________________
વેદશાસ્ત્ર વ્યવહાર સૂત્ર પરિશિષ્ટ
૧૩ર
સંપદાઓથી યુક્ત હોય તે આચાર્ય પદને યોગ્ય છે. ૨. ઉપાધ્યાય – જે સ્વયં દ્વાદશાંગ ગ્રુતનાવિશેષજ્ઞ હોય, અધ્યયન માટે આવેલા શિષ્યોને આગમોના અભ્યાસ કરાવનારા હોય અને વ્યવહાર સૂત્ર : ઉદ્દેશક–૩, સૂત્ર-૩માં કહેલા ગુણોના ધારક હોય તથા ત્યાં કહેલા શાસ્ત્રોને કંઠસ્થ ધારણ કરનારા હોય, તે ઉપાધ્યાય પદને યોગ્ય થાય છે. ૩. પ્રવર્તક – આ પદ થોડી સંખ્યાના સાધુ સમુદાયમાં આચાર્યના સ્થાને દેવામાં આવે છે. વિશાલ સમૂહમાં પ્રવર્તક પદવીધર આચાર્યના સહાયક બને છે. જે સાધુઓની યોગ્યતા અને રુચિ જોઈને તેઓને આચાર્ય નિર્દિષ્ટ કાર્યોમાં તથા તપ-સંયમ-યોગ, વૈયાવચ્ચ, સેવા, શુશ્રુષા, અધ્યયન-અધ્યાપન આદિમાં નિયુક્ત કરે છે. આ પદવીવાળાની યોગ્યતા આચાર્ય સમાન હોવી જ અતિ ઉત્તમ છે. ઓછામાં ઓછી ઉપાધ્યાયની બરાબર તો હોવી જ જોઈએ. ૪. સ્થવિર – જે સાધુઓને સંયમ પાલનમાં શિથિલ જોઈને અથવા સંયમમાં વિચલિત જોઈને આ લોક અને પરલોક સંબંધી અપાયોનો(અનિષ્ટોનો) ઉપદેશ કરી તેઓને ધર્મ-કર્તવ્યમાં સ્થિર કરે. ૫. ગણી - જે કેટલાક સાધુઓના ગણના સ્વામી હોય, કે મોટા સંઘમાં સાધ્વીઓની દેખરેખ અને વ્યવસ્થા કરનારા હોય અથવા મુખ્ય આચાર્યની નિશ્રામાં જે અનેક આચાર્ય હોય છે, તેને ગણી કહેવામાં આવે છે. ૬. ગણધર:- જે કેટલાક સાધુઓના પ્રમુખ બનીને અર્થાત્ સંઘાડાના પ્રમુખ બનીને વિચરણ કરતા હોય. ૭. ગણાવછેદક – જે સાધુઓના ભોજન-પાણી, સ્થાન, ઔષધ-ઉપચાર, પ્રાયશ્ચિત્ત આદિની વ્યવસ્થા કરનારા હોય.
જે સમૂહમાં એક બે સંઘાડા જ વિચરતા હોય અથવા પાંચ-સાત સાધુ જ હોય તે સાધુ સમુદાયમાં સ્થવિર અથવા પ્રવર્તકનું હોવું આવશ્યક છે, આચાર્યઉપાધ્યાયનું હોવું ત્યાં આવશ્યકનથી.
જે સમુદાયમાં ત્રણ તેમજ વધારે સંઘાડા વિચરે છે અથવા દશથી વધારે સંતોનો સમુદાય હોય તો તે સમુદાયમાં આચાર્ય-ઉપાધ્યાય આ બે પદોની નિયુક્તિ કરવી આવશ્યક છે.
સો કે સોથી વધારે અથવા સેંકડો સાધુઓનો સમુદાય હોય તો તેમાં આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર તેમજ ગણાવચ્છેદક, આ પાંચ પદવીધર હોવા આવશ્યક છે.
બાકીની બે પદવીઓ ગણી અને ગણધર તો સ્વાભાવિક રીતે નાના-મોટા સમુદાયમાં થતી રહ્યા કરે છે. કેમ કે શિષ્ય સંપદા થઈ જવાથી, તેમજ યોગ્ય શ્રુતનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org