ્પષ્ટ કથન કરનારા પાઠ પણ ઉપલબ્ધ નથી. આચા. શ્રુ. ૨ અ.ર ઉ.૩માં પાટથી સંબંધિત જે પાઠ છે તેનો સાર એ છે કે સાધુ-સાધ્વી પાટ ગ્રહણ કરવા ઈચ્છે તો તેને એ ધ્યાન રાખવું જરૂરી છે કે (૧) તેમાં કોઈ જીવજંતુઓ નથી ને? (૨) ગૃહસ્થ તેને ફરીથી સ્વીકાર કરી લેશે કે નહિ? (૩) વધારે ભારે તો નથી ને? (૪) જીર્ણ કે અનુપયોગી તો નથીને? જો તે પાટ જીવ રહિત, પાઢીયારી, હળવી તેમજ સ્થિર છે તો ગ્રહણ કરવી જોઈએ. અન્યથા ન લેવી જોઈએ. તે ઉપરાંત પાટથી સંબંધિત દોષોનું કથન આગમોમાં ઉપલબ્ધ નથી. પાટ વગેરેના નિર્માણમાં ફક્ત પરિકર્મ કાર્ય જ કરવામાં આવે છે. જે મકાનના પુરુષાન્તરકૃત કલ્પનીય દોષોથી અતિઅલ્પ હોય છે. અર્થાત્ તેના બનવામાં અગ્નિ, પૃથ્વી વગેરેની વિરાધના થતી નથી. અપ્લાયની વિરાધના પણ પ્રાયઃ થતી નથી. માટે આધાકર્માદિ દોષોની તેમાં સંભાવના નથી. તેથી તેને બનાવવામાં પરિકર્મ દોષ(સુધારો કરેલ) કે ક્રીદોષ(ખરીદેલું) જ હોય છે. ખરીદેલું મકાન કે પરિકર્મ Page #216 -------------------------------------------------------------------------- ________________ છેદશાસ્ત્ર ઃ પરિશિષ્ટ ખંડ–ર દોષયુક્ત મકાનનું કલ્પનીય હોવાની સમાન જ ઉક્ત બંને વિભાગના દોષોવાળી પાટોને પણ કાલાન્તરે અથવા ગૃહસ્થના ઉપયોગમાં આવ્યા બાદ કલ્પનીય સમજી લેવી જોઈએ. ૨૧૬ જૈન સાધુઓનાં (૧) દિગંબર (૨) શ્વેતાંબર-મંદિરમાર્ગી (૩) સ્થાનકવાસી (૪) તેરાપંથી વગેરે જે ફીરકાઓ છે તેમાંથી કોઈ એક સંઘના સાધુઓના ઉદ્દેશથી બનેલો આહાર કે મકાન બીજા સંઘના સાધુઓને માટે ઔદેશિક દોષયુક્ત નથી. આ વિષયનું કથન મૂળ આગમમાં નથી પરંતુ પ્રાચીન વ્યાખ્યા ગ્રંથોમાં છે. તેનો આશય એ છે કે જેનો સિદ્ધાંત અને વેશ સમાન હોય, તે પ્રવચન તેમજ લિંગથી સાધર્મિક કહેવાય છે. આ પ્રકારના સાધર્મિક સાધુને માટે બનાવેલ આહાર મકાન વગેરે બીજા સાધર્મિકને માટે પણ કલ્પનીય હોતા નથી. ઉપર્યુક્ત ચારે ય જૈન ફીરકાઓનાં વેશ અને સિદ્ધાંતોમાં ભેદ પડી ગયા છે અને પ્રત્યેક સંઘે એક બીજાથી સર્વથા ભિન્ન તથા સ્વતંત્રરૂપ ધારણ કરી લીધું છે. માટે ઉક્ત એક જૈનસંઘનું ઔદ્દેશિક મકાન વગેરે બીજા સંઘો માટે ઔદેશિક નથી. નાના ક્ષેત્રના નાના શ્રાવક સમાજમાં બધા જૈનસંઘોના મિશ્રિત ભાવથી નિર્મિત ઔદ્દેશિક શય્યા વગેરે બધા સંઘોના સાધુઓને માટે ઔદેશિક દોષયુક્ત સમજવી જોઈએ. પ્રકરણ-૮ : ઉપરની મંજિલમાં સાધુઓનું રહેવું [ઉદ્દેશક-૧૩ : સૂત્ર--૧૧] ન અંતરિક્ષજાત ઃ- મંચ, માળ, મકાનની છત વગેરે સ્થળોની ઊંચાઈ તો તેના નામથી જ સ્પષ્ટ થઈ જાય છે. માટે અંતરિક્ષજાતનું ‘ઊંચા સ્થાન’ એવો અર્થ ન કરવો જોઈએ પરંતુ ‘આકાશીય અનાવૃત સ્થળ' એવો અર્થ કરવો જોઈએ. અર્થાત્ સૂત્રકથિત ઊંચા સ્થળોની ચારે તરફ ભીંત વગેરે ન હોય અને ખુલ્લુ આકાશ જ હોય તો તે ઊંચા સ્થળ અંતરિક્ષજાત વિશેષણવાળા કહેવામાં આવે છે. આ જ અર્થ આચા. બ્રુ.૨ અ.૨ ઉ.૧ માં, આ વિષયના વિસ્તૃત પાઠથી સ્પષ્ટ થાય છે, કારણ કે સૂત્રગત ઊંચું સ્થળ ભીંત વગેરેથી ચારે તરફથી આવૃત્ત હોય તો પડવા વગેરેની આચારાંગમાં કહેલ સંભાવનાઓ સંગત થઈ શકતી નથી. અનાવૃત્ત ઊંચા સ્થાનમાં સૂકવેલ વસ્ત્ર પાત્ર વગેરે ઉડીને પડવાની સંભાવના રહે છે. તેમજ તેનાથી અયતના અને પ્રમાદની વૃદ્ધિ થાય છે. એટલા માટે આગમમાં ઊંચા અને અનાવૃત્ત સ્થાન અનેક ક્રિયાઓ કરવા માટે નિષિદ્ધ છે. પરંતુ આવૃત્ત સ્થાનમાં ઊંચા નીચા કોઈપણ સ્થાનનો વિવેકપૂર્વક ઉપયોગ કરી શકાય છે. તેમાં સૂત્રોક્ત કોઈપણ દોષ લાગતો નથી. કારણ કે વસ્તુઓનું ઉડવું, પડવું, ભીંત ન હોવાથી શકય બને છે. ચારે તરફથી આવૃત્ત કે ઉપરથી ઢાંકેલ અથવા ઉપરની મંજીલના બંધ ઓરડામાં આવા Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૭. મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત કોઈપણ દોષનો સંભવ નથી. માટે સૂત્રનો યોગ્ય આશય સમજીને જ પ્રરૂપણા તેમજ પ્રવૃત્તિ કરવી જોઈએ. પ્રસ્તુત સૂત્ર કથિત પ્રાયશ્ચિત્ત પણ ઊંચા અને અનાવૃત્ત (ચારે તરફથી ભીંત વિનાના)સ્થાન પર સૂત્ર નિર્દિષ્ટ કાર્ય કરવા પર જ આવે છે. એવું સમજવું જોઈએ. દોરી પર કપડાં સૂકવવા - પ્રસ્તુત સૂત્રમાંથી તથા અન્ય સૂત્રોના આધારે ચારે તરફથી ઢાંકયા વિનાની છત વગેરે પર બેસવાનો, રહેવાનો, વસ્ત્ર પાત્ર વગેરે સૂકવવાનો જે નિષેધ છે તેની ઉચિતતા સ્પષ્ટ છે કે ત્યાંથી પડવાની, વસ્ત્રાદિ દૂર ઉડી જવાની પ્રાયઃ શક્યતા હોય છે. એવા ઊંચા સ્થળોમાં દોરી પર કપડાં સૂકવવા પણ સૂત્રોક્ત દોષોથી યુક્ત છે. નીચે કે ઉપર ચારે તરફથી ઘેરાયેલા અથવા સુરક્ષિત સ્થાનમાં દોરી પર કપડાં સૂકવવાથી સૂત્રોક્ત દોષોની સંભાવના રહેતી નથી. પ્રશ્ન એ થાય છે કે દોરી પર કપડાં સૂકવવાથી, હવામાં હલતા રહેવાથી તેમજ પડવાથી વાયુકાયની અયતના થાય છે. સમાધાન એ છે કે રસ્સી પર ન સૂકવતા ભૂમિ પર જ વસ્ત્ર સૂકવવામાં આવે તો પણ હવાથી તે હાલતું રહે છે. ચારે તરફ પથ્થર રાખવામાં આવે તો પણ વચ્ચે હાલે છે. વધારે હવા હોવાથી ભૂમિ પર સૂકવેલા કપડા પણ આમ તેમ ઉડતા હોય છે. ઓછી હવા હોય તો દોરી પર પણ વધારે હલતા નથી. સમજવાનું એ છે કે સાધુઓએ પહેરેલ પછેડી(ચદર) ચોલપટ્ટો(ચરોટો) વગેરે વસ્ત્ર ચાલવાથી સ્વાભાવિક હલે છે. જેમ કામ કરવાથી તેમજ બોલવાથી સ્વાભાવિક અંગ ઉપાંગહલે છે. તો આવા પ્રકારે હલવાથી વાયુકાયની અકલ્પનીય અયતના કહી શકાતી નથી. માટે વસ્ત્ર ભૂમિ પર હોય કે દોરી પર મંદ હવાથી મંદ હલવું અકલ્પનીય અયતના નથી. વધારે હવાથી વધારે હશે તે અકલ્પનીય છે. તો એવા સમય અને એવી હવાના સ્થળે ભૂમિ પર કે દોરી પર કયાંય પણ વસ્ત્ર સૂકવવા અવિવેક છે. તે સમયે વસ્ત્રની જલદીથી ફટાફટ હલવાની જે પ્રવૃત્તિ હોય છે તે ભૂમિ પર અને દોરી પર બંને જગ્યાએ શક્ય છે. ક્યારેક ભૂમિ પર વધારે રજ હોય તો તેને પુંજીને સાફ કરવામાં જેટલી ક્રિયા કરવી પડે છે તેટલી દોરીમાં થતી નથી તથા તે ધૂળથી કપડા જેટલા જલદી વધારે મેલા થશે તેટલા જ જલદીથી ધોવાનો પ્રમાદ ઉપસ્થિત થશે. વસ્ત્ર ધોવામાં પણ હાથ અને પાણીનું વધારે પડતું હલવું અને મંથન હોય છે. તેની સામે દોરી પર સામાન્ય કપડા હલવા તે નગણ્ય છે. માટે વિવેકપૂર્વક દોરી પર કપડા સૂકવવા અકલ્પનીય થતાં નથી અને અવિવેક હોય તો ભૂમિ પર કપડાં સૂકવવા પણ દોષપ્રદ થઈ જાય છે. Page #218 -------------------------------------------------------------------------- ________________ છંદશાસ્ત્ર ઃ પરિશિષ્ટ ખંડ-ર સાર ઃ વિવેક તેમજ અનુભવ તથા હાની લાભના ચિંતન યુક્ત નિર્ણયથી જ કોઈપણ પ્રવૃત્તિ કરવી જોઈએ. વ્યવહારિક પ્રવૃત્તિમાં એકાંતિક આગ્રહ હોય તો તે અવિવેક છે. પ્રકરણ-૯ : અકલ્પનીય શય્યા-ઉપાશ્રય ૨૧૮ [ઉદ્દેશક-૧૬, સૂત્ર–૧ થી૩] - સાગારિક શય્યા ઃ– સ્ત્રી-પુરુષ જ્યાં રહેતા હોય અથવા જ્યાં એકલી સ્ત્રી રહેતી હોય અગર ફક્ત સ્ત્રીઓજ રહેતી હોય તે સ્થાન સાગારિક શય્યા' છે. એવી શય્યામાં ભિક્ષુઓને રહેવાનું આ સૂત્રમાં પ્રાયશ્ચિત્ત કહ્યું છે. આભૂષણ, વસ્ત્ર, આહાર, સુગંધિત પદાર્થ, વાદ્ય, નૃત્ય, નાટક, ગીત તથા શયન, આસન વગેરેથી યુક્ત સ્થાન દ્રવ્ય-સાગારિક શય્યા' છે અને સ્ત્રીયુક્ત સ્થાન ‘ભાવ-સાગારિક શય્યા’ છે. છદ્મસ્થ સાધકોને અનુકૂળ નિમિત્ત મળવા પર ક્યારેય પણ મોહકર્મનો ઉદય થઈ શકે છે. જેનાથી તે સંયમ સમાચારીમાં શિથિલ બની જાય છે અગર બ્રહ્મચર્યથી વિચલિત થઈ શકે છે. સઉદકશય્યા ઃ— જ્યાં ખુલ્લા હોજમાં કે ઘડા વગેરેમાં પાણી રહેતું હોય તે સઉદક શય્યા છે. ત્યાં રહેવા પર ભિક્ષુના ગમનાગમન વગેરે ક્રિયાઓથી અપ્લાયના જીવોની વિરાધના થઈ શકે છે. બૃહત્કલ્પ સૂત્ર ઉ.ર માં જ્યાં સંપૂર્ણ દિવસ રાત અચિત્ત પાણીના ઘડા ભર્યા રહેતા હોય ત્યાં રહેવાની મનાઈ છે અને અહીંયા સામાન્ય રૂપથી પાણી પડ્યું રહેતું હોય તે સ્થાનમાં રહેવાનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. ઉદયભાવથી કોઈપણ ભિક્ષુને તે પાણી પીવાનો સંકલ્પ પણ થઈ શકે છે. અથવા અન્ય લોકોને ‘સાધુ પાણી પીતા હોય’, તેવી આશંકા પણ જન્મે છે. સાગણિક શય્યા :- જે ઘરમાં અગર કોઈ ઓરડામાં અગ્નિ જલી રહી હોય કે બત્તી બળતી હોય તે ‘સાગણિક શય્યા’ છે; ત્યાં ભિક્ષુ ન રહે. કારણ કે ત્યાં ગમનાગમન કરશે અગર વંદન, પ્રતિલેખન, પ્રમાર્જન વગેરે સંયમ સમાચારીનું કાર્ય કરશે તો અગ્નિકાયની વિરાધના થવાની સંભાવના છે. શીત નિવારણને માટે અગ્નિનો ઉપયોગ કરવાથી હિંસાની અનુમોદનાનો દોષ લાગશે. આપવાદિક કલ્પ :- ઉક્તદોષવાળા સ્થાનોમાં ૧-૨ રાત્રિ રહેવા પર પણ અગીતાર્થ સાધુને પ્રાયશ્ચિત્ત આવે છે અને ગીતાર્થ સાધુને પ્રાયશ્ચિત્ત આવતું નથી; કારણ કે તે આપવાદિક સ્થિતિમાં વિવેકનો યથાર્થ નિર્ણય લઈ શકે છે. વાસ્તવમાં ગીતાર્થનો વિહાર અને ગીતાર્થની નિશ્રામાં વિહાર કરવો જ Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૧૯ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત કલ્પનીયવિહાર છે. એક કે અનેક અગીતાર્થોનું વિચરણ કરવું કે ભિક્ષાચરી કરવી વગેરે કાર્યોનો નિષેધ જ છે. આચા. અને નિશીથને અર્થ સહિત કંઠસ્થ ધારણ ન કરવાવાળા બધા અગીતાર્થ છે. અન્ય મકાન સુલભ ન હોવા પર પૂર્વોક્ત શય્યાઓમાં ગીતાર્થ(બહુશ્રુત) ભિક્ષુ ૧-૨ રાત્રિ રહી શકે છે. વધારે રહેવા પર તેને પણ સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત સમજવું જોઈએ. | પ્રકરણ-૧૦ઃ કલ્પ મર્યાદા અને અપવાદ વિચાર | હ | [ઉદ્દેશક–૨: સૂત્ર-૩૭] કલ્પમર્યાદાના સંબંધમાં આચારાંગ શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૨, ઉદ્દેશક–૨ અનુસાર બેક્રિયાઓ દોષ રૂપ કહેલ છે–૧. કાલાતિકાન્ત ક્રિયા ૨. ઉપસ્થાન ક્રિયા. કાલાતિકાન્ત ક્રિયા – એક ક્ષેત્રમાં માસ કલ્પ(ર૯ દિવસ) રહ્યા પછી પણ વિહાર ન કરે તથા એક ક્ષેત્રમાં ચાતુર્માસકલ્પ(અષાઢ પૂર્ણિમાથી કારતક પૂનમ સુધી) રહ્યા પછી ત્યાંથી વિહાર ન કરે તો તે કાલાતિક્રાન્ત ક્રિયા' નામનો દોષ છે. ઉપસ્થાન ક્રિયા :- એક ક્ષેત્રમાં એક માસ કલ્પ રહ્યા પછી બે માસ અન્યત્ર વિતાવ્યા વિના જ ત્યાં આવીને રહે તો તે ઉપસ્થાન ક્રિયા' નામનો દોષ છે. - આ બંને ક્રિયાઓનું સેવન કરવું તે નિત્યવાસ માનેલ છે. એનિત્યવાસનું સૂત્રોક્ત લઘુમાસ પ્રાયશ્ચિત્ત છે. નિત્યવાસનિષેધ તેમજ તેના પ્રાયશ્ચિત્ત વિધાનનો મૂળહેતુ એ છે કે અકારણ નિરંતર નિત્ય રહેવાથી વધારે પરિચય થાય છે. તેનાથી અવજ્ઞા અને અનુરાગ બને થઈ શકે છે. અવજ્ઞાથી ધર્મની હીલના અને અનુરાગ વૃદ્ધિથી ચારિત્રની અલનાનો સંભવ છે. ચારિત્ર ખલનામાં ગવેષણા(ગોચરી વિગેરે) અને બ્રહ્મચર્યની અલના મુખ્ય હોય છે. એટલા માટે માસિકલ્પ કે ચાતુર્માસ કલ્પ પસાર કરીને વિહાર કરવો તેમજ બમણો કાળ બીજી જગ્યાએ વિચરવું અતિ જરૂરી છે. દશવૈકાલિકની બીજી ચૂલિકા ગાથા ૧૧ અનુસાર ચાતુર્માસ કલ્પવાળા ક્ષેત્રમાં એક વર્ષ સુધી ફરીથી ન જવાની કાળ ગણના આ પ્રકારે છે. ચાતુર્માસકલ્પના ચાર માસ તેનાથી બે ગણા આઠ માસ પસાર થયા બાદ ફરી ચાતુર્માસકલ્પ આવી જવાથી ત્રણ ગણો સમય બરાબર એક વર્ષ થઈ જાય છે. | "ગુના તિ!” આચા. શ્રુ.રા.ર6.રમાં નિત્યવાસ સંબંધી ઉપસ્થાન ક્રિયાનું વર્ણન કરતા થકા સૂચિત કરેલ છે કે રોષકાળનો કલ્પ (એક માસ)ને બે ગણો સમય અન્યત્ર વિતાવ્યા વિના ફરી ત્યાં નહિ જવું અને ચાર્તુમાસનો ત્રણ Page #220 -------------------------------------------------------------------------- ________________ | વેદશાસ્ત્ર પરિશિષ્ટ ખંડ-૨ રર૦ ગણો કાળ બીજી જગ્યાએ વિતાવ્યા વિના ફરીથી ત્યાં ન આવવું જોઈએ અર્થાત્ બે મહિના બીજી જગ્યાએ પસાર કર્યા બાદ ફરીથી તે ક્ષેત્રમાં એક માસ કલ્પ રહી શકાય છે અને ચાર્તુમાસ બાદ ત્રણગણો સમય બાર મહિના અન્યત્ર વિતાવ્યા પછી તે ક્ષેત્રમાં ક્યારેય પણ માસ કલ્પ કે ચાર માસ કલ્પ રહી શકાય છે. આનાથી એ સ્પષ્ટ થાય છે કે એક ચોમાસા પછી બે ચોમાસા અન્યત્ર કર્યા વિના તે ક્ષેત્રમાં ચોમાસું ન કરવું આ એકાંત ધારણા સમજણ ભ્રમની છે. માટે તે સંબંધી આ આગમ આધારને ઊંડાણથી સમજવાની આવશ્યકતા રહે છે. અન્યથા અતિ પ્રરૂપણાનો દોષ થાય છે. ચોમાસા પછી કે માસ કલ્પ પૂરા કર્યા પછી એક રાત કે બે રાત કયાંય પણ પસાર કરીને પછી તે ચોમાસા કરેલ ક્ષેત્રમાં આવીને રહેવું સ્પષ્ટ જ આગમ વિપરીત પ્રવૃત્તિ છે. કોઈએ પણ એવી પ્રવૃત્તિ ચલાવી રાખી છે, તેમાં આગમ ચિંતનપૂર્વક સંશોધન કરવું જોઈએ. અન્ય શ્રમણોમાં પણ તેની નકલ ન થઈ જાય તે માટે ગચ્છ પ્રમુખોએ સતર્ક રહેવું જોઈએ. કલ્પમાં અપવાદનો આધાર - આગમોમાં કલ્પ ઉપરાંત રહેવાનો કયાંય પણ અપવાદ વિધાન ઉપલબ્ધ નથી, પરંતુ અહીંયા ભાષ્ય ગાથા ૧૦૧થી 1024 સુધી ગ્લાન અવસ્થા વગેરે પરિસ્થિતિઓમાં તથા જ્ઞાનાદિ ગુણોની વૃદ્ધિ હેતુ નિત્યવાસને દોષરહિત કહેલ છે. આ કારણોથી રહેનારા ભિક્ષને જિનાજ્ઞા તેમજ સંયમમાં સ્થિત માનેલ છે. આ ભાષ્યગાથા વિધાનના આધારથી આજકાલ ઔષધ ઉપચારને માટે કે અધ્યયન-અધ્યાપનને માટે યુવાન સંતસતીઓ કલ્પ ઉપરાંત રહે છે. તેમજ મધ્યમ તીર્થકરનાં શૈલક રાજર્ષિનું દષ્ટાંત લઈને એક વૃદ્ધ ગ્લાન સાધુના આલંબનથી અનેક સાધુ-સાધ્વી કલ્પ ઉપરાંત એક જગ્યાએ રહે છે, જોકે સેવાને માટે તો એક કે બે સંતોની આવશ્યકતા જ હોય છે. વાસ્તવમાં સેવા કાર્ય કે સ્વયંની રુણતા અને અધ્યયનનાં હેતુ વિના કેવળ આળસ કે સ્વચ્છંદતાથી કલ્પ ઉપરાંત રહેવું અકારણ મર્યાદા ભંગ કરવા સમાન છે. તેની છૂટ ભાષ્ય ગાથામાં પણ આપેલ નથી. સારઃ- (1) રુણતા તેમજ અધ્યયન હેતુ યુવાન સંત ભાષ્યાધારથી કલ્પ ઉપરાંત રહે છે. (2) કોઈની ઓટ(આડ)થી અકારણ રહેવું સ્વચ્છંદ વૃત્તિ છે. (3) ચોમાસા પછી એક ચોમાસુ તે ક્ષેત્રમાં ન કરવું બીજાં ચોમાસુ કરી શકાય છે. (4) માસ કલ્પ પછી બે ગણું તેમજ ચોમાસા પછી ત્રણ ગણો સમય વીતાવ્યા વિના તે ક્ષેત્રમાં આવીને રહેવું દોષ છે. (4) હુગુણા તિકુળ, આચારાંગનો આ પાઠ શુદ્ધ છે, તેમાં શંકા કરી ફેરફાર કરવાની આવશ્યકતા નથી. Page #221 -------------------------------------------------------------------------- ________________ 21 મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત, | | પ્રકરણ-૧૧ઃ સાધુનો નૌકાવિહાર અને વાહન ઉપયોગ | [ઉદ્દેશક–૮: સૂત્ર–૧] સાધુ અપ્લાયના જીવોની વિરાધનાનો સંપૂર્ણ ત્યાગી હોય છે. માટે તેને નૌકા વિહાર કરવો કલ્પતો નથી. આચારાંગ સૂત્ર, બૃહત્કલ્પસૂત્ર તથા દશાશ્રુત સ્કંધ સૂત્રમાં અપવાદરૂપવિશેષ પ્રયોજનથી નૌકા(નાવ) દ્વારા જવાનું વિધાન છે. નૌકા વિહારના કારણો - સૂત્રોમાં કહેલ નૌકા વિહાર કરવાનું મુખ્ય કારણ તો કલ્પ મર્યાદા પાલન કરવાનું છે તે સિવાય- (1) સેવામાં જવું (2) ભિક્ષા(ગોચરી) દુર્લભ હોય તો સુલભ ગોચરીવાળા ક્ષેત્રોમાં જવું (3) સ્થળ માર્ગ જીવવાળો હોવાથી (4) સ્થળમાર્ગ વધારે લાંબો હોય તો(તેનો અનુપાત ભાષ્યથી જાણવો) (5) સ્થળ માર્ગમાં ચોર, અનાર્ય કે હિંસક જંતુઓનો ભય હોય તો (6) રાજા વગેરે દ્વારા નિષિદ્ધ ક્ષેત્ર હોય તો નૌકા દ્વારા પાર કરવા યોગ્ય નદીને પાર કરવાને માટે નાવમાં બેસવું આગમ વિહિત(માન્ય) છે, તેને સપ્રયોજન માનેલ છે. તેનું આ સૂત્રમાં પ્રાયશ્ચિત્ત નથી. પરંતુ અપ્લાય વગેરેની થનારી વિરાધનાનું પ્રાયશ્ચિત્ત બારમા ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે સમજી લેવું જોઈએ. ઠાણાંગ સૂત્ર અ.પ. માં વર્ષાત્રતુમાં વિહાર કરવાના કારણ કહ્યા છે. તે કારણોથી વિહાર કરવા પર ક્યારેક નાવ દ્વારા નદી પાર કરવી પડે તો તે પણ સકારણ નૌકા વિહાર છે, તેનું આ સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત આવતું નથી. નાવ જોવાને માટે, નૌકાવિહારની ઇચ્છા પૂર્તિને માટેગ્રામાનુગ્રામ વિચરણ કરવાને માટે, તીર્થ સ્થળોમાં ભ્રમણ કરવાને માટે અથવા અકારણ કે સામાન્ય કારણથી નાવમાં બેસવું, આ સર્વનિપ્રયોજન કહેવાય છે. તેનું આ પ્રથમ સૂત્રમાં પ્રાયશ્ચિત્ત કહેલ છે. પ્રથમ સૂત્રના વિવેચનમાં બતાવેલ કારણોથી જવું જરૂરી હોવાથી, નૌકાવાળો જ જળયુક્ત માર્ગ હોવાથી, અન્ય કોઈ ઉપાય ન હોવાથી નૌકા વિહારનું આગમમાં વિધાન છે. જો વિહાર કરતાં ક્યારેક માર્ગમાં જંઘાસતારિમ- ગોઠણ જેટલું પાણી હોય તો તેને પાર કરવાને માટે પગપાળા જવાની વિધિ આ.કૃ.૨ અ.૩ 1.2 માં બતાવેલ છે. જંઘાબળ(પગનું જોમ) ક્ષીણ થઈ જવા પર અગર અન્ય કોઈ શારીરિક કારણથી વિહાર ન થઈ શકે તો સાધુ એક સ્થાને સ્થિર રહી શકે છે. તેને માટે વાહન વિહાર વિહિત નથી. સૂત્રોક્ત નૌકાવિહારનું વિધાન પ્રવચન પ્રભાવનાને માટે ભ્રમણ કરવાનાં હેતુથી નથી; કારણ કે નિશીથ સૂ. ઉ. ૧રમાં તથા દશાશ્રુત. દશા 2 માં મહિનામાં બે વાર અને વર્ષમાં નવ વારની જ છૂટ છે. જેનો ફક્ત કલ્પ મર્યાદા પાળવાના Page #222 -------------------------------------------------------------------------- ________________ છેદશાસ્ત્રઃ પરિશિષ્ટ ખંડ-૨ રરર હેતુથી નદી પાર કરવા સાથે સંબંધ છે. તેના સિવાય પ્રવચન પ્રભાવના ને માટે પાદ વિહારી સાધુ-સાધ્વીજીએ વાહનના ઉપયોગનો સંકલ્પ કરવો તે પણ સંયમ જીવનમાં અનુચિત છે. અન્યવાહનનો ઉપયોગઃ- ઉત્સર્ગવિધાનાનુસાર સંયમ સાધના કરનારા ભિક્ષને પાદવિહાર જ પ્રશસ્ત છે અને અપવાદવિધાનાનુસાર પરિમિત જળમાર્ગને નૌકા દ્વારા પાર કરવાનું આગમમાં વિધાન છે. અન્ય વાહનનો ઉપયોગ કરવા અંગે કારણ, અકારણનું સ્પષ્ટીકરણ પણ નાવનાં પ્રયોગને માટે કહેલ કારણોની સમાન સમજી લેવું જોઈએ, કલ્પમર્યાદાનું કારણ તેમાં હોતું નથી. જીવ વિરાધનાની તુલના - વિશેષ કારણ હોવાથી નૌકા દ્વારા જળ માર્ગ પાર કરવામાં અષ્કાયના જીવોની વિરાધના વધારે થાય છે અને અન્ય જીવોની વિરાધના અલ્પ હોય છે. સકારણ અન્ય વાહનના ઉપયોગમાં વાયુકાયના જીવોની વિરાધના વધારે તથા તેઉકાયના જીવોની વિરાધના અલ્પ તેમજ શેષ જીવોની વિરાધના અત્યંત અલ્પ હોય છે. આ જીવ વિરાધનાઓનું ઉદ્દેશક-૧ર સૂત્ર-૮ અનુસાર પ્રાયશ્ચિત્ત આવે છે. અપવાદનો નિર્ણય તેમજ પ્રાયશ્ચિત્ત - અપવાદના સેવનનું, તેના સેવનની સીમાનું અને પ્રાયશ્ચિત્તનું નિર્ધારણ તો ગીતાર્થ જ કરે છે. આગમોક્ત તેમજ વ્યાખ્યામાં કહેલ અપવાદોના અતિરિક્ત વાહનોનો ઉપયોગ કરવો અકારણ ઉપયોગ માનવામાં આવે છે. તેના અકારણ ઉપયોગનું પ્રાયશ્ચિત્ત અહીં પ્રથમ સૂત્ર અનુસાર સમજવું જોઈએ. તેમજ સકારણ વાહન ઉપયોગનું પ્રાયશ્ચિત્ત આવતું નથી, આ પણ તે પ્રથમ સૂત્રમાં સ્પષ્ટ થાય છે. ગવેષણા વગેરે દોષોનું પ્રાયશ્ચિત્ત સકારણ કે અકારણ બન્ને પ્રકારનાં વાહન પ્રયોગમાં આવે છે. આ તે સૂત્રોનું તાત્પર્ય સમજવું જોઈએ. નૌકા વિહાર સંબંધી વિધિ-નિષેધ તથા ઉપસર્ગજન્યસ્થિતિનું વિસ્તૃત વર્ણન આચા. શ્ર.ર અ.