________________
૧૩૧
૧૩૧
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત
આજ્ઞા વિના ગણધારણ કરનારા સાધુને માટે પ્રાયશ્ચિત્તનું વિધાન કરતાં સૂત્રમાં કહ્યું છે કે તે સંતરા છેવા પરિહારે વા, એનો અર્થ કરતા વ્યાખ્યાકારે સ્પષ્ટ કર્યું છે કે તે સાધુ પોતાના અપરાધને કારણે યથાયોગ્ય છેદ(પાંચ દિવસ આદિ) પ્રાયશ્ચિત્તને અથવા મહિના આદિ પરિહાર તપ કે સામાન્ય તપ રૂ૫ પ્રાયશ્ચિત્ત પાત્ર બને છે. અર્થાત્ આલોચના કરવાથી કે આલોચના ન કરવાથી પણ અનુશાસન વ્યવસ્થા હેતુથી તેને આ સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત દેવામાં આવે છે.
સૂત્રમાં આવિધાન સાધુ માટે કહ્યું છે. આવી રીતે સાધ્વીને માટે પણ સંપૂર્ણ વિધાન સમજવું જોઈએ. તેને વિચરવા માટે સ્થવિરા અથવા પ્રવર્તિનીની આજ્ઞા લેવી જોઈએ.
Hi F I[૨] ગચ્છના ગુણવાનોનું પદ દ્વારા સન્માન | | [ઉદ્દેશક–૨ સૂત્ર-૨૫] ગણમાં અનેક ગીતાર્થ શ્રમણ,શિષ્યથી તેમજ શ્રુતજ્ઞાન તથા સંયમ પર્યાય આદિની ઋદ્ધિથી સંપન્ન હોય તો એકને મૂળ આચાર્ય અને તેના જેવા જ ગુણોથી સંપન્ન એકને ઉપાધ્યાય પદ પર નિયુક્ત કરવા જોઈએ.
ત્યાર બાદ જે કોઈ શ્રમણ, શિષ્ય-સંપદાથી પરિપૂર્ણ હોય અને આચાર્યના લક્ષણોથી યુક્ત હોય તેને પણ આચાર્ય અથવા ઉપાધ્યાયની પદવી પર નિયુક્ત કરવા જોઈએ અને તેવા ગુણોથી યુક્ત ન હોય તો પ્રવર્તક અથવા સ્થવિર આદિ પદથી વિભૂષિત કરવા જોઈએ. પરંતુ જેઓને ઘણા શિષ્ય ન હોય તેઓએ એક મુખ્ય આચાર્યના અનુશાસનમાં જ રહેવું જોઈએ. | મુખ્ય આચાર્યથી જે સંયમ પર્યાયમાં મોટા હોય અને શ્રુતસંપદાથી સંપન્ન પણ હોય પરંતુ આચાર્ય-ઉપાધ્યાય પદને યોગ્ય ન હોય તો તેઓને સ્થવિર આદિ પદથી સન્માનિત કરવા જોઈએ.
જો બીજા સાધુ આચાર્યથી વધારે સંયમ પર્યાયવાળા ન હોય, શ્રુત સંપદા અને શિષ્ય સંપદાવાળા ન હોય તો બધા સાધુઓને એક જ આચાર્ય ઉપાધ્યાયના અનુશાસનમાં રહેવું જોઈએ. કારણ કે શ્રુત સંપદા અને શિષ્ય સંપદા રહિત શ્રમણ કોઈ પદ યોગ્ય હોતા નથી. એક આચાર્ય અને ઉપાધ્યાય સંપૂર્ણ ગચ્છના શિષ્યોની સંપદાવાળા જ હોય છે, બધા શિષ્યો તેઓની નિશ્રાવાળા હોય છે. | F [િ૩] સાત પદવીઓ અને એની ઉપયોગિતા) | પર [ઉદ્દેશક–૩ઃ સૂત્ર–૧૩] ૧. આચાર્ય – જે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્યએ પાંચ આચારનું પોતે પાલન કરે અને આજ્ઞાનુવર્તી શિષ્યોને પાલન કરાવે, જે સાધુસંઘના સ્વામી હોય અને સંઘના અનુગ્રહ-નિગ્રહ, સારણા-વારણા અને ધારણામાં કુશળ હોય, લોક સ્થિતિના વેત્તા હોય, આચાર સંપદા આદિ આઠ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org