________________
૧ર૯
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત
'[૧૦] પરિશિષ્ટ-૧: સંઘ વ્યવસ્થામાં પ્રમુખ પદોનું જ્ઞાન | T F F I [૧] સંઘાડા પ્રમુખઃ ગણધારક | F | | [ઉદ્દેશક-૩ સૂત્ર-૧,૨] જો કોઈ સાધુ ગચ્છના પ્રમુખ બનીને વિચરવા ઇચ્છે તો તેનું પલિછન્ન હોવું આવશ્યક છે અર્થાત્ જે શિષ્ય સંપદા અને શ્રુત સંપદાથી સંપન્ન હોય તે પ્રમુખરૂપમાં વિચરણ કરી શકે છે. અહીં ભાષ્યકારે શિષ્ય સંપદાથી અને શ્રુત સંપદાના ચાર ભાંગા કહ્યા છે. તેમાંથી પહેલા ભાંગા પ્રમાણે જે બે પ્રકારની સંપદાથી યુક્ત હોય તેણે જ પ્રમુખ તરીકે વિચરવું જોઈએ.
જો જુદા-જુદા શિષ્ય કરવાની પરંપરા નહોય તો શ્રુત સંપન્ન (આગમવેત્તા) તથા બુદ્ધિમાન સાધુ ગણના કેટલાક સાધુઓને લઈને તેઓની પ્રમુખતા કરતા થકા વિચરી શકે છે.
જે સાધુને એક અથવા અનેકશિષ્ય હોય તે સાધુ શિષ્ય સંપદાયુક્ત કહેવાય છે. જે સાધુ આવશ્યક સૂત્ર, દશવૈકાલિક સૂત્ર, ઉત્તરાધ્યયન સૂત્ર તથા આચારાંગ સૂત્ર અને નિશીથસૂત્રના મૂળ અને અર્થને ધારણ કરનારા હોય, જેણે આટલા મૂળ સૂત્ર ઉપાધ્યાયની નિશ્રામાં કંઠસ્થ કર્યા હોય તેમજ આચાર્ય કે ઉપાધ્યાય પાસેથી એ સૂત્રોના અર્થની વાંચણી લઈને તેને પણ કંઠસ્થ કર્યા હોય તથા વર્તમાનમાં તે શ્રુત તેને ઉપસ્થિત હોય તો તેને શ્રુતસંપન્ન કહેવામાં આવે છે.
જેમને એક પણ શિષ્ય નથી અને ઉપર્યુક્ત કૃતના અધ્યયન પણ જેણે ન કર્યા હોય તે સાધુ ગણ-ધારણને અયોગ્ય છે. - જો કોઈ સાધુને શિષ્ય સંપદા તો છે પરંતુ તે બુદ્ધિમાન અને શ્રુતસંપન્ન ન હોય અથવા ગ્રહણ કરેલા કૃતને ભૂલી ગયા હોય, તે પણ ગણ-ધારણને અયોગ્ય છે પરંતુ જો કોઈ સાધુને વૃદ્ધ અવસ્થાને કારણે(છ વર્ષથી વધારે ઉંમરવાળાને) શ્રુતનું વિસ્મરણ થઈ ગયું હોય, તો તે સાધુને શ્રુતસંપન્ન જ કહેવામાં આવે છે અને ગણ ધારણ કરી શકે છે.
ભાષ્યકારે શિષ્ય સંપદાવાળાને “દ્રવ્ય પલિચ્છન્ન” અને શ્રુતસંપન્ન ભાવ પલિચ્છન્ન' કહ્યા છે. તેની ચૌભંગીયુક્ત વિવેચનથી “ભાવ પલિચ્છન્ન”ને જ ગણધારણ કરીને વિચરવા યોગ્ય કહ્યા છે. જેનો સારાંશ આ પ્રમાણે છે કે જે સાધુ આવશ્યક શ્રુતજ્ઞાનથી સંપન્ન હોય અને બુદ્ધિ સંપન્ન હોય તે સાધુ ગણ ધારણ કરીને વિચારી શકે છે. ભાષ્યકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે – ૧. વિચરણ કરતા થકા તે સાધુ–સ્વયને અને બીજા સાધુઓને જ્ઞાન, દર્શન અને ચારિત્રની શુદ્ધ આરાધના કરવા કરાવવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org