૩૧.૧–ર માં સ્વયં સૂત્રકારે કર્યું છે. માટે તત્સંબંધી અર્થ, વિવેચન તેમજ શબ્દાર્થ ત્યાંથી જાણવા જોઈએ. અન્ય જાણકારીને માટે નિશીથ ઉદ્દેશક 12 તથા 18 તેમજ બૃહત્કલ્પ અને દશાશ્રુતસ્કંધનું વિવેચન જોવું જોઈએ. પ્રકરણ-૧રઃ પાત્ર બંધન સૂત્રોનો વાસ્તવિક આશય [ઉદ્દેશક-૧ સૂત્ર-૪૩ થી 46] સાધુનું લક્ષ્ય આ હોય કે જે પાત્રમાં સુધારકાર્ય કે બંધનકાર્ય ન કરવું પડે, એવા જ પાત્રની યાચના કરવી. સૂત્ર 41-42 અને 44-45 આ બે-બે સૂત્રોનો ભાવ એમ છે કે “જે પણ પાત્ર મળે એ એવું જ હોવું જોઈએ કે જેમાં કોઈપણ પ્રકારનો સુધારો કે સંસ્કાર કરવાની જરૂર ન પડે અને ww.jainelibrary.org Page #223 -------------------------------------------------------------------------- ________________ રર૩ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત સીધું ઉપયોગમાં આવે”, એવું ન થઈ શકે તો આવશ્યકતાનુસાર જઘન્ય એક અને ઉત્કૃષ્ટ ત્રણ બંધન લગાવી શકાય છે. બંધનનો અર્થ છે–પાત્રની ગોલાઈને દોરા આદિથી બાંધીને મજબૂત કરવી, જેનાથી તે વધારે સમય સુધી સુરક્ષિત રહી શકે. એક સ્થાન પર બંધન લગાવવું, તે એક બંધન કહેવાય છે અને ત્રણ સ્થાન પર બંધન કરવા, તે ત્રણ બંધન કહેવાય છે. માટીના પાત્રમાં બંધન વગર કામ ચાલી શકે છે તેને એક પણ જગ્યાએ બાંધવાની આવશ્યકતા નથી. લાકડાના અત્યન્ત નાના પાત્રામાં એક પણ બંધન બાંધવાની આવશ્યકતા હોતી નથી. લાકડાનાં મોટા પાત્રામાં એક બંધન આવશ્યક છે. તુંબડાના પાત્રામાં આવશ્યકતાનુસાર બે અથવા ત્રણ જગ્યાએ બંધન લગાડવાથી સુરક્ષિત રહે છે. સાધુનું મુખ્ય લક્ષ્ય હંમેશાં આ રહે કે અધિક પ્રમાદ ન થાય અને સ્વાધ્યાય વધે. સાધુનો પ્રસાદ શરીર અને ઉપધિ સંબંધી કાર્ય-પરિચર્યા તે જ સાધુનો પ્રસાદ છે.સાવધયોગરૂપ પ્રમાદના તો તે ત્યાગી હોય છે. અધિક બંધન - આવશ્યક હોવા પર બંધન લગાડવાની અનુજ્ઞા(સ્વીકૃતિ) છે. ઉત્કૃષ્ટ ત્રણ બંધન લગાડવાની અનુજ્ઞા છે. ત્રણ બંધનવાળા પાત્રા જ્યાં સુધી ઉપયોગમાં આવે ત્યાં સુધી રાખી શકાય છે. સામાન્યતઃ ત્રણ અથવા વધારે બંધનની આવશ્યકતા અથવા ઉપયોગિતા કોઈપણ પ્રકારના પાત્રામાં હોતી નથી. આ સૂત્ર ૪૪-૪પથી સ્પષ્ટ થાય છે. તથાપિ સૂત્ર ૪૬માં વિકટ પરિસ્થિતિએ ત્રણથી વધારે બંધનની પણ સીમિત અનુજ્ઞા આપી છે. અર્થાત્ કોઈ ક્ષેત્ર અથવા કાળની પરિસ્થિતિમાં લાકડા અથવા તુંબડાના પાત્રામાં કે જેમાં એકથી ત્રણ બંધન છે અને તે ફૂટી જાય તો જયાં સુધી બીજા પાત્રા ન મળે ત્યાં સુધી 4-5 બંધન લગાવીને પણ ચલાવું પડે તો શીઘ્રાતિશધ્ર માટી આદિના પાત્રની યાચના કરી લેવી જોઈએ અને અધિક બંધનવાળા પાત્રાને પરઠી દેવું જોઈએ. એ અધિક બંધનવાળા પાત્રાને દોઢમહિના પછી રાખવામાં આવે તો આ (૪માં) સૂત્રમાં પ્રાયશ્ચિત્ત બતાવ્યું છે. વિધિ અને અવિધિ બંધનની વ્યાખ્યા :- (1) બંધન અને થીગડું લગાવીને પછી અથવા સિલાઈ આદિની પછી તે સ્થાન પ્રતિલેખન કરવા યોગ્ય હોવું જોઈએ. (ર) જ્યાં બંધન, થીગડુંઆદિલગાવ્યું છે, ત્યાંથી આહાર આદિનો અંશ સરલતાથી સાફ થઈ જાય તેવું હોવું જોઈએ. (3) બંધન આદિ લગાડવાનું કાર્ય ઓછામાં ઓછા સમયમાં થવું જોઈએ, અધિક સમય ન લાગવો જોઈએ. આ વિધિ અને વિવેક સમજવા જોઈએ અને એનાથી વિપરીત અવિધિ સમજવી જોઈએ. Page #224 -------------------------------------------------------------------------- ________________ છેદશાસ્ત્રઃ પરિશિષ્ટ ખંડ-ર, રર૪ પ્રકરણ-૧૩: પુસ્તક રાખવા સંબંધી સત્ય હકીકત [ઉદ્દેશક–૧૨: સૂત્ર–૫] ભાષ્યમાં પુસ્તકોમાં પાંચ પ્રકાર બતાવ્યા છે, યથા(૧) ગડી પુસ્તક– જેની પહોળાઈ, જાડાઈ સમાન અને લંબાઈઅધિક એવું ચોરસ લાંબું પુસ્તક. (ર) કચ્છપી પુસ્તક જેની પહોળાઈ વચ્ચમાં અધિક હોય, બને કિનારા સાંકડા હોય એવું લાંબુ પુસ્તક. (3) મુષ્ટિ પુસ્તક ચાર અંગુલ લંબાઈ, પહોળાઈવાળું સમચોરસ કે ગોળ પુસ્તક. (4) સંપુટ ફલક પુસ્તક-વૃક્ષ, આદિની છાલથી નિર્મિત પુસ્તક. (5) છેદપાટી પુસ્તક તાડ આદિના પાનથી બનાવેલ પુસ્તક થોડુંક પહોળું તથા લંબાઈ અને જાડાઈમાં અધિક તેમજ વચમાં એક બે અથવા ત્રણ છિદ્રવાળું. આ બધા પુસ્તકો પોલાણયુક્ત હોવાથી દુષ્પતિલેખ્ય છે. અતઃ અકલ્પનીય છે. પુસ્તક રાખવાથી થનારું નુકશાન :- 1. વિહારમાં ભાર અધિક થાય છે. 2. ખભા ઉપર ઘા પડી શકે છે. 3. પોલ રહેવાથી પ્રતિલેખન બરાબર થતું નથી.૪. કુંથવા, ઉધઈની ઉત્પત્તિ થઈ શકે છે. 5. ધનની આશાથી ચોર-ચોરી શકે છે. . તીર્થકર ભગવાને આનો ઉપયોગ કરવાની આજ્ઞા દીધી નથી. અર્થાત્ પ્રશ્નવ્યાકરણ આદિ આગમોમાં કહેવાયેલા ભિક્ષુના ઉપકરણમાં એનું નામ નથી. 7. સ્થાનાંતરિત કરવામાં પરિમથ(વિરાધના) થાય છે. 8. સૂત્ર લખાયેલું છે, એવું વિચારી સાધુ-સાધ્વી પ્રમાદવશ પુનરાવર્તન અથવા કંઠસ્થ ન કરે તો તેનાથી શ્રુત-અર્થ વિનષ્ટ થાય છે.૯. પુસ્તક સંબંધી પરિકર્મ કાર્યોથી સૂત્રાર્થ સ્વાધ્યાયમાં હાનિ થાય છે. 10. અક્ષર લખવામાં કુંથવા આદિ પ્રાણિઓનો વધ થઈ શકે છે. 11. કોઈ જીવોના કલેવર અક્ષર પર ચિપકી જાય છે અથવા તેનું લોહી અક્ષર પર લાગી જાય છે. જીવવધના ચાર દ્રષ્ટાંત - (1) ચતુરંગિણી સેનાની વચમાં હરણ (ર) ઘી, દૂધ આદિથી સંપાતિમાં જીવ (3) તેલની ઘાણી આદિમાં તલ અથવા ત્રસ જીવ તથા (4) જાળમાં ફસાયેલ મત્સ્ય વગેરે અનેક જીવ કદાચિત્ છૂટી પણ શકે છે, બચી પણ શકે છે. પરંતુ પુસ્તકની વચમાં આવી જનારા જીવો બચી શકતા નથી એટલા માટે ભાષ્યમાં કહ્યું છે કે जत्तिय मेत्ता वारा मुंचति, बंधति य जत्तिया वारा जत्ति अक्खराणि लिहंति व, तति लहुगा व आवज्जे // 3008 // અર્થ :- આ પુસ્તકોને જેટલીવાર ખોલે, બંધ કરે અથવા જેટલા અક્ષર લખે; તેટલી વાર લઘુચાતુર્માસિક પ્રાયશ્ચિત્ત આવે છે અને જે જીવ મરી જાય તેનું પ્રાયશ્ચિત્ત અલગ આવે છે. Page #225 -------------------------------------------------------------------------- ________________ રરપ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત પુસ્તક રાખવાનો અપવાદ માર્ગ તેમજ વિવેક: શારીરિક પરિસ્થિતિથી આવશ્યક હોવા પર ચર્મ-પંચક ગ્રહણ કરીને ઉપયોગમાં લઈ શકાય છે. એવી જ રીતે શ્રતવિસ્મૃતિ વગેરે કારણોથી અધ્યયનમાં સહયોગી હોવાથી પુસ્તક વગેરે સાધન પણ વિવેકની સાથે રાખવામાં આવે છે. પોતાની પાસે રાખેલ ઔધિક અને ઔપગ્રહિક ઉપધિનું ઉભયકાળ(બંન્ને સમય) પ્રતિલેખન પ્રમાર્જન કરવું સાધુનો આવશ્યક આચાર છે. તસાર પુસ્તકોને પોતાની ઉપધિરૂપમાં રાખવા હોય તો તેનું પણ બન્ને સમય વિધિ અનુસાર પ્રતિલેખન પ્રમાર્જન કરવું જોઈએ, એવું કરવા પર ભાષ્યોક્ત કોઈ દોષોની સંભાવના પણ રહેતી નથી અને જ્ઞાન આરાધનામાં પણ સુવિધા રહે છે. ભાષ્યકાલની પુસ્તકોની અપેક્ષાએ એ વર્તમાન યુગના પુસ્તકોમાં પોલાણ અતિઅલ્પ હોય છે, આ કારણથી પણ તેમાં દોષની સંભાવના અલ્પ છે. જ્ઞાન ભંડારોમાં ઉચિત વિવેક કર્યા વિના રાખવામાં આવેલા અપ્રતિલેખિત પુસ્તકોમાં અનેક પ્રકારના જીવ ઉત્પન્ન થઈ જાય છે. તે પુસ્તકોનો ઉપયોગ કરવાથી જીવવિરાધનાની સંભાવના રહે છે. અતઃ તેનો યથોચિત વિવેક રાખવો જોઈએ. આવશ્યક અધ્યયન થઈ ગયા પછી, પુસ્તકો રાખવા લખવા અને વાંચવા આદિ પ્રવૃત્તિઓથી નિવૃત્ત થવાનો સંકલ્પ રાખવો જોઈએ. તેમજ યથાસમય તેનાથી નિવૃત્ત થઈને કંઠસ્થ સ્વાધ્યાય અને ધ્યાન-સાધનામયજીવન વ્યતીત કરવું જોઈએ. | | પ્રકરણ-૧૪ઃ અનુકંપામાં દોષના ભમ્રનું નિવારણ | | [ઉદ્દેશક–૧૨ H સૂત્ર 1-2) કોલુણ શબ્દનો અર્થ કરુણા અથવા અનુકંપા થાય છે. જેમ કે–ોનુd-alણે અનુકંપા - ચૂર્ણિ. બંધાયેલું પશુ બંધનથી મુક્ત થવા માટે તડપે છે. તેને બંધનથી મુક્ત કરી દેવા અથવા સુરક્ષા માટે છૂટા પશુને નિયત સ્થાન પર બાંધી દેવા. આ પશુ પ્રત્યે કરુણા ભાવ છે. પશુને બાંધવાથી તે બંધનથી પીડિત થાય અથવા આકુલ-વ્યાકુલ થાય તો જઘન્ય હિંસા દોષ લાગે છે. તેનું બંધન ખોલવાથી તેને કોઈપણ નુકસાન કરે, તે બહાર નીકળી ક્યાંક ખોવાઈ જાય; જંગલમાં ચાલ્યા જાય અને ત્યાં બીજા પશુ જો તેને ખાઈ જાય અથવા મારી નાખે તો પણ દોષ લાગે છે. પશુ આદિને બાંધવા, ખોલવા આદિ કાર્ય સંયમ સમાચારીમાં વિહિત નથી. આ કાર્યતો ગૃહસ્થનું કાર્ય છે. માટે તેનું પ્રાયશ્ચિત્ત ગૃહસ્થ કાર્ય કરવાવાળા પ્રાયશ્ચિત્તના બરાબર ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત થાય છે, પરંતુ અનુકંપાના ભાવની મુખ્યતા હોવાથી અહીં એનું ગુરુ પ્રાયશ્ચિત્તને બદલે લઘુ પ્રાયશ્ચિત્ત કહેવાયું છે. Page #226 -------------------------------------------------------------------------- ________________ છેદશાસ્ત્રઃ પરિશિષ્ટ ખંડ-૨ અનુકંપા ભાવ રાખવો એ સમ્યકત્વનું મુખ્ય લક્ષણ છે. તો પણ ભિક્ષુ આવા અનેક ગૃહસ્થ જીવનના કાર્યોમાં લાગી ન જાય માટે એના સંયમ જીવનની અનેક મર્યાદા છે. ભિક્ષુની પાસે આહાર અથવા પાણી આવશ્યકતાથી અધિક હોય તો તેને પરઠવાની સ્થિતિમાં કોઈ ભૂખ્યા અથવા તરસ્યા વ્યક્તિને માંગવાથી અથવા ન માંગનારાને પણ દેવું કલ્પતું નથી. કેમ કે આ પ્રકારની દેવાની પ્રવૃત્તિથી અથવા પ્રસ્તુત સૂત્ર કથિત પ્રવૃત્તિ કરવાથી ક્રમશઃ ભિક્ષુ અનેક ગૃહસ્થ કર્તવ્યમાં; સંયમ સાધનાના મુખ્ય લક્ષ્યથી દૂર થઈ જાય છે. ઉત્તરાધ્યયન અ. 9, ગા.૪૦ માં નમિરાજર્ષિ શક્રેન્દ્ર દ્વારા થયેલી દાનની પ્રેરણાના જવાબમાં કહે છે કે તસ્યાવિ સંગમો તેમ જંતરૂ વિ વિવાં અર્થાત્ કાંઈ પણ દાન ન કરવા છતાં, મહાન દાન આપનાર ગૃહસ્થ કરતાં મુનિનો સંયમ શ્રેષ્ઠ છે. અનુકંપા ભાવ યુક્ત પ્રવૃત્તિમાં પણ સામાન્ય પરિસ્થિતીના પ્રાયશ્ચિત્તમાં તેમજ વિશેષ પરિસ્થિતિના પ્રાયશ્ચિત્તમાં અંતર હોય છે. જે પ્રાયશ્ચિત્તદાતા ગીતાર્થના નિર્ણય પર નિર્ભય હોય છે. જો કોઈ પશુ અથવા મનુષ્ય મૃત્યુના સંકટમાં આવી ગયા હોય અને તેને બચાવનાર કોઈ ન હોય, એવી સ્થિતિમાં ભિક્ષુ તેને બચાવી લે તો તેને છેદ અથવા તપ પ્રાયશ્ચિત્ત આવતું નથી. માત્ર ગુરુની પાસે આલોચના રૂપ નિવેદન કરવું આવશ્યક છે. એ અનુકંપાની પ્રવૃત્તિમાં બાંધવું, છોડવું આદિ ગૃહકાર્ય, આહારપાણી દેવું આદિ મર્યાદા ભંગના કાર્ય અથવા જીવવિરાધનાના કોઈ કાર્ય થઈ જાય તો એ દોષોનું લઘુચાતુર્માસિક પ્રાયશ્ચિત્ત આવે છે. પરંતુ અનુકંપાનું કોઈ પ્રાયશ્ચિત્ત આવતું નથી. તો પણ સૂત્રમાં અનુકંપા શબ્દ લગાવીને કથન કર્યું છે તે મોહભાવનો અભાવ સૂચિત કરીને લઘુ પ્રાયશ્ચિત્ત કહેવાની અપેક્ષાએ છે તેમજ સાથે એ પણ બતાવવામાં આવ્યું છે કે કરુણાભાવની પ્રમુખતા હોવાથી ગૃહસ્થ પ્રવૃત્તિનું ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત હોવા છતાં લઘુ પ્રાયશ્ચિત્ત થઈ જાય છે. તીર્થકર ભગવાન મહાવીર સ્વામીએ સંયમ સાધનાના કાળમાં તેજોલેશ્યાથી ભસ્મ થનારા ગૌશાલકને પોતાની શીતલેશ્યાથી બચાવ્યા અને કેવળ જ્ઞાન પછી આ પ્રકારે કહ્યું છે મેં ગૌશાલકની અનુકંપા માટે શીતલેશ્યા છોડી હતી, જેનાથી વેશ્યાયન બાલતપસ્વીની તેજોલેશ્યા પ્રતિહત થઈ ગઈ હતી.ભગવતી સૂત્ર શતક–૧૫. આ રીતે પ્રસ્તુત સૂત્રમાં કરુણાભાવ કે અનુકંપા ભાવનું પ્રાયશ્ચિત્ત નથી. પરંતુ એની સાથે ગૃહસ્થની પ્રવૃત્તિ અથવા સંયમ મર્યાદાના ભંગની પ્રવૃત્તિનું જ પ્રાયશ્ચિત્ત છે અને કરુણાભાવ સાથે હોવાથી તે પ્રવૃત્તિનું લઘુ પ્રાયશ્ચિત્ત છે, એવું સમજવું જોઈએ. Page #227 -------------------------------------------------------------------------- ________________ રર૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાજૈનાગમ નવનીત અનુકપા પવિત્ર આત્મ પરિણામ છે - અનુકંપાનો અર્થ છે– કોઈ પ્રાણીને દુઃખી જોઈને જોનારાનું હૃદય કરુણાથી ભરાય જાય અને ભાવના જાગૃત થાય કે એનું આ દુઃખ દૂર થઈ જાય એને જ અનુકંપા કહે છે. આ અનુકંપા આત્માનું પરિણામ છે, આત્માનો ગુણ છે અને એકાંત નિર્વદ્ય છે. માટે અનુકંપાનો સાવધે કે નિર્વદ્ય આવો વિકલ્પ કરવાની કોઈ આવશ્યકતા નથી. અનુકંપાના પરિણામોના કારણે કોઈનું દુઃખ દૂર કરવા માટે જે સાધનરૂપ પ્રવૃત્તિ કરાય છે તે પ્રવૃત્તિ સાવધ અને નિર્વધ બન્ને પ્રકારની થઈ શકે છે. જેમ કેભૂખ તરસથી વ્યાકુલ પુરુષને શ્રાવક દ્વારા અચિત્ત ભોજન અથવા અચિત્ત પાણી દેવામાં આવી શકે છે. અથવા સચિત્ત ભોજન અને સચિત્ત પાણી દેવામાં આવી શકે છે. પરંતુ એનાથી આત્મ પરિણામ રૂપ જે અનુકંપા ભાવ છે, એ ભાવોને અથવા આત્મગુણોને સાવધ નિર્વધના વિકલ્પથી કહી શકાતું નથી. કારણ કે તે તો શુભ તેમજ પવિત્ર આત્મ પરિણામ જ છે. આત્માના આ પવિત્ર પરિણામોના કારણે ગૃહસ્થ પ્રવૃત્તિનું પણ પ્રસ્તુત સૂત્રમાં લઘુ પ્રાયશ્ચિત્ત કહેવાયું છે. અનુકંપાના ભાવોના નિમિત્તથી અન્ય કોઈપણ પ્રવૃત્તિ કરવામાં આવે તો તે પ્રવૃત્તિ માટે યથાયોગ્ય સાવદ્ય અથવા નિર્વધનો ભેદ સમજી લેવો જોઈએ. સારઃ- (૧) અનુકંપાના આત્મ પરિણામ તો સદા સર્વદા શ્રેષ્ઠ તેમજ પવિત્ર જ હોય છે. (૨) અનુકંપાથી કોઈના દુઃખને દૂર કરવાની જે પ્રવૃત્તિ કરાય છે તે નિર્વધ પણ હોય છે અથવા સાવદ્ય પણ હોય છે. પ્રવૃત્તિ કરવામાં સાધુ તેમજ શ્રાવકને પોત-પોતાની અલગ-અલગ મર્યાદા હોય છે, તદનુસાર વિવેક રાખવો જોઈએ. I પ્રકરણ-૧૫ઃ સંભોગ-પ્રત્યયિક ક્રિયાનું અસ્તિત્વI [ઉદ્દેશક–૫: સૂત્ર-૩૬] एकत्र भोजनं संभोग :, ततप्रत्यया क्रिया-कर्मबन्ध, 'नास्तीति' जो एव भाषते, तस्स मास लहुँ । एस सुत्तत्थो।। संभोइओ-संभोइएण समं उवहिं सोलसहिं आहाकम्मिएहिं उग्गमदोसेहिं सुद्ध उप्पाएति तो सुद्धो, अह असुद्धं उप्पाएइ, जेण उग्गमदोसेणं असुद्धं गेण्हति, तत्थ નાવતિનો ખૂબંધો ને ૨ પાયછિd 7 માવતિ -નિશીથ ચૂર્ણ જેની સાથે આહારનો સંભોગ હોય છે, એવા કોઈ પણ સાંભોગિક સાધુને આહારાદિની ગવેષણામાં કોઈ દોષ લાગે છે, તો તે વસ્તુનો ઉપયોગ કરનારાને પણ ગવેષણા દોષ સંબંધી ક્રિયા અર્થાત્ કર્મબંધ તેમજ પ્રાયશ્ચિત્ત આવે છે. Page #228 -------------------------------------------------------------------------- ________________ | વેદશાસ્ત્રઃ પરિશિષ્ટ ખંડ-૨ ર૮ માટે સંભોગ પ્રત્યયિક ક્રિયાના સંબંધમાં એવી ધારણા તથા પ્રરૂપણા ન કરવી જોઈએ કે “ગવેષણા કરનારાને દોષ લાગે છે, ખાવા કે ઉપયોગમાં લેનારાને કોઈ સંભોગપ્રત્યયાક્રિયા લાગતી નથી”. પરંતુ સૂત્રકૃતાંગ સૂત્ર અ.૧૦, માં કહેલ સૂચનાને ધ્યાનમાં રાખવી જોઈએ કે જ્યાં આધાકર્મી આહાર વગેરેનો ઉપયોગ કરવો આવશ્યક થઈ જાય તો તે સમૂહનો ત્યાગ કરીને એકત્વચર્યા ધારણ કરી લેવી જોઈએ, પરંતુ આધાકર્મી આહાર આદિ સેવનથી ક્રિયા લાગતી નથી, તેમ માનવું નહીં. સંભોગ વિસંભોગ સંબંધી અન્ય જાણકારી આજ પુસ્તકમાંથી (પરિશિષ્ટ નિબંધોથી) મેળવી લેવી જોઈએ. @ | પ્રકરણ-૧૬ઃ અનુમોદન ક્રિયાનું સ્પષ્ટીકરણ | [નિશીથ સૂત્ર ઉદ્દેશક-૧ઃ સૂત્ર-૧] " રેત વ સફળ" સૂત્રમાં કરાવવાની ક્રિયા આપી નથી. કરાવવું તે પણ એક પ્રકારની અનુમોદના જ છે. કારણ કે કરાવવામાં અનુમોદના નિશ્ચિત્ત છે. જેનાથી કરાવવાની ક્રિયાનું પણ ગ્રહણ થઈ જાય છે. ચૂર્ણિકારે પણ સાફuT-IRવ અનુમોદને, આ પ્રકારે વ્યાખ્યા કરી છે. તેમજ આદિ અને અંતના કથનથી મધ્યનું ગ્રહણ થઈ શકે છે. માટે જ્યાં પણ ફરે તે વા સાફMડું પાઠ છે, ત્યાં આ અર્થ સમજી લેવો જોઈએ કે- કરે છે કે કરાવે છે કે કરતાને અનુમોદન કરે છે. "સાફmફ"– કોઈપણ નિષેધ કાર્ય અંગે અભિરુચિ રાખવી સડ્રિન્ના છે, તે બે પ્રકારની છે– (૧) નિષેધ કાર્ય બીજા પાસે કરાવવું (૨) નિષેધ કાર્ય કરતા હોય તેની અનુમોદના કરવી. અનુમોદના પણ બે પ્રકારની છે. (૧) નિષેધ કાર્ય કરનારાની પ્રશંસા કરવી (૨) અકૃત્ય કરનારાને(ગણપ્રમુખ વગેરે દ્વારા) મનાઈન કરવી. શંકા – ગુરુતર દોષ શેમાં છે. કોઈ અન્ય પાસે નિષેધ કાર્ય કરાવવામાં કે નિષેધ કાર્યની અનુમોદના કરવામાં? સમાધાન – અનુમોદનામાં લઘુતર(ઓછો) દોષ છે અને કરાવવામાં ગુરુતર દોષ છે. – નિશીથ ચૂર્ણિ ભાગ-૨, પાના-રપ, ગાથા-પ૮૮. પ્રકરણ-૧૦: 7- સચિત્ત ધાન્ય ખાવાનું પ્રાયશ્ચિત્તા [ઉદ્દેશક-૪ઃ સૂત્ર-૩૧] દ્રવ્યકૃત્ન અને ભાવકૃત્ન, આ બે ભેદોના ચાર ભંગ થાય છે. દ્રવ્યકૃત્નનો અર્થ છે અખંડ અને ભાવકૃત્નનો અર્થ છે સચિત્ત. અહીં પ્રાયશ્ચિત્તનો વિષય હોવાથી ભાવકૃત્ન' (સચિત્ત) અર્થ જ ગ્રહણ કરવો જોઈએ. Page #229 -------------------------------------------------------------------------- ________________ ર૯ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત અહીં મોદિગો થી ધાન્ય અને ઉપલક્ષણથી અન્ય પ્રત્યેક સચિત્ત બીજોને ગ્રહણ કરવા જોઈએ. તેથી સૂત્રનો અર્થ છે કે સચિત્ત ધાન્ય તેમજ બીજનો આહાર કરવાથી લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. દ્રવ્ય અને ભાવની ચૌભંગીમાં સચિત્ત સંબંધી પ્રથમ અને બીજો, બે ભંગ છે, તેનું જ આ પ્રાયશ્ચિત્ત છે. અચિત્તના બે ભંગોમાં સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત નથી. અચિત્ત અખંડ ધાન્યાદિ ખાવાનું વિધાન – વ્યાખ્યાકારે "વત્ત વંદ" માં પણ પ્રાયશ્ચિત્ત કહ્યું છે પરંતુ સૂત્રકારનો આ આશય નથી. એટલા માટે નીચેના આગમ સ્થળ જોવા જોઈએ. વિ નાથ તૂ, સોયા મં9 Mાઈ l –આ.સુ.૧ અ.૯ ઉ.૪ ગા.૪ अवि सूइयं व सुक्कं वा, सीयपिंडं पुराणकुम्मासं । નવું ગુજરે 3 પુના વા, સદ્ધ પિંડે મતળે રવિણ II –આ.શ્ર.૧ અ.૯ ઉ.૪ માયામ વેવ નવો ૨, સીવે લોવીર નવોવન ૨ા –ઉત. અ.૧૫ ગા.૧૩ पंताणि चेव सेवेज्जा, सीयपिंडं पुराणकुम्मास । અ૬ વુક્ષર પુના વા, નવાફા ળિસેવા મંડ્યું || –ઉત. અ.૮ ગા.૧૨ Hથુjમામય ! –દશવૈ. અ.પ.ઉ.૧ ગા.૯૮ ઉપરોક્ત સ્થળોથી સ્પષ્ટ સિદ્ધ છે કે ભગવાન મહાવીર સ્વામીએ અચિત્ત અખંડ ધાન્ય- મોડા = ભાત શુક્લાસ = અડદ વગેરેનો આહાર કર્યો હતો તથા ઉત્તરાધ્યયન સૂત્રમાં નવો = જવનું ઓદન અને પુરાણ સુમારે = અડદના બાકુળા વગેરે લેવાનું તેમજ ખાવાનું કથન છે. વર્તમાનમાં પણ ચોખા, બાજરો, જવ વગેરેનું ભોજન તેમજ આખા મગ, ચણા વગેરેનું શાક (વ્યંજન) બને છે, તે લેવામાં આવે છે. માટે અચિત્ત અખંડ ધાન્યાદિ ખાવાનું પ્રાયશ્ચિત્ત ન સમજીને સચિત્ત ધાન્ય કે બીજના આહારનું આ માસિક પ્રાયશ્ચિત્ત છે, એવું સમજવું આગમ સંમત છે. સચિત્ત ધાન્ય જાણીને ખાવાનું પ્રાયશ્ચિત્ત અને અજાણતા ખાવાનું પ્રાયશ્ચિત્ત જુદા-જુદા હોય છે. તેને પુસ્તકના પ્રારંભમાં આપેલ પ્રાયશ્ચિતના કોષ્ટકથી સમજી લેવું જોઈએ. તેનાથી અતિરિક્ત કાચી વનસ્પતિ, મીઠું, પાણી વગેરે અસંખ્ય-જીવી પ્રત્યેક કાયને ખાવામાં કે તે સચિત્તથી સંયુક્ત અચિત્ત પદાર્થ ખાવામાં લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે, તે નિશીથ સૂત્રના બારમા ઉદ્દેશકમાં દર્શાવેલ છે. લીલફૂગ વગેરે અનંતકાય સંયુક્ત આહાર ખાવામાં આવે તો તેને માટે ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત નિશીથના દશમા ઉદ્દેશકમાં કહ્યું છે. એ બધા(ત્રણે ય) પ્રાયશ્ચિત્ત સચિત્ત ખાવાની અપેક્ષાએ કે સચિત્ત મિશ્ર ખાવાની અપેક્ષા છે. ભિક્ષુને આ સચિત્ત Page #230 -------------------------------------------------------------------------- ________________ છેદશાસ્ત્ર ઃ પરિશિષ્ટ ખંડ-ર ખાવાનો પ્રસંગ ભૂલથી થઈ જવાની સંભાવના રહે છે. જાણીને સચિત્ત ખાવાનું તો ભિક્ષુને માટે અસંભવ જેવું જ છે. ૨૩૦ પ્રકરણ-૧૮ : અચિત્ત મીઠું : આહાર-અણાહાર [ઉદ્દેશક-૧૧ઃ સૂત્ર-૬૦] વિત્ત વા ોળ = પકાવેલ મીઠું. બ્મિય વા લોખ = ભેદિત થયેલ, બીજા કોઈ પણ શસ્ત્રથી અચિત્ત થયેલ મીઠું. આ બંન્ને પ્રકારના નમક અચિત્ત છે. આગમમાં સચિત્ત નમકની સાથે આ બંન્ને પ્રકારનાં નમકનાં નામ આવતા નથી. દશવૈ. અ.