________________
વેદશાસ્ત્ર વ્યવહાર સૂત્ર પરિશિષ્ટ
૧૩૦
સમર્થ હોય.૨. જનસાધારણને પોતાના જ્ઞાન તથા વાણી અને વ્યવહારથી ધર્મની સન્મુખ કરી શકતા હોય. ૩. અન્ય મતથી ભાવિત કોઈ પણ વ્યક્તિ પ્રશ્ન ચર્ચા કરવાને માટે આવે તો એને બરાબર જવાબ દેવામાં સમર્થ હોય, એવા સાધુ ગણ-પ્રમુખના રૂપમાં અર્થાત્ સંઘાટક પ્રમુખ બનીને વિચરણ કરી શકે છે.
ધર્મ પ્રભાવનાને લક્ષમાં રાખીને વિચરણ કરનારા પ્રમુખ સાધુમાં એ ભાષ્યોક્ત ગુણો હોવા આવશ્યક છે. અભિગ્રહ-પડિમાઓ અને મૌન સાધના આદિ ફક્ત આત્મ કલ્યાણના લક્ષથી વિચરણ કરનારાઓને સૂત્રોક્ત શ્રુત સંપન્ન રૂપ પલિચ્છન્ન થવું જ પર્યાપ્ત છે. તેમજ ભાષ્યકારે બતાવ્યા પ્રમાણે ગુણો ન હોય તો પણ સાધુ પ્રમુખ બનીને વિચરતા થકા આત્મસંયમ સાધના કરી શકે છે. સંક્ષેપમાં ધર્મપ્રભાવક માટે જ ભાષ્યોક્ત ગુણો આવશ્યક સમજવા.
- બીજા સૂત્ર અનુસાર કોઈપણ શ્રુતસંપન્ન સાધુ સ્વેચ્છાથી ગણ પ્રમુખ બનીને વિચરવાને માટે ન જઈ શકે પરંતુ ગચ્છના સ્થવિર ભગવંતની આજ્ઞા લઈને જ ગણ ધારણ કરી શકે છે. અર્થાત્ સ્થવિર પૂજ્યવરોને કહે કે- હે ભગવંત હું કેટલાક સાધુઓને લઈને વિચરવા ઇચ્છું છું ત્યારે સ્થવિર ભગવંત તેમની યોગ્યતાને જાણીને તેમજ ઉચિત સમય જોઈને આજ્ઞા આપે તો ગણધારણ કરી શકે છે. જો તે સ્થવિર કોઈ કારણવશ આજ્ઞા ન આપે તો ગણ ધારણ કરવો ન જોઈએ તેમજ તે માટે યોગ્ય સમયની પ્રતિક્ષા કરવી જોઈએ.
સૂત્રમાં સ્થવિર ભગવંતની આજ્ઞા મેળવવાની જે વાત કરવામાં આવી છે એના સંદર્ભમાં એ સમજવું જોઈએ કે અહીં સ્થવિર શબ્દથી આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક આદિ બધા આજ્ઞા દેનારા અધિકારી સૂચિત કર્યા છે, કારણ કે સ્થવિર શબ્દ અત્યંત વિશાળ છે. એમાં સર્વ પદવીધારી અને અધિકારી સાધુઓનો સમાવેશ થઈ જાય છે. આગામોમાં ગૌતમ ગણધર તથા સુધર્માસ્વામીને માટે તેમજ તીર્થકરોને માટે પણ થેરે = સ્થવિર શબ્દનો પ્રયોગ છે. તેથી આ વિધાનનો આશય એ છે કે ગણધારણને માટે ગચ્છના કોઈપણ અધિકારી સાધુની આજ્ઞા લેવી આવશ્યક છે અને પોતાનું શ્રુતસંપદા આદિથી સંપન્ન હોવું પણ આવશ્યક છે.
જો કોઈ સાધુ ઉત્કૃષ્ટ ઇચ્છાને કારણે આજ્ઞા લીધા વિના કે સ્વીકૃતિ મળ્યા વિના પણ પોતાના શિષ્યોને કે બીજા પોતાની નેશ્રામાં અધ્યયન આદિને માટે રહેલા સાધુઓને લઈને વિચરણ કરે તો તે પ્રાયશ્ચિત્તને પાત્ર બને છે.
તેમની સાથે શિષ્ય તરીકે રહેનારા કે અધ્યયન આદિ કોઈપણ કારણથી તેમની નેશ્રામાં રહેનારા સાધુ તેમની આજ્ઞાનું પાલન કરતા થકા તેની સાથે રહેલા છે તે સાધુઓ પ્રાયશ્ચિત્તને પાત્ર બનતા નથી. એ પણ બીજા સૂત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org