૩ ગા.૮માં ૬ પ્રકારના સચિત્ત નમક લેવા કે ખાવા માટે અનાચાર કહ્યો છે, જેમ કે सोवच्चले सिंधवे लोणे, रोमालोणे य आमए । सामुद्दे पंसुखारे य, कालालोणे य आमए ॥ ८ ॥ આચા. બ્રુ.ર અ.૧૯.૧૦માં ઉક્ત બંને પ્રકારનું મીઠું(નમક) ખાવાનું વિધાન છે. દશ. વૈ. અ.૮ ગાથા. ૧૮ માં આ બંનેના સંગ્રહનો નિષેધ છે અને પ્રસ્તુત સૂત્રમાં રાત્રિમાં રાખેલ આ પદાર્થો ખાવાનો નિષેધ છે, પ્રાયશ્ચિત્ત છે. આ વિભિન્ન સ્થળોના વર્ણનથી એ સ્પષ્ટ થાય છે કે ઉપર પ્રમાણેના છ પ્રકારના સચિત્ત નમકમાંથી કોઈ નમક અગ્નિ ઉપર પકાવેલ હોય તો તેને ‘બલવણ' કહે છે અને તે અન્ય શસ્ત્રપરિણત હોય તો તેને ‘ઉદ્ભિન્ન’ મીઠું કહે છે. ભાષ્યકારે અહીં આહાર અને અનાહાર યોગ્ય પદાર્થોનું વર્ણન કરતાં બતાવ્યું છે કે સૂત્રોક્ત પદાર્થ ભૂખ-તરસને શાંત કરવાને માટે ન હોય તો પણ તેને આહારમાં ભેળવવામાં આવે છે અને તે આહારને સંસ્કારિત કરે છે. માટે તે પણ આહારના ઉપકારક હોવાથી આહાર જ છે. ઔષધિઓ(દવાઓ) આહાર અને અનાહાર રૂપથી બે પ્રકારની કહી છે. (૧) જેના ખાવાથી થોડો પણ અનુકૂળ સ્વાદ આવે તે આહાર રૂપ છે. (૨) જે ખાવામાં અનિચ્છનીય તેમજ અરુચિકર હોય તે અનાહાર છે, જેમ કે ત્રિફળા વગેરે ઔષધિઓ, મૂત્ર, લીંબડાની છાલ, લીંબોળી તથા બીજા પણ એવા અનેક પત્ર, પુષ્પ, ફળ, બીજ વગેરે સમજી લેવા જોઈએ. અથવા ભૂખમાં જે કોઈપણ ખાઈ શકાય છે તે બધા આહાર છે. આ વ્યાખ્યા એક વિશેષ અપેક્ષાથી જ સમજી લેવી જોઈએ. કારણ કે વ્યવહાર સૂત્ર ઉ.૯ પ્રમાણે રાત્રિમાં સ્વમૂત્ર પીવાનું નિષિદ્ધ છે. જેને ભાષ્યમાં અનાહાર કહ્યો છે. માટે આત્રિફળા વગેરે પદાર્થોને પણ રાત્રે કે ઉપવાસ વગેરેમાં અનાહાર સમજીને ખાવું આગમ સંમત ન સમજવા જોઈએ અર્થાત્ આહાર કે અનાહાર કોઈપણ પદાર્થ રાત્રે ખાવા-પીવા સાધુને કલ્પતા નથી. ગોબર(છાણ) વગેરે લેપ્ય પદાર્થ પણ રાત્રે લગાવવાનું પ્રાયશ્ચિત્ત નિશીથના Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૩૧ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત બારમા ઉદ્દેશકમાં કહ્યું છે. વિવેચનના અંતમાં ભાષ્યકારે પણ આહાર કે અનાહાર રૂપ પદાર્થોને સામાન્ય રીતે રાત્રે રાખવા કે ખાવાનો નિષેધ કર્યો છે. આહાર રાખવાથી ગુરુ ચૌમાસી અને અનાહાર રાખવાથી લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત કહ્યું છે. પ્રકરણ-૧૯ઃ ગૃહસ્થનાં વાસણમાં ખાવું અને વસ્ત્ર ધોવા [ઉદ્દેશક-૧ર : સૂત્ર-૧૦] સાધુ ગૃહસ્થ દ્વારા પોતાના પાત્રમાં વહોરાવેલા આહારાદિ ગ્રહણ કરીને તેને ખાઈ શકે છે પરંતુ ગૃહસ્થના થાળી-વાટકા વગેરેમાં ખાઈ શકતા નથી તથા ગૃહસ્થના ગ્લાસ, લોટા વગેરેમાં પાણી પણ ન પી શકે. આ મુનિ જીવનનો આચાર છે. દશવૈ અગાથા ૫૧, પર, પ૩ માં તેનો નિષેધ કરેલ છે. તે વર્ણન આ પ્રમાણે છે– માટી, કાંસુ વગેરે કોઈપણ પ્રકારનાં ગૃહસ્થનાં વાસણમાં અન્ન-પાણી વગેરે આહાર કરતા થકા સાધુ પોતાના આચારથી અલિત-પતિત થાય છે. /પલા. કારણ કે સાધુના આહાર કર્યા પછી ગૃહસ્થ દ્વારા તે વાસણને ધોવાથી અપ્લાયની વિરાધનાનો નિમિત થાય છે તથા તે પાણી ફેકે તો અનેક ત્રસ જીવોની હિંસા થાય છે. માટે તેમાં(ભોજન કરવું) તેને જિનેશ્વર ભગવંતોએ અસંયમ કહ્યો છે.પરા ગૃહસ્થના વાસણમાં આહાર કરવાથી પૂર્વકર્મ, પશ્ચાતુકર્મ વગેરે દોષ લાગે છે; માટે સાધુને ગૃહસ્થનાં વાસણોમાં ખાવું-પીવું કલ્પતું નથી. આ કારણોથી નિગ્રંથમુનિ ગૃહસ્થનાં વાસણોમાં આહારાદિ કરતા નથી.પિયા દશવૈ. અ.૩ ગા.૩માં દર્શાવ્યું છે કે ગૃહસ્થનાં વાસણમાં ખાવાની પ્રવૃત્તિ, તે અનાચાર છે. સૂય. શ્રુ.૧ અ.ર ઉદ્દે-૨, ગાથા.૨૦ માં ગૃહસ્થનાં વાસણોમાં ન ખાનારા સાધુને સામાયિક ચારિત્રવાન કહેલ છે. સૂય. શ્રુ.૧, અ.૯, ગાથા.૨૦ માં કહેલ છે કે ભિક્ષુ ગૃહસ્થનાં વાસણોમાં આહાર પાણી કદાપિ કરે નહીં. ગૃહસ્થનાં પાત્રમાં ખાવાથી લાગતા દોષ :(૧) ગૃહસ્થનાં ઘરમાં ખાવું. (ર) ગૃહસ્થ દ્વારા સ્થાન પર(ઉપાશ્રયમાં) લાવેલ વાપરવું. (૩) ગૃહસ્થ દ્વારા વાસણોને પહેલાં કે પછી ધોવા. (૪) નવા વાસણ ખરીદવા. (૫) આહાર-પાણીની અલગ-અલગ વ્યવસ્થા કરવી, વગેરે અનેક દોષોની પરંપરા વધે છે. માટે સાધુએ આગમાનુસાર કાષ્ઠ, માટી કે તુંબડાનાં પોતાના પાત્રમાં જ આહાર કરવો જોઈએ; ગૃહસ્થના થાળી, વાટકા, લોટા કે ગ્લાસ વગેરેનો ઉપયોગ કરવો ન જોઈએ. Page #232 -------------------------------------------------------------------------- ________________ છેદશાસ્ત્રઃ પરિશિષ્ટ ખંડ-૨ 1 ર૩ર ર૩ર | ઉપર્યુક્ત આગમ પાઠોમાં ગૃહસ્થના પાત્રમાં આહાર-પાણીનો ઉપયોગ કરવાનો નિષેધ છે અને તે સૂત્રોની વ્યાખ્યાઓમાં આહાર-પાણી સંબંધી દોષોનું જ કથન છે. માટે વસ્ત્રો ધોવા પાઢીયારા ઉપકરણના રૂપમાં ગૃહસ્થનાં વાસણોનો જો ઉપયોગ કરવામાં આવે તો તેનું આ સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત આવતું નથી. કારણ કે તેનો ઉપયોગ કરવાથી પશ્ચાત્કર્માદિ કોઈ દોષ પણ લાગતા નથી. સામાન્ય રીતે ભિક્ષુએ પોતાના ઉપકરણોથી જ બધા આવશ્યક કાર્યોનો નિર્વાહ કરવો જોઈએ, એ જ શ્રેષ્ઠ છે. પ્રકરણ-ર૦ઃ એક સરખા પ૪ સૂત્રોનો સંકલનાત્મક પરિચય [ઉદ્દેશક-૩ઃ સૂત્ર-૯] નિશીથ સૂત્રમાં ૫૪ સૂત્રોના સમૂહ રૂપ એક આલાપક કેગમક છે. જેનું અન્યોન્ય અપેક્ષાથી ઉદ્દેશક ૩,૪,૬,૭,૧૧,૧૫,૧૭ માં પણ કથન છે. બધે ત્રીજા ઉદ્દેશકનાં મૂળ પાઠ અર્થ તેમજ વિવેચનની સૂચના આપેલ છે. માટે તેને અહીં કોષ્ટકથી સમજી લઈએ. ત્રીજા ઉદ્દેશકના ૫૪ સૂત્ર વિષય:ક્રમાંક | સૂત્રક | વિષય | સૂત્રસંખ્યા ૧-૬ | ૧૬ થી ૨૧ |પગ પરિકર્મનાં સૂત્ર ૭-૧૨ રર થી ૨૭ | કાય પરિકર્મનાં સૂત્ર ૧૩-૧૮ ૨૮ થી ૩૩ વણ(ઘા) ચિકિત્સાનાં સૂત્ર ૧૯-૨૪ ૩૪ થી ૩૯ ગંડ, ગૂમડા વગેરેની ચિકિત્સાનાં સૂત્ર ૪૦ | કૃમિ નીહરણનું સૂત્ર | નખ પરિકર્મ સૂત્ર ૨૭-૩ર ૪૨ થી ૪૭ રોમ પરિકર્મનાં સૂત્ર (જાંઘ, વસ્થિ(ગુહ્ય પ્રદેશ) રોમરાઈ, કુક્ષી, દાઢી અને મૂછ) ૩૩-૩૫ ૪૮ થી ૫૦ | દાંત પરિકર્મ સૂત્ર ૩૬-૪૧ પ૧ થી ૫ હોઠ પરિકર્મ સૂત્ર ૫૭ થી ૩ | ચક્ષુ પરિકર્મ સૂત્ર ૬૪ થી ૬ | નાસિકા, ભ્રમર, રોમ અને કેશ પરિકર્મ સૂત્ર પસીના નિવારણ સૂત્ર આંખ, નાક, દાંત, મળ વિસર્જન સૂત્ર મસ્તક ઢાંકવાનું સૂત્ર બ બ બ ૨૫ ૪૦ ન રદ ૪૧ ન બ જ છ છ ૪૨-૪૮ ૪૯-૫૧ પરે છ ૬૭ ૬૮ ૫૪ ce ના Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૩૩ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત ૧. આ ત્રીજા ઉદ્દેશકમાં અકારણ સ્વયં પ્રવૃત્તિઓ કરવાનું પ્રાયશ્ચિત્ત બતાવેલ છે. ૨. ચોથા ઉદ્દેશકમાં અકારણ સાધુઓએ પરસ્પરમાં તે પ્રવૃત્તિઓ કરવાનું પ્રાયશ્ચિત્ત કરવાનું બતાવેલ છે. ૩-૪. છઠ્ઠા સાતમા ઉદ્દેશકમાં મૈથુનભાવથી ક્રમશઃ સ્વયં કરવાનું તથા પરસ્પર કરવાનું પ્રાયશ્ચિત્ત કહેલ છે. ૫. અગિયારમા ઉદ્દેશકમાં ગૃહસ્થના આ કાર્ય કરવાનું પ્રાયશ્ચિત્ત છે. –૭. પંદરમા ઉદેશકમાં ગૃહસ્થ પાસેથી કાર્ય કરાવવાનું પ્રાયશ્ચિત્ત છે તેમજ વિભૂષા વૃત્તિથી કરવાનું પ્રાયશ્ચિત્ત છે. આ રીતે આ ઉદ્દેશકમાં બે આલાપક છે. ૮–૯. સત્તરમા ઉદ્દેશકમાં સાધુએ ગૃહસ્થ મારફત સાધ્વીનું કામ કરાવવાનું કે સાધ્વીએ ગૃહસ્થ દ્વારા સાધુનું કામ કરાવવાનું પ્રાયશ્ચિત્ત કહેલ છે. આ ઉદ્દેશકમાં પણ બે આલાપક છે. આ રીતે પ૪ સૂત્રોનું નિશીથ સૂત્રમાં કુલ નવ વાર પુનરાવર્તન ભિન્ન-ભિન્ન અપેક્ષાએ થયેલ છે. જે રીતે આ ત્રીજા-ચોથા ઉદ્દેશકોમાં આ ૫૪ સૂત્રોનું પ્રાયશ્ચિત્ત વિધાન અકારણથી આ પ્રવૃત્તિઓ કરવાનું છે, તેવી જ રીતે આ નિશીથ સૂત્રમાં જ્યાં જ્યાં શરીર કે ઉપકરણના પરિકર્મ સંબંધી સામાન્ય(વિભૂષા, મૈથુન, ગૃહસ્થ સેવા વગેરેના નિર્દેશ વિના) પ્રાયશ્ચિત સુત્ર છે ત્યાં પણ અકારણ તે પ્રવૃત્તિ કરવાનું પ્રાયશ્ચિત્ત સમજવું જોઈએ. જેમ કે પ્રથમ ઉદ્દેશકમાં પાત્ર-વસ્ત્ર સંબંધી સુધાર કાર્યનું પ્રાયશ્ચિત્ત વગેરે. પ્રકરણ-ર૧ઃ દંત-મંજનઃ ઉત્સર્ગ-અપવાદ અને વિવેક જ્ઞાન [ઉદ્દેશક-૩ સૂત્ર-૪૮-૫૦] દશવૈકાલિક અધ્યયન-૩, ગાથા-૩માં દંત પ્રક્ષાલનને અનાચાર કહેલ છે તથા ઔપપાતિક વગેરે અન્ય આગમોમાં અનેક સ્થાનો પર સાધુ-ચર્યામાં ગવંત ધાવણ પણ એક મહત્ત્વની આવશ્યક ચર્યા કહી છે. વર્તમાન યુગમાં સાધુ-સાધ્વીઓની આહાર-પાણીની સામગ્રી પ્રાચીનકાળ જેવી ન રહેવાને કારણે દંતપ્રક્ષાલન(દંતમંજન) વગેરે ન કરવાથી દાંતોમાં દતક્ષય” કે પાયરિયા વગેરે રોગો થવાની સંભાવના રહે છે. તેમ છતાં સાધુ-સાધ્વીઓને જિનાજ્ઞાના યથાર્થ પાલન કરવા માટે નીચે લખેલ સાવધાની રાખવી જોઈએ. (૧) પૌષ્ટિક પદાર્થોનું સેવન ન કરવું, જો સેવન કરવામાં આવે તો ઉપવાસ વગેરે તપ અવશ્ય કરતા રહેવું જોઈએ. (૨) હંમેશાં ઉણોદરી તપ અવશ્ય કરવું અર્થાત્ ભૂખથી ઓછું ખાવું. (૩) અત્યંત ગરમ કે અત્યંત ઠંડા પદાર્થો(વસ્તુઓ) ન વાપરવા. (૪) ભોજન કર્યા પછી કે કંઈક ખાધા-પીધા પછી દાંતોને સાફ કરતા થકા થોડું Page #234 -------------------------------------------------------------------------- ________________ છેદશાસ્ત્રઃ પરિશિષ્ટ ખંડ-૨ | ર૩૪] ૨૩૪ પાણી પી લેવું જોઈએ. સાંજે ચૌવિહાર કરતા સમયે પણ દાંતોને સારી રીતે સાફ કરતાં પાણી પી લેવું જોઈએ. (૫) આખો દિવસ એટલે કે વારંવાર ન ખાવું, મર્યાદિત વાર જ ખાવું. ઉપર પ્રમાણે સાવધાની રાખવાથી સવંત થવા નિયમનું પાલન કરતાંકરતાં પણ દાંત સ્વસ્થ રહી શકે છે, તેમજ ઇન્દ્રિયનિગ્રહ, બ્રહ્મચર્ય પાલન વગેરેમાં પણ સમાધિ ભાવ રહી શકે છે. આગમોક્ત અદંત ધોવન, અસ્નાન, બ્રહ્મચર્ય, ઉણોદરી તપ, વિગય ત્યાગ તથા અન્ય બાહ્ય-આત્યંતર તપ તેમજ બીજા બધા નિયમો પરસ્પર સંબંધિત છે. માટે આગમોક્ત બધા નિયમોનું યથાર્થ પાલન કરવાથી સ્વાસ્થ તેમજ સંયમમાં સમાધિ કાયમ રહે છે. તાત્પર્ય એ છે કે અદંતધાવણ નિયમના પાલનમાં ખાવા-પીવાનો વિવેક જરૂરી છે અને ખાન-પાનનાવિવેકથી જ ઇન્દ્રિયનિગ્રહ, બ્રહ્મચર્ય પાલન વગેરેમાં સફળતા પ્રાપ્ત થઈ શકે છે. ઇન્દ્રિય નિગ્રહની સફળતામાં જ સંયમ આરાધનની સફળતા રહેલી છે. આજકારણોથી આગમોમાં ગવંતલાવળને આટલું વધારે મહત્ત્વ આપેલ છે. સામાન્ય રીતે મંજન કરવું અને દાંત સાફ કરવા સંબંધી ક્રિયાઓ કરવી તે બધી સંયમ જીવનની અયોગ્ય પ્રવૃત્તિઓ છે. પરંતુ જો અસાવધાનીથી કે અન્ય કોઈ કારણોથી દાંત સડી જવા પર ચિકિત્સાને માટે મંજન કરવું કે દાંત સાફ કરવાની ક્રિયાઓ કરવી પડે તો તે અનાચાર નથી, તેમજ તેનું પ્રાયશ્ચિત્ત પણ આવતું નથી. દાંતોના સડાની ખબર પડ્યા પછી સાધકે ઉપર્યુક્ત સાવધાનીઓ રાખીને જલદીથી ચિકિત્સા(દવા) નિમિત્તે કરવામાં આવતા દત પ્રક્ષાલનથી મુક્ત થઈ જવું જોઈએ અર્થાત્ સદાને માટે દતપ્રક્ષાલન પ્રવૃત્તિનો સ્વીકાર ન કરતાં ખાવાપીવાનો વિવેક કરીને મતધાવન ચર્યાને ફરીથી સ્વીકારી લેવી જોઈએ. પ્રસ્તુત સૂત્રોમાં અકારણ(ભ્રમથી, રોગના ભયથી, ખોટા સંસ્કારથી કે આદતથી) મંજન કરવાનું તેમજ પ્રક્ષાલન કરવાનું અને અન્ય કોઈ પદાર્થ લગાવવાનું પ્રાયશ્ચિત્ત કહેલ છે, એવું સમજવું જોઈએ. વિભૂષાના સંકલ્પથી મંજન વગેરે કરવાનું પ્રાયશ્ચિત્ત અહીં આ લઘુમાસિક પ્રાયશ્ચિત્તના સૂત્રોમાં ન સમજવું. વિભૂષા સંકલ્પને માટે તો પંદરમા ઉદ્દેશકમાં લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત જુદું કહેલ છે. એવું સમજવું જોઈએ. આ દંત પ્રક્ષાલન વિષયે દશવૈકાલિક સૂત્રના પરિશિષ્ટમાં સ્વતંત્ર નિબંધ છે. તેને માટે સારાંશ ખંડ-૩, આચાર શાસ્ત્રનું પણ અધ્યયન કરી લેવું જોઈએ. Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત I પ્રકરણ-રરઃ મેલ પરીષહ વિજયઃ ઉત્સર્ગ-અપવાદનો વિવેક [ઉદ્દેશક-૩ઃ સૂત્ર ૬૭૬૮] અપવાદ કલ્પ – અલ્પાધિક(અલ્પ કે વધારે) ચક્ષુરોગ થઈ જવાના કારણે આંખમાંથી ચીપડા(મેલ) કાઢવા તે “સકારણ છે અને તે પ્રાયશ્ચિત્તને યોગ્ય નથી. દાંતમાંથી અન્ન વગેરેનાં કણો કાઢવા તથા દાંત સંબંધી હીનાધિક રોગ થઈ જવાથી દાંતને સાફ કરવા તે પણ “સકારણ છે અને તેનું પ્રાયશ્ચિત નથી. નખોમાં ભરાયેલ મેલ કયારેક જરૂરી થતા કાઢવો, અશુચિમય પદાર્થોને કાઢવા તથા પ્રવેશેલા અનાજનાં કણો કાઢવા તે પ્રાયશ્ચિત્તને યોગ્ય નથી. બાળગ્લાન વગેરેની વૈયાવચ્ચ સંબંધી કાર્યોને માટે અથવા સામૂહિક સેવા કાર્યોને માટે નખોનો મેલ કાઢવો “સકારણ છે. ઉત્સર્ગ કલ્પઃ- જે પોતાની લબ્ધિનો આહાર કરનારા કે એકલા આહાર કરનારા ગચ્છવાસી ધર્મરુચિ અણગાર કે અર્જુન માળી જેવા સાધક હોય, અથવા ગચ્છની બહાર નીકળી ગયેલ સાધુ હોય, ગચ્છમાં પણ સેવા સંબંધી કાર્યોથી સંપૂર્ણ નિવૃત્ત સાધક હોય, તેમજ એક સમાન રુચિવાળા સહયોગી સાથી સાધક હોય તો આ સર્વ સાધકોને માત્ર અશુચિ કે આહારકણોને નખમાંથી કાઢવાની આવશ્યકતા રહે છે તે સિવાય નખનો મેલ કાઢવાની આવશ્યકતા તેઓને રહેતી નથી. વિવેક – ખંજવાળવાની પ્રવૃત્તિ ઓછી કરવાથી, સ્વાવલંબી તેમજ સેવાનિષ્ટ જીવન હોવાથી નખોમાં મેલ થવાની સંભાવના જ રહેતી નથી. કારણ કે વસ્ત્ર-પાત્ર ધોવા સંબંધી સેવા કાર્ય કરતાં નખોનું મેલ સ્વતઃ પાણી સાથે નીકળી જાય છે. સૂત્ર ૬૭ અને ૮ ના આ પ્રાયશ્ચિત્ત વિધાનમાં પરીષહને જીતવાને માટે બળ આપવામાં આવેલ છે તોપણ જે સાધુ સામર્થ્યની ઉણપથી કે ક્ષેત્ર-કાળની દષ્ટિથી જલ્લ(મેલ) પરીષહને જીતવામાં સફળ ન થઈ શકે તો પણ તેણે આ પરીષહજયના વિધાનોથી વિપરીત પ્રરૂપણા તો ન જ કરવી જોઈએ. તેમજ પોતાની નબળાઈ(કમજોરી) સ્વીકાર કરવાની સરળતા ધારણ કરવી જોઈએ. તેથી સંસાર ભ્રમણ વધારવાનું થશે નહીં. પ્રકરણ-ર૩: વિભૂષાવૃત્તિ સંબંધી જ્ઞાન-વિજ્ઞાન [ઉદ્દેશક-૧૫ : સૂત્ર-૧૫૩-૧૫૪] ભિક્ષુ વસ્ત્ર-પાત્ર વગેરે ઉપકરણો સંયમ નિર્વાહ માટે રાખે છે અને ઉપયોગમાં લે છે. યથા जं पि वत्थं च पायं वा, कंबलं पायपुच्छणं । તં િસંગમ રતન ધાતિ પરિતિ ય ! – દશવૈ. સૂત્ર અ. ગાથા.૨૦ Page #236 -------------------------------------------------------------------------- ________________ છેદશાસ્ત્ર : પરિશિષ્ટ ખંડ-ર પ્રશ્નવ્યાકરણ સૂત્ર થ્રુ.ર, અ.૧,૫માં પણ કહ્યું છે— યં પિ સંગમમ્સ વજૂદ કયાણ वायातवदंसमसगसीय परिरक्खणट्टयाए उवगरणं रागदोसरहियं परिहरियव्वं સંનળ II ભાવાર્થ :– સંયમ નિર્વાહના માટે લજ્જા નિવારણના માટે, ગરમી, ઠંડી, હવા, ડાંસ-મચ્છર વગેરેથી શરીરના સંરક્ષણ માટે ભિક્ષુ વસ્ત્રાદિ ધારણ કરે કે ઉપયોગમાં લે. આ પ્રકારે ઉપકરણોને રાખવાનું પ્રયોજન આગમમાં સ્પષ્ટ છે. પરંતુ સાધુ જો વિભૂષાને માટે, શરીર વગેરેની શોભાને માટે, પોતાને સુંદર દેખાડવાને માટે તેમજ નિષ્પ્રયોજન ઉપકરણોને ધારણ કરે, તો તેને પ્રસ્તુત ૧૫૩ માં સૂત્ર અનુસાર પ્રાયશ્ચિત્ત આવે છે. ૧૫૪ માં સૂત્રમાં વિભૂષાવૃત્તિથી અર્થાત્ સુંદર દેખાવાને માટે જો સાધુ વસ્ત્રાદિ ઉપકરણોને ધોવે કે સુસજિજત રાખે તો તેનું પ્રાયશ્ચિત્ત કહેલ છે. ૨૩૬ આ બંન્ને સૂત્રોથી એ સ્પષ્ટ છે કે ભિક્ષુ વિભૂષા વૃત્તિ વિના કોઈ પ્રયોજન (કારણથી)થી વસ્ત્રાદિ ઉપકરણ રાખે કે તેને ધોવે તો સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત નથી આવતું અર્થાત્ સાધુ સંયમોપયોગી ઉપકરણો રાખી શકે છે. તેને આવશ્યકતાનુસાર યથાવિધિ ધોઈ પણ શકે છે. પરંતુ ધોવામાં વિભૂષાનો ભાવ ન થવો જોઈએ તેમજ અનાવશ્યક પણ ન ધોવું જોઈએ. જો સાધુને વસ્ત્રો ધોવા સંપૂર્ણ અકલ્પનીય હોત તો તેનું પ્રાયશ્ચિત્ત કથન અલગ પ્રકારથી હોત; પણ આ સૂત્રમાં વિભૂષા વૃત્તિથી ધોવાનું જ પ્રાયશ્ચિત્ત કહેલ છે. પરંતુ આ વિષયક અન્ય પ્રાયશ્ચિત્ત કોઈ પણ ઉદ્દેશકમાં કહેલ નથી. શરીર પરિકર્મ સંબંધી ૫૪ સૂત્ર તો અનેક ઉદ્દેશકોમાં આપેલ છે પરંતુ અહીંયા વિભૂષાવૃત્તિના પ્રકરણમાં બે સૂત્ર વધારીને ૫૬ સૂત્ર કહેલ છે. માટે આ સૂત્રપાઠથી સાધુને વસ્ત્ર ધોવા વિહિત થાય છે. વિશિષ્ટ અભિગ્રહ ધારણ કરનારાની અપેક્ષાથી જ આચા. શ્રુ. ૧, અધ્યયન ૮ ના ઉદ્દેશક ૪,૫,૬ માં વસ્ત્ર ધોવાનો એકાંત નિષેધ છે. તેવું ત્યાંના વર્ણનથી સ્પષ્ટ થાય છે. આ ઉદ્દેશકમાં વિભૂષાના સંકલ્પથી ૫૪ સૂત્રોથી શરીર પરિકર્મોનું અને તે સિવાય બે સૂત્રોથી ઉપકરણ રાખવા તથા ધોવાનું પ્રાયશ્ચિત્ત કહેલ છે. અન્ય આગમોમાં પણ સાધુને માટે વિભૂષાવૃત્તિનો ભિન્ન-ભિન્ન પ્રકારે નિષેધ કરવામાં આવેલ છે. (૧) દશવૈકાલિક સૂત્ર અ.૩, ગાથા-૯ માં વિભૂષા કરવાને અનાચાર કહેલ છે. (૨) દશવૈકાલિક સૂત્ર અ.૬, ગાથા—૫ થી ૭ સુધીમાં કહ્યું છે કે નગ્નભાવ તેમજ મુંડભાવ સ્વીકાર કરનારા કેશ તથા નખોને સંસ્કાર ન કરનારા તથા મૈથુનથી વિરત ભિક્ષુને વિભૂષાથી શું પ્રયોજન છે? અર્થાત્ એવા સાધુ-સાધ્વીઓને વિભૂષા કરવાનું કોઈ પ્રયોજન પણ નથી, તેમ છતાં જે ભિક્ષુ વિભૂષાવૃત્તિ કરે છે તે ચીકણા કર્મોનો બંધ કરે છે અને તેનાથી તે ઘોર એવા દુસ્તર સંસાર સાગરમાં પડે છે. Page #237 -------------------------------------------------------------------------- ________________ | ર૩૭ ગમીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીત તે પછીની ગાથામાં ફક્ત વિભૂષાના વિચારોને પણ જ્ઞાનીઓએ વિભૂષા પ્રવૃત્તિ કરવાના સમાન જ કર્મબંધ તેમજ સંસારનું કારણ કહ્યું છે. આ વિભૂષા વૃત્તિથી અનેક સાવધ પ્રવૃત્તિઓ ઉત્પન્ન થાય છે. માટે આ પ્રવૃત્તિ છકાય રક્ષક મુનિએ આચરવા યોગ્ય નથી. (૩) દશવૈકાલિક સૂત્ર અ.૮, ગાથા-પ૭ માં સંયમને માટે વિભૂષાવૃત્તિને તાલપુટ(હળાહળ) ઝેરની ઉપમા આપી છે. (૪) ઉત્તરાધ્યયન સૂત્ર અ.૧૬માં કહ્યું છે કે જે ભિક્ષુ વિભૂષાને માટે પ્રવૃત્તિ કરે તે નિગ્રંથ નથી; માટે ભિક્ષુએ વિભૂષા કરવી જોઈએ જ નહીં. ભિક્ષુ વિભૂષા અને શરીર પરિમંડન(શોભા)નો ત્યાગ કરે તથા બ્રહ્મચર્યરત ભિક્ષુ શ્રૃંગારને માટે વસ્ત્રાદિને પણ ધારણ ન કરે. આ આગમ સ્થળોથી સ્પષ્ટ થાય છે કે બ્રહ્મચર્યને માટે વિભૂષાવૃત્તિ સર્વથા અહિતકારી છે, કર્મબંધનું કારણ છે તથા પ્રાયશ્ચિત્તને યોગ્ય છે. માટે ભિક્ષુ વિભૂષાના સંકલ્પોનો ત્યાગ કરે તથા શારીરિક શ્રૃંગાર કરવાનો તેમજ ઉપકરણોને સુંદર દેખાડવાનો પ્રયત્ન જ ન કરે. સાધુ ઉપકરણોને સંયમ અને શરીરની સુરક્ષાને માટે જ ધારણ કરે. તેમજ પ્રક્ષાલન કરવું હોય તો સામાન્ય રીતે અચિત્ત પાણીથી જ પ્રક્ષાલન કરવું જોઈએ. વિશેષ કારણથી કોઈ પદાર્થનો ઉપયોગ કરવો હોય તો જીવ વિરાધના ન થાય તેનો પૂર્ણ વિવેક રાખવો જોઈએ, તેમજ મન વિભૂષાવૃત્તિવાળું ન બને, તેની પણ સતત સાવધાની રાખવી જોઈએ. @ I પ્રકરણ-ર૪ઃ મસ્તક ઢાંકવાનું પ્રાયશ્ચિત્ત વિધાન [ઉદ્દેશક-૩ સૂત્ર-૬૯] આ સૂત્રના ભાષ્ય વગેરે વ્યાખ્યાઓમાં બતાવેલ છે કે સાધુને ગૌચરી, વિહાર વગેરે કાર્યોને માટે કયાંય મકાનની બહાર જવું હોય તો મસ્તક ન ઢાંકવું જોઈએ. એવું કરવાથી લિંગની (વેશભૂષાની) વિપરીતતા થાય છે. કારણ કે “મસ્તક ઢાંકીને બહાર જવું” આ સ્ત્રીની વેશભૂષા છે. બહાર જવાના સમયે જૈનેતર સંન્યાસી વગેરે પણ લિંગનો પૂર્ણ વિવેક રાખે છે, તેઓ બહાર જવાના સમયે લિંગના અનેક આવશ્યક ઉપકરણ સાથે લઈને જાય છે. જેને ભિક્ષુ પણ બહાર જતી વખતે પોતાના રજોહરણ, પાત્ર, ઝોળી વગેરે લઈને તેમજ પછેડી (ચાદર) ચરોટો(ચોલપટ્ટક) મુહપત્તિ(મુખવસ્ત્રિકા) વગેરે વ્યવસ્થિત કરીને બહાર જાય છે. સાધુએ મસ્તક પર વસ્ત્ર ઢાંકીને બહાર જવું તે લિંગની વિપરીતતા છે અને સાધ્વીએ મસ્તક ઢાંક્યા વિના બહાર જવું તે લિંગની વિપરીતતા છે. શક્ય હોય તો યથાસંભવ ઉપાશ્રયની અંદર પણ સાધુએ મસ્તક ઢાંકીને ન રહેવું જોઈએ. અપવાદ રૂપથી કેટલીય પરિસ્થિતિઓમાં મસ્તક ઢાંકીને સાધુને બહાર W.jainelibrary.org Page #238 -------------------------------------------------------------------------- ________________ છેદશાસ્ત્રઃ પરિશિષ્ટ ખંડ-ર જવાની ભાષ્યમાં છૂટ બતાવેલ છે પરંતુ નિયમરૂપે મસ્તક પર કાંબલી ઢાંકીને ગોચરી વગેરે જવાનું કે રાત્રિમાં પરઠવા માટે મસ્તક ઢાંકીને બહાર જવાનું કથન ત્યાં કરેલ નથી. પરંપરાથી આવી પ્રવૃત્તિઓ ચાલી રહી છે. પરંતુ આ પરંપરાઓ માટે આગમમાં કોઈ વિધાન નથી. પ્રસ્તુત સૂત્રમાં મસ્તક ઢાંકીને બહાર જવાનું પ્રાયશ્ચિત્ત પણ કહ્યું છે, વ્યાખ્યાકારોએ તેને જ સ્પષ્ટ કર્યું છે પરંતુ રાત્રિએ મસ્તક ઢાંકીને પરઠવા જવાની વાત પણ તેઓએ કરી નથી અને કાંબળી મસ્તકે ઓઢીને બહાર ગોચરી કે મંદિરે જવાની છૂટ સંબંધી વાત પણ તેઓએ કરી નથી. ૨૩૮ ક્યારેક જરૂરી થતાં કારણસર સાધુ ઉપાશ્રયમાં મસ્તક ઢાંકીને અને સાધ્વી મસ્તક ઢાંકયા વિના ઉપાશ્રયમાં રહે તો તેનું આ સૂત્રથી પ્રાયશ્ચિત્ત આવતું નથી. છતાં પણ પોત-પોતાની વેશભૂષાનો સર્વત્ર વિવેક રાખવો યોગ્ય થાય છે. પ્રકરણ-રપ : સાધુ-સાધ્વીઓનાં ભંડોપકરણનું જ્ઞાન-વિજ્ઞાન [ઉદ્દેશક-૧૬ : સૂત્ર–૬૯] ભિક્ષુને માટે સંપૂર્ણ ઉપધિ સૂચક પાઠ બૃહત્કલ્પ સૂત્ર ઉદ્દેશક-૩ માં તથા પ્રશ્નવ્યાકરણ સૂત્ર શ્રુ.૨, અ.પ(પાંચમા સંવર દ્વાર)માં છે. બૃહત્કલ્પ સૂત્રમાં :– ભિક્ષુને દીક્ષા લેતી વખતે રજોહરણ, ગુચ્છો, પાત્રા અને ત્રણ અખંડવસ્ત્ર ગ્રહણ કરીને પ્રવ્રુજિત થવાનું ક૨ે છે. અહીં રજોહરણ, ગુચ્છો(પૂંજણી) અને પાત્રની સંખ્યાનું કથન કરેલ નથી. શેષ ઉપકરણ ચાદર, ચરોટો, મુહપત્તિ, આસન, ઝોળી, પાત્રાના વસ્ત્રો, રજોહરણ બાંધવાનું કપડું વગેરેના માટે કુલ ત્રણ અખંડ વસ્ત્ર લેવાનું કથન છે. પરંતુ તેની અલગ-અલગ સંખ્યા કે માપ અહીં બતાવેલ નથી. બૃહત્કલ્પ સૂત્રના ઉદ્દેશક ત્રણમાં જ અખંડ વસ્ત્ર(આખા તાકા) રાખવાનો નિષેધ કરેલ છે માટે અહીં કહેલ ત્રણ તાકા ફક્ત સંપૂર્ણ ઉપધિના માપ સૂચક છે, એવું સમજવું જોઈએ. જેનો અર્થ પરંપરાથી ૭ર હાથ પ્રમાણ વસ્ત્ર તેમ માનવામાં આવે છે. પરંતુ મૂળ આગમોમાં તેમજ ભાષ્યાદિમાં આ માપનો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ દેખાતો નથી. પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં – પાત્રધારી સુવિહિત શ્રમણોના આ ઉપકરણો હોય છે– પાત્ર, પાત્રબંધક(પાત્રાને બાંધવાનું વસ્ત્ર), પાત્ર કેસરિકા, ભૂમિ પર પાત્ર રાખવાનું વસ્ત્ર, ત્રણ પટલ, રજસ્ત્રાણ ગુચ્છો, ત્રણ પછેડી, રજોહરણ, ચરોટો, મુહપત્તિ વગેરે શારીરિક સુરક્ષાને માટે ધારણ કરે છે. અહીં રજોહરણ અને ગુચ્છાનું કથન કર્યા પછી, પાત્રના સ્થાને પાત્ર સંબંધી ૬ ઉપકરણ તેમજ ત્રણ અખંડ વસ્ત્રની જગ્યાએ ચાદર(પછેડી), ચરોટો, મુખવસ્ત્રિકા વગેરે કહેલ છે. તેમાં પટલ(પડલું) તેમજ ચાદરની સંખ્યા ત્રણત્રણ કહી છે. પરંતુ પાત્ર, ચરોટા, મુખવસ્તિકા, તેમજ સંપૂર્ણ ઉપકરણોની સંખ્યાનો Page #239 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત નિર્દેશ નથી તથા પાઠના અંતમાં ‘આદિ’ શબ્દનો પ્રયોગ કરેલ છે. જેનાથી અન્ય ઉપધિ પણ ગ્રહણ થઈ શકે છે, યથા– આસન વગેરે. = આ બંને સ્થળો સિવાય આચારાંગ સૂત્રમાં વસ્ત્ર-પાત્ર સંબંધી સ્વતંત્ર અધ્યયન પણ છે તથા છેદસૂત્રોમાં પણ વસ્ત્ર-પાત્ર, રજોહરણ વગેરે સંબંધી અનેક વિધિ-નિષેધો છે. ૨૩૯ પ્રસ્તુત પ્રાયશ્ચિત્ત સૂત્રમાં ગણત્રીથી અને પ્રમાણ(માપ)થી વધારે ઉપધિ રાખવાનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે પરંતુ ઉપર્યુક્ત આગમોમાં બધી ઉપધિના માપનો તથા સંખ્યાનો સ્પષ્ટ ઉલ્લેખ ક્યાંય મળતો નથી. ફક્ત ચાદર(પછેડી) અને પાત્રનાં પટલ તેમજ અખંડ વસ્ત્રની સંખ્યાનો ઉલ્લેખ છે. ભાષ્ય નિર્યુક્તિમાં ઉપધિનું વિસ્તૃત વર્ણન હોવા છતાં ય આવશ્યક ઉપકરણોનું માપ તેમજ સંખ્યાનો સારી રીતે ઉલ્લેખ નથી તથા કેટલાક ઉલ્લેખ અસ્પષ્ટ છે. જેમ કે– એક પાત્ર રાખવું, તથા યુવાન સાધુને બે હાથનો ચોલપટ્ટક(ચરોટો) રાખવો, એક માતરીયું(ભાજન) રાખવું પરંતુ તેને ઉપયોગમાં ન લેવું વગેરે. આ કારણોથી ઉપધિ પરિમાણની પરંપરા જુદી-જુદી થઈ ગઈ છે અને આ પ્રાયશ્ચિત્ત સૂત્રનો ઉપયોગ અને પ્રભાવ પણ મંદ થઈ રહ્યો છે કે ‘સૂત્રમાં ઉપકરણોની ગણના અને પ્રમાણનો સ્પષ્ટોલ્લેખ ઉપલબ્ધ નથી.’ ચાદર(પછેડી) સંબંધી જ્ઞાન-વિજ્ઞાન : ત્રણ પછેડી રાખવાનો ઉલ્લેખ આગમોમાં સ્પષ્ટ છે તથા આ સૂત્રની ચૂર્ણિમાં કરપાત્રવાળા કે પાત્રધારી જિનકલ્પી ભિક્ષુને એક-બે કે ત્રણ ચાદર રાખવી એમ બતાવેલ છે. આચારાંગ શ્રુત.૧ અ.૮ ઉ.૪,૫,૬ માં વસ્ત્ર સંબંધી અપરિગ્રહધારી ભિક્ષુનું વર્ણન છે, ત્યાં પણ ત્રણ વસ્ત્ર(ચદર) ધારી, બે વસ્ત્રધારી, એક વસ્ત્રધારી અને ચોલપટ્ટક(ચરોટો) ધારી ભિક્ષુનું વર્ણન છે. વસ્ત્રની ઉણોદરીના વર્ણનમાં એક વસ્ત્ર(ચાદર) રાખવું મૂળપાઠમાં કહેલ છે. વ્યાખ્યામાં બે ચાદર રાખવી પણ વસ્ત્રની ઉણોદરીમાં કહેલ છે. આ રીતે ચાદર(પછેડી)ની સંખ્યા આગમોમાં તથા તેની વ્યાખ્યાઓમાં મળે છે. આચા. શ્રુ.૨ અ.પ.ઉ.૧ માં કઈ-કઈ જાતિનાં વસ્ત્રો લેવા, આ વર્ણનમાં ડ્ર પ્રકારની જાતનો ઉલ્લેખ કર્યા પછી કહ્યું છે કે જે ભિક્ષુ યુવાન તેમજ સ્વસ્થ હોય તે એક જ જાતિનું વસ્ત્ર ધારણ કરે, બીજું નહીં; આ કથનને ચાદરની સંખ્યાને માટે માનીને અર્થ કરવો બરોબર(ઉચિત) નથી. કારણ કે અહીં વસ્ત્રની જાતિનો જ ઉલ્લેખ કર્યો છે. આગમોમાં જિનકલ્પી કે અભિગ્રહધારી ભિક્ષુને માટે ત્રણ ચાદર રાખવાનો સ્પષ્ટ ઉલ્લેખ છે. વસ્ત્રની ઉણોદરી કરવાના વર્ણનથી પણ એકથી Page #240 -------------------------------------------------------------------------- ________________ છેદશાસ્ત્રઃ પરિશિષ્ટ ખંડ-૨ ર૪૦ વધારે ચાદર(પછેડી) રાખવી સિદ્ધ છે. સમર્થ સાધુએ એક જાતિના વસ્ત્ર ધારણ કરવા; એવો અર્થ આચારાંગ સૂત્રના પાઠનો કરવો આગમ સંમત છે. ત્રણ પછેડીથી ઓછી અર્થાત્ બે કે એક પછેડી રાખીને ઉણોદરી તપ કરવો સ્વૈચ્છિક સમજવું જોઈએ. આ સૂત્રને આધાર બનાવી સાધુને એક ચાદર રાખવાની એકાંત પ્રરૂપણા કરવી તે આગમ વિપરીત પ્રરૂપણા છે. ભાષ્ય ગાથા ૫૮૦૭માં કહ્યું છે કે જિનકલ્પી, અભિગ્રહધારી વગેરે ભિક્ષુ ત્રણ, બે કે એક ચાદર રાખી શકે છે. પરંતુ સ્થવિરકલ્પીને ત્રણ પછેડી નિયમથી રાખવી જોઈએ. ઉણોદરી કરવી હોય તો તેનો ઉપયોગ નહિ કરવો જોઈએ. કારણ કે પરિસ્થિતિમાં સ્વયંને કે અન્ય વૃદ્ધ, રોગીને માટે તેનો સદુપયોગ થઈ શકે. ભાષ્ય ગાથા પ૭૯૪ માં ચાદરનું મધ્યમ માપ ૩xરા, તથા ઉત્કૃષ્ટ ૪૪રા હાથ કહ્યું છે, અર્થાત્ યુવાન સાધુ માટે સાડાત્રણ હાથ અને વૃદ્ધ સાધુ માટે સાડા ચાર (૪) હાથ લાંબી પછેડી રાખવાનું કહ્યું છે. આચારાંગસૂત્રનાં વઐષણા અધ્યયનમાં સાધ્વીની પછેડીની પહોળાઈ ચાર હાથ, ત્રણ હાથ તથા બે હાથની કહી છે. ત્યાં લંબાઈનું કથન નથી. તો પણ પહોળાઈથી લંબાઈ વધારે હોય છે. એટલા માટે વર્તમાનમાં પાંચ હાથની લાંબી પછેડી કરવાની પરંપરા જે છે તે ઉપયુક્ત જ છે. ઉત્તરા. અ. ર૬ માં પ્રતિલેખના પ્રકરણમાં જે છમિ નવોડાં કથન છે, તેનાથી પણ પછેડીની ઉત્કૃષ્ટ લંબાઈ પાંચ હાથની હોવી ઉપયુક્ત છે. સાધ્વીને માટે ત્રણ માપની જે ચાર પછેડીનું કથન છે, તે પછેડીઓ એક સમાન લાંબી-પહોળી હોતી નથી. તેવી રીતે સાધુઓને પણ ત્રણ પછેડીઓ સરખી હોતી નથી(નાની-મોટી હોય છે). આગમોમાં તેના માપનો ઉલ્લેખ ન મળવાથી ઉપયોગિતા અને આવશ્યકતા પ્રમાણે નાની-મોટી પછેડી બનાવવામાં આવે છે. પછેડીની પહોળાઈનું કથન વ્યાખ્યામાં એક જ પ્રકારનું અર્થાત્ અઢી હાથનું બતાવેલ છે. તે આગમ વર્ણન પ્રમાણે ત્રણેય પછેડીઓ માટે સમજવું યોગ્ય નથી. માટે ભિક્ષુઓની ત્રણેય પછેડીઓની લંબાઈ–પહોળાઈ ઓછી વધારે (હીનાધિક) જઘન્ય મધ્યમ ઉત્કૃષ્ટ હોય છે. વર્તમાનમાં લગભગ પાંચ હાથ લાંબી અને ત્રણ હાથ પહોળી ઉત્કૃષ્ટ(ચાદર) પછેડીનો ઉપયોગ કરવામાં આવે છે. ચોલપટ્ટક(ચરોટા) સંબંધી જ્ઞાન-વિજ્ઞાન : પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં ભિક્ષની ઉપધિમાં ચરોટાનો ફક્ત નામોલ્લેખ છે. તેનાથી અતિરિક્ત સંખ્યા-માપ વગેરે અન્ય વર્ણન આગમોમાં નથી.નિશીથભાષ્ય ગાથા ૫૮૦૪ માં તરુણ(યુવાન) સાધુને ફક્ત બે હાથ લાંબા, એક હાથ પહોળા ચોલપટ્ટકનું માપ કહેલ છે જે લૌકિક વ્યવહારમાં લજ્જા રાખવાને માટે પણ પર્યાપ્ત Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૪૧ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત નથી. એટલા માટે તેનું ઔચિત્ય યોગ્યતા) સમજમાં આવતું નથી. આ ભાષ્ય ગાથામાં ચોલપટ્ટકની સંખ્યા પણ બતાવેલ નથી. વૃદ્ધભિક્ષને માટે આ ગાથામાં ચાર હાથ લાંબો અને એક હાથ પહોળો ચોલપટ્ટકનું માપ બતાવેલ છે, જે તેના માટે પણ લજ્જા રાખવામાં પર્યાપ્ત હોતો નથી. આ રીતે પ્રાચીન શદ્ધ પરંપરાના અભાવમાં વર્તમાનમાં સાધુ સમાજમાં અનેક પ્રકારની લંબાઈ તેમજ પહોળાઈના માપવાળા ચરોટા પ્રચલિત છે. જે ભાષ્યકથિત માપથી સંપૂર્ણ ભિન્ન છે. બૃહત્કલ્પસૂત્રના ત્રીજા ઉદ્દેશકમાં સાધુને આવશ્યક બધા ઉપકરણો માટે ત્રણ અખંડ વસ્ત્ર(તાકા) ગ્રહણ કરીને દીક્ષા લેવાનું વિધાન છે. જો ભાષ્ય કથિત પરિમાણથી પછેડી-ચરોટો વગેરે બનાવવામાં આવે તો ઉક્ત વિધાન અનુસાર ત્રણ તાકા જેટલા વસ્ત્રોને ગ્રહણ કરવાની આવશ્યકતા રહેતી નથી. જેનાથી તે સૂત્ર વિધાન નિરર્થક બને છે. એટલા માટે પછેડી-ચોલપટ્ટકનું પૂર્ણ પરિમાણ એ છે કે તે લજ્જા રાખવાને યોગ્ય, ઠંડી નિવારણ યોગ્ય અને પોતાના શરીરની લંબાઈ-પહોળાઈ પ્રમાણે હોય, ચાલવામાં અયતના કે અસુવિધા ન હોય. જોકે ચોલપટ્ટકની સંખ્યાના સંબંધમાં આગમમાં તથા ભાષ્યમાં ઉલ્લેખ નથી, તોપણ પ્રતિલેખન વગેરેની અપેક્ષાથી જઘન્ય બે ચરોટા રાખવા વિકલ્પીને માટે બરોબર જ છે. મુખત્રિકા સંબંધી જ્ઞાન-વિજ્ઞાન : मुखपोतिका मुखं पिधानाय, पोतं-वस्त्रं मुखपोतं तदेव ह्रस्वं चतुरंगुलाधिक વિતપ્તિ માત્ર પ્રમાણવાન્ મુપોતિwા મુકવસ્ત્રિયમ્ -[પિંડ નિર્યુક્તિ ભાવાર્થ – મુખવસ્ત્રિકા અર્થાત્ મુખને આવૃત કરવાનું (ઢાંકવાનું) વસ્ત્ર. એક વંત અને ચાર અંગુલ અર્થાત્ ૧૬ અંગુલની મુખવસ્ત્રિકા. નિશીથભાષ્ય તેમજ બૃહતકલ્પ ભાષ્યમાં આ જ માપ કહેલ છે. પરંતુ લંબાઈ-પહોળાઈનો અલગ-અલગ ઉલ્લેખ કર્યો નથી. અન્ય આગમોની વ્યાખ્યાઓમાં પણ લંબાઈ-પહોળાઈનો અલગ-અલગ ઉલ્લેખ મળતો નથી. માટે મૂર્તિપૂજક સમાજમાં લગભગ સમચરિસમુહપતિ રાખવાની પરંપરા • પ્રચલિત છે. સ્થાનકવાસી સમાજમાં ર૧ આંગુલ લાંબી અને ૧૬ આંગળ પહોળી મુખવસ્ત્રિકા રાખવાની પરંપરા છે. “મુખવસ્ત્રિકાનું આ માપ કોઈ આગમમાં કે વ્યાખ્યા ગ્રંથોમાં નથી પરંતુ આ માપ મુખ પર બાંધવામાં વધારે ઉપયુક્ત છે. ૬ ઓઘનિર્યુક્તિમાં મુખવસ્ત્રિકાના સંબંધમાં આ રીતે કહેલ છે, જેમ કેहै चत्वार्यगुलानि वितस्तिश्चेति एतच्चतुरस्त्र मुखानन्तकस्य प्रमाणम् अथवा इयं द्वितीय प्रमाणं यदुत मुखप्रमाणं कर्तव्यं मुहर्णतयं । गणना प्रमाणेन पुनस्तदेकैकमेव Page #242 -------------------------------------------------------------------------- ________________ | વેદશાસ્ત્રઃ પરિશિષ્ટ ખંડ-૨ ર૪ર મુલીનત મવતિ ! –ઓઘ નિયુક્તિ ગાથા-૭૧૧ની ટીકા. ભાવાર્થ – મુખવસ્ત્રિકા ૧ આંગળની હોય છે અથવા બીજી મુખ પ્રમાણે કરવી જોઈએ, ગણનાની અપેક્ષાએ બંને પ્રકારની મુખવસ્ત્રિકાઓ દરેક સાધુ-સાધ્વીએ એક-એક રાખવી જોઈએ. ઓઘનિર્યુક્તિ ગાથા ૯૪ની ટીકામાં પણ મુખવસ્ત્રિકા ૧૬ આંગળની હોવાનો ઉલ્લેખ છે. આ રીતે છેદસૂત્રોના વ્યાખ્યા ગ્રંથોમાં મુખવસ્ત્રિકાની લંબાઈ-પહોળાઈ અલગ-અલગ ન કહીને ફક્ત ૧૬ આંગળનું માપ જ કહેલ છે. એટલા માટે અર્વાચીન આચાર્યોએ ૨૧ આંગળની લંબાઈ અને ૧૬ આંગળની પહોળાઈ કહી છે, જે બાંધવાની અપેક્ષાએ ઉપયુક્ત છે(બરાબર છે).ગાથા ૭૧રમાં બંને પ્રકારની મુખવસ્ત્રિકાનું પ્રયોજન બતાવેલ છે, તેની ટીકા આ પ્રમાણે છે संपातिमसत्त्वरक्षणार्थ जल्पदभिर्मुखे दीयते तथा नासिकामुखं बध्नाति, तया मुखवस्त्रिकया वसति प्रमार्जयन् येन न मुखादौ रजः प्रविशतीति । સંપાતિમ સૂક્ષ્મ જીવોની રક્ષાને માટે બોલતી વખતે મુખવસ્ત્રિકા મુખ પર રાખવામાં આવે છે તથા ઉપાશ્રયનું પ્રમાર્જન કરતી વખતે સૂક્ષ્મ રજ મુખ અને નાકમાં પ્રવેશ ન કરે, તેટલા માટે મુખવસ્ત્રિકા બાંધવામાં આવે છે. ઉત્તરા. અ.૩ની વ્યાખ્યામાં મુખવસ્ત્રિકા રાખવાનું કારણ સ્પષ્ટ કરતાં કહ્યું છે કે– સતિ અંતિમ સત્વ, સૂક્ષ્માષ્ય વ્યાપિનો રે / તેષાં રક્ષનિમિત્તે , વિયા મુવત્રિા : A –અભિ. રાજેન્દ્ર કોષ ભા.૬ પાના. ૩૩૩. અર્થ – સંપાતિમ જીવો તથા અન્ય અહીં-તહીં ફેલાયેલા સૂક્ષ્મ જીવોની રક્ષાને માટે “મુખવસ્ત્રિકા’ રાખવામાં આવે છે, એવું સમજવું જોઈએ. ભગવતી સૂત્ર શ.૧૬ ઉ.ર માં ખુલ્લા મોઢે બોલાયેલ ભાષાને “સાવદ્ય (હિંસાકારી) કહેલ છે. મુનિ સાવધ ભાષાના ત્યાગી હોય છે. જિનકલ્પી વગેરે વસ્ત્ર રહિત તેમજ પાત્ર રહિત રહેનારા ભિક્ષુઓને પણ મુખવસ્ત્રિકા રાખવી આવશ્યક છે. કેમ કે મુખવસ્ત્રિકા તથા રજોહરણ મુનિચિહ્નના આવશ્યક ઉપકરણ છે. પ્રમાણને માટે જુઓ(૧) બૃહત્કલ્પ સૂત્ર ઉ.૩, ભાષ્ય ગાથા-૩૯૩ની ટીકા. (ર) નિશીથ ઉ.ર ભાષ્ય ગાથા-૧૩૯૧. (૩) અભિધાન રાજેન્દ્રકોષ ભાગ-૪"નિખM” પાના.૧૪૮૯ આચા. શ્રુ.૧, અરની ટીકા. (૪) અભિધાન રાજેન્દ્ર કોષ ભાગ-૬.ત્તિ, પાના-૫૬. પંચકલ્પ સૂત્ર કલ્પ-૨, ભાષ્ય તેમજ કલ્પચૂર્ણિ–૨. આ પ્રમાણોના આધારથી એ સ્પષ્ટ થાય છે કે મુહપત્તિ મુખ પર બાંધવી તે જ મુનિ ચિહ્ન તેમજ જીવ રક્ષાને માટે ઉપયુક્ત છે. અન્યથા બધા સાધુ સાધ્વીઓથી ખુલ્લા મોઢે બોલાઈ જાય તે નિશ્ચિત્ત (નક્કી) છે. મુહપત્તિ અહીં-તહીં રાખી દેવાથી મુનિ ચિહ્ન પણ રહેતું નથી. ગ્રામાદિમાં ચાલતા સમયે કે વિહાર Page #243 -------------------------------------------------------------------------- ________________ ર૪૩ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીત વગેરેમાં મુખવસ્ત્રિકા મુખ પર ન રહે તો જિનકલ્પી વગેરેને માટે ભાષ્યાદિમાં તેને મુનિ ચિહ્નની અપેક્ષાએ આવશ્યક ઉપકરણ કહેવું નિરર્થક થઈ જાય છે. ભગવતી સૂત્ર શ.૯, ૧.૩ર માં મુહપત્તિમાં આઠ પડ હોવા સિદ્ધ થાય છે. સમુત્થાન સૂત્રમાં પણ આઠ પડ હોવાનો ઉલ્લેખ છે. થે. મૂર્તિપૂજક સમાજમાં ચાર પડની મુહપત્તિ રાખવામાં આવે છે. પરંતુ એક કીનારીએ નામ માત્ર આઠ પડ પણ કરવામાં આવે છે. તેને તેઓ હંમેશાં સાથે રાખે છે, વિહાર વગેરેના સમયમાં ચોલપટ્ટકમાં પણ લટકાવી દયે છે. શ્વે. સ્થાનકવાસી મુનિ સંપૂર્ણ આઠ પડ કરીને મુહપત્તિ મુખ પર બાંધે છે. શિવપુરાણ અધ્યાય ર૧માં જૈન સાધુનો પરિચયદેતાં મુખ પર મુખવસ્ત્રિકા ધારણ કરવાનું કહેલ છે, જેમ કે हस्ते पात्रं दधानाश्च, तुंडे वस्त्रस्य धारकाः ।। मलिनान्येव वासांसि, धारयंत्यल्प भाषिणः ॥ નિશીથ ભાષ્ય તથા પિંડનિયુક્તિમાં કહ્યું છે કે- વિતિય િવ vમળ, મુદપમાળા #ાયવ્ય / ૧૮૦૧ / – રાજેન્દ્ર કોષ ભા.જપાના- ૩૩૩. મુખવસ્ત્રિકાની સંખ્યા પણ આગમમાં કહેલ નથી; માટે બે કે વધારે આવશ્યકતાનુસાર રાખી શકાય છે. વ્યાખ્યાગ્રંથોમાં એક-એક મુખવસ્ત્રિકા રાખવાનું કહેલ છે. કબલ સંબંધી વિચારણા : આગમોમાં અનેક જગ્યાએ કંબલનું નામ આપેલ છે. આ ઉપકરણ ઠંડીમાં શરીરની રક્ષાને માટે રાખવામાં આવે છે. પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં જ્યાં ત્રણ પછેડીનું કથન છે–ત્યાં અન્ય ઉપધિમાં કબલનું નામ નથી એટલા માટે તેનો સમાવેશ ત્રણ પછેડીમાં કરવામાં આવે છે. જે ભિક્ષ શીત-પરીષહ સહન કરી શકે છે. તે વસ્ત્રનું ઉણોદરી તપ કરતાં સૂતરની ચાદર(પછેડી)થી પણ નિર્વાહ કરી શકે છે તથા અચેલ પણ રહી શકે છે. વસ્ત્રની જાતિની અપેક્ષાથી ઊણોદરી તપ કરતાં ભિક્ષુ કેવળ સૂતરનાં વસ્ત્ર રાખવાથી કંબલનો ત્યાગ કરી શકે છે. કંબલને જીવ રક્ષાનું સાધન પણ માનવામાં આવે છે, જે પરંપરા માત્ર છે પરંતુ આગમ સંમત નથી. કારણ કે (૧) દશાશ્રુતસ્કંધ સૂત્ર દશા–9માં પડિમાધારી ભિક્ષુને સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી વિહાર કરવાનું વર્ણન છે. જ્યાં સૂર્યાસ્ત થઈ જાય ત્યાં જ રાત્રી અપ્રમતભાવથી પસાર કરવાનું કથન છે. (૨) બૃહત્કલ્પ સૂત્ર ઉદરમાં સાધુને ખુલ્લા આકાશવાળા સ્થાનમાં રહેવું કલ્પનીય કહ્યું છે. પરંતુ આ સૂત્રોમાં અપ્લાયની વિરાધના થવી કે કંબલ ઓઢીને રહેવું એમ કંઈ પણ કહેલ નથી. માટે કિંબલને મુખવસ્ત્રિકા કે રજોહરણની સમાન જીવરક્ષાનું આવશ્યક ઉપકરણ માનવું Page #244 -------------------------------------------------------------------------- ________________ છેદશાસ્ત્રઃ પરિશિષ્ટ ખંડ-૨ ૨૪૪ આગમ સંમત નથી. એટલા માટે દિવસમાં કે રાત્રિમાં કંબલ વગેરેથી મસ્તક ઢાંકીને ગમનાગમન કરવાની પરંપરા પણ આગમ સંમત નથી. કેમ કે જ્યારે કંબલ રાખવું બધા સાધુઓને માટે જરૂરી નથી તો તેનાથી મસ્તક ઢાંકવાનો જરૂરી નિયમ કહેવો ક્યારેય પણ ઉચિત નથી. કંબલનું માપ તેમજ કીંમતનું સ્પષ્ટીકરણ પણ ઉપલબ્ધ નથી, માટે આવશ્યકતા તેમજ વિવેક પૂર્વક યોગ્ય કીંમતની તેમજ પ્રમાણોપેત કંબલ રાખી શકાય છે. પાદપ્રૉઇનનું(પગલૂછણિયાનું) જ્ઞાન-વિજ્ઞાન : આ પણ એક વસ્ત્રમય ઉપકરણ છે. તેનું કથન આગમોમાં અનેક સ્થળો પર છે. નિશીથ સૂત્રમાં પણ અનેક જગ્યાએ તેનું કથન છે. તેનો મુખ્ય ઉપયોગ પગ લૂછવાનો છે. આચારાંગ સૂત્રમાં મળ ત્યાગના સમયે પણ તેનો ઉપયોગ કરવાનું કહ્યું છે. બૃહત્કલ્પ ઉ.પ. તથા નિશીથ ઉ.૨ ના અનુસાર ક્યારેક-કયારેક લાકડાના દંડામાં બાંધીને શવ્યાના પ્રમાર્જનમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. નિશીથ ઉ.પ.ના અનુસાર જો ક્યારેક આવશ્યક હોય તો ગૃહસ્થના પગ લૂછણિયું એક-બે દિવસ માટે લાવી શકાય છે. એવી રીતે આગમોમાં પગ લૂછણિયા માટે અનેક પ્રકાર તેમજ અનેક ઉપયોગ બતાવેલ છે. આ ભિન્ન-ભિન્ન પ્રયોગોને કારણે કે અન્ય કોઈ દષ્ટિકોણથી વ્યાખ્યાગ્રંથોમાં તેને રજોહરણનું પર્યાયવાચી પણ માનેલ છે. ક્યાંક તેને બે પદોમાં વિભાજિત કરીને પાત્ર' તથા પ્રોછન (રજોહરણ) એવો અર્થ પણ કરેલ છે. આ અર્થભ્રમને કારણે મૂળ પાઠમાં અનેક જગ્યાએ રજોહરણના સ્થાન પર પાદપ્રોછન લખાઈ ગયો હોય તેવું જણાય છે. વાસ્તવમાં આ પાદપ્રીંછન, રજોહરણથી ભિન્ન ઉપકરણ છે, એવું પ્રશ્નવ્યાકરણ સૂત્રથી સ્પષ્ટ થાય છે. કારણ કે ત્યાં બંને ઉપકરણ અલગ-અલગ કહેલ છે અને ટીકાકારે પણ અલગ ગણીને ઉપકરણોની સંખ્યા ૧ર કહી છે. દશવૈ. અ.૪ માં પણ એક સાથે બંને ઉપકરણોનાં નામ ગણાવેલ છે. આ પાદપ્રીંછન જીર્ણ કે ઉપયોગમાં લઈ લીધેલ વસ્ત્રના ટુકડામાંથી બનાવવામાં આવે છે, જે સૂતર કે ઊન કોઈપણ પ્રકારનું હોઈ શકે છે. વ્યાખ્યા ગ્રંથોમાં આ એક હાથનું સમચઉરસ ઊનનું વસ્ત્ર કહેલ છે. પરંતુ ઊનના વસ્ત્રનો ત્યાગ કરી ઊણોદરી કરનારા શ્રમણ બધા કામોમાં સૂતરના વસ્ત્રનો જ ઉપયોગ કરે છે. શ્રમણોને કોઈપણ ઉપકરણ ઊનનું જ હોય, એવો આગ્રહ કરવાનો હોતો નથી. પાદપ્રીંછન વિષયક અન્ય જાણકારીને માટે જુઓ– નિશીથ ઉ.૨, સૂત્ર ૧ થી ૮નું વિવેચન. Page #245 -------------------------------------------------------------------------- ________________ ર૪પ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત ઉતરા. અ.૧૭ ગા.૭ તેમજ તેની ટીકા અનુસાર પાદપ્રીંછન ક્યારેક બેસવાના ઉપયોગમાં પણ લઈ શકાય છે. રજોહરણ-પાદપ્રીંછનમાં ભિન્નતા – રજોહરણ પ્રમાર્જન કરવાનું ઉપકરણ છે તેમજ મુનિલિંગ અને જીવરક્ષાનું આવશ્યક ઉપકરણ છે. તેના પર બેસી ન શકાય પરંતુ પગ લૂછણિયા ઉપર બેસી શકાય અને મળત્યાગ સમયે જીર્ણ વસ્ત્ર ખંડની જગ્યાએ તે ઉપયોગમાં લેવાના કામમાં આવે છે. આ ઉપકરણ બધા સાધુઓને રાખવાનું આવશ્યક નથી, ત્યારે જ જરૂરી થતાં એક-બીજા મુનિ પાસેથી માગવામાં આવે છે. પુનશ્ચ – રજોહરણ ફળીયોના સમૂહથી બનેલ ઔધિક ઉપકરણ છે. પાદપ્રીંછન વસ્ત્ર ખંડ હોય છે અને તે ઓપગ્રહિક ઉપકરણ છે. અન્ય વિશેષ જાણકારીને માટે જુઓ– ગુરુપ્રાણ ફાઉન્ડેશન, રાજકોટથી પ્રકાશિત નિશીથ ઉપર, સૂ.૧નું વિવેચન. પાત્ર સંબંધી વસ્ત્રોનું જ્ઞાન – (૧) ભિક્ષા લાવવાને માટે ઝોળી (ર) ગોચરી લાવ્યા પછી આહાર સહિત પાત્ર રાખવાનું વસ્ત્ર(માંડલીયું) (૩) ખાલી પાત્રાને બાંધવાના સમયે તેની વચ્ચે રાખવામાં આવતું વસ્ત્ર(અસ્તાન) (૪) પાણી ગાળવાનું કે તેને ઢાંકવાનું વસ્ત્ર(ગરણ) (૫) પાત્ર પ્રમાર્જન કરવાને માટે કોમળ વસ્ત્ર.આને પ્રશ્ન વ્યાકરણ સૂત્ર શ્રુત-૨, અધ્ય.-પમાં અનુક્રમે-(૧) પાત્ર બંધન (૨) પાત્ર સ્થાપનક (૩) પટલ (૪) રજસ્ત્રાણ (૫) પાત્રકેસરિકા કહેલ છે. એ વસ્ત્રો આવશ્યકતાનુસાર લાંબા-પહોળા રાખી શકાય છે. કારણ કે આગામોમાં તેના માપનો કોઈ ઉલ્લેખ નથી. નિશીથિયા સંબંધી જ્ઞાન ચર્ચા - આ રજોહરણની દાંડીની ઉપર લપેટવાનું વસ્ત્ર હોય છે. તેનો આગમમાં કયાંય પણ નિર્દેશ નથી માટે આ પરંપરાથી રજોહરણની દાંડી પર લપેટવાને માટે પ્રચલિત છે. તેનાથી રજોહરણ વ્યવસ્થિત બાંધેલો રહે છે અને વસ્ત્ર સહિત લાકડીથી પશુ વગેરે કોઈ ભયભીત પણ થતા નથી. ભરતકામ કરેલું રંગીન નિશીથિયું રાખવાની અને બે ત્રણ નિસાથીયા લપેટીને રાખવાની પ્રવૃત્તિ પણ મૂર્તિપૂજક સાધુ સમાજમાં છે. જે કેવળ પરંપરા માત્ર છે. જેનું સંયમની અપેક્ષાથી કોઈ મહત્ત્વ નથી અને આવા ચિત્ર-વિચિત્ર રંગ-બેરંગી ભરતગૂંથણીવાળા ઉપકરણ સાધુને માટે સૂત્રાજ્ઞાથી વિપરીત પણ છે. આ બધા વસ્ત્ર સંબંધી ઉપકરણ કહેલ છે. આગામોમાં આ બધાના માપનું સ્પષ્ટ વર્ણન નથી માટે ભિક્ષુ મમત્વભાવ ન રાખતાં ઉપયોગી વસ્ત્ર, આવશ્યકતા તેમજ ગણ સમાચારી અનુસાર રાખી શકે છે પરંતુ આ બધા વસ્ત્રોનું કુલ માપ ત્રણ અખંડ વસ્ત્ર(તાકા)થી વધારે હોવાથી સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત આવે છે. પરંતુ Page #246 -------------------------------------------------------------------------- ________________ છેદશાસ્ત્ર પરિશિષ્ટ ખંડ-૨ ર૪s નિશીથ સૂત્ર ઉદ્દેશક–૧૮ અનુસાર સકારણ(અશક્તિ વગેરેથી) આજ્ઞાપૂર્વક મર્યાદાથી અતિરિક્ત વસ્ત્ર રાખવામાં પ્રાયશ્ચિત્ત આવતું નથી. સાધ્વીનાં વસ્ત્ર સંબંધી વિશેષ ઉપકરણ: આગમોમાં સાધ્વીને માટે ચાર પછેડીનું અને એની પહોળાઈનું કથન છે. ૩ દાંત અને ૩૬૫% તે બન્ને ઉપકરણ વિશેષ કહેલ છે. આગામોમાં સાધ્વીનાં ઉપકરણોનું જુદું જુદું સ્પષ્ટ માપ નથી માટે સાધ્વીઓ પણ આવશ્યકતા અને સમાચારી અનુસાર ઉપકરણ રાખી શકે છે. પરંતુ અકારણ તેમજ આજ્ઞા વિના ચાર અખંડ વસ્ત્ર(થાન-તાકા)ના માપથી અધિક વસ્ત્ર રાખવાથી તેને પણ સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત સમજવું જોઈએ. શીલરક્ષાને માટે અને શરીર-સંરચનાને કારણે ઉપકરણની સંખ્યા અને તેનું માપ વધારે હોવાથી સાધ્વીને માટે બૃહત્કલ્પ સૂત્રમાં એક અખંડ વસ્ત્ર(તાકો) વધારે કહેલ છે. ૩ દાંત-૩૯૫ટ્ટ – ગુપ્તાંગને ઢાંકવાને માટે લંગોટ જેવા ઉપકરણને પદૃવ સમજવું અને જાંગીયા જેવા ઉપકરણને પારખેત સમજવું જોઈએ. બૃહત્કલ્પ સૂત્ર ઉ.૩ માં બંને ઉપકરણો સાધુને રાખવાનો નિષેધ છે અને સાધ્વીને રાખવાનું વિધાન છે. આ બંન્ને ઉપકરણ શીલ રક્ષા માટે રાખવામાં આવે છે અને યોગ્ય સમયે પહેરી શકાય છે. વ્યાખ્યાકારોએ આ બંને ઉપકરણોનાં સ્થાને છ ઉપકરણોનું વર્ણન કરેલ છે. તેમજ તેઓએ સાધ્વીને માટે “ર૫” ઉપકરણોની સંખ્યા બતાવી છે અને સાધુને માટે ૧૪ ઉપકરણ કહેલ છે. આગામોમાં સંખ્યાનો એવો કોઈ નિર્દેશ નથી. પરંતુ અલગ-અલગ જગ્યાએ અલગ-અલગ ઉપકરણોનું કથન છે. પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં એકીસાથે ઉપકરણોનું કથન કરેલ છે. પરંતુ ત્યાં સંખ્યાનો નિર્દેશ નથી અને તે કથનથી ભાષ્યોક્ત સંખ્યાની સંગતિ પણ થતી નથી. પાત્ર સંબંધી જ્ઞાન-વિજ્ઞાન: લાકડું, તુંબડું અને માટી, આ ત્રણ જાતિનાં પાત્રમાંથી કોઈપણ જાતિનાં પાત્રા રાખવામાં આવી શકે છે; એવું વર્ણન અનેક આગમોમાં સ્પષ્ટ મળે છે. પરંતુ પાત્રની સંખ્યાનો નિર્ણય કોઈપણ આગમ પાઠથી મળતો નથી (૧) આચારાંગ સૂત્ર શ્રુ.૧, અ.૮, ઉ.૪ માં વિશિષ્ટ પ્રતિજ્ઞાધારી ભિક્ષુ માટે અનેક પાત્રોનું વર્ણન છે–ને fમણૂ તિહિં વર્જ્યોહિં પરિવસિ પાય વલ્વેહિં. અહીં એક વચનનો પ્રયોગ ન કરીને પાય ડિત્યેષ્ઠિ એવું બહુવચનાં પ્રયોગ છે. (૨) વ્યવહાર સૂત્ર ઉદ–રમાં પરિહારતા પ્રાયશ્ચિત્ત વહન કરનારા ભિક્ષુને માટે આહાર કરવાનું વિધાન કરતાં પાત્રની અપેક્ષાથી પાંચ શબ્દોનો પ્રયોગ કરેલ છે.- સતિ વા પડાપતિ, સયંસિ વી પીસિ. કરિ વા મંડનહિ, Jain E ww.jainenbrary.org Page #247 -------------------------------------------------------------------------- ________________ ર૪૭ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત ससि वा खुब्बगंसि, सयंसि वा पाणिसि । અહીં આહારના પાત્રને માટે ડિશપ્તિ શબ્દ છે. માત્રકને માટે પત્તાસનસિ શબ્દ છે અને પાણીનાં પાત્રને માટે મંડસ શબ્દ છે. આ પાઠથી પણ અનેક પ્રકારનાં પાત્ર હોવાનું કથન સ્પષ્ટ છે. (૩) ભગવતી સૂત્ર શ.ર ઉ.પ માં ગૌતમ સ્વામીને ગૌચરી જવાના વર્ણનમાં તેના અનેક પાત્રોનું વર્ણન છે– તળ તે ભાવ જોયમે છંદુત્વમળવારળત્તિ નાવ भायणाई वत्थाई पडिलेहेइ, भायणाईं वत्थाई पडिलेहित्ता भायणाई पमज्जइ, भायणाई पमज्जित्ता भायणाई उग्गहेइ, भायणाई उग्गहेत्ता जेणेव समणे भगवं महावीरे जाव भिक्खायरियं अडइ जाव एसणं असणं आलोएइ आलोएत्ता મત્ત, પાળ પકિવંસેફ । આ વર્ણનમાં બતાવેલ છે કે ગૌતમસ્વામીએ ઘણા પાત્રોનું પ્રતિલેખન પ્રમાર્જન કર્યું તથા ગૌચરીમાં લાવેલ આહાર તથા પાણી બંને ભગવાનને દેખાડયા. અહીં ગૌતમસ્વામીને પાસે ઘણા પાત્રો હોવાનું વર્ણન સ્પષ્ટ છે. (૪) ભગવતી સૂત્ર શ.૨૫ ઉ.૭માં ઉપકરણ ઉણોદરીનું વર્ણન આ રીતે છે– સે किं तं उवगरणोमोयरिया ? उवगरणोमोयरिया एगे वत्थे, एगे पाऐ, चियत्तोवगरण-स [-સાફ′ળયા । અહીં એક વસ્ત્ર(પછેડી) તેમજ એક પાત્ર રાખવાથી ઉણોદરી તપ હોવાનું કથન છે. તેનાથી એકથી વધારે વસ્ત્ર તેમજ એકથી વધારે પાત્ર રાખવાનું સ્પષ્ટ સિદ્ધ થાય છે. કેમ કે ઘણા વસ્ત્ર-પાત્ર કલ્પતા હોય ત્યારે જ એક વસ્ત્ર કે પાત્ર રાખવાથી ઉણોદરી તપ થઈ શકે છે. (૫) પ્રશ્નવ્યાકરણ સૂત્ર થ્રુ.ર અ.પ માં પાત્રના ઉપકરણોમાં ‘પટલ’ની સંખ્યા ત્રણ કહી છે. પટલનો ઉપયોગ પાત્રોને બાંધીને રાખવાના સમયે પટ(અસ્તાન) લગાવવામાં કરાય છે. પાત્રાની વચમાં રાખવાના કારણે તેને ‘પટલ’ (અસ્તાન) કહેલ છે. તેની સંખ્યા ત્રણ કહી છે. માટે પાત્ર ત્રણથી વધારે હોવાનું સ્વતઃ સિદ્ધ થઈ જાય છે. એક કે બે પાત્રને માટે ત્રણ પટલની આવશ્યકતા હોતી નથી. વ્યાખ્યાકારોએ પટલનો ઉપયોગ ગોચરીમાં ભ્રમણ કરતી વખતે ઝોળી યુક્ત આહારના પાત્રોને ઢાંકવા માટે બતાવેલ છે તથા પાંચ-સાત પટલ રાખવાનું અને ઢાંકવાનું પણ કહેલ છે. પરંતુ આગમમાં આહારના પાત્રાઓને ઢાંકવાને માટે ઝોળી તેમજ પાણીના માટે રજસ્ત્રાણ ઉપકરણ જુદા કહેલ છે; માટે પટલનો ઉપયોગ પાત્રોની વચ્ચે રાખવાનો જ ઉચિત છે. (૯) આચારાંગ સૂત્ર થ્રુ.૨, અ.માં પાત્ર સંબંધી પાઠ આ પ્રમાણે છે.— સે મનવુ वा भिक्खूणी वा अभिकखेज्जा पायं एसित्तए, से जं पुण पायं जाणेज्जा तंजहा- अलाउपायं वा दारुपायं वा मट्टिया पायं वा तहप्पगारं पायं जे Page #248 -------------------------------------------------------------------------- ________________ છેદશાસ્ત્ર : પરિશિષ્ટ ખંડ-ર णिग्गंथे तरुणे जाव थिरसंघयणे, से एगं पायं धारेज्जा, णो बीयं । અર્થ :- ભિક્ષુ કે ભિક્ષુણી પાત્રની ગવેષણા કરવા ઇચ્છે તો ત્યારે તે એવું જાણે કે આ તુંબડીનું પાત્ર, કાષ્ઠનું પાત્ર કે માટીનું પાત્ર છે. તેમાંથી જે નિગ્રંથ તરુણ (યુવાન) યાવત્ સ્થિર સંહનન(સંઘયણ)વાળા છે તે એક જ પ્રકારનું પાત્ર ગ્રહણ કરે, બીજા પ્રકારનું નહીં. ર૪૮ ફક્ત એક પાત્ર રાખવાની કલ્પના અનાગમિક : અહીં ત્રણ જાતિનાં પાત્રોની વાત કરીને એકને ગ્રહણ કરવાનું જે વિધાન છે તે એક જાતિની અપેક્ષાથી છે, એવું સ્પષ્ટ છે અને એવો અર્થ કરવો તે આગમ સંમત છે. જો સંબંધ મેળવ્યા વિના એવું સમજી લેવામાં આવે કે સંખ્યામાં એક પાત્ર ભિક્ષુને કલ્પે છે અનેક નહીં, તો આ અર્થ ઉપરોક્ત અનેક આગમોના પાઠોથી વિરૂદ્ધ છે. કેમ કે ગણધર ગૌતમ સ્વામી તેમજ પારિહારિક તપ કરવા-વાળા સાધુને તથા વિશિષ્ટ પ્રતિજ્ઞાધારી સાધુઓને પણ ઘણાં પાત્ર હોવાનું ઉપર બતાવેલ આગમ પ્રમાણોથી સ્પષ્ટ છે. જો તરુણ(યુવાન) સ્વસ્થ સાધુને એક જ પાત્ર કલ્પતું હોય તો અનેક પાત્ર રાખવા તે કમજોરી તેમજ અપવાદ માર્ગ સિદ્ધ થાય છે. આવી સ્થિતિમાં પાત્રની ઉણોદરી કરવાનું કોઈ પ્રયોજન જ નથી રહેતું. જ્યારે ભગવતી વગેરે સૂત્રોમાં પાત્ર ઉણોદરી તપનો પાઠ સ્પષ્ટ મળે છે, તથા તેની વ્યાખ્યા પણ મળે છે. માટે આચારાંગના આ પાઠમાં એક જાતિનાં પાત્ર જ યુવાન સાધુને કલ્પે છે; આ અર્થ કરવો નિરાબાધ છે, તેમજ આગમ સંમત છે. આ રીતથી સાધુએ એકથી વધારે પાત્ર રાખવાનો નિર્ણય તો શાસ્ત્રપાઠોથી થઈ જાય છે પરંતુ કેટલા પાત્ર રાખવા તે નિર્ણય થતો નથી. ત્રણ પટલ(પડલા)નાં પાઠથી જઘન્ય ૪ પાત્ર રાખવા તો સ્પષ્ટ છે. તેનાથી અતિરિક્ત માત્રક(ભાજન) ત્રણ પ્રકારનાં કહેલ છે– (૧) ઉચ્ચાર માત્રક(વડીનીત માટેનું) (૨) પ્રસવણ માત્રક(લઘુનીત કરવાને માટે) (૩) ખેલ માત્રક(કફ વગેરે માટે). તેમાં પ્રસવણ માત્રક તો બધાને જરૂરી હોય છે. પરંતુ ખેલ માત્રક અને (ઉચ્ચારમાત્રક) વડીનીતનું ભાજન, વિશેષ કારણથી કોઈ-કોઈને જરૂરી હોય છે. આચારાંગના આ પાઠથી કે અન્ય કોઈ કારણથી ભાષ્ય ટીકાકારોએ પાત્ર સંખ્યાની ચર્ચા કરતાં એક પાત્ર કે એક માત્રક રાખવાને કલ્પનીય સિદ્ધ કર્યુ છે. જેમાં માત્રકનું વિધાન આર્યરક્ષિતે કરેલ છે, તેમ બતાવેલ છે. અન્યત્ર પણ આ વિષયક વિસ્તૃત ચર્ચા ભાષ્યમાં કરેલ છે. જેનું ઉપરોક્ત આગમ પ્રમાણોની સામે કોઈપણ મહત્ત્વ રહેતું નથી. એક કે બે પાત્ર રાખવાની કોઈ પરંપરા પણ પ્રચલિત નથી. એક પાત્રની પ્રરૂપણાના લક્ષ્યમાં ભાષ્યકાર વગેરે પાત્રાની આગમ સંમત Page #249 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત સંખ્યાનો ઉલ્લેખ કરી શક્યા નથી. ઓછામાં ઓછા ચાર પાત્ર અને માત્રક તો ઉક્ત પ્રમાણોની ચર્ચાથી સ્પષ્ટ છે. માટે જુદી-જુદી પરંપરાઓમાં જઘન્ય ૪-૫, મધ્યમ ૭–૯ અને ઉત્કૃષ્ટ ઇચ્છા આવશ્યકતાનુસાર પાત્ર રાખવામાં આવે છે. શ્વે. મૂર્તિપૂજક પરંપરામાં સામાન્યતઃ ૬ પાત્ર ગોચરીના, એક દૂધને માટે તરપણી અને એક પાણીનો ઘડો તથા માત્રક તેમ કુલ ૯ પાત્ર રાખે છે, સ્થાનકવાસી સંઘોમાં જઘન્ય સંખ્યાને સ્વીકારનાર કુલ ૪–૪ પાત્ર રાખે છે, તેનાથી અતિરિકત ૬–૯ વગેરે વિભિન્ન(જુદી-જુદી) સંખ્યામાં પાત્ર રાખવામાં આવે છે. શ્વે. તેરાપંથી પરંપરામાં કુલ ૩–૪ પાત્ર રાખી શકાય છે. જાતિની અપેક્ષાએ વધારે તો કાષ્ઠના અને માટીના પાત્ર રાખવામાં આવે છે. કોઈ ફક્ત કાષ્ઠના પાત્ર જ રાખે છે, તો કોઈ પોતાની ઇચ્છા પ્રમાણે પ્લાસ્ટીકનાં પાત્ર, ચમચા, પ્લેટ, ઢાંકણ, બાલટી વગેરે પણ રાખે છે. નિષ્કર્ષ આ છે કે જે ઉપકરણની સંખ્યાનો આગમમાં ઉલ્લેખ નથી, તેને પોતાની ક્ષમતાનુસાર અલ્પતમ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ; અનાવશ્યક સંગ્રહ ન કરવો જોઈએ અને આવશ્યક ઉપકરણો પણ પોતે જ ઉપાડી શકે એટલાં જ રાખવા જોઈએ. ગૃહસ્થ પાસે ઉપડાવવા પડે તેટલા ઉપકરણ ન રાખવા. તેમ કરવાથી અન્ય સંયમ મર્યાદાનો પણ ભંગ થાય છે, તેમજ તેનું પ્રાયશ્ચિત્ત પણ આવે છે. પાત્રની ત્રણ જાતિનો વિચાર વિમર્શ : ૨૪૯ આચારાંગ સૂત્ર .ર, અ.૬, ઉ.૧ માં તથા ઠાણાંગ સૂત્ર અ.૩ માં સાધુ-સાધ્વીને માટે ત્રણ પ્રકારનાં પાત્ર ગ્રહણ કરવા તેમજ ધારણ કરવાનું વિધાન છે. તે આ પ્રમાણે છે– (૧) તુંબડાના પાત્ર (૨) કાષ્ઠના પાત્ર (૩) માટીના પાત્ર. અન્ય અનેક આગમોમાં પણ આ ત્રણ પ્રકારનાં પાત્રોનો સ્પષ્ટ નિર્દેશ છે. આચારાંગ સૂત્ર .ર અ.ş ઉ.૧ માં લોઢા વગેરેના પાત્ર તથા લોઢા વગેરેના બંધનયુક્ત પાત્ર ગ્રહણ કરવાનો નિષેધ કરેલ છે. નિશીથસૂત્રમાં તે લોઢા વગેરેનાં પાત્રોને ગ્રહણ કરવાનું પ્રાયશ્ચિત્ત કહેલ છે. આચારાંગ સૂત્રમાં લોઢાથી ચર્મ (ચામડા) સુધીનું કથન કરવાની સાથે અન્ય પણ આવા પ્રકારના પાત્ર ગ્રહણ કરવાનો નિષેધ કર્યો છે તથા તેને બહુમૂલ્ય વિશેષણથી સૂચિત કરેલ છે. લાકડાનું તુંબડાનું અને માટીનું પાત્ર ભિક્ષુની લઘુતાના સૂચક છે. ભગવતી સૂત્ર શ.૩ ઉ.૧માં તામલિતાપસે લાકડાનાં પાત્ર ગ્રહણ કરવાનું વર્ણન છે. ઉવવાઈ સૂત્રમાં તાપસ પરિવ્રાજક વગેરેના વર્ણનમાં તેના માટે લાકડા વગેરે ત્રણ પ્રકારનાં પાત્ર રાખવાનું વિધાન છે તેમજ અન્ય(બીજા) અનેક પ્રકારનાં પાત્ર રાખવાનો નિષેધ પણ છે. લાકડા વગેરે ત્રણે પ્રકારના પાત્ર અલ્પમૂલ્ય તેમજ સામાન્ય જાતિના હોવાથી તેને ચોરાઈ જવાનો ભય રહેતો નથી. કાષ્ટ(લાકડા) તેમજ તુંબડાના પાત્રમાં વજન પણ ઓછું હોય છે અને ગૃહસ્થોમાં તેનો વપરાશ થતો નથી. Page #250 -------------------------------------------------------------------------- ________________ છેદશાસ્ત્ર : પરિશિષ્ટ ખંડ-ર લોઢા આદિના પાત્ર વજનદાર તથા બહુમૂલ્યવાન હોય છે, તે ગૃહસ્થોને ઉપયોગી હોય છે. તેમજ ચોરી જવાની શક્યતાવાળા હોય છે. તેથી તેનો નિષેધ અને પ્રાયશ્ચિત્ત કહેવામાં આવ્યું છે. ૨૫૦ વર્તમાનમાં પ્લાસ્ટીકના પાત્ર પણ સાધુ-સાધ્વી ઉપયોગમાં લ્યે છે. પ્લાસ્ટીકને લાકડાના રસ સંયોગથી નિર્મિત માનવામાં આવે છે. પ્લાસ્ટીકના પાત્રાનું વજન તેમજ મૂલ્ય કિંમત લાકડાના પાત્રથી પણ ઓછી હોય છે. તેથી લોઢા આદિના પાત્ર સંબંધી દોષોની સંભાવના તેમાં હોતી નથી, પરંતુ એ(પ્લાસ્ટીકના) પાત્રો સર્વ પ્રકારે ખાધ(ખાવાના) પદાર્થો ગ્રહણ કરવા યોગ્ય તેમજ રાખવાને માટે યોગ્ય હોતા નથી. તેમજ એ પાત્રો ગૃહસ્થીના ઉપયોગમાં આવવા યોગ્ય તેમજ ચોરી થવાને યોગ્ય પણ હોય છે. એટલે જ આગમ નિર્દિષ્ટ લાકડાના પાત્રાની સમાન તે પૂર્ણપણે ઉપયોગી અને ઉપયુક્ત (ઉચિત) નથી. પ્લાસ્ટીક પાત્ર લઘુતા સૂચક પણ નથી, પરંતુ ફેશન પરસ્ત છે. સંક્ષેપમાં તે પાત્ર આગમ નિર્દિષ્ટ નથી પરંતુ સ્વબુદ્ધિ સ્વીકૃત છે, તેમ સમજવું. ગુચ્છા સંબંધી ચર્ચા ઃ- દીક્ષા લેતાં સમયે ગ્રહણ કરવાની ઉપધિના વર્ણનમાં પાત્રથી ભિન્ન ‘ગુચ્છા’નું કથન છે. બૃહત્કલ્પ ઉદ્દેશક-૩. ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ૨૬ માં સૂર્યોદય થવા પર મુખવસ્ત્રિકા(મુહપત્તિ)ના પડિલેહણ બાદ ‘ગુચ્છા’નું પડિલેહણ કરવાનું વિધાન છે. ત્યાર બાદ વસ્ત્ર પડિલેહણનું તેમજ પોરસી આવવાની હોય ત્યારે પાત્ર પડિલેહણ કરવાનું વિધાન છે. આ સૂત્રોથી એ સ્પષ્ટ સિદ્ધ થાય છે કે ‘ગુચ્છા’ પાત્ર સંબંધી ઉપકરણ નથી. પરંતુ વસ્ત્રોના પડિલેહણમાં પમાર્જન(પૂંજવા) કરવાનું ઉપકરણ છે. જેને પાઁજવા માટેની પૂંજણી કહેવામાં આવે છે. જેનું પડિલેહણ પણ મુહપત્તિ પછી કરવામાં આવે છે. પ્રશ્નવ્યાકરણ સૂત્ર શુ.ર અ.પ માં અનેક ઉપકરણોનાં નામ નિર્દેશ છે તથા ત્યાં ‘આદિ’ શબ્દનો પ્રયોગ પણ કરવામાં આવ્યો છે. જેનાથી, પગલુંછણિયું, માત્રક, આસન આદિ અનિર્દિષ્ટ તેમજ બીજા આગમોમાં વર્ણિત ઉપકરણોને ગ્રહણ કરવામાં આવે છે. આ પાઠમાં પણ ‘ગોચ્છગ’ ઉપકરણ સ્વતંત્ર કહેવામાં આવ્યું છે. દશવૈકાલિક અધ્યયન ૪ માં અનેક ઉપકરણોના નિર્દેશની સાથે ‘ગુચ્છગ’નો પણ નિર્દેશ પાત્રથી અલગ કહ્યો છે. વ્યાખ્યાકારોએ ‘ગુચ્છગ’ને પાત્રનું જ ઉપકરણ ગણાવ્યુ છે, સમજાવ્યું છે અને એને વસ્ત્રખંડ બતાવ્યું છે, જે ઉપરોક્ત આગમ વર્ણનથી વિપરીત છે. આ રીતે ઉપરોક્ત સ્પષ્ટીકરણથી ગુચ્છાને પૂજણી જ સમજવાનું ઉચિત છે. Page #251 -------------------------------------------------------------------------- ________________ રપ૧ રપ૧ | મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીત બૃહત્કલ્પ સૂત્ર ઉ.પમાં તથા પ્રશ્નવ્યાકરણ સૂત્ર શ્રુ.૨, અ.૫ માં પાયરિયા ઉપકરણનું વર્ણન છે. જે પાત્ર પ્રમાર્જનનું કોમલ વસ્ત્ર રૂપ ઉપકરણ છે. તુંબડાના પાત્રનું પ્રમાર્જન કરવાને માટે તેને ભિક્ષુ લાકડીમાં બાંધીને પણ રાખી શકે છે. પરંતુ સાધ્વીને લાકડાના દંડામાં રાખવાનો બૃહત્કલ્પ સૂત્રમાં નિષેધ છે. ક્યાંક-ક્યાંક તેને પણ ગુચ્છગ” માનવામાં આવે છે. પરંતુ પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં પાત્રનાં ઉપકરણોની વચ્ચે ત્રીજું ઉપકરણ પાયકેસરિકા” કહેલ છે અને ગોચ્છગ અલગ કહ્યું છે. માટે બંને ઉપકરણ અલગ-અલગ છે. ગોચ્છગનો ઉપયોગ વસ્ત્ર, શરીર કે અન્ય ઉપધિના પ્રમાર્જનને માટે હોય છે. તેમજ “પાત્રકેસરિક'નો ઉપયોગ પાત્ર પ્રમાર્જનને માટે હોય છે. આ રીતે બંનેનું કાર્ય પણ જુદું જુદું છે. રજોહરણનો પરિચય – આ ભિક્ષનું આવશ્યક ઉપકરણ છે. જે લાકડું કે નેતર વગેરેની ડાંડીમાંફળીયોને(દશીને) બાંધીને બનાવવામાં આવે છે.જિનકલ્પી તેમજ સ્થવિરકલ્પી બધા સાધુઓએ રજોહરણ રાખવો આવશ્યક છે, ઊભા-ઊભા ભૂમિનું પ્રમાર્જન કરી શકાય એટલો તે લાંબો હોય છે તથા એક વારમાં પ્રમાર્જન કરેલી ભૂમિમાં બરાબર પગ રાખી શકાય તેટલો તેનો ઘેરાવો હોય છે, ઉત્કૃષ્ટ ઘેરાવો ૩ર આંગુલ પણ સમજી શકાય છે. ચાલતી વખતે પ્રમાર્જન કરવામાં તથા આસન, શધ્યા કે મકાનનું પ્રમાર્જન કરવામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેને “ઋષિ ધ્વજ પણ કહે છે. નિશીથ ઉ.૫ માં તેના ઉપર ઊભા રહેવા, બેસવા કે તેને ઓશીકારૂપે ઉપયોગમાં લેવાનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. આગમોમાં ભિક્ષુઓને “અચેલ” અને “અપાત્ર'(કરપાત્રી) પણ કહ્યા છે. ભાષ્યાદિમાં મુહપત્તિ તેમજ રજોહરણ સિવાય બધા ઉપકરણોનો ત્યાગ કરવાનું બતાવેલ છે. કેમ કે એ બંને સંયમ તેમજ જીવરક્ષાના મુખ્ય સાધન છે અને શેષ ઉપકરણ શરીરની રક્ષા તેમજ લજ્જાની મુખ્યતાએ રાખવામાં આવે છે. અલ્પ ઉપધિ રાખનારા જિનકલ્પી વગેરે ભિક્ષ રજોહરણથી ગોચ્છાનું કાર્ય પણ કરે છે. સાધુનાં બધા ઉપકરણોની સમજૂતિઃ| વસ્ત્ર માપ | ઉપકરણ વિવરણ બે(ઓછામાં ઓછી) લંબાઈ ૨૧ અંગુલ પહોળાઈ ૧૬ અંગુલ અથવા ૧૬ અંગુલ સમચરિસ. ગોચ્છો એક શરીર, ઉપકરણ અને વસ્ત્રના પ્રમાર્જનને માટે) રજોહરણ એક(ઊભા-ઊભા કે ચાલતી વખતે ભૂમિનું પ્રમાર્જન કરવાને માટે) ૩૫ હાથ | પછેડી(ચાદર) ત્રણ(ઉનની કંબલ કે સૂતરની ચાદર) બે(લંબાઈ ૫ હાથ અને પહોળાઈ ૧ હાથ) - - - ૧ હાથ | મુહપત્તિ ૨. ૧૫ હાથ Page #252 -------------------------------------------------------------------------- ________________ | છેદશાસ્ત્ર: પરિશિષ્ટ ખંડ-૨ રપર ૭ હાથ ૧ હાથ ૧ હાથ વસ્ત્ર માપ | ઉપકરણ વિવરણ આસન એક(૩xર હાથ) પાત્રા ચાર(ઓછામાં ઓછા) માત્રક(ભજન) અલગ. ૧૦ હાથ પાત્રાનાં વસ્ત્ર ઝોલી, અસ્તાન-૩. માંડલા, ગરણું, પાત્ર કેસરિકા | પગ લૂછવાનું કપડું એક નિશીથીયો | એક (રજોહરણનાં લાકડાની દાંડી પર લગાવવાને માટે) કુલ ૭૦ હાથ લગભગ ત્રણ અખંડ વસ્ત્ર ૭ર હાથ થાય છે.(ત્રણ તાકા) સાધ્વીનાં ઉપકરણોની સમજૂતિઃ૪-પછેડી ૪પ હાથ ર–ચરોટા ૨૦ હાથ उग्गहणंतक, उग्गहपट्टक माहि ૧૦ હાથ શેષ મુહપત્તિ વગેરે પૂર્વોક્ત ૨૦ હાથ ૪ અખંડ વસ્ત્ર = ૯૬ હાથ ૯૫ હાથ લગભગ કુલ ૪ તાકા ઉપરોક્ત ઉપધિ રાખવી તો ભિક્ષુની ઉત્સર્ગ વિધિ છે. અપવાદથી અન્ય ઉપધિ આવશ્યકતાનુસાર અલ્પ સમયને માટે ગીતાર્થ–બહુશ્રુત ભિક્ષુની આજ્ઞાથી રાખી શકાય છે પરંતુ હંમેશને માટે બધા સાધુઓને રાખવી ઉપયુક્ત નથી માટે અકારણ કોઈ ઉપધિ રાખી શકાતી નથી. ઓપગ્રહિક ઉપધિ આ પ્રકારે છે– (૧) દંડ (ર) લાકડી (૩) વાંસની ખપચી (માટીથી ભરાયેલા પગ સાફ કરવા) (૪) વાંસની સોઈ, (૫) ચર્મ (૬) ચર્મકોશ (૭) ચર્મછેદન(૮) છત્ર (૯) ભૂષિકા (૧૦) નાલિકા(નાડી) (૧૧) મચ્છરદાની કે પડદો (૧૨) સોઈ (૧૩) કાતર (૧૪) નેઈલકટર (નવચ્છેદન) (૧૫) (f શોધન) કાન ખોતરણી (૧૬) કાંટા કાઢવાનું સાધન (૧૭) આકુંચન પટ્ટક(પર્યસ્તિકા પટ્ટક) વગેરે ઔપગ્રહિક ઉપકરણોનો ઉલ્લેખ આગમોમાં છે. ભાષ્યમાં આપવાદિક અને ઔપગ્રહિક ઉપકરણ આ પ્રકારે કહેલ છે– पीठग णिसज्ज दंडग, पमज्जणी घट्टए डगलमादी । पिप्पलासूचि णहहरणि, सोधणदुगंजहण्णो उ ॥१४१३॥ वासताणे पणगं चिलमिलि पणगं दुगं च संथारे । दंडादि पणगं पुण मत्तग-तिगं पादलेहणिया ॥१४१४।। વMતિન પટ્ટનાં વ્યિો ...// ૨૪૨૬I Page #253 -------------------------------------------------------------------------- ________________ રપ૩ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત अक्खा संथारो य, एगमणेगंगिओ च उक्कोसो।। पोत्थग पणगं फलगं, बितिय पये होइ उक्कोसो ॥१४१६॥ નિ. ભાષ્ય ભાગ ૨, પાના- ૧૯૨-૯૩. બૃહતક ભાષ્ય ગાથા. ૪૦૯૬ થી ૪૦૯૯. અર્થ:- (૧) અનેક પ્રકારના બાજોઠ (ર) નિષદ્યા (૩) દંડ (૪) પ્રમાર્શનિકા (દંડાસન) (૪) પત્થરાદિ (૫) કાતર (૬) સોઈ (૭) નખ કાપવાનું(નેઈલ કટર) (૮) કર્ણ શોધનક(કાન ખોતરવાની સળી) (૯) દાંત ખોતરણી (દંત શોધનક) (૧૦) છત્ર પંચક (૧૧) ચિલમિલિકા પંચક (૧૨) સંસ્તારક (અનેક પ્રકારનાં ઘાસ) (૧૩) પાંચ પ્રકારના દંડ-લાઠી વગેરે (૧૪) ત્રણ માત્રક(ઉચ્ચાર, પ્રસવણ, ખેલ માત્રક) (૧૫) અવનવા (વાંસની ખપાટ) (૧૬) ચર્મત્રિક (૧૭) સંસ્તારક પટ્ટ અને ઉત્તર પટ્ટ (ઊનનું તેમજ સૂતરનું સૂવા માટેનું વસ્ત્ર) (૧૮) અક્ષ સમવસરણ (સ્થાપનાચાર્ય) (૧૯) ચટ્ટાઈવગેરે (૨૦) પુસ્તક પંચક (ર૧) ફલગ- લાકડાના પાટ-પાટલા વગેરે. ભિક્ષુ આ ઉપકરણોને ઉત્સર્ગ વિધિથી રાખી શકતા નથી. અપવાદિક સ્થિતિમાં આ ઔપગ્રહિકઉપકરણ રાખી શકાય છે. પુસ્તકનાં કથનથી અધ્યયનની લેખન સામગ્રી સંબંધી ઉપકરણ તેમજ ચમા વગેરે પણ ક્ષેત્ર- કાળ અનુસાર આવશ્યક હોવાથી રાખવામાં આવે છે. અહીંયા એ ઉલ્લેખનીય છે કે આ ઉપકરણોમાં સોઈ, કાતર, છત્ર વગેરે ધાતુવાળા ઉપકરણો પણ કહે છે. પુસ્તક, માત્રક, સંસારક, પાટ તથા શયન(સૂવાનો) વસ્ત્રને પણ અપવાદવાળા ઉપકરણ કહેલ છે તથા અન્ય અનેક પ્રચલિત ઉપકરણો તેમજ પદાર્થોનો અહીંયા ઉલ્લેખ નથી. આગમ તથા ભાષ્ય, ટીકાથી અતિરિક્ત અલગ-અલગ સમુદાયમાં પ્રચલિત કિંઈક નવા ઉપકરણો આ પ્રમાણે છે– આમાંથી કેટલાક ઉપકરણો શ્વે. મૂર્તિપૂજક શ્રમણોમાં પ્રચલિત છે અને કેટલાક સ્થાનકવાસી શ્રમણોમાં પણ પ્રચલિત છે. (૧) નાંદ, તગડી, સૂપડી, ચૂલી (સાવરણી) મૂર્તિ વગેરે. (ર) ગુરુજનોના ફોટા વગેરે. (૩) સમયની જાણકારી માટે ઘડી. (૪) સ્થાપનાચાર્યના માટે ઠવણી. (૫) પુસ્તક રાખવા માટે સાપડા-સાપડી(નાની મોટી ઇવણી). () યોગની પાટલી, દાંડી, દંડાસન. (૭) વાસક્ષેપનો ડબ્બો કે બટવા. (૮) પ્લાસ્ટીકનો લોટો, ગ્લાસ, ઢાંકવા માટે (ઢાંકણું) બાલ્દી વગેરે ઉપકરણ. (૯) રાત્રે પાણી રાખવા માટે તેમાં નાખવાનો ચૂનાનો ડબ્બો. (૧૦) વસ્ત્ર-પાત્ર વગેરે સ્વચ્છ કરવા માટે સાબ-સોડા સર્ફ વગેરે. (૧૧) વસ્ત્ર સૂકવવાને માટે તેમજ ચોલપટ્ટક બાંધવા માટે દોરીઓ. Page #254 -------------------------------------------------------------------------- ________________ છેદશાસ્ત્રઃ પરિશિષ્ટ ખંડ-ર આ ઉપકરણોને રાખવાનું વિધાન આગમોમાં તેમજ તેના ભાષ્યાદિ વ્યાખ્યા ગ્રંથોમાં નથી. અત્યાવશ્યક થતાં જ સંયમ અને શરીરની સુરક્ષાના ઔપગ્રહિક ઉપકરણો રાખવા તે સ્વયંના વિવેક નિર્ભર છે. પરંતુ પ્રવૃત્તિ કે પરંપરારૂપથી અનાગમિક, અનાવશ્યક ઉપકરણ રાખવા તે પરિગ્રહ રૂપ જ છે. ૨૫૪ - ઔથિક ઉપધિનું પ્રાયશ્ચિત્ત :– પ્રસ્તુત પ્રાયશ્ચિત્ત સૂત્ર ઔત્સર્ગિક ઉપધિથી સંબંધિત છે. તેમાં પણ જેની ગણના કે પ્રમાણ(માપ) આગમમાં ઉપલબ્ધ છે, તેના ઉલ્લંઘનનું પ્રાયશ્ચિત્ત આનાથી સમજવું જોઈએ. બાકીનું પરિમાણ તેમજ પ્રાયશ્ચિત્ત પ્રમાણાભાવમાં પરંપરા પ્રાપ્ત સમાચારીથી સમજવું જોઈએ. ઔપગ્રહિક અથવા અતિરિકત ઉપધિનાં પ્રાયશ્ચિત્તની વિચારણા :– આગમ નિરપેક્ષ વધારે ઉપધિ રાખવાથી ગુરુ ચૌમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. કારણ વિના કે કારણથી કાર્ય પુરુ થઈ જવા છતાં પણ ઔપગ્રહિક ઉપકરણોને રાખવાથી ગુરુ ચૌમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. ઔપગ્રહિક ઉપકરણોને હંમેશાને માટે આવશ્યક રૂપથી રાખવાની પરંપરા ચલાવવાથી ઉત્સૂત્ર પ્રરૂપણાનું પ્રાયશ્ચિત્ત આવે છે અને રાખનારાને ‘ગુરુ ચૌમાસી' પ્રાયશ્ચિત્ત આવે છે. માટે ઉંડા, દંડાસન, કંબલ, સ્થાપનાચાર્ય વગેરે કોઈપણ ઉપકરણની આગ્રહ યુક્ત પ્રરૂપણા કરવી મિથ્યા પ્રવર્તન સમજવું જોઈએ. પ્રકરણ-૨૬ : ગુરુ આદિની આશાતનાઓમાં અપવાદ ન [ઉદ્દેશક-૧૦: સૂત્ર–૪] ભાષ્ય ચૂર્ણિમાં આશાતનાઓના અનેક અપવાદોનો ઉલ્લેખ કરેલ છે, જેમ કે (૧) ગુરુ બીમાર હોય તો તેના માટે જે અપથ્ય આહાર હોય તો તે તેને ન દેખાડવો પરંતુ સ્વયં ખાઈ જવો કે પૂછ્યા વિના બીજાને દઈ દેવો. (૨) માર્ગમાં કાંટા વગેરે દૂર હટાવવા માટે આગળ ચાલવું. (૩) વિષમ સ્થાનમાં કે વૃદ્ધાવસ્થામાં સહારાને માટે અત્યંત નજીક ચાલવું. (૪) શારીરિક પરિચર્યા(સેવા) કરવાને માટે નજીક બેસવું તેમજ સ્પર્શ કરવો. (૫) અપરિણત (અયોગ્ય) સાધુ ન સાંભળી શકે એટલા માટે છેદસૂત્રની વાંચનાના સમયે નજીક બેસવું. (૬) ગૃહસ્થનું ઘર નજીક હોય તો ગુરુના અવાજ દેવા પર પણ ન બોલવું અથવા સંઘર્ષની સંભાવના હોય તો પણ ન બોલવું. (૭) સાધુઓથી માર્ગ અવરુદ્ધ(રોકાયેલ) હોય તો સ્થાન પરથી ગુરુને ઉત્તર દેવો. (૮) સ્વયં બીમાર હોય કે અન્ય બીમારની સેવામાં સંલગ્ન હોય તો બોલાવવા ૫૨ પણ ન બોલવું. (૯) મળ વિસર્જન કરતા ન બોલવું. (૧૦) ગુરુથી ક્યારેક ઉત્સૂત્ર પ્રરૂપણા થઈ જાય તો વિવેકપૂર્વક કે એકાંતમાં કહેવું. (૧૧) ગુરુ વગેરે સંયમમાં શિથિલ થઈ ગયા હોય તો તેને સંયમમાં સ્થિર કરવા માટે કર્કશ ભાષાનો પ્રયોગ કરવો. Page #255 -------------------------------------------------------------------------- ________________ પપ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના નાગમ નવનીત ઉક્ત આશાતનાની પ્રવૃત્તિ કરવા પર પણ સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત આવતું નથી, કારણ કે તેમાં આશાતનાનો ભાવ હોતો નથી પરંતુ ઉચિત વિવેક દષ્ટિ હોય છે. કે પ્રકરણ-ર૦ઃ શ્રુત અધ્યયન તેમજ ભિક્ષુની પડિમા જી [અંતગડ સૂત્ર અને વ્યવહારસૂત્ર] અંતકૃતદશા સૂત્રમાં ૮૮ સાધુ-સાધ્વીઓનાં શ્રુત અધ્યયનનું વર્ણન છે. જેમાં અગિયાર અંગને કંઠસ્થ કરનારા–૬ છે. બાર અંગ, ચૌદપૂર્વને કંઠસ્થ કરનારા–રર છે. જેમાં અગિયાર અંગ કંઠસ્થ કરનારાઓની દીક્ષા પર્યાય પાંચ વર્ષથી લઈને અનેક વર્ષોની છે. ચૌદ પૂર્વ, બાર અંગ કંઠસ્થ કરનારાની દીક્ષા પર્યાય ૧૬ અને ૨૦ વર્ષની છે. શાસ્ત્ર અધ્યયન ત્રણ વર્ષ પહેલાં - વ્યવહાર સૂત્ર ઉદ્દેશક–૧૦માં શાસ્ત્ર અધ્યયનનું દીક્ષા-પર્યાયથી વર્ણન કરેલ છે. તેનો યોગ્ય અર્થ છે કે સૂત્ર નિર્દિષ્ટ વર્ષો સુધી તો યોગ્ય સાધુ-સાધ્વીએ સૂત્ર કથિત અધ્યયન કરી જ લેવા જોઈએ કે ઉપાધ્યાયે તેઓને કરાવી દેવા જોઈએ. સૂત્ર નિર્દિષ્ટ વર્ષો પછી તે સૂત્રના અધ્યયન કરવા કે કરાવવા એવો અર્થ કરવો તે મતિભ્રમ જ છે. જેમાં અનેક આગમ-પાઠોની સંગતિ પણ થતી નથી અને અંતગસૂત્રમાં આવેલ શાસ્ત્ર અધ્યયનના વર્ણનથી પણ વિપરીત અર્થ થાય છે. સૂત્રનો સત્ય-યોગ્ય અર્થ ન કરીને મતિ ભ્રમથી ખોટો અર્થ કરવો અને પછી આગમવિહારીના સમાધાનથી સંતોષ રાખવો, તે બીજી ભૂલ છે. તેવું કરવાથી કથાનકોનું સમાધાન થઈ પણ જાય, છતાય છેદસૂત્રોના અનેક વિધાનોનું કંઈપણ સમન્વય-સમાધાન થઈ શકે નહિ. માટે આ સૂત્રમાં કહેલ અગિયાર અંગ અને ૧૪ પૂર્વના અધ્યયન વર્ણનનું વ્યવહાર સૂત્ર સંબંધી આગમ અધ્યયન વિધાનના અર્થ સાથે કોઈ વિરોધ નથી. - વ્યવહાર સૂત્ર ઉદ્દેશક ત્રણ અનુસાર જેને આચારાંગ, નિશીથનું અધ્યયન પૂર્ણ થયું નથી તેવા સાધુ મુખ્ય(પ્રમુખ) બનીને વિચરણ કરી શકતા નથી અને ઉદ્દેશક ચાર અનુસાર જો તેનોમુખ્ય શ્રમણ (સંઘાડા પ્રમુખ) કાળ કરી જાય તો તેને ચાર્તુમાસમાં પણ વિહાર કરવો જરૂરી થઈ જાય છે.” માટે આ સ્પષ્ટ છે કે ત્રણ વર્ષની દીક્ષાવાળા અને આચારાંગ, નિશીથનું અધ્યયન કરીને તેને કંઠસ્થ ધારણ કરનારા જ મુખીયા બનીને વિચારી શકે છે. તેનાથી એ સિદ્ધ થયું કે ત્રણ વર્ષની દીક્ષા સુધી ઓછામાં ઓછુંઆચારાંગ-નિશીથનું અધ્યયન કરી લેવું જોઈએ, એ અર્થ કરવો જ આગમ અનુકૂળ છે. વ્યવહાર સૂત્રના ત્રીજા ઉદ્દેશકમાં ત્રણ વર્ષની દીક્ષાવાળાને ઉપાધ્યાય બનાવવાનું સ્પષ્ટ વિધાન છે. ત્યાં આ પણ વિધાન છે કે ઉપાધ્યાય બનનારા સાધુ Page #256 -------------------------------------------------------------------------- ________________ છેદશાસ્ત્ર: પરિશિષ્ટ ખંડ-૨ રપs બહુશ્રુત હોવા અને ઓછામાં ઓછા આચારાંગ, નિશીથને અર્થ સહિત કંઠસ્થ ધારણ કરનારા હોવા જોઈએ. મતિ ભ્રમથી કરવામાં આવતા અર્થ માનવામાં આવે તો આ સૂત્ર વિધાન નિરર્થક થઈ જાય. કેમ કે તેના અનુસાર તો ત્રણ વર્ષ પછી આચારાંગ, નિશીથ ભણાવવું જોઈએ, ત્યારે તે ઉપાધ્યાય પદ માટે કયારે યોગ્ય થાય??? માટે સત્ય અર્થનો સ્વીકાર કરીને શ્રુત અધ્યયનની મહત્ત્વપૂર્ણ પ્રણાલીને વિકસિત રાખવી જોઈએ. ફક | પ્રકરણ-૨૮ઃ પૂર્વ જ્ઞાન વિના એકલવિહારઃ પ્રમાણ ભિક્ષુ પડિયા માટે પરંપરાથી એવું કથન પ્રચલિત છે કે નવ પૂર્વનું જ્ઞાન ધારણ કરનારા ભિક્ષુ જ બાર પડિયા ધારણ કરી શકે છે. અંતગડ સૂત્રમાં વર્ણિત અનેક(૩૧) એવા શ્રમણોએ ભિક્ષુ પડિમાનું પાલન કર્યુ જેઓએ પૂર્વોનું જ્ઞાન હાંસલ(અધ્યયન) કર્યું ન હતું પરંતુ તેઓએ ફક્ત અગિયાર અંગ શાસ્ત્રોનું જ અધ્યયન કરેલ હતું. કોઈપણ આગમમાં એવું નથી કહેલ કે પૂર્વજ્ઞાનધારી જ પડિમા ધારણ કરે પરંતુ વગર પૂર્વજ્ઞાને કેટલાય મુનિઓના પડિમા ધારણ કરવાનું વર્ણન શાસ્ત્રોમાં છે. માટે પ્રચલિત પરંપરા આગમ સંમત નથી અને આગમ કથિત પણ નથી. સાર – ભિક્ષુ પડિમાને માટે પૂર્વોનું જ્ઞાન આવશ્યક નથી અને કોઈપણ આગમમાં તેવો ઉલ્લેખ નથી તથા વગર પૂર્વજ્ઞાને ભિક્ષુની બાર પડિમા ધારણ કરનાર અનેક શ્રમણોનું વર્ણન આગમમાં છે. ભિક્ષની બાર પડિકામાં એકલ વિહાર પણ આવશ્યક છે. માટે સામાન્ય એકલ વિહાર માટે પણ પૂર્વ જ્ઞાનનો આગ્રહનું કથન કરવું તે સ્પષ્ટ જ આગમ વિપરીત પ્રરૂપણા છે. કેટલાક પોતાને જૈન વિદ્વાન માનનારા આ વાતને સમજતા જ નથી અને ઉત્સુત્ર પ્રરૂપણામાં જ સંતોષ માને છે. ત્રણ વર્ષની દીક્ષા પહેલાં જ આચારાંગ નિશીથનું અર્થ સહિત કંઠસ્થ અધ્યયન પૂર્ણ કરી દેવું જોઈએ. આ તત્ત્વને સાચી રીતે સમજીને અવધારણ કરવામાં પણ ઉપેક્ષા થાય છે, તે પણ સુધારવાની અને આગમ પ્રમાણથી સમજવાની બાબત છે. E || છેદ સુત્ર પરિશિષ્ટ ખડ-ર સંપૂર્ણll Page #257 -------------------------------------------------------------------------- ________________ રપ૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત, [૧૩] ૩ર અસ્વાધ્યાયનું સ્પષ્ટીકરણ દિવસમાં તથા રાત્રિમાં સ્વાધ્યાય કરવો આવશ્યક હોવા છતાં પણ આગમોમાં અસ્વાધ્યાય કાલમાં સ્વાધ્યાય કરવાનો નિષેધ પણ કરેલ છે. તે અસ્વાધ્યાય કાળનું સદા ધ્યાન રાખવું જોઈએ. આગમોમાં અસ્વાધ્યાય સ્થાનોનું વર્ણન આ પ્રમાણે છે(૧) ઠાણાંગ સૂત્ર અ૪માં– ૪ પ્રતિપદાઓ(એકમ) અને ૪ સંધ્યાઓમાં સ્વાધ્યાય કરવાનો નિષેધ છે. (૨) ઠાણાંગસૂત્ર અ.૧૦માં– ૧૦ આકાશીય અસ્વાધ્યાય અને ૧૦ દારિક અસ્વાધ્યાય કહ્યા છે. (૩) નિશીથ સૂત્ર ઉદ્દેશક–૧૯ માં– ૪ મહામહોત્સવ, ૪ પ્રતિપદા અને ૪ સંધ્યામાં સ્વાધ્યાય કરવાનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. (૪) વ્યવહાર સૂત્ર ઉ.૭ માં- સ્વ શરીર સંબંધી અસ્વાધ્યાયમાં સ્વાધ્યાય કરવાનો નિષેધ કર્યો છે. આ બધા નિષેધ સ્થાનોનો સંગ્રહ કરવાથી કુલ ૩ર અસ્વાધ્યાય સ્થાન થાય છે, જેમ કે આકાશ સંબંધી–૧૦, ઔદારિક સંબંધી–૧૦, મહોત્સવ તેમજ પ્રતિપદા સંબંધી-૮, સંધ્યાકાળ વગેરેથી સંબંધિત-૪ = કુલ ૩ર. આકાશીય આસ્વાધ્યાયઃ(૧) ઉલ્કાપાત - તારાનું તૂટવું અર્થાત્ તારા વિમાનનું ચલિત થવું, સ્થાનાન્તરિત થવું. તારા વિમાનના તીરછા ગમન કરવા પર કે દેવની વિફર્વણા વગેરે કરવા પર આકાશમાં તારા તૂટવા જેવું દશ્ય દેખાય છે. ક્યારેક લાંબી રેખાયુક્ત પડતા દેખાય છે, ક્યારેક પ્રકાશયુક્ત પડતા દેખાય છે, તેને જ વ્યવહારમાં તારા તૂટવાનું કહેવાય છે. સામાન્ય રીતે આકાશમાં તારા તૂટતા લગભગ રોજ જોવામાં આવે છે. પરંતુ વિશિષ્ટ પ્રકાશ કરતા થકા કે પ્રકાશ રેખા ખેંચાતા થકા તારા તૂટે તો જ તેનો અસ્વાધ્યાય સમજવો જોઈએ. તેનો એક પહોર સુધી અસ્વાધ્યાય હોય છે. (૨) દિગ્દાહ – સ્વાભાવિક જ પુદ્ગલ પરિણમનથી એક કે અનેક દિશાઓમાં આકાશમાં કોઈ મહાનગરના બળવા જેવું દશ્ય દેખાય તેને “ દિગ્દાહ' સમજવું જોઈએ. ભૂમિથી કાંઈક ઉપર દેખાય છે. તેનો એક પહોરનો અસ્વાધ્યાય હોય છે. (૩) ગર્જન - વાદળાઓની ધ્વનિ. તેનો બે પહોરનો અસ્વાધ્યાય થતો નથી. પરંતુ આદ્રનક્ષત્રથી સ્વાતિ નક્ષત્ર સુધી વર્ષાના-નક્ષત્રોમાં અસ્વાધ્યાય ગણવામાં આવતો નથી. Page #258 -------------------------------------------------------------------------- ________________ છેદશાસ્ત્રઃ ૩ર અસ્વાધ્યાયનું સ્પષ્ટીકરણ. રપ૮ (૪) વિદ્યુત - વિજળી ચમકવી. તેનો એક પ્રહરનો અસ્વાધ્યાય હોય છે. પરંતુ ઉપર્યુક્ત વર્ષાનાં નક્ષત્રોમાં અસ્વાધ્યાય હોતો નથી. (૫) નિર્ધાતઃ- દારૂણ (ભયંકર ઘોર) ધ્વનિની સાથે વિજળીનું ચમકવું. તેને વિજળીનો કડાકો બોલવો કે વિજળીનું પડવું પણ કહેવામાં આવે છે. તેનો આઠ પહોરનો અસ્વાધ્યાય હોય છે. વર્ષા નક્ષત્રોમાં પણ તેનો અસ્વાધ્યાય રહે છે. () યૂપક – શુક્લપક્ષની એકમ, બીજ અને ત્રીજના દિવસે સૂર્યાસ્ત અને ચંદ્ર ઉદય થવાનાં સમયની મિશ્ર અવસ્થાને ધૂપક' કહેવામાં આવે છે. આ ત્રણ દિવસના પ્રથમ પ્રહરમાં અસ્વાધ્યાય હોય છે. તેને બાલચંદ્રની અસ્વાધ્યાય પણ કહેવામાં આવે છે. આ વિષયમાં ગુજરાતી માન્યતા કંઈક જુદી છે તેનો કોઈ પ્રાચીન પ્રમાણ નથી. (૭) યક્ષાદીપ્ત - આકાશમાં પ્રકાશમાન પુદ્ગલોની અનેક આકૃતિઓનું દષ્ટિગોચર થવું તેનો એક પ્રહરનો અસ્વાધ્યાય હોય છે. (૮) ધૂમિકા – અંધકારયુક્ત ધુમ્મસનું પડવું. તે જયાં સુધી રહે ત્યાં સુધી તેનો અસ્વાધ્યાયકાળ કહેલ છે. (૯) મહિકા – અંધકાર રહિત સામાન્ય ધુમ્મસનું પડવું. એ જ્યાં સુધી રહે ત્યાં સુધી તેનો અસ્વાધ્યાય રહે છે. આ બંને અસ્વાધ્યાયના સમયે અપ્લાયની વિરાધનાથી બચવાને માટે પ્રતિલેખન વગેરે કાયિક તેમજ વાચિક કાર્ય પણ કરવામાં આવતા નથી. તેનો થવાનો સમય, કારતક, માગસર, પોષ અને મહામાસ છે. અર્થાત્ આ ગર્ભમાસોમાં ક્યારેક-ક્યારેક ક્યાંક-ક્યાંક ધુમ્મસ કે મહિકા પડે છે. કોઈ વર્ષે કોઈ ક્ષેત્રમાં પડતી નથી. પર્વતીય ક્ષેત્રોમાં વાદળાઓનું ગમનાગમન કરતા રહેવાના સમયે પણ એવું દશ્ય થાય છે. પરંતુ તેનો સ્વભાવ ધુમ્મસથી ભિન્ન(અલગ) હોય છે. માટે તેનો અસ્વાધ્યાય હોતો નથી, ધુમ્મસથી ભૂમિ તેમજ છત પાણી યુક્ત(પાણીવાળા) થઈ જાય છે. પરંતુ તે વાદળો ચાલવાથી તેમ થતું નથી. (૧૦) રજ-ઉઘાત - આકાશમાં ધૂળ ખાઈ જવી અને રજનું પડવું. આ જ્યાં સુધી રહે ત્યાં સુધી અસ્વાધ્યાય હોય છે. ભાષ્યમાં બતાવેલ છે કે ત્રણ દિવસ સચિત્ત રજ પડતી રહે તો તેના પછી સ્વાધ્યાય સિવાય પ્રતિલેખન વગેરે પણ ન કરવું; કારણ કે સર્વત્ર સચિત્ત રજ વ્યાપ્ત થઈ જાય છે. આ દસ આકાશ સંબંધી અસ્વાધ્યાય છે. ઔદારિક અસ્વાધ્યાય - (૧૧–૧૩) હાડકા-માંસ-લોહી – તિર્યંચનાં હાડકા કે માંસ-લોહી ૬૦ હાથ અને મનુષ્યનાં હાડકા-માંસ-લોહી ૧૦૦ હાથની અંદર દષ્ટિગોચર થાય તો Page #259 -------------------------------------------------------------------------- ________________ રપ૯ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત અસ્વાધ્યાય ગણાય છે. હાડકાઓ બળી ગયા હોય કે ધોવાઈ ગયા હોય તો તેનો અસ્વાધ્યાય થતો નથી અન્યથા તેનો ૧૨ વર્ષ સુધી અસ્વાધ્યાય રહે છે. તેના પછી અસ્વાધ્યાય રહેતો નથી. લોહી-માંસ સૂકાઈ ગયા પછી અસ્વાધ્યાય રહેતો નથી. ઉપાશ્રયની પાસે કોઈ ઘરમાં બાલિકાનો જન્મ થયો હોય તો ૮ દિવસ અને બાબો જમ્યો હોય તો ૭ દિવસનો અસ્વાધ્યાય રહે છે. તેમાં દીવાલથી સંલગ્ન સાત ઘરની મર્યાદા માનવામાં આવે છે. તિર્યંચ સંબંધી પ્રસુતિ હોય તો જર પડી જવા પછી ત્રણ પ્રહર સુધી અસ્વાધ્યાય સમજવો જોઈએ. (૧૪) અશુચિ – મનુષ્યનો મળ જયાં સુધી સામે દેખાતો હોય કે ગંધ આવતી હોય ત્યાં સુધી અસ્વાધ્યાય સમજવો જોઈએ. તિર્યંચના મળની દુર્ગધ આવતી હોય તો અસ્વાધ્યાય હોય છે, અન્યથા નહીં. મનુષ્યના મુત્રની જ્યાંદુર્ગધ આવતી હોય એવા મંત્રાલયની નજીક અસ્વાધ્યાય હોય છે. જ્યાં નગરની ગટર વગેરેની દુર્ગધ આવતી હોય ત્યાં પણ અસ્વાધ્યાય ગણાય. અન્ય કોઈ મનુષ્ય કે તિર્યંચના શારીરિક પુદ્ગલોની દુર્ગધ આવતી હોય તો તેનો પણ અસ્વાધ્યાય સમજવો જોઈએ. (૧૫) સ્મશાન – સ્મશાનની નજીક ચારે તરફ અસ્વાધ્યાય ગણાય છે. (૧) સૂર્યગ્રહણ :– ગ્રહણ અપૂર્ણ હોય તો ૧૨ પ્રહર અને પૂર્ણ હોય તો ૧૬ પ્રહર અસ્વાધ્યાયહોય છે. સૂર્યગ્રહણના પ્રારંભથી અસ્વાધ્યાયનો પ્રારંભ સમજવો જોઈએ અથવા જે દિવસે હોય તે સંપૂર્ણ રાત-દિવસ સુધી અસ્વાધ્યાય હોય છે. બીજા દિવસે અસ્વાધ્યાય રહેતો નથી. (૧૭) ચંદ્રગ્રહણ :- ગ્રહણ અપૂર્ણ હોય તો “આઠ પ્રહર અને પૂર્ણ હોય તો બાર પહોર સુધી અસ્વાધ્યાય રહે છે. આ સમય ગ્રહણના પ્રારંભ કાળથી સમજવો જોઈએ અથવા તે રાત્રિમાં ચંદ્રગ્રહણના પ્રારંભથી આગળના દિવસે જયાં સુધી ચંદ્રોદય ન થયો હોય ત્યાં સુધી અસ્વાધ્યાય સમજવો જોઈએ. તેના પછી અસ્વાધ્યાય રહેતો નથી. (૧૮) પતન – રાજા-મંત્રી વગેરે પ્રમુખ વ્યક્તિનું મૃત્યુ થવા પર તે નગરીમાં જ્યાં સુધી શોક રહે અને નવો રાજા ગાદી પર ન આવે ત્યાં સુધી અસ્વાધ્યાય સમજવો અને તેના રાજ્યમાં પણ એક અહોરાત્રનો અસ્વાધ્યાય સમજવો જોઈએ. (૧૯) રાજવ્યુટ્ઠહ – જ્યાં રાજાઓનું યુદ્ધ ચાલતું હોય તે સ્થળની નજીક કે રાજધાનીમાં અસ્વાધ્યાય રહે છે. યુદ્ધના પૂર્ણ થયા પછી એક અહોરાત્ર સુધી અસ્વાધ્યાય રહે છે. (૨૦) ઔદારિક કલેવર – ઉપાશ્રયમાં મૃત મનુષ્યનું કલેવર પડ્યું હોય તો ૧૦૦ હાથ સુધી અસ્વાધ્યાય હોય છે. તિર્યંચનું શરીર હોય તો ૬૦ હાથ સુધી Page #260 -------------------------------------------------------------------------- ________________ વેદશાસ્ત્રઃ ૩ર અવાધ્યાયનું સ્પષ્ટીકરણ ર૬૦ અસ્વાધ્યાય હોય છે. પરંતુ પરંપરાથી આ માન્યતા છે કે ઔદારિક કલેવર જ્યાં સુધી રહે ત્યાં સુધી તે ઉપાશ્રયની સીમામાં અસ્વાધ્યાય રહે છે. મૃત કે ભગ્ન ઈંડામાં ત્રણ પહોર સુધી અસ્વાધ્યાય રહે છે. (૨૧-૨૪) ચાર પૂર્ણીમા – અષાઢ, આસો, કારતક અને ચૈત્રી પૂનમ. (૨૫–૨૮) ચાર પ્રતિપદા:- શ્રાવણ(અષાઢ) વદ એકમ, કારતક(આસો) વદ એકમ, માગસર(કારતક) વદ એકમ અને વૈશાખ(ચેત્ર) વદ એકમ. અહીં કૌંસમાં ગુજરાતી પરંપરાની તિથિ લખી છે. પ્રગટમાં આગમિક તિથિ રાખી છે. (૨૯-૩ર) ચાર સંધ્યા:- સૂર્યોદય તેમજ સૂર્યાસ્તના સમયમાં લાલ દિશા રહે ત્યાં સુધીનો સમય તથા મધ્યાન્હ તેમજ મધ્યરાત્રિ(૧ર વાગ્યાથી ૧ વાગ્યા સુધી) પૂર્ણિમા અને પ્રતિપદા(એકમ)ને લગાતાર ૪૮ કલાક બે દિવસનો અસ્વાધ્યાય સૂર્યોદયથી સૂર્યોદય સુધી રહે છે. દિવસ અને રાત્રિમાં ૧૨ વાગ્યાથી ૧ વાગ્યા સુધી, મધ્યાહ, મધ્ય રાત્રિનો અસ્વાધ્યાય રહે છે. સવાર-સાંજ જેટલો સમય લાલદિશા રહે તેટલો સમય(ત્યાં સુધી) અસ્વાધ્યાયકાળ રહે છે. સૂર્યોદયની પૂર્વે ૪૦-૫૦મિનિટ લાલ દિશા રહે છે તેમજ સૂર્યોદય પછી ૧૦-૧૨ મિનિટ રહે છે. સૂર્યાસ્તના પૂર્વે ૧૦-૧૨ મિનિટ તેમજ સૂર્યાસ્તના પછી ૪૦-૫૦ મિનિટ લગભગ લાલ દિશા રહે છે. આ બધા અસ્વાધ્યાયોનું વિવેચન લગભગ ભાષ્યના આધારથી કરવામાં આવેલ છે. તેથી ચકાસવા માટે પ્રમાણને માટે જુઓ– નિશીથ ભાષ્ય ગા. ૬૦૭૮થી ૧૨; વ્યવ. ઉ.૭ ભાષ્ય ગા. ૨૭રથી ૩૮૬; અભિ. રાજેન્દ્ર કોષ ભાગ ૧, પાના. ૮ર૭ કસાય શબ્દ. આ ૩૨ પ્રકારનાં અસ્વાધ્યાયોમાં સ્વાધ્યાય કરવાથી જિનાજ્ઞાનું ઉલ્લંઘન થાય છે અને કદાચિત કોઈ દેવ દ્વારા ઉપદ્રવ પણ થઈ શકે છે તથા જ્ઞાનાચારની શુદ્ધ આરાધના થતી નથી અપિતુ અનાચારનું સેવન થાય છે. ધૂમિકા, મહિકામાં સ્વાધ્યાય વગેરે કરવાથી અપ્લાયની વિરાધના થાય છે. ઔદારિક પુદ્ગલ સંબંધી દસ અસ્વાધ્યાયમાં સ્વાધ્યાય કરવાથી લોકવ્યવહારથી વિરુદ્ધ આચરણ પણ થાય છે તથા સૂત્રનું સન્માન પણ રહેતું નથી. યુદ્ધના સમયે અને રાજાનું મૃત્યુ થવા પર સ્વાધ્યાય કરવાથી રાજા કે રાજાના કર્મચારીઓને સાધુના પ્રતિ અપ્રીતિ કે દ્વેષ ઉત્પન્ન થઈ શકે છે. અસ્વાધ્યાય કાળમાં સ્વાધ્યાય કરવાનો નિષેધ કરવાનું પ્રમુખ કારણ એ છે કે ભગ.શ. ૫. ઉ.૪માં દેવોની અર્ધમાગધી ભાષા કહી છે અને તે ભાષા આગમની પણ છે; માટે મિથ્યાત્વી તેમજ કુતૂહલી દેવોના દ્વારા તે સમયે ઉપદ્રવ કરવાની સંભાવના રહે છે. અસ્વાધ્યાયના આ સ્થાનોથી એ જ્ઞાત થાય છે કે સ્પષ્ટ ઘોષની સાથે Page #261 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત ઉચ્ચારણ કરતાં આગમોની પુનરાવૃત્તિ રૂપ સ્વાધ્યાય કરવાની પદ્ધતિ હોય છે. એ અપેક્ષાથી આ અસ્વાધ્યાય કહ્યો છે. પરંતુ તેની અનુપ્રેક્ષા(વિચારણા)માં કે ભાષાંતરિત થયેલ આગમનો સ્વાધ્યાય કરવામાં અસ્વાઘ્યાય હોતો નથી. અસ્વાધ્યાયના સંબંધમાં વિશેષ વિધાન એ છે કે આવશ્યક સૂત્રના પઠન-પાઠનમાં અસ્વાધ્યાય હોતો નથી. કારણ કે આ સૂત્ર સદા ઉભયકાલ સંધ્યા સમયમાં જ અવશ્ય કરણીય હોય છે. અતઃ ‘નમસ્કાર મંત્ર’, તોÆ વગેરે આવશ્યક સૂત્રના પાઠ સદા સર્વત્ર ભણી કે બોલી શકાય છે. ૨૧ કોઈપણ અસ્વાધ્યાયની જાણકારી થયા પછી શેષ રહેલા અધ્યયન કે ઉદ્દેશકને પૂર્ણ કરવાને માટે સ્વાધ્યાય કરવાથી પ્રાયશ્ચિત્ત આવે છે. તિર્યંચ પંચેન્દ્રિય કે મનુષ્યના રક્તને લુગડાપરથી શુદ્ધ કરીને તે પાણીને સ્વાધ્યાય સ્થળથી ૬૦ હાથ કે ૧૦૦ હાથ દૂર જઈને પરઠવું જોઈએ. બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિયનું લોહી કે કલેવરનો અસ્વાધ્યાય થતો નથી. ઔદારિક સંબંધી અશુચિ પદાર્થોના વચમાં રાજમાર્ગ હોય તો અસ્વાધ્યાય હોતો નથી. ઉપાશ્રયમાં તથા બહાર ૬૦ હાથ સુધી સારી રીતે પ્રતિલેખન કરીને સ્વાધ્યાય કરવાથી પણ કોઈ ઔદારિક શરીર સંબંધી અસ્વાધ્યાય રહી જાય તો સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત આવતું નથી. માટે ભિક્ષુ દિવસમાં બધા પ્રકારના અસ્વાધ્યાયોનું પ્રતિલેખન તેમજ વિચાર કરીને સ્વાધ્યાય કરે અને રાત્રિમાં સ્વાધ્યાકાળ પ્રતિલેખન કરવા યોગ્ય ભૂમિનું અર્થાત્ જ્યાં ઊભા રહેવાથી બધી દિશાઓ તેમજ આકાશ સ્પષ્ટ દેખાય એવી ત્રણ ભૂમિઓનું સૂર્યાસ્ત પૂર્વ પ્રતિલેખન કરવાનું હોય છે. વર્ષાના કારણથી ક્યારેક મકાનમાં રહીને પણ કાળનું પ્રતિલેખન કરી શકાય છે. વિશાલ શ્રમણ સમૂહમાં બે સાધુ આચાર્યની આજ્ઞા લઈને કાળ પ્રતિલેખન કરે છે. પછી સૂચના દેવા પર સાધુ સ્વાધ્યાય કરે છે. વચમાં અસ્વાધ્યાયનું કારણ થઈ જવા પર તેનો પૂર્ણ નિર્ણય કરીને સ્વાધ્યાય બંધ કરવામાં આવે છે. સ્વાધ્યાય આત્યંતર તપ તેમજ મહાન નિર્જરાનું સાધન હોવા છતાં પણ અસ્વાધ્યાયમાં સ્વાધ્યાય કરવાથી જિનાજ્ઞાનું ઉલ્લંઘન થાય છે. મર્યાદા ભંગ વગેરેથી કર્મબંધ થાય છે, ક્યારેક અપયશ પણ થાય છે. એટલા માટે સંયમ વિરાધનાની તેમજ પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ થાય છે– નિશીથ ચૂર્ણિ ઉદ્દે.-૧૯, સૂત્ર–૧૪, અભિધ્યાન રાજેન્દ્રકોષ ભાગ-૧ પાના–૮૨૭. માટે સ્વાધ્યાય પ્રિય ભિક્ષુને આ ૩ર અસ્વાધ્યાયોના સંબંધમાં સદા સાવધાની રાખવી જોઈએ. નોંધ :– ભાદરવાની પૂનમ તેમજ આસોની એકમનો પણ અસ્વાધ્યાય માનવાની પરંપરા છે. જે લિપિદોષ વગેરેથી બનેલ ભ્રમિત પરંપરા છે. જેમાં ૩૨+૨-૩૪ અસ્વાધ્યાય કહેવામાં આવે છે. Jain Education international Page #262 -------------------------------------------------------------------------- ________________ છેદશાસ્ત્રઃ આગમ વિપરીત પ્રાયશ્ચિત્ત શા માટે? [૧૪] આગમ વિપરીત પ્રાયશ્ચિત્ત શા માટે? ઉ (૧) સાધુ જેટલા સમય એકલા રહે તેટલા સમયનુ દીક્ષા છેદનું પ્રાયશ્ચિત્ત. (૨) છ મહિનાથી વધારે યાવત્ અનેક વર્ષોની દીક્ષા છેદનું પ્રાયશ્ચિત્ત. ૨૨ ઉક્ત બન્ને પ્રકારના પ્રાયશ્ચિત્ત આગમ વિપરીત છે, કેમ કે સાધુએ એકલા રહેવાનું પ્રાયશ્ચિત્ત વિધાન (૩ર સૂત્રમાંથી)કોઈપણ સૂત્રમાં નથી. નિશીથસૂત્રમાં સેંકડો પ્રાયશ્ચિત્ત વિધાન છે, તેમાં પણ ઉક્ત પ્રકારનું પ્રાયશ્ચિત્ત નથી. તો પછી એટલા જ દિવસનો દીક્ષા છેદ કરવો(દીક્ષાકટ કરવી) અર્થાત્ સાતમું પ્રાયશ્ચિત્ત દેવું આગમ અનુસાર નથી. અન્ય પણ કોઈ વિષયમાં એટલા જ દિવસનું પ્રાયશ્ચિત્ત દેવાનું વિધાન કોઈપણ આગમમાં નથી. તો પણ તેવો અર્થ કરવાની એક ભ્રમિત પરંપરા ચાલી રહી છે. જો કે સૂત્રોના વ્યાખ્યા ગ્રંથોમાં સૂત્રોનો તેવો અર્થ કરવાની પ્રણાલી નથી, એ સ્પષ્ટ છે. છંદ પ્રાયશ્ચિત્ત દેવાની વિધિ બતાવતાં વ્યાખ્યાકારોએ જઘન્ય-૫ દિવસના છેદ પ્રાયશ્ચિત્તથી શરૂ કરીને ૧૦–૧૫ દિવસ યાવત્ ૬ મહિનાના છેદ સુધી પ્રાયશ્ચિત્તની વૃદ્ધિ કરવાનો ક્રમ આપેલ છે. તેના પછી ચર્ચા વિચારણા કરીને સ્પષ્ટ કરેલ છે કે ૨૪ માં તીર્થંકરનાં શાસનમાં તપ અને છેદ પ્રાયશ્ચિત્ત છ માસથી વધારે દેવાનું વિધાન નથી. આ છ માસનું ઉત્કૃષ્ટ છેદ પ્રાયશ્ચિત્ત પણ કોઈ ભૂલ વારંવાર કરવાથી, ત્રણ વાર આપવામાં આવે છે. તેના પછી ચોથી વાર તેને નવી દીક્ષાનું પ્રાયશ્ચિત્ત આપવામાં આવે છે. એ રીતે ૧૩૦૦ વર્ષ પૂર્વના પ્રાચીન વ્યાખ્યાકારોએ છ માસથી અધિક છેદ પ્રાયશ્ચિત્ત દેવાનો સ્પષ્ટ નિષેધ કરેલ છે. શાસ્ત્રમાં સાધુનો બીજો મનોરથ જ એકલા રહીને આત્મ ઉન્નતિ કરવાનો છે. કેટલા ય આગમોમાં એકલા રહેવાની પ્રેરણા પણ કરેલ છે. સપરિસ્થિતિક કે અપરિસ્થિતિક તેમજ પ્રશસ્ત કે અપ્રશસ્ત વગેરે એકલ વિહારોનું વિશેષ વર્ણન છે. વ્યવહારસૂત્રમાં વૃદ્ધાવસ્થાવાળા વિશેષ કારણયુક્ત શરીરી એકલ વિહારીના પ્રતિ સદ્ભાવના પૂર્ણ વર્ણન છે. વર્તમાનમાં છ મહિનાથી વધારે પ્રાયશ્ચિત્ત દેવામાં આવતું નથી, એવું બધા સાધુઓ સામાન્ય રીતે સમજે છે પરંતુ છેદ પ્રાયશ્ચિત્ત પણ છ મહિનાથી વધારે આપવામાં આવતું નથી તે પણ નિશીથ ઉદ્દેશક–૨૦ની વ્યાખ્યામાં ચર્ચા સહિત સ્પષ્ટ કરેલ છે; તેનાથી સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. પ્રમાણને માટે કોઈપણ જિજ્ઞાસુ આગરાથી પ્રકાશિત નિશીથ ચૂર્ણિ ભાગ ૪ પૃષ્ટ ૩૫૧-૫ર જુએ તથા વ્યવહાર સૂત્રના પ્રથમ ઉદ્દેશકની ભાષ્ય ટીકા પણ જુએ તેમજ બૃહત્કલ્પ ભાષ્ય Page #263 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત ગાથા ૭૦૭ તેમજ ૭૧૦ પણ ટીકા સહિત જુએ.(આ બંન્ને ગાથાઓ આગળના પાનામાં આપેલ છે.) ૨૩ આ સ્થળોમાં ૬ માસથી વધારે દીક્ષા છેદ કરવાના પ્રાયશ્ચિત્તનો નિષેધ છે, સાથે જ દીક્ષા છેદ કરવાનું પ્રાયશ્ચિત્ત કેવા દોષવાળાને દેવામાં આવે છે અને કોને દેવાતું નથી, એ સ્પષ્ટ કરવામાં આવેલ છે. તોપણ અનેક આચાર્યો તેમજ ગચ્છ પ્રમુખ વગર વિચાર્યે હર કોઈને પ્રવાહ માત્રથી દીક્ષા છેદનું પ્રાયશ્ચિત્ત આપી દે છે, તે પણ છ માસનું ઉલ્લંઘન કરીને વર્ષ, બે વર્ષ યાવત્ દસ વર્ષનું પ્રાયશ્ચિત્ત ઘોષિત કરી દે છે, તે સર્વથા અનુચિત તેમજ આગમ નિરપેક્ષ છે. સાર ઃ- છેદ સૂત્રોનાં અર્થ પરમાર્થના જાણપણાવાળા(વિશેષજ્ઞ) જ બહુશ્રુત (ગીતાર્થ) કહેવામાં આવે છે અને તેવા બહુશ્રુતને જ– ગુરુ કે આચાર્ય અથવા ગચ્છપ્રમુખ તેમજ પદવીધર બનાવવા જોઈએ. અબહુશ્રુતોને ગુરુ આદિ બનાવવા આગમ આજ્ઞાની અવહેલના કરવા બરાબર છે. આગમ વિપરીત પ્રાયશ્ચિત્ત દેવાવાળા સ્વયં ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્તના ભાગી બને છે. જુઓ— નિશીથ ઉદ્દેશક–૧૦ સૂત્ર ૧૫ થી ૧૮. ૨ [૧૫] સેવા કરનારાને વિચિત્ર પ્રાયશ્ચિત્ત આગમમાં યક્ષાવિષ્ટ પાગલ વગેરે અનેક પ્રકારના રુગ્ણ(રોગી) ભિક્ષુઓની સેવા કરવી તે પરમ કર્તવ્ય બતાવેલ છે અને તેને ગચ્છમાંથી કાઢવાનો નિષેધ કરેલ છે. તેની સેવા પણ અન્ય સેવાથી વિશેષ પ્રકારની હોય છે. પાગલ તેમજ યક્ષાવિષ્ટ વ્યક્તિની સાથે અનેક પ્રકારનો વ્યવહાર વિવેકપૂર્વક કરવામાં આવે છે. એવી બધી સ્થિતિઓથી યુક્ત શ્રમણની સેવા કરનારાને તેમની સંયમ સ્ખલનાઓ માટે આગમમાં ઓછામાં ઓછું પ્રાયશ્ચિત્ત દેવાનું વિધાન છે. અન્ય પણ બધા પ્રકારની સેવા કરનારા સાધુઓને તેમજ સેવામાં વિહાર કરી જનારા સાધુને ઓછામાં ઓછું પ્રાયશ્ચિત્ત દેવાનું આગમોમાં વિધાન છે. એવું સ્પષ્ટ આગમ પ્રમાણ ઉપલબ્ધ હોવા છતાં પણ આજના પ્રાયશ્ચિત્ત આપનારા નિઃસ્વાર્થભાવથી સેવા કરનારને નાનામાં નાનું પ્રાયશ્ચિત્ત દેવાની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને પ્રાયશ્ચિત્ત કે તેનાથી પણ આગળ વધીને છેદ પ્રાયશ્ચિત્ત પણ દઈ દે છે. આ સર્વથા ગુરુ અનુચિત છે અને શાસ્ત્ર મર્યાદાનું ઉલ્લંઘન છે. વ્યવહારસૂત્રમાં પ્રાયશ્ચિત્ત વહન કરનારા પારિહારિક સાધુને સેવામાં મોકલવાનું વર્ણન છે. તે જો માર્ગમાં સ્વેચ્છાથી પોતાની કોઈ કલ્પ મર્યાદાનું ઉલ્લંઘન કરે અને આચાર્યને ખબર પડે તો પણ તેને સેવાનું કાર્ય પૂર્ણ થઈ જવા પર જ નાનામાં નાનું પ્રાયશ્ચિત્ત દેવાનું વિધાન છે. આ સેવા કાર્યનું સન્માન છે કે તેના Page #264 -------------------------------------------------------------------------- ________________ છેદશાસ્ત્રઃ આગમ વિપરીત પ્રાયશ્ચિત્ત શા માટે? | ર૬૪| ૨૪ - - - વ્યક્તિગત અપરાધને પણ ગૌણ કરવામાં આવે છે. ત્યારે નિઃસ્વાર્થ સેવારત ભિક્ષુઓને છેદ(દીક્ષા કટ) જેવું પ્રાયશ્ચિત્ત દેવું જિનશાસનનો મહાન અપરાધ છે, તેમજ સેવાકાર્યનું અબહુમાન છે. શાસ્ત્રકાર તો સેવાકાળમાં થયેલ તેની સંયમ અલનાઓની શુદ્ધિ હેતુ નાનામાં નાનું પ્રાયશ્ચિત્ત દેવાનો સ્પષ્ટ નિર્દેશ કરે છે. માટે પ્રાયશ્ચિત્ત દાતાઓએ આ તરફ પણ વિશેષ ધ્યાન આપીને ગતાનુગતિક પરંપરાના નિર્ણયોમાં સુધારો કરવો જોઈએ. કેમ કે અયોગ્ય અને અનુચિત અથવા આગમ વિપરીત પ્રાયશ્ચિત્ત દેનારાને નિશીથ ઉદ્દેશક ૧૦. અનુસાર ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. સેવા કરનારાની સંયમ ખલનાઓ:(૧) ડૉક્ટરને બોલાવવા તેમજ તેનો વારંવાર સંપર્ક કરવો. (૨) વેચાતી(ખરીદેલી) ઔષધી લાવીને દેવી કે ખરીદીને મંગાવવી. (૩) ડૉકટરોની આરંભ યુક્ત પ્રવૃત્તિઓમાં સહયોગ આપવો. (૪) રોગી મુનિઓ સાથે હોસ્પિટલમાં રહેવું. (૫) રોગીને માટે સંયમ મર્યાદાઓમાં અપવાદનું સેવન કરવું. (૬) ગવેષણાના નિયમોનું પાલન ન થવું. (૭) રોગીની સાથે જવામાં વાહનનો પ્રયોગ કરવો. વગેરે યથા પ્રસંગ આવી અનેક પ્રવૃત્તિઓ પ્રસંગાનુસાર દાખલા માટે સમજી લેવી જોઈએ. એ પ્રવૃત્તિઓ પણ નિસ્વાર્થભાવથી ફક્ત રોગીની સેવા પરિચર્યા ભાવનાથી ઓતપ્રોત થઈને કરવામાં આવે છે, એટલા માટે ગુરુ પ્રાયશ્ચિત્ત કે છેદ પ્રાયશ્ચિત્ત આવતું નથી. & [૧] છ માસ તપ-છેદ: ભાષ્ય-પ્રમાણ | છ % तुल्ला चेव उ ठाणा, तव छेयाणं हवंति दोण्हं पि । पणगाइ पणगवुड्डी, दोण्हं वि छम्मास निट्ठवणा ॥७०७॥ तपश्छेदयो द्वयोरपि स्थानानि तुल्यान्येव भवन्ति, न हीनानि नाप्यधिकानीति પર્વ શબ્દાર્થ ઋતઃ ? રૂાદ "જળ"રૂત્યવિા યતઃ "યોff” તપછેડ્યોઃ पंचक पंचक रात्रिन्दिवान्यादौ कृत्वा पंचक वृद्धया वर्धमानानां स्थानानां षण्मासेसु "निष्ठापना" समापना भवति । इयमत्र भावना- लघुपंचकादीति गुरुषाण्मासिक पर्यन्तानि यान्येव तपः स्थानानि तान्येव च्छेदस्यापीति तुल्यान्येवानयोः स्थानानि। एतेन च लघुपंचकादर्वाग् गुरुभ्यः षण्मासेभ्यः उर्ध्व छेदो न भवतीत्यावेदितं દષ્ટવ્યમ્ /૭૦૭ ભાવાર્થ –તપ અને છેદ બન્ને પ્રાયશ્ચિત્તનાં સ્થાન સમાન છે. આ બંને પ્રાયશ્ચિત્તમાં પાંચ-પાંચ દિવસની વૃદ્ધિ કરતા થકા ઉત્કૃષ્ટ છ મહિનાનું છેદ પ્રાયશ્ચિત્ત હોય છે. Page #265 -------------------------------------------------------------------------- ________________ રકપ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત એટલા માટે મહિનાથી આગળ છેદ(દીક્ષા કટ) પ્રાયશ્ચિત્ત આવતું નથી એવું બતાવેલ છે.ll૭૦૭ી. दुविहो य होइ छेदो, देसच्छेदो य सव्वछेदो य । मूलाणवठ्ठप्प चरिमा, सव्वच्छेओ अतो सत्त ॥७१०॥ इह छेदो द्विविधो भवति देशच्छेदश्च सर्वच्छेदश्च । पंचकादिकः षण्मासपर्यन्तो देशच्छेदः मूलग्नवस्थाप्य-पारंचिकादि पुनर्देशोनपूर्व- कोटिप्रमाणस्यापि पर्यायस्य युगपत् छेदकत्वात् सर्वच्छेदः । एष द्विविधोऽपि सामान्यतश्छेदशब्देन ग्रह्यते इति विवक्षया सप्तविधं प्रायश्चित्तम् ॥ ७१० ॥ ભાવાર્થ – અપેક્ષાથી પ્રાયશ્ચિત્તનાં સાત પ્રકાર કહેલ છે. સાતમો છેદ પ્રાયશ્ચિત્ત છે, તેના બે ભેદ છે. (૧) દેશ છેદ (૨) સર્વ છે. પહેલો દેશ છેદ પ્રાયશ્ચિત્ત પાંચ દિવસથી લઈને ઉત્કૃષ્ટ ૬ મહિનાનું હોય છે. સર્વ છેદ પ્રાયશ્ચિત્તના ત્રણ પ્રકાર છે. (૧) મૂળ(નવી દીક્ષા) પ્રાયશ્ચિત્ત (ર) અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત (૩) પારંચિક પ્રાયશ્ચિત્ત. આ ત્રણે પ્રાયશ્ચિત્તમાં એક વારમાં જ સંપૂર્ણ દીક્ષા પર્યાયનું છેદન થઈ જાય છે. – બૃહત્કલ્પ ભાષ્ય પીઠિકા ગાથા-૭૧૦. સાર:- ૬ મહિનાથી વધારે દીક્ષા છેદનું પ્રાયશ્ચિત્ત હોતું નથી, તેની આગળ નવી દીક્ષા દેવા રુપ મૂળ પ્રાયશ્ચિત્ત જ હોય છે; પરંતુ આઠ માસ, દસ માસ કે વર્ષ, બે વર્ષ યાવત્ દસ વર્ષની દીક્ષા છેદનું પ્રાયશ્ચિત્ત દેવામાં આવતું નથી. માટે એકલ વિહારનું કે કોઈપણ અન્યદોષનું છ મહિનાથી વધારે દીક્ષા છેદનું પ્રાયશ્ચિત્ત દેવું અજ્ઞાનદશા તેમજ અંધાનુકરણ છે. એકલ વિહારીને ઉત્કૃષ્ટ ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. તેને તેટલા જ દિવસની દીક્ષા છેદનું પ્રાયશ્ચિત્ત દેવું પણ ગાડરીયો પ્રવાહ માત્ર છે. જે કોઈપણ શાસ્ત્ર કે તેની પ્રાચીન વ્યાખ્યાઓથી પ્રમાણિત કરી શકાતું નથી. એવું આગમ વિપરીત પ્રાયશ્ચિત્ત દેનારા સ્વયં પ્રાયશ્ચિત્તને પાત્ર છે. નિશીથ સૂત્ર ઉદ્દેશક–૧૦ એવું આગમ વિપરીત પ્રાયશ્ચિત્ત કોઈ આચાર્ય આપે તો તેને ગ્રહણ ન કરવું જોઈએ, સ્વીકાર કરવો જોઈએ નહીં; ઈન્કાર કરી દેવો જોઈએ. આ વાતની પુષ્ટી માટે જુઓ–બૃહત્કલ્પસૂત્ર ઉદ્દે.-૪, સૂત્ર–૩૦ નો મૂળ પાઠ તેમજ વિવેચન. 'જૈનાગમ નવનીત-૪ - મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના II છેદ શાસ્ત્ર સંપૂર્ણ | Page #266 -------------------------------------------------------------------------- ________________ છેદશાસ્ત્રઃ સાર આગમ સિદ્ધ વાક્યો s 'સાર આગમ સિદ્ધ વાક્યો, * ગચ્છ સમાચારીને અથવા પરંપરાને પ્રમુખતા આપીને આગમ પ્રમાણોની ઉપેક્ષા કરવી તે હઠધર્મીપણું છે. * બૃહત્કલ્પ ભાષ્ય ગાથા ૯૫માં ગીતાર્થને અકારણ એકલ વિહારનું લઘુમાસિક પ્રાયશ્ચિત્ત કહેલ છે. અગીતાર્થને એકલવિહારનું ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત કહેલ છે. તેનાથી અતિરિક્ત અન્ય સંયમ દોષોનું પ્રાયશ્ચિત્ત આલોચનાનુસાર અલગ દેવાનું કહ્યું છે. * એટલા માટે એકાંત રૂપથી દીક્ષા છેદનું પ્રાયશ્ચિત્ત દેનારા પ્રમાણિત કરે અથવા અનાગમિક પ્રાયશ્ચિત્ત દેવાનો સ્વયં જ ગુરુ ચોમાસી પ્રાયશ્ચિત્ત નિશીથ ઉદ્દેશક–૧૦નાં અનુસાર સ્વીકાર કરે. * ગીતાર્થને સકારણ(ઉચિત યોગ્ય કારણ)થી એકલવિહારનું પ્રાયશ્ચિત્ત આવતું નથી. * સેવા કરનારાને ગુરુ કે છેદ પ્રાયશ્ચિત્ત દેવું તે આગમથી પ્રમાણિત કરી શકાય નહીં. માટે આગમ વિરુદ્ધ પ્રાયશ્ચિત્ત દેનારાઓએ પોતે જ ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત લેવું જોઈએ. | આગમ મનીષી મુનિરાજશ્રીની વિશેષતાઓ | અસાંપ્રદાયિકચિંતન અને વિચારધારા, સરલ-નમ્ર-ઉદાર ચત્તા, છેદશાસ્ત્રોના મર્મજ્ઞ, આગમ અભ્યાસી, આગમ મનીષી, બહુશ્રુત, નીડર, નિર્મોહી, પરિશ્રમી, સ્વાધ્યાય રસિક, ચારિત્રનિષ્ઠ, પવિત્ર હૃદયી, એકાંત શાંતિપ્રિય યુવા પ્રૌઢ શ્રમણ. તે સિવાય શ્રાવકના બારવ્રત, ચૌદનિયમ વિશે આપશ્રીની અદ્વિતીય સમજાઈશ અને અનુભવ છે. આગમોની ઐતિહાસિકતાના વિષયમાં આપનું શોધ-ખોજ પૂર્ણ અધ્યયન અને ચિંતન અનુભવ છે. આપશ્રી સદાય અનેકાંત અને સમન્વયાત્મક શૈલીમાં વસ્તુ તત્ત્વને સમજાવતાં વાર્તા-ચર્ચા કરવાનું અત્યંત લક્ષ્ય રાખે છે. એકાંતવાદથી અને દુરાગ્રહોથી દૂર રહે છે. આ રીતે મુનિરાજશ્રી મિલનસાર અને કર્તવ્યનિષ્ઠ તેમજ પુરુષાર્થશીલ સંતરત્ન છે. –ભક્તિશીલ આગમ રસિક ગૌતમ મુનિ પ્રથમ --- DOMAIN Page #267 -------------------------------------------------------------------------- ________________ રકo મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના નાગમ નવનીત 9) શુભ સંદેશ છ આ છેદશાસ્ત્ર સારાંશ રૂપ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના નામની પુસ્તકમાંથી ચાર છેદ સૂત્રોનો સારાંશ કંઠસ્થ કરી શકાય છે, જે સાધુ-સાધ્વીજીઓ માટે બહુ જ ઉપયોગી થાય તેમ છે. તે સિવાય અનેક વિષયોનું પરિશિષ્ટરૂપે સ્પષ્ટીકરણ જે કરેલ છે તે ચાર છેદ સુત્રોના મર્મને સમજવા માટે હૃદયમાં સંતોષ સમાધાન અને પ્રસન્નતાદાયક છે. ઉપરાંત સંઘ સંચાલકો અને અનુશાસ્તાઓ માટે આવશ્યક જાણવા જેવા ઘણા-ઘણા વિષયો આ પુસ્તકમાં આવરી લેવામાં આવ્યા છે. શ્રદ્ધા અને ભાવપૂર્વક સ્વાધ્યાય કરનારા સાધક આ પુસ્તકનો વારંવાર અધ્યયનમનન કરી આચારના વિષયોમાં બહુશ્રુતતા પ્રાપ્ત કરી શકે છે. [IS) એક સ્પષ્ટીકરણ છે બહુશ્રુત ગીતાર્થ આગમ મનીષી મુનિરાજશ્રીનો રાત્રિ-દિવસનો અધિકતમ સમય અને સત્તાવાન વર્ષના જીવનનો અધિકતમ ભાગ આગમજ્ઞાનના રમણમાં જ વ્યતીત થયો છે, થાય છે. આગમ જ તેઓનો શ્વાસ છે, આગમ જ તેઓનો પ્રાણ છે અને આગમ જ તેઓનો જીવન વૃત્ત છે. તેઓશ્રીના દરેક ચિંતન, દરેક નિર્ણય તથા અનેકો સુઝાવ આગમના અનેક પ્રમાણોના મંથન યુક્ત તેમજ બુદ્ધિગમ્ય પણ હોય છે, જે ઉદાર અને ખુલ્લા દિલવાળા સ્વાધ્યાય પિપાસુ અને આગમ જિજ્ઞાસુઓ માટે અમૃત ફલ સમાન સિદ્ધ થાય છે. તેઓશ્રીના લેખનના કોઈપણ વાક્યમાં અને જીવનના કોઈપણ ક્ષણમાં ઉત્સુત્ર પ્રરૂપણ કયારે ય થઈ શકે નહીં; આ એક ઘણી જ સાચી અને તદ્દન અનુભવ સિદ્ધ વાત છે. આગમમનીષી મુનિરાજશ્રી દ્વારા પ્રસ્તુત કોઈપણ સૂત્રના મર્મને, ઊંડા ચિંતનને, કોઈપણ વિદ્વાન–બુદ્ધિમાન, કોઈપણ આગમ પ્રમાણથી સૂત્ર વિરુદ્ધ સિદ્ધ કરી શકે નહીં, તેમ જણાય છે. છતાં પણ પોતાના હૃદયમાં ભરેલા દ્વેષ કે અજ્ઞાન દશાના કારણે તેમજ પોતાના દિમાગમાં રાખેલા- આગમ નિરપેક્ષ કે આગમ વિપરીત પરંપરાઓના દુરાગ્રહને વશ થઈને કોઈ તેઓને ઉસૂત્ર પ્રરૂપક કહેવાની ધૃષ્ટતા કરે, સમાધાન સમન્વય મેળવવાની મહેનત કરે નહીં તો તે તેનો પોતાનો અસત્ય પ્રલાપ જ થાય છે. સત્યવ્રત(શ્રાવકનો) અને સત્ય મહાવ્રત (સાધુનો) ભંગ થાય છે. તેમજ અભ્યાખ્યાનપર પરિવાદ જેવા પાપોનું સેવન થાય છે, જે સાધક જીવનના કલંકરૂપ બની રહે છે. તેવા મિથ્યાભિનિવેષી મહાશયોને સદ્ગદ્ધિ થાય એ જ શુભ ભાવ..ઈતિ શુભમ્. મુનિરાજશ્રીનો જન્મ ૧૯–૧૨–૧૯૪૬ હિન્દી સારાંશમાંથી સાભાર અનુવાદિત તા. ૧૯-૧૨-૨૦૦૩ FFFFFFFFFFFFFFFFFF #FFFFFF; Page #268 -------------------------------------------------------------------------- ________________ છેદશાસ્ત્રઃ આદર્શ શ્રમણ આદર્શ શ્રમણ ભાવશુદ્ધિ :– (૧) કોઈપણ ગાંવ, ઘર કે ગૃહસ્થમાં મમત્વ બુદ્ધિ કરવી નહીં અર્થાત્ તેઓને મારા છે, મારા છે, તેમ કરવું નહીં. (૨) વિભૂષા વૃત્તિ કરવી નહીં એટલે કે સુંદર દેખાવ માટે શરીર કે વસ્ત્રાદિને સંવારવા નહીં. (૩) કોઈપણ વ્યક્તિ, પ્રાણી કે સાધુથી ઘૃણા કરવી નહીં પરંતુ ગુસ્સા ઘમંડથી ઘૃણા કરવી. (૪) કોઈની નિંદા તિરસ્કાર કે ઈન્સલ્ટ કરવા નહીં. (૫) કયારે ય શોક સંતપ્ત થવું નહીં, સદાય પ્રસન્નચિત્ત અને સંતુષ્ટ રહેવું. આચારશુદ્ઘિ ઃ- (૧) નવ વાડ યુક્ત બ્રહ્મચર્યનું શુદ્ધ પાલન કરવું (૨) ભાવ અને ભાષાને પવિત્ર રાખવા (૩) આહાર-પાણી, મકાન-પાટ, વસ્ત્ર-પાત્ર આદિની શુદ્ધ ગવેષણા કરવી (૪) ગમનાગમન આદિ પ્રવૃત્તિઓ વિવેકપૂર્વક કરવી (૫) મૃદુ ભાષી, પવિત્ર હૃદયી, સરળ શાંત સ્વભાવી બનવું (૬) આગમ સ્વાધ્યાય, એકત્વ ભાવના અને તપસ્યામાં લીન રહેવું (૭) આગમોને અર્થ સાથે કંઠસ્થ કરવા અને કંઠસ્થ રાખવા. ર૬૮ આદર્શ શ્રાવક પાંચ કામ કરો ઃ– (૧) નિત્ય સામાયિક (૨) મહીનામાં છ પોષધ (૩) દરરોજ ચૌદ નિયમ ધારણ (૪) તીન મનોરથ ચિંતન (૫) પ્રતિદિન પ્રતિક્રમણ કે પાક્ષિક પ્રતિક્રમણ. પાંચ કામ છોડો ઃ- (૧) રાત્રિ ભોજન (૨) કંદ-મૂળ (૩) સચિત્ત પદાર્થ (૪) કર્માદાન (૫) મિથ્યાત્વ અનુમોદક પ્રવૃત્તિઓ એટલે પ્રવૃત્તિમિથ્યાત્વ. મુનિદર્શનની પહેલાં : શ્રાવકની પ્રથમ કક્ષા પાંચ વિવેક રાખવા ઃ- (૧) ફળ, પાન, એલચી આદિ સચિત્ત વસ્તુઓ સાથે ન રાખવી (૨) જોડા, ચપ્પલ નીકાળવા, હથિયાર-શસ્ત્ર દૂર રાખવા (૩) ઉઘાડે મુખે રહેવું નહીં, ઉત્તરાસન કે મુહપત્તિ રાખવી (૪) બંને હાથ જોડીને મુનિ સીમામાં પ્રવેશ કરવો (૫) રાગ-દ્વેષની મનોવૃત્તિઓનું નિવારણ કરી ચિત્તને નિર્મળ અને એકાગ્ર કરવું. આ સારાંશ પુસ્તકોમાંથી કોઈપણ જિજ્ઞાસા માટે પત્ર સંપર્ક કરો આગમ મનીષી ત્રિલોક મુનિજી, આરાધના ભવન, ૬/૧૦ વૈશાલી નગર, ચંદ્રપ્રભુ એપાર્ટમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર, રાજકોટ-૩૬૦ ૦૦૧ Page #269 -------------------------------------------------------------------------- ________________ ર૯ ર૬૯ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીત મ myuv | આગમ મનીષી શ્રી ત્રિલોકમુનિજી સંપાદિત ઉપલબ્ધ સાહિત્ય પુસ્તકનું નામ || કિંમત | કિંમત હિન્દી સાહિત્ય ઉત્તરાધ્યયન સૂત્ર સારાંશ પ-00 દશવૈકાલિક સૂત્ર સારાંશ ૫-૦૦ આચારાંગ સૂત્ર સારાંશ ૫-00 ઠાણાંગ સૂત્ર સારાંશ ૫-૦૦ સમવાયાંગ સૂત્ર સારાંશ ૫-૦૦ ભગવતી સૂત્ર સારાંશ ૫૦-૦૦ જ્ઞાતા સૂત્ર સારાંશ દ-૦૦ ઉપાસક દશા સૂત્ર સારાંશ ૧૦-૦૦ અંતગડ સૂત્ર સારાંશ ૨૦–00 રાજપ્રશ્રીય સૂત્ર નંદીકથાઓ ૧૦-00 ઐતિહાસિક સંવાદ ૧૦-૦૦ જીવાભિગમ સૂત્ર સારાંશ ૭-૦૦ જંબૂઢીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર સારાંશ ૭–00 જ્યોતિષગણ રાજપ્રજ્ઞપ્તિ સૂત્ર સારાંશ –00 ચાર છેદ સૂત્ર સારાંશ પરિશિષ્ટ યુક્ત ૫૦-૦૦ બૃહત્કલ્પ સૂત્ર સારાંશ પ-૦૦ વ્યવહાર સૂત્ર સારાંશ પ-૦૦ ઉપદેશ શાસ્ત્ર જૈનાગમ નવનીત ૫૦-૦૦ ગુણસ્થાન સ્વરૂપ ૨-૦૦ ધ્યાન સ્વરૂપ ૨-૦૦ ચૌદ નિયમ ૨-૦૦ બાર વ્રત ૨-૦૦ સંવત્સરી એકતા વિચારણા ૨-૦૦ સામાયિક સૂત્ર સરલ પ્રશ્નોત્તર ૨-૦૦ સામાયિક પ્રતિક્રમણ વિશિષ્ટ પ્રશ્નોત્તર ૨-૦૦ સવિધિ હિન્દી શ્રાવક પ્રતિક્રમણ ૨-૦૦ આગમ વિપરીત મૂર્તિ પૂજા ૨-૦૦ શ્રમણ પ્રતિક્રમણ હિન્દી ૨-૦૦ જૈનાગમ નવનીત પ્રશ્નોત્તર–૧ ૧૦-૦૦ જૈનાગમ નવનીત પ્રશ્નોત્તર–૨ ૧૦-૦૦ જૈનાગમ નવનીત પ્રશ્નોત્તર – ૩-૪ ૨૦-૦૦ Page #270 -------------------------------------------------------------------------- ________________ | વેદશાસ્ત્રઃ ઉપલબ્ધ સાહિત્ય ર૦૦ ૩૩ $ $ છે. છે ૧ ૮ જ - ચરણાનુયોગ સંપૂર્ણ બે ભાગોમાં ૧000-00 દ્રવ્યાનુયોગ સંપૂર્ણ ત્રણ ભાગોમાં ૨000-00 ત્રીણિ છેદ સૂત્રાણિ વિવેચન સાથે ૩૦૦-૦૦ નિશીથ સૂત્ર વિવેચન સાથે ૩૦૦-૦૦ જૈનાગમ નવનીત પ્રશ્નોત્તરી સંપૂર્ણ સેટ ૬૦૦-૦૦ આગમ સારાંશ હિંદી: ખંડિત સેટ(બે, ત્રણ કે ચાર ન્યૂન) ૪૦૦-૦૦ ગુજરાતી સાહિત્ય જૈનાગમ નવનીત પ્રશ્નોત્તર–૧-૨ ૨0-00 | જૈનાગમ નવનીત પ્રશ્નોત્તર–૩–૪ ૨0-00 ચૌદ નિયમ ર-00 બાર વ્રત ર–00 કથાશાસ્ત્ર-મીઠી મીઠી લાગે છે(જેનાગમ નવનીત-૧) | ૫૦-૦૦(x) ભગવતી સૂત્ર-મીઠી મીઠી લાગે છે(જેનાગમ નવનીત–૫) | ૫૦-૦૦(x) જૈન શ્રમણોની ગોચરી તથા શ્રાવકાચાર પ-૦૦ વિવેચન સાથે આચારાંગ સૂત્ર પ્રથમ શ્રુતસ્કંધ ૨૦૦-૦૦ વિવેચન સાથે સૂત્રકૃતાંગ સૂત્ર પ્રથમ શ્રુતસ્કંધ ૨0-00 વિવેચન સાથે સ્થાનાંગ સૂત્ર ભાગ–૧, ૨ 00-00 વિવેચન સાથે સમવાયાંગ સૂત્ર સંપૂર્ણ ૨૦૦-૦૦ વિવેચન સાથે ભગવતી સૂત્ર ભાગ-૧,૨,૩ ૧૦૦૦-૦૦ વિવેચન સાથે ઉપાસક દશાંગ સૂત્ર ૧૦૦-૦૦ વિવેચન સાથે અંતગડ દશાંગ સૂત્ર ૧૬૦-૦૦ વિવેચન સાથે અનુત્તરોપપાતિક સૂત્ર ૧૦૦-૦૦ વિવેચન સાથે પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૧૬૦-૦૦ વિવેચન સાથે વિપાક સૂત્ર ૧૧૦-૦૦ વિવેચન સાથે જંબૂઢીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર ૨૫૦-૦૦ વિવેચન સાથે ઉપાંગ સૂત્ર (નિરયાવલિકાદિ) ૧૫૦-૦૦ વિવેચન સાથે ઉત્તરાધ્યયન સૂત્ર ભાગ-૧ ૨૦૦-૦૦ વિવેચન સાથે દશવૈકાલિક સૂત્ર સંપૂર્ણ ૩૦૦-૦૦ વિવેચન સાથે નંદી સૂત્ર ૨૦૦-૦૦ વિવેચન સાથે અનુયોગદ્વાર સૂત્ર રપ૦-૦૦ ચરણાનુયોગ સંપૂર્ણ બે ભાગોમાં ૧૬૦૦-૦૦ તત્ત્વ શાસ્ત્રઃ મીઠી મીઠી લાગે છે (જેનાગમ નવનીત-૭) ૫૦-૦૦ છેદ શાસ્ત્ર મીઠી મીઠી લાગે છે (જેનાગમ નવનીત-૪) ૫૦-૦૦ અગ્રિમ ગ્રાહક યોજના (ગુજરાતી) | જૈનાગમ નવનીત પ્રશ્નોત્તરી સેટ ઉર આગમ (૨૦૦૮ સુધીમાં){ $00-૦૦ ૨ | મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના ભાગ–૧ થી ૮ ૪૦૦-૦૦ છેદ સૂત્રના અર્થ અને પરમાર્થના જ્ઞાતા, “બહુશ્રુત' કહેવાય છે. દો ર છે જ Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ ↑ 95 95 95 95 95 95 卐 卐 卐 મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના ઃ જૈનાગમ નવનીત સૌજન્ય દાતાઓને આભાર સહ ધન્યવાદ ૧. શ્રી શરદભાઈ જમનાદાસ મહેતા, રાજકોટ ૨. સ્વ. પ્રભાબેન મોહનલાલ મહેતા(ગુરુકુલવાળા) પોરબંદર ૩. શ્રીમતી ભાવનાબેન વસંતલાલ તુરખીયા, રાજકોટ ૪. શ્રી લાલજી કુંવરજી સાવલા (તુંબડી), ડોંબીવલી ૫. S. સ્વ. રંજનબેન ચંદ્રકાંત દોશી (કુંદણીવાળા), રાજકોટ શ્રીમતી જ્યોત્સનાબેન પ્રકાશભાઈ વોરા, રાજકોટ ૭. શ્રી નવલ સાહિત્ય પ્રકાશન ચેરીટેબલ ટ્રસ્ટ, સુરેન્દ્રનગર ૮. શ્રીમતી મધુબેન રજનીકાંત કામદાર, રાજકોટ(તરંગ એપા.) ૯. શ્રી નરેન્દ્રભાઈ શાંતિલાલ કામદાર, લાતુર ૧૦. શ્રીમતી કીનીતાબેન દીલીપકુમાર ગાંધી, રાજકોટ ૧૧. શ્રી નંદાચાર્ય સાહિત્ય સમિતિ, બદનાવર ૧૨. શ્રી પ્રફુલભાઈ ત્રીભોવનદાસ શાહ, રાજકોટ ૧૩. શ્રી મનહરલાલ છોટાલાલ મહેતા, રાજકોટ. ૧૪. શ્રી વર્ધમાન સ્થા. જૈન શ્રાવક સંઘ, મલાડ (વેસ્ટ) ૧૫. શ્રી આચાર્ય ૐકારસૂરિ આરાધના ભવન, સુરત ૧૬. શ્રી હરીલાલ મંગળજી મહેતા, મુંબઈ ૧૭. ડૉ. ભરતભાઈ ચીમનલાલ મહેતા, રાજકોટ ૧૮. ધીરેન્દ્ર પ્રેમજીભાઈ સંગોઈ, માટુંગા ૧૯. શ્રી ચંદુભાઈ વોરા, મોમ્બાસા ૨૦. ડો. સુધાબેન ભૂદરજી હપાણી, રાજકોટ(૮ સેટ) ૨૧. શ્રી શાંતિલાલ છોટાલાલ શાહ (સાયલાવાળા) અમદાવાદ ૨૨. શ્રી વલ્લભજી ટોકરશી મામણીયા, મુંબઈ ૨૩. શ્રી મણીલાલ ધનજી નીસર, થાણા જૈન શ્રમણોની ગોચરી અને શ્રાવકાચાર (પોકેટ સાઈઝમા) મૂલ્ય : રૂા. ૫/ ૧૦૦ અને તેથી વધારે માટે મૂલ્ય : રૂ।. ૩/– www 9429022222222/R H K HE પ્રકાશિત થઈ ગયેલ છે. Page #272 -------------------------------------------------------------------------- ________________ છંદશાસ્ત્ર જૈન એક્તાને : સુઝાવ જૈન એક્તા માટે સુઝાવ (૧) ઋષિ પંચમીના દિવસે જ સંવત્સરી કરવી. (૨) પખવાડિયાના છેલ્લે દિવસે જ પાખી કરવી. (૩) કોઈ પણ એક પંચાંગને સર્વે ય મળીને સ્વીકારવું. અસ્તતિથિ અને ઘડી-પલનો આગ્રહ મનઃકલ્પિત એટલે આગમાધાર રહિત છે. પૂર્વાચાર્યોના નિર્ણયથી વિપરીત છે. માટે તેના આગ્રહને દૂર કરી નિર્ણય કરેલા એક લૌકિક પંચાંગથી પર્વ તિથિઓ અને સંવત્સરી કરવી. = નોંધ :- પૂર્વાચાર્યોએ તે જમાનામાં (આજથી ૧૨૦૦ વર્ષ પૂર્વે) સર્વ સમ્મતિથી લૌકિક પંચાંગને આગમ સમ્મત સ્વીકાર કર્યું હતું. પ્રમાણ-ઉદ્ધરણ ભાષ્ય ગાથા ૨૦૨ विसमे समय विसेसे, करणग्गह चार वार रिक्खाणं । पव्व तिहीण य सम्मं, पसाहगं विगलियं सुतं ॥१॥ तो पव्वाई विरोहं नाऊण, सव्वेहिं गीयसूरीहिं । आगम मूलमिणं पिय, तो लोइय टिप्पणयं पगयं ॥२॥ ગાથાર્થ :કાલની વિષમતાને લીધે, કરણ અને ગ્રહોની ગતિ, નક્ષત્રોના યોગ વગેરે પર્વ તિથિઓના નિર્ણાયક જૈન જ્યોતિષ ગણિત વ્યવચ્છિન(અપૂર્ણ) થઈ જવા પામેલ છે માટે જૈન જ્યોતિષ ગણિતથી પર્વ આદિ નિકાળતાં વિરોધ થવાથી સર્વ ગીતાર્થ આચાર્યોએ નિર્ણય કરી લૌકિક પંચાંગને આગમમૂલક એટલે આગમ સંમત સ્વીકાર કર્યું છે. આ ગાથાઓમાં લૌકિક પંચાંગને સર્વ રીતે આગમ સમ્મત સ્વીકાર કરી તદનુસાર પર્વ-તિથિઓને સ્વીકારવાનો નિર્ણય કરેલ છે. તેથી તેના વિશે હવે કોઈને ઘડી-પલ કે અસ્ત તિથિની ફસાવટ ઘુસાડવાનો અધિકાર રહેતો નથી.[કોઈ પંચાંગના પ્રેસદોષ વગેરેનું નિવારણ કરવા અન્ય પંચાંગથી સોધી લેવું, નિરાબાધ છે. આ રીતની સમજણને ધ્યાનમાં લઈને આખા ય જૈન સમાજને લૌકિક પંચાગમાં લખેલી તિથિઓના દિવસે જ પર્વ દિવસો મનાવવા અને તે સંબંધી વ્રત-ઉપવાસ આદિ કરવા જોઈએ. Page #273 -------------------------------------------------------------------------- ________________ શુભાશીર્વાદ પૂજ્ય સાહેબ શ્રી નરસિંહજી રવામી પૂ. મુનિરાજ શ્રી રામચન્દ્રજી રવાની સંપાદક મુનિ શ્રી પ્રકાશચન્દ્રજી રવામી પ્રેરક નાવલ પ્રકાશ ર્શિકારવર્ધક સામયિક ' થાઉં ફર ઉચો છે न चोरहार्य न च राज्यहार्य, न भ्रातृभाज्यं न च भारकारि । व्यये कृते वर्धत एव नित्यं, विद्याधनं सर्वधनप्रधानम् ।। ચોર ચોરી ન શકે, રાજ્યસત્તા હરીન શકે, ભાઈ ભાગ ન પડાવી શકે અને ભારરૂપ પણ નથાય. જેમ જેમ વ્યય કરો તેમ વધે એવું વિદ્યા (જ્ઞાન) રૂપી ધન સર્વ ધનમાં પ્રધાન છે. વિદ્યાનું આવું મહત્વ હોવાથી આપ જ્ઞાનવર્ધક – સંસ્કારવર્ધક સાહિત્ય વાંચો તથા બીજાને વંચાવો.... આર્થિક રીતે સમૃદ્ધ થવા કરતાંય જ્ઞાનથી સમૃદ્ધ થવામાં વધારે લાભ છે. અર્થ આ ભવ પૂરતો છે. જ્યારે જ્ઞાનતી થરભવમાંય . સાથે આવે છે. આપ સંસ્કારવર્ધક જાસિક આ નાવલી – પ્રકાશ ન ઊંચવાની છીણા અન્ય ભાવિકીને પણ કરશો તો, છીની ની સંસ્કાર દલાલીનો લાભ મેળવો. અદ્વિવાર્ષિક લવાસા ટી ર©e દશા વાર્ષિક લવાજમ રૂા. GOO - સંપર્ક સૂત્ર સુરેન્દ્રનગર મુંબઈ પ્રફુલ્લકુમાર કે. તુરખીયા રમણીકલાલ નાગજીભાઈ દેઢિયા તુરખીયા રેડીમેડ સ્ટોર્સ, દુર્ગા ટેક્ષટાઈલ્સ, ૧૦, ન્યુ હિંદમાતા કુલોથ માર્કેટ, ઠે. ધ્રાંગધ્રાના ઉતારા સામે, સુરેન્દ્રનગર. હોટલ શાંતિદૂત નીચે, દાદર, મુંબઈ ૪000૧૪. (સૌરાષ્ટ્ર) પીન : ૩૬૩૦૦૧, ફોન : ૨૬૪૫૭ ફોન : (ઓ) ૪૧૧ ૨૭૧૭ (ઘ) ૪૧૩ ૬૩૩૪ રવિવારે બંધ Page #274 -------------------------------------------------------------------------- ________________ REાગમ મ ] જૂનાગને નવનીતા અની પ્રશ્નોતરી સર્જક આગમ મનીષી શ્રી તિલોકમુનિજી જેમ 4 ૧૯૧ર-૧૯૪૭ દીક્ષા 8 19-5-19GO દીક્ષાગુરુ - શ્રમણશ્રેષ્ઠ પૂજ્ય શ્રી સમર્થમલજી મ.સા., નિશ્રાગુરુ - પૂજ્યશ્રી ચમ્પાલાલજી મ.સા. (પ્રથમ શિષ્ય), આગમ જ્ઞાનવિકાસ સાંનિધ્ય - પૂજ્યશ્રી પ્રકાશચંદ્રજી મ.સા., લેખન સંપાદન કલા વિકાસ સાંનિધ્ય - પૂજ્યશ્રી કન્વેયાલાલજી મ.સા. 'કમલ', નવજ્ઞાન ગચ્છ પ્રમુખતા વહન - શ્રી ગૌતમમુનિજી આદિ સંત ગણની, વર્તમાન નિશ્રા - શ્રમણ સંઘીય આચાર્યશ્રી શિવમુનિજી મ.સા., બાર વર્ષે અધ્યાપન પ્રાવધાનમાં સફળ સહયોગી - (1) તત્ત્વચિંતક સફળ વકતા મુનિશ્રી પ્રકાશચન્દ્રજી મ.સા. (અજરામર સંઘ) (2) વાણીભૂષણ પૂજ્યશ્રી ગિરીશચંદ્રજી મ.સા. (ગોંડલ સંપ્રદાય), ગુજરાતી ભાષામાં ગુરુપ્રાણ આગમ બત્રીસીના સંપાદન સહયોગરૂપ અનુપમ લાભ પ્રદાતા - ભાવયોગિની સ્થવિરા પૂ. શ્રી લીલમબાઈ મ.સ... આગમ સેવા:–ચારેય છેદ સૂત્રોનું હિન્દી વિવેચન લેખન (આગમ પ્રકાશન સમિતિ, વ્યાવરથી પ્રકાશિત). ૩ર આગમોનું સારાંશ લેખન. ચરણાનુયોગ, દ્રવ્યાનુયોગના 5- ખંડોમાં સંપાદન સહયોગ. ગુણસ્થાન સ્વરૂપ, ધ્યાન સ્વરૂપ, ૧૪નિયમ, ૧૨વ્રતનું સરળસમજણ સાથે લેખન સંપાદન. વર્તમાન સેવા :- ગુજરાત જૈન સ્થાનકવાસી સમુદાયોનાં સંત સતીજીને આગમજ્ઞાન પ્રદાન. ૩ર આગમના ગુજરાતી વિવેચન પ્રકાશનમાં સંપાદન સહયોગ. ૩ર આગમોના પ્રશ્નોત્તર લેખન, સંપાદન (હિન્દી). આગમ સારાંશ ગુજરાતી ભાષાંતરમાં સંપાદન સહયોગ અને આગમ પ્રશ્નોત્તરનું ગુજરાતી સંપાદન., ; મુનિશ્રી પ્રકાશચન્દ્રજી | કે G1 For Private